________________
સમાધિશતક-વિવેચન
પરમ વીતરાગ અને મેાક્ષમાર્ગદર્શક પરમ ઉપકારી હાવાથી તે દેહધારી ભગવંતને પણ ગ્રંથકાર નમસ્કાર કરે છે. હુવે તે શાસ્ત્ર રચવાની પ્રતિજ્ઞા કરે છેઃ
उपेन्द्रवज्रा
श्रुतेन लिंगेन यथात्मशक्ति समाहितांतःकरणेन सम्यक् । समीक्ष्य केवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्ये ||३||
ઉપજાતિ
શક્તિ પ્રમાણે અનુમાન, શાસ્ત્ર,
સમ્યક્ પ્રકારે સ્થિરતા સ્વરૂપેઅનુભવીને કહું સજ્જનાને, સ્વરૂપ જે શુદ્ધ, જિજ્ઞાસુઓને. ૩
૭૯
ભાવાર્થ :—કાઇ પણ શાસ્ત્ર લખનારે લક્ષમાં રાખવા યેાગ્ય ત્રણ પ્રકાર, ગ્રંથની રચનાની સત્યતામાં પ્રમાણભૂત હાય છે, તે જણાવે છે. એક તા શ્રુત એટલે સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનથી વિશ્વનું સ્વરૂપ જાણી શબ્દો દ્વારા કહી શકાય તે પ્રકારે પ્રદર્શિત કર્યું છે તે સત્પ્રત છે; તેને આધાર ગ્રંથને પ્રમાણભૂત બનાવે છે; તેથી વિપરીતપણે કલ્પના કરનાર, નથી પેાતાનું હિત કરી શકતા કે નથી ખીજાને સત્ય માર્ગ દર્શાવી શકતા. ખીજું અનુમાનશાસ્ત્ર પણ બુદ્ધિપૂર્વક સત્યની તુલના કરનાર છે; જેમાં પૂર્વાપર વિરોધ ન આવે તેવું વચન અનુમાનશાસ્ત્રની કસોટીએ પ્રમાણભૂત મનાય છે. ત્રીજું યથાશક્તિ શાંત અંતઃકરણે જે અનુભવમાં આવ્યું હાય તે પણ સત્ય સંભવે છે. છેલ્લી કસેાટી અનુભવની છે. સાસ્ત્ર અને નિર્દોષ અનુમાનથી નક્કી કરેલા પાતાના સમાધિદશાને અનુભવ શુદ્ધ આત્માના વ્યાખ્યાનમાં પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org