Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 46
________________ સૌથી વ્હાલું શું? બનતો નથી, તેમ સંસાર ક્ષેત્ર શોધવાનાં ફાંફાં મારનાર ક્યારેય ફાવતો. નથી. જ્ઞાની ભગવંતે તો સ્પષ્ટ જણાવ્યું છે કે વધુ સારકિરાંરારશ્ન દુઃg , દુઃખથી પ્રચુર એવો સંસાર અઘુ અને અશાશ્વત છે. જેમાં ચક્રવર્તી જેવા નથી ફાવ્યા તો તમે શું ફાવવાના છો. અનુભવીઓના અનુભવ કહે છે કે પાણી વલોવીને માખણ મેળવાની તમન્ના જેવી હાલત આ માનવીની છે. સંસારમાંથી નવનીત શોધવું છે. “ન ભૂતો ન ભવિષ્યતિ' ભૂતકાળમાં અનંત જીવોને સંસારમાં નવનીત મળ્યું નથી અને ભવિષ્યમાં મળવાનું પણ નથી. હાય! છતાં જીવની કેવી કારમી વાસના કે ત્યાંથી પાછો વળી શકતો નથી. મધુબિન્દુની માત્ર ઈચ્છા અને સેંકડો માખીઓના ડંખ ખાવા તૈયાર માનવી કરતાય ભૂંડી હાલત છે આજના માનવીની. એક સુખ પાછળ પાગલ બનીને અનેક દુઃખો-વિટંબણાને સામે ચડી આમંત્રણ આપે છે! હું તમને પૂછી લઉં કે તમને જગતમાં સૌથી વ્હાલું શું લાગે છે? તમે પ્રાણથી પણ પ્યારું કોને માનો છો ? પરમેશ્વરને કે પૈસાને ? મને ખ્યાલ છે કે સંસારના જીવોને પૈસો એ જ પરમેશ્વર છે. પરંતુ યાદ રખજો, આચારાંગજી સૂત્ર ફરમાવે છે કે રાત-દિવસ, ઉજાગરા કરીને મેળવેલી લક્ષ્મી ચોર ચોરીને લઈ જશે. આગ લાગતા અગ્નિમાં લક્ષ્મી ખાખ થઈ જતાં વાર નહીં લાગે. અરે હા... આવું કદાચ ન બને તો તમારો પરિવાર તેના ભાગ પાડી પડાવી લેશે. અને માનો કે કદાચ એવું પણ ન થાય તો પણ મૃત્યુ થતા બધી લક્ષ્મી અને છોડીને રવાના થવું પડશે. લખી રાખજો કે જે વ્હાલું હોય તે તમારી સાથે જ રહે. તમારી સાથે જ આવે, તમારો પીછો ન છોડે. તમે કહો છો કે લક્ષ્મી વ્હાલી છે પણ લક્ષ્મી તો તમને છોડીને ચાલી પણ જાય અને તમે પણ લક્ષ્મીને છોડીને ચાલ્યા જાવ. ક્યાં રહી તમારી સાચી ગણતરી. ચાલો, તમે કહો છો ને કે લક્ષ્મી તેમને વ્હાલી છે. હું તમને બતાવી દઉં કે લક્ષ્મી તમને હાલી નથી. समाययन्ती अमई गहायं' ભગવાન જણાવે છે કે લોભીને મન, ધન અમૃત છે. અચાનક પુત્રની તબિયત બગડી, હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે તપાસ કરી, મોટું ઓપરેશન કરવું પડશે, રૂ. બે લાખનો ખર્ચો થશે. બોલો, એ સમયે તમે શું કરો ? રૂ. બે લાખનો ખર્ચો કરો ખરા? હા સાહેબ, કરવો જ પડે ને! પુત્ર તો અમને પ્રાણ પ્યારો છે. જુઓ, તમે બધાએ ગણિત બદલી નાખ્યું. હવે પૈસા કરતા પુત્ર વધુ વ્હાલો લાગે છે ખરું ને? પુત્ર છે તો બધું છે. પુત્ર માટે તો કેટલા અરમાનો ઊભા કર્યા છે. એને ડોક્ટર બનાવીશું. મોટો થશે એટલે અમને સુખ શાંતિ આપશે, સેવા કરશે. ખરું ને? આવા અનેક અરમાનો સાથે માતા-પિતા પુત્રને ભણાવેગણાવે અને પછી રચેલા અરમાનોના મિનારા જ્યારે તૂટી પડે છે ત્યારે માતા-પિતાની દશા જે થાય છે તે કલ્પના બહારની છે. કલ્પના કલ્પાંતમાં ફેરવાય જાય છે. અરમાનો બધા આગ જેવું સ્વરૂપ ધારણ કરે છે. ન તો પ્રશંસાના બળ કરતા પ્રેરણાનું બળ વધુ લાભ કરતા છે એક વિકાસ કરાવે. એક વિકાસમાં અવરોધ ઉભા. કરે છે. દુઃખની વાત છે પ્રસંશા જીવને ગમે છે. પ્રેરણા ખટક્યા કરે છે. 0 0 0 સાસુ કહે છે વહુના નેણમાં ઝેર છે. વહુ કહે છે સાસુના વેણમાં ઝેર છે. જ્ઞાની ભગવંત કહે છે આ તો કર્મની લેણ-દેણ છે. - ૮૯ - GO

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97