________________
ગ્રન્થ–યુગલ સરળ ટીકાનો પ્રારંભ કરતાં પહેલાં સમાધિશતકના કર્તાને અનુવાદક નમસ્કાર કરે છે :
नमोऽस्तु पूज्यपादाय, समाधिस्वामिने सदा ।
समाधितंत्रकर्तारं, नमामि समताधरम् ॥३॥ દોહરો–પૂજ્યપાદ પ્રભુને નમું, આત્મ-સ્વરૂપ મહંત,
વરી સમતા સ્વામી થયા, સમાધિમય ભગવંત. ૩
ભાવાર્થ – શ્રી સમાધિ-શતકરૂપ સન્શાસ્ત્રના રચનાર મુનિવર શ્રી દેવસેન અથવા પૂજ્યપાદ સ્વામીને ઉપકાર જણાવી નમસ્કાર કરું છું. જેમના ચરણકમળ પૂજવાયોગ્ય છે એવા પૂજ્યપાદ ભગવાનને પૂજું , કારણ કે મહા અપૂર્વ આત્મસ્વરૂપની તેમણે પ્રાપ્તિ કરી છે. તેમણે જેવું સ્વરૂપ પ્રગટ કર્યું છે, તેવું જ યથાર્થ સ્વરૂપ મારું હેવાથી, હું તે સ્વરૂપ પ્રત્યે આકર્ષાઈ તન્મય થવાની ભાવનાએ નમસ્કાર કરું છું. “સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધનરૂપ, જિનવર પૂજો; એકવાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; જિનવર પૂજો; કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય; જિનવર પૂજો.”
–શ્રી દેવચન્દ્રજીત શ્રી સંભવજિસ્તુતિ સમતારૂપી સુંદરી વરીને તે સ્વામી થયા વા સમાધિ પામ્યા; વીતરાગ થયા. તેમણે ચિત્તવિક્ષેપ કે આત્મબ્રાંતિનાં કારણ અહંભાવ, મમત્વભાવ તેથી નિવૃત્ત થઈને આ સમાધિશાસ્ત્ર રચ્યું.
હવે સંસ્કૃત ટીકાના કર્તા નિત્ય, નિરંજન, નિરાકાર પરમપદની પ્રાપ્તિના અર્થી હોવાથી સિદ્ધ ભગવંતને તથા જિનેન્દ્ર ભગવંતને સમાધિ-શતકની શરૂઆતમાં નમસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org