Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 96
________________ જાતને નશીબદાર માનો. તમારા જીવનમાં બધુંય સારું જ છે શા માટે તમે નાની બાબતોથી દુઃખી થઈ જાવ છો? આજનું વ્યાખ્યાન સાંભળીને બહાર જાવ ત્યારે તમારું બધુંય દુઃખ વળાવી દઈને બહાર જજો. વિધિની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય. તમારી સામે જે દુઃખો આવીને ઊભા છે તેનાથી તમારે ગભરાવું નહિ, કારણ કે તમારાથી વધુ દુઃખી ઘણાં જીવો છે...! આપણા જીવનમાં એક દુઃખ આવે છે એટલે આપણે હતાશ બની જતાં હોઈએ છીએ અને તેનાં કારણે જીવનમાં રહેલા નવ્વાણું સુખને પણ આપણે. દુઃખમાં ફેરવી નાંખવાનું ગાંડુ કામ કરી દઈએ છીએ...! જગતમાં દુઃખ જ નથી. બધુંય દુઃખ આપણામાં જ છે અને તે આપણે જ ઊભું કરીએ છીએ...! આગમકાર દુઃખના મૂળને જણાવે છે. जावन्तडविज्जापुरिसा, सब्बे ते दुकखं संभवा आपell अज्ञानता १ આપણા દુઃખનું કારણ છે. જીવનમાં જો દષ્ટિકોણ બદલાય તો દુ:ખ સુખ બન્યા વિના નહિ રહે...! અને ખારા સાગરમાંય મોતી બનીને રહેવું હોય તો સંસારના ક્ષેત્રમાં સમ્યક્ દષ્ટિના સ્વામી બની જાવ...! વધુ દુ:ખની કલ્પના ન કરો ઘણી વખત જીવનમાં થોડુંક જ દુઃખ હોય છે પણ તે થોડા દુઃખને કલ્પના કરીને, આપણે ઘણું દુઃખ બનાવી દેતા હોઈએ છીએ... અરે ! કલ્પના કરવી તે જ દુઃખ છે. માટે કલ્પના કયારેય કરશો નહિ. જુઓ અર્જુન માળી દીક્ષિત બનીને ગૌચરી માટે જ્યારે ઘેર ઘેર ફરે છે ત્યારે કોઈ અપશબ્દ બોલે છે... કોઈ લાકડી ઓ મારે છે... કોઈ પથ્થરો મારે છે... આહારની જગ્યાએ પ્રહાર મળવા છતાંયે અર્જુન મુનિવર શું વિચારે છે? અરે વાહ... આ લોકો કેટલા સારા છે! પથ્થરો અને લાકડીઓ જ મારે છે. મેં તો તેમના સ્વજનોને, સંબંધીઓને, કુટુંબીજનોના પ્રાણ હરી લીધા છે. મારી નાંખ્યા છે તેઓ મને મારી નાંખતા તો નથી ને? આમ સમ્યક્ પરિણામની ધારાએ અર્જુન મુનિવર છે મહિનામાં તો આત્માનું કામ કરી ગયા... દુ:ખમાં અધિક દુ:ખની કલ્પના કરનાર ક્યારેય સુખી બનતો નથી. જ્યારે દુઃખમાં અધિક સુખની કલ્પના કરનારે જ્યારે દુઃખી બનતો નથી... ! એટલે જ કોઈકે કહ્યું છે કે... હર જલતે દીપક કે તલે અંધેરા હોતા હૈ, હર અંધેરી રાત કે પીછે સવેરા હોતા હૈ, ગભરા જાતે હૈં લોગ મુસિબતોં કો દેખકર, હર મુસિબત કે પીછે સુખ કા ડેરા હોતા હૈ. દુઃખ વિના માનવીના જીવનનો વિકાસ થતો નથી હોતો. માટે માણસે દુઃખને હસતાં હસતાં સહી લેવું જોઈએ. પરંતુ દુઃખની કલ્પના કરીને વધુ દુઃખી તો થવું જ નહિ...! એટલે જ શાસ્ત્રકાર ફરમાવે છે કે સં સવર્ણ નો સંકલ્પ વિકલ્પમાં રહેનાર સાચા સુખને અનુભવી શકતો નથી. એક શહેરમાં એક શાંત સોસાયટી હતી, તેમાં દશ નંબરના મકાનમાં ચિંતન અને ચાંદની નામના પતિ-પત્ની રહેતા હતા. આખી સોસાયટીના માણસો તેમને જોઈને ઈર્ષ્યા કરતાં હતા. કારણ પાંચ વરસથી સોસાયટીમાં રહેતા હતા. પણ ક્યારેય તેમના જીવનમાં ઝઘડો કે ઊંચા અવાજે બોલવાનો પ્રસંગ આવ્યો ન હતો. બધાંનાં મનમાં હતું કે આ લોકો કેટલું સુંદર જીવન જીવે છે! ક્યારેય બે માંથી એકેયને બોલવાનું થતું જ નથી...! ન કરે નારાયણ અને રાત્રે બાર વાગે દસ નંબરમાં બોલાબોલી ચાલું થઈ... ઝઘડો થયો... ચિંતન ચાંદની ફૂબ જોરથી ઝઘડી રહ્યા હતા. આખી સોસાયટી ઊઠી ગઈ... બધાય દસ નંબરમાં આવ્યા. બધાયને થયું આ લોકો કોઈ દિવસ ઝઘડતા નથી અને ઝઘડ્યા ત્યારે આખી સોસાયટી ભેગી કરી... બધા ભેગા થઈ ગયા છતાં બન્ને એકબીજાની સામે વચનોનાં તીર છોડી જ રહ્યાં હતાં. સોસાયટીના વકિલ મફતભાઈને થયું કે અંદર જઈને પૂછી તો જુઓ કે તમે શા માટે ઝઘડો છો ? મફતભાઈ પ્રવેશ્યા જાણે યુધ્ધભૂમિમાં જતા હોય -૧૮૯ -૧૯૦

Loading...

Page Navigation
1 ... 94 95 96 97