Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 84
________________ પણ થઈ જાય... આ બધી વાત હું સમજું છું પરંતુ આમાં તો એક જ રસ્તો છે. જો ખરેખર તમારે તમારા પૂજ્ય મા-બાપને સાચવવા હોય તો...! તું તારો સ્વભાવ તેઓશ્રીનાં સ્વભાવને અનુકૂળ બનાવી દે. ઘરડા મા-બાપ તને અનુકૂળ જીવે તેવી તારી વાત સાવ અયોગ્ય છે ફર્નિચર પ્રમાણે બંગલો સેટ ન થાય પરંતુ બંગલા પ્રમાણે ફર્નિચર સેટ થાય એ વાત વધુ યોગ્ય નથી લાગતી... ! તું નાનો હતો ત્યારે તારા મા-બાપ તારા સ્વભાવને અનુકૂળ બન્યા હતા. તું રડે તો તને હસાવવા તે બાળક જેવા બની જતાં... તારી સાથે રમકડે રમવા લાગી જતાં... તારી જોડે પક્કડ દાવ... હશે... હશે... કરી કેવા રમતા હસતા રાખતા હતા...! બસ હવે તારી ભક્તિ અંતરમાં એવી જગાવ કે તું તારા મા-બાપને, તેમના સ્વભાવને સમજી તેઓ સાથે પ્રેમસભર વર્તન કરી શકે...! જો તું મા બાપનો ભક્ત બનીશ તો તારી પત્ની પણ તેઓશ્રીની ભક્તિમાં જરાય કચાશ રાખશો નહિ. એ પણ એટલી જ સત્ય વાત છે. ચાલો ત્યારે મા-બાપની ભક્તિ વડે ઘણા દોષો અને અપરાધોના મહાપાપથી આત્માને બચાવી લઈએ... ડો. ટોડરમલ બેટા ટોડર... ઓ ટોડર! ચાલ ઉપર. જમવાનો સમય થઈ ગયો છે...! ટોડરની માએ મીઠો ટહૂકો કર્યો દીકરા ટોડરને જમવા બોલાવવા માટે... પરંતુ દવાખાનામાં બેઠેલા ટોડરના દિલમાં ખૂબ જ દુ:ખ થયું... કેટલા બધાં માણસો વચ્ચે મને ટોડર કહી બોલાવ્યો... ટોડરમલ કહીને બોલાવ્યો હોત તો મારી ઈમ્પ્રેશન કેટલી વધી જાત! દવાખાનું બંધ કરી ડો. ઉપર ગયા. મા બોલી, 'બેટા! ચાલ જમી લે. ભોજન તૈયાર છે...!” “ના, મા મારે નથી જમવું નથી? બધા વચ્ચે તેં મને ટોડર કહીં કેમ બોલાવ્યો?'' “ડો. ટોડરમલ કહી તારે મને બોલાવવો જોઈએને? કેટલા બધાં નીચે હતા!” મા વાત સમજી ગઈ... મા વાત સમજી ગઈ. “ભલે બેટા! ાલથી હું તને ડો. ટોડરમલ કહીશ. પરંતુ મારી એક શરતનો -૧૬૫ સ્વીકાર કરે તો તારી શરત મને મંજૂર! બોલ શી શરત'' શ્રી પુનિત મહારાજ વ્યંગમાં જણાવે છે. લઈ સાથ લાડીને ફર્યા, ગાડીમાંહી ઘેલા થઈ. માડી મરે દાણા વિના, એ ઠાઠમાઠે શું થયું? જીવતા ન જાણ્યા તાતને, કીધી ન કાંઈ ચાકરી મૂવા પછી ગંગાજીમાં, તર્પણ કર્યેથી શું થયું? જીવતા મા-બાપ સાથે પ્રેમ - મીઠાશ રાખતો નથી અને સ્વર્ગે ગયા પછી કેવા વ્યવહાર કરે છે? “બસ... આજની રાત તારે મારી બાજુમાં સૂઈ જવાનું. અને હું તને જે આજ્ઞા કરું તે પ્રમાણે કરવાનું. અને જો તું તેમ કરીશ તો તને ડો. ટોડરમલ કહીને બોલાવીશ. બરાબર ને? બોલ આ મંજૂર છે મારી શરત...?'' “હા... મા મને મંજૂર છે...!'' રાત્રિ થઈ. મા દીકરો સૂઈ ગયા. રાત્રિના બે વાગ્યા... મા બોલી ટોડર... “ઓ ટોડર બેટા! ઊભો " થા. “હા... મા બોલ... શું કામ છે?'' “પાણિયારે જઈને પાણીનો લોટો ભરી લાવ.’’ ‘‘પણ મા મને ઊંઘ બહુ આવે છે.” “જા, તો હું તને ડો. ટોડરમલ નહિ કહું...!'' ''ના... ના... મા હું પાણીલાવું છું.' કહી ઉભો થઈ પાણી લાવી માના હાથમાં લોટો આપે છે. માએ લોટો લઈને પુત્રની પથારીમાં ઢોળી દીધો... પથારી ભીની થઈ ગઈ... ટોડર ગરમ થઈ ગયો. ‘મા... તેં આ શું કર્યું?” “બસ બેટા આજે તારે કાંઈ બોલવાનું નહિ. આપણી શરત છે જે હું કરું તે તારે ગમાડી લેવાનું નહિ. તો ડો. ટોડરમલ નહિ કહું...!” “પણ મા અત્યારે શિયાળો ચાલે છે... ઠંડી કેટલી છે અને તેમાં પથારી ભીની કરી તો ઊંઘ કેવી રીતે આવે...?'' 'બસ... બેટા... તારો જન્મ થયો ત્યાર તું પથારી ભીની કરતો ત્યારે સૂકે તને સુવાડતી હતી અને ભીનામાં હું સૂતી હતી. તારા પિતાજી તને નાનો મૂકીને સ્વર્ગે ગયા ત્યારબાદ દેવું કરી ભૂખ સહી. પારકા કામો કરીને તને ડોક્ટર સુધી મેં ભણાવ્યો... ત્યારે તુ ડોક્ટર ૧૬૬

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97