________________
ગ્રન્થ–યુગલ અર્થે સત્સંગ, સપુરુષાદિ સાધન કહ્યાં છે, અને તે સાધન પણ જીવ જે પોતાના પુરુષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે છે તે સર્વ વ્રત, યમ, નિયમ, જપ, યાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી.”
આમ શરીરાદિને પોતાનું સ્વરૂપ માનવાની ભ્રાંતિ જ્યાં સુધી જીવમાં વર્તે છે, ત્યાં સુધી તે બહિરાત્મદશાવાળ જીવ ગણાય છે.
“આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ-આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન,
-શ્રીમદ્ રાજચંદ્ર સદ્દગુરુગે મુમુક્ષુ જીવન પર વસ્તુને પોતાનું સ્વરૂપ માનવારૂપ ભૂલ, ઘણું બેધના પ્રભાવે, સમજાય છે. સાથે સાથે અતીન્દ્રિય આત્મા(પોતાના સ્વરૂપ)ને બેધ સાંભળવાને મળે છે, તેથી આત્મા વિષેની બ્રાંતિ ટળી જાય છે, દેહને પર માને છે, વચનને ઈન્દ્રિયથી ગ્રાહ્ય પરદ્રવ્ય માને છે, ઈન્દ્રિયેને અને મનને પણ પર વસ્તુના પરિણામરૂપ માને છે; રાગદ્વેષ આદિ કર્મપરિણામને પરરૂપ, દેષરૂપ જાણે છે, આમ પરથી ભિન્ન પોતાનું શુદ્ધ સ્વરૂપ સદ્ગુરુબેધથી સમજી, તે સ્વીકારે છે અને સદ્ગુરુ બધે જેવું શુદ્ધસ્વરૂપ સમજાયું, તેની ભાવના કરતાં તે અનુભવમાં આવે છે, ત્યારે જીવને અંતરાત્મ-દશા પ્રગટે છે અને બહિરાત્મદશા છૂટે છે.
“દર્શનમેહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org