________________
સમાધિશતક–વિવેચન
૯૧
હવે અત્યંત દુ:ખ દેનાર નરક ગતિના દેહ મળતાં પણ દેહને જ જીવ પેાતાનું સ્વરૂપ માને છે, પણ પેાતાનું સ્વરૂપ કેવું છે તે વિષે ગ્રંથકાર જણાવે છે :
नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा । अनन्तानन्तधीशक्तिः स्वसंवेद्योऽचलस्थितिः ॥ ॥ નારકી નરકે જાણે- અજ્ઞાની, તેમ તે નથી; અનંત જ્ઞાન-શક્તિમાન, સ્વગમ્ય, અચલસ્થિતિ. ૯ ભાવાર્થ: આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની જેને જિજ્ઞાસા છે, તેને ત્યાગ-વૈરાગ્યની ભાવના જરૂરની છે. શ્રીમદ્ રાજચંદ્રે શ્રી ‘આત્મસિદ્ધિ' શાસ્ત્રમાં જણાવ્યું છે કે— “ત્યાગ-વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ-વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.”
11
ચારે ગતિમાં દુઃખ છે, દુઃખનું કારણ અજ્ઞાન છે, એમ જાણ્યા વિના આત્મજ્ઞાન પ્રત્યે જીવ વળતા નથી; તે જણાવવા ગ્રંથકારે ચારે ગતિમાં દેહાધ્યાસ જીવ પેાષે છે એ બતાવવા બહિરાત્મ-દશાનું વર્ણન કરતાં નરદેહ, તિર્યંચદેહ અને દેવના દેહને પેાતાનું સ્વરૂપ માની જીવ દુઃખી થાય છે એમ વર્ણવ્યું. હવે ચારે ગતિમાં જ્યાં ઘણું દુઃખ આખા ભવ ભાગવવું પડે તેવી નરક ગતિ છે, ત્યાં જે દેહ પ્રાપ્ત થાય છે તે વૈક્રિય દેહ કહેવાય છે, એટલે દેવની પેઠે દેહને અનેક આકારે પલટાવી શકે; પરંતુ નરકમાં અશુભ વિક્રિયા જ મને છે, કારણ કે ત્યાં માત્ર પાપના જ ઉદ્દય મુખ્યપણે હાય છે. એટલે પેાતાની શક્તિ બીજાને દુઃખ દેવામાં જ વાપરે છે; દેવાની પેઠે આત્માથી પ્રત્યક્ષપણે અમુક મર્યાદામાં ભૂત, ભાવિ અને વર્તમાન જાણવાની શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org