Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
• ૨૭ થી ૩૦ બત્રીસીનો ટૂંકસાર પરમ ઔદારિક શરીર હોવા છતાં ભોજન કરે જ છે. (શ્લોક.૨૩)
(૧૫) કેવલી ભોજન કરે તો પરોપકારમાં ક્ષતિ | (૧૫) કેવલીનો ધર્મદેશનાનો કુલ સમય દિવસનો પહોંચે. (શ્લોક.૫) પ્રથમ અને છેલ્લો એમ બે પ્રહર છે. અને વાપરવાનો સમય દિવસના ત્રીજા પ્રહરમાં મુહૂર્તમાત્ર છે. માટે ભોજનથી પરોપકારમાં ક્ષતિ પહોંચતી નથી. (શ્લોક.૨૬)
(૧૬) આહાર કરે તો નિહાર પણ થાય. આ કાર્ય | (૧૬) સર્વજ્ઞનો આહાર જેમ અદશ્ય હોય તેમ જુગુપ્સનીય હોવાથી કેવલી વાપરતા નથી. નિહાર પણ અદૃશ્ય હોય. સામાન્ય કેવલી (ecils.u) પણ સુસાધુની જેમ લોકોની નજર પડે કે જુગુપ્સા થાય તેવા સ્થાનનો ઉપયોગ ન કરે. માટે બીજાને જુગુપ્સા થવાને અવકાશ નથી. તેથા પોતાને તો જુગુપ્સા મોહનીય કર્મ ક્ષીણ થયેલ હોવાથી જુગુપ્સા થવાની જ નથી. (શ્લોક.૨૭)
(૧૭) સ્વભાવથી હિતકારી અને પ્રમાણસર આહાર વાપરવાથી કેવલી ભગવંતને રોગ થાય નહિ. માટે કેવળજ્ઞાનીનો કવલાહાર માનવામાં કોઈ દોષ નથી. (શ્લોક.૨૮)
18
(૧૭) ભોજનમાં ગરબડ થાય તો રોગ થાય. માટે કેવલી ભગવંત વાપરે નહિ. (શ્લોક.૫)
આ રીતે પોતાની મિસાઈલો વડે દિગંબરોના કુતર્કોની ઈમારતોને તોડતા ગ્રંથકારશ્રી કહે છે કે ‘ભગવાન તે વળી જમતા હશે ?' આ રીતે વિચારનારા દિગંબરોએ ‘ભગવાન તે વળી માનવદેહ ધારણ કરતા હશે ?' એ પ્રમાણે વિચારી અશરીરી ભગવાનને સ્વીકારી લેવા. અને અશરીરી સ્વરૂપે ભગવાનને ભજતા નૈયાયિક વગેરેમાં પોતાનું સ્થાન ગોતવું પણ જૈન ધર્મમાં રહીને કુતર્કો વડે જિનશાસનના ટુકડા કરવાનું પાપ બિલકુલ ન કરવું. કારણ કે ‘લોહાર્ય મુનિ પ્રભુ મહાવીર માટે રોજ ગોચરી લાવતા હતા' આવો ઉલ્લેખ વ્યવહારભાષ્ય નામના છેદગ્રંથમાં પણ મળે છે. આથી ‘ભગવાન ભોજન ન જ કરે' એવું માનવા સ્વરૂપ ભયંકર ભૂલમાંથી દિગંબરોએ પાછા ફરવું જોઈએ. (ગા.૨૯-૩૨)
સ્યાદ્વાદરત્નાકર રત્નાકરાવતારિકા આધ્યાત્મિક પરીક્ષા, અધ્યાત્મમત પરીક્ષા, સૂયગડાંગસૂત્રવૃત્તિ, સ્યાદ્વાદકલ્પલતા, કેવલીભુક્તિ પ્રકરણ (શાકટાયનાચાર્યકૃત) વગેરે ગ્રંથોમાં પ્રસ્તુત બાબતનું વિસ્તૃત નિરૂપણ ઉપલબ્ધ થાય છે - તેની વાચક વર્ગે નોંધ લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org