Book Title: Gharshala Author(s): Udayvallabhvijay Publisher: Pragna Prabodh Parivar View full book textPage 6
________________ કર્તવ્ય કલિંક पुत्तं पइ पुण उचियं पिउणो लालेइ बालभावंमि | उम्मीलियबुद्धिगुणं कलासु कुसलं कुणइ कमसो ||१|| ગુરુ-દ્દેવ-મૂ-જુરિ-સયા પરિવયે રાવે નિવૅપિ उत्तमलोएहिं समं मित्तीभावं रयावेइ ||२|| गिण्हावेइ य पाणिं समाण-कुल-जम्म-रूव कन्नाणं । गिहभारंमि निजुंजइ, पहुत्तमं वियरइ कमेण ||३|| पच्चक्खं न य संसइ वसणे वहयाण कहइ दुक्खत्थं । आयं वयमवसेसं च, सोहए सयमिमाहिंतो ||४|| दंसेइ नरिंदसभं देसंतर भावपयडणं कुणइ । इच्चाइ अवच्चागय उचियं पिउणो मुणेयर ||५|| (हितोपदेशमाला) પુત્ર પ્રત્યે વાલીનું કર્તવ્ય • બાલ્યકાળમાં તેને સ્નેહાદિ આપવા પૂર્વક તેનું લાલન-પાલન કરે. • બુદ્ધિથી પરિપકવ થાય પછી તેને વિવિધ રીતે પ્રતિભાસંપન્ન બનાવે. • દેવ-ગુરૂ-ધર્મ-સુખી અને સ્વજનો સાથે તેનો નિત્ય પરિચય કરાવે. ઉત્તમ લોકો સાથે મિત્રતા કરાવે. • સંયમ લેવા અસમર્થ એવા પુત્રને યોગ્ય પાત્ર સાથે પાણિગ્રહણ કરાવે. • ખરીદી, લેવડ-દેવડ જેવા ગૃહકાર્યામાં જોડે અને ક્રમે કરીને ઘરનો માલિક પણ બનાવે. • તેની હાજરીમાં વધુ પડતી પ્રશંસા ન કરે (અવસરોચિત પીઠ થાબડે). • તેના વ્યાપારાદિમાં થતી આવક-જાવક વગેરેનું ધ્યાન રાખે. • અનાચાર, વ્યસનાદિમાં તે ફસાય નહી તેનું ધ્યાન રાખે અને છતાં કોઇ કુપંથે ચડી જાય તો વ્યસન-અનાચારની ચુંગાલમાં ફસાયેલાની દુર્દશાનું વર્ણન કરીને (અને અન્ય ઉપાયોથી પણ) તેને પાછો વાળે. • રાજસભા દેખાડે તથા દેશ-દેશાંતરની માહિતીઓથી વાકેફ કરે. ટૂંકમાં, જીવન વ્યવહારના દરેક ક્ષેત્રે સંતાનના ઘડતરની જવાબદારી અદા કરવી એ વાલી તરીકેની ઉચિત ફરજ છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 98