Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 10
________________ આંતર શત્રુ પર વિજય ચિત્ત રાખ્યું અને સહ્યાં જ કર્યું. તેના ફળ સ્વરૂપે પ્રભુને કેવળજ્ઞાન - કેવળ દર્શન નો દિવ્યપ્રકાશ અંતરમાં ઝળહળી ઊઠયો, પ્રભુ સર્વજ્ઞ બની ગયા. દેવો, ઈન્દ્રો, નાચી ઊઠ્યા, માનવો હર્ષઘેલા બની ગયા, આખી સૃષ્ટિ અજવાળાથી શોભી ઊઠી, દેવો અને ઈન્દ્રોએ મળી સમવસરણ બનાવ્યું. અને અનેકની સંખ્યામાં પ્રભુએ પાવન દેશના પ્રકાશવાનું શરૂ કર્યું . તીર્થ સ્થાપ્યું, ગણધરોના ગુરૂરાજ બન્યા. બસ, ચારેકોર પ્રભુનો જય જયકાર ગુંજવા લાગ્યો, શ્રેણિક જેવા અનેક રાજાને બોધિત કર્યા તો શાલીભદ્ર જેવા શ્રેષ્ઠીપુત્રોને પ્રવજ્યાના પંથે ચઢાવ્યા અને ચંદના જેવી અનેક નારીઓને નારાયણી બનાવવાનું આપે ભગીરથ કાર્ય કર્યું. ચૌદ હજાર સાધુઓને સંસાર સાગરના ભયાનક તોફાનમાંથી ઉગારી લેવાનો આપે ચમત્કાર સર્જયો. તપ એ સાધન છે. કર્મનિર્જરા થવી તે સાધ્ય છે. સમાધિ આપે તે તપ. ઓજ અને તેજ પ્રગટાવે તે તપ. વિકારોનો વિનાશ અને નિર્વિકારી બનાવે તે તપ. અહંકારનું વિસર્જન કરાવી, સ્વ આત્મ દશાનો અનુભવ કરવો તે. તપ. તાપ ભગાડે અને તેજ પ્રગટાવે તે તપ. તપશ્ચર્યાની ઘણી સિધ્ધિઓ અને લબ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. તેજોવેશ્યા મેળવવા ગોશાલકે કેવી ગજબ તપશ્ચર્યા કરી હતી ? ચક્રવર્તીઓ છ ખંડ સાધવા કેવાં અડગ તપમાં જોડાય છે! તપ વડે આકાશમાં ઊડવાનું પણ સહેલું બની જાય છે. પરંતુ પ્રભુએ તપને આચારમાં સ્થાન આપ્યું છે. એટલે સિધ્ધિઓ કે લબ્ધિઓ મેળવવા માટે તપ કરવાનું નથી, પરંતુ તપશ્ચર્યા કરતાં લબ્ધિઓ આપમેળે સામેથી મળી જાય છે. તપશ્ચર્યાથી મોટામાં મોટી સિદ્ધિ મળે છે - “ઈચ્છાઓનો નાશ”. અંતરમાં પ્રત્યેક પળે અનેક જનમની ઈચ્છાને સાફ કરી દે તપસ્યાની એક ભાવના, ઈચ્છા જ બધાં દુઃખોની જનની છે. તે આકાશની જેમ અનંત સુધી. પથરાયેલી છે. જેમ આકાશનો છેડો નથી આવતો, તેમ બધી ઈચ્છાઓ પણ પૂરી નથી થતી. ઈચ્છાનો વિરોધ કરાવે તે તપ ! ઈચ્છાનું મરણ થઈ જાય પછી જીવનમાં ઉપાધિને પ્રવેશવાનો કોઈ અવકાશ જ નથી. ઈચ્છાનો અભાવ ત્યાં આત્મ સમાધિનો સદ્ભાવ અને જ્યાં ઈચ્છાનો સદ્ભાવ ત્યાં આત્મ સમાધિનો અભાવ રહેવાનો. છેલ્લાં ઘણાં સમયથી માણસનો સ્વભાવ ખૂબ જ બદલાઈ ગયો છે. વાતે વાતે મગજનું બોઈલર તપી જાય છે અને ક્યારેક ક્યારેક વધુ પડતું ગરમ થઈ જતાં ફાટી જાય છે. ગરમીને એ ખ્યાલ નથી આવતો કે આજુબાજુનાં લોકો દાઝી જશે. માણસે ક્રોધ આવેશ અને તનાવમુક્ત રહેવું જોઈએ. તેનાથી મગજનાં જ્ઞાનતંતુઓ શિથિલ બની જાય છે. જે બ્લડપ્રેશર, હાર્ટએટેક, ડાયાબિટિસ, કેન્સર જેવા રોગોને જન્મ આપે છે. અને નંદનવન જેવું સુંદર જીવન ઉજ્જડ રણ જેવું બની જાય છે. ક્રોધની ક્ષમાનાં એક આભૂષણથી સોનામાં સુગંધ ભળે છે અને જીવન મહેંકી ઊઠે છે. ક્ષમા આપનાર વ્યક્તિ દરેકનો આદર મેળવે છે. જ્યારે ક્રોધી વ્યક્તિ પાસે કોઈ ફરકવા પણ રાજી થતું નથી. શિતળ જલને છોડીને દાહક જ્વાળા પાસે કદી કોઈ જાય ખરું? !! એક પલભરનો ક્રોધ જિંદગીભરનો પ્રેમ બાળીને ખાખ કરી નાખે છે. ઘણાં ગુસ્સાને લઈ મગજ ફ્રેશ કરવા માટે વ્યસની અને સ્વચછંદી બની જાય છે. દૂધને ફ્રીજમાં મૂકીને આઈસ્ક્રીમ બનાવનાર પોતાની ખોપરીને ઠંડી રાખી શકતો નથી. આજે કોઈ માણસ બીજાની સાથે લગભગ દરેક વાતે ગરમ થઈ જાય છે. બધાના મગજ હાઈટેમ્પર ધરાવે છે, જરાક અડક્યા કે ભડાકો થયો. માણસનું મગજ ખોરવાઈ એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સ્નેહ સંબંધો પણ ખોરવાય. aોદો પટ્ટ પાસેટ્ટ ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. પ્રથમ ગુસ્સાનો જન્મ મનમાં થાય છે. ત્યારબાદ તે વાણી પર આવે છે. પછી તે વિશાળ બનીને સમગ્ર દેહ ઉપર સામ્રાજ્ય જમાવે છે. વરસોના સાચવેલાં પ્રીતિના સંબંધો વેરમાં ફેરવાઈ જાય છે. મિત્રતા દુશ્મનાવટમાં ફેરવાઈ જાય છે. એક બીજા વિના ન ચાલે તેવા મધુર સંબંધો પણ ક્ષત વિક્ષત થઈ જાય છે. વર્ષો જૂનાં સંબંધો પળમાત્રના ગુસ્સામાં ઓગળી જાય છે. પરંતુ, જ્યારે મગજ ઠંડુ થાય એટલે પસ્તાવો થાય, પણ હવે, થવાનું હતું તે તો થઈ ગયું, “હું શું કામ એની પાસે સામે ચાલીને જાઉં?” ઉo - ૧૮

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97