Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb
Catalog link: https://jainqq.org/explore/009228/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરાય નમઃ દષ્ટિ આજે જ મંગાવો વાંચો વંચાવો અને પ્રભાવના કરીને લાભ લેવાનું ભૂલશો નહીં. પ્રત : પ્રથમ આવૃત્તિ ગુજરાતી - ૧૦૦૦ અંગ્રેજી - ૧૦૦૦ દ્વિતીય આવૃત્તિ ગુજરાતી - ૨૦૦૦ સંપર્ક : તેજ સાહેબ K-૫૦૧, અશોક નગર સોસાયટી, વઝીરા નાકા, તલવરકરની સામે, બોરીવલી (વેસ્ટ), મુંબઈ. ફોન : ૯૮૧૯૦૨૫૪૧૫ E-mail : shah_tejsahbj2007@yahoo.co.in પ્રાપ્તિ સ્થાન : શ્રી લલીતભાઈ બચુભાઈ મહેતા |eo૩, પ્લેટીનમ આર્કેડ, ગીરગાંવ, ઓપેરા હાઉસ, મુંબઈ ફોન : ૨૩૬૯૧૪૦૦ / ૯૩૨૩૨૯૪૩૩૬ ઘાટકોપર : નીતિનભાઈ બદાણી - ૯૨૨૩૪૩૦૪૧૫ , બોરીવલી - ૯૮૨૦૨૫૪૧૫ દષ્ટિ - તેજ સાહેબ Page #2 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ! સૃષ્ટિને સ્વર્ગ જેવી અનુભવવા આપવશ્યક છે. દષ્ટિમાં નિર્મળતા હોય તો સૃષ્ટિ સુંદર અને હાણવા જેવી લાગે દુનિયામાં સૌથી મોટો દોષ હોય તો દષ્ટિની વિપરીતતા જ્ઞાનીજનોના સંગ દ્વારા આ દોષ દૂર થઈ શકે સદ્ગાહિત્ય - સારા પુસ્તકો દ્વારા આ દષ્ટિ દોષ સમાપ્ત થઈ શકે જ્યારે દષ્ટિ સમ્યક્ બને છે ત્યારે સૃષ્ટિના દર્શન યથા તથ્ય થવા લાગે છે. પ્રભુ મહાવીરે જણાવ્યું કે દુનિયા બદલવામાં કોઈ સફળ બન્યું નથી જ્યારે દષ્ટિ બદલવામાં કોઈ નિષ્ફળ ગયું નથી આ દુનિયામાં કાંઈ પણ બદલી શકવા આપણે સમર્થ હોઈએતો તે છે દષ્ટિ ! જોવાની રીત બદલાઈ જાય. વિચારવાની પધ્ધતી બદલાઈ જાય ખતવણી સમ્યક બની જાય પોઝીટીવ એપ્રોચ થઈ જાય પછી મૃત્યુ બાદ સ્વર્ગ મળવાનું હતું તે જીવતા જ ધરતીપર સ્વર્ગ મળી જાય આવા પરમ હેતુ એ આપ સર્વેનો સહકાર અને ગુરૂરાજની કૃપાથી “દષ્ટિ'નામનું આ પુસ્તક મારા સર્વે પુસ્તકના સાર રૂપે સમાજને અર્પણ કરતા હું આનંદ અનુભવી રહ્યો છું. જિન આજ્ઞા વિરૂધ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. - તેજ સાહેબજી Page #3 -------------------------------------------------------------------------- ________________ $IGIgોજી પરિશ્રમ આજના યુગનો. માનવી સેંકડો તણાવ વચ્ચે જીવી રહ્યો છે દિશા - દશાની ખબર નથી ને દોડેજ જાય છે આવી પરિસ્થિતીમાં સાચી રીતે, હળવાશા અને આનંદથી જીવન જીવવાની અનેક દષ્ટિકોણ આ “દષ્ટિ''નામના પુસ્તકમાં બતાવવામાં આવી છે. ધ્યાનથી વાંચી જીવનને સાચી દિશા તરફ વાળીશું તો લેખકશ્રીનો. પરિશ્રમ સફળ બનશે તેવું હું માનું છું. - ભાવનાશીલ જીનેશ - નીશી, બોરીવલી - પાલનપુર નિવાસી શ્રી લલીતભાઈ બચુભાઈ મહેતા, વાલકેશ્વર શ્રીમતી રમીલાબેન હસમુખભાઈ ઝવેરી, બોરીવલી - શ્રીમતી ઈન્દુમતી જયંતિલાલ ખંધાર, અંધેરી - ભરત ગોડા Page #4 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિમાં વેરાણા મોતી un ને a જે ................ v જે X 4 8 = . ..... + uh $ દષ્ટિ ખુલે ત્યારે......... સ્વીકાર ત્યાં સમાધાન.. આંતર શત્રુ પર વિજય...... આવડે તો બોલવું નહિતર મૌન રહેવું.................. પહેલા માનવ તો બનો... ટીકા જીરવી જાણો............... માનવ જીવન અને જૈનદર્શન........... મૃત્યુ પહેલા.... તમારા સુખમાં કોઈને ભાગીદાર બનાવો................. પરિગ્રહના ગ્રહનો ત્યાગ કરો... ..... ............... ચિંતા નહિ ચિંતન કરતા શીખો........ આ ત્રણને દષ્ટિમાં રાખો.. સરળતા ત્યાં સફળતા........... મનને આ વાત સમજાવો......................... ઈર્ષાથી બચવા અનુમોદના કરતા રહો. ભેદજ્ઞાન જરૂરી ભેદભાવ નહીં.... સૌથી વ્હાલું શું?................... અહંકારને ઓગાળે તે ભક્તિ......................... જીવન વિનાનું ઘડતર, ઘડતર વિનાનું જીવન........... અહંકાર નાશની જડીબુટ્ટી વિનય......... અબ હમ અમર ભયે. સમય સ્વમય માટે છે.. ........... ધર્મ તું છે તારણહાર.......... ........ ધર્મનો પાયો માનવતા.. ........... ............ દુઃખ છે... તો... છે............ દુઃખ ને ખંખેરી દો..... મનનો ઉત્સાહ જ ઉત્સવ છે............ ભક્તિ બનાવે ભગવાન.... ચાલો દુઃખને વળાવી દઈએ. $ = 8 9 8 V 8 9 છે કે તે Page #5 -------------------------------------------------------------------------- ________________ • ભાવનાશીલ જીનેશ - નીશી, બોરીવલી. { s રવ. શ્રી શાંતિલાલ ત્રિભોવનદાસ કોઠારી, બોરીવલી - માતુશ્રી શિવકુંવરબેન ગુલાબચંદ દેસાઈ હ. દેસાઈ પરિવાર, બોરીવલી, - શેઠશ્રી અમૃતલાલ કેશવલાલ કામદાર હ. અતુલભાઈ મુકેશભાઈ, કાંદીવલી - બોરીવલી જૈનોલોજી ગ્રુપ - હ. ભુપેશ રાંભીયા Mrs. & Mr. Nimmi Kumar Nihalani Page #6 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ ખુલે ત્યારે પ્રભુ મહાવીર સ્વામીએ વરસો પહેલા આપેલા ઉપદેશની વધુ આવશ્યક્તા આજના લોકોને છે. દોડધામની આ જિંદગીમાં અને સેંકડો ટેન્શનો વચ્ચે દટાયેલાં માનવીની જેટલી દયા ખાઈએ એટલી ઓછી છે. પ્રભુએ માનવ જીવનને અજવાળવાના અનેક માર્ગ બનાવ્યા છે. તનાવ વચ્ચે જીવતા માનસે અજમાવવા જેવા ઈલાજો ને અમલી બનાવવા પડશે. સમય માણસને બદલે સંજોગ માણસમા પરિવર્તન લાવે સમાજ માણસને બદલાવે. તેના કરતા સમાજ દ્વારા બદલાઈ જવું વધુ સારું છે. જીવનમાં બદલાવ ત્યારે આવે જ્યારે જ્ઞાની પુરુષોના કહેલા તત્ત્વને આત્મસાત્ કરવામાં આવે. આવો આપણે પ્રભુએ બનાવેલા આનંદના અનેક માર્ગમાંનો એક માર્ગ વિચારીએ અને તે માર્ગ છે “સમ્યક્ દષ્ટિ”. તમે સામે છે તે જોતા નથી તમારી દષ્ટિમાં જે છે તે દેખાય રહ્યું છે. બીજાના દોષ દેખાય છે તેમાં દોષી વ્યક્તિનો કોઈ દોષ નથી તેમા આપણી દષ્ટિમાં પડેલા દોષોનો દોષ છે. ગુણીજનમાં તમને ગુણોના દર્શન થાય છે તેમા ગુણીજનની વિશેષતા નથી. તેમા તમારી દષ્ટિમાં ગુણ રહેલા છે તેનો પ્રભાવ છે. દુનિયા કે દુનિયાની વ્યક્તિ કરતા આપણી દષ્ટિની. વિશેષતા વધુ મહત્ત્વની છે. ધર્મ દષ્ટિ ઉઘાડે છે. ધર્મ એટલે જ સત્યદર્શન. અન્યથા સઘળું પ્રદર્શન. જેવું છે તેવું દર્શન કરવું અને તે ત્યારે બને છે. જ્યારે આપણી દષ્ટિ સમ્યક્ હોય. ધર્મનો પ્રારંભ પણ આ દષ્ટિની નિર્મળતાથી થાય છે. આપણી દષ્ટિ જ્યારે સમ્યક્ હોય છે ત્યારે શત્રુમાં મિત્રતાના દર્શન થવા લાગે છે, ગુણમાં ભગવાનના દર્શન થવા લાગે છે, અને ભગવાનમાં. પોતાના સ્વરૂપના દર્શન થવા લાગે છે. આ જગતમાં આપણે શું બદલાવી શકવા સમર્થ છીએ ? બીજાને બદલવાની અપેક્ષા જ મિથ્યા છે. બીજાને બદલી શકવા હું સમર્થ છું તે ભ્રમણા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરવા ક્યાં સમર્થ છે? સઘળુ નિમિત્ત માત્ર ! આપણે બીજાને બદલાવવા, સુધારવા અને સારા બનાવવા પાછળ સમય-શક્તિને ખર્ચી છે તેની અંશ શક્તિ આપણે આપણને સુધારવા ફાળવી હોત તો અજબ ગજબનો ચમત્કાર સર્જાયો હોત... ખેર! હવે આ ભવમાં આ ભૂલ કરવાની નથી. આપણી અપેક્ષા બીજા સારા હોવા જોઈએ તેવી હોય છે તેના બદલે હું સારો હોવો જોઈએ તેવી અપેક્ષા ઉભી કરવી જોઈએ. ધર્મનો સાર છે દષ્ટિની પવિત્રતા, દષ્ટિની નિર્મળતા. દૃષ્ટિને ઉદાર બનાવો સંકુચિત દૃષ્ટિ અનેક અનર્થોનું મૂળ છે. મને મળે, મારાને મળે તેના કરતા સઘળાને મળે તેવી ભાવના જ જીવનનું સાર્થકપણું છે. એક જગ્યાએ વાંચવામાં આવ્યું હતું આજે માણસ સાંકડો થતો જાય છે. અને તેના વિચારોમાં એટલું જ હોય છે “હું અને મારી વહું તેમા આવી ગયા સહું'', પહેલાના સમયમાં ભાઈ માટે, બહેન માટે, કુટુંબ માટે, જીવન આપી દેવા તૈયાર હતા. સમાજ માટે, દેશ માટે, ધર્મ માટે સેંકડો લોકોએ પોતાના જીવનની કુરબાની આપી દીધાના ઉદાર જીવનોના ઈતિહાસ વાંચવા મળે છે. જ્યારે દષ્ટિ ઉદાર બને છે ત્યારે સ્વાર્થ સૂન્ય બને છે અને પરમાર્થ પૂર્ણ બને છે. મારાપણાની દુર્ગધ ગાયબ થાય ત્યારે સર્વપણાની ભાવના જીવંત બને છે. ભાગમાં નહી સંવિભાગમા દિલ આનંદવિભોર થવા લાગે. આ છે ઉદાર દષ્ટિનું પરિણામ, ઉદાર દષ્ટિવાળાને દૂશ્મન કરતા મિત્રોની સંખ્યા વધારે હોય છે, લેવા કરતા આપવામાં જેને સુખ લાગે તેની દષ્ટિ ઉદાર બની ગઈ છે. તેમા લેશ શંકાને સ્થાન નથી. બીજાની સફળતામાં જેને સુખ લાગે છે. અન્યના સુખને જોઈ જેનું હૃદય સુખનો અનુભવ કરે છે. બીજાના સન્માન થતા જોઈ અનુમોદનાના આંસુ ટપકવા લાગતા હોય, બીજાના ભલામાય જેનુ હૈયુ ખુશાલી મનાવતું હોય. પોતાને મળવાનું બીજાને મળી જવા છતાં અંતરમાં અફસોસ ન હોય. - ૧૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ હક જતો કરી બીજાને હક્કદાર બનાવવામાં જેને હાંસ થતો હોય. આ સઘળો પ્રભાવ છે ઉદાર દૃષ્ટિનો. એકવાર ઉદારતાનો ગુણ આપણી દૃષ્ટિમાં સ્થાપિત કરી દો પછી જુઓ તમારા જીવનનું પરિવર્તન કેવું આવે છે. ખાવા કરતા ખવડાવવામાં સ્વાદ અનુભવવા લાગશો. વાપરવા કરતા વહેંચવાનો આનંદ થવા લાગશે. સંકુચીતતાનું દહન થયું સમજો. ઉદાર દૃષ્ટિના સ્વામી થયા એટલે આ મારૂ અને આ પરાયુંના ભાવોની અલવીદા. ઉંચા અને નિચાની વિચારનાનું દફન, આ સારૂ અને આ ખરાબની ખટપટનું પુર્ણ વિરામ. ‘બધા મારા અને મારા એ બધા સારા'' આવી ઉદાર દૃષ્ટિનું પ્રગટીકરણ એજ ધર્મનું સાચું ફળ છે. કુદરત તરફ દૃષ્ટિ કરો સૂર્ય પ્રકાશ આપે છે. ચંદ્ર શીતલતા આપે છે. વૃક્ષો ફળ આપે છે. ધરતીનીતો વાત જ ન્યારી છે. ધરતી જે આપે છે તેનું મૂલ્ય આંકવું કઠીન છે તો હે માનવી! કોઈ શાસ્ત્ર ખોલવાની જરૂરત નથી. તારી દૃષ્ટિ ખોલી કુદરતની ઉદારતાનો વિચાર કર. અપેક્ષા વિના આ કુદરતી તત્ત્વો જગતને કેટ કેટલું આપે છે. અને હું આ દુનિયાના જન્મ ધારીને બીજાને શું આપું છું? થોડું આપીનેયે કેટલું અભિમાન કરૂ છું. મને કોઈ ન આપે ત્યારે દિલમાં જે વેદના થાય છે તેવી વેદના હું કોઈને આપતો નથી ત્યારે થાય છે? સંગ્રહ કરવાની આદતનો ત્યાગ કરી ઉદાર દૃષ્ટિ રાખો. વસ્તુ આપવામાં ઉદારતા રાખો, ક્ષમા આપવામાં ઉદારતા રાખો. આપવાનો અવસર આવે ત્યારે દૃષ્ટિને ઉદાર બનાવો. જીવન ન્યાલ થઈ જશે. દૃષ્ટિને પોઝિટીવ બનાવો સ્કુલમાં ટીચરે વિધાર્થીની સામે સફેદ કાગળ બતાવીને પૂછ્યું, તમને આ કાગળમાં કાંઈ દેખાય છે? વિધાર્થી - ના સર આ કાગળમાં કાંઈ દેખાતું નથી. ત્યારબાદ ટીચરે કાગળની વચ્ચો વચ્ચ કાળું ટપકું કરીને પૂછયું, બોલો મિત્રો આ કાગળમાં હવે કાંઈ દેખાય છે ? વિદ્યાર્થી - હા સર કાગળની વચ્ચે કાળું ટપકું દેખાય છે. ટીચરે વિદ્યાર્થીઓને જણાવ્યું કે તમોને કાગળમાં રહેલું ટપકું દેખાયું પણ કાગળમાં રહેલી સફેદી કેમ ન દેખાઈ? જુઓ જીવનમાં સફળ બનવું હોય ૧૧ તો કાગળમાની સફેદી નજરમાં આવવી જોઈએ તમારી દૃષ્ટિને પોઝિટીવ બનાવવી પડશે. આપણી દૃષ્ટિમાં સારી સાઈડ દેખાતી નથી ખરાબ સાઈડને તરત જોઈ લઈએ છીએ. નેગેટીવ દૃષ્ટિનો ત્યાગ અને પોઝિટીવ દૃષ્ટિનો ઉગાડ થવો એજ જીવનની સફળતા છે. દરેકમા બે પાસા હોય છે. ગુણ અને દોષ બન્ને જોવા મળે છે, જ્યાં સુધી જીવ કર્મ મુક્ત નહી બને ત્યાં સુધી દોષ મુક્ત થવાનો નથી. અને આપણે આપણા તરફ જુઓને કેટલા દોષોથી ભરેલું છે આપણું જીવન ? કૃપાળુ દેવ જણાવ્યું છે... “દોષ અનંતનું ભાજન હું" આપણે અનંત દોષોથી ભરેલા છીએ. આપણી દૃષ્ટિ આપણી જાત જોવામાં લગાડો અને બીજાની જાતને જુઓ ત્યારે પોઝિટીવ રીતે જુઓ. તેમાં રહેલા ગુણોને જુઓ. તેમા રહેલી વિશેષતાને શોધી કાઢો. ખામી નહીં ખુબીઓને નિહાળો. કુતરી ભલે સડેલી હોય પણ તેના દાંત કેવા દાંડમની કડી જેવા છે આ વિચાર, આ દૃષ્ટિ કૃષ્ણ મહારાજાની હતી માટે જ તેમની દૃષ્ટિને આજે પણ જગત યાદ કરે છે. દૃષ્ટા બનતા પહેલા આપણે આપણી દૃષ્ટિને વિકસાવવી પડશે. પાપીને પણ પ્યાર કરવાની વાત જૈન ધર્મએ બતાવી છે. પુણ્યશાળી અને ધર્માંતો વ્હાલા લાગે તેમાં આપણી કોઈ વિશેષતા નથી. કારણ તેમાં પુણ્ય અને ધર્મની વિશેષતા છે. જ્યારે તમે પાપીને પણ પ્યારથી આવકારો છો. પ્યાર કરો છો. તેને મદદરૂપ બનો છો. તેને વાત્સલ્યથી ભીંજવી દો છો તેમા પાપીની નહીં તમારી પોઝિટીવ દૃષ્ટિની વિશેષતા છે. આપણી મહાનતા આપણી દૃષ્ટિના વિકાસથી નક્કી થાય છે. અને હા જૈનદર્શને તો સમ્યક્ દૃષ્ટિ વિના ધર્મની શરૂઆત થતી નથી અને ચારિત્ર પણ નિષ્ફળ જાય છે ત્યાં સુધી બતાવ્યું છે. સમકિતની પ્રાપ્તિ વિના સર્વજ્ઞ બનવું અસંભવ છે. શેઠને ક્રોધ આવી ગયો એય! નોકર સામેની બારીના કાચ પર ડાઘ છે સાફ કર. જી સાહેબ! હમણાંજ સાફ કરું છું. નોકરે કાચ સાફ કર્યો. સાહેબ ડાઘ કાઢી નાખ્યો. ૧૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ અરે હજી એવોને એવો ડાઘ છે પાણીથી સાફ કર. જી સાહેબ! કહીં નોકરે પાણીથી આખો કાચ સાફ કર્યો. હવે સાહેબ જુઓ કાચ સાફ થઈ ગયો છે ને ? અરે! તને કામ કરતા નથી આવડતું. ડાઘ એવોને એવો છે બરાબર ઘસીને સાફ કર. જી... સાહેબ! નોકરને આવ્યો ગુસ્સો ડાઘ છે નહીં અને સાફ કર... સાફ કર... કાચને જોરજોરથી ઘસવા લાગ્યો ને કાચ ફૂટી ગયો... બસ! શેઠ ઊભા થયાને નોકરનો કાન પકડી નોકરને મારવા લાગ્યા. જેમ જેમ નોકરને માર પડવા લાગ્યો ને નોકર વધુને વધુ હસવા લાગ્યો. શેઠનો ક્રોધ વધવા લાગ્યો હું તને મારું છું ને રડવાની જગ્યાએ હસવા લાગ્યો, તેમ બોલતા જાય ને નોકરને શેઠ મારતા જાય. ત્યાં નોકરે ધડાકો કર્યો, સાહેબ હસુ નહીં તો શું રડું? પહેલા મને ખબર હોત કે બારીના કાચમાં ડાઘ નથી. તમે પહેરેલા ચશ્મા પર ડાઘ છે તો હું આપના ચશ્મા જ સાફ કરી આપત. જેથી બારીના કાચમાં આપને ડાઘ દેખાત જ નહીં. નોકરની આ વાત સાંભળી શેઠ ઠંડા પડી ગયા. આ રમુજ વાત એ દર્શાવવા માગે છે આપણી દૃષ્ટિમાં દોષોના ડાઘ પડ્યા હશે તો જ સામેની વ્યક્તિના આપણને દોષના દાઘ દેખાશે. ટૂંકમાં આપણી દૃષ્ટિને પોઝિટીવ નહીં બનાવીએ તો ગુણથી ભરેલું કોઈનું જીવન આપણને દેખાવવું મુશ્કેલ છે. ‘‘ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારું નૃત્ય કરે'' આ પંક્તિ ત્યારે જ સાર્થક બને જ્યારે દૃષ્ટિ પોઝિટીવ બની હોય. દૃષ્ટિનો ઉઘાડ એટલે ધરતી પરનું સ્વર્ગ અને દૃષ્ટિનો અભાવ એ દુનિયા પરનું નર્ક છે, જીવનને સાર્થક અને સફળ બનાવવામાં આપણી દૃષ્ટિનો મહત્ત્વનો ફાળો છે. યાદ રહે! બે આંખે અંધ માણસને ભલે સુદર્શન કહેતા હોઈએ પણ ખુલ્લી આંખે જેને સમ્યક્ જોતા નથી આવડતું તેને તો જ્ઞાનીઓએ કુદર્શની કહ્યો છે. ૧૩ સ્વીકાર ત્યાં સમાધાન ઉપસર્ગો અને પરીષહોને કર્મોદય સમજી સ્વીકારી લેવાની સાધના બહુ કઠીન સાધના છે. પરંતુ આધ્યાત્મ જીવનમાં આગળ વધવા માટે અનિવાર્ય છે. સંકલ્પ વિકલ્પની હારમાળા તેના જ હૈયામાં ઊઠે જેની પાસે સ્વીકાર કરી લેવાની સાધનાનો અભાવ હોય છે. આમ કેમ થયું? આમ થયું હોત તો સારું હતું. બસ પ્રતિપળે આવા અનેક તરંગો આત્માને દુખી કરે છે. r જો હવે ખરા અર્થમાં સુખ અનુભવવા માંગતા હો તો તમારા મનને કહી દો... જે થઈ ગયું તે સારું હતું, જે થઈ રહ્યું છે તે સારું જ થાય છે. અને જે થશે તે પણ સારું જ થશે, બસ, પછી જુઓ તમારું હૈયું હળવું ફૂલ જેવું થતાં વાર નહીં લાગે !!! પ્રભુને સંગમ તરફથી ઉપસર્ગો આવ્યા, અનાર્યોએ પરિષહો ફટકાર્યાં હતા, તો ચંડકૌશિકે ડંખવાનું બાકી ન રાખ્યું, સંગમે પગમાં ચૂલો બનાવી ખીર બનાવી, તો પેલા ગોવાળિયાએ કાનમાં ખીલા ભોંક્યાની વાત સાંભળીને તો આપણુ હૈયુ કંપી જાય છે. આવાંતો અનેક કષ્ટો પ્રભુએ સાધના જીવનમાં આવ્યાં હતાં છતા પ્રભુએ તો સ્વયંનો દોષ ગણી માત્ર સ્વીકારી જ લીધા હતા! ‘હર જલતે દીપક કે તલે અંધેરા હોતા હૈ, હર અંધેરી રાત કે પીછે સવેરા હોતા હૈ, ઘબરા જાતે હૈ લોગ મુસીબતોં કો દેખકર હર મુસીબત કે પીછે સુખ કા ડેરા હોતા હૈ' ધન્ય છે પ્રભુ આપની સ્વીકારી લેવાની ઉત્તમ સાધનાને, કોટિ કોટિ વંદન આપના ચરણ કમળમાં... વિશ્વવાલેશ્વર ત્રિભુવનપ્રકાશ, દેવાધિદેવ પ્રભુ મહાવીર સ્વામીની સાધનાનું પ્રથમ સોપાન હતું સમતાપૂર્વક શુભાશુભ પ્રસંગોનો સહર્ષ સ્વીકાર કરી લેવો. આજના આ યુગમાં પુત્ર-પિતાની આજ્ઞાનો સ્વીકાર કરવા તૈયાર નથી. તો સાસુ અને વહુની સમસ્યાનુંમમૂળ કારણ કંઈ હોય તો અસ્વીકાર વૃત્તિ, ગુરૂ શિષ્ટ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે થતાં અણબનાવો અને ઊભા થતા મન દુઃખોની પાછળ અસ્વીકારની વૃત્તિ જ કામ કરે છે. ૧૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ મહાવીરના સંગમાં આવેલ શ્રેણિક રાજાને જુઓ, સગા પૂત્રના હાથે ૫૦૦ ફટકાં પડતા હોવા છતાં સ્વયંનો પાપોદય ગણી સ્વીકારી લેવાની પ્રેરણા પ્રભુના સાન્નિધ્યમાંથી જ મેળવેલી હતી ને? પરિસ્થિતિનો સ્વીકાર કર્યા વિના આપણે સુખી નહીં થઈએ. સુખી થવા દુઃખને સ્વીકારો, દુઃખનું સ્વાગત કરો. - સાચું સુખ ચિત્ત પ્રસન્નતા પ્રભુ મહાવીરનો બીજો શ્રેષ્ઠ ગુણ હતો ‘ઉપશાન્ત ભાવ અને પ્રશાન્તા ભાવમાં રહેવું.’ કષ્ટોને સ્વીકારી લેવાની સાધના જેટલી કઠિન સાધના છે તેના કરતાં વધુ કઠિન સાધના છે પરિષહોમાં પ્રસન્ન ચિત્ત રાખવું. વાહ પ્રભુ વાહ! પેલા ગોવાળિયાએ ખીલા મારવાના પ્રસંગે આપે કેવી અદ્ભુત પ્રસન્નતા રાખી હતી, અને આપનું હૃદય કેવું ઉપશાન્ત મગ્ન હતું અને હા, ભયાનક જંગલમાં આપ નિર્ભય બની વિચરણ કરી રહ્યા હતાં, ત્યારે ચંડકૌશિકે બધું બળ ભેગું કરી તીવ્ર ડંખ લગાવ્યો. તોય આપની ચિત્ત પ્રસન્નતા અખંડ રાખી હતી તેણે ડંખ માર્યા બદલ આપે. ‘સબુક્ઝ, સંબુઝ'ના શબ્દ પુષ્પો તેના ઉપર વરસાવીને તેના હૈયામાં આરાધનાનું અમૃત ભરી આપીને કેવો. ચમત્કાર સજર્યો હતો. ઈન્દ્રોએ આપની સમોવસરણમાં ખરા અંતઃકરણપૂર્વક સ્તુતિ કરી, અનેક દેવો અને દેવીઓએ આપની મુક્ત મને પ્રશંસા કરી છતાંય આપ તો ચિત્ત પ્રસન્નતાના સાગરમાં મગ્ન હતા. ટૂંકમાં, શુભાશુભ પ્રસંગોમાં અને કડવા મીઠા અનુભવોમાં આપે સ્વકર્મ દોષ ગણી, સ્વીકારી લીધા અને પ્રસન્ન ચિત્તે આપ ઊભા રહ્યા હતાં. ખરેખર આપની અજોડ સાધના, અજોડ આરાધના હતી, !!! પ્રભુ મહાવીરના સાધના જીવનમાંથી પ્રેરણા મળે છે કે, પરિસ્થિતનો માત્ર સ્વીકાર જ કરી લો તેમ નહીં, પરંતુ ચિત્ત પ્રસન્નતા સાથે સ્વીકાર કરો. સૂર્યમુખી દિનમેં ખિલતા હૈ રાતમેં નહીં, ચંદ્રમુખી રાત મેં ખિલતાં હૈ પ્રભાત મેં નહીં, અંતર્મુખી હરક્ષણ ખીલતા હી રહતા હૈ, ક્યોંકિ ઉસકી મુસ્કાન કિસીકે હાથમેં નહીં.” લગ્ન પાર્ટીનો પ્રસંગ આપણે સ્વીકારી લઈએ છીએ અને પ્રસન્ન ચિત્તે આનંદ માણીએ છીએ. ટી.વી. વિડિયોના ચિત્રો જોઈએ છીએ અને આનંદ અનુભવીએ છીએ. પરંતુ શરીરમાં ઊભી થતી વ્યાધિ, હાથમાંથી છૂટી જતા સત્તા, લૂંટાઈ જતાં રૂપિયા, ધંધામાં આવેલી મોટી ખોટ, કોઈના અપમાન ભર્યા શબ્દો આ બધી બાબત આપણે સ્વીકારતા નથી. કદાચ સ્વીકાર કરી લઈએ તો ચિત્તની પ્રસન્નતા વિના જ, પ્રભુ મહાવીરનું કહેવું છે કે, “શુભપ્રસંગો સ્વીકારવા જીવને રુચે છે અને અશુભ પ્રસંગો જીવને ખૂંચે છે, પરિસ્થિતિનો સ્વીકાર કરતાં શીખો એટલું જ નહીં થોડાં આગળ વધીને પ્રસન્ન ચિત્તે સ્વીકારી લો.” સામનો નહીં, સહન કરો પરમ કૃપાળનો ત્રીજો અને અતિ મહત્ત્વનો ગુણ હતો, સામનો ન કરતાં માત્ર સહન જ કરી લેવું. કંગાળથી માંડીને બળવાન માણસો તરફથી આવેલાં કષ્ટો પ્રભુએ સહન કર્યા. દેવોએ પણ ઉપસર્ગો આપવામાં બાકી નથી રાખ્યું, તો તિર્યંચો તરફથી મળેલા પરિષહો કોઈ સામાન્ય ન હતા. અનેક રીતે અનેકવાર આવેલ કષ્ટદાયી પરિસ્થિતિનો પ્રભુએ મનથી પણ સામનો કર્યો નથી, માત્ર બધું સહન જ કર્યું અને હા, વધુ આશ્ચર્ય તો એ થાય છે કે પ્રભુની પાસે અનેક લબ્ધિઓ અને શક્તિઓ હતી, તેમણે ધાર્યું હોત તો ભાંગીને બધાનો ભૂક્કો બોલાવી દીધો હોત, પરંતુ કશું જ ન કરતાં, છતી. શક્તિ અને લબ્ધિએ પ્રભુએ સહન જ કર્યું હતું અને સહન કરવાની પાછળ લક્ષ હતું આત્મશુદ્ધિનું, આત્માની પૂર્ણતાનું !!! મૌન રાખીને પ્રસન્ન ચિત્તે સહન કરવાની સાધના કેટલી કઠીન છે, એ તો આપના જીવનમાં આવતા નાના મોટા પ્રસંગે જ ખ્યાલ આવી જાય છે અને પરાધીનતાએ સહન કરવામાં આપણે કંઈ જ બાકી નથી રાખ્યું. હવે સ્વાધીન બનીને સહવાની સાધના કરવાની છે. પ્રભુ મહાવીરે બધું પ્રસન્ન ચિત્ત સહન જ કર્યું અને તેમાંય પ્રભુને તો લાભ જ લાભ દેખાયા કરતો હતો. ‘હેંદીને જેમ જેમ ઘસો, તેમ તેમ રંગ મજીઠિયો બને’ ચંદનને ઘસઘસ કરો તો સુગંધ ઔર વધે, તાપ સહ્યા જ કરે તો જલ નભે જઈ ચઢે, જેમ જેમ સહ્યા કરે તેમ આત્મા શુધ્ધ બને. સાડા બાર વરસને એક પખવાડિયા સુધી પ્રભુએ બધું સ્વીકાર્યું, પ્રસન્ન - ૧૫ - ૧૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ આંતર શત્રુ પર વિજય ચિત્ત રાખ્યું અને સહ્યાં જ કર્યું. તેના ફળ સ્વરૂપે પ્રભુને કેવળજ્ઞાન - કેવળ દર્શન નો દિવ્યપ્રકાશ અંતરમાં ઝળહળી ઊઠયો, પ્રભુ સર્વજ્ઞ બની ગયા. દેવો, ઈન્દ્રો, નાચી ઊઠ્યા, માનવો હર્ષઘેલા બની ગયા, આખી સૃષ્ટિ અજવાળાથી શોભી ઊઠી, દેવો અને ઈન્દ્રોએ મળી સમવસરણ બનાવ્યું. અને અનેકની સંખ્યામાં પ્રભુએ પાવન દેશના પ્રકાશવાનું શરૂ કર્યું . તીર્થ સ્થાપ્યું, ગણધરોના ગુરૂરાજ બન્યા. બસ, ચારેકોર પ્રભુનો જય જયકાર ગુંજવા લાગ્યો, શ્રેણિક જેવા અનેક રાજાને બોધિત કર્યા તો શાલીભદ્ર જેવા શ્રેષ્ઠીપુત્રોને પ્રવજ્યાના પંથે ચઢાવ્યા અને ચંદના જેવી અનેક નારીઓને નારાયણી બનાવવાનું આપે ભગીરથ કાર્ય કર્યું. ચૌદ હજાર સાધુઓને સંસાર સાગરના ભયાનક તોફાનમાંથી ઉગારી લેવાનો આપે ચમત્કાર સર્જયો. તપ એ સાધન છે. કર્મનિર્જરા થવી તે સાધ્ય છે. સમાધિ આપે તે તપ. ઓજ અને તેજ પ્રગટાવે તે તપ. વિકારોનો વિનાશ અને નિર્વિકારી બનાવે તે તપ. અહંકારનું વિસર્જન કરાવી, સ્વ આત્મ દશાનો અનુભવ કરવો તે. તપ. તાપ ભગાડે અને તેજ પ્રગટાવે તે તપ. તપશ્ચર્યાની ઘણી સિધ્ધિઓ અને લબ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. તેજોવેશ્યા મેળવવા ગોશાલકે કેવી ગજબ તપશ્ચર્યા કરી હતી ? ચક્રવર્તીઓ છ ખંડ સાધવા કેવાં અડગ તપમાં જોડાય છે! તપ વડે આકાશમાં ઊડવાનું પણ સહેલું બની જાય છે. પરંતુ પ્રભુએ તપને આચારમાં સ્થાન આપ્યું છે. એટલે સિધ્ધિઓ કે લબ્ધિઓ મેળવવા માટે તપ કરવાનું નથી, પરંતુ તપશ્ચર્યા કરતાં લબ્ધિઓ આપમેળે સામેથી મળી જાય છે. તપશ્ચર્યાથી મોટામાં મોટી સિદ્ધિ મળે છે - “ઈચ્છાઓનો નાશ”. અંતરમાં પ્રત્યેક પળે અનેક જનમની ઈચ્છાને સાફ કરી દે તપસ્યાની એક ભાવના, ઈચ્છા જ બધાં દુઃખોની જનની છે. તે આકાશની જેમ અનંત સુધી. પથરાયેલી છે. જેમ આકાશનો છેડો નથી આવતો, તેમ બધી ઈચ્છાઓ પણ પૂરી નથી થતી. ઈચ્છાનો વિરોધ કરાવે તે તપ ! ઈચ્છાનું મરણ થઈ જાય પછી જીવનમાં ઉપાધિને પ્રવેશવાનો કોઈ અવકાશ જ નથી. ઈચ્છાનો અભાવ ત્યાં આત્મ સમાધિનો સદ્ભાવ અને જ્યાં ઈચ્છાનો સદ્ભાવ ત્યાં આત્મ સમાધિનો અભાવ રહેવાનો. છેલ્લાં ઘણાં સમયથી માણસનો સ્વભાવ ખૂબ જ બદલાઈ ગયો છે. વાતે વાતે મગજનું બોઈલર તપી જાય છે અને ક્યારેક ક્યારેક વધુ પડતું ગરમ થઈ જતાં ફાટી જાય છે. ગરમીને એ ખ્યાલ નથી આવતો કે આજુબાજુનાં લોકો દાઝી જશે. માણસે ક્રોધ આવેશ અને તનાવમુક્ત રહેવું જોઈએ. તેનાથી મગજનાં જ્ઞાનતંતુઓ શિથિલ બની જાય છે. જે બ્લડપ્રેશર, હાર્ટએટેક, ડાયાબિટિસ, કેન્સર જેવા રોગોને જન્મ આપે છે. અને નંદનવન જેવું સુંદર જીવન ઉજ્જડ રણ જેવું બની જાય છે. ક્રોધની ક્ષમાનાં એક આભૂષણથી સોનામાં સુગંધ ભળે છે અને જીવન મહેંકી ઊઠે છે. ક્ષમા આપનાર વ્યક્તિ દરેકનો આદર મેળવે છે. જ્યારે ક્રોધી વ્યક્તિ પાસે કોઈ ફરકવા પણ રાજી થતું નથી. શિતળ જલને છોડીને દાહક જ્વાળા પાસે કદી કોઈ જાય ખરું? !! એક પલભરનો ક્રોધ જિંદગીભરનો પ્રેમ બાળીને ખાખ કરી નાખે છે. ઘણાં ગુસ્સાને લઈ મગજ ફ્રેશ કરવા માટે વ્યસની અને સ્વચછંદી બની જાય છે. દૂધને ફ્રીજમાં મૂકીને આઈસ્ક્રીમ બનાવનાર પોતાની ખોપરીને ઠંડી રાખી શકતો નથી. આજે કોઈ માણસ બીજાની સાથે લગભગ દરેક વાતે ગરમ થઈ જાય છે. બધાના મગજ હાઈટેમ્પર ધરાવે છે, જરાક અડક્યા કે ભડાકો થયો. માણસનું મગજ ખોરવાઈ એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સ્નેહ સંબંધો પણ ખોરવાય. aોદો પટ્ટ પાસેટ્ટ ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. પ્રથમ ગુસ્સાનો જન્મ મનમાં થાય છે. ત્યારબાદ તે વાણી પર આવે છે. પછી તે વિશાળ બનીને સમગ્ર દેહ ઉપર સામ્રાજ્ય જમાવે છે. વરસોના સાચવેલાં પ્રીતિના સંબંધો વેરમાં ફેરવાઈ જાય છે. મિત્રતા દુશ્મનાવટમાં ફેરવાઈ જાય છે. એક બીજા વિના ન ચાલે તેવા મધુર સંબંધો પણ ક્ષત વિક્ષત થઈ જાય છે. વર્ષો જૂનાં સંબંધો પળમાત્રના ગુસ્સામાં ઓગળી જાય છે. પરંતુ, જ્યારે મગજ ઠંડુ થાય એટલે પસ્તાવો થાય, પણ હવે, થવાનું હતું તે તો થઈ ગયું, “હું શું કામ એની પાસે સામે ચાલીને જાઉં?” ઉo - ૧૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ વિચારસરણીને પોઝીટીવ બનાવો... નેગેટીવ દ્રષ્ટિને અલવિદા કરી દો. સો ખરાબમાંથી એક સારું શોધવાની, બાબત પોઝીટીવ છે, અને સો સારામાંથી એક ખરાબ શોધવાની બાબત નેગેટીવ છે. ક્ષમાગુણનાં સ્વામી બનવું હોય તો પોઝીટીવ દ્રષ્ટિ રાખો. નેગેટીવ દ્રષ્ટિનો ત્યાગ કરો. ક્રોધથી બચવાનો બીજો ઉપાય છે... અહંકારનો ત્યાગ. મારા કહ્યા પ્રમાણે કે મારા ધાર્યા પ્રમાણે બધું થવું જ જોઈએ એવો. આગ્રહ છોડી દો. સૌથી વધુ કંકાસ અહંકારથી જ થાય છે. બધાં દુરાગ્રહો છોડી દો. કોઈની ઉપર ખોટો અધિકાર ન જમાવો, કોઈને પૈસાનો અહંકાર, ઘમંડ - અભિમાન હોય છે. ખરે દોસ્ત, શું લઈને આવ્યો હતો અને શું લઈને જવાનો છે? તારે પોતાને જ ઘમંડ, અહંકાર અને ક્રોધથી બંધાતાં પાપોનું પોટલું ઊંચકીને ચાલવું પડશે. તેના બદલે ક્ષમા આપવાનું શીખ, જેથી પુણ્યરથમાં બિરાજીને ભવપાર થઈ જા. ધાર્યું કોઈનું થયું નથી, સાક્ષાત્ શ્રી કૃષ્ણ પણ મહાભારતનું યુદ્ધ અટકાવી શક્યા નહોતા. અરે! અર્જુન પણ અભિમન્યુને બચાવી ના શક્યો, પોતાનું ધાર્યું થાય તો પણ ભલે અને ન થાય તો પણ ભલે. કદી હતાશ ન થવું. જેમાં તમારો અધિકાર નથી. તેમાં ખોટા વલખાં મારવાથી શો અર્થ? તમારી વિચારણાને સમયાનુકૂલ બનાવી દો, પછી ગુસ્સો અને ક્રોધ માત્ર શબ્દો જ બની રહેશે, ઉદયમાં નહીં આવે. ક્રોધથી બચવાનો ત્રીજો ઉપાય છે... મનઃસ્થિતિને પલટાવવાની વૃત્તિ રાખો. તમારી મનની પરિસ્થિતિને બદલો. વહુના હાથે રકાબી ફૂટી ગઈ, નોકરથી કાચ તૂટી ગયો, ધંધામાં ખોટ ગઈ, જે થવાનું હતું તે થઈ ગયું, પછી ક્રોધ ન કરો. કેમ, ધ્યાન નથી રખાતું? રકાબી કેટલી મોંઘી હતી, કપરકાબીનો નવો સેટ તૂટી ગયો, તને ખબર નથી પડતી ? આવું બધું બોલીને બીજાનું દિલ ના તોડો. રકાબી ભલે તૂટી જાય, નવી આવશે. પણ તૂટેલા દિલ કદી સાંધી નહીં શકાય. આવું તૂટેલું બોલશો તો નોકર તૂટેલાં – ૧૯ દિલથી જ કામ કરશે. રકાબી ફૂટી ગઈ, ચાલો જે થવાનું હતું તે થઈ ગયું. તને કંઈ વાગ્યું તો નથી ને?રીતે ક્ષમા આપવાની ટેવ પાડો. વ્યક્તિ ધ્યાન દઈને પૂરા દિલથી કામ કરશે. ફરી રકાબી નહીં તૂટે. ક્ષમા. કરી દેવાથી તમારું મન શાંત રહેશે, ચિત્ત પ્રસન્ન બની જશે, વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહેશે. ઘરમાં આવા અનેક પ્રસંગો બનવાના માટે માનસિક સ્થિતિ બદલી નાંખો તો ક્લેશ ઓછો થઈ જશે, શાંતિનો અનુભવ થશે. જો સૌથી વધુ ગુસ્સો થતો હોય, સૌથી વધુ કંકાસ-ક્લેશ અને ઝઘડો થતો હોય તો તેના માટે જવાબદાર જીભ છે. આજે ભાષાના અવિવેકથી પતિ-પત્ની વચ્ચે, પિતા-પૂત્ર વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે સંઘર્ષ અને વેરની પરંપરા સર્જાય છે, ભાષાના અવિવેકને લીધે. આખું મહાભારત સર્જાયું દ્રૌપદીની બોલવાની એક ભૂલને કારણે ! હું ક્યાં, કોની સામે અને કેટલું બોલી રહ્યો છું? તેનું ભાન રાખો. નહીં તો રાઈનો પર્વત બનતા વાર નહીં લાગે. ગયે માપ માપોચી અજતનાપૂર્વક બોલવાથી પાપ બંધાય છે. જે બોલવાથી કોઈનું દિલ દુઃખે તેવી વાણી કદી ન બોલો. જ્યાં જરૂર પડે ત્યાં જ બોલો. જરૂર જેટલું જ બોલો. બોલવા જેવું લાગે તો જ બોલો, તોલીને બોલો, પ્રેમથી બોલો. માણસ માત્ર, ભૂલને પાત્ર”, આ વાત હંમેશાં યાદ રાખો. દરેક વ્યક્તિથી ભૂલ થઈ શકે છે. તેથી આપણે ક્રોધ કરવો નહીં. તેને સમજાવો કે ભૂલને આ રીતે સુધારીને કામ કર. ગુસ્સો કદી ન કરો. તેના પ્રત્યે હૈયામાં દ્વેષભાવ રાખવો નહીં. તેને પ્રેમથી બોલાવી કાર્યમાં લગાડી દેવો, ભૂલ ન કરવી સહેલી છે પરંતુ ભૂલ કરનાર પ્રત્યે પ્રેમ કેળવવો કઠિન છે. અને તેનાં કરતા તેના પ્રત્યે હૈયામાં દ્વેષ ન જન્મવા દેવો વધુ કઠિન છે. જિસકે ભીતર મેં તેલ નહીં, વહ દીપ જલેગા કૈસે? જિસકે મૂલ મે રસ નહીં, વહ ફૂલ ખિલેગા કૈસે? ક્ષમા ધર્મકા મૂલ હૈ, યે સબ કહેતે હૈ લેકિન, જિસકે દિલ મેં કરણા નહીં, વહ વ્યવહાર ચલેગા કૈસે? નોકરથી કાચની બાટલી ફૂટી ગઈ, પૂત્રથી કપ તૂટી ગયો, વહુથી કાચ - ૨૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ ફૂટી ગયો. બધાંયે કંઈક ભૂલ કરી છે. તો તમે દરેક પર જુદી જુદી રીતે ગુસ્સો કરશો, ખરું ને? અને જો એ બાટલી તમારાથી જ તૂટી ગઈ તો? સહજ બોલી નાંખશો કે ફૂટવાનું હતું તે ફૂટી ગુયં. જે ભૂલ માટે જે સજા કે તમે તમારી જાતને આપો છો, તે જ સજા તમે બીજાને આપો, તૂટી ન પડો. સુખી થવાની ઈચ્છા છતાં દુ:ખી કેમ ? પ્રત્યેક માનવીના મનમાં મનોરથ છે સુખી થવાના, મળેલું સુખ ચાલ્યું ન જાય તથા વધુ સુખ મને મળી જાય તેવી તમન્ના સાથે વિશ્વના સર્વ જીવો જીવી રહ્યા છે. છતાંય આ જીવોને કંઈક ને કંઈક ઉપાધિ જીવનમાં જ આવી જાય છે. જેને લઈને મળેલાં બીજા સુખોય દુઃખમાં ટ્રાન્સફર થઈ જાય છે. જ્ઞાની ભગવંતો કહ છે, ‘સુખ જન્મે છે આત્માના ગુણોથી અને દુઃખ જન્મે છે આત્માને લાગેલા દોષોથી!' દોષો જે દુઃખોને જન્મ આપે છે. જીવનમાં દોષ નહીં તો હજારો નિમિત્ત છતાં રોષ નહીં, દોષ જ રોષ જન્માવે છે...! શાસ્ત્રમાં ક્રોધને મોટા દોષ રૂપે બતાવ્યો છે....! શાસ્ત્રમાં ક્રોધ અને અગ્નિમાં લાંબો ફરક નથી. અગ્નિ બળે છે અને બાળે છે તેમ ક્રોધ પણ માનવીને બાળે છે, જેના પર ક્રોધ કરવામાં આવે છે તેને પણ બાળે છે, “ોદ્દો પિત્તું પળાસેફ'' ક્રોધ પ્રીતિનો નાશ કરે છે. જેનામાં આ ક્રોધનો દોષ ઘર કરી ગયો તે બધા સુખ વચ્ચેય દુખને જન્મ આપે છે. સુખના બાગને આગ લગાવવાનું કુકાર્ય આચરે છે. જુઓ આવા ક્રોધના દોષનો ભોગ બનેલા ચંડકૌશિકના જીવનને...! આચાર્ય બની શિષ્ય ઉપર ભયંકર ક્રોધ કર્યો... હાય... આ ક્રોધના ભાવમાં જ થાંભલા સાથે અથડાઈને કાળધર્મ પામ્યા... અન્ય ભવમાં માળી બન્યા... ક્રોધનો ગુણાકાર થયો, બાગનું ક્ષેત્ર... આખો દિવસ જે બાગના ફૂલ તોડે કે નુકસાન કરે તેને ક્રોધ કરી ભગાડે... ત્યાંથી મૃત્યુ પામી ભયાનક વનમાં ચંડકૌશિક સર્પ બન્યા. ક્ષેત્રમાં... કાળમાં... ક્રોધના ભાવમાં, બધામાં ગુણાકાર થયો. જેથી આંખમાં જ ઝેર નહીં પરંતુ આખાયે શરીરમાં ક્રોધનું ઝેર પ્રસરી ગયું. હોય... તેણે પ્રભુ મહાવીરને ય ડંખવામાં ૨૧ બાકી ન રાખ્યું. પણ નસીબ ગણો એ ચંડકૌશિકના કે પ્રભુએ કરુણા વરસાવીને ક્ષમાના સંસ્કારનું દાન કર્યું ને સર્પમાંથી આઠમા દેવલોકનો સ્વામી બનાવ્યો...! ક્રોધ જો દોષ છે તો ક્ષમા એ ક્રોધને જીતવાનો સર્વોત્તમ ગુણ છે. તમે જેવા સંસ્કારો પાડવાનો પ્રયત્ન કરો તેવા પાડી શકે છે. તે માટે મહત્ત્વનું છે તમે કોના સંગમાં છો? સુસંગમાં છો કે કુસંગમાં છો? યાદ રાખજો નિરોગી માણસ પાસે બેસવાથી આરોગ્ય આપણું સારું રહે કે ન પણ રહે પણ કેન્સર, ટી.બી. આદિના રોગથી ભરેલા માણસ પાસે બેસવાથી રોગ ન આવે તેવું પ્રાયઃ બને નહીં...! બસ, સુસંસ્કારીનો સંગ કરવાથી સંસ્કારો જીવનમાં આવે કે ન પણ આવે પણ કુસંસ્કારી પાસે બેસવાથી કુસંસ્કારો આપણામાં ન આવે તેવું પ્રાયઃ ન બને. તારા અભિમાનને ઓગાળી દે; હે આત્મા! તું શાનું અભિમાન કરે છે? નાશવંત જગતના અલ્પ આયુ અને નિર્માલ્ય વૈભવને ભેગા કરીને અભિમાની બની અક્સ્ડ ફરે છે, પણ ક્યાં ખબર છે? કે આ તો પુણ્યના ખેલ છે. પુણ્યનો ઉદય છે, ત્યાં સુધી તું ઘમંડ કરી શકે છે, પણ જ્યાં પુણ્ય અસ્ત થશે એટલે છતી શક્તિએ સ્વજનોની સામે હાથ લંબાવવાના અને ન સહન થાય તેવા દુઃખદ દિવસો જોવાનો સમય આવશે. એટલે આજે જે છે તે કાયમ રહેવાનું છે. તેવા ભ્રમમાં રહેવાની ભૂલ ક્યારેય કરશો નહીં. મારું કંઈ જ નથી., મારી પાસે કંઈ જ નથી, આવી વિચારધારાને આજથી જ અપનાવી લો, નહીં તો આ અભિમાનનો ભયંકર શત્રુ માનવજીવનને રફે દફે કરી મૂકશે. જુઓ બાહુબલીને. ભરત સામે યુધ્ધમાં વિજય લીધો. ભાઈને મુઠ્ઠી મારવાનું માંડી વાળ્યું ને પંચમુષ્ટિ લોચ કરીને સંયમ ગ્રહી, વનની વાટે સાધનામાં મગ્ન બન્યા. બાહુબલી બહુ ઉચ્ચ સાધક આત્મા હતા. પણ અંતરમાં ભયાનક શત્રુ જન્મી ગયો હતો. હું મારા નાના ભાઈઓને નહીં નમું, બધાય મારાથી નાના છે. હું નાનાને કેવી રીતે વંદન કરી શકું? વરસો સુધી તપ, ત્યાગ, ધ્યાન, સાધનામાં રહ્યાં પણ કેવળજ્ઞાન ન થયું. બાહુબલીનું નસીબ ગણો કે પ્રભુ ૠષભદેવે બ્રાહ્મી-સુંદરી બન્ને સાધ્વી ૨૨ Page #13 -------------------------------------------------------------------------- ________________ બહેનોને બાહુબલીને પ્રતિબોધ કરાવવાં વનમાં મોકલ્યાં. “વીરા મારા ગજ થકી નીચે ઊતરો.” આ મીઠો સ્વર કાનમાં રેલાયો ને બાહુબલી સચેત થયા. આ કોનો જાણીતો અવાજ! હું ક્યાં હાથી ઊપર બેઠો છું? મને હાથી ઉપરથી ઊતરવાનું કેમ કહે છે? બસ ચિંતનની ધારા ચિત્તમાં વહેવા લાગીને અહંકારનો હાથી નજરમાં આવી ગયો... અરે ધિક્કાર છે. મારા અહંકારને ! મારા ભાઈ મુનિવરોને હમણાં વંદન કરી આવું છું. બસ વંદન કરવા પગ ઉપાડ્યો કે કેવળદર્શનની અમૂલ્ય ભેટ પ્રાપ્તિ થઈ ગઈ. જો એક સૂક્ષમ અહંકાર પણ આટલી ભયંકર તાકાત ધરાવે છે તો તે માનવી તારા અંતરના ભંડારમાં તો ઢગલાબંધ અહંકાર ભર્યો છે...! તમામ સંસ્થાઓના શુભકાર્યો અટકીને ઊભાં હોય તો આ અહંકારના પાપે જ... ! રે અહંકાર...!તારા પાપે ધર્મના કાર્યમાંયે અંધારું છવાયું છે. તું જેનામાં પ્રવેશે તેના તો બાર વગાડી મૂકે, પણ જે જે ક્ષેત્રમાં તે માણસ પ્રવેશે તે ક્ષેત્રનેય વેરાનમાં પરિવર્તન કરી મૂકે...! આ અહંકારે જ આપણને અહંમ બનવા દીધા નથી. એટલે જ કોકે કહ્યું છે, “અહમ્ રે. અહમ તું જાને મરી, તું જાય પછી જે બાકી રહે તે હરિ.” આપણે જાણીએ છીએ કે અહંકાર આ ભવમાં તો મરી જવાનો જ નથી, પણ અહંકાર મરે નહીં તો કાંઈ નહીં. તત્ત્વજ્ઞાનના માધ્યમે તેને માંદો તો પાડો, જેથી વધુ તાકાત તમારી સામે નહીં કરી શકે...! નહીંતર અહંકાર તમારા વિનય ગુણનો નાશ કરી નાંખશે. મારે વિનય નાશ અને હા... આ અહંકારના મોટા અવગુણ છે. સ્વપ્રશંસા અને પરનિંદા. બીજાના ગુણો મુખેથી બોલી તો ન શકે પણ કાનેથી સાંભળી પણ ન શકે. માત્ર એને રસ હોય છે. પોતાની પ્રશંસામાં. અહંકારીને કામ કરવા કરતાં નામ કરવામાં વધારે રસ હોય છે. ધાર્મિક ક્ષેત્રમાં કે સામાજિક ક્ષેત્રમાં જ્યાં જ્યાં અહંકારે પ્રવેશ મેળવ્યો ત્યાં ત્યાં મોટી હોનારતો સર્જી છે. માત્ર પોતાનું હિત કરવામાં અનેકોનું અહિત કરવાનું પાપ, અહંકારના પાપથી યોજનો દૂર રહેવામાં આપણું હિત છે. આ અહંકારને જીતવા માટે પ્રભુએ નમ્રતા ગુણ પ્રગટાવવાનો સચોટ ઉપદેશ આપ્યો છે. એટલે કે તમે તમારા હૈયાને નમ્ર, વિનયી અને ગુણ સંપન્ન બનાવો. માયાની રમત રમીશ ના! સ્ત્રીનો અવતાર મળવાનું કારણ જાણો છો ? જાણતાં અજાણતાં કરેલી. માયાને લઈને સ્ત્રીનો અવતાર જીવને મળે છે...! મુનિવયને સંસારના ક્ષેત્રની માયા હો કે પછી સાધનાના ક્ષેત્રની માયા હો, શાસ્ત્રમાં આ માયાને શલ્ય તરીકે બતાવેલ છે. કાંટો હૃદયમાં પ્રવેશે એટલે કે પ્રસન્નતાથી સાધના કરવી મુશ્કેલ. માથા ઉમરાજ નાસ. માયા મિત્રતાનો નાશ કરે છે. માયાથી મેળવેલી ચીજવસ્તુનો ઉપયોગ કરવામાં આનંદ નહીં માત્ર ભય અને ઉદ્વેગ જ હૈયામાં રહ્યાં કરે છે. બાહ્ય ક્ષેત્રમાં સફળતા કદાચ માયા-કપટનાં આધારે મળી જાય, જો પુણ્ય મજબૂત હોય તો, પરંતુ યાદ રાખજો કે આત્યંતર ક્ષેત્રમાં માયા-કપટ ભાવ રાખીને ક્યારેય સફળતા મળતી નથી. સફળતા મળે છે હૈયાને નિષ્કપટ બનાવવાથી. બાહ્ય અને આત્યંતરમાં સફળતા ઈચ્છતા હો તો હૈયાને ફૂલ કરતાં જ કોમળ... માખણ કરતાં ય કૂણું બનાવી દેવાનો આજથી પુરુષાર્થ ઉપાડો. ખ્યાલ છે ને મલિ ભગવતીના જીવનનો ? પૂર્વભવમાં છ મિત્રો સાથે સંયમ સ્વીકાર્યા બાદ એક સરખું તપ કરવાનો બધાએ નિર્ણય લીધેલો. એકવાર મલિના આત્માને વિચાર આવ્યો જો એક સરખું તપ કરીશું તો હું આ ભવમાં જેમ વડિલ છું તેમ બીજા ભવમાં નહીં બની શકું. આ મોટા બનવાના નબળા વિચારે, માયાના દોષે હૈયામાં જન્મ લીધો. બધાં કરતાં એક ઉપવાસ વધુ કર્યો. જેના પરિણામે તીર્થકર સ્ત્રી અવતારે જન્મ નહીં પરંતુ પૂર્વે બાંધેલા આ માયા-કપટના કર્મે અચ્છેરું સજાર્યું કે મલ્લિજી સ્ત્રી રૂપે તીર્થકર બન્યા...! સાધનાનાં ક્ષેત્રે કરેલી માયા પણ જો ખરાબ પરિણામ લાવી શકે છે તો હે માનવ સંસારમાં ધન-કુટુંબ કે અન્ય કારણોસર કરેલી માયા તારા શું હાલ કરશે ? માયાને અંતરક્ષેત્રમાંથી વિદાય આપવાની છે અને તેના માટેનો સચોટ અને શાશ્વત ઉપાય છે, તું તારા હૈયાને સરળ અને ઝહજુ બનાવી દે. દરેક પ્રવૃત્તિમાં નિષ્કપટ વૃત્તિને આગળ કરીને ચાલવાથી આ માયાના દોષથી બચી જવાશે. માટે તમે હૈયાના સરળ બનો... પછી બધી - ૨૩ - ૨૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ આવડે તો બોલવું નહિતર મૌન રહેવું સાધના તમારા માટે સરળ બની જશે. લોભના પૂરમાં તણાશો નહીં : માણસ દુઃખી થતો હોય તો તેનું અગત્યનું કારણ છે અભાવ સામે જોવાની વૃત્તિ, જે છે તેને માણસ જેવા રાજી નથી અને જે નથી તેને જ જોયા કરે છે. જેને કારણે માણસ બધું સુખ હોવા છતાં દુઃખ ઊભું કરે છે. બીજાના કાંડે રહેલી ઘડિયાળ વધુ આકર્ષક લાગતી હોય છે, બીજાનું મકાન વધુ સારું દેખાતું હોય છે, બીજાએ પહેરેલાં વસ્ત્રો વધુ ગમવા લાગે છે. મનનો આ વિચિત્ર સ્વભાવ છે કે તેની પાસે જે છે તેમાં અણગમો ઊભો કરે છે. મન આકર્ષણમાં આકર્ષણ ઊભું કરે છે અને જે છે તેમાં આકર્ષણ દેખાતી વસ્તુ કે વ્યક્તિ જ્યારે મન પાસે આવી જાય છે ત્યારે તે અનાકર્ષક બની જાય છે. જગતના વૈભવો પાછળ ગાંડા બનવાનું માંડી વાળો નહીં તો આ વૈભવ તમારી શાંતિ તો છીનવી લેશે પણ તમારી સદ્ગતિ પણ અટકાવી દેશે. તમો સવ્ય વિસMો આ લોભ સર્વવિનાશકારક છે. મમ્મણશેઠના લોભની વાતથી કોણ અજાણ છે ? આ લોભ નામનો તમારામાં બેઠેલો કાળો કષાય તમને સુખી બનવા દેતો નથી તો અન્યને સુખ આપવા દેતો નથી આ લોભના પૂરમાં જે તણાયા તે આ દુનિયામાં મહાદુઃખી થયા છે અને દુઃખી થઈ રહેલાં કેટલાય આંખ સામે દેખાઈ રહ્યાં છે. એક શેઠને પૂછવામાં આવ્યું કે તમે આટલું બધું દાન કેમ કરવા લાગ્યા છો ? શેઠે જવાબ આપ્યો કે ભાઈ “હું ગરીબ થઈ જાઉં તો ?' એક કંજૂસને પૂછવામાં આવ્યું તમે આટલી બધી લક્ષ્મીના માલિક છતાં દાન કેમ. કરતાં નથી ? તો તેણે જવાબ આપ્યો, “ગરીબ થઈ જાઉં તો ?' બન્નેનો ઉત્તર સમાન પણ ભાવ અલગ છે. બસ આપણા સંસાર પરિભ્રમણનું અને મોક્ષમાં આજ દિન સુખીનાં પ્રવેશ નહિ થવાનું સાચું કારણ સમજાઈ ગયું ને ? આ વિષયોથી અને દાવાનળ કરતાં ય વિકરાળ આ કષાયોથી તમારા આત્માને જોજનો દુર રાખજો, નહીંતર હજી પણ મોક્ષનાં દ્વાર તમારા માટે બંધ રહેશે... “છૂટેલું બાણ, છૂટેલાં પ્રાણ અને છૂટેલું વચન ક્યારેય પાછાં વળતાં નથી.” તેથી બોલતાં પહેલાં સો વાર વિચારીને બોલો કે, હું જે બોલું છું. તેથી દાવાનળ તો નહીં સર્જાય ને? સંબંધોમાં કડવાશ તો નહીં પેદા થાય ને? જો બોલવાથી સારું થવાનું હોય તો જ હોઠ હલાવજો, નહીં તો હોઠ હલાવવાનું માંડી વાળજો, કહેવત છે કે, “બોલે તેના બોર વેચાય અને ન બોલ્યામાં નવ ગુણ!” જો બોલીને માત્ર બોર જ વેચવાનાં હોય તો બોલવાનું માંડી વાળીને નવ ગુણો કેમ પ્રાપ્ત ન કરીએ ? ખુદ પ્રભુ મહાવીરે સાધના જીવનમાં સાડા બાર વર્ષ અને એક પખવાડિયા સુધી મૌન પાળ્યું હતું. જેની ફલશ્રુતિમાં તેમને કેવળજ્ઞાન અને દર્શનજ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને આજે બધાંને બોલવાનો મહારોગ લાગુ પડી ગયો છે, અરે ભાઈ, તમને બોબડા બનવાનું કોણ કહે છે? બોલો, પણ જરૂર લાગે ત્યાં બોલો, સત્ય બોલો, અસત્ય ન ઉચ્ચારો. મધુર બોલો, હિતકર બોલો, પણ નિરર્થક બોલવાનું બંધ કરો. તેમાંથી જ અનેક અનર્થો સર્જાતાં હોય છે. ઘણી વખત સત્ય વાત પણ ગમતી નથી હોતી, તો શું કરવું? ખોટું ખુદને ના ગમે, સાચું ગમે ના લોકને, બન્નેને રાખવા રાજી, ધરી લેવું સદા મૌનને. બસ તમે મૌન રાખવાની તૈયારી રાખો. સત્ય બોલીને સંઘર્ષ ઊભો થતો હોય તો વિવેક કેળવવો. બહુ બોલ બોલ કરનારો બધે પૂછાય છે ખરો, પણ કશે પૂજાતો નથી, મૌન રાખનાર ને કોઈ પૂછે નહીં એવું બનેખરું પણ સામેના દિલમાં તેના પ્રત્યે પૂજ્યતાનાં ભાવ તો જન્મી જાય છે. ઈતિહાસમાં જેટલાં સંઘર્ષ થયાં છે તે બધાં બોલવાથી જ સર્જાયાં છે. એક કૂતરો બીજા કૂતરાને ભસે છે, ત્યારે જો બીજો કૂતરો સામે ભસવાનું ચાલુ કરે તો ઝઘડો વધે છે. પણ બીજો કૂતરો શાંત તી જાય તો પહેલો ઠંડો થઈ જાય છે. જો કૂતરામાંય આ નિયમ લાગુ પડતો હોય તો આપણે તો બુદ્ધિશાળી પ્રાણી છીએ. શાસ્ત્ર કહે છે કે, પ્રચંડ પુણ્યોદય વિના જીવને વાચા મળતી નથી. તો શા માટે તેનો દુરુપયોગ - ૨૬ Page #15 -------------------------------------------------------------------------- ________________ કરવો? રૂપિયા અને દાગીનાની સુરક્ષા જો તિજોરીમાં છે તો જીવનની વધુ સુરક્ષા જીભને દાંતરૂપી તિજોરીમાં રાખી મૂકવામાં જ છે અને હા, વધુ બોલનાર પાસે, સત્ય ક્યારેય આવતું નથી. કારણ કે સત્યનો અનુભવ મૌનમાં જ છે. દાંત અને જીભનો ઝઘડો એકવાર દાંત અને જીભનો ઝઘડો થયો. મોટાઈ અને તાકાતનું મોટું યુધ્ધ થયું. જીભનું કહેવું કે, મારી તાકાત વધુ છે. અને દાંતનું કહેવું કે, જીભ કરતાં અમે વધુ તાકાતવાળા છીએ. અમે બત્રીસ જણાં છીએ, અમારી પાસે મજબૂત કિલ્લો છે.. અમે ધારીએ તો તારા બે ટૂકડા કરી નાંખીએ. પણ તું એકલી છું એટલે તારી દયા ખાઈએ છીએ સમજી ? હળવેક રહીને જીભે દાતને જડબાતોડ જવાબ પરખાવ્યો, હું ભલે એકલી છું. પણ હું ગભરાતી નથી, તમને મારી તાકાતની ખબર નથી. દ્રૌપદીમાં રહીને મેં મહાભારતનું સર્જન કર્યું છે. રાજા દશરથનાં મુખમાં બેસીને મેં રામને ચૌદ વરસો વનવાસ અપાવ્યો છે. અને પ્રભુ મહાવીરના મુખમાં સ્થાન પ્રાપ્ત કરીને ચતુર્વિધ સંઘની સ્થાપના કરવાનું સદ્ભાગ્ય મારું જ હતું. તમે મારા બે ટૂકડા કરી નાંખવાની ભલે તાકાત ધરાવો, પણ જો હું આડુંઅવળું બકી નાખીશ તો તમને બત્રીસને જળમૂળથી પડાવી નંખાવવાની મરી તાકાત છે. સમજ્યા! બસ ત્યારથી જ દાંતે પરાજય સ્વીકારી લીધો છે. ત્યારથી આ જીભે સમગ્ર દેહ ઉપર સામ્રાજ્ય જમાવી દીધું છે. જીભમાં ભલે હાડકું ના હોય પણ હાડકાં ભંગાવી નાંખવાનું બળ તો તેની પાસે ગજબનું છે. એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે જેણે જીભ પર કાબૂ મેળવ્યો છે. તેણે સમગ્ર જગત પર વિજ્ય મેળવ્યો છે. તેથી જ બધી ઈન્દ્રિયો કરતાં જીભને વધુ રક્ષણ આપેલ છે. વચનરત્ન મુખ કોટડી, હોઠ કપાય જડાય, પહેરેગીર બત્રીસ છે, રખે પરવશ પડી જાય. કિંમતી વચનરત્નોની જતના કરો. જરૂર વગર મુખની કોટડીમાંથી તેને બહાર કાઢશો નહીં. ક્રોધ જીવનની કમજોરી છે ક્રોધ અગ્નિ છે. ક્રોધ આંધળો છે. અગ્નિ જે સામે આવે તેને સળગાવી. નાખે છે. ક્રોધાવેશમાં કોની સાથે શું બોલી રહ્યો છું તેનું ભાન નથી રહેતું. ક્રોધ કરવાથી સૌથી પહેલું નુકસાન ક્રોધ કરનારાના શરીરને થાય છે. લોહી ઊકળી જાય છે. મન શાંત બને છે ત્યારે પાછો પસ્તાવો થાય છે. અરે દોસ્ત ! જરા ડાહ્યો થઈને શાંત ચિત્તે તું તારા અંતરના ઊંડાણમાં ડોકિયું કરે કે સૌથી વ્હાલું મારું આ શરીર ફક્ત પાંચ મિનિટના ક્રોધ માટે કેટલું નુકસાન વેઠે છે અને છેવટે તો પસ્તાવો જ થવાનો છે! નક્કી કરો કે મારે ક્રોધ નથી જ કરવો. કોઈથી ગમે તેવી ભૂલ થાય, ગમે તેવું તૂટી જાય, કૂટી જાય તમારું ધાર્યું કરે કે ના કરે, તમને કોઈ બોલાવે ના બોલાવે. તમારું કોઈ માને કે ન મને પણ તમે ગુસ્સો નહિ જ કરો. તેને ક્ષમા કરી દો. માફી આપી દો, મન હંમેશાં ગુલાબની જેમ સુવાસિત રાખો. હંમેશાં પ્રસન્ન રહો. સ્વભાવ હંમેશાં ગુલાબની જેમ સુવાસિત રાખો. હંમેશાં પ્રસન્ન રહો. સ્વભાવ હંમેશાં શીતળ રાખો. કોઈ ગમે તેટલું છંછેડે, ખીજાવે તો પણ કદી ગુસ્સો ન કરશો, અંતરને સાગર જેવું વિશાળ બનાવો. દરેક પ્રત્યે પ્રેમ રાખો. મક્કમ બનીને નિર્ણય કરો કે હવે મારે ક્રોધનો પડછાયો પણ ન જોઈએ. અંતરમાં ક્ષમાના સૂરજને ઉગાડો. ક્ષમાનો પ્રવેશ એટલે ક્રોધની વિદાયનો દિવસ પર્વના પાવન સાન્નિધ્યને ક્ષમાદીપ પ્રગટાવો અને ક્રોધના અંધકારને ભગાવો. માનવી હંમેશાં તેનાથી કમજોર ઉપર જ ક્રોધ કરે છે. આપણાથી વધુ શક્તિશાળીની સામે આપણે ક્રોધને શાંત રાખીએ છીએ. વધુ પડતો ક્રોધ આપણા પરિવાર ઉપર જ ઠાલવીએ છીએ. નોકરીમાં કે ધંધામાં જો આપણને કોઈક બોલી જાય, ગમે તેમ ખખડાવી નાંખે કે કોઈક બીજો આપણાં કરતાં વધુ સારું કરી બતાવે અથવા તો આપણે જેને પોતાના હક્કક્યું માનતા હોય અને તે વસ્તુ આપણને ન મળે તો આપણા સૂક્ષ્મ મનમાં આ વાત સુષુપ્ત થઈને પડી રહે છે. ઈષ્યવૃત્તિ, વેરવૃત્તિ કે બદલો લેવાની ભાવના સુષુપ્ત રહે છે. આપણા કરતાં નાની વ્યક્તિ સાથે કે પરિવારમાં રહેલાં પત્ની ભાઈ, ભાભી, બાળકો, મા કે બાપની સામે આપણે તેને ક્રોધ રૂપે અજાણતાં જ ઠાલવી દઈએ છીએ. તેના લીધે આપણે પરિવારનો પ્રેમ ગુમાવી બેસીએ છીએ. પરિવાર પણ ક્રોધીલી વ્યક્તિથી દૂર રહે છે. તેની સાથે વાત કરવાનું પણ ટાળે છે. ક્યાંક ભડકો થઈ જાય એવા ડરનાં માર્યા કોઈ તેની નજીક જવા રાજી નથી હોતું ! - ૨૮ – ર0 Page #16 -------------------------------------------------------------------------- ________________ પહેલા માનવ તો બનો. વિદ્વાનોંકી નહીં, કર્તવ્યનિષ્ઠોંકી કમી હૈ સંવિધાનોંકી નહીં નિષ્ઠાવાનોંકી કમી હૈ ચહ જમાના બડા અટપટા આ ગયા ભગવાનકી નહીં આજ ઈન્સાનોંકી કમી હૈ. માણસોની વસ્તી ખૂબ વધતી જાય છે પણ સાચા, સારા ઈન્સાનની. કોટીના માણસો ઘટતા જાય છે! તેવું નથી લાગતું? ઈન્સાન બનવાનું છોડી ઈશ્વરની શોધમાં નીકળેલો માણસ હતાશ અને નિષ્ફરતા સિવાય કંઈ પામતો નથી. ઈમારત ત્યારે ટકે છે જ્યારે તેનો પાયો મજબૂત અને ઊંડો હોય, વૃક્ષ વાયુના ઝપાટામાં પણ અડીખમ રહી શકે જો મૂળિયા ઊંડા અને મજબૂત હોય, ઈશ્વરની યાત્રાએ નીકળેલો માણસ ઈશ્વર સુધીની યાત્રામાં ત્યારે મળી શકે છે જ્યારે તેની ઈન્સાનિયતના પાયા ઊંડા અને મજબૂત હોય... માણસ નથી એક ભિખારી શેઠની દુકાન પાસે આવીને શેઠની સામું જોઈ કહી રહ્યો હતો, શેઠ સાહેબ! મને બહુ તરસ લાગી છે મારે પૈસા નહીં એક ગ્લાસ પાણી જોઈએ છે. સાહેબ પાણી પીવડાવશો ! ભગવાન તમારું ભલું કરશે. શેઠે ગાદી પર બેઠા બેઠા જવાબ આપ્યો હમણાં થોડીવાર ઊભો રે' મારો માણસ બાજુમાં ગયો છે તેને આવવા દે. માણસને આવતા ઘણીવાર લાગી ત્યારે ભિખારી પાછો શેઠને કહેવા લાગ્યો શેઠ સાહેબ! તમારો માણસ હજી આવ્યો નહીં. મને તરસ ખૂબ લાગી છે પાણી પીવડાવી દો એટલે હું રવાના થઈ જાઊં. ત્યાં તો શેઠ ભિખારી ઊપર તાડૂક્યા તને કહ્યુને માણસને આવવા દે, ઉતાવળ હોય તો રવાના થા અહીંયાથી, ભિખારીએ ધીમે રહીને શેઠને સમજાવ્યા સાહેબ તમારો માણસ જ્યારે આવે ત્યારે પણ થોડીવાર તમે માણસ બની જાવ અને પાણી પીવડાવોને. આ સાંભળતાં જ શેઠે ભિખારીને વગર પાણીએ રવાના કરી દીધો. બસ વાત એમ છે ડોક્ટર બનતા પહેલા, વકીલ બનતા પહેલાં, શેઠ કે શિક્ષક બનતા પહેલાં, સાધુ કે શ્રાવક બનતા પહેલાં માણસને સંબોધીને વારંવાર કહ્યું કે માનવ... માનવ બન... આજની યુનિવર્સિટી માણસને ડોક્ટર-વકીલ-સી.એ. બનાવે છે પણ માણસ બનાવવા તાલીમ અપાતી નથી. માણસ એટલે વ્યસન મુક્ત, દુરાચાર અને દુષ્કૃત્યથી મુક્ત હોય. હિંસા-અન્યાય-અનીતિ કરવામાં જેનું દિલ ક્યારેય તૈયાર ન હોય, તે સંઘર્ષ નહીં સમાધાન શોધતો હોય. ચાલો આપણે ઈશ્વર બનતા પહેલાં માણસ બનીએ. ના હોય ઝંખના ઉત્તરની તોય પૂછે છે, પ્રશ્ન છે કો'ક બીજાનો ને ઉત્તર કો'ક પૂછે છે, હંમેશા હોય છે આ વિશ્વમાં બે જાતના માનવો, રડાવે કો'ક જીવનમાં ને આંસુ કો'ક લૂછે છે. હવે તો યુવાનોને ભગવાન જ બચાવી શકે. આજના યુવાનો ધર્મથી દૂર જઈ રહ્યાં છે. રંગરાગ ફેશન-વ્યસનની દિશામાં આગળ વધી રહ્યાં છે. ઉપાશ્રયોમાં અને સંતો પાસે આવવા તે રાજી નથી. જે યુવાન આવે છે તેની પાછળ વડીલોનું દબાણ... અથવા તો સંતોના આગ્રહને વશ થઈને તે આવે છે. શું યુવાનોને ધર્મ અને ધર્મનું ઘર કરતાં સંતો નહીં ગમતાં હોય? શું યુવાનોને સમયનો અભાવ છે? શું યુવાનો નાસ્તિક બન્યાં છે? યુવાનો ધર્મથી વિમુખ થવાના સાચા કારણો નીચે રજૂ કરું છું, જે વાંચીને પૂનરાવર્તન છોડી દઈ પરિવર્તન કરવામાં આવશે તો યુવાન જરૂર ધર્મની સમીપ આવશે તેવું મારું માનવું છે... બાકી તો ભગવાન જાણે...! ૧. ધર્મના ક્ષેત્રમાં રાજકારણે પ્રવેશ લીધો છે : પ્રમુખો, ટ્રસ્ટીઓ, મંત્રીઓ જે સંઘના સંચાલનકર્તા છે તે એક બીજાને પછાડવાનાં અને પદભ્રષ્ટ કરવાની વૃત્તિઓના કારણે ધર્મની બાબતોને બાજુ પર કરી રાજકારણી દાવ ધર્મસ્થાનકોમાં પણ ખેલવા લાગ્યાં છે. પ્રાયઃ પ્રત્યેક સંઘમાં બે પાર્ટીઓ હોય છે. ભાજપ, કોંગ્રેસ જેવાં બે પક્ષ થાય છે. પછી ધર્મના ક્ષેત્રમાં એકબીજા પર આક્ષેપો, આવેશો ઠાલવવાના કામો કરી સંઘના વાતાવરણને દૂષિત બનાવી દેવામાં આવે છે. આ ૨૯ - ૩૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ વાતાવરણ સંત-સતીજીઓની શાંતિમાં પણ ખલેલરૂપ બને છે. યુવાનને ધર્મ પ્રત્યે અભાવ જન્માવવામાં કારણભૂત બને છે. જો આ રાજકારણવૃત્તિ ધર્મસ્થાનકોમાંથી નીકળી જાય તો યુવાનો ધર્માભિમૂખ થઈ શકે. ૨. ધર્મમાં ધનનું મહત્ત્વ : ધર્મક્ષેત્રમાં ઘૂસી ગયાં છે ધનવાનોના સ્વાગત, બહુમાન, ધન ઉપરથી. મૂચ્છ ઉતારવાનો જોરશોરથી ઉપદેશ લેવામાં આવે છે. છતાં પ્રત્યેક ધર્માનુષ્ઠાનોમાં ધનને પ્રવેશ આપવામાં આવ્યો છે. બધાં ધર્માનુષ્ઠાનો પાછળ ધન ગોઠવાય ગયું છે. જાપ કરો, સામાયિક કરો, તપસ્યા કરો, પ્રતિક્રમણ શીખો, વ્યાખ્યાન સાંભળો, બધાંની પાછળ ધનને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રતિક્રમણ શીખો સાયકલ આપવામાં આવશે. તપસ્યા કરો સોનાનો ચેન આપવામાં આવશે વગેરે... યુવાનો આ ધન અને ધનવાનોનાં ધર્મસ્થાનકમાં થતાં બહુમાનોને જોઈને પણ ધર્મનું દંભી પણું જોઈ રહે છે. સંતો અને સતીજીઓ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આ ધનની જાળમાં પ્રવેશતા હોય છે. તેઓનો એટલો જ સ્વાર્થ હોય છે “માત્ર નામના' બઘાંને થવું જોઈએ કે ફલાણાં પધાર્યા હતાં અને આટલો ધર્મ થયો હતો. સંઘનો સ્વાર્થ હોય છે સંઘનું નામ ચારેય તરફ ગુંજતું થઈ જાય. આવા ધનના પ્રભાવને લઈને યુવાનો ધર્મથી પ્રભાવિત થતા નથી ધનને જો મહત્ત્વ ન આપવામાં આવે તો યુવાનો ફરી ધર્મમાર્ગે ચડી જાય તેવું લાગે છે. ૩. બાહ્ય ક્રિયાનો ફૂગાવો : ધર્મના ક્ષેત્રે માત્ર દેખાવ છે. ધર્મની ક્રિયાને જ ધર્મ કહેવામાં આવે છે. ધર્મની ક્રિયા કરનાર ધર્મિષ્ઠ પછી ભલે ને તે ધર્મની ક્રિયા કર્યા બાદ કંઈ પણ ખોટાં કામ કરે! છતાં સમાજ તેનું ધર્મિષ્ઠનું બિરુદ આપશે. જે ધર્મક્રિયા નથી કરતો તેને નાસ્તિકમાં... પાપીમાં... ખપાવી દેવામાં આવે છે. ક્રિયા કરવાની વાત કરવામાં આવે છે, ત્યારે યુવાન ક્રિયામાં ન બેસી શકવાના કારણે ધર્મસ્થાનકમાં આવવાનું ટાળે છે. હવે જ્યાં સુધી સામાયિકાદિનું પૂર્ણ મહત્ત્વ એને સમજાવવામાં ન આવે ત્યાં સુધી એને ભાવ પણ ક્યાંથી આવવાના છે? ધર્મ-ધર્મક્રિયા અને ધ્યેય આ ત્રણેય બાબતો જો યુવાનોને સચોટ રીતે સમજાવાય નહીં તો ધર્મના માર્ગે તે આગળ નહીં આવી શકે જીવન પધ્ધતિમાં સ્વભાવે અંશમાત્ર પરિવર્તન ના દેખાવાના કારણે યુવાન સહજ બોલે છે કે અમે ધર્મ નથી કરતાં પણ વાતે વાતે તમારી જેમ ક્રોધ તો નથી કરતાં ને? અમે કોઈને નડતરરૂપ તો. નથી બનતાં ને? તમારી કોઈ ચીજ વસ્તુ તૂટી કે ફાટી તો તમે સમતા તો. રાખતાં નથી, ધર્મ સમજવા છતાં આપનામાં પરિવર્તન કેમ નહીં? બસ, આજે ધર્મક્રિયાઓ, ધર્મસ્થાનો, ધર્મઉપદેશો અને ધર્મિઓની ભીડ પુષ્કળ વધતી જાય છે, પરંતુ અંતરંગ ધર્મની સ્પર્શના નહીંવત થતી જણાય છે. એટલે કે ધર્મી લોકો ધર્મની છત નીચે દંભાચરણ કરતાં દેખાવાને કારણે યુવાનો ધાર્મિના જીવનમાંથી પ્રેરણા લેવાને બદલે ભોગી બની જતા જણાય છે. હવે તો ધર્મ અને ધર્મક્રિયાને જુદી દર્શાવી વાસ્તવિક ઉપદેશ આપે એવા સંતો અને સતીજીઓ બગડેલી બાજીને સુધારી શકે તેમ છે. નહીં તો આ યુવાનો જૈન તરીકે નહીં તો માનવતાના ગુણથી પણ નીચે જઈને કામ કરતાં અચકાશે નહીં. હવે તો સંતો જ ૪. ધર્મમાં અનુકરણવૃત્તિ : આણે આમ કર્યું આપણે પણ આમ કરો એટલે કે સમજણ વગરનું ધ્યેય વગરનું અનુકરણ. આવા અનુકરણ પાછળ છૂપાયેલો હોય છે અહંકાર, સન્માનની ભાવના. બધાં મારાં વખાણ કરે. ઘણાંને એમ લાગે. કે આ ભાઈ ખૂબ ધર્મિષ્ઠ છે, ઉદાર છે, મારું સારું દેખાય, મારું કોઈ આડું ન બોલે, આમ ખોટાં કામને ઢાંકવા માટે અનુકરણનો આશ્રય લેવામાં આવતો હોય છે, ખોટું ઢંકાય અને લોકોમાં ધર્મિષ્ઠ તરીકેની છાપ પડે, પછી ધર્મ પ્રવૃત્તિનું અનુકરણ કોણ છોડે? એણે દાન કર્યું તો આપણે એનાથી ડબલ કરો. ફલાણાંએ અઠ્ઠાઈ તપમાં સાંજી કરી, વ્યાખ્યાનમાં હતી કરી, આપણે પણ કરો. તેનાથી વધુ સારું દેખાય તે માટે સંઘ જમણ કરાવો. આવા અનુકરણમાં ધર્મ તો દૂર રહ્યો પણ માણસ અહંકારના પાપે કર્મના બંધને બંધાતો જાય છે. જો આ દેખાદેખીથી શ્રી સંઘ દૂર રહે તો હું માનું ચુ કે ધર્મમાં પ્રગતિ થયાં વિના ન રહે. દેખાદેખી નહીં પણ આત્માના હિતને કેન્દ્રમાં રાખીને અનુસરણ થાય તો પણ ઘણું છે. ધર્મમાર્ગે વાસ્તવિક આત્માના સુખના આનંદનો અનુભવ, માર્ગ બતાવવામાં ન આવવાથી તે ૩૧ - ૩૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ ધર્મથી દૂર ચાલ્યો જાય છે. ૫. ભોગનું વાતાવરણ : જ્યાં જ્યાં નજર પડે ત્યાં મનમાં વિકૃત્તિ સર્જાય તેવું આજનું કલૂષિત વાતાવરણ છે. ઘેર ઘેર ટી.વી. ચેનલો, વિડિયો, ઘરની દિવાલ પર ચોંટાડવામાં આવેલા લ્મિી કલાકારોના ચિત્રો, સ્ત્રીઓના મોતવર્ધક મેકઅપ, લજ્જા રહિત ચેનચાળાં, વ્યસનોના ભોગ બનેલાં યુવાનો, ફેશનેબલ બનતી જતી યુવતિઓ, મર્યાદાની બધીએ વાડો પ્રાયઃ વેરવિખેર થઈ ગઈ છે. સ્કૂલથી માંડી કોલેજ સુધી જ નહીં, ઘરથી માંડી સારાએ શહેર સુધી, ચારે તરફ પલકમાં વાડોને પડતી બનાવી દેવાની તાકાત ધરાવતું આજનું વાતાવરણ છે. હવે યુવાનીના ઉંબરે આવેલાને આ વાતાવરણની મનમાં અસર ન થવા દેવી કોઈ ખાવાના ખેલ નથી. ભોગના ભયાનક વાતાવરણની મનમાં અસર ન થવા દેવી કોઈ ખાવાના ખેલ નથી. ભોગના ભયાનક વાતાવરણથી બચાવનાર માત્ર ધર્મ જ છે. આ ધર્મના ક્ષેત્રનું વાતાવરણ પણ દિનપ્રતિદિન બગડતું જણાય છે. અહંકાર, રાગ, દ્વેષ, મારું-તારું, મોહ-લોભ, માયા, મમતના ભયાનક તાંડવોએ પણ ધર્મક્ષેત્રને કલૂષિત કરવામાં બાકી નથી રાખ્યું. હવે આ નવી પેઢી ક્યાં જશે? નવી પેઢીની સામે આંગળી ચીંધનારા અઢળક માણસો જોવા મળે છે પણ સાચી દિશા તરફ આગળી ચીંધનારા બહું ઓછા જોવા મળે છે. મંદિરોમાં ને ઉપાશ્રયમાં મોહવર્ધક પહેરવેશો પહેરી કેટલાંક ધર્મિઓ આવે છે. રૂપિયાવાળાને સૌ આગળ જગ્યા કરી આપે છે. એટલે આજે માત્ર બાહ્ય ઠઠારાનું પ્રમાણ વધતું જોવા મળે છે. તેવા સંજોગોમાં નવી પેઢી નથી તો ધર્મની નજીક આવી શકતી નથી તો ભોગના આકર્ષણ ભર્યા વાતાવરણથી છૂટી શકતી !!! વાંક કોનો. ૬. કથની કરણીમાં અંતર : ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતોના અર્થ, ભાવાર્થ, નીતિ નિયમોની માન્યતા પ્રત્યેક પંથની, સંપ્રદાયની, સંઘની અને સંતની અલગ અલગ જોવા મળે છે. આજે જેમનું ચોમાસુ છે તે પ્રભુની વાણી સમજાવે તે જ બીજા ચોમાસામાં સમજાવે પણ બન્નેના વિચારો અલગ જોવા મળે. એક કહે છે ક્રિયા વિના મોક્ષ નહીં, બીજા કહે છે જ્ઞાન વિના ધર્મ નહીં. ત્રીજા કંઈક જુદી જ બાબત ફરમાવે. પ્રત્યેક સંપ્રદાય ભગવાનનાં સિદ્ધાંતને પોતાની રીતે સમજાવે ત્યારે નવી પેઢીના મનમાં ઉત્પન્ન થશે, આમાં શું સાચું હશે ? વાત એક, મંતવ્ય અનેક. જેને કારણે યુવાનની સમસ્યા વધતી જ જાય છે. ક્યા મંતવ્યને સાચું માનવું ? ધર્મના પાયાના નિયમોમાં ય આકાશ જમીનનું અંતર જણાય છે. એક ધર્મના અનેક પંથ, અનેક મત, અનેક સિદ્ધાંત, અનેક લક્ષ, અનેક પક્ષ, અનેક ક્રિયા. એમાંય એક પંથી બીજા પંથીની ટીકા... આક્ષેપો... દોષો પ્રગટ કરે. જેને લઈને આ યુવા પેઢી ધર્મને ઝંઝટ સમજી તેનાથઈ દૂર થઈ વ્યસન, ફેશનને રવાડે ચડી જાય છે. પછી આ સમાજ જ બોલે છે યુવા પેઢી બગડી ગઈ છે. અરે, બગડી નથી ગઈ બગાડવામાં આવી રહી છે. યુવાનને સાચા રસ્તે લઈ જવા માટે સંતો-સંપ્રદાયોએ તટસ્થ ભાવે વિચારવું પડશે નહીંતર ભગવાન જાણે યુવાન શું નહીં કરે? ચાલો સહુ સાથે મળીને યુવાનની શક્તિને એક ધર્મના રસ્તે લાવવાનો સુંદર, સાત્વિક પ્રયત્ન કરીએ. સારામાં સારો પદાર્થ પણ જે બગડી શકે છે તો ખરાબમાં ખરાબ વ્યક્તિ પણ સુધરી શકે છે એ વાતમાં શંકા કરશો નહીં. રાંધેલા ધાનને અને માનવીના મનને બગડતા વાર લાગતી નથી મન તાજુ હોય ત્યાં સુધી સત્કાર્યો કરી લેવા હિતાવહ છે. - ૩૩ - ૩૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ ટીકા જીરવી ઝાણો પ્રભુ મહાવીર સ્વામીનો દિવ્ય સંદેશ છે : સે બલ હાચઈ હે માનવી ! તારી કાનની સાંભળવાની શક્તિ પ્રતિદિન ક્ષય થઈ રહી છે. તારી આંખ તેજસ્વીતા ગુમાવી રહી છે. તો તારી સ્વાદ લેવાની શક્તિ ઘટતી જાય છે. અરે! આખી બોડીની તાકાત પ્રતિક્ષણ ક્ષય થઈ રહી છે. જે આજે એનો. ખ્યાલ નહીં આવે જ્યારે સદંતર સાંભળવું - બોલવું બંધ થશે ત્યારે . ખ્યાલમાં આવશે અને આવી દશા આવતા પહેલા જ પ્રભુનું કહેવું છે કે તાખ ધર્મો સમાચરે ક્ષમા - આર્જવ, માહર્ત રૂપ ધર્મને આ માનવ જીવનમાં સ્થાન આપી દે નહીંતર પસ્તાવા સિવાય તારા હાથમાં કાંઈજ નહીં રહે. આ લોક પરલોક અને ઉભય લોક ત્રણેય ભયાનક બની જશે જો તું ધર્મથી વેગળો ચાલીશ તો. માટે જ મહાવીર પ્રભુ વારંવાર જણાવે છે જાગો... જીવો... જીવવા દો... કષાયો જીતો. આ દિવ્ય સંદેશ જેને જીવનમાં અપનાવ્યો તેઓ ધર્મ આરાધના માટે. જાગ્યા છે. જીવોની દયા પામવા લાગ્યા છે અને આત્યંતર શત્રુઓ કષાયને જીતવા માટે પ્રયત્નશીલ બન્યા છે. મુદ્દાની વાત એ છે તમે જ્યારે ધર્માદિના શુભ કામ આરંભશો એટલે તમારી સામે બે વાવાઝોડા આવે છે તેમાં એકનું નામ છે પ્રશંસા જ્યારે બીજાનું નામ છે ટીકા. પ્રત્યેક માનવીના જીવનમાં પ્રાયઃ આ બે વાવાઝોડાં આવતાં હોય છે. જો તેમાં ફસાય જાય તો વ્યક્તિની યાત્રા ત્યાં જ વિરામ પામી જાય છે. પ્રશંસા પચાવી જાણો તો માણસ ને સૌથી વધુ પોતાની પ્રસંશા ગમે છે અને એટલે જ માણસ સૌથી વધુ પ્રશંસાને કારણે જ છેતરાય છે. હોંશિયાર, બુધ્ધિવાન, પંડિતો, સાધકો અને મોક્ષપંથે પ્રયાણ કરી રહેલા મોક્ષાર્થીઓ ને ગબડાવનાર પ્રશંસાનું વાવાઝોડું છે જેના ઝાપટામાં જે જે આવ્યા તેઓ પતનની ખાઈમાં ગબડ્યા છે. પણ એ વાત સમજવી જોઈએ કે કાર્યની સાચી પ્રશંસા જ્યારે કરવામાં આવે છે ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રગટ થતું હોય છે. ખોટી ખુશામત અને પ્રશંસા માણસને ઊંચે લઈ જાય છે. પરંતુ ખુશામત અને પ્રશંસા વચ્ચેની ભેદરેખા બહુ સુક્ષમ છે, જે સમજવી - ઓળખવી મુશ્કેલ છે. એ વાત નક્કી છે કે માણસને પ્રશંસા ગમે છે. એટલે માણસ કોઈને કોઈ રીતે તેમાં ફસાઈ જાય છે. એનાથી બચવાનો એક માત્ર રસ્તો છે અને એ છે પ્રશંસાને પાત્ર બનવા માટે મહેનત કરતા રહેવાનો. કોઈ કહે કે તમે તો સાયગલ જેવું ગાવ છો... તમારો સ્વર લતા જેવો છે... તમે તો ટોલસ્ટોય જેવું લખો છો... તમે તો સાચે જ સાધુ જેવા લાગો છો... તમારી છટા અબેહૂબ વિવેકાનંદ જેવી લાગે છે... વિગેરે... વિગેરે... આવી કોઈ પણ વ્યક્તિ સાથે તમારી કળાને જોડવામાં આવે ત્યારે તે વ્યક્તિ સુધી પહોંચવા માટે મહેનત કરવાનું ચાલુ રાખો પરંતુ ફૂલાઈ જઈને મેળવેલી પ્રશંસાને ખોઈ નાખવાની ભૂલ કરશો નહીં. જીવન ક્ષેત્રે આરાધેલા શુભ કાર્યની પ્રશંસા હવા જેવી છે. સામેથી આવતી હવા આગળ વધવામાં અવરોધક બને છે. જ્યારે પાછળથી હવા સહાયક બને છે. તેમ કાર્યની શરૂઆતમાં અથવા કાર્યની પૂર્ણતા પહેલા જ મળી જતી પ્રશંસા આગળથી આવતી હવા છે જે કાર્યની સફળતા સુધી જવા દે કે ના પણ જવા દે... જ્યારે કાર્યની સંપૂર્ણતા એ મળતી પ્રશંસા પાછળથી આવતી હવા જેવી છે જે નવા કાર્યમાં પ્રેરક બની રહે છે. મારો પહેલો નંબર આવ્યો પપ્પા, હું આજે દોડવાની રેસમાં પહેલા નંબરે આવ્યો. શાબાશ ! બેટા તારી પ્રગતિ ને જોઈને હું બહુ ખુશ છુ. માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા પિતા પુત્રને પ્રશંસાભર્યા શબ્દો દ્વારા નવાઝે છે. અને દિકરો ફુલાઈ ન જાય એટલે મીઠી શિખામણ સમય જોઈને આપી કે બેટા! તે કાર્યની શરૂઆત કરી છે. પ્રથમવાર તું પહેલો નંબર લાવ્યો છે. હવે મારી એક સૂચના છે જો તારે દોડરેસના ક્ષેત્રે હજી આગળ પ્રગતિ સાધવી હોય તો તું મિત્રો સાથે પાનના ગલ્લે સિગારેટ પીવે છે તે બંધ કરી દે કારણ કે દોડરેસમાં સિગારેટનું વ્યસન અવરોધક બનશે! અચ્છા પપ્પા! આજથી હું સિગારેટનો સદંતર ત્યાગ કરૂ છું અને ત્યારબાદ આ પુત્ર દોરેસમાં પ્રતિવર્ષ વિજય તરફ આગળ વધવા લાગ્યો. ૩૫ - ૩૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ ખુશામતની હવા પ્રાયઃ આગળથી આવતી હોય છે. જ્યારે પ્રશંસાની હવા વડિલો તરફથી મળતી હોય છે જે પથમાં પથ દર્શક બનીને કામ કરતી હોય છે. યાદ રાખજો પ્રશંસનીય કાર્ય કરવા સહેલા છે. પ્રશંસનીય કાર્ય બદલ પ્રશંસા મેળવવી પણ આસાન છે પરંતુ પ્રશંસાને જીવનમાં પચાવી જાણવી મુશ્કેલ છે. ભોજનથી પેટપૂર્તિ થાય છે જ્યારે પ્રશંસાથી મનપૂર્તિ જલ્દી થતી નથી હોતી. તમે એટલું તો કહી જ શકો તેમ છો કે કરેલા કાર્ય કરતાં અધિક પ્રશંસાઓ મળતી હોય ત્યારે તમે ગમે તેનો ત્યાગ કરો એટલે મન ઉપર એની અસરને મારી નાખો અને એથી આગળ વધીને એટલું તો આપણે બધા કહી શકીએ કે આપણા હાથે થઈ ગયેલા સારા કામની આપણે પોતે જ પોતાની પ્રશંસા કરવાનું બંધ કરી શકીએ તેમ છીએ ને? સ્વપ્રશંસા મહા અનર્થ સર્જનારી બાબત છે. પોતે પોતાના વખાણ કરવા ન બેસી જવું. બીજો મારી પ્રશંસા કરે તે માટે ન બેસી રહેવું. આટલું થાય તો પ્રશંસાને પચાવવામાં આપણે સફળતા મેળવી શકીશું. માણસ માત્રને પોતાની પ્રશંસા ગમે છે. પણ કમનસીબી એ છે કે, કાયમ તેને પ્રશંસા સાંભળવા મળતી નથી, જેટલી વાર સારું કામ થાય. એટલીવાર તેની પ્રશંસા કરવા કોઈ નવરૂ નથી હોતું પણ એકાદવાર ખોટું કામ થઈ જાય તો તરત જ ટીકા કરવા માટે માણસો ઉમટી પડે છે. માટે આગળ વિકાસ ઈચ્છનારે પ્રશંસા કરતા ટીકાને જીરવવા માટે વધુ તૈયાર રહેવું જોઈએ. પ્રશંસાની વાત એવી છે કે પહેલા મળે છે પછી માણસ એને મેળવવા માટે મથે છે. અને પછી તો માનવીનું વ્યસન બની જાય છે. ત્યારે માણસ એવી હાલત ઉપર આવી જાય છે કે કાર્ય ત્યારે કરવા તૈયાર થાય જો એ કાર્યની પ્રશંસા મળવાની હોય નહીંતર ભલે અહિત સર્જાય પણ કાર્યની પ્રશંસા મળવાની હોય નહીંતર ભલે અહિત સર્જાય પણ કાર્યની કળ હોવા છતાં કાર્યની ઉપેક્ષા કરવા લાગી જાય છે. જેઓએ પ્રશંસા પચાવવા બાબતની થાપ ખાધી છે તેમની આ દશા જોવા મળે છે અને પ્રશંસાના અપચાવાળા માણસોની મનોવૃત્તિ એવી બની જાય છે કે તેઓ તેમની ટીકા જીરવી જાણતા હોતા નથી , પોતે એ જાણતા હોય છે કે આ મારી ભૂલ થઈ છે છતાં ભૂલનો સ્વીકાર કરવાને બદલે ભૂલનો બચાવ કરવાના પ્રયત્નો કરી લેતા હોય છે જેને પ્રશંસા પચાવી જાણી હોય છે તે ટીકાને જીરવી જાણતા હોય છે. જેને પ્રશંસા પચાવી જાણી હોય છે તે ટીકાને જીરવી જાણતા હોય છે. અને હા આજ સુધી પૃથ્વી ઉપર જન્મ લેનાર કોઈપણ વ્યક્તિની ટીકા ન થઈ હોય એવું બન્યું નથી. વ્યક્તિ જેટલી મહાન, એટલી એની ટીકા વધુ તીવ્ર અને કડવી, બુધ્ધ, મહાવીર, જીસસ ક્રાઈસ્ટ મહાત્મા ગાંધી વિગેરે કોઈપણ મહાપુરૂષના જીવન પર નજર કરો ટીકાના તીરનો મારો એમના ઉપર સતત થતો રહ્યો છે. એજ રીતે વૈજ્ઞાનિકો, કલાકારો, લેખકો, કવિઓ પણ ટીકાઓથી બચી શક્યા નથી. આ ટીકાનાં તીરને જ પછાડી શકે છે જેને ટીકા જીરવી લેવાની કળા હસ્તગત કરી ન હતી. બાકી ટીકાને જીરવી લો તો પ્રશંસા કરતાં ટીકા વધુ સહાયક છે. ટીકા કરનારાનો આ સમાજમાં કોઈ તોટો નથી, તાકીને બેઠા હોય છે તમે ક્યાં ભૂલ કરો છો ? આમ જોઈએ તો ટીકા કારો બહુ સારા છે. જેઓની હાજરી માત્રથી આપણે ભૂલથી ઉગરી જઈએ છીએ. જેને આગળ વધવું છે તેઓ માટે આ ટીકાકારો આશીર્વાદ રૂપ છે. ઘણાં માણસો એવા હોય છે કે એમની ટીકા કોઈએ કરી એટલે સારાં કામો. કરવાની બાબત પડતી મૂકી નાસીપાસ થઈ એક્સાઈટ થઈ જતા હોય છે. ટીકાથી ડરતા માણસો ક્યારેય કોઈ ક્ષેત્રમાં આગળ વધી શકવા સમર્થ બનશે નહીં. ટીકા ના વૃક્ષ પર જ પ્રશંસાના ફળો લાગતાં હોય છે. તે વાત જેના મનમાં દઢતાપૂર્વક સમજાઈ ગઈ છે તેઓ ટીકા થવા છતાં પણ વધુ જોરથી કાર્ય ઉપાડે છે. કોઈ વ્યક્તિ જ્યારે આપણી સખત ટીકા કરે ત્યારે ઉશ્કેરાઈ જવાને બદલે ગભરાઈ જવાને બદલે ટીકાના પડદા પાછળ જોવા પ્રયત્ન કરવદ જોઈએ. ટીકા કરનાર આપી ટીકા શા માટે કરે છે? ટીકા કરવાનો એનો સ્વભાવ છે? મારા કાર્યમાં કોઈ ભૂલ છે ? વિગેરે બાબત પર વિચાર કરવાથી સાચું કારણ હાથમાં આવશે પણ ટીકાકારને દુશ્મન ગણી. – ૩ - ૩૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ માનવ જીવન અને જૈન દર્શન આપણે પણ એના જેવા બની જવાથી ઘણું મેળવેલું ગુમાવવા જેવું બને માટે તમારી ટીકા કોઈ વિરોધી કરે તો એથી જરાય સુબ્ધ થશો નહીં. ટુંકમાં એટલું સમજી લેવું કે શરીર માટે મીઠાશ સાથે કડવાશની પણ એટલી જ જરૂર હોય છે તેમ જીવન વિકાસ માટે પ્રશંસાની સાથે ટીકાની પણ જરૂર હોય છે. પ્રશંસા પચાવતા જાઓ અને ટીકાને જીરવતા જાઓ. જરૂર તમે તમારી મંઝિલને આંબીને રહેશો. જૈન દર્શનમાં પ્રશંસાની પ્રાપ્તિનું કારણ પુણ્ય બતાવ્યું છે જ્યારે ટીકાની પાછળ પાપ કારણભૂત છે. જ્યારે બંન્ને અવસ્થામાં માધ્યસ્થ રાખવાનું કામ ધર્મના હાથનું છે. તો ધર્મ સુધી પહોંચી જનાર આ પ્રશંસા અને ટીકાના સમયમાં વિજેતા બની શકે દેહથી જગત છૂટે તેનું નામ ત્યાગ, મનથી જગત છૂટે તેનું નામ વૈરાગ, છોડવાનું હવે કાંઈ બાકી નથી રહ્યું તેનું નામ વીતરાગ. “નિશા ભલે ભયંકર હો, ઉષા નવી સવાર લાવે છે, પતનની હર પગથી એક નવું ઉત્થાન લાવે છે, નિરાશા પર્ણ ખંખેરી, નિત નવી આશાઓ પાંગરતી, શિશિર જ તો ‘વસંત'ની હંમેશાં બને છે પૂર્વગામી.” મુશ્કેલીઓ સામે તૂટી પડવાને બદલે ટટાર રહેવાની, સ્વસ્થ રહેવાની કેવી પ્રચંડ પ્રેરણા ભરી છે આ પંક્તિઓ ! સફળતા તે જ સર કરી શકે કે જે પરાજયમાં પણ વિજયના વાવેતર નિહાળી શકે, પીછે હઠમાં પણ આગે. બઢોના એંધાણ પામી શકે, નિષ્ફળતાના નારામાંથી પણ સફળતાના સંદેશ તારવી શકે, ઘણી પરિસ્થિતિ પર સફળતા પ્રાપ્ત ન થતા, નાસી પાસ થઈને નિરાશાનો ચોફાળ ઓઢીને જાણે જિંદગી આખી હારી ગયા જેવી માનસિક સ્થિતિ બનાવી, નસીબને દોષ દેતાં લટકતાં મુખડે ગમગીનીના ગીતો ગાતાં ફર્યા કરે છે. આવા પુરુષાર્થના પંગુ પુરુષો ક્યારેય સામે આવેલી તકને ઓળખી શકતા નથી અને સરકતા પારાની જેમ તેઓના હાથમાં તક ક્યારે સરી જાય છે તે જાણતા નથી. જૈન દર્શન' પાંચ સમવાયને કાર્ય સફળતાના પાયારૂપે વર્ણવે છે, જુઓ આ રહ્યાં તેનાં અજબ ગજબ ના રહસ્યો... ચાલો, તેને સમજીએ અને નિરાશાના વાદળોને દૂર કરી સફળતાનો સૂરજ પ્રગટાવીએ. સ્વભાવ :જીવ જગત અને જડ જગત. આ બન્ને જગતને તેનો પોતાનો સ્વતંત્ર સ્વભાવ છે. જગતનું કોઈપણ દશ્ય સ્વભાવવિહીન હોતું નથી. અને જગતની સર્વ ઘટનાઓ આ સ્વભાવને અવલંબે છે. કેરીની ગોટલીનો સ્વભાવ છે ઉગવાનો, જ્યારે પથ્થરનો સ્વભાવ ઉગવાનો નથી. ઘણાં લોકો પથ્થરને ઉગાડવાનો વાંઝીયો પુરૂષાર્થ કરતા હોય છે. જમીનમાં પથ્થર વાવીને તેને ખાતર પાણી અને તેની અન્ય શુશ્રુષા કરતા હોય છે. હવે જ્યારે પથ્થરને ફણગો ફૂટે જ નહીં ત્યારે કપાળ કૂટતા કહેતા હોય છે. ઓ હો...! આટલો પ્રચંડ પુરુષાર્થ કર્યો, કેટકેટલા નુસખા કર્યા... પણ – ૪૦ છે છે જે યાદ રહે આયંબીલોની ઓળીથી કોઢ મટવો સહેલો છે પરંતુ જીવનનો ક્રોધ મટવો કઠિન છે. 0 0 0 માણસ! મકાન બદલે છે, વસ્ત્રો બદલે છે. સંબંધો બદલે છે. છતાં દુઃખી છે કારણ! તેનો સ્વભાવ બદલવા તે તૈયાર નથી, – ૩૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ હાંય જ્યાં મારું નસીબ જ વાકું હોય ત્યાં શું થાય? આપ વિચારી શકો છો કે જે દ્રવ્યનો સ્વભાવ જ ઉગવાનો નથી તેવા જડ પથ્થરને ભવ આખો ખાતર બરદાસ્તી કર્યા કરોને, પણ પથ્થર કાંઈ ઉગતા હશે? જૈન દર્શનપષ્ટ નિર્દેશ કરે છે કે દરેક તત્ત્વમાં તેનો નિર્જીવ સ્વભાવ હોય છે અને તે તત્ત્વ તેના સ્વભાવ મુજબ જ કાર્ય કરે છે. તેના સ્વભાવ વિરુદ્ધનું કોઈપણ કાર્ય તે તત્ત્વો કરી શકતા નથી, માટે પ્રથમ સ્વભાવને જાણવો જરૂરી છે. અભવિનો સ્વભાવ ક્યારેય મોક્ષમાં જવા માટે બનવાનો નથી. અભાવ સાધુ બને છે, સાધના કરે છે, અને શાસ્ત્રકાર તો જણાવે છે કે સાધના થકી પુણ્યોપાર્જન કરીને દેવલોકમાં નવરૈવેયક સુધી પહોંચી જાય છે. નસીબને જેટલું સમક્ષ રાખવામાં આવે છે, પુરૂષાર્થને પણ જેટલો નજરાં. લેવામાં આવે છે, એટલો આ સ્વભાવ પ્રાયઃ નજરમાં લેવામાં આવતો નથી. જીવોની તમામ પ્રવૃત્તિમાં સ્વભાવ કામ કરે છે તે વાત ભૂલવી ન જોઈએ. કાળ!... કાળ એટલે સમય... જે અવિરત વહેતો જ રહે છે.. પણ તેના દમના. નિયમ મુજબ તેને નથી બાંધી શકાતો કે નથી તેને ભગાડી શકાતો કે નથી તેને સ્થિર કરી શકાતો. નિયતિના દમ મજુબ ચાલવાને તે બંધાયેલો. છે. ન એક પળ આગળ કે ન એક પળ પાછળ. હવે આવા સમયને માનવી તેની જ મતિના ગજથી માપવા જાય તો કેમ ચાલે? આપણે જાણીએ છીએ કે ગોટલીમાં ઉગવાનો સ્વભાવ છે અને તે ઉગવાથી વૃક્ષ અને ફળ મળવું જ જોઈએ. હવે કદાચ આપણે કેરીની ગોટલી વાવી પાણી પણ પાયું અને હવે હુકમ કરીએ કે ચાલ કેરી આપ, છે ને તદ્દન શેખચલ્લીની વાત ! ‘‘ન ભૂતો... ન ભવિષ્યતિ' દરેક દ્રવ્યને ફળવા માટે તેને જરૂરી સમય આપવો જ પડે, તેટલો સમય આપણે ધીરજ ધરવી જ જોઈએ. આપણી ધર્મ કરવાની તૈયારી છે, પરંતુ તેના મર્મને સમજવાની ધીરજ નથી. ધર્મકરણીના સત્કર્મના ફળ પણ સમયાનુસાર જ પ્રાપ્ત થાય છે. આમ દરેક બાબતોમાં ધીરજ આવશ્યક છે. બધી બાબતોમાં બધું જ ફટાફટ થઈ જવાની અપેક્ષા માણસને નિષ્ફળતાની ખીણમાં ગબડાવી દે છે. ટૂંકમાં દરેક ઘટનાઓને પરિણામમાં આવવા માટે તેનો પોતાનો અલગ અલગ સમય હોય છે. “ધીરજ ધરતા શીખે જે નરનાર, ભલે હોય આંધી કે હોય તૂફાન, સમજ “માણેક' સમતાનો સાર, પામવા પરમાત્મા પદ મહાન.” સાધના કરવી સહેલી છે, પણ ધીરજ ધરવાની સાધના કઠિન છે. ભગવાન મહાવીર સ્વામી જેવા મહાન સાધક પુરુષને, જેણે પચ્ચીસમાં ભવમાં જ તીર્થકર પદ નિશ્ચિત કરી લીધું હતું તેમને પણ સ્કાયવીશમાં ભવમાં ૧૨|| વર્ષ અને ૧૫ દિવસ સુધી ધીરજ ધરવી પડી હતી. તીર્થકર બનવા માટે આમ, દરેક માનવીએ, ચાહે તે આરાધક હોય કે સાધક હોય પણ કાર્યના પરિણામ માટે... જીવનની સફળતા માટે ધીરજથી સમયને પસાર થવા દેવો જોઈએ. સમયના સાગરમાં તરો જરૂર, તણાવ નહીં, કારણ કે તરવું તે પુરૂષાર્થ છે, તણાવું તે “મોહ' છે. કાર્ય કરતા રહો. કાર્ય થઈ જવું જ જોઈએ... એ માન્યતા જ ભૂલ ભરેલ છે. કારણ કે કાર્યના પરિણામો - સફળતાના એ સમયને આધિન છે. સમય મહત્તમ છે... તે ધારે તો જેટ ઝડપે પરિણામ આપણા હાથમાં મૂકી દે અને તે ધારે તો જેટ ઝડપે પરિણામ આપણા હાથમાં મૂકી દે અને તે ધારે તો ગોકળગાયની ગતિએ પણ આપણી ધીરજની કસોટી કરતા કરતા પણ પરિણામ આપે. ધીરજ હોવી જોઈએ એક ચિંતકે કોલેજમાં વકતવ્ય આપ્યું કે તમે કાર્ય કરતા રહો, પરંતુ તેની સફળતા કે પરિણામ માટે ધીરજ રાખો, ધીરજની કલા અશક્યને જરૂર બનાવે તેવી અજબની છે. કોલેજના એક વિદ્યાર્થીએ વચ્ચે જ પ્રશ્ન કર્યો કે ચારણીમાં પાણી ભરવાની મહેનત કરીએ અને વર્ષો સુધી તે કાર્યવાહી ચાલુ પણ રાખીએ તો ચારણીમાં પાણી ભરાશે ખરૂં? આ ધીરજની વાત મારા મગજમાં બેસતી નથી. વિદ્યાર્થીના પ્રશ્ને ચિંતકને ક્ષણભર સ્તબ્ધ કરી દીધા. પણ બીજી જ ક્ષણે સ્વસ્થતાથી તેમણે જવાબ – ૪૧ - ૪૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ આપ્યો - અવશ્ય ચારણીમાં પાણી રહી શકે. માત્ર પાણીનો બરફ જામે તેટલો સમય તમારે ધીરજ ધરવાની રહે છે. ચિંતકના જવાબને વિધાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. ધીરજનો ગુણ આજનો માનવી ઝડપભેર ગુમાવી રહ્યો છે. પાંચ સમવાયમાં સ્વભાવ જેટલો મહત્ત્વનો છે, એટલું જ મહત્તવ કાળ (સમય) પણ છે. કાળ પાકે ત્યારે જ કાર્ય પરિણમે છે અથવા પૂર્ણ થાય છે. કર્મ : કાર્યમાં જીવનો સ્વભાવ, જીવ માટે કાળ (સમય)ની જેટલી આવશ્યક્તા છે, એટલી જ કાર્યમાં જીવના કર્મની છે. સંચિત કર્મો પ્રમાણે જ સુખદુઃખની ઘટના ઘટે છે, કર્મ વગર ક્યારેય કાર્ય થતું નથી અને કાર્યના ગુણાવગુણ મુજબ કર્મનું અવતરણ થાય છે, તેમ જ જીવનનું નિર્માણ થાય છે, સાથે તેમની પરિસ્થિતિ પણ ઉદ્ભવે છે. જૈન દર્શનના આઠ કર્મોમાં મોહનીય કર્મ કેપ્ટનના સ્થાને છે. પાંચ સમવાયમાં બધાં જેટલા મહત્ત્વના છે, એટલું જ મહત્ત્વ કર્મનું છે. “કત્તારમેવ અણુજાઈ કમ્મ” કર્મ કર્તાને જ અનુસરે છે. કર્મ થકી જીવ કોઈ પણ કાર્ય કરવાને પ્રેરાય છે. કર્મનો ઉદય પણ પાંચ સમવાય જેટલો જ મહત્ત્વનો છે. માટે સાવધાન રહો કર્મ કરતાં! કર્મ ઉદયમાં આવ્યે રડવાથી કોઈ જ અર્થ સરતો નથી. માત્ર સ્વભાવ અને કાળથી જ સફળતા પ્રાપ્ત થતી નથી. માટે જ શાસ્ત્ર કહે છે કે “કર્મ વિહિન ન ફુલમ્ ન ફલમ્”. પુરૂષાર્થ - જૈન ધર્મ પુરૂષાર્થ પ્રધાન ધર્મ છે. પુરૂષાર્થથી જ નિયતિનું નિર્માણ થાય છે. નસીબ પર હાથ મૂકીને રહેનારો, પુરૂષાર્થ કર્યા વિના સફળતા ઈચ્છે છે. તમે પુરૂષાર્થ કરતા જ રહો, મહેનત કરતા જ રહો સફળતા તમને શોધતી આવશે. દુઃખોથી ગભરાયા વિના મુશ્કેલીના તોફાનોથી ડર્યા વિના... દુષ્ટોની પરવા કર્યા વિના... બસ, તમે તમારો પુરૂષાર્થ કરતા જ રહો, જરૂર તમે ધારો છો ત્યાં પહોંચી શકશો. શ્રેષ્ઠ ધનુર્ધારી બનવાના સ્વપ્ના લઈને ગયેલા એકલવ્યને શિષ્ય બનાવવાનો ઈન્કાર ગુરૂદ્રોણાચાર્યે કર્યો ત્યારે તે તૂટી પડ્યો હોત તો ! તો ૪૩ એ શ્રેષ્ઠ ધનુર્ધર કદી ન બની શક્ત. પણ તે તૂટી પડવાને બદલે ટટ્ટાર રહ્યો અને માટીના દ્રોણાચાર્ય બનાવીને સ્વપ્ન સિધ્ધિઓ પુરુષાર્થ કરતો રહ્યો તો આખરે અર્જુનને આંટી દે તેવો શ્રેષ્ઠ ધનુર્ધર થઈ ગયો. કહેવાય છે કે ક્રિકેટ વિશ્વના એક સફળ કેપ્ટન ક્લાઈવ લોઈડને એની કેપ્ટન શીપના પ્રારંભે જ ઉપરાઉપરી પરાજયો મળ્યા. શું એ આ પરાજયોમાંથી નાસીપાસ થઈ ગયો? ના એણે વિશ્વાસથી કહ્યું હતું એ સમયે કે, આ પરાજયોમાંથી મને વિજયોનું દ્વાર ખોલવાની ચાવી મળી છે અને ખરેખર એ પછીના કાળમાં એણે વિજયોની હારમાળા સર્જી. શક્ય છે કે પરાજયો ન મળ્યા હોત તો એ સફળતાની પરંપરા ન રચી શકયો હોત !! એવરેસ્ટ આરોહક તેનસીંગને કોઈએ સફળતાની ગુરૂ ચાવી વિષે પ્રશ્ન કર્યો. અભણ છતાં અનુભવી તેનસીંગે ધાર્મિક ઉત્તર આપ્યો કે વિઘ્નો... મુશ્કેલી અને સમસ્યાને ગૌણ કરીને આગળ વધ્યે જ જવું, તેજ ગુરૂ ચાવી છે. ટૂંકમાં, તમે તમારા પુરૂષાર્થને દ્રઢ બનાવતા જાવ... હિંમત ભેર કદમ ભરતા જાવ... નિર્ભયતાપૂર્વક સત્યના માર્ગે આગળ વધતા જ રહો. જરૂર તમો ગંતવ્ય સ્થાને પહોંચી શકશો. પરંતુ તમારો પુરૂષાર્થ સમ્યક્ દિશાનો હોવો જોઈએ... સત્ય તરફ હોવો જોઈએ...! નિયતિ ઃ જેની સાથે ઘણા બધાએ દોસ્તી બાંધી છે તેનું નામ નિયતિ! નિયતિ એટલે નસીબ... જે બનવાનું હતું, જ્યારે બનવાનું છે, જે બનશે તે જ બનવાનું છે. આપણે કાંઈ જ કરી શકતા નથી. બનવાવાળું જ બને છે, નહીં બનવા વાળું કયારેય બનતું નથી. બસ આ છે નિયતીનો પરિચય... પરંતુ જૈન ધર્મ તો ભાર દઈને જણાવે છે કે એકલી નિયતી જ બધું કરે છે તેવું ક્યારેય સમજવું નહીં... કોઈ પણ એક કાર્યની પાછળ સ્વભાવકાળ-કર્મ-પુરૂષાર્થ અને નિયતિનો ફાળો હોય છે. આમાં કોઈ એકનું ન ચાલે. પાંચ સમવાય મળે ત્યારે જ કાર્યથાય છે તે વિના નહીં, માટે આપાંચ સમવાયને સમજીને આગળ વધનાર ક્યારેય હતાશ કે નિરાશ બનતો નથી. ૪૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ પહેલાં... હવા કા ઝોંકા લગતે હી દીપક બુઝ જાયેગા, સૂર્ય ઉધ્ય હોતે હી પ્રકાશ ફેલ જાયેગા, જીવન કો અમર માનકર મત ચલો, શ્વાસો કા ક્યા ભરોસા? કબ રૂક જાયેગા. સૂર્યોદય પછી સૂર્યાસ્ત, ખીલ્યાં પછી કરમાવવું. ભરતી પછી ઓટ, તડકા પછી છાયા... બસ, જીવન પછી મૃત્યુ નિશ્ચિત છે. જેમાં નિરાશા કે નાસીપાસ થવાનો કોઈ અર્થ નથી. મૃત્યુ એ જીવન કેવું જીવ્યાં તેનો માપદંડ છે? જીવન જીવ્યાનું સરવૈયું કાઢવાની દિવ્યદિવાળી છે. મૃત્યુથી એ જ ભાગે છે-ડરે છે કે જેણે જીવનની સ્કૂલમાં ભણતર, ચણતર અને ઘડતર કર્યું નથી. એ માણસ મૃત્યુનથી ડરતો-ભાગતો ફરે છે, જેણે જીવનમાં ધર્મને સ્થાન આપ્યું નથી. જીવનમાં યથા-શક્તિ ધર્મને સ્થાન આપ્યું હોય, એવાં ધર્મીઓ તો પ્રિય અતિથિની જેમ મૃત્યુને વધાવવા સજ્જ હોય છે. એક અપેક્ષાએ માનવનું જીવન વિધાર્થી અને વેપારી જેવું છે. વિદ્યાર્થીને જેમ માનવે ધર્મની બારાખડી ‘અ'થી ઘૂંટવી શરૂ કરવાની છે, અને છેક ‘જ્ઞ’ સુધી પહોંચવાનું છે. આ થી જ્ઞ સુધી આ મહેનત દ્વારા માનવે ધર્મના ક્ષેત્રે અ-અજ્ઞ મટી, જ્ઞ-સુજ્ઞ બનવાનું છે. વિદ્યાર્થીની જેમ ક્ષણ-ક્ષણ અને વેપારીની જેમ કણ-કણનો હિસાબ રાખીને આપણે જો આપણા જીવનને વિધા-વૈભવ સમા ધર્મથી ભરપૂર બનાવવા મથીએ તો મૃત્યુનો ભય સમૂળગો નાશ પામી જાય. પછી તો મૃત્યુમાં આપણને આપણા પ્રિય અતિથિનું દર્શન થવા માંડે. યાદ રાખવા જેવી બાબત એ છે કે ભણતરની સચ્ચાઈ પરીક્ષા દ્વારા સાબિત થાય છે, કમાણીનો છે કે ભણતરની સચ્ચાઈ પરીક્ષા દ્વારા સાબિત થાય છે, કમાણીનો હિસાબ-અંદાજ દિવાળીના દિવસોમાં ખ્યાલ આવે છે, એમ જીવનમાં કરેલાં ધર્મની નડતરતા મૃત્યુની પળે મપાય છે. ‘લખી રાખો, જીવન જીવી જાણનારો જ મૃત્યુને માણી લેવામાં હરપળે તૈયાર જ રહે છે. બાકી, જીવન માત્ર જીવી જનારો તો મૃત્યુને માણી લેવાની વાતતો દૂર રહી, પરંતુ મૃત્યુ સમયે હાય-વોય કરવી પરભવને ઘૂંઘળો બનાવે છે.” અકામ મરણ પ્રભુ મહાવીર સ્વામીએ અંતિમ દેશનામાં ઉત્તરાધ્યયન સુત્રમાં મરણના બે પ્રકાર બતાવ્યા છે. એક અકામ મરણ અને બીજું છે સકામ મરણ. અકામ મરણનો ભોગ આપણો આત્મા અનેક વાર બન્યો છે. અકામ મરણે મરવા માટે કોઈ પુરૂષાર્થની જરૂર નથી. અનંત ભવોથી જીવ અકામ મરણે મરતો આવ્યો છે. જે મરણથી આત્મા સંસારના પરલોક પર અવિશ્વાસ રાખે છે, આજે ભોગો મારા હાથમાં ચે તેને ભોગવી લઉં, શું ખબર! પરલોક છે કે નહીં? પછી ભોગો મળે કે ન પણ મળે. આવા વિકલ્પોમાં રહે છે તે જીવ બસ-સ્થાવર જીવનની હિંસા કરે છે. ધંધામાં અસત્ય અને અનીતિ, સહજ, અચકાયા વિના કરે છે. વૃત્તિ રાખ્યા વિના જે જીવો સદૈવ પાપમય જીવન જીવી રહ્યાં છે તે જીવો સદૈવ પાપમય જીવન જીવી રહ્યાં છે તે જીવોઅવશ્યમેવ અકામ મરણનો ભોગ બને છે. ‘ત સે મરાન્તfજ, થાણે સંત સ મથ' અને હાં, જ્યારે અજ્ઞાની જીવને મરણ નજીક દેખાય છે, ત્યારે તે પારાવાર સંતાપ કરે છે. મહાભયંકર મરણની વ્યથા અનુભવતો એ જીવ પશ્ચાતાપ કેર છે. હાય! હવે મારું શું થશે ? પાપ પર પશ્ચાતાપ નથી કરતો પણ પાપના ફળ નરકમાં ભોગવવા પડશે ત્યારે મારી હાલત શી થશે ? આમ, બોલ જીવો પોતાનો જન્મ, જીવન અને મૃત્યુ ત્રણેય બગાડે છે. એટલું જ નહીં, પરલોક અને અનાર્ય વૃત્તિનો ત્યાગ કરી, આલોક, પરલોક અને પરલોકને સુધારી લેવો તે જ આ ભવનું પરમ કર્તવ્ય છે. પરીક્ષાના સમયે તે વિધાર્થીને તાવ આવે છે. જેણે બારે માસ અભ્યાસ છોડીને કેવળ રખડપટ્ટીનું કામ કર્યું છે. તેમ જ વેપાર સમયે આળસ કરનારને લમણે દરિદ્રતા આવી પડતી હોય છે. તેમ મરણ વેળાએ તે જ રડવા બેસે છે, હાય - વોચ કરે છે, પોક મૂકીને રડે છે, જેણે જીવન જીવવામાં થાપ ખાધી છે. સંત સમાગમ, સદ્ઘાંચન, ક્ષમાસમતા આદિ ભાવોથી જે વેગળા રહી જીવન જીવે છે, તેને મરણજેવી ૪૫ - ૪૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ હાલત બાલ જીવોની છે. મરણ આવે ત્યારે વિચાર આવે કે હવે શું? મારું શું થશે? હું હવે ક્યાં જઈશ? જેના માટે આખી જિંદગી ખર્ચી નાખી. તેમાનું કંઈપણ સાથે આવવાનું નથી. આમ સંકલ્પો-વિકલ્પો અને આરૌદ્ર ધ્યાનના વંટોળમાં ખેંચાઈ જઈ, ઉત્તમ ભવને હારી, પરલોકની મહાદુઃખની . યાત્રાએ પહોંચી જાય છે. સકામ મરણ : પરમાત્મન પ્રભુ મહાવીર દેવ ફરમાવે છે કે ‘સસિ વિયં નિયં’ સૃષ્ટિના સર્વ જીવોને ધન, પુત્ર, પરિવાર, સત્તા, સન્માન આ બધું પ્રાણથી પ્યારું છે. ભલે જન સમૂહ ઉચ્ચારે પણ ત્રિભુવનપતિ વીર ભગવાન તો ફરમાવે છે કે જીવોને સૌથી વહાલું જીવન છે. અને હા, જીવન છે તો જ બધું છે, નહીંતર બધુંય સ્વપ્નવત છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે માણસને બધું પ્રિય અને કિંમતિ લાગે છે. જીવન પ્રિય છે પરંતુ મૃત્યુ અપ્રિય છે. પંડિત જીવોને જીવન અને મૃત્યુ બંને બાબતમાં સમાધિસમભાવ હોય છે. જીવન સમાધિયુક્ત જીવનાર પંડિત પુરૂષને મૃત્યુ ઉપાધિવંત બનતું નથી. પંડિતો મૃત્યુને પડકારે છે, સ્વાગત કરે છે, નીડર બની મૃત્યુને ભેટે છે. કારણ મૃત્યુ ઉપાધિવંત બનતું નથી. મૃત્યુ આત્માને મારી શકવા અસમર્થ છે, એ વાત પંડિતાત્માઓ સારી રીતે જાણતા હોય છે. શરીરનું મૃત્યુ થાય તેમાં આત્માને થાય તેમાં આત્માને શો લાભ કે નુકશાન ? આત્મા તો અમર છે. એ તો મૃત્યુની પેલે પાર છે. આત્માને ન અગ્નિ બાળી શકે, ન શસ્ત્ર છેદી શકે, ન તો યમરાજા એક પણ આત્મપ્રદેશ ઓછો કરી શકે, કારણ આત્મા અખંડ, અમર, અજર અને અવિનાશી તત્ત્વ છે. આ જ્ઞાનમગ્ન પંડિતોને મૃત્યુ વેળાએ રડવાનું હોતું નથી. મૃત્યુની પળો. તો તેઓ માટે મહોત્સવ હોય છે. પંડિતોના મૃત્યુમહોત્સવના ટાંકણે દેવો-ઈન્દ્રો પણ ઉજવણી કરવા હોંશે પધારે છે. બાલ મરણ જીવના અનેક વાર થાય છે. પરંતુ પંડિત મરણ એક વાર થાય છે. જે મરણ પછી જન્મ જીવન ન હોય, તે પંડિતમરણ. રોજ પ્રભુને પ્રાર્થના કરો કે ““હે પ્રભુ! સંથારા યુક્ત પંડિત મરણે હું ક્યારે મૃત્યુને પામીશ ?'' સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના મનોરથમાં આવી પંડિત મરણની. ભાવના રજૂ કરવામાં આવી છે. જેનું જીવન ત્યાગ-વૈરાગ્ય-સંયમ અને સમાધિવંત એનું મૃત્યું સંપૂર્ણ સમાધિવંત. મૃત્યુને આવકારો... સ્વાગત કરો... તો તમે સાચા પંડિત બન્યા ગણાશો. મારા મરણ વખતે આજના યુગમાં માનવીની જિંદગી ખૂબ જ ઝડપી, ટેન્શન યુક્ત અને દોડધામવાળી બની જતાં તંદુરસ્તીમાં તકલીફો ઊભી થતાં વાર નથી લાગતી. મૃત્યુ પણ ઝડપથી અને અચાનક થતા જાય છે, ત્યારે કોઈ ઉપાય સૂઝતો નથી એટલે જ પ્રતિક્ષણ જાગતા રહેવાનું, પ્રભુસ્મરણ અને આત્મસ્મરણ કરતા રહેવું હિતાવહ છે. સતત પ્રભુને પ્રાર્થના કરતા રહો કે હે પ્રભુ! મારા દુઃખ સમયે તું મદદરૂપ ન બને તો ચલાવી લીશ, મારા દર્દ વખતે તારા તરફથી સહાય નહીં મળે તો હું જઝૂમી લઈશ. પરંતુ હે દેવાધિદેવ! ત્રિલોકીનાથ ! મારા મરણ સમયે તારું સ્મરણ, તારું ધ્યાન, તારું ચિંતન, તારું રટણ અને તારો આધાર નિરંતર રહે તે મારી ભાવનાને તારે સફળ કરવી જ પડશે. જીવનક્ષેત્રે આવેલી ઉપાધિને હું સહી લઈશ પરંતુ મરણ સમયે તો તારે સમાધિના દાન કરવા જ પડશે તે વિના નહીં ચાલે. વર્ષોથી નિરંતર મારી પ્રાર્થના રહી છે કે મારું મરણ તું સુધારજે. મરણ વખતે તારા શરણ સિવાય અન્યથા કોઈનું શરણ નથી. ભલે જીવનમાં બધાં મારા લાગતા હોય પરંતુ મરણ સમયે તો વહાલા પ્રભુ ! તું જ મારો છે, તે વાત મારા દિલમાં જડબેસલાક બેસી ગઈ છે. મારા અનંત ભવોના મરણ બગડી ગયા. હું અકામ મરણ પામ્યો. હે પ્રભુ! હવે આ ભવે મારું મરણ વાસનાથી મુક્ત મરણ હો, દેહની મમત્વ દશાના ત્યાંગયુક્ત મરણ હો. સૃષ્ટિના કોઈ પદાર્થમાં, વ્યક્તિમાં મારો જીવ ન હો, પૂર્ણ સમાધિ મરણ, સકામ મરણ મારું હોજો. બસ ! પ્રભુ હું નિરાંતે જીવન જીવું છું. કારણ, મારા મરણની જવાબદારી આજથી તને સોંપી છે. મરણ સમયે આવજો, મારી ભાવીને સુધારજો... – ૪ ૪૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ તમારા સુખમાં કોઈકને ભાગીદાર બનાવો. પ્રભુ મહાવીર સ્વામી કઈ રીતે બન્યાં... તેઓશ્રીના આત્માએ એવું તો. શું કર્યું હતું કે જેથી પ્રભુ સત્યાવીશમાં ભવમાં ભગવાન બન્યાં... તીર્થંકર બન્યાં... ચાલો, વીતરાગ દેવાધિદેવનો ભૂતકાળ નિહાળીએ... પાયાના સંસ્કારને વિચારીએ... આખીયે ભારતીય સંસ્કૃતિ અન્યને આપીને, ભાગીદાર બનાવીને જ પોતે ભોગવવાનું શીખવે છે. આંગણે અતિથિની રાહ જોઈ પછી જ જમવા બેસવાની સંસ્કૃતિ હતી. કારણ અતિથિને ‘અતિથિ દેવો ભવ:' તરીકે માનવામાં આવતા હતાં. અન્યને આપવું એ માનવીનો સહજ ગુણ હતો, જે આજે અન્યનું લઈ લેવું સહજ ગુણ બન્યો છે. પહેલાં જમી લો પછી બીજાની વાત. પહેલા વિચારતા મહેમાન આવે. પછી જમીશું. આજે બોલે છે જમી લો નહીંતર પાછું કોઈ મહેમાન આવી, જશે, પ્રભુનો આત્મા નયસારના ભવમાં હતો ત્યારે સાવ નાનકડો નિયમ હતો. અન્યને જમાડી પછી જમવું... ચાહે ભિક્ષુ હોય કે સાધુ-બ્રાહ્મણ હોય કે શ્રમણ, જે હોય તે, પરંતુ જમાડ્યા બાદ મારે જમવું. બન્યું એવું કે રાજાનો મહેલ બનાવવા માટે જંગલમાં લાકડાં કાપવાં જવાનું થયું. હવે જંગલમાં કોણ આવવાનું કે કોઈને ખવડાવી શકે? પરંતુ યાદ રાખજો, ખરા દિલની ભાવના, સાચા દિલની સેવા-ભક્તિ સફળ થયા વિના રહેતી. નથી. સ્વાર્થની દુર્ગધ નહીં પરંતુ નિઃસ્વાર્થનો પરિમલ પ્રસરવો જોઈએ. જૈન સાધુ ભૂલા પડીને જંગલમાં આવી ગયાને નયસારનું મન નાચવા લાગ્યું, આનંદિત બન્યું, “હાશ ! મારો દિવસ ખાલી ન ગયો.” આમ વિચારી સંતોને નિર્દોષ ભોજન વહોરાવ્યું અને બાદમાં ગામમાં જવાનો રસ્તો બતાવ્યો. બસ, મુનિ ભગવંતોએ આત્મસુખનો મોક્ષમાર્ગ બતાવ્યો, તેણે તેનો અંતઃકરણપૂર્વક સ્વીકાર કર્યો અને પ્રગટ્ય સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન, પ્રભુનો આત્મા સમકિત પામ્યો. ત્યારથી પ્રભુના ભવની. ગણત્રીની શરૂઆત કરાઈ. ટૂંકમાં, મારા અને તમારા આત્માએ અન્યને આપવા કરતા અન્ય પાસે લેવા માટેની જ ઈચ્છા કરી. હવે આજના પ્રભુ નિર્વાણના દિવ્ય દિવસે સંકલ્પ કરીએ કે “મારા સુખમાં કોને ભાગીદાર – ૪૯ બનાવીશ?” અત્યાર સુધી પોતાના સુખ માટે, સગવડ માટે, મહેનત કરી. સગવડતામાં આનંદિત બન્યાં. હવે પોતાની સગવડતામાં આનંદિત બનતા એવા અમે હે પ્રભુ! સુકૃત પાછળ આનંદિત બનીએ તો જ આપનો નિર્વાણ દિન અમારા માટે જીવન નિર્વાણનો દિન બન્યો ગણાશે. સંજોગ બદલાય પણ ભાવ ન બદલાયા પ્રભુ મહાવીર સ્વામીનો આત્મા ત્રીજા ભવમાં ત્રઢષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીને ત્યાં ઉત્પન્ન થયો. નામ રાખવામાં આવ્યું મરીચિ. દાદાની દેશના સાંભળી મરીચિને સંસારથી વૈરાગ્ય પ્રગટ થયો. સંયમ ધર્મ પ્રાણથી પણ પ્યારો લાગ્યો. સહર્ષ અનુજ્ઞા મળતાં મરીચિકુમાર મટી મરીચિમુનિ બળ્યાં. સંચમ ધર્મમાં સમય પસાર થતો ગયો. મુનિ જીવનમાં સંજોગો સર્જાતા ગયાં. મરી ચિમુનિ ધર્મમાં વિચરતાં વિચરતાં કષ્ટોને કારણે વિચલત બળ્યા. મન સંકલ્પો વિકલ્પોના વમળમાં ફસાવા લાગ્યું. મુનિ જીવનમાં સમય અને સંજોગો કરવટ બદલતા જ રહ્યાં અને મરીચિમુનિ મુંઝાવા લાગ્યા, તડકો સહન થતો નથી, ઠંડી ગાત્રો ગાળી નાંખે તેટલી પડે છે, હાય! માતાનાં વાળનો લોચ મરીચિને અકારો લાગવા લાગ્યો. ઘણાં દિવસ સુધી મરીચિએ વિચાર કર્યો કે હવે શું કરવું? વેશ છોડી ઘરે જવાય તેમ નથી અને અહીં રહી સંયમ જીવન પાળી શકાય તેમ નથી, એક દિવસ રસ્તો મળી ગયો અને મરીચિ બન્યા ત્રિદંડી સંન્યાસી સાધુ. જ્યાં પગરખાં, ચોટી, હાથમાં કમંડળ, ભગવા રંગના વસ્ત્રો ! બસ, હવે મરીચિને જીવનમાં ચાહ લાગી... ! પ્રભુનો આત્મા સત્યને છોડી અસત્યના માર્ગે આ મરીચિના ત્રીજા ભવમાં ગયો હતો, આ છે સમય-સંજોગોના તોફાન. આજના નિર્વાણ દિવસે સંદેશ મળે છે, ચાહે દુ:ખ મળે યા સુખ, કષ્ટો આવે કે સરળતાં, સમજણપૂર્વક સહન કરો. મનને તત્ત્વથી, જ્ઞાન-સભર બનાવો. શરીરનો રાગ કરશો નહીં. લીધેલી પ્રતિજ્ઞા પ્રાણ માટે પણ પાળવાની મક્કમતા કેળવો. સંજોગો ભલેને જીવનમાં બદલાયા કરે, પણ મનને બદલવાની ભૂલ ન કરો. જો આત્મ સાધનાના ક્ષેત્રે સમજીને થોડું ઘણું સહી લેવા તૈયાર થાય તો જરૂર એને ઘણું બધું પ્રાપ્ત થાય. આજના યુગમાં માનવી. – પo Page #27 -------------------------------------------------------------------------- ________________ પાસે ભલે બધું વધ્યું હોય, પરંતુ માનવી પાસે સહનશક્તિ ઘટતી ગઈ. જેને લઈ સમાજ ટૂકડામાં વહેંચાતો ગયો. સંયુક્ત કુટુંબની સંસ્કૃતિ છિન્નભિન્ન થઈ રહી છે તેની પાછળનું કારણ જીવનમાં સર્જાતા સંયોગો સહન કરવાની તૈયારી ન હોવાથી વ્યક્તિએ વ્યક્તિને અલગ કર્યા છે. સમજ વિનાનો સમાજ અને સહનશક્તિ વિનાનું કુટુંબ ક્યારેય પ્રગતિ સાધી શકતું નથી. કોઈના પણ જીવનમાં કર્મો સંજોગો, સવાના છે. સમય બદલાવાનો છે. ચડતી-પડતી આવવાની, ભરતી-ઓટ સર્જાવાની. એથી નાસીપાસ થવાથી કે સમાજ, ઘર છોડી દેવાથી, સુખ-શાન્તિ મળવાની છે? યાદ રાખજો, કર્મો તો તમે જ્યાં જશો ત્યાં પડછાયાની જેમ સાથે જ આવવાના છે. માટે સંજોગોથી ભાગી જવાની વૃત્તિ ન કરતાં, ભેટી જવાની હિંમત રાખજો. નહીંતર મહાવીર સ્વામીનો આત્મા ત્રીજા ભવમાં જે રીતે નિષ્ફળતા પામ્યો, તેવી હાલત આ જીવનીપણ થશે. શક્તિનું પ્રદર્શન કરશો નહીં શક્તિ એ સત્કાર્યોનું ઈનામ છે એનો દુરપયોગ કરનાર બેઈમાન છે.. જુઓ, પરમાત્મા મહાવીર સ્વામી પૂર્વભવે વિશાખાભૂતિ રૂપે જનમ્યાં હતાં. ત્યારે તેમણે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું અને પરિણામ કેવું ગોઝારું આવ્યું તે જોઈએ...! વિશાખાભૂતિએ સંયમ સ્વીકારી ખૂબ જ તપ સાધના કરી હતી. કઠીન તપસ્યાને લીધે શરીર સાવ કૃશ થવા પામ્યું હતું. રસ્તામાં જતનાપૂર્વક ચાલી રહ્યાં હતાં ત્યારે ગાયની ટક્કર લાગતા રસ્તા પર પડી ગયા અને વિશાખાનંદી એ દ્રશ્ય જોયું અને બોલ્યા, “અરે! ક્યાં ગઈ તમારી શક્તિ!. એક મુદ્દે કોઠાનાં ઝાડના બધાં ફળ નીચે પાડનાર ! એ બળ ક્યાં ગયું?'' બસ, આ શબ્દો વિશાખાભૂતિ મુનિના કર્ણ પર પડ્યાં અને અંદર ગૂંચળું વાળીને બેઠેલો અહમ સળવળ્યો. મુનિએ બે હાથે ગાયના શિંગડા પકડી ગાયને આકાશમાં અધ્ધર ઘુમાવી નીચે પછાડી બતાવી આપ્યું કે હું કમજોર નથી ! પ્રભુ મહાવીર સ્વામીના આત્માને પણ શક્તિનો મદ આવ્યો અને મદે મુનિપણામાં પણ ઉન્માદ જન્માવ્યો. આ પ્રસંગ સંદેશ આપે છે શક્તિનું કોઈપણ માર્ગે પ્રદર્શન કરશો નહીં. શક્તિ સંયમ સાધના અને ભગવાન શક્તિ માટે પ્રાપ્ત થયેલ છે, નહીં કે દુનિયાના લોકોને દેખાડવા, શક્તિ જો કોઈને દબાવવામાં વપરાય, કોઈને પછાડવામાં વપરાય, કોઈને બદનામ કરવામાં વપરાય કોઈને રડાવે ને કોઈનો જીવન બાગ ઉજાડે તો એ શક્તિ આશીર્વાદરૂપ નથી બનતી પરંતુ અભિષાપરૂપ બને છે. સત્તાની શક્તિ, સંપત્તિની શક્તિ, કલમની શક્તિ, પદ-પ્રતિષ્ઠાની શક્તિનું જીવનમાં ક્યારેય પ્રદર્શન કરશો નહીં. આજે માનવીને શક્તિઓને પચાવવા કરતાં બતાવવામાં બહુ રસ છે. યાદ રહે, શક્તિઓ પ્રાપ્ત થાય છે જીવના પુણ્યોદયે અને પુણ્ય મળે છે ધર્મના માધ્યમે, ધર્મની પ્રાપ્તિ થાય છે સદ્ગુરુના માધ્યમે. પુચ્ચો ખલાસ થતાંની સાથે શક્તિઓ અસ્ત થાય છે માટે શક્તિઓ અસ્ત થાય છે સદ્દગુરુના માધ્યમે પુયો ખલાસ થતાંની સાથે શક્તિઓ અસ્ત થાય છે માટે શક્તિનો નાશ થાય પહેલાં અવિનાશી, અખંડ સુખની દિશામાં લાગી જવું તો જ શક્તિનો સઉપયોગ કર્યો ગણાશે, ઉત્તરાધ્યયન સૂત્રના દશમાં અધ્યયનમાં પ્રભુ મહાવીર સ્વામીએ જીવોને શક્તિનો સદુપયોગ કરી લેવા જણાવ્યું છે, નહીંતર તમામ શક્તિઓ ચાલી જશે? ( દિન પ્રતિદિન શક્તિઓ ઓછી થઈ રહી છે. તો ચાલો, શક્તિના પ્રદર્શનને બંધ કરી શક્તિને સાધનાના માર્ગે જોડીએ. કાનની શક્તિ જિનવાણી શ્રવણ, આંખની શક્તિને સંત દર્શન, જીભની શક્તિને ગુણ કીર્તન, શરીરની શક્તિને સેવા-તપમાં અને મનની શક્તિ સર્વેનું ભલું ઈચ્છવામાં, ધન શક્તિને દાનમાં લગાડી અનેકને સુખ આપવામાં વાપરીએ. પરંતુ આ ભવમાં શક્તિનું પ્રદર્શન કરી ભાવી અશક્તિને આમંત્રણ આપશો નહીં. હું જમતા પહેલાં અન્યને આપીને જ જમીશ. સત્યનો માર્ગ કોઈપણ સંજોગોમાં હું છોડીશ નહીં અને પુણ્યોદયે મળેલી શક્તિનું પ્રદર્શન તો ક્યારેય કરીશ નહીં. પ્રભુ! મારા સંકલ્પોમાં ટકી રહેવાનું બળ આપજે. પ્રભુ! આ સિવાય મારે તારી પાસે કાંઈ માગવું નથી. - ૫૧ - પર Page #28 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહ ના ગ્રહનો ત્યાગ કરો પરિગ્રહની વૃધ્ધિમાં અભિમાન કરનાર જીવ એ ભૂલી જાય છે કે પરિગ્રહની હાજરી તમારા પુસ્યોધ્ય સુધી જ છે. સાધના, સંપત્તિ અના સત્તા આ ત્રણેય મહેમાનના સ્થાને છે. મહેમાન આવીને જવાવાળા છે, કાયમી રહેવાના નથી. માટે પરિગ્રહની વૃધ્ધિમાં કે હાજરીમાં ધરતીથી વેંત ઉપર ચાલવાની ભૂલ ક્યારેય કરીશ નહીં. માણસ પૈસે ટકે સુખી થવા લાગે એટલે એના રૂઆબમાં અને વાણી-વર્તનમાં ધરખમ ફેરફાર થવા માંડે છે. એ નાના માણસની સામે જોવા તૈયાર નથી હોતો. હવે આ ધરતી પર મારે કોઈની જરૂર નથી રહી, તેવું બેહૂદુ વર્તન કરવા લાગી જાય છે. સંતો કહે છે કે પુણ્યોદયના સમયે કરેલી ભૂલો અને અપરાધો પાપોદય થતાં જીવને સમજાય છે અને ત્યારે વિચારે છે કેઆમ ન કર્યું હોય તો સારૂ હતું. પરિગ્રહના મદના નશામાં માણસ શું કરી રહ્યો છે તેની તેને ખબર જ નથી રહેતી, પરિગ્રહ એ મદનું ઘર છે. કોઈક વિરલા જ હોય છે કે જે પુષ્કળ સાધન-સામગ્રી વચ્ચે પણ નમ્રતા-સભર જીવન જીવતા હોય છે. બાકી તો પરિગ્રહ વધતાની સાથે જ જીવતો મદ ગજરાજ પર સવાર થાય છે. માટે ‘મદ્રસ્ય ભવન’ મદનું ઘર પરિગ્રહ છે તેવું જણી પરિગ્રહની મર્યાદા કરી લેવી તે જ આત્મા માટે હિતાવહ છે. સર્વ દુ:ખોનો જન્મ પરિગ્રહમાંથી પરિગ્રહનો ગ્રહ અને સંગ્રહ-બન્ને જીવો માટે મહાદુઃખકર બને છે. પુત્રો, પત્ની અને પરિવાર માટે રાત-દિવસ જોયા વિના પરિગ્રહ મેળવવા મથામણ કરે, લોહી-ઉકાળા કરે અને અઢળક સાહ્યબીનો સ્વામી બને. ઘડપણમાં જ્યારે રોગ આવે ત્યારે તે જ પુત્ર, પત્ની, પરિવાર તેને એક રૂમમાં રાખી દે અને સામું જોવા પણ તૈયાર ન હોય ત્યારે એ હૈયાની જે હાલત થાય છે તે શબ્દમાં વર્ણવી શકાય નહીં. જેના માટે રાત-દિવસ જાનવરની જેમ કાળી મજૂરી કરી તે જ પરિવાર આજે સામે જોવાં તૈયાર નથી, અને ત્યારે બંન્ને આંખો અશ્રુભીની બને છે. હૈયું ધ્રુજી ઊઠે છે અને આશ્ચર્ય અનુભવે છે. ન જોઈ શકાય, ન સહી શકાય. શી હાલત થાય તે સમયે ? એ તો ઘાયલની ગત ઘાયલ જ જાણે. હાથના કર્યા હૈયે વાગે. આ બધી જુની કહેવતો અક્ષરસઃ સાચી પડે છે. પ્રભુએ જણાવ્યું છે નેવ તાપIIર તમે તવે' તારું કોઈ તારણહાર નથી. અપાર સાહ્યબી, વિશાળ પરિવાર અને સેંકડો મિત્રો તારા ઘડપણ સમયે કે મોતના સમયે તારું રક્ષણ કરવા કે તને શરણું આપવા માટે શક્તિમાન નથી. માટે, ''હે માનવ! ચેત, સાવધાન બન, સાધનો પાછળની કારમી દોડ બંધ કરી સાધનામાં પુરૂષાર્થ કર. કરેલી સાધના આ ભવ અને આવતા ભવમાં તારૂ રક્ષણ કરશે.' પરિગ્રહનાં રિએશનો અંતર ધ્યાનમાં વિગ્રહ અને વિઘ્નરૂપ બને છે. ધ્યાનમાં જીવને એકાગ્ર થવા ન દે, ધર્મમાં ચિત્ત લાગવા ન દે, ધર્મધ્યાનના ક્ષેત્રે પણ આર્તધ્યાન - રૌદ્રધ્યાન કરાવવાનું કામ બાહ્યાંત્યંતર પરિગ્રહ કરે છે. ‘ધ્યાનસ્થ gિ' ધ્યાનનો દુશ્મન છે આ પરિગ્રહ! દુર્ગાનનો જન્મ જેમાંથી થાય છે તેવા પરિગ્રહની ઈચ્છાતો ન કરાય પણ હાથમાં આવેલા પરિચહમાં મૂચ્છ પણ ન કરાય. મમ્મણશેઠની દશાનો વિચાર કરી પરિગ્રહના ભારે ગ્રહથી દૂર રહેવામાં જ સુખ છે. પરિગ્રહ વર્તમાન ભવ તો ઉપાધિ સભર બનાવે છે, સાથે સાથે પરભવ પણ ભેંકાર બનાવે છે. ભલે તમને પરિગ્રહમાં સુખનો વાસ દેખાતો હોય પણ જ્ઞાનીભગવંતો જણાવે છે કે 'પાપથવા નિગ.’ પરિગ્રહમાં પાપનો વાસ છે અને પરિગ્રહમાં વાસ કરનારા જીવોનો નરકમાં વાસ થાય છે. જે સુખ અને શાંતિથી જીવવા માગતા હો તો આ દોડાદોડીના યુગમાં જરૂરિયાત ઘટાડો, મોજશોખ પર સંયમ રાખો અને ઈચ્છાઓનું નિયંત્રણ કરી જીવને ધર્મ ધ્યાનમાં લગાડો. પરિગ્રહથી વિરામ પામો. જીવનમાં સુખી થવા વ્યક્તિએ ક્યાંક તો અટકવું પડશે, કયારેક તો થોભવું પડશે. જો વ્યક્તિ નહીં અટકે, તો તેને કર્મો પડકારશે, ટુકજા... ! કર્મો અટકાવે તે પહેલાં વ્યક્તિએ ધર્મના માધ્યમે, સમજણ અને સંતોષના માધ્યમે અટકવું હિતાવહ છે. જે અટકતાં નથી તે સંસારમાં ભટક્યાં વિના રહેતાં નથી. પ૩ – પ૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ ચિંતા નહિ ચિંતન કરતા શીખો યાદ રહે, પરિગ્રહ મેળવવા માટે પુચ જોઈએ છે. પરિગ્રહનો વિયોગ પાપોદયથી થાય છે, જ્યારે પરિગ્રહનો ત્યાગ ધર્મ-જ્ઞાન દ્વારા થાય છે. મંદી, માંદગી અને મોંઘવારી વધારવામાં બહુ મોટો ફાળો છે. પરિગ્રહની. લાલસાનો, પરિગ્રહની લાલસાના પરિત્યાગ વિના જીવનમાં શાન્તિ ક્યારેય પ્રાપ્ત થવાની નથી. પ્રભુએ “રાણાનો વેરમi વ્રત'નું દર્શન કરાવ્યું છે. હે જીવ! પરિગ્રહનાં પાપથી વિરામ પામ, થોભી જા. કારણ કે જીવનમાં તમામ દુઃખોના મૂળમાં આ પરિચહનો ફાળો છે. ધર્મ પામ્યાની નિશાની છે નિષ્પરિચહતા, ધર્મ ત્યાગ શીખવાડે છે. ધર્મ બધાં વિના જીવતાં શીખવાડે ચે. જો તમે ધર્મને ખરેખર પામ્યા હો તો સ્વયંનું નિરીક્ષણ કરતા રહેજો કે પરિગ્રહ વધે છે કે ઘટે છે? પદાર્થો પ્રત્યેનું આકર્ષણ વધે છે કે ઘટે છે? બાહ્ય પરિગ્રહ કેટલો ઓછો કર્યો તે જોતા રહો. સાથે સાથે આવ્યંતર કષાયાદિ પરિગ્રહમાં કેટલો ઘટાડો થયો તે પણ જોતાં રહો. બાહ્યાંત્યંતર, પરિગ્રહનો ઘટાડો થવો તે ધર્મનું સાચું ફળ છે. માત્ર ધર્મની વાતો કરવાથી કે ધર્મના ગુણગાન કરવાથી સંસાર સાગર તરાતો નથી. સંસાર તરાય છે પરિગ્રહનો ભાર હળવો થવાથી જ્ઞાની કહે છે તરવા ઈચ્છો છો તો હળવા બનો. હળવા ત્યારે જ બનાશે જ્યારે પરિગ્રહનાં ભારને દિન પ્રતિદિન જ્ઞાનના માધ્યમે ત્યાગતા રહીએ, ચાલો, આ પરિગ્રહનાં ગ્રહને ઓળખી, તેના દુષ્ટ પરિણામોને આંખો સામે રાખી, પરિગ્રહનાં પાપથી આત્માને બચાવી લઈએ એ જ ધર્મ જીવનની સફળતા છે. જીવનની એક-એક ઘટનાઓ જીવને ઘડવા માટે આવે છે. સર્જાતા પ્રસંગો જીવને સંસારથી અસંગ બનાવવાની દિશા આપે છે. સંયોગો સહાયક બને, વિયોગો વૈરાગ્ય દીપક પ્રગટાવે, જો જીવ પાસે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન હોય તો. નહિતર ઘટના, પ્રસંગો, સંયોગો અને વિયોગો જીવ માટે રાગ-દ્વેષના કારણભૂત બને છે અને અનંત સંસાર સર્જવામાં કારણરૂપ બની જાય છે. માનવીના જીવનમાં દિન પ્રતિદિન આવી એક નહીં અનેક ઘટનાઓ સર્જાતી હોય છે, અને તોફાનો આવતા હોય છે. હા, સાગર હોય ત્યાં તોફાન હોય, ભરતી-ઓટનો ક્રમ હોય, તેમ સંસારના સાગરમાં સંયોગોવિયોગો; સુખ-દુઃખ; અને અનુકૂળતા-પ્રતિકૂળતા બધું જ સર્જાય અને તેમાં સફળતા મેળવવાનો ઉત્તમ માર્ગ એટલે જિનેશ્વરનો ધર્મ, આ ધર્મને જેઓ સમજી ગયા, પામી ગયા એને વળી આ સંસાર શું કરવાનો હતો ? સંસાર તો તેને પરેશાન કરે છે, જેનાં હૈયામાં નર્યું અજ્ઞાન ભર્યું હોય, ઈચ્છાઓ અને અભિલાષાઓ ભરી હોય. બાકી જ્ઞાનીને તો સંસાર સહાયક બને છે, ચિંતનનું માધ્યમ બને છે. સંસારભાવ ચિંતવતો આત્મા ક્યારેય સંસારમાં રંગાઈ જાય એવું હરગિજ નહીં બને. જો તમારી પાસે જ્ઞાન હોય તો પ્રત્યેક પ્રસંગ તમને જગાડવામાં સહાયક નીવડે છે. સંયોગો સાથ આપે, વિયોગો વૈરાગ્ય અર્પે. ઘટના તમારા જીવનને ઘડી નાખે, પરિસ્થિતિ તમને પ્રસન્ન બનાવી દે. મુખ્ય વાત છે તમારી પાસે સમ્યક્ જ્ઞાન હોવું અતિ આવશ્યક છે. જ્ઞાની માટે પ્રત્યેક નિમિત્ત પ્રગતિનું કારણ છે, જ્યારે અજ્ઞાની માટે તમામ નિમિત્તો અધોગતિનું કારણ છે. અજ્ઞાન વશ થઈ ગયેલા પાપનો પશ્ચાતાપ પણ જ્ઞાન અવસ્થામાં જ થઈ શકે છે. જુઓ, રત્નાકર મુનિવરે પ્રભુ પાસે બાળકની જેમ આચરેલા પાપોની કબૂલાત, એકરાર કરી પ્રાયશ્ચિત કર્યું. અજ્ઞાની પાપ ઢાંકે છે, જ્ઞાની પાપને ધોવે છે. અજ્ઞાની માટે આ વિશ્વ ચિંતા અને ઉદ્વેગનું કારણ બને છે. જ્યારે જીભને સ્વાદ પાછળ બુદ્ધિને વાદ પાછળ મનને વિખવાદ પાછળ ખૂબજ લગાડ્યું હવે સુખી થવા પ્રભુના સ્યાદવાદ સમજવા પાછળ લગાવી દો ԱՎ - પ૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની માટે આ વિરાટ વિશ્વ ચિંતન અને ચારિત્રનું કારણ બને છે. જેવું છે તેવું જ જણાવે તે જ્ઞાન. વિપરીત જણાવે, આશક્ત બનાવે અને વિશ્વ રાગ-દ્વેષનું કારણ બનાવે તો સમજવું આ અજ્ઞાનતાનું જ ફળ છે. ભ્રમણામાંથી ઉગારે, ભ્રમણથી બચાવે, અને સ્વ ભાવમાં નિવાસ કરાવે, મુક્તિ તરફ પ્રવાસ કરાવે અને અંતે મુક્તિમાં પ્રવેશ અપાવે તેને જ્ઞાન કહેવાય. જ્ઞાન જ નહીં હોય તો સત્ય-અસત્યનો વિવેક ક્યાંથી જણાશે. જુઓ, ઈન્દ્રભૂતિની અવસ્થાને. જ્યાં સુધી સત્ય જ્ઞાન ન હતું, સી શ્રધ્ધા ન હતી ત્યાં સુધી ભ્રમણામાં જ રાચતા હતા ને...? પરંતુ ઈન્દ્રભૂતિ જ્યારે પ્રભુ સમીપ ગયા, અને સત્યની શ્રધ્ધા અને જ્ઞાન થતાં જ પ્રભુના શિષ્ય બન્યા. ત્યાર બાદ ચિંતનનું ક્ષેત્ર અમાપ અને અખૂટ બન્યું. ચિંતા તો અજ્ઞાનીઓના જીવનમાં હોય જ્યારે ચિંતન જ્ઞાનીઓની ઉત્તમ સાધના છે. चिंता चिता समानस्ती, बिंदु मात्र विशेषः । चिंता दहती सजीवं, चिता दहती निर्जीवं ॥ ચિંતા અને ચિતા શબ્દમાં બિંદુ માત્રનો ફરક છે ચિંતા સજીવને બાળે છે, ચિતા નિર્જીવને બાળે છે. ભગવંત પ્રસન્નમુદ્રામાં બિરાજિત હતા... જિજ્ઞાસુ બનીને ચાર જ્ઞાનના ધારક વિનય ગુણ ભંડારી પ્રભુ ગૌતમસ્વામી પાસે જિજ્ઞાસાને સંતોષવા પહોંચી ગયા. પ્રભુ પાસે જાણે બાળક ન બેઠા હોય. નિર્દોષ નિખાલસ ગણધર ગુરુરાજ અંજલીકરણ કરીને બિરાજિત થઈને પ્રભુ વીરને પૂછી રહ્યા છે કે “હે પ્રભુ! આપે મને ત્રણ લોકનું ચિંતન કરતા શીખડાવ્યું. સ્વર્ગની દુનિયાને જોઈ અને નરકની મહાયાતનાને પણ વિચારી. તિર્યંચોની પરાધીનતાને પણ ચિંતવી. ઉત્તમ માનવના મનખાને મેળવીને મહાદુ:ખી થઈ જીવતા માનવ ગતિના જીવોન પણ મેં જાણ્યા. કરુણા સાગર હે પ્રભુ! આ મહા સંસારના ઓધમાં તણાતા, રીબાતાં એવા જીવને જોઈને મનમાં પ્રશ્ન ઊઠ્યાો છે, નિગોદની ભયાનક્તા, નરકની વિચિત્રતા જાણી વિચાર ઊઠ્યાો. પ્રભુ, આ લોકમાં રહેલા આવા જીવોના દુઃખનું કારણ શું છે? જીવોના દુઃખનું કારણ શું સગવડતાનો અભાવ છે? શું બુદ્ધિની અલ્પતા ૫૭ છે? અરે, શું સાધનોની ઉણપ છે? શું આરોગ્યની હાની છે?” ગૌતમસ્વામી ચિંતનશીલ હતા. અને હા, જગતમાં બે જીવો સૂઈ નથી શકતા. એક છે જગતની ચિંતા માથે લઈને ફરનારા અને બીજા છે જગતનું યથાર્થ ચિંતન કરનારા. પરંતુ ચિંતાવાળા કર્મ બાંધે છે જ્યારે ચિંતનવાળા કર્મથી છૂટે છે. બંનેમાં આટલો મોટો તફાવત છે. ચિંતા અજ્ઞાનના ઘરનું ક્ષેત્ર છે જ્યારે ચિંતન જ્ઞાનના ઘરનું ક્ષેત્ર છે. ચિંતન કરમાઈ ગયેલાને ખીલવવાનું કામ કરે છે જ્યારે ચિંતા ખીલેલાને કરમાવી નાખવાનું કામ કરે છે. શું કરવું તેની પસંદગી હવે તમે જ કરી લો. પરંતુ ગૌતમસ્વામી હતા ચિંતનશીલ મહાત્મા. જેમણે ત્રિપદીનું ચિંતન કરી આખા વિશ્વનું જ્ઞાન રહસ્ય પામી ગયા હતા. મહાવીર સ્વામીની કૃપા માત્ર આવા ગણધર ગૌતમસ્વામીને સવાલ થયો કે જગત જીવો દુઃખી શા માટે? અને તેઓના દુઃખનું કારણ શું છે? આપણા સર્વે માટે ગૌતમસ્વામીએ મહાન ઉપકાર કર્યો છે. પ્રશ્ન ગૌતમના, સમાધાન પ્રભુ મહાવીરનું; અને તેમાં કલ્યાણ આપણા સર્વેનું. જો પ્રશ્ન જ ન થયા હોત, તો આજે આપણી પાસે શું હોત ? એટલે ગૌતમસ્વામીજીએ આપણા પર ઘણો-ઘણો ઉપકાર કર્યો છે. અનેક પ્રશ્નો પૂછાયા અને પ્રભુએ તેનું સમાધાન કર્યુ. આજે આપણે આચારંગ સૂત્રનો અધિકાર ચાલુ કરવાનો છે. પ્રભુએ સર્વજ્ઞ બન્યા બાદ મહત્ત્વની અને અગત્યની રજૂઆત જે ઉપદેશમાં ફરમાવેલી છે તે શાસ્ત્રો રૂપે આપણી પાસે વર્તમાન સમયે મોજૂદ છે. અને પાંચમા આરામાં તરવાના બે જ મહાપરિબળ છે અને તે છે શાસ્ત્રો અને સંતો, ગ્રંથો અને નિગ્રંથો. આ બે માધ્યમે જીવ પોતાની માધ્યસ્થ દશાને પામી શકે છે. “વિશ્વમાં કેટલાક જીવોને સન્ના હોતી નથી.'' સન્ના એટલે જ્ઞાન, જગતના કેટલાક જીવોને જ્ઞાન હોતું નથી કે હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? હું કઈ દિશામાંથી આવ્યો છું, મારી કઈ દશા છે? આમાંનું કંઈ જ જ્ઞાન હોતું નથી. ગૌતમસ્વામીના પ્રશ્નનું સમાધાન કરતાં પ્રભુ મહાવીરે જણાવ્યું કે “હે ગૌતમ! આ જગતના જીવોના દુઃખનું મૂળ કારણ છે! ‘ઊન્નાળસ' અજ્ઞાનતા છે. અજ્ઞાન એ જ વિશ્વના જીવોનું મહાદુ:ખ છે. ૫૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ જીવોને અજ્ઞાન દુઃખ જેવું લાગતું નથી. જીવોને રોગ દુઃખરૂપ લાગે છે. ધંધામાં થયેલ નુકસાન દુ:ખરૂપ લાગે છે. પરિવારમાં થયેલ કંકાસ દુ:ખ સમો લાગે છે. સંયોગો-વિયોગોની ઘટના દુઃખમય લાગે છે. પરંતુ આ જીવને પોતાના સ્વભાવાદિથી વંચિતપણાનું યાને અજ્ઞાનપણાનું દુઃખ લાગતું નથી. આઠ કર્મોમાં સૌ પ્રથમ જ્ઞાનાવરણીયને મૂકવામાં આવ્યું છે અને દશા વૈકાલિક સૂત્રમાં દર્શાવવામાં આવ્યું કે જ્ઞાન પ્રથમ પ્રાપ્ત કરવાનું. અને જીવોની દયા પછી પાળવાની.” 'पढमं नाणं तओ दया' અજ્ઞાની શું સંયમ પાળશે? સંચમ તો જ્ઞાનવંત આત્મા જ આરાધી શકે છે. અને હા, પ્રભુએ આચારના પાંચ પ્રકાર બતાવ્યા છે. તેમાં સૌ પ્રથમ આચાર બતાવ્યો છે જ્ઞાનાચાર. આ જ્ઞાનાચાર વિના ચારિત્રાચાર અહંકારનું જ કારણ બને છે. મારા જેવું ચારિત્ર કોઈનું નહીં નો ઘમંડ જન્મે છે. તો હવે, અંતરયાત્રાની શરૂઆત ક્યાંથી કરશું? આત્મદશાને પ્રગટાવવાની શરૂઆત ક્યાંથી કરશું ? તો જ્ઞાની ભગવંત આચારાંગ સૂત્રમાં ફરમાવે છે કે તું તારાથી શરૂઆત કર. હું કોણ છું ? તેનું જ્ઞાન પ્રગટાવ, હું કેવો છું? તેની શોધ કર. હું ક્યાંથી આવ્યો છું અને મારું સ્વરૂપ શું છે. આ બાબતનું જ્ઞાન પ્રગટાવ. જ્યાં સુધી સમ્યક્ જ્ઞાન નથી ત્યાં સુધી ક્યાંથી ખબર પડશે કે હું કોણ છું? માટે જ આચારાંગ સૂત્રની શરૂઆત કરતા જ કરુણા સાગરે ફરમાવ્યું છે કે “નો સUNT "મવર્ક' જીવને પોતે કોણ છે તેનું જ જ્ઞાન નથી. હે જીવ, તું તારા સ્વરૂપને જાણ. આ જગતમાં સૌથી મોટું દુ:ખ કયું? આનું સમાધાન ભગવંત ફરમાવે છે કે અજ્ઞાન એ જ આ જગતના જીવોનું સૌથી મોટું દુઃખ છે. જીવને રોગનું દુઃખ લાગે છે પણ રાગનું દુઃખ, દુઃખ લાગતું નથી. દુનિયામાં કેટલું જોવાનું જાણવાનું રહી ગયું છે તે બરાબર યાદ રાખે છે. પરંતુ પોતે પોતાના આત્માને જોવાનો-જાણવાનો બાકી છે તે વાત યાદ જ નથી આવતી. કેવી કરુણાજનક બાબત છે. યાદ રાખજો, દુનિયાકી મજા હરગિઝ કમ ન હોગી, મગર અફસોસ, દુનિયામેં હમ ન હોંગે. દુનિયાની મજામાં જીવન આખું વેડફનારને ક્યાં ખબર છે કે મજા ક્ષણની છે પણ તેની સજા સદીઓ સુધી આ જીવને ભોગવવી પડે છે. સાવધાન ! તમે જાણી જોઈને કોઈ દિવસ આગમાં પડ્યા છો? ના સાહેબ, તો આગમાં પડવાથી શું પરિણામ આવે તે તમે જાણો છો ? સાહેબ, દાઝી. જવાય. અચ્છા, તો તમે જાણતાં તો આગમાં ઝંપલાવો તેમ નથી, કારણ તમે અગ્નિની દાહકતાને બરાબર જાણો છો. તો તમે સ્વપ્નામાં કોઈ દિવસ અગ્નિમાં પડ્યા છો? ના... ના... સ્વપ્નામાંય અગ્નિમાં નથી પડ્યા. અચ્છા જુઓ, ત્યારે તમે સ્વપ્નામાંય સજાગ છો કે આગમાં પડતા નથી. ઊંઘમાં ય તમારું મન જાગૃત છે. તમારી સામે સાપ આવે તો તમે સાપની સામે જવાની તૈયારી બતાવો કે સાપથી દૂર નાસી જવાની તૈયારી કરો ? ભાગી જવાની. કેમ? ભાગી જવાનું શું પ્રયોજન ? સાપ પંખી જાય તો. અચ્છા, તો સાપના ડંખથી મૃત્યુ નીપજે તે સમજણ તમારામાં પાકી હોવાથી સ્વપ્નામાં પણ સાપ સામે જવા આપણે તૈયાર નથી. ખરું ને? અચ્છા, તો એ વાતનો જવાબ આપશો કે તમોને ભૂખ લાગી હોય, લાડવા તમારા ભાણામાં પીરસવામાં આવે, લાડવો ખાવા મોઢા સુધી લઈ ગયા અને કોઈ બોલે કે લાડવો ખાશો નહીં, તેમાં ઝેર ભેળવવામાં આવ્યું છે. બોલો, હવે શું કરો ? લાડવો ખાવાનો પસંદ કરશો કે નાખી દેવાનો પસંદ કરશો? સાહેબ, ઝેરવાળો લાડવો તો કાંઈ ખવાતો હશે ? હું તમને પૂછું છું કે ઝેરવાળો લાડવો ખાવાથી શું થાય? સાહેબ, પરલોક પહોંચી જવાય. અચ્છા, તો તમે ઝેરના સ્વભાવને બરાબર જાણો છો ખરું ને? આગની દાહકતાની જાણકારી હોવાથી આગમાં ઝંપલાવતા નથી, સાપના ડંખે મરણને શરણ થવાય છે એવો ખ્યાલ હોવાથી સાપ સામે જવાય નહીં અને ઝેરી લાડુ ખાવાથી પરલોક ભેગા થઈ જવાય એવી જાણ હોવાથી લાડુ ખવાય નહીં. પત્નીએ પતિના કાનમાં ફૂંક મારી. જો કે પહેલાં બહેનો ચૂલામાં ફેંક મારતા હતા. હવે, આજના જમાનામાં ચૂલા રહ્યા નથી અને ફૂંક મારવાની - ૬૦ - ૫૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ બે ચીજ ભાઈ પાસે કેવી રીતે હોઈ શકે? એ આપણી પાસે જ હોવી જોઈએ અને નહીં મળે તો... “બસ રાણી બસ, તું જરાય ફિકર ન કર. હમણાં જ ભાઈને જણાવું છું કે બંને વસ્તુ રાજ્યને સોંપી દે.’ ... પરંતુ આ વાતમાં બંને ભાઈઓ સહમત ન થયા, એક બીજા સામે ઝૂકવા તૈયાર ના થયા અને સર્જાયું તુમુલ યુધ્ધ. અનેક સંહાર થયો. કલંકિત ઐતિહાસિક યુદ્ધ સંજયુિં. અંતે ન તો હાર મળ્યો અને ન મળ્યો શ્રેત હાથી, મરીને નરકાદિની મહાવેદના લમણે ઝિંકાઈ. હાય! ઈર્ષા, તારા પાપે તો ભાઈભાઈને પણ શાંતિથી જીવવા ન દીધા. યાદ રાખજો, બીજાનું સુખ તમારું બનાવવું હોય તો ઈર્ષાના માર્ગે ન જતા. પરંતુ પુણ્યના માર્ગે જવાનું પસંદ કરજો. કારણ કે પુણ્ય થકી જ આપણને બધું મળે છે. આ પુણ્ય અને પાપના ગણિત નહીં જાણનારો કેવા-કેવાં દુષ્કાર્યો કરવા તૈયાર થઈ જાય આદત અકબંધ રહી ગઈ હવે શું થાય એટલે ફૂંક મારવાની જગ્યા બદલી. નાખી. પુરુષના કાનમાં ફૂંક મારવાનું ચાલું કર્યું. પરિણામ શું આવે ? ચૂલામાં ફૂંક આગ લગાડે. કાનમાં લાગેલી ફૂંક ઘરમાં આગ લગાડે. સ્ત્રીઓએ ફૂંક મારવાનો સ્વભાવ ત્યાગવો જોઈએ અને પુરુષોએ કાચા કાનના ન બનવું, કાન પાકા રાખે. સાંભળવા જેવું જરૂર સાંભળે, ના સાંભળવા જેવું પણ સાંભળે પણ બીજા કાનેથી કાઢી નાખે, પુરષ વર્ગ જો તટસ્થ અને માધ્યસ્થ હોય તો ઘર આખું સુંદર રીતે ચાલે. ઘરના વડીલ તો ન્યાયાધીશ છે. કોઈને અન્યાય ન થાય તેનો ખ્યાલ કરવાની જવાબદારી ઘરના વડીલની છે. પુરુષની જવાબદારી સૌથી મોટી અને મહત્ત્વની હોવાથી તો પુરુષને પ્રધાનતા અપાઈ છે. બીજાનું સુખ આપણું દુઃખ પત્નીએ પતિના કાનમાં ફૂંક મારી કે ‘ભલે તમે તમારી જાતને સુખી માનતા હો પણ તમારા કરતાં તમારા ભાઈ સુખી છે.' પુરુષના કાનમાં ફૂંક વાગે તો કુટુંબ આખું સળગી ઊઠે. અન્યના સુખને જોવાની ક્ષમતા જેની પાસે નથી, તેઓ ઈર્ષાની આગમાં સળગી જાય છે. અને હા, જે પોતાના પરિવારના સભ્યોને સુખી જોઈ ન શકે એને ધર્મિષ્ઠ માનવો કઈ રીતે ? ભલે દિયા-અનુષ્ઠાનો કરીને પોતાની જાતને ધર્મી માની લે, પરંતુ દષ્ટિ પવિત્ર ન બને ત્યાં સુધી ધર્મી દેખાય પણ ધર્મી બની ન શકે. ‘જુઓ, તમારી પાસે રાજ્ય છે, તમારા ભંડારો ભરપૂર છે, તમારો સ્વભાવ પણ સારો છે.' પત્ની બોલી રહી છે, ત્યાં પતિ બોલ્યા, ‘તારે આથી વધું શું જોઈએ ?' “જુઓ તમારી પાસે જે છે, તે બધું નથી, ઘણું ખૂટે છે, માટે તમે સુખી નથી. આપણી પાસે જે છે તેમાંનું બધું તમારા ભાઈ પાસે છે, પરંતુ એમની પાસે જે છે તે આપણી પાસે નથી,' “રાણી તું શું કહેવા માગે છે તે હું નથી સમજી શકતો.” રાજન, મારી વાત તમને નહીં સમજાય. તમને મારી વાત સાંભળવામાં ક્યાં રસ છે? ‘આમ બંને વચ્ચે સંવાદ ચાલ્યો. સંવાદ, સંવાદ ન રહેતાં વિવાદમાં ફેરવાઈ ગયો અને રાણીએ રાજનને ખુલ્લા શબ્દોમાં જણાવી દીધું કે' રાજન, તમારા ભાઈ પાસે શ્વેત હાથી અને હાર છે, તે તમારી પાસે નથી. રાજા તમે અને આ જીવન માટે થતી હિંસાથી બચવું હોય તો જીવનની જરૂરિયાત ઓછી કરો. જીવનમાં મોજશોખને તો તિલાંજલિ આપો. જરૂર તમારો આત્મા હિંસાથી થતા મહા પાપોથી બચી જશે. કોઈ તમારી ગુણ-પ્રશંસા કરે, તમારું નામ ચારે બાજુ બોલાય ત્યારે તમારે વિચારવું કે હજી અનંતા અનંત અવગુણથી ભર્યો છું. બે ચાર ગુણોથી લોકો મારું નામ ગાય છે. પરંતુ હું તો હજી અવગુણ સભર છું. આમ વિચારી પોતાની જાતને માનસન્માનથી બચાવતા રહો. મારું નામ બને, મારું મકાન જોઈને લોકો વાહવાહ કરે, મારી ગાડી જોઈને લોકો વખાણ કરે આવી અનેક મહેચ્છા માનવી પોતાના મનમાં લઈને ફરે છે. અને એને માટે અનેક જીવોની વિરાધના કરવી પડે છે. વખાણ કરે છે સૌ ફ્લોની સુંદરતાના, કોઈ કંટકને પૂછતું નથી. જન્મો સહીને જેણે સાચવી છે સુંદરતાને તેની સામે કોઈ જોતું નથી, કરે વખાણ રચનાના પણ રચનારની સામે કોઈ જોતું નથી... બસ, માનવીની આ અવળી દશા છે. જે સાધનાના ભોજનોના સ્વાદના વખાણ પેટભરી કરે છે. પણ અફસોસ, માનવીના વખાણ કરવામાં હોઠ પણ ખોલવા તૈયાર નથી. બધાને પોતાના નામની જ પડી છે. - ૬૧ - ૬૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણને દષ્ટિમા રાખો હું તમોને પૂછું, જન્મ્યા ત્યારે તમારું નામ શું હતું ? અનામી... કોઈ જ નામ ન હતું. અચ્છા, બાર દિવસ બાદ તમારું નામ પાડવામાં આવ્યું. આખી જિંદગી આ નામ કેમ વધે અને લોકોમાં નામ કેમ થાય તેના માટે કેટલી માયા અને કેટલા ખેલ ખેલવા પડે છે. અચ્છા, તમે મને કહેશો કે. જ્યારે માનવી મૃત્યુ પામે ત્યારે તેને શેમાં બાંધવામાં આવે છે? નનામીમાં... જુઓ, જમ્યા ત્યારે અનામી, જીવ્યા આખી જિંદગી નામી બની અને મરતી વેળા નનામ... હાય...! ટૂંકી ટચ જિંદગી માટે માનવી કેટલી લાંબી લચ અનર્થ જંજાળ ઊભી કરે છે. આ માનવ ભવને સફળ બનાવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે પોતાના નામ માટેની લાલસાને ખતમ કરી, પ્રભુ નામનું ગુણા કીર્તન કરો. જગતમાં જ્યાં જ્યાં ગુણીજન આત્મા દેખાય, ત્યાં તેની ઉદાર દિલે પ્રશંસા કરો અને અવગુણી દેખાય એને ગુણી બનવાની પ્રેરણા આપો. પરંતુ સાવધાન...! પોતાના ગુણો ગાવાની ભૂલ ક્યારેય કરશો નહીં. अट्टे लोए परिजुण्णे, दुसंबोहे अविजाणए ।। લોકમાં રહેલ જીવો આર્ત (દુઃખી) છે, અને અજ્ઞાની જીવને માટે બોધપ્રાપ્તિ થવી પણ દુષ્કર છે. દુઃખે કરીને બોધ પામે તો પામે, નહીંતર પાછા ભોગવિલાસના ચક્કરમાં પુનઃ ફસાઈ જઈ આ લોકમાં જન્મ-મરણ કરી નવાં દુઃખોની પરંપરા ચાલુ કરે. વિશ્વમાં આ ચક્ર અનાદિથી ચાલે છે. ચૌદ રાજલોકનો વિચાર કરો, લોકમાં પરિભ્રમણ કરી રહેલા જીવોના વિપાકનો વિચાર ચિંતન કરો. ઊર્વ, અધો અને વિચ્છલોકનું ચિંતન કરી લોક-સુખની કામના-વાસનાને વમી નાખો. અંતર અવલોકન કરી આત્મ લોકના સુખ તરફ પ્રયાણ કરવાનું ચાલુ કરો. આ જન્મમાં ત્રણ કાર્યો કરવાનાં છે. અને આ ત્રણ કાર્યોમાં સફળતા મળી એટલે તમારે સમજી લેવાનું કે તમે આ માનવ જન્મ જીતી ગયા... જગતના જીવોનાં દુ:ખો જુઓ... જગત તરફ તમારી નજર જાય ત્યારે અનુકંપા કરો, કર્મોથી પીડિત થતા જીવોને જુઓ. નરકની મહાવેદના ભોગવતા નારકીના જીવોને જાણો... તિર્યંચ જગતનો વિચાર કરો. બધી સુવિધા હોવા છતાં આંખો નથી મળી, તો કોઈને પગ નથી મળ્યા તો કોઈ જન્મથી મહારોગ લઈને જન્મે છે. આવાં અનેક દુઃખોથી ભરેલો આ લોક છે તેને જુઓ અને જાણો... ! પરંતુ ખેદની વાત એ છે કે બીજાનાં દુઃખોને જોઈ પોતાની જાતને દુખી માનવાની જગ્યાએ, બીજાનાં સુખોને જોઈને આ જીવ દુઃખી. થાય છે. આ વિચિત્ર સ્વભાવનું ફળ છે. દુઃખો અને દર્દીથી પીડિત આ લોકને જુઓ. બિચારા જીવો પાપના પરિણામ ભોગવી રહ્યા છે. માટે આ દુઃખિયારાઓને જોઈને નિર્ણય કરવાનો કે મારે આ દુઃખ ન જોઈતાં હોય તો પાપાચરણ પણ ન જ ખપે... મૃગાગામ નગરમાં પ્રભુ મહાવીરસ્વામી પધાર્યા, સાથે વિનય સંપન્ન ગણધર ગૌતમસ્વામી આદિ શિષ્યવૃંદ પણ હતું. મનોહર દશ્ય હતું. જોનારાની નજર ત્યાં જ થંભી જાય. જે ગામ-નગરમાં પ્રભુના પગલા મને કોઈએ કાંઈ આપ્યું નહીં તેનું જેટલું દુઃખ થાય છે. એટલું મેં કોઈને કાંઈ આપ્યું નથી. તેનું થોડું પણ દુઃખ થાય છે? જ છે જ જે ઉત્સાહ પૂર્વક જીવે છે તેને પ્રત્યેક દિવસ ઉત્સવ જેવો લાગે છે. ઉત્સાહ વિનાનું જીવન સુગંધ વિનાના પુષ્પ જેવું છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ પડ્યા હશે, તે ધરા ધન્ય બની હશે. દર્શનાર્થીઓ પવિત્ર બન્યા હશે. મહા પુણ્યાત્માના પદાર્પણ શો ચમત્કાર ન સર્જાય! આખું ય મૃગા ગામ ઉત્સવના આનંદમાં હાલતું હતું. ચોમેર ઉત્સાહ અને ખુશાલીની રમઝટ જામી હતી. તમામ નગરવાસીઓ ઉત્સાહમાં મગ્ન બન્યા હતા. પરંતુ આશ્ચર્ય એ બાબતનું હતું કે ગૌતમસ્વામીની નજરમાં નિરુત્સાહી, અંધ અને મહા દર્દીલો એક માનવી દેખાયો. આ જોઈને ગૌતમસ્વામીના મનમાં પ્રશ્ન ઊડ્યો, “પ્રભુ, આખુંય નગર આનંદ કિલ્લોલ કરે છે અને આ માણસ દુ:ખી કેમ છે?” પ્રભુના મુખેથી કરુણા નીતરતી વાત સાંભળવા મળી કે હે ગૌતમ, આ જીવને બધા નગરવાસીઓ ખૂબ ધિક્કારે છે, તેથી તેના મુખ પર આનંદ નથી. આ વાત સાંભળતાં જ ગૌતમસ્વામી વિચારોએ ચડી ગયા. યાદ રાખજો, પાપના ઉદયમાં કોઈ પ્રેમ આપવા નહીં આવે, પણ ધિક્કારવા આવશે. સન્માનની ઈચ્છા હોવા છતાં અપમાન થશે. જે સત્તા ઉપર આજે હાર-તોરા કરી બેસાડે છે, એ જ વ્યક્તિ સત્તાના સિંહાસન પરથી ગબડાવી નાખશે. માટે જ જ્ઞાની ભગવંતો વારંવાર ફરમાવે છે કે સન્માનમાં આનંદિત ન બનશો, અપમાનમાં નારાજ ન થશો, બંને કર્મોના જ ઉદય છે. ગૌતમસ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો, “આ નગરમાં આ ધિક્કારપાત્ર બનેલા જીવ સિવાય અન્ય કોઈ જીવ દુઃખી છે. ખરા?'' “હા ગૌતમ, આ જ નગરના રાજા વિજય અને રાણી મૃગાનો. પ્રથમ પુત્ર મૃગાલોઢીયો મહા દુઃખી છે, જેને ભોંયરામાં રાખવામાં આવ્યો છે.” આ વર્ણન સાંભળતાં જ ગૌતમસ્વામી બોલ્યા, “પ્રભુ, હું મૂંગા લોઢીયાને જોવા જાઉં ?'' ‘જહા સુહમ્” પ્રભુએ જણાવ્યું, અને ગૌતમસ્વામી મૃગા લોઢીયાને નિહાળવા ગયા. રાજમહેલ તરફ આવતા ગણધર શ્રી ગૌતમને નિહાળી મૃગારાણી આનંદવિભોર બન્યા. આજ મારા આંગણા પાવન થયા, ધન્ય ધન્ય દિવસ આજનો, હૈયું ઉમંગના હિલોળા લઈ રહ્યું હતું... “પધારો, પધારો... મુનિ ભગવંત પધારો... આપને શું ખપ છે?' ગૌતમસ્વામીએ કહ્યું, “મારે કંઈ જ ખપ નથી, હું તમારા સંતાનને જોવા આવ્યો છું.” અચ્છા, હમણાં જ આપની સમક્ષ લાવું છું, કહી મૃગારાણી સંતાનને રૂપડાં રૂપાળાં વસ્ત્રો - - ૬૫ આભૂષણોથી સુશોભિત કરી મુનિ ભગવંતની સામે રજૂ કર્યા. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું, “આ સંતાનોને નહીં, આપે ગુપ્ત ભોંયરામાં રાખ્યો છે તે સંતાનને જોવાની ઈચ્છા છે.” અરે, આ વાત તો કોઈ જ જાણતું નથી, ચોક્કસ આ મુનિ કોઈ લબ્ધિવંત હોવા જોઈએ. ‘‘શું આપ કોઈ લબ્ધિધર છો, વિશેષ જ્ઞાની છો કે અમારી ગુપ્ત વાત પણ આપ જાણી ગયા?” મુનિ ગૌતમસ્વામી બાળકની જેમ નમ્રતાથી બોલ્યા, “ના હું કાંઈ જ નથી, મારા ત્રિલોકીનાથ સર્વજ્ઞ છે. તેમના જ્ઞાનમાં આ જણાવ્યું. તેથી હું અહીં આવ્યો છું.” કેવી મહાનતા છે ગણધર ભગવંતની ! જે ભગવંતને આગળ કરીને ચાલે, તે જરૂર એક દિવસ ભગવંતની કોટિમાં આવી જાય, અને જે પોતાની જાતને આગળ કરીને ચાલે તે ક્યારેય આગળ આવી શકે નહીં. મૃગારાણીએ જ્યારે ભોંયરામાં રાખેલ મૃગાલોઢીયાને બતાવ્યો, ત્યારે ગૌતમસ્વામી કરુણા હૃદયે નિહાળી, આશ્ચર્યમય બની ચિંતન કરવા લાગ્યા... ભગવાન વીર પાસે આવી પ્રભુને પ્રશ્ન કર્યો, ‘‘પ્રભુ, આ મૃગા લોઢીયાનો જીવ આટલો દુઃખી કેમ બન્યો છે ? પૂર્વભવમાં તે કોણ હતો ?'' આ પ્રશ્નનું સમાધાન કરાવતા પ્રભુએ જણાવ્યું, ગૌતમ, પૂર્વભવમાં પ૦૦ ગામનો અધિપતિ એક્કચ રાઠોડ નામનો રાજા હતો, રાજા કર્તવ્યથી ભ્રષ્ટ બની પ્રજાને રંજાડતો. સાત વ્યસનમાં ચકચૂર મહાપાપનાં કાર્ય કરી મજા અનુભવતો અંતે ૧૬ રોગોનો ભોગ બની મૃત્યુ પામ્યો, કરેલ પાપના મહાવિપાક અને મૃગાલોઢીયાના ભવમાં ભોગવી રહ્યો સાવધાન...! દુઃખ ન જોઈએ તો તમે કોઈને દુઃખ આપતા હો તો દુઃખ આપવાનું આજથી જ બંધ કરો. અને બીજાને દુઃખ આપવાનું બંધ ન કરવું હોય તો ભાવિના ભવોમાં દુઃખો ભોગવવાની તૈયારી રાખો. ભગવંત કહે છે કે જગતને નિહાળો. જગતના જીવોના દુઃખોને નિહાળ્યા પછી તમારા આત્માને જગત પ્રત્યેના રાગ-દ્વેષ નાશ પામશે. માધ્યસ્થ દષ્ટિના સ્વામી બની જશો. દુઃખ કઈ રીતે આવે છે અને દુઃખ કઈ રીતે દૂર થાય છે, તે જ્ઞાન નહીં હોવાને કારણે વ્યક્તિ બીજાને દુઃખી કરી, પોતાના Page #35 -------------------------------------------------------------------------- ________________ દુઃખને દૂર કરવા પ્રયત્નો કરે છે. એ ક્યારેય સફળ નહીં થાય. “પ્રભુ મૃગાલોઢીયાનો જીવ અત્રેથી ક્યાં જશે?'' “હે ગૌતમ, સાતેય નરકમાં ક્રમશઃ વચ્ચે તિર્યંચના ભવ કરી પરિભ્રમણ કરશે. લાખો ભવ કરી અંતે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી, દીક્ષિત બની, કર્મોનો ક્ષય કરી મોક્ષમાં જશે.'' બસ, આ વાત સાંભળી ગૌતમના હૈયામાં હાશ થઈ. આ દૃષ્ટાંત પ્રભુએ અંતિમ દેશનામાં વિપાકસૂત્રમાં, દુઃખ વિપાક સૂત્રનું વર્ણન કરતા બતાવ્યું છે. ટૂંકમાં, જગત જીવોના દુઃખોને જોઈ તમે તમારી જાતને સુખી માનો. કે આના કરતાં હું સુખી છું. હિલ સ્ટેશને ફરવા જાવ છો તો ક્યારેક હોસ્પિટલમાં પણ મુલાકાત લેતા રહો. ખ્યાલ આવશે કે પ્રભુએ તમને કેટલું સુખ આપ્યું છે અને તેનો અંદાજ તમને આવી જશે. જાતના દોષો જુઓ... બહુ જ મહત્ત્વની વાત છે બીજા નંબરની કે જગતના દુઃખોને જોઈ લેવાથી દુ:ખ મુક્તિ નહીં થાય. પરંતુ જાતના (પોતાના) દોષોને જોઈ અને જાતને દોષ મુક્ત બનાવશું ત્યારે જ તમામ દુઃખ વિદાય લેશે. દુઃખો મોક્ષ અટકાવતાં નથી, જ્યારે દોષો મોક્ષ અટકાવ્યા વિના રહેતા નથી. મોક્ષના અવરોધક દોષોને તો આજે જ ધોઈ નાખવા જોઈએ. રખે એની ઉપેક્ષા કરતાં...! જગત જીવોના દોષોને જોવાનું બંધ કરી, જાતના જ દોષોને જોઈને ધોઈ નાખવા, એ જ માનવભવનું કર્તવ્ય છે. દોષ અનંતનું ભાજન છે. બીજાના દોષો જોઈને વળી મારા આત્માને દોષિત બનાવવાની ભૂલ શે કરાય ? યાદ રાખજો, જેના પણ દોષો જોશો, તેના પર ક્યારેય સદ્ભાવ જામશે નહીં, મૈત્રી જામશે નહીં. ગુરુના દોષો જોયા તો ગુરુ પ્રત્યે ક્યારેય પણ સદ્ભાવ નહીં આવે. જીવો પોતાના દોષો જોવા તૈયાર નથી અને અન્યના દોષો જોવાનું છોડવા તૈયાર નથી. કેવી અજ્ઞાનતા? પર દોષ દૃષ્ટિવાળાને ભગવાનમાં પણ દોષદર્શન જ થાય છે. સ્વદોષ દૃષ્ટિવાળાને પોતાનામાં રહેલી ખામીના દર્શન થાય છે. આજે માણસ માત્રનો સ્વભાવ પરાયા દોષો જોવામાં ટેવાયો છે. પછી ભલેને સામી વ્યક્તિ પાસે ઘણા ગુણો હોય, પણ ૬૦ દોષ ક્યાં છે તે શોધી લેવાનું. આ દોષ દૃષ્ટિ જ માણસની માણસ પ્રત્યેની મૈત્રી જામવા દેતી નથી. જગતને જુઓ ત્યારે તમારી આંખ સામે દુઃખો દેખાવા જોઈએ અને તમારી જાત સામે નજર પડે ત્યારે દોષદર્શન થવા જોઈએ... આ છે ધર્મિષ્ઠ વ્યક્તિના લક્ષણો. રત્નાકર મુનિએ પોતાની જાતને તટસ્થ બનીને નિહાળી હતી અને રત્નાકર પચ્ચીશીની રચનામાં પોતાનામાં રહેલા દોષોની કબૂલાત કરી હતી. હું ક્રોધ અગ્નિથી બળ્યો, વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયા જાળમાં, મોહન મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. પોતાની જાતને ગુણી અને અન્યની જાતને અવગુણી તરીકે ઠેરવવાની નીચી દૃષ્ટિ જ, માણસને મોક્ષમાર્ગ મળવા છતાં માર્ગમાં આગળ વધવા દેતી નથી. ચાલો, આજે જ દૃષ્ટિકોણ બદલી નાખીએ અને સ્વયંના દોષો અને અન્યના ગુણો જોવાની શરૂઆત કરી દઈએ... મહાન પુરુષોના ગુણો જુઓ... સાધનાના ક્ષેત્રે મહત્ત્વનો અને અતિ આવશ્યક ગુણ એ છે કે ગુણીજનોના ગુણ જોવાની દૃષ્ટિ, જગતનાં દુ:ખો જોવાની દૃષ્ટિ કેળવવી સહેલી છે. પોતાના દોષોને જોવાની દૃષ્ટિ પણ હજી સહેલી છે. પરંતુ ગુણીજનોના ગુણ જોવાની દૃષ્ટિ કેળવવી ખરેખર મુશ્કેલ છે. તમારાથી વધુ ગુણવાનની પ્રશંસા સાંભળીને રાજી થવું સહેલું નથી. પોતાની ગુણ પ્રશંસાના અવસર પર આનંદવિભોર બનવું સહેલું છે, તેટલું જ અઘરું છે અન્ય ગુણીના ગુણની પ્રશંસામાં આનંદિત બનવું. કુટુંબના સભ્યોમાં ગુણ જોવાની દૃષ્ટિ કેળવો, કુટુંબના સભ્યોમાં પ્રેમ જાગ્યા વિના નહિ રહે. ધર્મીજનોના ગુણ જોવાની દૃષ્ટિ કેળવો, ધર્મીજનો પ્રત્યે પ્રેમ જાગી જશે. સમાજના જન-જનમાં ગુણ શોધીને ગુણ નિહાળો, સમાજ પ્રત્યે પ્રેમભાવ પ્રગટ થઈ જશે. મોક્ષમાર્ગનો ઉપદેશ આપનાર અનંત ઉપકારી ગુરુદેવની ગુણ સમૃધ્ધિને જોવાની દૃષ્ટિ કેળવી લેવાથી ગોવિંદ બનવાની પાત્રતા સહજ પ્રાપ્ત થઈ જાય છે. યાદ રાખજો, ગુરુના ૬૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ સરળતા ત્યાં સફળતા દોષો જોયા તો ગુરનો યોગ પ્રાપ્ત નહીં થાય અને ગુરુના યોગથી વંચિત આત્મા સદાય ગુણ પ્રાપ્તિથી દૂર રહે છે. હાય...! જીવ પાસે ગુણો જ ના હોય તો આ જગમાં એના જેવો બીજો દુઃખી આત્મા કોણ હોઈ શકે ? ધનવાન બનવું સહેલું છે. રૂપવંત બનવું કઠીન નથી. બળવાન બનવું એ પણ આસાન છે. પરંતુ યાદ રાખજો, ગુણવાન બનવું એ ઘણું જ કઠીન અને દુર્લભ પણ છે. આપણે બધું જ બનીને આવ્યા છીએ. હવે આપણે ગુણવાન બનવાનું છે. અને હા..., જેને ગુણવાન બનવું હોય તેને ગુણાનુરાગી તો બનવું જ પડશે. અને તે માટે મહાન પુરુષોના જીવનમાં, રહેલા ગુણ જોવાની દષ્ટિ કેળવવી જ પડશે. ગુણદષ્ટિ ગુણોના સ્વામી. બનાવે છે અને ગુણોનો સ્વામી આત્મા એક દિવસ ભગવાન બની જાય છે. ચાલો, આજના વ્યાખ્યાનને સાંભળીને જીવનમાં ત્રણ વાતોને વારંવાર વાગોળી માનવભવને સફળ બનાવવા ઉધમવંત બનીએ. પહેલી વાત એ છે કે જ્યારે જગતને જુઓ ત્યારે જગતના જીવોનાં દુઃખોનો વિચાર કરી આપણી જાતને પાપથી અને અહંકારથી બચાવી. લઈએ. બીજા નંબરમાં પોતાની જાત તરફ નજર કરી, જે ઢગલાબંધ દોષો પડ્યા છે તેમને ધોવાનું કાર્ય કરી લઈએ. અને અંતમાં ગુણીજનોને જોઈ તેમના ગુણો જોવાની દષ્ટિ કેળવી ગુણવાન બની ભગવાન બની. જઈએ. से जहावि अणगारे उज्जुकडे, णियागपडिवण्णे अमायं कुबमाणे वियाहिए । જે જીવ ગુણી, સરળ હૃદયી હોય છે તે જ અણગાર છે. પ્રભુ એ ધર્મ બતાવ્યા છે. એક છે અણગાર માર્ગ, બીજો છે આગાર માર્ગ. શ્રાવક અને શ્રમણધર્મ એ મોક્ષમાં પહોંચાડનારો સર્વોત્તમ ધર્મ છે. આ ધર્મને આરાધે તે અરિહંત બની શકે. પરંતુ ધર્મ કોણ કરી શકે? ધર્મને કોણ હૃદયે સ્થાપી શકે? તો જ્ઞાની ભગવંતો કહે છે જે આત્મા હૃદયનો ત્રટજુ, સરળ હોય. સરળતા-નમ્રતા એ સાધના જીવનના મહત્ત્વપૂર્ણ ગુણો છે. પાપોની આલોચના, પાપોની કબૂલાત કોણ કરી શકે? જેનું હૃદય સરળ-નિખાલસ બન્યું હોય. અને હા, સરળ બનવા માટે માયાના ખેલનું બલિદાન કરવું પડે. હૃદય કપટી હોય ત્યાં સુધી હૃદય ઘરમાં ધર્મનો પ્રવેશ ક્યારેય થતો નથી. માટે ભગવાન આચારાંગ સૂત્રમાં ભાર દઈને જણાવે છે કે સાધુ હોય તે હૈયાના સરળ હોય અને સરળ હોય તે જ સાધુ. જ્ઞાન હોય પણ હૈયું સરળ ન હોય તો જ્ઞાન શોભતું નથી, તપશ્ચર્યાની આરાધના પૂર બહારમાં હોય, પણ માયા કપટના દાવ ખેલવાનું ચાલું હોય તો તપશ્ચર્યા સંસારથી પેલે પાર લઈ જવામાં સમર્થ કેવી રીતે બને ? બધા ગુણો સારા છે. પરંતુ બધા ગુણોમાં સરળતાનો ગુમ ભળી જાય તો શીરામાં સાકર ભળે તેવી મીઠાશ થઈ જાય, જેનું હૈયું સરળ તેનો મોક્ષ થાય સરળ. સરળ વ્યક્તિ અસત્યના પાપથી બચી જાય છે. હા, સરળ સ્વભાવના થવામાં એક વાત છે કે બધા તમારો લાભ ઉઠાવી જાય. પરંતુ એથી ગભરાઈ જવાની જરૂર નથી. ભોળાનું ભલે કોઈ ન થાય પણ ભોળાના ભગવાન તો હોય જ છે. કપટ કરીને કલ્યાણ અટકાવવા કરતાં, સરળ બનીને કર્મબંધન અટકાવવા એ વધુ શ્રેષ્ઠ બાબત છે. યાદ રાખો, ફૂલને પાણી કોઈ કાળે ડૂબાડી શકે નહી, પથ્થરને પાણી ક્યારેય તારી શકે નહીં, નમ્રતાવાનને કોઈ નિમિત્ત ડૂબાડી ન શકે, અભિમાનીને કોઈ નિમિત્ત તારી ન શકે. બસ, કપટ હૃદયમાં ધર્મ રહે નહીં અને સરળ હૃદયમાંથી ધર્મ દૂર થાય તમારી શાન્તિ દૂર ન થાય તેવું ઈચ્છતા હો તો બે વાત ધ્યાનમાં રાખજો. તમારાથી વધુ દુઃખીના દુઃખનો વિચાર કરજો અને તમારાથી વધુ ગુણવાન છે તેની પ્રશંસા કરજો. - too Page #37 -------------------------------------------------------------------------- ________________ નહીં. ગૌતમસ્વામી તરી ગયા જ્યારે ગોશાલક સંસારમાં ડૂબી ગયા હતા. સરળ વ્યક્તિનું જ્ઞાન દીપે છે, તપ તેજસ્વી લાગે છે. ધ્યાન શોભાસ્પદ બને છે તો સાધના પ્રશંસનીય બને છે, અને હા... એક વાતનો ખ્યાલ રાખજો કે કપટ કરીને, તમને લાગતું હશે કે તમે ફાવી ગયા, પરંતુ એ તમારી ભ્રમણા છે. તમે ફાવ્યા છો તેની પાછળ તમારી કપટબાજીની પ્રધાનતા નથી, પરંતુ તેમાં તમારા પુણ્યની પ્રધાનતા છે. સરળ વ્યક્તિએ એમ ન વિચારવું કે હું સરળ છું એટલે બધા મારો લાભ ઉઠાવે છે, પરંતુ તમારા કર્મમાં છે, તેથી બધા તમારો લાભ લઈ રહ્યા છે. જો કપટથી સફળતા મળતી હોય તો આખું જગત અસત્યના માર્ગે ચાલવા માંડે. પુણ્યના સ્વરૂપને નહીં જાણનાર જ માયા કપટના ખેલ ખેલે છે. શાસ્ત્રમાં પ્રભુએ કપટને (માયાને) સત્ય (કાંટા)ની ઉપમા આપી છે. કાંટો પગમાં વાગે તો માણસને પ્રતિક્ષણ વેદના ભોગવવી પડે છે. પછી ભલે તે ક્યાંય પણ હોય, અને કંઈ પણ કરતો હોય. એ જ પ્રમાણે બસ, માયાનું સત્ય હૃદયમાં વાગ્યું એટલે સમજી લેવાનું કે એ તમારા આત્માને પ્રતિક્ષણ દુઃખી કરશે. કારણકે, માયા થઈ ગયા બાદ પણ તમે તો જાણો છો કે તમે સામેની વ્યક્તિ માટે માયાના ખેલ ખેલ્યા છો. માયાનો પડછાયો મહાબલ પ્રમુખ છ મિત્રો સાથે રમતા, સાથે ફરતા, જીગરજાન મિત્રો. મોટા થઈને વૈરાગ્ય રંગે રંગાઈ ગયા. દીક્ષા લેવાનું નક્કી કર્યુ. અસાર અને દુઃખ ભર્યા સંસારને અલવિદા કરવા છ એ મિત્રો તત્પર બન્યા. બધાએ એક બીજાને વચન આપ્યા કે છ એ જણાએ સાથે દીક્ષા લીધા બાદ જે કોઈ આરાધના કરીએ તે સાથે જ કરવાની અને સરખી જ કરવાની, જેથી આપણે આવતા ભવમાં પણ સાથે જ રહીએ, જુદા ન પડીએ. દીક્ષા થઈ ગઈ, સાધના ચાલુ થઈ. ઘણાં વરસો સુધી વચન પ્રમાણે સરખી અને સમાન સાધના ચાલી રહી છે. પરંતુ સૌથી મોટા મિત્રના મનમાં એક વિચાર ઝબક્યો કે આ ભવમાં તો સાથે રહીને સરખી તપશ્ચર્યા કરીએ છીએ. અત્યારે હું સૌથી મોટો છું, પરંતુ આવતા ભવમાં છએમાં હું મોટો રહીશ કે નહીં? તેથી આ બધા કરતાં મારે વધારે તપશ્ચર્યા કરવી જોઈએ. બસ, આ વિચારે સર્જાયો સાધના જીવનમાં માયા-કપટનો ખેલ. બધાએ સાથે છઃ તપ ૧ કર્યુ. પારણાનો દિવસ આવ્યો. ચાલો ગુરુદેવ, પારણું કરવા પધારો. ત્યાં ગુરુદેવે પ્રકાશ પાડ્યો કે મેં અઠ્ઠમ કર્યો છે. આમ તપશ્ચર્યામાં બે-ત્રણ વાર માયાકપટનું સેવન કર્યુ. અને પરિણામ... માયાના ફળ સ્વરૂપે સ્ત્રી નામકર્મ બાંધ્યું. અને આપ જાણો છો કે અનંત કાળે અચ્છેરૂ થયું કે માયાના બંધન બાંધીને આવેલો આત્મા, ચોવિસ તીર્થંકરોમાં ૧૯મા મલ્લિનાથ સ્ત્રી બન્યા. હાય...! આટલી નાની માયા પણ આવું ગોઝારું પરિણામ લાવે તો હું અને તમે રોજ કેટલા કપટના દાવ-પેચ ખેલીએ છીએ. સાવધાન... આજે જ પાછા વળો એ માયાકપટના ખેલથી. કારણ, માયા તમારી બંધાયેલી મિત્રતાનો નાશ કરે છે અને શત્રુતાનો જન્મ કરે છે. માટે પ્રભુ કહે છે કે મોક્ષ ધર્મને તમારા હૃદયે સ્થાપવાની તમારી ઝંખના હોય તો પહેલા હૃદયને સરળ અને સ્વચ્છ બનાવો. શુદ્ધ ધર્મ સરળ અને ઋજુ હૃદયમાં રહે છે, ટકે છે. સંસારનું ક્ષેત્ર તો માયાપ્રપંચનું કેન્દ્ર છે. પરંતુ ધર્મના ક્ષેત્રે, ધર્મ માટે ધર્મીઓ સાથે તો માયા ખેલવાનું આજે જ બંધ કરો. ભગવંત ફરમાવે છે, माया मित्ताणी नासई । માચા મિત્રતાનો નાશ કરે છે. બાળક જેવા સરળ બનો. ફોન આવ્યો... બાબાએ ઉઠાવ્યો... ‘હલ્લો..હલ્લો.. કોનું કામ છે ?' ‘તારા પપ્પા છે?' બાળકે કહ્યું ઊભા રહો. બાળક દોડી ગયો પપ્પા પાસે. “પપ્પા ફોન છે.’ ‘બેટા કોનો ફોન છે?' ‘પપ્પા, મફતભાઈનો ફોન છે.' અચ્છા, રૂપિયા લેવા માટેનો ફોન લાગે છે. ‘બેટા કહી દે, પપ્પા બહારગામ ગયા છે.' બાબાએ ફોન ઉપાડી રોકડો જવાબ આપી દીધો. ‘હલ્લો..., મારા પપ્પા સોફા પર બેઠા બેઠા કહે છે કે મારા પપ્પા બહારગામ ગયા છે, પછી ફોન કરજો...' કેવું હતું એ બાળપણ, કેવું હતું એ ભોળપણ, આ આવ્યું શાણપણ, ગયું મારૂં બાળપણ, લાવ ઢોળી દઉં મારૂં શાણપણ, પાછું શોધી લઉં મારૂં બાળપણ. આ છે બાળક હૃદયની સરળતા. ગમે તેટલા શ્રીમંત હો કે ગમે તેટલા સાધક. પરંતુ પ્રભુ અને ગુરુના ચરણોમાં તો બાળક જેવા હૃદયવાળા બનવું જોઈએ. ૦૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ મનને આ વાત સમજાવો મનનો વિચિત્ર સ્વભાવ છે કે તમારી પાસે જે છે તે જોવા રાજી નથી. અને જે પોતાની પાસે નથી તેને જોયા વિના ચેન પડતું નથી, તેથી આપણું મન હંમેશા અભાવમાં જ રહે. પારકા ભાણામાં લાડવો મોટો લાગે. પારકાના કાંડાની ઘડિયાળ હંમેશાં સારી લાગે. ગાડી બીજાની જ ગમે. મનનો સ્વભાવ જ વિચિત્ર છે. અને અભાવની પૂર્તિ થાય એવું અત્યારે આપણી પાસે પુય નથી. બુદ્ધિનું પ્રદર્શન બંધ કરી દો, તે પ્રદર્શનથી તો આત્માની અશુદ્ધિ વધે. છે. ગાડીના ડબ્બામાં યુવાને કોઈને કાનમાં કહી દીધું કે ડબ્બામાં સાપ છે, ધીમે ધીમે આખાયે ડબ્બામાં વાત ફેલાઈ ગઈ. બધાં ઊતરવા માંડ્યા. બધાંયને સૌથી વ્હાલા પ્રાણ હોય છે. ઘડી ઘડી વિચાર બદલાય છે. આ સુર, પેલું સારું, વિકલ્પો કરવામાં માણસ સમય, શક્તિ અને આયુષ્ય ત્રણેય ખર્ચી નાંખે છે. બાળપણ રમકડામાં, યુવાની વિદ્યા ભણવામાં, આગળ વધીને સત્તા ને સંપત્તિમાં ને છેલ્લે ઉપાશ્રયમાં સુખ માને છે. સુખા સ્વાધીન હોય, નિર્ભય હોય, ત્રણે ય કાળમાં એક જ હોય. સિદ્ધાંત ન બદલાય. ઘડીકમાં સારૂ ખાઓ, ફરવા જાઓ, આરામ કરો. સ્વાદિષ્ટ ખાઓ, કોઈ સારી આઈટમ લાવો તો સુખ લાગે છે. બધામાં સુખ માનો છો ? ડાહ્યા થઈને પાછા વળો, શું કામ નકામી ઉપાધિ કરો છો. વ્યવહાર પૂરતું કામ કરી લો પછી આત્માની સાધનામાં લાગી જાઓ. એકમાંથી નિવૃત્તિ લઈને પછી સાધનામાં પ્રવૃત થાઓ. ઘરમાં નોકર, વોશિંગ મશીન, ટી.વી., ઘરઘંટી બધું જ આવી ગયું. હર્વ મન તમારા ઘરમાં કે ઘરની બહાર છે. મન વર્તમાનમાં રહેવા ટેવાયું નથી જેને લીધે ભૂતકાળને વાગોળે છે અને ભવિષ્યકાળની ચિંતા કર્યા કરે છે. આથી મન માણસને સાચા રસ્તે લઈ જઈ શકતું નથી. કાળની કરામત : બુદ્ધિમાં જો મલીનતા આવે તો શું થાય? સાધનાને વેગ ન મળે. જાતને સંભાળી લો. શરીર, સ્વજન, ધંધો બધાની રીતે થયા જ કરે છે. પદાર્થોને નવા ને જૂના બનાવી દે છે. સુંદર વસ્તુને ભંગાર બનાવી દે. નવાં સરસ મજાનાં વસ્ત્રો ચીંથરેહાલ થઈ જાય. સરસ મઝાનું દૂધ વિકૃત બની જાય, સુંદર મજાનાં ભોજનો ૨-૩ દિવસ પછી વિકૃત થઈ જાય છે, તો સુંદર મજાની ગાડી પણ ભંગાર થઈ જાય છે. આ બધું કોણ કરે છે? એક જ દ્રવ્ય છે અને એનું નામ કાળ છે. કાળ બધી જ પર્યાયોમાં પરિવર્તન લાવી દે છે. મકાન બનાવ્યું હોય તો ખંડેર થઈ જાય છે. ૫૦૦૦ની સાડી અકબંધ રાખી મૂકો, ૧૦ વર્ષ પછી તે જૂની થઈ જશે. દૂધ ૨-૩ દિવસ રાખો તો ફાટી જશે. આ બધું કરે છે કોણ? કાળ, જન્મે ત્યારે બાળક હોય, સમય જતાં યુવાન પછી વૃદ્ધ થાય ને મોત પણ આવી જાય છે. શું ખરેખર મોત આવશે ? સ્વભાવ સ્થિર રહે છે ને વિભાવ બદલાયા કરે છે. મોતને આંખ સામે રાખો તો મતિ ક્યારેય બગડશે નહીં. સમય બધું બદલી નાંખે છે. ભગવાનનો ઉપકાર માનો કે રોજ નવો સમય મળે છે, તો ઉત્તમ કાર્ય કર્યા વગર રહેશો નહીં. ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું કે ‘સમય ગોયમ મા પમાયએ.’ આમ આ વાક્ય એકવાર નહીં, અનેકવાર કહી ગૌતમને જાગૃત રાખ્યા હતા. જેને કોઈ ન સુધારી શકે, ગુરુ પણ સુધારી ન શકે તેવા જીવોને એના જીવનમાં સમય અને સંજોગ સુધારી દેશે. અને હા, સમય જ માનવીના જીવનમાં વાસ્તવિક્તાનાં દર્શન કરાવે છે. મારા કોણ છે? અને મારા કોણ નથી ? એ સમયે અને સંજોગે ખ્યાલ આવે છે. સંબંધો સાચા હતા, સ્વાર્થના હતા કે પરમાર્થના હતા એ તો સમય જ બતાવે છે. એટલે જ કહ્યું છે, સારા દિવસોમાં સહુ સલામ કરી મૂકી જાય છે માઠા દિવસોમાં બધાયે સામે ઘૂંકી જાય છે. સહુ કહે છે છાંયડો સાથ છોડે નહિ કદી અંધારે મુજ પડછાયો પણ સાથ મૂકી જાય છે. કોઈના સમય સરખા જતા નથી. નથી રહી રાવણની લંકા, નથી રહી રામની અયોધ્યા ને નથી રહી મહાવીરની રાજગૃહી. જુઓ આજે કઈ o3 - o૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ હાલતમાં છે રાજગૃહી ? સમય બધું બદલે છે. વિકૃતિને સંસ્કૃતિમાં સ્થાપી દે. જગતના તમામ પદાર્થોને વિકૃત ને સંસ્કૃત કરવાનું કામ કાળતત્ત્વ કરે છે. તો તમારા હાથમાં રહ્યું શું? જીવનમાં ચિંતનાત્મક ચિત્ત બનાવો. કાળના સકંજામાંથી કોઈ પણ પદાર્થ બાકાત રહ્યો નથી. આજે બધું સુંદર ને કાલે ખરાબ બને છે. બંગલો ખંડેરમાં ટ્રાન્સફર કરવાનું કામ કોનું? પદાર્થોને બગાડવાની તાકાત કાળ તત્વ પાસે છે. એટલે એ વાત હંમેશને માટે યાદ રાખજો કે જડ જગત એ તમારા હાથની વાત નથી, કાળ સ્વતંત્ર દ્રવ્ય છે. આપણે માથું મારી કર્મબંધન કરવાની બાલીશતા ન કરવી જોઈએ. કાળની હાથની બાજી છે. નવુંજૂનું, સારું-ખરાબ, શ્રેષ્ઠ-અશ્રેષ્ઠ બધું કાળ કરે છે. પ્રભુએ સાધકોને જણાવ્યું છે કે ભલે કાળ પોતાની કરામતથી જગત ઉપર પ્રભાવ પાડે, પરંતુ આ કાળનો સઉપયોગ કરવા માટે પ્રભુ બતાવે છે. જાને સમારે ' કાળને ઓળખીને ધર્મ આચરણ કરી કલ્યાણની દિશા તરફ આપણે ચાલવાનું છે. કાળ તો સાધકો માટે સહાયક છે. અજ્ઞાની માટે બાધક છે. જ્ઞાની સમયનો સદુઉપયોગ કરી સાચા અર્થમાં પંડિત બને છે. ભલે કાળ જગત પર પરિવર્તન કરે, પરંતુ આપણે આપણામાં પરિવર્તન કરવાનું સર્વોત્તમ કાર્ય કરી લઈએ. જડ જગત જો કાળતત્વ ને આધીન છે, એ વાત સહજ સમજાઈ જાય તેવી છે તો જીવનની પરિસ્થિતિમાં ફેરફાર સારું-નરસું, ઊંચું-નીચું, દેવ-નરક, સુખી-દુઃખી, કોઈ રોગી કોઈ તંદુરસ્ત આ બધું કોના હાથમાં છે ! શું એ આપણા હાથમાં ખરું ? બહુ જ અગત્યની વાત છે કે આપણા જીવનનું ગાડું કોણ હંકારે છે? આ સવાલના જવાબમાં કર્મના સિદ્ધાંતને સમજવો જ રહ્યો, કારણ જડજગત જો કાળદ્રવ્યના હાથમાં છે તો જીવન જગત કર્મના હાથમાં છે. કર્મની કરામત : રામ સિંહાસન પર બેસવાના હતા. કર્મ કહે “ઊભા રહો. અયોધ્યાના રાજા બનો તે પહેલાં મારું કામ પતાવું.” કોણે મોકલ્યા? દશરથે, તેની માતાએ, પરિસ્થિતિનું નિર્માણ કરવાનું કામ કર્મરાજાનું છે. પદાર્થોમાં અને કર્મની બાબતમાં તમે પરતંત્ર છો. આજે સૂરજ હતો તો કાલે વાદળ કેમ ? આજે વસંત હતી તો કાલે પાનખર કેમ ? આજે સુખ હતું તો હવે દુઃખ કેમ ? ન પૂછશો સૂરજને, વાદળને, ન પૂછશો બદતુને, ન પૂછશો જગતને, પૂછજો માત્ર તમારી જાતને, રામ સમજતા હતા કે દોષ મારો છે. જગતને સુધારવા નીકળેલો જાત પરના દોષને જોઈ શકતો નથી, કાનમાં ખીલા ઠોકાયા, નિજનો દોષ ગણ્યો. તેજોવેશ્યા છોડી પણ કોઈનો દોષ જોયો નહીં.. પૂર્વકૃત દોષો પોતાના જ છે. નિમિત્તને ધિક્કારો નહીં. ઉપાદાનને નજર સામે રાખો. દુઃખ આપનારને ભેટી પડો. ભેટી જશો તો દુઃખ ભાગી જશે. મહેમાનોનો સ્વીકાર કરો છો તેમ મુશ્કેલીનો સ્વીકાર કરો તો દુઃખ દૂર થશે. ‘હર શામકો સૂરજ ઢલ જાતા હૈ, હર પતઝડ વસંતમેં બદલ જાતી હૈ, મેરે મન મુસીબતમેં હિંમત ન હાર, સમય કૈસા ભી હો ગુજર જાતા હૈ.” રામને મગજમાં હતું કે મને કોઈ નુકશાન નથી. હું જ મારા કર્મનો કર્તા, ભોક્તા ને સંહારક છું. કર્મ બાંધું પણ હું જ ને ભોગવું પણ હું જ. તું જ તારો કર્તા ભોક્તા છે. ભગવાન તો જ્ઞાતા દષ્ટા છે. બધું જ તમારા હાથમાં છે. પણ ખુદ પોતે જ, તમારી જાત તમારા હાથમાં નથી. સત્યવાદી હરિશ્ચંદ્રને સ્મશાનમાં સર્વિસે જવું પડ્યું હતું. કૃષ્ણને અને પાંડવોને કૌરવોએ દુઃખની વણઝાર આપી હતી. ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડવું પડ્યું હતું. અગ્નિ સુવર્ણને ચળકતું બનાવે છે, તેમ કર્મના ઉદયમાં આવતાં દુ:ખો પણ માનવીને સિદ્ધિના શિખર પર ચડાવી દે છે. જીવનનું ગણિત કર્મો પ્રમાણે જ ચાલે છે. જે ધારે છે તે બનતું નથી પણ જે બને છે તેને ધારેલું ગણીને સ્વીકારી લો. ઘડપણ આવે, નુકશાની આવે, તેને સ્વીકારી લો. ધિક્કાર દષ્ટિ નહીં, સ્વીકાર દષ્ટિ કેળવો. પરિસ્થિતિનો સ્વીકાર કરવો એનું નામ જ ‘સમજણ’ છે. સંજોગોના સહર્ષ સ્વી કારમાંજ સાચો ધર્મ સમાયેલો છે! - ત્તારમેવ અymફ મ્મ.... કર્મો કર્તાને જ અનુસરે છે. એટલે જે કર્મો કરે છે. તેને જ એ કર્મો ઉદયરૂપે આવે છે. અન્ય કોઈનાં નહીં, મારા - to૫ – ૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ જ કર્મોનાં ફળ મારી સામે આવ્યાં છે. હવે શા માટે હાય-વોય કરી દુ:ખી થવું. એના કરતાં તેને સહજરૂપે, સમજણ ભેર સ્વીકારી, સહી લઉં. કર્મ ભલે એનો પ્રભાવ મારા જીવનમાં બતાવે પરંતુ ધર્મના માધ્યમે હું પણ કર્મોને પ્રભાવ બતાવી દઉં કે ધર્મની શી તાકાત છે. કર્મો રોગ આપે તો ધર્મ વૈરાગ્ય આપે. કર્મો દુઃખ આપે તો ધર્મ સમાધિ આપે, સુખનો અનુભવ કરાવે. બસ, આ જ વિચારને અપનાવી લો તો કામ થઈ જશે... આ મારું છે ને મારે ભોગવવાનું છે. સુખ ભોગવતાં આવડે છે પણ દુઃખ ભોગવવું ગમતું નથી. તંદુરસ્તી ગમે છે પણ રોગ ગમતો નથી. ધંધામાં નફો થાય એ ગમે છે પણ નુકશાન ગમતું નથી. મીઠા શબ્દો પસંદ છે પણ કડવા શબ્દો ઝેર જેવા લાગે છે. મીરાંબાઈ ઝેરના કડવા ઘૂંટડા પણ હસતાં હસતાં પી ગયાં અને આજે આપણે દૂધ પણ હસતાં હસતાં પી શકતાં નથી. આ સાધના જીવનમાં અમને જે રહસ્ય મળ્યું છે તે તમને આપું છું. છેલ્લે દીક્ષા ન લો તો કંઈક તો આપવું જોઈએ ને. એક ચીજ આપું છું જે નિજાનંદમાં લઈ જાય, નિજનો વૈભવ દેખાડે, રોગો વચ્ચે. સમાધિ આપે એવો રસ્તો બતાવું છું. પદાર્થોને ભલે કાળરાજા બગાડી નાંખે કે સુધારી દે, સુખ-દુઃખ, સગવડતા કે સલામતી મળે એ માટે ભલે કર્મ કામ કરે. આપણે હવે એક કામ કરવાનું છે. કરશો ને ? અને એ કામ છે આત્માના પરિણામની સ્થિરતા...! કાળ ફેરવવામાં કોઈ સફળ બન્યું નથી, તો પરિસ્થિતિને ફેરવવામાં કોઈ શક્તિમાન નથી, પ્રત્યેક બાબતે આપણો આત્મા પરાધીન છે. પરંતુ એક વાત એવી છે જે સ્વતંત્ર છે અને તે પણ આપણા જ હાથની વાત છે. અને તે છે આપણા આત્માનાં માધ્યસ્થ પરિણામો. પરિણામની કરામત : બહુ જ મહત્ત્વની બાબત છે પરિણામની કરામત. ભલેને હોયે કાળના. હાથમાં જગત-પરિવર્તન, ભલેને રાખે કર્મો જીવન પર સંચાલન. પરંતુ આપણા હાથમાં મહત્ત્વની બાબત છે આત્માનાં પરિણામ, ન રાગ-ન દ્વેષ. કારણ આપણા હાથમાં જડનું સંચાલન છે જ નહીં. તો જીવનમાં ભલેને આવે સુખ-દુ:ખ, ચડતી-પડતી. એ તો કર્મોની કરામતના ખેલ છે. આપણે રહેવાનું બન્નેની વચ્ચે માધ્યસ્થ, અને તે રખાવે છે ધર્મ. ધર્મ છે ત્યાં પરિણામ વિશુદ્ધ રહે છે, અને વિશુદ્ધ પરિણામ છે તે જ સાચો ધર્મ છે. જગતનું પરિવર્તન કાળના હાથમાં છે. પરિસ્થિતિ બદલવાનું કર્મના હાથમાં છે. આત્માના પરિણામ વિરાધનામાં ન જાય એ માટે જાતમાં ટકવાનું કામ આત્માના હાથમાં છે. ઘાણીમાં પીલાયા છતાં વિષમ પરિસ્થિતિમાં પણ પરિણામ સુધાર્યા. ગજસુકુમારના માથે ખેરના અંગારા મૂકાયા પણ પરિણામમાં, આત્મભાવમાં સ્થિરતા હતી તેથી સિદ્ધ અવસ્થાને પામ્યા. સંસાર છે, સમસ્યા આવવાની છે. પરિસ્થિતિ નિર્માણ થવાની જ છે એમાં રાગ-દ્વેષ તરફ ન કર. વિષય ને કષાયોમાં ન ફસાઓ. શરીરમાં આત્મા છે તો આત્મામાં પરમાત્મા છે. પરિણામ બગાડવાનું કામ પદાર્થોનું કે પરિસ્થિતિનું નથી. અજ્ઞાનતા પરિણામ બગાડે છે. સ્વભાવમાં બેસી જોયા કરો. પરિણામને સુધારો તો રાગના સ્થાને વૈરાગ્ય પ્રગશે. નુકશાનને સ્થાને લાભને નિહાળો ને ક્રોધના સ્થાને ક્ષમાને અપનાવો. ભગવાનની, દેવલોકના દેવો સ્તુતિ કરે કે નિંદા કરે, કોઈ સન્માન આપે કે અપમાન કરે, કષ્ટો આપે કે સગવડતા આપે પણ ભગવાન કહે છે આમાં મારું કંઈ નથી બગડતું કે નથી સુધરતું. જ્ઞાની કહે છે ‘નામનામે સુઈ દુઃા' લાભ થાય કે અલાભ, સુખ મળે કે દુઃખ, સગવડતા હોય કે અગવડતા, અનુકૂળતા જણાય કે પ્રતિકૂળતા. જ્ઞાનીને કર્મોજનિત તમામ પરિસ્થિતિમાં સમભાવ વર્તે છે. કારણ, તેઓ જ્ઞાનના માધ્યમે માધ્યસ્થ ગુણના સ્વામી બન્યા હોય છે. તેઓ તમામ પરિસ્થિતિને હસતા મુખે સ્વીકારી રહે છે, માટે તેઓ હર હાલતમાં પ્રસન્ન હોય છે. તમે શાકભાજી લેવા જાઓ તો નમાવીને થોડું શાક વધારે લો છો. હવે જ્યારે સોનું ખરીદવા જાવ ત્યારે સોનીને કહેજો થોડું નમાવીને આપે. મારો શાકવાળો તો નમાવીને આપે છે, તો તમે પણ સોનું નમાવીને આપો. આપશે ? જેના કાંટા અસ્થિર તેની સાધના પણ અસ્થિર હોય છે. તે સાધનામાં સ્થિર રહી શકતો નથી. જેનાં પરિણામ સ્થિર તે સાધક અને જેનાં પરિણામ અસ્થિર તે સંસારી. અહીં બેઠાં છો ત્યારે તો સ્થિર લાગો છો ને ઉપાશ્રયની બહાર જશો તો પાછાં અસ્થિર થઈ જશો. પરિણામને - too - o૮ Page #41 -------------------------------------------------------------------------- ________________ ઈર્ષાથી બચવા અનુમોદના કરો સ્થિર રાખતાં શીખો. કોઈ કહે છે ધરતીનું સદન બદલો, કોઈ કહે છે જર્જરિત ગગન બદલો, અમર વ્યર્થ છે અદલાબદલીની વાતો, બદલવો હોય તો “વભાવ' બદલો.' જો બદલવો હોય તો આત્માનો સંસારી સ્વભાવ બદલો. જેટલાં સ્થિર એટલાં યોગી લાગો છો, જેટલાં અસ્થિર એટલાં ભોગી લાગો છો. મનુષ્યનું આયુષ્ય આંખના એક પલકારામાં વહી જશે, મોત આવી જશે તો અવસર ચૂકાઈ જશે, આંખ મીંચાયા પછી હાથમાંથી બાજી ચાલી જશે. શરીર સારું છે ત્યાં સુધી સાધના કરી લો. આત્માને તમે સંભાળી લો. જાત ભૂલીને જીવવા જેવું બીજું કોઈ અજ્ઞાન નથી. જીવ પોતાની જાતને જાણતો નથી એ જ મોટું દુઃખ છે. જાત ભૂલાઈ ગઈ દરિયામાં નાવડી લઈને ૧૦ માણસો ગયા. નાવડી ડૂબી ગઈ. પણ ૧૦ માણસો હતા તે બચી ગયા. બધા કહે ગણી લઈએ. પાછા ઘરે પહોંચશું ને કોઈ ડૂબી ગયો હશે તો મુસીબત થશે. ૧, ૨, ૩... એમ ૯ થયા, પણ, પોતાને ગણવાનું બાકી રહ્યું ને રડવા લાગ્યા, એક ડૂબી ગયો. કોઈ વડીલે રડતા જોયા, પૂછ્યું શું થયું? તો કહે અમારા એક ભાઈ દરિયામાં ડૂબી ગયા. અચ્છા ! તમે કેટલા હતા. ૧૦ જણ લાઈનમાં ઊભા રહી જાવ, ગણ્યા તો ૧૦ જણા જ હતા. કારણ કે ગણએ તે બધાં પોતાને બાકાત. કરીને ગણતા. આજે આપણી દશા કેવી છે? જાતને બાકાત રાખીને જીવવાની, અત્યાર સુધી દુનિયાના પદાર્થો ને ગણિતને ગણ્યાં છે, પણ પોતાની જાત સાથે ક્યારેય વાત કરી નથી. બધા સંયોગોમાં સમભાવ ને જ્ઞાતા-દષ્ટ ભાવ રાખવાનો છે. તું તારી જાતને વૈરાગ્યયુક્ત બનાવ. કોઈપણ પ્રસંગે ઉપસ્થિત થાય તો એમાં જાતને જ દોષિત ગણજો. બીજાને દોષિત ન ગણતા. કારણ ઉપાદાન પોતાનું જ છે. આમ પોતાની જાતને દોષિત ગણી લેવામાં પરિણામ અશુદ્ધ કે મલીન થતા નથી. બસ ત્યારે, આજનું પ્રવચન સાંભળી કાળતત્વ, કર્મતત્વનો સમ્યક્ વિચાર કરી આત્માના પરિણામને વિશુદ્ધ કરી સિદ્ધ અવસ્થાને પામો તે જ મંગલ મનોકામના... અનેક આત્માઓ પરમાત્મા બન્યા છે, આ માનવીના અવતારને પ્રાપ્ત કરીને, હવે આપણે જ નક્કી કરવાનું છે કે ઉચ્ચ અવતારને પ્રાપ્ત કરીને પરમાત્માના માર્ગે આગળ વધવાની તમન્ના છે કે પછી નાશવંત પદાર્થોના સુખ પાછળ પાગલ બની જીવનને પૂરું કરી નાખવું છે ? આપણે જ આપણું નિરીક્ષણ કરીએ. સમય અખૂટ મળ્યો છે આજે, અને ભૂતકાળમાં પણ મળ્યો હતો. શક્તિઓ ખૂબ મળી છે આજે, અને ભૂતકાળમાં પણ ઘણા ભવોમાં આપણે શક્તિશાળી બન્યા હતા. શક્તિશાળી બનવું એ મહત્વની બાબત નથી, સત્ત્વશાળી બનવું એ મહત્વની અને અગત્યની વાત છે. તમને થશે કે શક્તિ અને સત્ત્વમાં અંતર શું? શક્તિ અને સત્વ બંને એક જ નથી. યાદ રહે ગોશાલક પાસે સોળ દેશ બાળી નાખવાની શક્તિ હતી. પરંતુ સત્ત્વના અભાવને લઈને ગોશાલકનો ઈતિહાસ કલંકિત લખાયો. જ્યારે ગૌતમસ્વામી શક્તિના ભંડાર તો હતા જ, પરંતુ સત્ત્વનાં પણ સ્વામી હતા. જેને કારણે ગણધર હોવા છતાં શ્રાવકને ખમાવવા પણ હર્ષથી તૈયાર થયા હતા. શક્તિઓ પુણ્યના ઘરમાંથી મળે છે એટલે શક્તિઓ ક્ષીણ થવાવાળી છે. જ્યારે સત્ત્વ તો આત્મ ઘરની શાશ્વતી અક્ષય મૂડી છે, જે ક્યારેય ખાલી થવાવાળી નથી. આંખોની શક્તિના કારણે તમે દૂરનું જોઈ શકો છો. પરંતુ સત્ત્વની હાજરીમાં આંખો જ્યાં જુએ, જેને જુએ, તેમાં નિર્વિકાર અવસ્થામાં ટકી રહે. સાંભળવાની શક્તિમાં સત્ત્વ મળે તો જીવ નિંદા સાંભળવાની બાબતથી દૂર રહે, અને ગુણકીર્તન સાંભળવાનું પસંદ કરે. ટૂંકમાં ભોગ માર્ગે જવા કોઈ સત્તની જરૂર નથી. ભોગમાર્ગ ત્યાગવા માટે જ સત્ત્વની જરૂર પડે છે. પાપના સેવનમાં શક્તિ મુખ્ય જોઈએ, જ્યારે પાપ સેવનનો પરિત્યાગ કરવા તો સત્ત્વનું અસ્તિત્વ જ આવશ્યક બને છે. કૃષ્ણના મસ્તક પાસે બેસનાર અર્જુનને કૃષ્ણરૂપી સત્ત્વ પ્રાપ્ત થયું. જ્યારે કૃષ્ણના પગ પાસે બેસનાર દુર્યોધનને કૃષ્ણની સેનારૂપી શક્તિ પ્રાપ્ત થઈ, અને યુદ્ધમાં વિજય સત્ત્વનો થયો. અને હા... સત્વને પ્રગટ ૮o Page #42 -------------------------------------------------------------------------- ________________ કરવા માટેનો રાજ માર્ગ છે ધર્મ પ્રત્યે અહોભાગ્ય અને અનુમોદના. ધર્મ કરવા માટે શરીરનું બળ જોઈએ. ધર્મ કરાવવા માટે સાધનો આદિનું બળ જોઈએ તો અનુમોદનાની સાધના માટે ધર્મ પ્રત્યે અહોભાવનું બળ તમારી પાસે અવશ્યમેવ જોઈએ જ. એમ ને એમ કાંઈ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન ન થાય. તેના માટે ભારોભાર હૈયામાં ધર્મ પ્રત્યે અહોભાવ ઉછાળા મારતો હોય અને ધર્મીને જોઈને હૈયું આનંદવિભોર બની જતું હોય. હું તમને પૂછું છું. તમને ધન ગમે છે! હા સાહેબ, બધાને ગમે. તો તમને ધનવાન લોકો ગમે છે? આમાં વિચારવું પડે ? અચ્છા, તમને ગાડી ગમે છે? સાહેબ, કોને ન ગમે? તો તમારાથી બીજા પાસે વધુ સારી ગાડી છે તેવા માણસો ગમે છે? સાહેબ, કેવું પૂછો છો, શું જવાબ આપી એ ? ટૂંકમાં તમારી પાસે જે છે તે તમને ગમે છે, પરંતુ તમારા કરતાં વધુ અને તમારાથી વધુ સારું જેની પાસે હોય તેને તમારે ગમાડવા મુશ્કેલ છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ. એટલે તમારાથી જેની પાસે વધારે છે તેની ઈર્ષ્યા કરીને તમે દુ:ખી થવાના એ વાત પણ ચોક્કસ થઈ ગઈ. હવે સાંભળો, ધર્મ ગમે, તપ ગમે, જ્ઞાન ગમે, સાધના ગમે. તમે કહો છો કે આવું બધું અમને ગમે છે, એટલે તમને જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણ પ્રત્યે હૈયામાં અહોભાવ છે. બરાબર ને?! હવે હૈયા ઉપર હાથ રાખી જવાબ આપજો કે તમારા કરતાં જે ધર્મનું વધુ કાર્ય કરે અને એ ધર્મના કાર્યને લીધે, એની બધે બોલબાલા થાય, તેનાં સન્માન થાય અને તમે ધર્મ કરવા છતાં તમારું કોઈ નામ ન લે, તમારું કોઈ સન્માન ન કરે તો? હવે, સાચું કહેજે કે તમારી સામે સન્માનિત થતી વ્યક્તિની અનુમોદનાના ભાવ જાગે કે અંતરમાં ઈષ્યની આગ પ્રગટે? આપણે આપણી જાતને તપાસીએ કે અનુમોદનામાં આનંદિત બનીએ છીએ કે ઈર્ષાનો ભોગ બની જીવનમાં પ્રાપ્ત કરેલા ગુણોને ખાખ કરીએ છીએ ! ગુણ ગમાડવા હજી સહેલા છે, ગુણ મેળવવા પણ સહેલા છે, પરંતુ ગુણીજનોની ખરા અંતરથી અનુમોદના કરી પ્રશંસાનાં બે શબ્દ બોલવા કઠિન છે. અને હા, અનુમોદનાની સાધના કર્યા વિના આરાધના કરવામાં અને કરાવવાની સફળતા પ્રાપ્ત કરવામાં જીવ પ્રાયઃ ક્યારેય ફાવતો નથી. એટલે જ ધર્મક્ષેત્રે પ્રવેશ પામેલા સાધકો પાસે બે મહાગુણ હોવા જોઈએ. એક છે ગુણો પ્રત્યેનો અહોભાવ અને બીજો ગુણીજનોની ભરપેટ અનુમોદના, જેણે ગુણો પ્રત્યે અહોભાવ કેળવ્યો નથી તે ગુણો મેળવવા પ્રમાદ બનશે. ગુણપ્રાપ્તિમાં ઉદ્યમ કરવાની ભાવના થવી મુશ્કેલ છે. જ્યારે, ગુણીજનોની અનુમોદના કરવાની કળા મેળવી નહિ હોય તો યાદ રાખજો કે જીવે મેળવેલા ગુણો ટકાવવા મુશ્કેલ બનશે. કારણ કે ઈર્ષ્યા જ તમોને તમારા સ્થાનથી ગબડાવી દેવામાં વિલંબ નહી કરે. આજે આપણે આપણું જીવન તપાસીએ. ધંધા પર પહોંચવાની, પાર્ટીમાં જવાની અને લગ્ન મહોત્સવમાં હાજરી આપવાની વેળાએ તમે આનંદિતા બનો છો કે ઉપાશ્રય પહોંચતી વેળાએ? સામાયિક બાંધતી વેળાએ ? આયંબિલ કરતી વેળાએ કે દાન કરવાના સમયે ? સંતોનાં દર્શન કરતી વેળાએ હૈયું આનંદ વિભોર બને છે? મિત્રને મળવામાં ખુશી કે ધર્મી આત્માને મળવાના સમયે ખુશી અનુભવો છો ? જવાબ, તમે જ તમારા આત્માને આપો. સમ્યકદર્શનીનું લક્ષણ છે, ગુણ તરફ જવામાં આનંદી બને એન ગુણીજનને મળવામાં ખુશી અનુભવે. જીવનરક્ષા તમને મળેલું સર્વોત્તમ માનવનું જીવન. આ જીવનને પામીને સૌ પ્રથમ કર્તવ્ય બને છે, તમે તમારા જીવનની રક્ષા કરો. નવાઈ લાગશે, જીવનની રક્ષા આપણે કઈ રીતે કરી શકીએ ! આ જીવન તો કર્મો પ્રમાણે ચાલે છે, ખરું ને ? તમે એ વાત જાણતા નહીં હો કે કર્મો પરાધીન છે, તમે સ્વયં સ્વાધીન છો. તમે જીવન પામો છો કર્મોથી, પણ તમારી ભાવનાથી તમે જીવન જીવવા ચાહતા હો તો તમે જીવી શકો છો. જીવનરક્ષા એટલે જીવનને કુસંસ્કારો, કુનિમિત્તો, કુમિત્રોના સકંજામાંથી બચાવી લેવું. દુઃખોથી બચવાની વાત એ જીવનરક્ષા નહીં, પરંતુ આપણી જાતને પાપોથી બચાવી લેવી તે છે જીવનરક્ષા. કેટલાક જીવો ધનરક્ષામાં બહુ જ ચતુર હોય છે, પરંતુ જીવનરક્ષામાં સાવ અભણ હોય છે. જીવનને ઉપવન સમું પણ બનાવી શકાય અને વેરાન રણ સમું પણ બનાવી શકાય. પસંદગી તમારે કરવાની છે કે સંસ્કારોથી સભર જીવન જીવી ઉપવન સર્જવું છે કે દુર્ગુણો - ૮૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ અને દુરાચારનો ભોગ બની જીવનને વેરાન રણ બનાવવું છે, જોઈ લો સિકંદરને, જીવન મળવા છતાં કેવું જીવન જીવ્યા, અને જોઈ લો વિવેકાનંદને, જીવન ઉપવન સજીને જીવી ગયા. એકના જીવનમાંથી આસક્તિની દુર્ગધ છે. તો એકના જીવનમાં પ્રેરણાનો પરિમલ છે. તમારું જીવન એવું હોવું જોઈએ કે જેમાંથી અન્ય માનવોને પ્રેરણા મળે કે જીવન કેવું જીવવું જોઈએ. જો તમારા ખુદમાં જ ઉણપ હશે તો અનેક જીવો અવળા રસ્તે જીવન ગાડી ધકેલી દેશે. કોઈની જિંદગી બગડે તેવું વર્તન આપણે શા માટે કરવું જોઈએ? તારા જીવનથી કોઈનું જીવન બની જશે તારા સૂચનથી કોઈનું સર્જન થઈ જશે અરે ઉણપ હશે એ માનવી ને તારા જીવનમાં તો કાંટા તો શું, ફૂલ પણ દુશ્મન બની જશે. માનવનું જીવન ઘણા ભવો બાદ પ્રાપ્ત થાય છે, અને આ જીવન જો લાપરવાહ બનીને જીવ્યા તો જીવનરક્ષા કરવામાં આપણે નિષ્ફળ રહેવાના. પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રમાં જીવન વિષે દર્શાવતાં જણાવ્યું છે કે માનવીનું જીવન કેવું છે ? ‘ાદા સા ' ઝાકળના બિંદુ જેવું. હવાનો એક ઝપાટો આવે અને બિંદુનું જીવન સમાપ્ત થઈ જતાં વાર ન લાગે. તેમ માનવીનું જીવન આયુષ્યનો એક ઝપાટો વાગતાં સમાપ્ત થઈ જાય છે. માટે. જ પ્રભુએ જીવનને ગુણોથી સભર બનાવી જીવવાની વાત વારંવાર બતાવી છે. ભલે, જીવનનો ભરોસો નથી. જીવનનું રક્ષણ આપણા હાથની વાત નથી. પરંતુ જીવનના સંસ્કારોની રક્ષા તો આપણા ખુદના જ હાથની વાત છે. ગુણરક્ષા : જીવનરક્ષા કરીને પ્રાપ્ત કરેલા ગુણોનું રક્ષણ કરવું એ બહુ જ મહત્ત્વની અને અગત્યની વાત છે. ગુણો મેળવવામાં વરસોની મહેતન અને સાધના કરવી પડે છે, જ્યારે પ્રાપ્ત થયેલા ગુણો તો ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. યાદ રહે, માનવનો જન્મ ગુણ પ્રાપ્તિ અને દોષોની સમાપ્તિ માટે મળ્યો છે. પુણ્યવાન મનુષ્ય જન્મ પામે છે. પરંતુ ગુણવાન મનુષ્ય જ ભગવાન સ્વરૂપને પામી શકે છે. આ મનુષ્ય ભવમાં કોઈ ડૉક્ટર બન્યા, કોઈ વકીલ બન્યા, કોઈ એજીનિયર બન્યા. પરંતુ યાદ રાખજો કે જો ગુણવાન બનવાનું ભૂલી ગયા તો કિંમતી જીવન પામીને હારી જશો જેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. ગુણ પ્રાપ્તિની મહેનત કરવી એ આ જીવનનું અને જન્મનું સૌથી મહત્વનું કર્તવ્ય બને છે અને ગુણ પ્રાપ્ત કર્યા બાદ તેની રક્ષા કરવી એ બીજા નંબરનું કર્તવ્ય છે. જેમ ધન મેળવવું અને ધનની રક્ષા કરવી એ જરૂરી છે, તેમ ગુણ મેળવવા અને ગુણની રક્ષા કરવી એ પણ અત્યંત જરૂરી છે. પ્રાણીઓના પ્રાણની રક્ષા એ દ્રવ્યદયા છે, જ્યારે આત્માના ગુણોની રક્ષા એ ભાવદયા છે, જે જીવને સમાધિ પમાડે છે. જો સાતાનો ઉદય હશે તો ગમે તે ખાવા અને ગમે તેવા વાતાવરણમાં રહેશો તો પણ શરીરમાં બિમારી નહિ પ્રવેશે. કારણ સાતાનો પ્રભાવ છે. બસ, તે જ પ્રમાણે જો ભાવદયા પાળી હશે, તો ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ સમાધિભાવ ટકી રહેશે. વિયોગનાં વમળ સર્જાશ તો પણ, તે હાલતમાં પણ તમને સમાધિભાવ આપશે. ગુણરૂપી. ભાવરક્ષા એ ધર્મની ફલશ્રુતિ છે જ્યારે ગુણ પ્રાપ્તિ એ ગુણોની ફલશ્રુતિ છે, આત્મસમાધિ એ વાત ભૂલવા જેવી નથી. જીવનમાં ગુણો મેળવવા સહેલા છે, પરંતુ તે ગુણોની રક્ષા કરવાનું કામ તેથી પણ વધુ કઠિન કામ છે. ખેડૂત ચાર મહિનાની મહેનતને અંતે ગાંસડીઓ ભરીને કપાસ ઘરે લાવે ત્યારે રાજીનો રેડ હોય છે. ખેડૂતના દીકરાનો દીકરો રમતાં રમતાં ચૂલામાંથી સળગતું લાકડું કપાસની ગાંસડીમાં નાખી દે, અને જોતજોતામાં આગ લાગી જાય, અને એ ભયંકર આગમાં ગાંસડીઓ બળીને રાખ થઈ જાય અને તે ખેડૂતની ચાર મહિનાની મહેનત અલ્પ સમયમાં જ ખાખ થઈ જાય ત્યારે એ ખેડૂતના શા હાલ થાય...? આખી જિંદગી દોડધામ કરીને કરેલી કમાણી, અને એ કમાણી બંગલો બનાવવામાં લગાડી દીધી. સુંદર-આલિશાન બંગલો તૈયાર થઈ ગયો. હજી રહેવા જવાની તૈયારી ચાલતી હતી ત્યાં તો ધરતીકંપના એક આંચકાએ બંગલો જમીનદોસ્ત કરી નાખ્યો. આખી જિંદગીની મહેનત ભોંય ભેગી થઈ ગઈ. હવે, આ સમયે બંગલાના માલિકની શી દશા થાય...? અનુભવી જ્ઞાનીઓ જણાવે છે કે તપ, ત્યાગ અને સાધના કરીને ક્ષમા આદિના ગુણો પ્રાપ્ત કરનાર સાધક, એકવાર કષાયની અગ્નિમાં સળગે ૮૩ = ૮૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ ભેદજ્ઞાન જરૂરી ભેદભાવ નહીં. ત્યારે અહંકારનો ધરતીકંપ અંતર જગતમાં સર્જાય અને ત્યારે સાધકે વરસોની સાધના બાદ મેળવેલા ગુણો બળીને ક્ષણભરમાં ખાખ થઈ જાય છે. ત્યારે એ સાધકની દશા કેવી થાય? ગુણોની રક્ષા કરવી બહુ જ મુશ્કેલ છે. સંતો-મહંતો જણાવે છે કે ગુણરક્ષા માટે સદૈવ સાવધાન રહો. કારણકે, ગુણ પ્રાપ્ત કરવાનો અવસર વારંવાર પ્રાપ્ત થતો નથી. જીવની ઉચ્ચ કક્ષા કેળવો જીવનની રક્ષા કરવા ચાહતા હો તો તમારે ગુણરક્ષા કરવી પડે અને ગુણરક્ષા કરવઆ ચાહતા હો તો જીવનની ઉચ્ચ કક્ષા કેળવવી પડે. એટલે ગમે તેવા નિમિત્ત મળવા છતાં તમે ક્રોધનો ભોગ બનો નહીં. રાગદ્વેષના નિમિત્તો મળવા છતાં તમારી કક્ષા એટલી હદે ઉચ્ચ બની હોય કે તે નિમિત્તો તમારા માટે સાધનામાં સહાયક બને તેને ઉચ્ચ કક્ષા કેળવી. ગણાય. જુઓ, ઘાણીનું નિમિત્ત મુનિઓના ગુણોને તો ન લૂંટી શક્યું, પરંતુ કેવળજ્ઞાનમાં સહાયક બન્યું. વાતાવરણથી તમારા ગુણો ક્ષય થઈ જતા હોય તો કોઈને ય પૂછવાની જરૂર નથી કે જીવની કક્ષા કેવી છે? ચાહ મોડી મળે અને ચિત્ત વિહ્વળા, બની જાય, તમારી આજ્ઞાનું કોઈ પાલન ન કરે અને તમે ઉગ્ર બની જતા હો. તમને જે ન બોલાવે તે વ્યક્તિ પ્રત્યે તમને ધૃણા થઈ આવતી હોય. સન્માનના હારતોરા પહેરતાં દિલમાં ગલગલિયાં થતાં હોય. તમારી વાહ વાહ કરનારની તમે દોસ્તી રાખતા હો તો લખી રાખો કે હજી કક્ષામાં કચાશ છે. ઉચ્ચ કક્ષા વિના ગુણોની રક્ષા અસંભવ છે. નિમિત્ત મળતાં ગુણો બળીને ખાખ થઈ જતાં વાર નહીં લાગે. પ્રભુ મહાવીરને એક જ રાતમાં સંગમે વીસ-વીસ ઉપસર્ગો આપ્યા, ચંડકોશિયાએ ડંખ માર્યા, ગોશાલકે તેજલેશ્યા છોડીઅનાર્ય દેશના વિચરણની કથા લખતા કલમ ધ્રૂજી જાય. આ દરેક પરિસ્થિતિમાં ભગવાન મહાવીર સ્વામીનો ક્ષમા ગુમ ક્ષણમાત્ર માટે પણ વિચલિત થયો ન હતો. કારણ પ્રભુના જીવનની કક્ષા સર્વોચ્ચ શિખર સર કરી ચૂકી હતી. આવો, આપણે પણ આપણા જીવની કક્ષા ઉંચી અને મજબૂત બનાવી દઈએ, જેથી મહેનત કરીને મેળવેલા ગુણોની મૂડી સુરક્ષિત રહી શકે. સમકિતી ઘરમાં રહે પરંતુ એના હૈયામાં ઘર ન રહે. સમકિતી પાળે પોષે કુટુંબને પરંતુ અંતરમાં અકર્તા છું તેવા શ્રેષ્ઠ ભાવને કેન્દ્રમાં રાખીને. ટૂંકમાં સમકિત ગુણી આત્માનું હૈયું આસ્થા અને અનુકંપાની ચરમ સીમાએ ઝૂલતું હોય. એનું દિલ-દિમાગ એક જ ચિંતન ધારામાં રમણ કરતું હોય કે જ્યારે છુટું આ સંસારથી, જ્યારે છોડું આવ્યંતર ક્રોધ, માનાદિ સંસારને. સતત નિર્લેપ રહેવાની કળા જેના હાથમાં આવી ગઈ તે સમકિતી જીવો અમલની યાત્રા તરફ આગળ વધી રહ્યા છે. રત્નાકર મુનિએ પણ પ્રભુ પાસે છેલ્લી ગાથામાં માંગ્યું હતું કે, હે પ્રભુ, ‘આપો સમ્યક્ રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી.’ આવો, આપણે પણ દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વ પર શ્રધ્ધા જમાવીએ. જૈનશાસન, જૈન સંતો, જૈન ધર્મ પ્રાપ્ત કર્યા બાદ જો સમકિતની પ્રાપ્તિ ન કરી, તો રત્નની ખાણમાંથી ખાલી હાથે, અત્રેથી જવાનો વારો આવશે. સંસારમાં લેપાયા વિના, સંસારના કાવા-દાવાથી અલિપ્ત રહેવા અને વિષયો કષાયોથી ઉપર ઊઠવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે અંતર ઘરમાં સમકિતનો દીવડો પ્રગટાવવો. આ દીવડો તમે પ્રગટાવ્યો એટલે એટલો તો ખ્યાલ આવી જશે કે મારું શું છે અને પરાયું શું છે? સુખ ક્યાં છે, સુખ કેવું છે? હું કોણ છું, હું કેવો છું અને હું ક્યાં છું નું જ્ઞાન થઈ જશે અને પછી સત્વ દર્શન થતાં જીવ અસત્ત્વથી સહજ છૂટી જશે, ને સત્વને સહજ પ્રાપ્ત કરી લેશે તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. સમકિત ગુણ પ્રાપ્ત થયા બાદ જીવને સંસાર સુખ ફિક્કુ લાગે છે. સંચમ સુખ સારું લાગશે. સાધનો નહીં અને સાધના પ્રાણ પ્યારી બનશે. એ પરિવારની જંજાળમાં નહીં પણ આત્માની જ્યોતિમાં મસ્ત બની જીવશે. એને ધન કરતાં જ્ઞાનગુણ વધુ વ્હાલા લાગશે. દોલત કરતાં સમ્યકુદર્શન એને દિવ્ય લાગશે. ભેગું કરવામાં એનો જીવ નહીં હોય પરંતુ ભેગું કરેલું ક્યારે છૂટે તે જ વિચારોમાં સતત વિહરતો રહેશે. વાહ, આવા પરમ સ્વભાવને પ્રાપ્ત કરાવનાર સમકિતનો મહિમા ન્યારો છે. એટલે સમકિત ૮૫ ૮૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થયા બાદ, અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં જીવનો મોક્ષ અવશ્ય થાય છે. જીવની આ સિદ્ધિ કંઈ ઓછી છે? જુઓ, તમે ભાડાના ઘરમાં રહેતા હો, તો ભલે તમારી રહેણી કરણી, મકાનમાલિક જેવી હોય પરંતુ અંતરમાં તો એ વાતનો ભેદ સતત વર્તતો રહેતો હોય કે ઘર ભાડાનું છે મારૂં નથી. પાડોશીના બાળકને રમાડતી. મા, બાળકને ખૂબ લાડ કરે. ખવડાવે, રમાડે. જોનારને એમ જ થાય કે આ બાળકની માતા જ છે. પરંતુ રમાડનાર સ્ત્રીને ખબર હોય છે કે આ પાડોશીનું બાળક છે, મારું નહીં, અને આ ભેદ તો નિરંતર ઊભો જ હોય લગ્ન પ્રસંગે માંગીને બીજાના દાગીના પહેરીને પ્રસંગમાં મસ્તીથી. મહાલતા હો પણ તમારું મન તો ભેદ બતાવતું જ હોય છે કે આ દાગીના મારા નથી, બીજાના છે. ભલે જોનારને આ વાતનો ખ્યાલ ન આવે પણ પહેરનારને જરૂર હોય છે. બસ, ભેદજ્ઞાન પ્રગટ થાય તે સમકિત અને ભેદભાવ ઊભો કરે તે મિથ્યાત્વ. શરીર એ હું નથી, હું આત્મા છું. આ ભેદજ્ઞાન સતત કરાવે. હું આત્મા છું, શરીર નથી એવું જ્ઞાન દર્શન નિરંતર વર્તી રહે તો જીવ નિર્લેપ રહી શકે. નિર્લેપ બન્યા વિના ધર્મની શરૂઆત થતી નથી. ખારા સમુદ્રમાં મોતીને રહેવું નથી પણ રહેવું પડે છે. ખારા સંસારમાં, સમકિતીને રહેવું નથી પરંતુ રહેવું પડે છે. કૃષ્ણ મહારાજા પણ સંસારમાં રહ્યા હતા, પરંતુ તેમનું મન સંયમમાં હતું. સંયમ મળે તો મારા ત્રણ ખંડને ક્ષણમાં છોડી દઉં. પરંતુ નિયાણું કરીને આવ્યા હોવાને કારણે સંયમ ના ગ્રહી શક્યા. સંસારના કાદવમાં જગ્યા પણ સંસારના કાદવથી અલિપ્ત રહ્યા. આપણે પણ સંસારના કર્તવ્ય કરીએ પણ આ કર્તાપણાના ભાવો કરી, કર્મોના બંધનથી દૂર રહી સાચા સમકિતી બનીને આજથી જીવવાનું ચાલુ કરી દઈએ. અમલ બની નિર્મલ બનવા માટે નિર્લેપ રહેવું તે જેટલું મહત્ત્વનું સાધના જીવનનું અંગ છે એથી પણ વધુ આવશ્યક અને મહત્ત્વનું અંગ છે, નિર્દોષ જીવન જીવવાની પધ્ધતિ. નિર્લેપ રહેવા સમકિત જોઈએ તો નિર્દોષ જીવન જીવવા માટે જીવ પાસે સંયમ-ધર્મ જોઈએ. સમકિત સત્ય દર્શાવે છે જ્યારે સંયમ સત્યને પામે છે. સત્યદર્શન વિના સત્ત્વ પામવું ઘણું મુશ્કેલ છે. પરંતુ સત્યદર્શન થયા બાદ. સંગમનિ ચ વરિયં સંયમ ધર્મમાં સમ્યક્ પરાક્રમ ફોરવવું. ભીતર યાત્રા જોઈએ છે માનવીને સુખ, પણ સાધનોના માધ્યમે જોઈએ છે. માનવીને શાન્તિ જોઈએ છે, પણ સત્તાના આધારે જોઈએ છે. માનવીને સમાધિ જોઈએ છે, પરંતુ પરિવારના માધ્યમે. શું મેળ ખાય આ માનવીનો, જેમાં જે નથી અથવા જેના વડે મળી શકે તેમ નથી તે શું મળે? ઘરમાં ખોવાઈ છે. ૬૦ વરસના માજી લાઈટના થાંભલા નીચે કંઈક શોધી રહ્યાં હતાં. મોટી ઉંમર અને આંખોની ઝાંખપ, ચીજ કંઈક ખોવાઈ છે જે મળે તેવી આશા છે. ત્યાંથી એક યુવાન પસાર થતાં તેની નજરમાં વૃધ્ધ માજી દેખાયાં. નજીક જઈને પૂછ્યું, મા શું શોધો છો ? બેટા! હું ક્યારની મારી સોય શોધી રહી છું. ઘણી શોધી પણ મને મળતી નથી. યુવાને આ વાત સાંભળી મા ને કહ્યું મા તમે બેસો હું હમણાં જ તમારી સોય શોધી આપુ છું, અને યુવાન સોય શોધવાનાં કામમાં લાગી ગયો ચારે બાજુ ફેંદી વળ્યો પણ કેમેય સોય મળતી નથી. મા પાસે જઈને યુવાને કહ્યું, મા તમારી સોચ અહિંયા જ ખોવાઈ છે. એ તમોને બરાબર ખબર છે ને ? હા બેટા મને બરાબર ખબર છે કે મારી સોય ખોવાઈ છે અને તે મારા ઘરમાં ખોવાઈ છે... ઓ મા, તમે પહેલા બોલ્યાં હોત તો હું તમારી સોય ઘરમાંથી જ શોધી આપત ને ? હા બેટા તારી વાત સાચી છે, પરંતુ ઘરમાં અંધારું છે હું કેવી રીતે શોધી શકું એટલે આ લાઈટમાં શોધવાનું કહ્યું. બસ, આ વાત પરથી સમજવાનું છેકે જ્યાં જે નથી ત્યાં તે ન શોધાય, જ્યાં જે છે ત્યાં જ અખંડ પુરુષાર્થ આદરાય. શરીરમાં સુખ શોધનાર, સંપત્તિને જ કેન્દ્રમાં રાખીને જીવનાર, સત્તા જ જેમનું જીવન નિશાના બનાવી ડોશી જેવી મુર્ખતા કરી રહ્યાં છે. હવે જ્યાં છે જ નહીં ત્યાં કયાંથી મળવાનું છે? આકાશમાં ફૂલ ઉગાડવાની મહેનત કરનાર ક્યારેય સફળ ૮o - ૮૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ સૌથી વ્હાલું શું? બનતો નથી, તેમ સંસાર ક્ષેત્ર શોધવાનાં ફાંફાં મારનાર ક્યારેય ફાવતો. નથી. જ્ઞાની ભગવંતે તો સ્પષ્ટ જણાવ્યું છે કે વધુ સારકિરાંરારશ્ન દુઃg , દુઃખથી પ્રચુર એવો સંસાર અઘુ અને અશાશ્વત છે. જેમાં ચક્રવર્તી જેવા નથી ફાવ્યા તો તમે શું ફાવવાના છો. અનુભવીઓના અનુભવ કહે છે કે પાણી વલોવીને માખણ મેળવાની તમન્ના જેવી હાલત આ માનવીની છે. સંસારમાંથી નવનીત શોધવું છે. “ન ભૂતો ન ભવિષ્યતિ' ભૂતકાળમાં અનંત જીવોને સંસારમાં નવનીત મળ્યું નથી અને ભવિષ્યમાં મળવાનું પણ નથી. હાય! છતાં જીવની કેવી કારમી વાસના કે ત્યાંથી પાછો વળી શકતો નથી. મધુબિન્દુની માત્ર ઈચ્છા અને સેંકડો માખીઓના ડંખ ખાવા તૈયાર માનવી કરતાય ભૂંડી હાલત છે આજના માનવીની. એક સુખ પાછળ પાગલ બનીને અનેક દુઃખો-વિટંબણાને સામે ચડી આમંત્રણ આપે છે! હું તમને પૂછી લઉં કે તમને જગતમાં સૌથી વ્હાલું શું લાગે છે? તમે પ્રાણથી પણ પ્યારું કોને માનો છો ? પરમેશ્વરને કે પૈસાને ? મને ખ્યાલ છે કે સંસારના જીવોને પૈસો એ જ પરમેશ્વર છે. પરંતુ યાદ રખજો, આચારાંગજી સૂત્ર ફરમાવે છે કે રાત-દિવસ, ઉજાગરા કરીને મેળવેલી લક્ષ્મી ચોર ચોરીને લઈ જશે. આગ લાગતા અગ્નિમાં લક્ષ્મી ખાખ થઈ જતાં વાર નહીં લાગે. અરે હા... આવું કદાચ ન બને તો તમારો પરિવાર તેના ભાગ પાડી પડાવી લેશે. અને માનો કે કદાચ એવું પણ ન થાય તો પણ મૃત્યુ થતા બધી લક્ષ્મી અને છોડીને રવાના થવું પડશે. લખી રાખજો કે જે વ્હાલું હોય તે તમારી સાથે જ રહે. તમારી સાથે જ આવે, તમારો પીછો ન છોડે. તમે કહો છો કે લક્ષ્મી વ્હાલી છે પણ લક્ષ્મી તો તમને છોડીને ચાલી પણ જાય અને તમે પણ લક્ષ્મીને છોડીને ચાલ્યા જાવ. ક્યાં રહી તમારી સાચી ગણતરી. ચાલો, તમે કહો છો ને કે લક્ષ્મી તેમને વ્હાલી છે. હું તમને બતાવી દઉં કે લક્ષ્મી તમને હાલી નથી. समाययन्ती अमई गहायं' ભગવાન જણાવે છે કે લોભીને મન, ધન અમૃત છે. અચાનક પુત્રની તબિયત બગડી, હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે તપાસ કરી, મોટું ઓપરેશન કરવું પડશે, રૂ. બે લાખનો ખર્ચો થશે. બોલો, એ સમયે તમે શું કરો ? રૂ. બે લાખનો ખર્ચો કરો ખરા? હા સાહેબ, કરવો જ પડે ને! પુત્ર તો અમને પ્રાણ પ્યારો છે. જુઓ, તમે બધાએ ગણિત બદલી નાખ્યું. હવે પૈસા કરતા પુત્ર વધુ વ્હાલો લાગે છે ખરું ને? પુત્ર છે તો બધું છે. પુત્ર માટે તો કેટલા અરમાનો ઊભા કર્યા છે. એને ડોક્ટર બનાવીશું. મોટો થશે એટલે અમને સુખ શાંતિ આપશે, સેવા કરશે. ખરું ને? આવા અનેક અરમાનો સાથે માતા-પિતા પુત્રને ભણાવેગણાવે અને પછી રચેલા અરમાનોના મિનારા જ્યારે તૂટી પડે છે ત્યારે માતા-પિતાની દશા જે થાય છે તે કલ્પના બહારની છે. કલ્પના કલ્પાંતમાં ફેરવાય જાય છે. અરમાનો બધા આગ જેવું સ્વરૂપ ધારણ કરે છે. ન તો પ્રશંસાના બળ કરતા પ્રેરણાનું બળ વધુ લાભ કરતા છે એક વિકાસ કરાવે. એક વિકાસમાં અવરોધ ઉભા. કરે છે. દુઃખની વાત છે પ્રસંશા જીવને ગમે છે. પ્રેરણા ખટક્યા કરે છે. 0 0 0 સાસુ કહે છે વહુના નેણમાં ઝેર છે. વહુ કહે છે સાસુના વેણમાં ઝેર છે. જ્ઞાની ભગવંત કહે છે આ તો કર્મની લેણ-દેણ છે. - ૮૯ - GO Page #47 -------------------------------------------------------------------------- ________________ સહી શકે ન તો રડી શકે. જોઈ લો શ્રેણિકની દશા કોણિકે શું કરી હતી ? ચાલો, તમે કહો છો ને કે અમને પુત્ર બહુ વ્હાલો લાગે છે. હવે તો જરાય ફરશો નહીં ને ? બરાબર મક્કમતાથી કહો છો ને કે અમને પુત્ર વ્હાલો લાગે છે. ચાલો, હું તમને એ પણ બતાવી આપું કે તમને પુત્ર હાલો નથી. તમારી પત્ની પુત્રને જન્મ આપવાની છે. ઘડી પછી જ્યાં પુત્ર જન્મશેની ઊંચી ભાવનામાં હોસ્પિટલની લોબીમાં આંટા મારતા હતા ત્યાં રૂમમાંથી બહાર આવીને ડૉક્ટરે સમાચાર આપ્યા કે કાં તો મા બચશે. અને કાં તો બાળક, તમે કહો તેમ કરીએ. બોલો, આવા સંજોગોમાં તમે શું નિર્ણય લેશો? તમને પુત્ર હાલો છે તે વાત ભૂલતા નહીં. જલ્દી બોલો, કેમ મૌન ધારણ કરી લીધું ? તમે સાચું બોલજો, આવા સમયે તમે શું કરો ? સાહેબ, પત્નીને જ બચાવવાનું કહેવું પડે ને! તો સાબિત થઈ ગયું કે તમને પુત્ર કરતાં પત્ની વધુ વ્હાલી છે. જુઓ, તમે કેટલા ફરી જાવ છો. યાદ રાખજો, જેનું ગણિત ક્યારેય ન બદલાય તે જ્ઞાની. જેનું ગણિત બદલાયા વિનાનું ન રહે તે અજ્ઞાની. પ્રસંગે રંગ બદલે તે સંસારી અને પ્રસંગે વૈરાગ રંગ ચડે તે સંચમી. હવે, પૂછો આપણી જાતને કે આપણે ક્યાં છીએ ? ચાલો, તમે કહો છો કે પત્ની વ્હાલી છે, તો એ પણ બતાવી આપું કે તમે તેમાં પણ હજી પાક્કા નથી. રાત્રિના બાર વાગ્યાની આસપાસ ગુંડા લોકો ઘરમાં ઘૂસી જાય, લક્ષ્મી-ઝવેરાત લૂંટી લે, અને કહે કે તમારા બેમાંથી કોઈ એકના પ્રાણ મારે લેવા છે. બોલો, હવે તમારી દશા કેવી હશે? ત્યારે કહેશો કે મને જીવવા દો, કારણ કે મને મારો જીવ વ્હાલો છે. જ્ઞાની ભગવંતો એ જ જણાવવા માગે છે કે જીવને સૌથી વ્હાલો પોતાનો જીવ હોય છે, પરંતુ મોહદશાને લઈને તે પૈસાને વ્હાલો બનાવે છે. પુત્રને વ્હાલો માને છે. પત્નીને પોતાની માને છે. પરંતુ મોહનો નશો ઊતરતાં વાસ્તવિક દશાનું દર્શન કરીને પોતાનો જીવ જ વ્હાલો બનાવે છે. જીવા વ્હાલો બનાવનાર જીવની રક્ષા કરશે તેમાં બે મત નથી. પરંતુ જીવને વ્હાલો બનાવ્યો નથી અને જડ જ વ્હાલું લાગે છે. સુખ કેવું છે? એક યુવાને મને પૂછ્યું, મોક્ષમાં શું છે? મેં કહ્યું, સુખ છે. યુવાને પૂછ્યું, કેવું સુખ છે ? મેં કહ્યું, હું મોક્ષમાં જઈને અનુભવીને આવું પછી કહ્યું... યુવાન હસવા લાગ્યો. મેં કહ્યું, ભલા મોક્ષનું સુખ શબ્દમાં ન આવી શકે. મોક્ષસુખનો અનુભવ છે. મેં યુવાનને કહ્યું, મોક્ષ સુખ કેવું છે તે બતાવું. પરંતુ તું મને એ કહે કે ગોળ કેવો? યુવાન કહે, ‘ગળ્યો’. ‘અચ્છા, ગળ્યો, પરંતુ કેટલો ગળ્યો ?' પૂછ્યું. યુવાન કહે, “ગળ્યો એટલે ગળ્યો, એમાં કેટલો ગળ્યો તે કેવી રીતે બોલાય...? !' અચ્છા, હવે હું તને પૂછું કે ઘીનો સ્વાદ કેવો? યુવાન વિસ્મય પામીને મારી સામે જ જોવા લાગ્યો... બોલ ભાઈ ઘીનો સ્વાદ બોલ, મારી સામે શું જુએ છે ? બસ, યુવાન બોલી જ ન શક્યો. ઘી જડ છે અને જડનો ગુણધર્મ અનુભવવા છતાં જીભથી શબ્દમાં લાવી શકાતું નથી. તો ભલા, મોક્ષ તો ચૈતન્યનો ગુણધર્મ છે, અરૂપી છે, એવા મોક્ષતત્ત્વને શબ્દમાં કઈ રીતે લાવી શકાય? અરે, પ્રભુએ મોક્ષને જગતના કોઈ તત્ત્વ સાથે સરખાવ્યો નથી. કારણ, ‘ઉવમાનન્થિ’ મોક્ષ સુખ માટે જગતમાં કોઈ ઉપમા જ નથી. ઉપમાને પેલે પાર જેનું સુખ છે, એવા મોક્ષ ઉપરની શ્રદ્ધા એ જ શ્રેષ્ઠ ઉપાય છે. અવિશ્વાસના કેન્દ્ર પર પણ તમે કેટલો વિશ્વાસ જમાવી જીવન જીવો. છો, તો જે વિશ્વાસનું કેન્દ્ર છે તેમાં શંકા શા માટે ? જૈનધર્મ શ્રદ્ધા પ્રધાન ધર્મ છે, ત્યારબાદ પુરુષાર્થ પ્રધાન. તમને તમારા પરિવાર પર વિશ્વાસ છે. તમને તમારી લક્ષ્મીનો ભરોસો છે. મને તો કાંઈ જ થવાનું નથી. મોત બીજાને આવ્યું, મને વાર છે. રોગ બીજાને થયો છે, મને નહીં થાય. આવા અંધ વિશ્વાસ પર આપ જીવો છો તો તિજ્ઞા તારથw એવા તીર્થંકર પ્રત્યે, તેઓના જયવંતા જૈનશાસન પ્રત્યે, શાસ્ત્ર પર, સંતો પર અને તમે જે કરો છો તે સાધના પર કેટલો વિશ્વાસ? યાદ રાખજો, શ્રદ્ધા વગરની સાધના, જીવને તારતી નથી, શ્રદ્ધા સહિતની સાધના, જીવને ડૂબાડતી નથી. કંદમૂળમાં અનંત જીવો છે, ભલે પ્રયોગમાં સિદ્ધ થાય કે નહીં, પરંતુ પ્રભુના ઉપયોગમાં સિદ્ધ થયેલ બાબત છે કે કંદમૂળમાં અનંત જીવો છે. - ૯૨ ૯૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાને હજી હમણાં જીવ સૃષ્ટિની શોધ કરી, જગતને બતાવી રહ્યું છે કે પાણીમાં જીવ છે, પૃથ્વીમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે. પરંતુ મારા મહાવીર પ્રભુએ તો ૨૫૨૬ વર્ષ પહેલાં જ બતાવ્યું છે કે છકાયમાં જીવોનું અસ્તિત્ત્વ છે. શંકા ન કરો, શ્રદ્ધા કરો. કારણ ‘શા! મત્ત નાસફ', શંકા કરવાથી સમકિતનો નાશ થાય છે. જુઓ, જમાલીની દશાનો વિચાર કરો. જ્યારે ગૌતમસ્વામીની શ્રદ્ધાએ સર્વજ્ઞ બનાવ્યા હતા. બસ, તમે તમારી શંકાથી જ ડૂબો છો અને તમે તમારી શ્રદ્ધાથી જ ભર પાર તરો છો. પસંદગી તમારા હાથમાં. આ જગતમાં સારી રીતે કામ કરનારા ઘણા મળે છે પણ સારું હોય એ જ કરનારા બહુ ઓછા મળે છે. 0 0 0 વીલની મિલકત માટે ન્યાયાલયમાં જનારો દિલની મિલકત ગુમાવી બેસે છે. 0 0 0 ગામડાનો માણસ અભણ રહીને માત્ર પોતાની જિંદગી બગાડે છે જ્યારે ભણેલાઓએ અણુબોંબનું સર્જન કરી વિશ્વના તમામ માણસોની જિંદગીને ભયના સકંજામાં ફસાવી દીધી છે. ૯૩ અહંકારને ઓગાળે તે ભક્તિ માત્ર મિંડી વિનાનો છે. પરંતુ સારાએ જગતના માનવીને નાચ નચાવે. મદ જેની સાથે લાગ્યો એટલે ત્યાં જ સફળતા રદ થવા લાગી જાય. અરે, આધ્યાત્મિક ક્ષેત્રે જ નહીં, સંસાર ક્ષેત્રે પણ ઘણું ઘણું રદ થઈ જવા પામે છે. માટે સાધકો મદથી તો દૂર રહે છે, પરંતુ મદનો પડછાયો લેવાય રાજી નથી હોતા. રાવણ પાસે એટલી શક્તિઓ હતી કે જે અન્ય પાસે મળવી મુશ્કેલ હતી. પરંતુ રાવણ થાપ ખાઈ ગયા હતા, મદના પાપે જ. જ્યારે રામ સર્વે જનોથી પૂજાયા, મદની અલિપ્તતાને કારણે યાને નમ્રતાવંત હતા. મદ શબ્દને ઊંધેથી વાંચો તો! દમ શબ્દ બને છે. વાહ! કેવો ગર્ભિત સંદેશ જીવને મદ શબ્દ આપે છે. તું મને દમી દે નહીં તો હું તને, તારા સુખને, તારી ગુણ ગરીમાને દાબી દઈશ. માણસનો મદ જ માણસના સુખને રદ કરી નાંખે છે અને અનહદ દુ:ખ લમણે ઝીંકી દે છે. છતાં મદનો આસ્વાદ લેતો માનવી મદના નશામાં છૂટવા કેમેય તૈયારી બતાવતો નથી. અરે મદ ઘવાય ત્યારે જાણે બધા પ્રાણ ઘવાય એટલો રીબાય છે. જે મદના ચક્કરમાં ફસાયો પછી એ ધરતીથી ઉપર ચાલે, છાતી કાઢીને ચાલે અને એને એમ જ લાગ્યા કરે કે હું કંઈક છું. પરંતુ કવિએ કાવ્યમાં જણાવ્યું છે. ઓ ફૂલ ખીલેલા ગર્વ ન કર, તારી દશા કરમાઈ જશે કરમાઈ જશે, ચીમળાઈ જશે, ચૂંથાઈ જશે... ગૌરવ વધારવા આવેલો માનવી, ગર્વ વધારી જીવનમાં અનેક ગણું ગુમાવે છે. એ યાદ રાખવા જેવી વાત છે કે લંકાધીશ રાવણે ય અહંકારના પનારે પડીને જીવન બરબાદ કર્યુ હતું. તો બાહુબલીની કઈ દશા કરી .. આ અહંકારે. “હું મારા નાના ભાઈને ના નમું' આટલો નાનો અહંકાર અહમ્ દશાના મહામૂલ્ય લાભથી વંચિત કરી દે, ગજબ છે આ અહંકારની તાકાત... એટલે જ કહ્યું છે કે “અહં રે અહં તું મરી, બાકી રહેશે તે હરી'' અહંની વિદાય એટલે અહંનું આગમન. અહં એટલે મોહનું સ્વરૂપ. ૯૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ અહં એટલે આત્મ સ્વરૂપ. જેઓએ ખરેખર આત્માને પામવો છે, સમજવો છે, અને ઓળખવો છે તેઓએ કોઈપણ ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થનો, કોઈપણ કુળનો, કોઈપણ ગોત્રાદિ પુણ્ય કે પાપથી મળેલાનો અંતરમાં મદઅહંકાર કરવાનો ત્યાગ કરવો જોઈએ. કારણ, સંસારના ક્ષેત્રે કરેલા અહંકારનું પાપ ધર્મના ક્ષેત્રે ધોઈ શકાય છે. પરંતુ ધર્મના ક્ષેત્રે કરેલા અહંકારનાં પાપો ક્યાં જઈને ધોશો ? યાદ રાખો! ૩ સફળ જોયા અસંખ્યાતિ વાર ઉચ્ચ ગોત્ર ને નીચ ગોત્રને આત્મા પામ્યો છે, તો સંસારની એક નહીં અનેક બાબત અનેકવાર પામ્યો છે. આગમના સૂત્રને આત્મસાત્ કરી લેવું ભૂલશો નહી. વિશેષ ગૌત્ર, વિશેષ પદાર્થો કે વિશેષ ગતિ પ્રાપ્ત થવાથી, આત્મા વિશેષ બની જતો નથી. અને અવિશેષ સ્થાન ગતિ જવાથી ખરાબ થઈ નથી જતો. આત્મા તો આત્મા જ રહે છે. એ તો. કર્મ વળગણ ઉદયાધીન છે. પરંતુ આત્મ સ્વભાવ ઉદયાધીન નથી.. આત્માનો જ્ઞાન-દર્શન ગુણ સ્વભાવ સહજ છે. માટે વમળમાં ફસાવું નહીં. અને અહમ્ કરવો નહીં. અને વળગણમાં જ અટવાયો તો જન્મ-મરણનું ચક્ર ચાલુ જ રહેવાનું તેમાં બે મત નથી. મરીચિ નાચવા લાગ્યા સમવસરણ રચાયું છે. બારે પ્રકારની પરિષદા ઉપસ્થિત છે. પ્રભુ ત્રઢષભદેવ દિવ્ય દેશના આપી રહ્યા છે. આ સમોસરણની શરૂઆત ભરતક્ષેત્રમાં પ્રભુ બદષભદેવથી શરૂ થઈ. ભવ્યાત્મા સમોસરણમાં જગ ભૂલી જિનેશ્વર દેવની વાણીનું શ્રવણ કરી જાતનું સ્મરણ કરી રહે છે. સમવસરણમાં ઉપદેશને વિરામ અપાયો. પરિષદ સૌ સૌના સ્થાનેથી ગંતવ્ય સ્થાન તરફ આનંદવિભોર બની જવા લાગી. પરંતુ ભરત ચક્રવર્તીને મનમાં એક સવાલ ઊઠ્યો હતો અને એ સવાલનો જવાબ પ્રભુ પાસે મેળવવો હતો, તેથી તેઓ અંજલિ કરીને પ્રભુને પ્રશ્ન પૂછે છે. પ્રભુ! આપની આ સભામાં કોઈ તીર્થંકરનો આત્મા છે ? ત્યારે પ્રભુએ પ્રસન્ન ચિત્તે ઉત્તર આપ્યો કે હે ભરત, છે પણ તે આ સમોસરણમાં નહીં, પરંતુ સમોસરણના દરવાજે તમારો જ પુત્ર મરિચી આ જ ભરતક્ષેત્રના ચોવીશમાં તીર્થકર બનવાનો છે. અરે! ભરત ચક્રવર્તીના આનંદનો કોઈ પાર ના રહ્યો અને તરત જ સમવસરણના દરવાજે રહેલા મરિચી પાસે જઈ ભરતા ચક્રવર્તી એક ત્રિદંડી મરિચીને ભાવપૂર્વક નત મસ્તકે વંદન કર્યા અને આનંદ વ્યક્ત કર્યો કે મરિચી હું તમારા આ ત્રિદંડીપણાને વંદન કરતો. નથી, પરંતુ તમારો આત્મા ભાવિના ૨૪મા તીર્થંકર બનવાનો છે માટે વંદન કરું છું... બસ મરિચીના કર્ણપટ પર આ વાત પડી, ત્યાં તો ઔર નાચી ઉઠયો. વાહ! અમારું કેટલું ઉંચું ગોત્ર ? મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું ભાવિનો તીર્થકર. બસ પોતાના કુળ ગોત્રનો રસ રેડીને મદ કર્યો અને પરિણામે ભવોભવ પ્રભુના આત્મા માટે ઉચ્ચકુળમાં જન્મ મળવાનું રદ થઈ ગયું. આ વાત એ કહેવા માંગે છે કે મળેલાનો મદ કરશો નહીં. નહિતર બીજા ભવમાં બધુંય રદ થઈ જશે. યાદ રહે ભક્ત હૃદય બને ત્યારે આ મદ-અભિમાન જીવનમાંથી અલવિદા થાય છે કારણ કે ભક્તિમાં મન સમર્પણ બને છે અને અહંની આહુતિ અપાય છે. ભગવાનના ભક્ત બનો. જીવનમાં ધર્મક્ષેત્રે પ્રવેશતા સૌ પ્રથમ બનવાનું છે ભગવાનના ભક્ત. ભક્ત બન્યા વિના ધર્મક્ષેત્રે કોઈ ક્યારેય સફળ બન્યું નથી. ભક્ત હૃદયવાળાને સૌથી મોટી સફળતા જો કોઈ મળતી હોય તો તે છે તેના અહંકારના ચૂરેચૂરા થઈ જાય છે. અહમ્ ઓગળી જાય છે. સમર્પણ સહજ બને છે. હૃદય ભક્તનું બને ત્યારે ધર્મની શુભ શરૂઆત થાય છે. ભક્ત બન્યા વિના જેઓ પંડિત બન્યા છે, ભક્ત ગુણનો વિકાસ કર્યા વિના જેઓ સમાજક્ષેત્રે આગળ વધ્યા છે અને ભક્તપણું પ્રાપ્ત કર્યા વિના જેઓ જૈનશાસનના કાર્ય કરવા લાગી ગયા છે, તેઓને પ્રાયઃ અહંકારનો અજગર ગળી જાય છે. બસ પછી એ ભલે પોતાની જાતને સેવા કરીને સેવક માને. ભલેને તે દાન કરીને સમાજમાં દાનેશ્વરી તરીકે પંકાય. અરે શ્રાવક સાધના વ્રત પણ કેમ ન સ્વીકારે, પરંતુ અંતે ભક્ત હૃદય વિના તે તમામ તેના માટે અહંકારનું કેન્દ્ર બની જાય છે. ભક્તિની શક્તિ અમાપ અને અસીમ છે. માટે જ કહેવામાં આવ્યું છે, ભક્તિ ભવસિંધુ તરાતી હૈ, ભક્તિ ભવતાપ મીટાતી હૈ, - ૯૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ભક્તમેં ફરક નહિ, ભક્તિ ભગવાન બના દેતી હૈ. અહંકારને ઓગાળી નાખવા માટે ભક્ત બની ભગવાનની ભક્તિમાં જાતને ઓગાળી નાખવાની અને ગુરુની સેવા કરી, જાતને અર્પણ કરી, અપેક્ષાની ધાર બુઠ્ઠી કરી અવિરત ભક્તિભાવથી ભાવિત બનવાનું ક્યારેય ભૂલવું ન જોઈએ. આજે થોડું જ્ઞાન મળી ગયા બાદ જીવ હાથમાં ન રહે. થોડું ગણું સન્માન પ્રાપ્ત થઈ જાય પછી જાતને કાબુમાં રાખવાને બદલે બેફામ બની વર્તવા લાગે. હાય! જીવને ત્યાં સુધી ભાન ભૂલાવી દે કે આ ધર્મક્ષેત્ર છે. અત્રે આ ન બોલાય. અત્રે આ વૃત્તિ-પ્રવૃત્તિ ન કરાય. અરે, સાધુ-સંત સાથેના વ્યવહારમાંય અહંકાર ડોકાયું કરે, છતાં આ જીવ બેભાન બની અહમ્ના નશામા બધું જ વિસરી જાય. એટલે જ મારે કહેવું છે. બધું બનતા પહેલા ભક્તિ સભર હૃદય બનાવજો. ભક્ત હૃદયવંત બને, તેને ભગવાન પ્રાણ પ્યારા લાગે. ગુરુમાં ગુરુના દર્શન થાય. જગતમાં ભક્તનું મન મોહે નહીં. હું અને પ્રભુ તું, બાકી બધુ ભક્ત માટે પરાયું હોય છે. સરિતા સાગરને ભેટે છે, ત્યારે કેવી આનંદવિભોર હોય છે. બસ, ભગવાનની ભક્તિ કરવા બેસે ત્યારે ભગવાનમાં ભળી જવાનો વિશેષ અનેરો આનંદ ભક્ત હૃદયને હોય છે. આજે ભગવાનનું નામ લેનારા મળે છે પણ ભક્તહૃદય બની ભગવાનમાં ભળવાવાળા ભક્તો મળતા નથી. કારણ આજે માણસને જ્ઞાની-પંડિત-વક્તા-કવિ-ગુરુ આવું બધું બનવું પસંદ છે, પણ ભક્ત બનવું પ્રાયઃ ઓછું પસંદ છે. જુઓ ભક્તહૃદય બનેલા ગણધર ગુરુરાજ ગૌતમસ્વામીને. કેવી ગજબની ભક્તિ હતી. કેટલી ગજબની સમર્પિતતા. હા, અહંકારના નાશ માટે સર્વ શ્રેષ્ઠ રસ્તો છે મહાપુરુષોને તન-મન-વચન સમર્પિત કરી દેવાનો. અને જે સમર્પિત બનવામાં સફળ, તે પ્રભુનો ભક્ત બનવામાં સો ટકા સફળ. તેમાં લેશ શંકાને સ્થાન નથી. મનનું સમર્પણ જુઓ રામ પ્રત્યે હનુમાનનું કેવું અજબ - ગજબનું સમર્પણ. વનમાં ક્યાંય દૂર નીકળી ગયા બાદ રામે હનુમાનજીને કહ્યું, “હનુમાજી હવે એમ કરો આપણે ઘણા દૂર નીકળી આવ્યા છીએ. અહીંયા તમોને મન પસંદ Ed પડે ત્યાં એક ઝૂંપડી બનાવી દો, જેથી આપણે આરામ કરી શકીએ.'' આ વાત સાંભળતાં જ રામ ભક્ત હનુમાનજી બાજુમાં એક ટેકરી પર ચડીને નાના બાળકની જેમ રડવા લાગ્યા. રામ સીતા તો હનુમાનજીને રડતા જોતાં જ રહી ગયા. આ શું? સીતાજી, હનુમાનજીને મનાવવા ગયા... ભક્ત હનુમાનજી, આપ આમ કેમ રડવા બેઠા ? આપ તો શક્તિ અને ભક્તિ સંપન્ન છો. રામની આજ્ઞા તો સાવ મામૂલી છે, એ ઝૂંપડી બનાવવામાં તમને શું મુશ્કેલી લાગી કે આપ રડવા લાગ્યા છો? અરે સીતાજી, રામે મને ઝૂંપડી બનાવવાની આજ્ઞા આપી હોત તો એક નહીં આખા વનને ઝૂંપડીમાં ફેરવી નાખું એટલી શક્તિ મારામા રામની કૃપાએ છે. પરંતુ રામે મને આજ્ઞા કરી કે તમોને મનપસંદ પડે ત્યાં ઝૂંપડી બનાવી દો તો સીતાજી હું આ જન્મમાં નહીં પરંતુ જન્મોજન્મમાં પણ ક્યારેય નહીં બનાવી શું. કારણ મારી પાસે મન જ નથી, તો પસંદ મારી ક્યાંથી હોય? મેં મારું મન તો પ્રભુ રામના ચરણે સમર્પણ કરી દીધું છે. હવે સીતાજી, આપ જ કહો, હું ઝૂંપડી બનાવી શકવા સમર્થ છું? સીતાજી હનુમાનજીની ભક્તિભરી ખુમારીવંત વાત સાંભળી મૌન થઈ ગયા... હર આંખ ચહાં ચું તો બહુત રોતી હૈ, હરબંદ મગર મોતી નહીં બનતા હૈ, જો દેખકે રો દે ભગવાન કી યાદમેં, ઉસ આંખ સે આંસુ ગીરે વો મોતી હૈ. ભક્ત! ક્યારેય રોતો ન હોય અને રડે તો માત્ર પ્રભુના વિરહમાં રડે, તેવા ભક્તને ભગવાન પણ દિલ દઈ ચાહે છે. ભગવાનના ભક્ત બન્યા વિના ભવસાગર તરવાનું સામર્થ્ય પ્રટ થતું નથી. શક્તિના માલિક ઘણીવાર બન્યા છીએ. આ ભવમાં ભક્તિવંતા બનવાનું ભૂલશો નહીં. જુઓ તો, ગોશાલક શક્તિઓ અને લબ્ધિઓના ભંડારી હોવા છતાં કલ્યાણ કરવામાં નિષ્ફળ બન્યા. કારણ, ભગવંત પ્રત્યેની ભક્તિનો અભાવ. માનવીના ખોળિયે શક્તિના સ્વામી બન્યા. હવે ભક્તિવંતા બનો, નહીંતર બધુ કરેલું પાણી ભેગુ થશે. શક્તિશાળીઓ માનવ જન્મ ધરીને અનેકના પ્રાણો લેવામાં શૂરવીર બન્યા છે. જ્યારે ૯૮ Page #51 -------------------------------------------------------------------------- ________________ ભક્તિવંત હૃદયવાળા પુણ્યાત્માઓ સમય આવે પ્રાણોનું બલિદાન કરતાં અચકાયા નથી. જુઓ ને ગોશાલકની શક્તિ સામે સુનક્ષત્રમુનિ અને સર્વાનુભૂતિ મુનિવરોના ભક્તિવંતા હૃદયે પ્રાણની આહુતિ આપી, ઉજળો ઈતિહાસ અંકિત કરીને ગયા. બહું જ અગત્યની બાબત છે, આ ભવે ભગવાનના ભક્ત બનીને જીવન વિતાવવું. ભક્તહૃદયવાળાને દુઃખ આવે તો પણ ભગવાન તરફથી મળેલી ભેટ ગણી હસતા મુખે સહી લેવા તૈયાર હોય છે. - ભક્તિમાં અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. જે જગત માટે આશ્ચર્ય અને ચમત્કારનું કારણ બને છે. ખ્યાલ હશે તમોને કે માનતુંગાચાર્યની જ્યારે કસોટી કરવામાં આવી અને અડતાલીસ તાળા લગાવી દેવામાં આવ્યા, ત્યારે માનતુંગાચાર્યે બદષભદેવની ખરા અંતઃકરણથી સ્તુતિ કરી. એક-એક શ્લોક રચાતો ગયો ને તાળા તૂટતાં ગયાં અને સર્વેને બતાવી આપ્યું કે જૈનધર્મ કંઈ કમ નથી. બસ, ભક્તિ વ્યક્તિને ભગવાન તુલ્ય બનાવવામાં સહાયક છે. આજે વિજ્ઞાને શક્તિના પ્રદર્શનો કર્યા છે. જેમાં આખું વિશ્વ અંજાઈ ગયું છે. શક્તિ પાછળ આંધળી દોટ લગાવીને ન કલ્પી શકાય તેવી શોધ કરી વિશ્વને આશ્ચર્ય મુગ્ધ બનાવ્યું છે. પરંતુ શક્તિ માત્રથી વિશ્વ સુખ કે શાન્તિને પ્રાપ્ત કરી શકશે તે માત્ર વિજ્ઞાન જગતની કલ્પના છે. પરંતુ જ્ઞાનીનું વિજ્ઞાન તદ્દન અલૌકિક અને અદ્ભુત છે. જેમાં ભક્તિ વડે જ આખું વિશ્વ સુખને પ્રાપ્ત કરી શકે તેવી ચેલેંજ કરે છે. ભક્ત હૃદયવાળો અગવડતા વચ્ચે આનંદમાં રહી શકે. સંગ વચ્ચે પણ મસ્તીથી જીવી શકે. મુશ્કેલી વચ્ચે મુશ્કેરાટ સામે હાલી શકે. અરે, જીવનમાં આવતી તમામ પરિસ્થિતિને હસતા મુખે સહી લેવાનું સામર્થ્ય ભક્તિમાંથી જન્મે છે. જુઓને, ભગત નરસિંહ મહેતાને સમાચાર મળ્યા કે તમારી ધર્મપત્ની દેવલોક થયા છે. ત્યારે કૃષ્ણ ભજનમાં મગ્ન નરસિંહ બોલી ઊઠ્યા હતા ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ' શું આ બોલવું ખાવાના ખેલ છે, પત્ની કરતાંય પરમેશ્વર પ્રત્યે જેને વધુ પ્રેમ હતો. માટે જ દુ:ખદ સંજોગોમાં પણ દુઃખી ન બન્યાં. આ છે ભક્તહૃદયની પરમ સીમા, તો મીરાને શું હતું? ક્યાં સુખ હતું ? અનેક સમસ્યામાં દોરાયેલી મીરાને જ્યારે ઝેરનો કટોરો પીવાનો સંજોગ આવ્યો, ત્યારે તે ક્યાં ડરી હતી ? ક્યાં નિરાશ બની હતી ? એ તો કૃષ્ણ ભગવંતની ભક્તિમાં મશગૂલ હતી, મગ્ન હતી, ગટગટાવી ગઈ ઝેરના કટોરાને અને બની ગયું ઝેર અમૃત. શું ભક્તિનો ચમત્કાર કાંઈ જેવો તેવો છે? જેની સાથે ભગવાન હોય, જેની સાથે ગુરુ ભગવાન હોય, જીવનમાં સત્ય ધર્મ મળ્યો હોય, પછી એના જીવનમાં વળી દુ:ખ શું હોય? માના ખોળામાં બેઠા પછી બાળકને વળી ભય શેનો ? વિકલ્પ વળી શાના ? બસ, જે પરમાત્માના ચરણોમાં સમર્પિત બની ભક્ત બન્યો હોય એને વળી ડર શાનો હોય ? વિકલ્પોનાં તોફાનો તેને વળી શું સતાવવાનાં! એ તો મસ્ત બની ભગવાનની ધૂનમાં લયલીન હોય. કરોડોની સંપત્તિમાં જે આનંદ કરોડપતિને ન આવે, આખા રાજ્યના સિંહાસન પર બેસીને જે મજા રાજા ભોગવી ન શકે તેના કરતાં હજારો ગણી મસ્તી, આનંદ ભગવાનનો ભક્ત ભોગવતો હોય છે. એ વાત યાદ રાખો કે ભક્ત બન્યા વિના ભગવાન બનવું મુશ્કેલ છે. મહાવીરસ્વામી, મહાવીર કેવી રીતે બન્યા? શરૂઆત ક્યાંથી કરી ? તો જુઓ એમનો પૂર્વભવ તો ખ્યાલ આવશે કે મહાવીરસ્વામી કેવી રીતે બની શક્યા? નયસારના ભવમાં જંગલમાં લાકડાં કાપવા ગયા હતા અને નિયમ હતો અન્યને જમાડી પછી જ જમવું. આવી ભક્તિ જેના હૈયામાં હિલોળા લઈ રહી હતી. આજે કોઈ આવ્યું ન હતું. કોને જમાડું? એ પ્રશ્ન હતો. એવામાં જૈન સંત વિહારમાં ભૂલા પડી અને આવી ચડ્યા. ત્યાં નયસાર, સંતને જોઈ રાજીના રેડ બન્યા અને મન મૂકીને ભક્તિ કરી, અને પરિણામે સંતે ઉપદેશાદિ આપ્યો, અને સમકિતરત્ન પ્રાપ્ત કર્યું. બસ, યાત્રા થઈ ચાલું અને રહમા ભવમાં બન્યા મહાવીરસ્વામી, કષભદેવે પણ પૂર્વભવમાં સંતોની અપરમ ભક્ત બની ભક્તિ કરી. સમકિત પ્રાપ્ત કરી ૧૩માં ભવમાં બદષભદેવ બન્યા. અને જુઓ ભક્તિમાં ભાવવિભોર બની જનાર જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન કરી તીર્થ સ્થાપક બને છે. હાય! આજે શક્તિ વધારવા, પોતાની સત્તા જમાવવા અને સંપત્તિથી ભંડાર - ૯૯ -૧૦૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ ભરવાના આજના માનવીને જેટલા અભરખા છે એટલા ભક્તિથી ભરપૂર બનવાના નથી. જેને લઈને ભક્ત હૃદયથી વંચિત બની માનવ જીવનને ભોગવિલાસના રસ્તે વેડફી નાખવાની મિથ્યા વૃત્તિ પ્રવૃત્તિનો ભોગ બન્યો છે. શ્રેણિક ભગવાનના સાચા ભક્ત બન્યા હતા જેથી મહાદુ:ખ વચ્ચે પણ સમતાભાવમાં મસ્ત હતા. જે આપણા ભાવિના ભગવાન બનવાના છે. માનવભવને મેળવી તમારાથી કાંઈ જ ન બની શકાય તો કમસે કમ ભક્તહૃદયના સ્વામી બનજો. ભવ તરી જવાશે. અને અંતમાં ભક્ત હૃદયવાળાને ભગવાનમાં દોષ દેખાય નહીં અને ભગવાનના ગુણો દેખાયા વિના રહે નહીં. જ્યારે ભક્તહૃદયથી વંચિત જીવને ભગવાનમાં ગુણ દેખાય નહીં. જોઈ લો ગોશાલક અને ગૌતમ ગણધર ગુરુને, બસ ત્યારે આ ભવમાં બહુ જ અગત્યનું અને મહત્ત્વનું કાર્ય છે. ભગવાનના ભક્ત બની જીવન જીવવાનું ચાલુ કરો. ભક્ત અવસ્થા જરૂર ભગવાન અવસ્થા અપાવશે. ૠષિપ્રધાન દેશ આજે ખુરશી પ્રધાન દેશ બન્યો છે. ખુરશી માટે લડનાર વ્યક્તિ ખુશીમાં રહેવાની મઝા ખોઈ નાંખે છે. 0 30 30 લગ્ન પહેલાં પત્ની બોલે છે. “તું મારો'' પતિ બોલે છે “તું મારી'' લગ્ન પછી થોડા " મહિના બાદ “તું” અદૃશ્ય થઈ જાય છે અને રહે છે “મારામારી'' ૧૦૧ જીવન વિનાનું ઘડતર, ઘડતર વિનાનું જીવન માનવીના મનને સૌથી મોટી અસર વાતાવરણની છે. વાતાવરણથી વિવેકાનંદ બનાય અને વાતાવરણથી હિટલર જેવા પણ બનાય. ટૂંકમાં માણસને જે વાતાવરણ મળે તેવો તે બને છે. આપ સર્વે ભાગ્યશાળી છો કે આપને સંતોનો યોગ, ધર્મની મોસમનું વાતાવરણ પ્રાપ્ત થયું છે. માણસને ઘડનારા પાંચ અંગ તમારી સામે રજૂ કરું છું : ૧) પૂર્વના સંસ્કારો ઘડે છે : જીવના પૂર્વ ભવોના જેવા સંસ્કાર હોય તેવો માણસ બને છે. ઉચ્ચ સંસ્કારોનું બળ લઈને આવેલ જીવ જન્મથી જ શાન્ત, ગુણિયલ હોય છે. જ્યારે કુસંસ્કારના ભાર સાથે જન્મ ધારણ કરનાર કોણિકની માફક પહેલેથીજ અવળા વિચારે ચડી અહિતના માર્ગે જાય છે એટલે સંસ્કારો માણસને ઘડે છે. ૨) મા-બાપ ઘડે છે : માણસને સંસ્કારી, ગુણિયલ અને ધર્મી મા-બાપ પ્રાપ્ત થઈ જાય તો માણસ ઘડાય છે. દીકરાના ઘડવૈયા મા-બાપ છે. છત્રપતિ શિવાજી જેવા વીર અને ચંદ્રશેખર આઝાદ જેવા ખુમારીવંતાં સંતાનોને આવા મા-બાપે જ ઘડતર કરી મહાન બનાવ્યા છે. ૩) સજ્જન મિત્ર ઘડે છે : ઉપર્યુક્ત બે વાતથી નથી ઘડાયા તેઓ સજ્જન મિત્રના સંગે ઘડાય જાય છે. મિત્ર બનાવવામાં જેઓ થાપ ખાઈ ગયા તે જીવન હારી ગયા સમજો. આજે વ્યસન-ફેશનને રવાડે લઈ જનારા મિત્રો ગલીએ ગલીએ મળશે. પરંતુ સજ્જન, ધાર્મિક, દેશ રક્ષાના, ધર્મરક્ષાના ગુણોથી શોભતા મિત્રો દિવો લઈ શોધવા જશો તોય મળશે નહીં અને કદાચ મળશે તો જીવને ગમશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે! ૪) ચોથા ઘડવૈયા છે સંતો : બહુ જ મહત્ત્વનું અંગ છે સંત સમાગમ. સંતોનો સપર્ક, સંત શરણ. માણસ સંત પાસે જાય ત્યારે ખરાબીઓથી બચે છે અને ખુબીઓથી ભરાય છે. સારાસારનો વિવેક દિપક પ્રગટે છે. હિતા-હિતનું જ્ઞાન કિરણ પ્રાપ્ત કરે છે. જેઓ સંતોના સંગ વિના જીવે છે તેઓ જીવે છે પણ જાગતા નથી અને જીતતા પણ નથી માટે સંતોનો સંગ જીવનમાં બહુ જ મહત્ત્વનો અને અગત્યનો છે. ૧૦૨ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૫) પાંચમો ઘડવૈયો સંજોગ : માણસ જ્યારે મા-બાપથી સુમિત્રોથી, સત્સંગથી સુધરે નહીં. ઘડાય નહીં તો લખી રાખજો એને એનાં દુઃખો ઘડશે, સમસ્યા સીધો કરશે, ઠોકર ઠેકાણે લાવશે. દુઃખ-દર્દ સંજોગો ઘડે તેના કરતાં આપણે ગુર સંગે ઘડાઈ જઈએ તે જ હિતાવહ છે. ચાતુર્માસના ચાર મહિના દરમિયાન આપણે આપણી જાતને ઘડીશું. એટલે જ કહ્યું છે અહીં ભલાને કોણ પૂછે છે અહીં બૂરાને કોણ પૂછે છે અત્તર નિચોવી લીધા પછી ફૂલની દશાને કોણ પૂછે છે સંજોગ ઝુકાવે છે આ માનવીને નહિતર પ્રભુનેય અહીંયા કોણ પૂછે છે? શાંત બનો માનવ જન્મ પ્રાપ્ત કરીને સંત બની જીવનને ધન્ય બનાવી દેવું જોઈએ. સંત બનવા જેટલું સત્ત્વ જો તમારી પાસે ન હોય તો સંત પાસે જ્ઞાન-ધ્યાન પ્રાપ્ત કરી શાંત સ્વભાવના બનો. જેથી તમારા પરિચયમાં. આવતાં જીવો શાંતિનો અનુભવ કરે અને ખુદની જાતને શાંતિ પ્રાપ્તિ થાય. બધાને સુખ અને શાંતિ જોઈએ છીએ. પરંતુ સાચા અર્થમાં શાંત બનવું નથી, તમે બધુ શાંત ભાવે જોવાની આદત પાડો. પરિસ્થિતિને શાંત ભાવે જોવાની આદત પાડો. તમે શાંત બનશો તો અશાંત કરતાં. તત્ત્વો પણ ધીરે ધીરે શાંત થઈ જશે. પ્રભુ મહાવીરસ્વામી શાંત હતા. પૂર્ણ શાંત, પૂર્ણ ઉપશાંત હતા. અશાંત તત્ત્વો ઘણાં આવ્યાં. મહાવીરને અશાંત બનાવવાના અઢળક પ્રયત્નો કર્યા. સંગમ આવ્યો, ચંડકોશિયો આવ્યો, અરે! ભયાનક અશાંત બનાવવાનું નિમિત્ત ગોશાલક આવ્યો. છતાં મહાવીરને અશાંત બનાવવામાં સર્વે નિષ્ફળ ગયા. શાંત રસમાં મગ્ન મહાવીર સ્વામીએ જગતના જીવોને શાંત બનાવવાનો ઉપદેશ આપ્યો. “હે જીવ શાંત બન, ઉદ્વેગ કરવાનું બંધ કરી, શાંત થવા ઉપાસના કરો.” આપણે શાંત બની જઈએ તો બધી જગ્યા, બધા સંજોગો તમોને શાંત રસમાં સહાયક બનશે. આજે શાંતિની ઈચ્છા છે પણ શાંત બનવાની -૧૦૩ ભાવના નથી, ખરેખર શાંત બનવાની ભાવનાવાળાએ આજથી જ નહીં, પરંતુ અત્યારથી જ યાત્રા આરંભી દેવી જોઈએ. તે માટે શું કરવું જોઈએ ? ક્યાંથી શરૂઆત કરવી જોઈએ ? આ સવાલોનો જવાબ છે સંતો પાસે નિત્ય બેસો, પૂજ્યશ્રીને સાંભળો, ધ્યાનપૂર્વક એકાગ્ર બની સગુનો બોધ સાંભળો. તો વાત ચાલી રહી છે સંત પાસે બેસવાથી શાંત બનવાનો લાભ મળે. સંત પાસે બેસવાથી બીજો કયો લાભ થાય ? તો અનુભવી જણાવે છે સંત પાસે રહેવાથી, બેસવાથી બહુ જ મહત્ત્વનો લાભ થાય છે, જીવ સંતોષી બને છે. પદાર્થો પાછળની દોટ બંધ થાય અથવા દોટમાં ઓટ આવે છે. સાધના પાછળની ઈચ્છાઓ પરવારી જાય છે. તૃષ્ણાના પૂરમાં તણાવવાનું બંધ કરી જીવ સંતોષના કિનારે આવી જાય છે. અંતર જગતમાં શાંત બનવું, બાહ્ય જગતથી સંતોષી બનવું, આ છે સાધનાની પ્રથમ શરત, વર્ષોથી ધર્મક્રિયા કરનારને મારે પૂછવું છે કે અંતરની આગ શાંત થઈ છે કે નહીં? બાહ્ય જગતથી તમારું મન સંતોષી બન્યું છે કે નહીં? જો ના, તો સમજી લેવું હજી ધર્મની પરિધિમાં આંટા માર્યા છે તેના કેન્દ્ર સુધી હજી જવાનું બાકી છે. સંત સમાગમના બે ફળ જીવને મળે. શાંત ભાવ અને સંતોષ ભાવ. ધર્મ અભ્યાસ કર્યાની પરીક્ષા નિમિત્ત મળતા થાય છે. જો ખળભળી ઊઠયા, ઉદ્વેગથી આગ પ્રજ્વલિત થઈ તો સમજવાનું પરીક્ષામાં નાપાસ થયા. સાધનો તમારી સામે આવે અને તમે લલચાઈ ગયા તો સમજી લેવું પરિણામ (રીઝલ્ટ) ઝીરો આવ્યું. સૈનિકની પરીક્ષા યુદ્ધમાં વિધાર્થીની પરીક્ષા પરિણામમાં ધર્મીની પરીક્ષા નિમિત્તો અને સાધનોમાં. લખી રાખજો, મન ક્યારેય ભરાતું નથી, ધરાતું નથી. પેટ કરતાં મન વધું ભૂખ્યું રહે છે. એને ભરવાનો એક જ માર્ગ છે અને તે છે સત્સંગ. સત્સંગના માધ્યમે મને સંતોષી બને છે. બાકી મન નિત નવી માંગ ઊભી કરશે. તમે જ તમારા મનને વાળો, સમજાવો અને સંતોષી બનાવો. જેટલું -૧૦૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ અહંકાર નાશની જડીબુટ્ટી વિનય પણ હશે એટલું મનને ઓછું જ પડવાનું છે. કારણ મનનો સ્વભાવ જ અભાવ તરફ જોવાનો છે. સંત પાસે બેસી તમારા મનને સંતોષી બનાવો. ગુજરાતી કહેવત છે “સંતોષી નર સદા સુખી.” સુખી બનવાના સપના સેવનાર સંતોષી બનવાની મહેનત કરવા ધરાર રાજી નથી. પ્રભુ મહાવીરે જગતના જીવોના સુખ માટે પાંચમું “પરિગ્રહ વેરમણ વ્રત' દર્શાવ્યું છે. પરિગ્રહ બધા જ ગ્રહો કરતા ખતરનાક ગ્રહ છે. ઉપગ્રહ છોડતાં ભલે વિજ્ઞાનીને આવડતો હોય, પણ પરિગ્રહ છોડતા તો જ્ઞાનીઓને જ આવડે શાસ્ત્રકાર ભગવંત જણાવે છે કે જ્ઞ-પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પચ્ચખાણ કરવા જોઈએ. શાંત બનવાનો રાજમાર્ગ છે સંતોષી. બનો અને સંતોષી બનવાનો રાજમાર્ગ છે પચ્ચખાણ કરો. પ્રતિજ્ઞા કરી. લો. જે પદાર્થોની લાલસા ઘટાડશે, તેનું મન તે વસ્તુ તરફ જતું અટકી જશે. જેમાં વારંવાર તમારું મન ભાગે છે, તેના પચ્ચકખાણ કરી લો. મનની દોટ વિરામ પામશે. પ્રભુ મહાવીરે પચ્ચખાણનો માર્ગ બતાવ્યો છે. વિશ્વભરના પાપોને આવતાં અટકાવતાં પચ્ચકખાણ કરી લેવા સર્વોતમ સાધના છે. અવ્રતમાં રહેવું એ મોટામાં મોટું પાપ છે. અવ્રત એ મનનો દોડાવાનો હાઈવે છે, માટે જ પચ્ચખાણ કરવાથી મન સંતોષના ઘરમાં આવે છે. આજનું વ્યાખ્યાન સાંભળી મનને સંતોષી બનાવજો, જેથી મન શાંત બની જશે. - સંતોના સાનિધ્યમાં આવીને જીવના બે ગુણોનો વિકાસ થવો જોઈએ. એક છે શાંત સ્વભાવ અને બીજો છે સંતોષભાવ, જીવ બધું જોઈ આવ્યો. છે, બધે જઈ આવ્યો છે, ક્યાંય જીવને તૃપ્તિ મળી નથી. બસ, આ ભવે શાંત સંતોષી બની જીવને તૃપ્ત બનાવો, પૂર્ણ બનાવો તે જ મંગલા ભાવના. ધર્મની યથાર્થતાને પ્રકાશિત કરનાર કરણા સાગર પ્રભુ મહાવીર સ્વામીએ જગતજીવોને ધર્મનો માર્ગ બતાવ્યો. આ માર્ગે અનંતજીવો મોક્ષમંઝિલ મેળવીને રહ્યા છે. પ્રભુ પાવાપુરી મળે સમવસરણમાં બિરાજિત થઈ અંતિમ દેશના આપી રહ્યા છે, તે તમામ કથન સુધર્માસ્વામી, જંબુસ્વામી પાસે વર્ણવી રહ્યા છેજંબુની જિજ્ઞાસા હતી કે પ્રભુએ અંતિમદેશનામાં ક્યા ભાવો ફરમાવ્યા છે. ત્યારે સુધર્માસ્વામીએ અંતિમદેશના વિષય પર પ્રકાશ પાડયો. હે જંબુ! ત્રિભુવનપતિ પ્રભુ મહાવીર સ્વામીએ અંતિમ દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાકસૂત્ર ફરમાવ્યું છે. ઉત્તરોત્તર જેના ભાવો શ્રેષ્ઠ છે તેવા ઉત્તરાધ્યયન સૂત્રનું વર્ણન પ્રભુ પાસે જે સાંભળ્યું છે તે તારી, સમક્ષ હું રજુ કરું છું સુ ને... તે તું સાંભળ. પ્રભુ મહાવીર સ્વામીએ ધર્મનો માર્ગ બતાવ્યો છે અને ધર્મના માર્ગનું મૂળ પણ બતાવ્યું છે. અને ધર્મ-આરાધના કરનારને મોક્ષરૂપી ફળ પણ પ્રાપ્ત થાય છે તે પણ બતાવ્યું છે. ધર્મનું મૂળ છે વિનય, વિનયનું ફળ છે. મોક્ષ. જો જીવનમાં મૂળ જ ન હોય તો ફળ ક્યાંથી મળે. કદમ જ અવળું ઉપાડે, તો કુર્મો નજીક આવે. સાધના કરનાર સાધક પાસે વિનયનમ્રતાના ગુણો ન હોય તો સાધનાથી સફળતારૂપ મુક્તિ ક્યાંથી મળે ! પ્રભુ મહાવીર સ્વામી એ અંતિમ દેશનામાં, ઉત્તરાધ્યયન મૂળ સૂત્ર રજૂ કર્યું હતું અને ઉત્તરાધ્યયનમાં પણ પ્રથમ અધ્યયન વિનય ધર્મનું નિરૂપણ કર્યું. સાધક પૂછે, “ધર્મ કોને કહેવાય? અને ધર્મની શરૂઆત ક્યાંથી કરવાની ?' એના ઉત્તરમાં નમ્રતા એ ધર્મ છે અને ધર્મની શરૂઆત પણ નમ્રતાથી કરવાની. નમ્ર બન્યા વિના આત્મા નિરાકાર બની શકવામાં સફળ બનતો નથી. પ્રથમ અધ્યયન વિનયનું દર્શાવીને પ્રભુ આપણામાં રહેલા અહંને ભગાડવાની પ્રેરણા કરે છે. અહંકારના નાશ વિના વિનય પ્રગટતો નથી અને વિનય પ્રગટયા વિના અહંકારનો અંધકાર દૂર થતો નથી. એટલે વિનય ગુણ આવતા અહંનો અવગુણ રવાના થયા વિના ભયનાં પાપે હિટલર અને સિકંદર થયા છે. જ્યારે પાપના ભયે મહાવીર સ્વામી અને ગૌતમ ગણધર જેવા સેંકડો મહાત્મા બન્યા છે. -૧૦૫ -૧૦૬ Page #55 -------------------------------------------------------------------------- ________________ રહેતો નથી. વિનય ગુણ માત્ર ગુર હોય એટલા પૂરતો વિનય કરવાનો એમ નહીં. પરંતુ ૨૪ કલાક વિનયવંતા બની જીવવાની કળા શીખવાની હોય છે. વિનયની કોઈ સીમા નથી, વિનય ગુણ અસીમ છે. કારણ, વિનય કરનારને પણ અસીમ મેળવવાની ભાવના છે. અહંકાર વિના ૨૪ કલાક વિનય સાથે જ રાખવાનો. વિનમ્ર બન્યા વિના ધર્મની શરૂઆત થતી નથી. જ્ઞાન મળે પણ વિનય વિના જ્ઞાન ફળે તો નહીં જ. વિનયથી મેળવાય તે જ્ઞાન અને જ્ઞાનથી મળે તે મુક્તિ. તો મુક્તિના મૂળમાં વિનય છે. મૂળ વિના વૃક્ષ ક્યાંથી ટકી શકે? તો ભલા વિનય વિના ગુણો કઈ રીતે તમારામાં ટકી શકે. મૂળ વિનાના વૃક્ષની જે હાલત થાય છે તેનાં કરતાં વધુ દુ:ખજનક ગંભીર દશા વિનય ધર્મના અભાવમાં આત્માની સર્જાય છે. માટે જ સર્વે અધ્યયનોમાં વિનય નામના અધ્યયનને પ્રથમ સ્થાન આપ્યું છે. વૃક્ષ ફળથી ભરાય છે ત્યારે વૃક્ષ નમે છે. વાદળાં પાણીથી ભરાય છે ત્યારે વાદળાં વરસે છે. ઓ માનવી! તું પૈસાથી ભરાય છે ત્યારે અક્કડ કેમ ફરે છે? | વિનય વિના જીવનનો વિકાસ થતો નથી. બધા ગુણો હોય, તપ ત્યાગ. જોરમાં હોય, જ્ઞાનના માધ્યમે સર્વેને આંજી દીધા હોય, પરંતુ વિનય ન હોય તો લખી રાખો બાકીના બધા ગુણો મીંડાના સ્થાને છે. વિનય એકડાના સ્થાને છે. જીવનમાંથી એકડો જ ઊડી ગયો હવે રહ્યું શું? પુણ્યના બળે સાધનાના ક્ષેત્રે ગમે એટલા આગળ વધવાનું થાય, ત્યારે એ ભૂલવું ન જોઈએ કે વિનય એ મારો રગેરગમાં વસેલો ગુણ છે. અહંકાર માણસને વિનયી બનવામાં અવરોધ ઊભો કરે છે. અહંકાર રાખીને આચરેલી ધર્મ આરાધના એટલે દૂધમાં તેજાબનાં ટીપાં નાખવાં. જેવી બાબત છે. આજ દિન સુધી આપણે અહત ન બની શક્યા તેના મૂળ કારણમાં આપણામાં પડેલો અહં છે. એ અહં જ જીવને અહં બનાવવામાં નિષ્ફળ બનાવે છે. એટલે જ કહ્યું છે અહં રે અહં તું જા મરી બાકી રહેશે તે હરી. અહંનો નાશ એટલે વિનયની સફળતા, તમારો વિનય ગુણ સફળ થયો છે કે નહીં તે જોવા માટે એ નિરીક્ષણ કરતા રહો કે તમારો અહંકાર મૃત્યુ પામ્યો? માંદો પડયો ? જો ‘ના’તો સમજી લેવાનું કે વિનય કરવામાં તમે ક્યાંક ભૂલો કરી લાગે છે. સૂર્ય ઊગે ને અંધકાર રહે એ વાતમાં શો માલ છે? વિનય પ્રગટે અને અહંકારનો અંધકાર ઊભો રહે તેમાં શો માલ છે? વિનય પ્રકાશ છે, અહં અંધકાર છે. સાધનોનો કરેલો અહંકાર તો સાધનાના કેન્દ્ર સમા ઉપાશ્રયમાં આવી. ધોઈ શકાશે. પણ સાધના ક્ષેત્રે સેવેલો, પોષેલો અહંકાર ક્યા ક્ષેત્ર જઈ ધોશો ? અહંકારને ભગાડવાના કેન્દ્ર પણ અહંકાર પુષ્ટ કરતા રહ્યા તો. સમજી લેજો કે અવતાર હારી જવાના. સંસારમાં રખડી જવાના, ધનના અહંકારને જ્ઞાનના માધ્યમે સાફ કરી શકશે, પરંતુ જ્ઞાન મેળવીને અહંકારને પોષશો તો ક્યાં જઈને અહંકારના પાપને ધોઈ શકશો? અહં સાથે યુદ્ધ કરો. યુદ્ધ મેદાન દીક્ષાનું મેદાન બન્યું હતું. બંને ભાઈઓ આમને સામને યુદ્ધમાં સ્વ વિજય ઈચ્છી રહ્યા હતા. યુદ્ધ જામ્યું હતું. કોણ જીતશે ને કોણ હારશેની ઉત્કંઠા યુદ્ધ જોનારના દિલમાં જાગી હતી. બંને ભાઈઓ એક બીજાને પછાડી વિજયી બનવા તનતોડ મહેનત લગાવી રહ્યા હતા. આ બંને ભાઈ એટલે ત્રઢષભપુત્ર બાહુબલી અને ભરત. યુદ્ધ સર્જાય છે તેમાં પ્રાયઃ અહંકારની ફાળ સવિશેષ હોય છે. યુદ્ધ થવા જ ન દેવામાં મોટો ફાળો નમતાને જાય છે. નમ્ર બન્યા વિના કોઈ નારાયણ બનવા સફળ બનતું નથી. નમ્રતા એ સાધનાની સફળતાનું મૂળ છે. ખ્યાલ હશે, માટલાનો આકાર આપતા પહેલા કુંભાર માટીને નમ્ર સરળ બનાવે છે. રોટલી વણતાં પહેલાં લોટને નરમ બનાવવો પડે છે. બસ, આત્માને નિરાકાર બનાવવાની પ્રથમ શરત છે નમ્ર બનો. આજે જ્યાં જ્યાં સંઘર્ષ અને સમસ્યા ઊભી થઈ છે તેમાં નમ્રતાનો અભાવ જ કામ કરે છે. નમ્ર બન્યા વિના વિકાસ કરવામાં જોખમ એટલે છે કે તે વિકાસ જ તેના -૧oo -૧૦૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ અનર્થનું કારણ બને છે. વાંસ આકાશની દિશામાં વધે છે પરંતુ તેના પર ફળ લાગતાં જ વાંસનો જ નાશ થાય છે. યુદ્ધમાં બાહુબલિ વિજય તરફ આગળ છે. ભરત પાછળ પડતો જાય છે અને બાહુબલિએ મુઠ્ઠી યુદ્ધમાં ભરતના મસ્તક પર મારવા મુઠ્ઠી ઉપાડી. મારવા જાય છે ત્યાં જ આકાશવાણી થઈ. ઓ બાહુબલિ! આપ ૠષભપુત્ર છો. આમ કરશો તો કલંક થશે. કાળો ઈતિહાસ લખાશે. ના... ના... આપ આમ ન કરો. બસ, બાહુબલિએ મુઠ્ઠી મારવાનો વિચાર માંડવાર કર્યો અને સ્વયંના મસ્તક પર મુઠ્ઠી મૂકી, મુષ્ટિ લોચ કરી, યુધ્ધમેદાન સાધનાનું મેદાન બનાવી દીધું. આમ યુદ્ધ ભૂમિ છોડી બાહુબલિ ચાલી નીકળ્યા. દીક્ષિત બન્યા બાદ અંતર અકળામણ અનુભવવા લાગ્યું, ‘‘હું બધા ભાઈઓમાં મોટો, મારા પહેલા દીક્ષિત બનનાર નાના છે. હું તે ભાઈઓને કેમ નમી શકું. ?'' ખલાસ, યુદ્ધમાં ભરત પર વિજય મેળવવો આસાન હતો, પરંતુ અંતર યુદ્ધમાં અહં પર વિજય પ્રાપ્ત કરવો કઠિન હતો. બાહુબલીએ અહંકારના ભાવને લઈ ભાઈઓ પાસે ન જવા, જંગલની વાટ પકડી. મારે મોક્ષ જ મેળવવો છે ને. સાધના કરી મેળવી લઉ. પરંતુ બાહુબલિને ક્યાં ખબર છે કે ઝૂક્યા વિના અને અહંને મૂક્યા વિના મુક્તિ ક્યારેય કોઈને મળી નથી અને મળશે પણ નહીં. રોગ આતા નહીં કમ ખાનેસે ક્લેશ બઢતા નહીં ગમખાને સે લોક પ્રિયતા પ્રદર્શન કરને વાલો વ્યક્તિ અપ્રિય લગતા નહીં નમ જાને સે. સંસારના પદાર્થો મૂકી દેવા હજી સરળ બની શકે છે. પરંતુ પદાર્થો પ્રત્યેનો અહં છોડવો સરળ નથી. જૈન દર્શન કહે છે વિનય પ્રથમ છે સાધના પછી છે. તમામ સાધનાના પાયામાં વિનય હોવો જોઈએ, તો એ સાધના જીવને શિવ બનાવી શકે. શાશ્વત મંત્ર નવકારમાં પણ ‘નમો' શબ્દ મૂકીને આ જ પ્રેરણા આપી છે. અરિહંત બનવા માટે, અરિહંતનું રટણ કરવા માટે અને અરિહંતના માર્ગે ચાલવા માટે પ્રથમ ‘નમો'. નમ્યા વિના સફળતા નહીં મળે. ૧૦૯ શ્રીમંતનો પુત્ર હોય, બહુ જ રૂપાળો, બળવાન, ધનવાન પરંતુ તેની પાસે મગજ ન હોય એટલે કે પાગલ હોય તો, એની દોસ્તી કરવી કોઈ પસંદ ન કરે. કારણ કે શ્રીમંતાય ન હોય તો ચલાવી લેવાય પરંતુ પાગલપણું થોડું ચલાવી લેવાય? બસ સાધક પાસે તપ-ત્યાગ-વૈરાગ્યજ્ઞાન-ધ્યાન બધું શ્રેષ્ઠ અને સુંદર હોય પણ વિનય ગુણ ન હોય તો તે શ્રીમંતના પાગલ પુત્રની સરખામણીમાં જ ગોઠવાઈ જાય. ટૂંકમાં, વિનય એ તમામ આરાધનાનું મૂળ છે. માટે પરમાત્મા એ ધર્મનું મૂળ વિનય બતાવ્યું છે. જ્યાં મૂળ જ નથી ત્યાં ધર્મરૂપી વૃક્ષ ક્યાંથી હોય. જો વૃક્ષ જ ન હોય તો ફળ ક્યાંથી લાગે અને ફળ ન હોય તો વળી સ્વાદ હોય ખરા! બસ, સાધનાના ફળનો સ્વાદ ચાખવો હોય તો મૂળને બરાબર અપનાવો. ધર્મના મૂળને ઊંડાણ સુધી પહોંચાડો. વિનય વિના વિધા શોભતી નથી અને વિધા વિના મુક્તિ ક્યારે સંભવિત નથી. વિનયને મુખ્ય રાખી મેળવવામાં આવતું જ્ઞાન આત્મભાવમાં પરિણમે છે. પરિણામ થયેલ જ્ઞાન આત્માને પરમાત્મા બનાવવામાં સહાયક બને છે. કહેવું હોય તો કહેવાય કે વિનય ગુણ વિના વીતરાગતા પ્રગટ થતી નથી. ધર્મ શ્રેષ્ઠ છે તો ધર્મનું મૂળ વિનય સર્વશ્રેષ્ઠ છે. અને ધર્મના ફળની શ્રેષ્ઠતાનું વર્ણન તો આ કલમ અને જબાન વર્ણવી શકવા સમર્થ નથી. માત્ર અનુભવનો વિષય છે. મારા ભાઈઓને નમવું પડે તેના કરતા જંગલમાં જઈ સાધના કરી સિદ્ધિને પ્રાપ્ત કરી લઈશ. તેવા વિકલ્પ સાથે બાહુબલી સાધનામાં લાગી ગયા. ત્યાં સુધી કે પંખીઓએ એમના શરીર પર માળા બનાવ્યા. ભૂખ્યા-તરસ્યા રહી સાધના કરનાર બાહુબલિને ક્યાં ખબર હતી કે વિનયના એકડાં વિનાની સાધનાના મીંડાની કોઈ જ કિંમત નથી. આજે માણસ ધર્મિષ્ઠના નામે પોતાનો અહં તગડો બનાવતો હોય છે. ‘હું’ અને ‘મારું’ નામ બંને મજબૂત થવા જોઈએ. ટૂંકમાં કીર્તન કરતાં કીર્તિનું જોર વધતું આવ્યું છે. પ્રભુ કહે છે, સાધનની સફળતાનું માપ કાઢતા રહો મારામાં રહેલું અભિમાન મંદ થયું કે નહીં, અહં વધે છે કે ઘટે છે, નિરીક્ષણ કરતાં રહો. સાધનો કરતાં સાધનાનો અહંકાર વધુ ખતરનાક છે. ૧૧૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ અબ હમ અમર ભયે... બાહુબલિના ભાગ્ય માનો કે બદષભપ્રભુએ બ્રાહ્મી-સુંદરી બન્ને બેનડીઓની જોડી દ્વારા બાહુબલિને અહંના ગજરાજ પરથી ઊતરવાનો સંદેશ દીધો. ને ગજરાજ પર આરૂઢ થયેલ બાહુબલિના કર્ણ પર ધ્વનિ સંભળાયો કે “વીરા મારા ગજ થકી નીચે ઊતરો.” બસ આ મીઠા સ્પંદને હૃદયમાં વીજ-ઝબકાર કરાવ્યો અને બાહુબલિ સમજી ગયા નમ્યા વિના નારાયણ ન બનાય. અરે! પગમાં વાગેલ કાંટો જો ચાલવામાં અવરોધક બને છે. આંખમાં પડેલ તણખલું જોવામાં વિઘ્ન રૂપ બને છે. તો ભલા, નાનો પણ અહંકાર, અહં બનવામાં અવરોધક ન બને? અહંનો ત્યાગ કરી બાહુબલિએ નાના ભાઈઓને વંદન નમસ્કાર કરવા એક કદમ ઉઠાવ્યું ને ત્યાં જ બાહુબલિને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટયું. વાહ! નમવાનો ગુણ ભમવાની રમતમાંથી મુક્ત કરે છે. માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ અંતિમ દેશનામાં બહુ જ મહત્ત્વનો ને અગત્યનો ગુણ બતાવ્યો છે વિનય. વિનય વિનાની બધી સાધના અધૂરી રહે છે. ચાલો, વિનયના સથવારે વીતરાગ યાત્રામાં આપણે. આગળ વધીએ.... આયુષ્યના ખેલ અસ્થિર છે. જીવનની ગતિ ક્યારે થંભી જાય તે કહેવાય નહીં. જિંદગી તેરા ક્યા ભરોસા! સૂર્યોદય થાય એટલે સૂર્યાસ્ત થવાનો, ભરતી પછી ઓટ આવવાની, ખીલ્યું પુષ્પ ખરવાનું. બસ, જખ્યા એટલે મરણ આવવાનું જ છે. માટે પ્રભુએ જણાવ્યું કે શાતાનો ઉદય છે ત્યાં સુધી સેવા પમાડવાના કાર્યો કરી લો. ઈન્દ્રિયો મજબૂત છે ત્યાં સુધી સન્માર્ગે વાળી દો, મન છે તો મનના ક્ષેત્રે આગળ વધો. ટૂંકમાં, ઠંડા પહોરે આગળ વધો, નહીંતર તડકામાં હેરાન થશો. બધા સંજોગો સવળા છે ત્યાં સુધી. સાધના કરી લો, નહીંતર વિપરિત સંયોગ સર્જાયા બાદ ધર્મ કરવો કઠિન થશે. સામાન્ય રોગ થાય અને હલી જઈએ છીએ, તો મોટા રોગો આવીને ઊભા રહેશે તો શું હાલ થશે ? નાની ઘટનામાં દુઃખી થઈ જઈએ છીએ તો મોટી ઘટના આવશે તો શા હાલ થશે? આવું કાંઈ બને તે પહેલા તમે તમારા જીવનમાં સહવા તૈયાર બની જાવ કે મોટી ઘટના આવે તો પણ તેને તમે સહી શકો. જીવન અસંસ્કૃત છે, પૂરું થયા પછી સંધાશે નહીં. સાધન તૂટે તો સાંધી શકાય, પરંતુ આયુષ્ય પૂરું થયા પછી તેને સાંધી શકાતું નથી. દિનપ્રતિદિન આયુષ્ય ઘટતું જાય છે અને આત્માનાં પાપો વધતાં જાય છે. આયુષ્ય છે તો આરાધના કરી લો. પ્રમાદ પરિહરી પરમાત્માના માર્ગે સાવધાન બની આગળ વધતા રહો, ઘણાં જીવનોમાં આ જીવે સંસાર અર્થે પાપનાં જ કાર્ય કર્યા છે અને કર્મો બાંધ્યાં છે. હવે, આ ભવે છંદ છોડી મોક્ષની યાત્રા આરંભી દેવાનું ભૂલશો નહીં. કહ્યું છે, મોતની ઘડી સુધી નહીં કરું ધર્મી તો ક્યાં થશે જન્મ... ક્યાં થશે જન્મ.... મૃત્યુ આવે તે પહેલા મતિને સન્મતિ બનાવી દઈએ. વિચાર ને સુવિચારમાં ફેરવવાનું કામ કરી લઈએ. લક્ષ્મીને દાનમાં, શરીરને સેવામાં, મનને મનનમાં, વચનને મૌનમાં ફેરવવાનું કાર્ય કરી લેવામાં જ જીવનું ડહાપણ ગણાશે. આયુષ્યના પાયા પર ઊભેલી જીવનની ઈમારત આયુષ્ય પૂરું થતાં પલકમાં -૧૧૨ કડવું સત્ય કહેવામાં કાયરતા બતાવનારા લોકોને એક વાતે નિરાંત હોય છે કે એમનું કોઈ શબૂ નથી હોતો, પણ એમને એક દુર્ભાગ્ય પણ હોય છે કે એમને સાચો મિત્ર પણ નથી હોતો. 0 0 0 બજારમાંથી લોહી મેળવવું સહેલું છે પરંતુ લાગણી મેળવવી ઘણી મુશ્કેલ છે. -૧૧૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ ભોંય ભેગી થતાં વાર નહીં લાગે. જીવનના અરમાનો અધૂરા રહેશેમાટે જ પ્રભુએ ભાર દઈ જણાવ્યુ છે કે, તાવ ઘમં સમારે. પ્રભુએ ધર્મ આચરણમાં મૂકવાની વાત કરી છે. ધર્મ યોગને પવિત્ર બનાવે, ધર્મ ઉપયોગને વિશુદ્ધ બનાવે, ધર્મ મળેલા ઉત્તમ આયુષ્યને ઉજજવળ બનાવે. ધર્માત્માનું જીવન એવું હોય છે કે મૃત્યુ પણ તેના માટે મહોત્સવ બને છે. જીવન ધર્મ સંસ્કારથી ભર્યું ભર્યું બની જાય પછી ભલેને જીવન અસંસ્કૃતના કલંકથી કલંકિત હોય, આપણે શું? આપણે આપણું કાર્ય સાધી લીધું પછી શાની ચિંતા ? પરલોકની યાત્રાએ જવામાં તે દુઃખી થતો હોય છે જેણે ધર્મનું ભાતું ભર્યું નથી. પરંતુ જેઓ જ્ઞાન-ધ્યાન-તપ-ત્યાગ-સાધના અને આરાધના કરીને જીવન જીવ્યા છે તેઓ ક્યારેય પરલોક જવા સમયે ગભરાતા નથી. તો યાદ રહે ધર્મ જ આત્માનો આ લોક, પરલોક અને પરલોક સુધારે છે. માટે આપણે આપણા જીવનને અસંસ્કૃત જાણી ધર્મ સંસ્કારમાં આગળ વધીએ તેજ મંગલ કામના. અબ હમ અમર ભયે ન મરેંગે.... મરણને જોવાનું, મરણને જાણવાનું અને મરણને માહાણવાનું કામ પંડિત કરે છે, માટે પંડિત મરણ-શ્રેષ્ઠ મરણ છે. ઘણા ભવોમાં આપણે મરણને આધીન બન્યા હતા પણ મરણને સ્વાધીન ન બનાવ્યું. માટે તે તમામે તમામ મરણ અકામ-બાલ મરણ થયા. અસંખ્યાતી વાર આ જીવ બાલમરણે મર્યો છે. હવે, સજાગ બનો, જ્ઞાનવંતા બનો, પંડિત મરણની યાત્રા આરંભો. તેના માટે શાસ્ત્રમાં સંલેખણાં બતાવી છે. ત્યારબાદ અંત સમયે સંથારો કરી મૃત્યુંજય કરવાનો. આ છે સમાધિ-પંડિત મરણે મરવાની વિધિ. પરેડ નિયમિત કરતા રહે સૈનિક પછી ભલે ને યુદ્ધ ગમે ત્યારે આવી જાય. અભ્યાસ કરતા નિયમિત રહે વિધાર્થી પછી ભલેને અચાનક પરીક્ષા આવી જાય. બસ તેમા રોજ ધર્મ-ધ્યાન કરતા રહે સાધકો પછી ભલેને મૃત્યુ ગમે ત્યારે ત્રાટકે. -૧૧૩ યુદ્ધથી એ ગભરાય જેણે પરેડ કરવામાં આળશ કરી છે. પરીક્ષામાં તાવ તેને ચઢી જાય જેનું આખું વર્ષ રખડવામાં ગયું છે. મૃત્યુ સમયે પસ્તાવો અને રખડવાનો વારો તેને આવે જેણે જિંદગીમાં ધર્મ-ધ્યાન કરવાનું ત્યાગી માત્રા મોજ શોખમાં જ જીવન વિતાવ્યું છે. લખી રાખો, રોગ આવીને ચાલ્યો જાય છે, પરંતુ મૃત્યુ તો આવીને પ્રાણોને લઈને જ જાય છે. માટે મૃત્યુ આવતાં પહેલા મતિને સુધારી લેવાનું કાર્ય કરી લેવું જોઈએ, દવા અને ચરીપાલન કરવાથી રોગ મટી જાય છે. તો મૃત્યુ પહેલાં તેની યથાર્થ તૈયારી કરી લેવાથી મૃત્યુ પણ વેદનારૂપ લાગશે નહિ. પહેલાના મુનિવરો અંત સમય નજીક જાણીને વિપુલગિરિ પર્વત પર જઈને સંથારો કરી સમાધિપૂર્વક મૃત્યુને મહોત્સવમાં ફેરવી લેતા હતા. આજે તમે શહેરી જીવન જીવતા થઈ ગયા એટલે પર્વત પર ફરવાનો વિચાર આવે પણ પર્વત પર સંથારો કરવાનો વિચાર સુધ્ધાં આવતો નથી. હાય! આજના મરણો કાં અકસ્માતમાં, કાં હોસ્પિટલના ખાટલે રીબાતાં રીબાતાં થાય છે, જે પરલોકને બિહામણો બનાવી દે છે. હે પ્રભુ! મારી અંતિમ ઘડીએ મને સંત દર્શન હોજો. સંત વચન-માંગલિક મળજો. હે પ્રભુ, મારા ભાવમાં સ્થિરતા રહેજો. આ જગતની મૂર્છા ન હો, તારું સ્મરણ કરતાં કરતાં મરણ મારું હો છે. આ સિવાય અન્ય કાંઈ ઈચ્છા મારા મનમાં ન રહે તે જ મારી પ્રાર્થના છે. પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં બંને મરણનાં કારણો જણાવ્યાં છે. હિંસા કરી મરણ બગાડી પણ શકાય છે અને અહિંસા સંયમની સાધના વડે મરણ સુધારી પણ શકાય છે. આ કામ પ્રભુએ તમારા પર છોડયું છે. તમે જ તમારા મરણની પસંદગી કરી લો, કેવું મરવું છે પંડિત મરણ કે બાલ મરણ ? અંતમાં, તમે તમારા મૃત્યુને પડકારો. ચું તો જિનકે લીએ લોગ જીયા કરતા હૈ લાભ જીવન કા નહી ફિર ભી જિયા કરતા હૈ મૃત્યુ સે પહેલે મરતે હૈ હજારો લેકિન જિંદગી ઉનકી હૈ જો મરકે જિયા કરતા હૈ નવનિવિજ્ઞા પુરસા, સવે તે કુવરd સંમત - આ જગતના જીવોના -૧૧૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ દુઃખનું કારણ જીવના પોતાનું અજ્ઞાનપણું. કોઈ દુ:ખ-સુખ આપતું નથી, આપણામાં પડેલું અજ્ઞાન જ દુઃખ આપે છે. જગતના જીવો અજ્ઞાનતાને લઈ સંસારમાં લેપાય છે, લુબ્ધ થાય છે, અને તે દ્વારા કર્મો બાંધે છે. અને બાંધેલાં કર્મો ઉદયમાં આવે છે ત્યારે જીવને દુઃખી કરે છે. અજ્ઞાનતા હટે તો જ સુખનો સૂરજ ઊગે, નહિંતર દુઃખનાં વાદળો જીવનમાં ઘેરાયેલાં જ રહેવાનાં, કોઈ મને દુઃખી કરે છે તે જ આપણી અજ્ઞાનતા છે અને કોઈ મને સુખી કરશે એ આપણી ભ્રમણા રહેલી છે. આપણી મિથ્યામાન્યતા અને ભ્રમણા ટાળવાનો સંદેશ આપતું મહાઆગમ એટલે ઉત્તરાધ્યયન સૂત્ર. આ સૂત્રમાં પ્રભુએ અંતિમ દેશનાનો સાર છે ચારિત્રવાન બનો. જીવન નિર્દોષ બનાવ્યા વિના, આનંદ નહીં મળે તે માટે ચારિત્રનો સ્વીકાર કરવો રહ્યો. સમદ્ર કા મહત્વ સલીલસે નહીં ગંભીરતા સે હૈ વીરોંકા મહત્વ શસ્ત્રસે નહીં ધીરતા સે હૈ ચિંતન કરને સે માલુમ હોતા હૈ કી સાધુકા મહત્વ વસ્ત્રો સે નહીં ચારિત્ર સે હૈ. દોષ અને દુઃખ બન્ને જીવનમા રહ્યા છે. પરંતુ જીવો દુ:ખોને દૂર કરવાના ઉધામા કરે છે. દુઃખથી ડરે છે. દુઃખ જગતના જીવોને અપ્રિય છે. અરે શું કહું? સપનામાંય જીવો દુઃખ ઈચ્છતા નથી. છતાં દુ:ખ જીવની પાછળ પડયા છે, કેમેય દુઃખો જવા તૈયાર નથી. જ્ઞાની ભગવંતો જણાવે છે જીવને દુઃખ નાપસંદ છે. પરંતુ દુઃખના કારણભૂત અજ્ઞાન અહંકાર આદિના દોષોનું સેવન પસંદ છે. પ્રત્યેક દિવસ અને રાત જીવો આંખો બંધ કરીને પાપાવરણ કરવા તૈયાર છે, પરંતુ પાપનો ત્યાગ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા રાજી નથી, યાદ રહે, કેટલાક દુઃખો તો મૃત્યુની સાથે જ ખતમ થઈ જશે. પરંતુ દોષોનો ભાર તો જીવ જ્યાં જશે ત્યાં સાથે પરલોકમાં પણ આવશે. માટે જો તમે જીવનમાં દુઃખી થવા જ ન ઈચ્છતા હો તો ક્યારેય પાપ કરી પાપી ન બનશો. દુઃખ તો કરેલા કર્મોનું ફળ છે. જો દુઃખ જ ન ઈચ્છતા હો તો હવે દોષના મૂળને જ ઉખેડી નાખો. શ્રાવક જીવન હો કે સાધુ જીવન, દોષનું સેવન ન થાય માટે જાગૃત રહેવાની ઉત્તરાધ્યયન સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં પ્રભુ વીરે નિચંન્થોને ક્ષુલ્લક દોષો ન કરવાની હિત શીક્ષા આપી છે. સ્ટીમ્બરમાં નાનું કાણું હોય તોય ડુબી જવાય. તેમ જીવનમાં નાના નાના દોષોથી જીવ સંસાર સાગરમાં ડુબી જાય છે. જગતમા એકપણ પાપ એવું નથી જે વારંવાર સેવન કરવાથી મેરૂ જેવુ મોટુ ન થાય જ્યારે જગતનું એકપણ મોટું પાપ એવું નથી કે જે પ્રશ્ચાતાપ કરવાથી નાનું રાઈ જેવું ન થઈ શકે. સાધુસંત નાની પણ ગાંઠ હૈયામા રાખે નહીં. એટલે નાની બાબતની પણ આસકિત જીવનમાં રાખે નહીં. જે પણ શક્તિઓ પૂણ્યોદયે પ્રાપ્ત થઈ છે, તે શક્તિઓ સાધના કરી આશક્તિ તોડવામાં લગાડવી જોઈએ. રાગ અને દ્વેષની ગાંઠ છેદવામા લગાડવી જોઈએ. ગાંઠને છેદે તે નિગ્રંથ, સાધના જીવનનો પ્રથમ પાઠ રાગ - દ્વેષની છોડો ગાંઠ તમામ સાધનાનો હેતુ છે રાગ-દ્વેષનો ક્ષય, અને આ ગાંઠને છેદવાની સતત મહેનત કરે તે શ્રમણ. પ્રભુ મહાવીરને નિગ્રંથ જ્ઞાન પૂત્ર તરીકે પણ ઘણા ઓળખતા હતા. એટલે પ્રભુ રાગ-દ્વેષની ગાંઠને છેદીને ધરતી પર વિચરતા હતા. ન હતો ગૌતમ ગણધર પ્રત્યે પ્રભુને રાગ કે નહતો ગોશાલક પ્રત્યે પ્રભુવીરને દ્વેષ, પ્રભુ તો હતા માધ્યસ્થ દષ્ટીના સ્વામી. પ્રભુએ જગતજીવોને ઉપદેશમાં જણાવ્યુ કે હે જીવો, જગતમાં મોહ કરી રાગ-દ્વેષ ન કરો, ઉપસમ બનો, નિર્મોહી બનો, જગતમાં લુબ્ધ ન બનો, બુધ્ધ બનો શુધ્ધ બનો અને સિધ્ધ બનો. नालं ते मम ताणाय लूप्पन्तस्स सकम्मुणा જેના માટે કર્મો કરો છો, રાગ-દ્વેષ કરો છો, જીવનમાં ક્રોધ-કલેશ કરો છો તે તમારી માટે તારણહાર કે શરણહાર બનવાના નથી. માત્ર તમારો આત્મા રાગ-દ્વેષના દોષોનું સેવન કરી, પોતે જ કર્મોથી ભારે બને છે. દુર્ગતિમાં જવાના પાપ આપણે બીજા માટે કરવાના અને દુર્ગતિના દુઃખ ભોગવવા સમયે કોઈ ભાગ પડાવવા આવે નહીં. તો હે જીવ, તું જાગ અને પાપને સમજણપૂર્વક ત્યાગ, જે જે પાપ કર્યા છે તેનું પ્રાયશ્ચિત કરો અને નવા પાપો રોકવા પ્રતિજ્ઞા કરો. -૧૧૫ ૧૧૬ Page #60 -------------------------------------------------------------------------- ________________ સમય સ્વમય માટે છે દેવે નહિ પણ દેવાધિદેવે જગતમાં જન્મ ધર્યા બાદ જીવન ઉજ્જવળ અને ઉન્નત બનાવવાની જડીબુટ્ટી આગમમાં બતાવી છે. આ જડીબુટ્ટી અપનાવાય તો બધા દુર્ગુણો અને દૂષણો જડમૂળથી નાશ પામી જાય તેમાં લેશ શંકાને સ્થાન નથી. આ જીવ સંસાર સુખ માટે જેટલા ઉપાયો અજમાવે છે, એટલા આત્મસુખ માટે અજમાવે તો આત્માનું કલ્યાણ થઈ જાય. જીવને સંયમમાં અરુચિ છે, સંસારમાં રૂચિ છે. જેને લઈ જીવ સંસારચક્રમાં અનંતકાળથી ફરી રહ્યો છે. હવે આ ભવમાં આપણે આપણા આત્માને સમજાવીએ, જગાડીએ, સાવધાન બનાવીએ કે “હે આત્મન્, આવો રૂડો ચાન્સ તને વારંવાર નહિ મળે. આ અવસરને અવધારી આરાધના કરી લે.'' ઈન્દ્રભૂતિમાંથી ગણધર ગૌતમનું સ્થાન મેળવનાર ગૌતમસ્વામીને પ્રભુ મહાવીર સાવધાન બનાવતા હતા. જાગૃત રહેવાની શીખ આપી રહ્યા હતા. કે હે ગૌતમ સમર્થ જોયમ મા પમાય... સમય માત્રનો પ્રમાદ કરીશ નહિં. પ્રમાદ એ જ આત્માના પતનનું કારણ છે. છતી શક્તિએ આરાધનામાં પાછળ પાડનાર આ પ્રમાદ છે. બુદ્ધિ હોવા છતાં જ્ઞાન ઉપાર્જિત કરવામાં પ્રમાદે અવરોધ કર્યો. સમયનો સદ્ભાવ હોવા છતાં પ્રમાદે અંતરયાત્રામાં અવરોધ કર્યો. શક્તિ હોવા છતાં સાધના ન કરતાં, સાધનો પાછળ લઈ જવામાં આ પ્રમાદનો જ મોટો ફાળો છે. જ્ઞાની કહે છે પ્રમાદે જ આત્માને પરમાત્મા ન બનવા દીધો. આપણને મોક્ષમાર્ગ સુધી લઈ ગયું પુણ્ય, પણ મોક્ષ સુધી નહિ પહોંચવા દેવામાં પ્રમાદે જ ભાગ ભજવ્યો છે. માનવભવ સુધી પહોંચાડી દીધા આપણને આ પુણ્ય, પણ મહામાનવ બનવામાં નડતરરૂપ કંઈ બન્યું હોય તો આપણો પ્રમાદ, ગૌતમસ્વામી મન:પર્યવ જ્ઞાની હોવા છતાં પ્રભુ કરુણા કરી સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ એવી હિતશિક્ષા આપી રહ્યા છે. કેવા ભાગ્યશાળી ગૌતમસ્વામી કે એમને પ્રભુ મહાવીર સ્વામી મળ્યા. યાદ રહે! તમોને કોઈ જગાડે, હિતશિક્ષા આપે, તમને ઉપદેશ આપે એ તમારા ૧૧૦ ભાગ્ય સમજજો. નહિંતર આ યુગમાં હિતેચ્છુ મળવા દુર્લભ છે. સાધક જીવનનો મોટામાં મોટો શત્રુ છે પ્રમાદ. અને આ પ્રમાદને ભગાડવાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે ગુરુદેવનો હિતશિક્ષારૂપી બોધ. જીવનમાં કોઈ સતત જગાડનાર હોય તો આપણો પ્રમાદ દૂર થાય તેમ છે. આપણામાં અનેક સિદ્ધિઓ અને શક્તિઓ ગર્ભિત છે તે બહાર ત્યારે આવે, જ્યારે પ્રમાદ જીવનમાંથી જાય અને પુરુષાર્થ જાગૃત બને. આપણા સંસારના ક્ષેત્રે પુરુષાર્થ મુખ્ય બન્યો છે. વિભાવની દિશામાં પુરુષાર્થ અને સ્વભાવના ક્ષેત્રે પ્રમાદ સેવ્યો છે. માટે જ પ્રભુ જણાવે છે ‘હે આત્મન્ સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ. એક સમય માટે પણ વિભાવમાં જઈશ નહીં. આત્મલક્ષથી બહાર આવવું તે પ્રમાદ છે.'' શ્રીમંત કદાચ બે દિવસ ઓફિસે ન જાય અને ઘરમાં આરામ કરે તે ચાલે. પણ રોજનું લાવી રોજ ખાવાવાળા ગરીબને બે દિવસ ઘરમાં આરામ કરવો ન પાલવે. તેમ જ્ઞાનના ભંડારી, ઉગ્ર તપસ્વીઓ હજી સાધનામાં થોડા દિવસ માટે કદાચ વિરામ લઈ લે તો ચાલે. પણ મારા તમારા જેવા જ્ઞાનના ક્ષેત્રે ગરીબ, સાધનાના ક્ષેત્રે કાયર, તનના ક્ષેત્રે શિથિલ હોઈએ તો પ્રમાદ કેમ પાલવે? સમય માત્રનો પ્રમાદ ન કરવો તે સૂત્ર આપણા જીવનમાં બહુ જ લાગુ પડે છે. કારણ આપણો પ્રમાદ સીમા બહાર છે. પ્રમાદમાં જ આપણે આનંદ માણી રહ્યા છીએ. હા, પ્રમાદમાં મળતા સુખની ભ્રમણામાં રાચતા જીવને અપ્રમત્ત યોગીના સુખની ક્યાંથી ગતાગમ પડે. ઉકરડાનો પ્રેમી ઉદ્યાનનો આનંદ કેમ કલ્પી શકે? ભોગ વિલાસનો પ્યાસી યોગી સાધનાનો અનુરાગી ક્યાંથી બની શકે? સંસારનો રાગી સંયમ સુખનો આસ્વાદ ક્યાંથી લઈ શકે? ટૂંકમાં, અનાદિથી પ્રમાદવશ બની સંસારમાં જ સુખ શોધવાની ભૂલ આપણા આત્માએ કરી છે. આ આત્માને સંયમ લેવાની વાત કરવામાં આવે તો તે બેભાન બની જાય. ગટરનું પાણી છાંટો : ખબર હશે હરિજનબાઈ અત્તરની દુકાન પાસે કચરો વાળતાં બેભાન બની ગઈ! અત્તરની દુકાનવાળો ગભરાઈ ગયો. ત્યાં હરિજનબાઈની ૧૧૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ બહેનપણીએ આવીને જોયું કે સખી બેભાન થઈ ગઈ છે. એટલે બાજુમાંથી ગટરનું પાણી લાવીને છાયું ને ભાનમાં આવી ગઈ. બેભાન થવાનું કારણ જાણો છો ? અત્તરની સુવાસ ! આ સુવાસને કારણે બેભાન બની ગઈ હતી, અને ગંધવાળા પાણીના છાંટણાંથી ભાનમાં આવી ગઈ. જેને નાનપણથી ગટરનાં જ કામ કર્યા હોય તે અત્તર સૂંઘવા માત્રથી બેભાન બની જાય છે. બસ જેણે અનાદિથી ભોગની દુર્ગધ જ જોઈ હોય તેને સંયમની સુવાસ બેભાન કરી દે તેમાં કોઈ આશ્ચર્ય નથી. અનાદિનો અભ્યાસ છે ભોગવિલાસમાં મજા માણવાની. એટલે જ જ્ઞાની પુરુષો આત્માને જગાડે છે. સમય જોયમ મા પમાયણ. સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ. નહિતર પ્રમાદનો અભ્યાસ તને તારી સાધનામાંથી પતન કરાવી તેમાં વાર નહિં લાગે, પ્રમાદએ પતનનો માર્ગ છે. પુરુષાર્થ એ ઉત્થાનનો માર્ગ છે. પ્રમાદને પરિહરી પુરુષાર્થ જગાડવાનો માનવભવનો અવસર છે. રખે ! પ્રમાદના પનારે પડતા.. માનવભવમાં મળેલી શક્તિઓને સમ્યક્ પુરુષાર્થ આદરવામાં લગાડવાની છે. નહિતર શક્તિનો ક્ષય થતા વાર નહિ લાગે. પ્રભુ મહાવીરસ્વામીએ અંતિમ દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦માં અધ્યયનમાં ગૌતમને કહી. રહ્યાં છે હે ગૌતમ! से बले य हायई: મોક્ષ માર્ગ જવા માટે, મોક્ષે પહોંચવા માટે માનવભવમાં શક્તિ મળી છે તે શક્તિ પ્રતિક્ષણ ક્ષય થઈ રહી છે એટલે ઓછી થઈ રહી છે. સમયશક્તિ હાથમાંથી ગયા બાદ પાછી આવતી નથી માટે સમજ મેળવવા પાછળ અને મેળવેલી શક્તિને સમજનો સાથ લઈ સાધના કરવામાં લગાડવાની છે. ગૌતમે સ્વશક્તિને જાગૃત કરી સમાજને સીમાતિત બનાવી. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તો ગોશાલકે સમય-શક્તિનો ઉપયોગ મિથ્યા માર્ગે કર્યો. અને સંસારનું પરિભ્રમણ વધારી દીધું. એટલે ભગવાને કહ્યું, “સમય કાઢી શક્તિને કામે લગાડી ધર્મ જાગરણ કરો. પણ સંસારના સુખ મેળવવા ઉજાગરા ન કરો.” બોલો આપણે ઉજાગરા વધુ કર્યા છે કે જાગરણ? સંસાર માટે ઉજાગરો કરનારનો કોઈ તોટો નથી. –૧૧૯ યુધ્ધમાં શ્વેત ધ્વજ યુધ્ધવિરામ જમણમાં શ્વેત ભાત ભોજન વિરામ માથામાં શ્વેત વાળ જીવન વિરામ એક રજપૂતને દાઢી કરવા સવારના હજામ આવ્યો હતો. દાઢી કરતા તેનાથી બોલાઈ ગયું. અરે બાપુ! તમે તો ઘરડા થઈ ગયાં. અલ્યા હજામ, તું મને ઘરડો સમજે છે, હું હજી જુવાન છું. જોર જોરથી રજપૂત બોલતા હતા. તે અવાજ સાંભળી બાપુનો સેવક દોડતો આવ્યો. અરે બાપુ! શાન્ત થાવ, કેમ જોર જોરથી બોલો છો. જુઓને આ હજામ મને ઘરડો કહે છે. શું હું ઘરડો છું ? રજપૂતની આ વાત સાંભળી સેવક બોલ્યો, બાપુ હજામને ક્યાં ખબર છે કે તમોને આંખે પણ મોતીયા આવ્યા છે. એય સેવક, ચૂપ રહેજે. એટલે તુ મને ઘરડો સાબીત કરવા માંગે છે. બાપુ સવારના પહોરમાં બરાડી ઉઠયા. આ અવાજે રજપૂતાણી પોતાનું કામ પડતું મૂકી બાપુ પાસે દોડતી આવી ગઈ. શું છે આ સવારના પહોરમાં, જરા શાન્તિ રાખી દાઢી કરાવી લોને! અરે જોતો ખરી, આ વાણંદ મારા શ્વેત વાળ જોઈને મને ઘરડો ગણે છે. અને મારો સેવક પણ આંખના મોતીયા જોઈને મને ઘરડો બતાવે છે. હું હજી તો લડાઈમાં જઈ શકુ એવો જુવાન છું. તો શું આ લોકોની વાત હું સાંભળી લઉં? ત્યાં જ રજપૂતાણી બોલી, બાપુ! હજામ-સેવકને ક્યાં ખબર છે કે તમારા મોઢાના એક પણ દાંત રહ્યા નથી. મોઢામાં ચોકઠું રાખો છો. હવે ઘડપણને શા કારણે સ્વીકારતા નથી, બસ! બાપુનો પીતો. એવો ગયો કે હજામ અને સેવકને તો રવાના કર્યા પણ રજપુતાણીનો પણ ઉધડો લઈ લીધો. - ધન ખાતર રાતોની રાતો જાગનાર મળશે. સત્તામાં ઉજાગરા કરવા જીવ રાજી. સંસારના સુખ માટે આ જીવ ઘણો સમય જાગ્યો છે અને પારાવાર શક્તિઓ તેમાં લગાડી છે. પણ ધર્મ-જાગરણ માટે જીવ પાસે સમય નથી અને શક્તિ નથી. ટૂંકમાં, જેટલો સમય આપણા આત્માએ સંસાર માટે ફાળવ્યો છે. એનો અંશભાગ પણ ધર્મ માટે ફાળવ્યો હોત તો આપણો આત્મા અત્યારે પરમાત્માના સ્થાને બિરાજ્યો હોત. જેટલી. —૧૨૦ Page #62 -------------------------------------------------------------------------- ________________ શક્તિઓને સંસારની સુખ-સાહ્યબી પાછળ લગાડી છે તેમાંની અંશ ભાગની શક્તિઓ સાધના માર્ગે લગાડવામાં આવી હોત તો આપણે સિદ્ધ ગતીને મેળવી શક્યા હોત. એટલે પ્રભુએ ભાર દઈને જીવોને જણાવ્યું જીવનમાં સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ. શક્તિઓ ક્ષીણ થતી જાય છે, સમ્યક્ પુરુષાર્થ આદરવાનું ભૂલશો નહિ. અંતમાં યાદ રાખજો, સમય કદાચ તમારા હાથમાં ઘણો હશે પણ કર્મોએ સંજોગો અવળા ઊભા કર્યા તો ખાટલામાં પડી રહેવાનો વખત આવશે. અને ધર્મ કરવા માટે લાચાર બનવું પડશે. સંજોગો સર્જાયા તે પહેલા જાગૃત બની પ્રમાદ ને પરિહરી સમ્યક્ પુરુષાર્થ ઉપાડી આરાધના કરવા લાગી જઈએ તે જ મંગલ ભાવના.... ધંધો કરવા છતાં સંપત્તિ ન મળે તેવું બને પણ ધર્મ કરવા છતાં સન્મતિ ન મળે તેવું ક્યારેય ન બને. યાદ રહે ન સન્મતિ વિનાની સંપત્તિ વિપત્તિને આમંત્ર્યા વિના રહેતી નથી. 00 00 00 જેને ૠતુઓ નડે નહીં તે ૠષિ મુશ્કેલીમાં રડે નહીં તે મુનિ સંતાપ જેને ક્યારેય લાગે નહીં તે સંત જીવનમાં ક્યારેય ગાંઠ વાળે નહીં. તે નિગ્રંથ. પરિશ્રમથી પાછા પડે નહીં તે શ્રમણ. ૧૨૧ ધર્મ તું છે તારણહાર एस धम्मे धूवे निच्चे, सासए जिणदेसिए । सिद्धा सिज्सन्ति चाणेण, सिज्सिस्सन्ति तहावरे || ધર્મ ધ્રુવ છે. નિત્ય છે, શાશ્વત છે અને જિનોપદૃષ્ટિ છે. આ ધર્મનું પાલન કરીને અનેક સિદ્ધ થયા છે અને થશે. આત્માને પરમાત્માની દીશા તરફ લઈ જનાર પરમ મિત્ર કોઈ હોય તો એક જિનેશ્વર પ્રભુએ બતાવેલ ધર્મ જ છે. ધર્મનાં શરણે આવનાર જીવ શાતા પામે છે, શાંતિ પામે છે અને સાચું સુખ પામે છે. જે આજ દિન સુધી અનેક જીવો પામ્યા છે, અને ભાવિમાં પણ પામશે. ધર્મ વ્યક્તિને સફળ બનાવે છે. પણ તે માટે વ્યક્તિ પાસે ધર્મ ઉપર અતૂટ અને અખંડ શ્રદ્ધા હોવી આવશ્યક છે. ધર્મનાં કેન્દ્રમાં ગોઠવાઈ ગયેલો જીવ ક્યારેય સંસારનાં ચક્રમાં પિસાતો નથી, રિબાતો નથી. ધર્મી કદાચ પૂર્વને લઈ દુ:ખી હશે પણ દોષી નહીં હોય. ધર્મી રોગી હોય શકે પણ રાગી નહીં. ધર્મી ધનવાન ન પણ હોય તેવું જોવા મળે પણ ગુણવાન ન હોય તેવું ક્યારેય જોવા ન મળે. માટે ધર્મ એ માણસનો પરમ મિત્ર છે. જગતે દગો દીધો તેવું સાંભળ્યું હશે. સગા વ્હાલા વેરી બની દગો ખેલ્યા હશે તેવું કદાચ અનુભવ્યું પણ હશે. મિત્રે શત્રુનું રૂપ ધારણ કર્યુ હોય તેવું જીવનમાં બન્યું હશે. પણ ધર્મે માણસને દગો કર્યો કે દુ:ખી કર્યો હોય, તેવું જોવા કે સાંભળવા મળ્યું નહીં હોય. જે ધર્મના સ્તંભને પકડી રાખે તેને ધર્મ બચાવી લે, ઉગારી લે છે. સવારનાં પહોરમાં પહેલાના બહેનો ઘંટીમાં દાણા નાખી લોટ દળતા હતા. ઘંટીનાં બે પડ વચ્ચે બધા દાણા લોટ થઈ બહાર આવે છે. પણ તમોને ખબર હશે કે ઘંટીનાં વચ્ચોવચ્ચ એક લાકડાનો ખીટો હોય છે તે ખીટાને વળગીને જે દાણા રહે છે તેને ઘંટી કંઈજ કરી શકતી નથી. બસ, સંસારરૂપી ઘંટીનાં બે પડ સમા રાગ-દ્વેષનાં ચક્ર બધા જીવોને પીસી શકે છે. પણ ધર્મી આત્માઓને કંઈ કરી શકતા નથી. કારણ ધર્મનો ખીટો પકડી રાખનાર ધર્મીને રાગ-દ્વેષનાં ચક્ર કાંઈ કરી શકવા સમર્થ નથી. -૧૨૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ માટે ધર્મનાં કેન્દ્રમાં રહો. ધર્મનાં સ્થાનકમાં રહો. ધર્મી જીવો સાથે દોસ્તી. કરો. સંતોના સમાગમ કરતાં રહો. જુઓ, પછી સંસારનું જોર ઘટે છે કે નહીં. સંસાર આપણને કાંઈ જ નહીં કરી શકે? દો પાટણ કે બીચમેં, સાબૂત બચા ન કોઇ; ખૂટ પકડકે જો રહા, પીસ સકા ન કોઈ, ધર્મને વળગી રહો. જગતની કોઈ વળગણ તમને નડશે નહીં. દશવૈકાલિક સૂત્રનાં રચયિતા સ્વયંભૂ આચાર્યે આ જ વાત ભાર દઈને જણાવી હતી કે હે વત્સ! ધર્મ છે ત્યાં મંગલ છે. અહિંસા, સંયમ અને તપ છે. અને જેનું મન ધર્મમાં અનુરક્ત છે તેઓને દેવો પણ લળી લળીને નમસ્કાર કરે છે. માટે પ્રાણ કરતાં પણ ધર્મને પ્યારો ગણો. ધર્મ જ તમારો. સાચો મિત્ર છે. ધર્મ જ જીવનપંથનો સહાયક છે. ધમ્મ શરણં ગચ્છામિ....” ધર્મનાં શરણે હું જાઉં છું. અન્ય કોઈ શરણ મને તારણહાર નથી. ધન-ધાન્ય, પુત્ર-પરિવાર, સોના-ચાંદી કે સત્તા-સંપત્તિ મારા આત્માને ડુબાડનાર છે. પણ તારનાર નથી. આ વિશ્વાસ તમારા જીવનમાં પ્રત્યેક શ્વાસે શ્વાસે વણાઈ જવો જોઈએ. તમારા જીવનમાં ધર્મ ફળ્યો છે કે નહીં તે જોવા ઈચ્છતા હો તો જીવન પદ્ધતિમાં અને જીવન દષ્ટિમાં ફેરફાર થઈ રહ્યો છે કે નહિ તેનું નિરીક્ષણ કરતાં રહો. ધર્મ દષ્ટિમાં પરિવર્તન કરાવે. ધર્મ કરો છો તે યોગ્ય છે કે નહીં, ધર્મનું આચરણ, ધર્મમાં મારું વિચરણ યથાર્થ થઈ રહ્યું છે કે નહીં તે જોવા માટે તમારી દષ્ટિનું નિરીક્ષણ કરતાં રહો. કારણ ધર્મનું કામ છે દષ્ટિનું પરિવર્તન કરાવવાનું. ભોગ દષ્ટિ ત્યાગ દષ્ટિ બને. વિષયની યાત્રા વૈરાગ્યની યાત્રા બને. બહિર્મુખ-અંતર્મુખ બને, વિલાસની નહીં. આત્મવિકાસની દિશા તરફ ચલાય, ત્યારે સમજવું કે આપણે ધર્મ કરીએ છીએ તે બરાબર છે. ધર્મ કરતાં જઈએ અને વિષયદષ્ટિ, વિલાષદષ્ટિ મટી. નિર્મળ નિર્દોષ દષ્ટિ ન ખૂલે તો ધર્મ બુદ્ધિગત બન્યો છે, ઉદયગત બન્યો નથી. - તાવ ઘ સમાયરે, જીવ પાસે શક્તિ છે, શાતા છે ત્યાં સુધી. ધર્મઆરાધના કરી લો. —૧૨૩ જુઓ, તમારા જીવનમાં ધન વધે તો તમારામાં કેટલા ફેરફાર થઈ જાય છે. માનવ કરોડપતિ બની જાય તો બોલવામાં, તેના રહેવામાં, જમવામાં, ફરવામાં, કેટલા ફેરફાર થઈ જાય છે. ઓઢવા પહેરવામાં અને મિત્રવર્ગમાં પણ મોટો ફેરફાર કરી નાખે છે, ખરુંને? જો ધન વધતાં તમારામાં આટલો મોટો ફેરફાર થઈ શકે તો ભલા ધર્મ તમારા જીવનમાં પ્રવેશે તો શો ફેરફાર ન થાય? દષ્ટિ નિર્મળ બને. કષાયથી સળગતું મન શાંત બને, ભોગના ભંગારથી પાછા ફરી સંયમનાં શણગાર સજવા તૈયાર થાય? ધનવાળા શાલિભદ્રને જુઓ અને ધર્મ પ્રવેશ થયા પછીના શાલિભદ્રને જુઓ. મુનિના સંગમાં ન હતા ત્યારના પરદેશી રાજાને જુઓ અને ધર્મનાં રંગે રંગાયેલ પરદેશીને જુઓ. પ્રભુનો ભેટો થયા પહેલાના શ્રેણિકને જુઓ અને પ૦૦ ફટકા હસતા મુખે સહન કરતાં શ્રેણિકને જુઓ, લાગે છે ને આકાશ-જમીન જેટલો મોટો ફેરફાર! આપણે આપણાં જીવનને તપાસીએ. વરસોથી ધર્મ કરીએ છીએ અને ધર્મિષ્ઠ તરીકેની સમાજમાં છાપ છે. તો પૂછો તમારા હૈયાને, મન નિર્મળ બન્યું છે? ઉગો ઉપશાંત બન્યા છે? જીવો પ્રત્યેનો દ્વેષ પ્રેમમાં પરિવર્તન થયો છે? સંસારની રુચિ ઘટી સંયમની રુચિ પ્રગટ થઈ છે ખરી ? જો 'હા' માં જવાબ છે તો ધર્મ તમને ફળ્યો છે અને ‘ના’ માં જવાબ હોય તો ધર્મનાં નામે અધર્મ પુષ્ટ કર્યો છે. ધર્મના લક્ષણો : ધર્મનું કામ છે જીવનની દષ્ટિને સમ્યફ અને નિર્મળ બનાવવાનું. જીવોને દુર્ગુણોથી બચાવી લઈ સદ્ગુણોથી સભર બનાવવાનું. ધર્મ જીવને દુર્ગતિથી તારી લે છે. બચાવી લે છે. ધર્મવાળી વ્યક્તિની દષ્ટિ ગુણદષ્ટિ હોય છે. સંપર્કમાં આવતા તમામ જીવોમાંથી સારી બાજુ જુએ છે. અને તેના પ્રત્યે પ્રેમભાવપૂર્ણ વ્યવહાર કરે છે. તમોને બીજાનાં દોષ-દર્શન થતાં હોય તો સમજવું કે ધર્મ કરો છો, પણ ધર્મનો લાભ થતો નથી. ધંધો કરો છો પણ નફો થતો નથી. માટે ધર્મ માધ્યમે આપણે આપણી દષ્ટિનું પરિવર્તન કરીએ. જગત વિચિત્રતાથી ભર્યું છે. તે વિશેષતાવાળું પણ છે. વ્યક્તિ દોષ -૧૨૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ અને દુર્ગુણોથી પણ ભરેલો છે અને સદગુણો પણ તેનામાં છે, તમે જેવી દષ્ટિ લઈને જીવો છો તેવું તમોને જણાય છે, દેખાય છે. જગત કે વ્યક્તિનો દોષ નથી, દોષ આપણી જોવાની દષ્ટિનો છે. ધર્મ જોતા શીખવાડે છે. ધર્મ દષ્ટિનો વિકાસ કરાવે છે. ધર્મ ટૂંકી દષ્ટિને દીર્ધ અને સૂક્ષ્મ બનાવે છે. વર્ષોથી આપણે ધર્મારાધના કરીએ છીએ તો આપણી દષ્ટિ દીર્ધ બની છે કે છીછરી છે? આપણી દષ્ટિનો વિકાસ મલીન છે કે નિર્મળ? આપણી દષ્ટિ સમ્યક્ છે કે મિથ્યા? તપાસી લઈએ આપણે આપણી દ્રષ્ટિને. જુઓ, દષ્ટિનો વિકાસ કરનાર પરદેશી ઝેર ગટગટાવી ગયા પણ પત્નીને દોષિત ન બનાવતા નિમિત્ત ગણી. સમતાભાવ હૃદયમાં ધારણ કર્યો. કારણ ધર્મ દ્રષ્ટિનો આ પ્રભાવ હતો. જ્ઞાની ભગવંતો કહે છે જેમ ધન આવતા માણસમાં પરિવર્તન આવે છે તેમ ધર્મથી જીવની દષ્ટિમાં પરિવર્તન આવે છે. ધર્મનું કાર્ય છે પ્રસન્નતા આપવાનું ધર્મ તમોને આનંદિત બનાવે, હર હાલતમાં હરિયાળા બનાવે. પ્રતિકૂળતાએ તમારો ઉત્સાહ ખંડિત ન થવા દેવાનું કામ આ વીતરાગ પ્રભુએ બતાવેલો ધર્મ કરે છે. ધર્મનું ફળ પ્રસન્નતા છે. રોગ વચ્ચે તમોને હસતાં રાખે, ભોગ વચ્ચે તમને અલિપ્ત રાખે. કાદવમાંય કમળ ખીલવાની કલા બક્ષે, દુઃખ વચ્ચે પણ તમોને ખુશ રાખે, દર્દ વચ્ચે પણ મર્દ રાખવાનું ઉત્કૃષ્ટ કાર્ય આ ધર્મનાં હાથમાં છે. ફક્ત તમોને તમારા ધર્મ પર અતૂટ વિશ્વાસ-શ્રદ્ધા હોવી જોઈએ, કે મારી પાસે ધર્મ છે ત્યાં સુધી મને કાંઈ થવાનું નથી અને થશે તો હું તૈયાર છું, સ્વીકારી લેવા. આટલી ખુમારી તમારી પાસે હોવી જોઈએ, ધર્મી ક્યારેય દુઃખમાં કે દર્દમાં રડતો ન હોય. કર્મોના ઉદય છે, તેમ સમજીને પ્રસન્નતાથી સહતો હોય છે. હું તમોને પૂછું તમારા હાથમાં રૂપિયા આવી જાય તો તમે રડો કે હસો ? તમારા હાથમાં દાગીના કોઈ આપે તો તમે ઝૂમી ઊઠો કે ઝૂરો? તમોને કોઈ પાર્ટીમાં લઈ જાય તો તમે આનંદ વિભોર બનો કે વિષાદના સાગરમાં પડો? તમો નવાં વસ્ત્રો પહેરીને મૂડમાં રહો છો કે મૂડલેસ ? ત્યારે આપ સર્વેનો જવાબ હશે સાહેબ, આવાં કાર્યોમાં રડવાનું હોય ? આનંદ જ કરીએ ને? બસ, જુઓ જ્ઞાની ભગવંતોનું આજ કહેવું છે. જેના હૈયામાં ધર્મ વસ્યો હોય તે ધર્મની ક્રિયામાં, ધર્મનાં સ્મરણમાં, ધર્મશાસ્ત્ર વાંચનમાં, ધર્મવાણી સાંભળતી વેળાએ કે તપાનુષ્ઠાન કરતી વેળાએ તે ધર્માત્મા રડતો હોય કે આનંદ વિભોર હોય ? ધર્મ પ્રસન્નતા અર્પે છે. પછી તમે ગમે તેટલી મોટી વિટંબણામાં કેમ ન ઘેરાયા હો! પ્રત્યેક પળે, પ્રત્યેક સ્થળે, પ્રત્યેક પરિસ્થિતિમાં ધર્મ જીવને પ્રસન્ન રાખવાની ગેરંટી આપે છે. જુઓ ઘાણીમા પિલાતા મુનિવરોને. ઘાણીમાં પિલાઈ જવા છતાં કેવા પ્રસન્ન રહ્યા હતા. તો જીવતા ચામડી ઉતારાવતા મુનિવર કેવા પ્રસન્નતાથી ઊભા હતા. વાહ ગજસુકુમારમુનિ ! તમારી પ્રસન્નતાએ તો ગજબ કરી હતી. તો રોજના ૫૦૦ ફટકા ખાનાર પ્રભુ વીરના ભક્ત શ્રેણિકને આ ધર્મે કેવો પ્રકૃલિત રાખ્યો હતો. આપણી દશાનો વિચાર કરો કે ખાવામાં થોડું ઓછું આવે કે કાચું આવે તો આપણે કેવા હલી જઈએ છીએ. પહેરવા ઓઢવાનું ઓછું મળે, કોઈ બોલાવે ન બોલાવે, સન્માનની ઈચ્છા છતાં અપમાન મળે તો આપણે કેટલાય દિવસ સુધી મૂડલેસ થઈ ફરીએ છીએ. ધર્મ રોજ કરવા છતાં આપણી આ દશાનું મૂળ કારણ છે ધર્મ હૃદયસ્થ બન્યો નથી. હૃદયસ્થ બનેલો ધર્મ આપણને આનંદ આપ્યા વિના રહે જ નહીં. કહ્યું છે ને ? ધર્મ ધર્મ તો લોકો બહુ કરે, પણ ધર્મનો મર્મ તો જાણે નહીં... ધર્મનો મર્મ સમજાય જાય તો જીવ, અન્યને દેખાડવા માટે નહીં પણ પોતાની જાતને સુધારવા માટે ધર્મ કરે. તમે તમારી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રસન્નતાને પામતા રહો. કોઈપણ ઘટના બને છે તે સારા માટે જ બને છે તેવું વિચારી ધર્મ કરતાં રહો. જે થાય તે સારા માટે : એક રાજા અને પ્રધાન જંગલમાં ફરવા ગયા હતા. અચાનક રાજાના પગના અંગૂઠા પર ઝાડ પડયું ને અંગૂઠો તૂટી ગયો. પ્રધાનની એક આદત હતી કે બધી બાબતમાં તે બોલતો “જે થાય તે સારા માટે.” આ સૂત્ર એણે હદયસ્થ કરેલું. પણ જ્યાં રાજાનો અંગૂઠો તૂટેલો જોયો ને પ્રધાનથી આદત મુજબ બોલાઈ ગયું “જે થાય તે સારા માટે.” અને રાજાને આવ્યો ગુસ્સો. ભલા, ગુસ્સ જ આવે ને ? જે સૂત્ર આપણે -૧૨૫ -૧૨૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ ધર્મનો પાયો માનવતા આપણા માટે બોલવાનું હોય તે બીજા માટે બોલાય ખરું? કોઈને નુકસાન થાય, કોઈ બિમાર પડે, કોઈનું અવસાન થાય ત્યારે ન બોલાચ કે જે થાય તે સારા માટે. પરંતુ સ્વયંની શાંતિ માટે બોલવાનું છે જે થાય તે સારા માટે. રાજાએ પ્રધાનને રાજભવનમાં લઈ જઈ સેવકોને આજ્ઞા કરી કે આ પ્રધાનને કાળી કોટડીમાં પૂરી દો. ત્યારે પ્રધાન બોલ્યા, ‘જે થાય તે સારા. માટે.” ઘણા સમય બાદ એક દિવસ રાજા જંગલમાં શિકાર અર્થે ગયા અને ભૂલા પડયા, પડોશ નગરમાંથી બત્રીસ લક્ષણો માણસ શોધવા નીકળ્યા હતા ને રાજા હાથમાં આવી ગયા. યજ્ઞમાં રાજાને હોમવાના હતા. તૈયાર કર્યા અને છેલ્લી ઘડીએ ખબર પડી કે રાજાનો અંગૂઠો કપાયેલો. છે. ખંડિત દેહવાળો યજ્ઞમાં ન હોમાય. એટલે રાજાને છોડી મૂકવામાં આવ્યો. રાજા ખુશ થયા, તેને યાદ આવ્યું “જે થાય તે સારા માટે.” રાજા નગરમાં પાછો આવ્યો, અને પ્રધાનને કોટડીમાંથી છોડાવીને પૂછે છે, ‘તમને કોટડીમાં રાખ્યા તે વખતે તમે “જે થાય તે સારા માટે' - એમ કેમ કહ્યું હતું ?'' પ્રધાને કહ્યું, “હે રાજન, તમે મને કોટડીમાં ન પૂર્યો હોત, તો હું તમારી સાથે જંગલમાં શિકારાર્થે આવત અને યજ્ઞમાં તમારે સ્થાને મને બત્રીસ લક્ષણા તરીકે હોમી દેત!” રાજા પ્રધાન ઉપર પ્રસન્ન થયો ને તેને યાદ રાખ્યું “જે થાય તે સારા. માટે.” આ સમાધાન સૂત્રને જીવનમાં રાજાની જેમ બધાએ ઉતારવું જોઈએ. ટૂંકમાં, ધર્મ દષ્ટિનો વિકાસ કરાવી દરેક પરિસ્થિતિમાં આત્માને પ્રસન્નતા રખાવે છે. તો આપણે ધર્મનાં માધ્યમે બે ગુણોમાં વિકાસ કરી ધન્ય બનીએ.... વીતરાગ દેવનો દર્શાવેલ મોક્ષમાર્ગ મળ્યા પછી મોક્ષમાર્ગ પર કોણ ચાલી શકે ? આ માર્ગ પર કદમ કોણ ઉપાડી શકે ? તે જ જીવો ચાલી શકે છે જે વીર છે, શૂરવીર છે. આ માર્ગે કાયરો ચાલી નથી શકતા. | | ઉપવાસ કર્યા બાદ ઉલટી થાય એટલે હવે ઉપવાસ નહીં કરવાના નિર્ણય લઈ લે ! ! In દાન કર્યા બાદ નામ ન બોલાય કે ન લખાય તો હવે દાન કરવું નહીંના સોગંદ ખાઈ લે. તેઓનું આ માર્ગે કંઈ ઊપજતું નથી. 1 આયંબિલ તપ કર્યું હોય અને ખાવાનું ઠંડું મળી જાય કે દ્રવ્ય ઓછાં મળે તો સંઘના સભ્યો અને રસોઈચા પર ક્રોધ કરી બેસનાર આ માર્ગે ક્યારેય સફળ થતા નથી. ઉપાશ્રયમાં અપમાન થઈ જવા પર જિંદગીમાં ઉપાશ્રય જવું નહીં ના અબોલા કરી બેસે તેવા કાયરોનો આ માર્ગે કોઈ ક્લાસ નથી. હાય! ધર્મના ક્ષેત્રમાં આવેલી તકલીફોના સમયે ધર્મ છોડી દેવાની તૈયારી ધરાવનારોને એટલું જ કહેવાનું મન થાય છે કે ભજિયા ખાઈને ઝાડા થઈ જાય એટલે જિંદગી ભર ભજિયા નહીં ખાવાનો નિર્ણય લો છો ? પાર્ટીમાં કોઈ અપમાન કરી નાખે તો પાર્ટીમાં જીવનભર પગ ન મૂકવો આવા પચ્ચખાણ કરો છો ? સંસારના ક્ષેત્રે અનેકવાર ઠોકરો વાગે છે તો હવે સંસારમાં રહેવું જ નથી તેવું તમારું મન નક્કી કરે છે ? નહીં ને ? બસ, સંસારના ક્ષેત્રે કષ્ટો આવવા છતાં જો તે સ્થળ ક્રિયા છોડતા નથી, તો ધર્મના ક્ષેત્રે આવેલા કષ્ટો - પરિષહોને લઈને ધર્મ ને કેમ છોડો છો? આ મહાવીરના કલ્યાણકારી માર્ગે ચાલી શકે છે વીર પુરુષો, શૂરવીર સાધકો. હર જલતે દિપક કે તલે અંધેરા હોતા હૈ, હર અંધેરી રાત કે પીછે સવેરા હોતા હૈ, ગભરા જાતે હૈ લોક મુસીબત કો દેખકર હર મુસીબત કે પીછે સુખ કા ડેરા હોતા હૈ. બુદ્ધિ છે “બાપ" જેવી એને કમાઉ દીકરો જ ગમે છે જ્યારે હૃદય એ “મા” જેવું એને કમજોર દીકરોચ ગમે છે. -૧રહ -૧ર૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ જોકે મહાવીરનો માર્ગ છે ક્ષત્રિયોનો. જે શિર લઈ શકે, શિર દઈ શકે. તેવા ક્ષત્રિયો ત્યાગના માર્ગે ચઢે ત્યારે સંસાર તજવા માટે મરવા પણ તૈયાર બની જાય છે. વાંદો જોઈને બાર ગાંવ દૂર ભાગી જનારો શું ધર્મના માર્ગે આવેલા કષ્ટોમાં ઊભો રહી શકવાનો? શ્રેષ્ઠ મોક્ષ માર્ગ મળ્યો છે અને મોક્ષમાર્ગના ભોમિયા ગુરુદેવ પણ મળ્યા છે. તો માનવ જીવનને ઉજ્જવળ અને ઉન્નત બનાવવાની ધર્મ કળા જીવનમાં શીખી લઈએ. આજના દિવસે રજૂ કરવું છે કે આપણે ધર્મની શરૂઆત ક્યાંથી કરીશું? તો ધર્મની શરૂઆત આપણી જાતથી અને આપણા માનવના ખોળિયાથી કરીશું. ઈશ્વર બનતાં પહેલાં આપણે ઈન્સાન બનવું પડશે. ઈશ્વર એ શિખરની ટોચ છે તો ઈન્સાન એ તળેટી છે. ઈન્સાન બન્યા વિના ક્યારેય ઈશ્વર બનવામાં સફળતા મળતી નથી. “હે માનવ, તું માનવ બન!'' મહાન બનવા માટેની પ્રથમ શરત છે તું માનવ બન. પ્રભુએ પ્રાણીને પ્રાણી બનવા માટે કહ્યું નથી. તો પંખીઓને પંખી બનવાનું કહ્યું નથી. કહ્યું છે માત્ર માનવને માનવ બનવાનું. માનવના ખોળિયાને વફાદાર રહેવાનું. અને હા, પશુ જગતમાં પશુઓએ પશુની જાતને જેટલું નુકસાન નથી પહોંચાડ્યું એના કરતા માનવે માનવજાતને અને પશુની જાતને નુકસાન પહોંચાડ્યું છે. કતલખાનાનું સર્જન કરનાર કોણ? અણું શોધી અણુબોંબ બનાવનાર કોણ? પશુ કે આપણે? હિંસક હથિયારો બનાવનાર કોણ છે? આપણે જ ને! માનવ જાતે માનવ જાતને ભયભિત બનાવી છે. કોઈ પશુએ આજ દિન સુધી પશુને મારવા કે રંજાડવા કોઈ અણુબોંબ કે કોઈ હથિયાર શોધ્યા નથી. બુદ્ધિને કુબુદ્ધિમાં ફેરવી નથી. માનવ જાતે પોતાની ઈન્સાનિયતને નેવે મૂકી દીધી છે. તમે માનવતાના ગુણોથી વંચિત હશો તો ભગવાનના ગુણો તમારામાં ક્યાંથી આવશે? ભગવાનને યાદ કરનારને મારે એટલું જ કહેવું છે તું પહેલા ઈન્સાન બન. એટલે જ કહ્યું છે કે : ‘ઈન્સાન કો ઈન્સાન બનાયા જાય, ચા કોઈ નયા ભગવાન બનાયા જાય.' ૧૨૯ આજે ઈશ્વરની ધૂન બોલનારા, ઈશ્વરની શોધ કરનારા અને ભગવાનના મંદિરે જઈ પોતાની જાતને ભક્ત ગણનાર, ઉપાશ્રયમાં આવીને પોતાને ધર્મી માની લેનારા, સંત પાસે બેસી સજ્જન ગણી લેનારા, માનવીઓ બહારથી જુદા છે અને અંદરથી કંઈક નાટકો ખેલે છે. એ પાર્ટીમાં જુદા મૂડમાં હોય છે. એ ક્લબોમાં જુગારના મૂડમાં હોય છે. ઘરમાં કંઈક દેખાવો કરીને જીવે છે. બજારમાં તો કંઈક નવું જ મોડલ બની જીવે છે. ઉપાશ્રયમાં વળી સાવ ધર્મિષ્ઠ બની બેસે છે તો પ્રાર્થના સભામાં કે બેસણામાં સાક્ષાત્ લાગણીશીલ ઉદાસ રહે છે. “બંધ કરો'' આ નાટકો અને કૃત્રિમતાની આઢેલી ચાદરોને ઉઘાડી-ફગાવી દો. વાસ્તવિક જીવન જીવવા માટે તૈયાર બનો. પંખીઓએ માળા બાંધ્યા છે પણ માળામાં તાળાં માર્યા નથી. આપણે તાળાં મારીને જીવીએ છીએ. કોઈ આવી ચોરી કરી જશે. આ માનવજાતને દુનિયામાં જ ભેળસેળ અને અદલાબદલીની વ્યથા સર્જાઈ છે. હાય! માનવે જ માનવજાતનું અહિત સર્જ્યું. કોર્ટને જન્મ આપ્યો. જેલનું સર્જન કર્યું. યાદ રાખો, સૃષ્ટિનું જેટલું ખરાબ થાય છે તે માનવ જાતની ભેટ છે. આપણે જ આ સૃષ્ટિને અનર્થોથી અભડાવી છે. સૂર્ય નિયમિત, ચંદ્ર નિયમિત, પશુ-પંખી નિયમિત, પુષ્પ નિયમિત, હાય! માનવી એક જ અનિયમિત. સવારે ઊઠવાનું નક્કી નહીં, સુવાનું તો રામ જાણે. ખાવાનું ભૂખ લાગે ત્યારે નહીં, સમય થાય ત્યારે. કોઈ કાર્યમાં નિયમિતતા ખરી ? ચણ લેવા જાય તે પંખીની દુનિયા, મણ લેવા જાય તે માનવીની દુનિયા.’ સૂર્ય ઊગીને ભેદભાવ વિના પ્રકાશ આપવાનું કામ કરે છે તો ચંદ્ર એટલું જ ભેદ રાખ્યા વિના શીતલતા આપવાનું કાર્ય કરે છે. નદી માનવ-પશુના ભેદ કર્યા વિના સર્વેને તૃપ્ત બનાવવાનું કાર્ય યુગોથી અવિરત કરી રહી છે. પુષ્પ વિના સ્વાર્થે ફોરમ પ્રસરાવવાનું કાર્ય કરે છે. મારે માનવીને પૂછવું છે “તારો વ્યવહાર કુદરતના તત્ત્વો જેવો છે કે કૃત્રિમતા સભર છે? આપીને ખાય છે કે કોઈનું પડાવીને ખાય છે? તારા ૧૩૦ Page #67 -------------------------------------------------------------------------- ________________ સુખમાં કોઈનો ભાગ છે કે કોઈના સુખમાં ભાગ પડાવવાની દાનત છે?' હાય! કુદરતના તત્ત્વોથી પણ ઊતરતો માનવી! અને એને ભગવાન બનવાની ઈચ્છા છે. ક્યાં જીવન અને ક્યાં ઈચ્છા? તારી સ્વાર્થીલી જિંદગી શું તને ભગવાન બનાવામાં સફળતા આપશે? શું તું ભગવાનને પ્રસન્ન કરવામાં સફળ બનીશ? યાદ રાખ, સ્વાર્થની બદબૂભર્યું જીવન જીવીશ તો ભગવાન બનવાની વાત તો ઘણી વેગળી છે, પણ ભગવાન મળવા ય મુશ્કેલ છે. ભગવાન મળે છે નિસ્વાર્થની સુવાસમાં. ભગવાન બનાય છે પરમાર્થની પગદંડીએ ચાલવામાં. ખીલીને પુષ્પો સુવાસ આપે છે, વહીને નદી નિર્મળતા આપે છે; ઊગીને સૂર્ય સૃષ્ટિને પ્રકાશ આપે છે, ઓ માનવી! મારે તને પૂછવું છે જીવીને તું જગતને શું આપે છે? ત્રાસ'' સિકંદર અને હિટલરે પ્રજાને ત્રાસ આપવામાં બાકી ન રાખ્યું; માટે તો તેમનો કાળો ઈતિહાસ લખાયો. “ત્રાસ’” આપનારાના ઊજળા ઈતિહાસ ક્યારેય લખાતા નથી. “હાશ' પમાડનારાના જ ઊજળા ઈતિહાસ લખાયા છે. આવો, આપણે માનવના મનખાને, માનવતાના આભૂષણથી શણગારી, ઊજળો ઈતિહાસ આલેખી જઈએ. તારા જીવનથી કોઈનું જીવન બની જશે, તારા સૂચનથી કોઈનું સર્જન થઈ જશે, હશે જો માનવી ખુદ તારામાં ઉણપ તો, કાંટા તો શું ફૂલ પણ દુશ્મન થઈ જશે!! તમે જીવો એવું કે જેમાંથી કોઈને જીવવાની પ્રેરણા મળે. આપણું જીવન એક ગ્રંથ છે. જે કોઈ વાંચે અને તેને કંઈક જાણવા મળે, જીવવાની કળા મળે. ઘરમાં અને સમાજમાં માનવ બનીને જીવતા શીખો જો દરેક માનવ સંકલ્પ કરે કે મારે ઈન્સાન બનવું છે તો આ સમાજની શકલ બદલાયા વિના ના રહે. યાદ રહે આ સમાજને માનવ જ બનાવે છે અને માનવ જ બગાડે છે. જો આ ધરા પર સર્વે માનવ ઈન્સાન જ હોય તો ક્યાં કોઈ ૧૩૧ સમસ્યાનો પ્રશ્ન જ છે? ખોરાકમાં ભેળસેળ કરનારા આપણે, ધંધામાં અનીતિ આચરનારા આપણે, માલમાં અદલો બદલો કરવામાં કુશળ આપણે, કોઈનું પડાવી લેવા આતુર આપણે, ભાઈ-ભાઈ વચ્ચે કોર્ટ સર્જનારા આપણે, પાણીને વિકૃત - વાયુને વિકૃત, આકાશના વાતાવરણને દૂષિત બનાવનારા આપણા સિવાય બીજું કોણ છે? તો જો આપણે જ સુધરી જઈએ, આપણે જ ઈન્સાન બની જીવવાનું ચાલુ કરીએ તો ક્યાં કઈ ભેળસેળનો પ્રશ્ન જ છે? અણુબોંબ કે હિંસક હથિયારો વસાવવાં કે બનાવવાની ક્યાં જરૂર છે? માટે જ મહાવીરે કહ્યું “અણુબોંબથી શાન્તિ નહીં સ્થાપાય. શાન્તિ સ્થાપવી હશે તો અણુવ્રતધારી સમાજ બનાવવો પડશે.” માનવભવના વખાણ મહાવીર સ્વામીએ કર્યા છે તેની પાછળનું મૂળ કારણ છે માનવભવમાં માનવતા લાવી માનવ મહાન બની શકે છે. તો, કમસે કમ જે ખોળિયામાં રહીએ છીએ તેને અભડાવશો નહીં. હિંસક ચીંજવસ્તુ પેટને ખાઈને કબર બનાવશો નહીં, વચનથી કડવા વેણ બોલી સંબંધોમાં તિરાડ પાડશો નહીં. મનથી બીજાની ઈર્ષ્યા-અદેખાઈ કરી તમારા પતનની ખાઈ ખોદશો નહીં. આટલું થશે તોય તમારો માનવભવ સમજજો સફળ થયો. કૌંચ પક્ષીની રક્ષા ખાતર મેતાર્ય મુનિએ પ્રાણનું બલિદાન કર્યું પણ હોઠ ખોલ્યા ન હતા. આવા મુનિનું જીવન સાંભળીને પણ આપણે ઓછામાં ઓછું યોગને સુયોગ બનાવવાના પ્રયત્ન કરીશું તો જ ઈન્સાન બની ભગવાન બનવામાં સફળ બની શકીશું. દેશની ચિંતા કરનારને માત્ર અંતમાં એટલુ જ કહેવું છે કે તું તારી અને તારા ઘરની ચિંતા છોડી ઈન્સાન બની જીવવાનું ચાલુ કરી દે. જીવન ધન્ય બની જશે... વિદ્વાનોકી નહીં કર્મોવાનોકી કમી હૈ સંધીવાનોકી નહીં નિષ્ઠાવાનોકી કમી હૈ યહ જમાન બડા અટપટ્ટા આ ગયા ભગવાનકી નહીં ઈન્સાનોકી કમી હૈ એક દૂકાને ભીખારી શેઠ પાસે પૈસા માંગી રહ્યો હતો. સાહેબ! કંઈ આપો, ભગવાન તમારૂં ભલુ કરશે. શેઠે ભિખારીને રવાના થઈ જવાનું ૧૩૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ દુ:ખ છે... તો... છે...! કહ્યું, જા આગળ જા... પૈસા બૈસા નથી. ભીખારી કાકલુદી કરી રહ્યો છે. સાહેબ કંઈતો આપો. શેઠે ગુસ્સો કરીને કહ્યું, તને કહ્યુંને પૈસા નહી. મળે. અચ્છા સાહેબ, પૈસા ન આપો તો થોડુ ખાવાનું હોય તો આપો. શેઠ કહ્યું, આગળ જા, અહિંયા ખાવાબાવાનું કાંઈજ નથી, અચ્છા સાહેબ, ખાવાનું ન હોય તો છેલ્લે એક ગ્લાસ પાણીતો પીવડાવો. બહું જ તરત લાગી છે. ગાદી પર બેઠેલા શેઠે કહ્યું ઉભો રહે, હમણાં માણસ બહાર ગયો છે, આવશે એટલે પાણી આપશે. શેઠને ભીખારીએ કહ્યું, સાહેબ થોડીવાર આપ જ માણસ બની જાવે તો... ટૂંકમાં માણસમાંથી શેઠ બનવું જેટલું સરળ છે એટલું શેઠમાંથી માણસ બનવું અઘરું છે. ઈશ્વર તમને સુખદુઃખ આપતાં નથી. જો ઈશ્વર દુઃખ અને દુર્ગતિમાં જીવને લઈ જાય તો તેને ઈશ્વર કોટિનો આત્મા કઈ રીતે કહી શકાય ? એટલે જૈન દર્શન કહે છે, ઈશ્વર દીવાદાંડી રૂપ છે. ન તમને તે તારે ન ડુબાડે. એ માત્ર દીવાદાંડી છે. ભગવાન પણ દીવાદાંડી સમાન છે. તેથી આજ્ઞા-ઈશારે સંસાર સાગરને પેલે પાર પહોંચવાનું છે. મહેનત આપણે જ કરવાની છે અને તેનાં ફળ આપણે જ પ્રાપ્ત કરવાના છે. ટૂંકમાં, જીવનમાં ગતામતિ સર્જાય છે. સુખ દુઃખ આવે છે. અનુકૂળ-પ્રતિકૂળ ઘટનાઓ બને છે, તંદુરસ્તી અને રોગ જે આવે છે તે તમામ કર્મોના ઉદયને લઈને આવે છે. જે પણ થઈ રહ્યું છે તે પૂર્વકૃત કર્મોને લઈને જ થઈ રહ્યું છે. कम्मं संगेइ समुढा. दुक्खीया बहु वेयणा. કોઈને તમારા સુખ-દુ:ખમાં દોષિત કે મિત્ર ન માનો. તમારા સુખદુઃખ આદિનું કારણ તમારાં જ કરેલાં કર્મોનાં ફળ છે. અચ્છા ! તમોને એ ખ્યાલ છે કે બધું કર્મ પ્રમાણે થાય છે. ઈશ્વરનાં કહ્યા પ્રમાણે કે તમે કરો તેમ નથી થાતું. બરાબરને? તો પછી બધુ કર્મો પ્રમાણે થાય છે તો કર્મો કરે છે કોણ ? ભલા, કોઈ કર્મ કરાવતું નથી. આપણું જ અજ્ઞાન કર્મો કરાવે છે. આપણો જ પ્રમાદ કર્મોને વધારવામાં પૂરક બને છે. અજ્ઞાન અને પ્રમાદ વશ થઈ આપણે જ કર્મો બાંધીએ છીએ, અને તેના ફલસ્વરૂપે સુખ-દુ:ખ, સારું-ખરાબ જીવન ક્ષેત્ર સજયિા કરે છે. જો દુઃખા જ ના-પસંદ હોય તો દુઃખના કારણભૂત કર્મોને બાંધવામાં સાવધાન રહેવું જોઈએ જેથી કર્મો બંધાય જ નહીં તો ઉદય ક્યાંથી થવાનો. અને હા, ઉદય જ ના હોય, તો પછી સુખ-દુઃખનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? ટૂંકમાં, આપણે જ આપણા ભાગ્યવિધાતા છીએ. કઈ ગતિમાં જવું તે આપણે જ નક્કી કરવાનું છે. વિશ્વનું તંત્ર કોઈના હાથમાં નથી, તે કર્મના હાથમાં છે. અને કર્મોને બાંધવાનું તંત્ર આપણા હાથમાં છે. યાદ રહે, સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય નિયત હોય છે. ખીલવાનું -૧૩૪ ઉકળતા પાણીમાં ક્યારેય પ્રતિબિંબ પડતું નથી તેમ ક્યાંયથી ઉકળતા માણસના જીવનમાં ક્યારેય આત્માનું પ્રતિબિંબ પડતું નથી. 0 0 0 વસંતનો આનંદ અને પાનખરની વ્યથા પુષ્પને હોય છે, કંટકને નહી સત્યનો આનંદ અને અસત્યની વ્યથા સજ્જનને હોય છે, દુર્જનને નહિં. -૧૩૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ અને ખરવાનું ફૂલ માટે નક્કી જ હોય છે. સાગરમાં ભરતી ઓટનો સમય નિયમિત જ હોય છે. જ્યારે આપણા જીવનમાં કંઈ જ નક્કી નહીં. સૂર્યોદય થતા પહેલા અસ્ત થઈ જવું પડે. ખીલે તે પહેલા જીવનમાં ખરવાનો દિવસ આવીને ઊભો રહી જાય. અરે ! સાગરની ભરતી ઓટ કરતાં ય ખતરનાક છે સંસાર સાગરની ભરતી ઓટ. જ્યારે ભરતીનો સમય ઓટમાં અને ઓટનો સમય ભરતીમાં ફરી જાય તે કહેવાય નહીં. જ્યારે દેહ તંદુરસ્તી અને રોગનો ભોગ બની જાય અને કરોડપતિ રાતોરાત રોડપતિ બની જાય તે કાંઈ કહેવાય નહીં. ઘડી પછી શું ઘડાય જાય માટે જ્ઞાની, સંતો-મહંતો જ આત્માને જગાડી ધર્મના કાર્યમાં લગાડે છે. રવિવારીય પ્રવચન શ્રેણીમાં આજના દિવસે ત્રણ વાત તમારી સમક્ષ રજૂ કરવાની છે. તે ત્રણ વાત જીવનને પ્રત્યેક પળે રાહત આપે, દુઃખમાં સહાયક બને અને જીવનની ભ્રમણા ભાંગવામાં રામબાણ ઈલાજ બનાવે. તેવી ત્રણ વાતો આ પ્રમાણે છે. (૧) સંસાર દુઃખથી ભર્યો છે : આજનું પહેલું સૂત્ર છે. અનંત જ્ઞાનીઓનો અનુભવ છે કે સંસાર ગમે તેવો અનુકૂળ કેમ ન હોય તો પણ તે અસાર છે, અશાશ્વત છે, અસ્થિર છે. અસારને સાર બનાવવા મથે તે અજ્ઞાની. અશાશ્વતને શાશ્વત માને તે મિથ્યાત્વી, અસ્થિરને સ્થિર બનાવવાની મથામણ કરે તે બાલ. સાગર મીઠો ન હોય, સંસાર સારો ન હોય, દુર્ગધ વિનાનું લસણ ન હોય તેમ ઉપાધિ વિનાનો સંસાર ન હોય. કોઈને આર્થિક ક્ષેત્રના દુઃખોએ ઘેરો ઘાલ્યો છે તો કોઈને શારીરિક ક્ષેત્રે રોગની પારાવાર પીડાએ સ્થાન લીધું છે અને માનસિક ક્ષેત્રની તો વાત થાય તેવી નથી. આજે માણસ પાસે બધું છે, પણ માનસિક શાંતિ નથી. સાધનોના ઢગલા વચ્ચે તે. અશાંત છે, પરિવાર વચ્ચે ય તેને વ્યથાની આગ છે. રૂપિયાની સીમા નથી, છતાં દુઃખનો કોઈ પાર નથી. આમ કેમ? આજે માણસ બાહ્ય સાધનોના માધ્યમે સુખી જણાય છે. પરંતુ આજના માણસ પાસે અભાવના દુઃખ કરતા સ્વભાવના દુઃખો વધી ગયાં છે. તેને ઘરમાં કોઈની જોડે મેળ ખાતો નથી. તે ગામમાં વ્હાલો થવા દોડશે પણ ઘરના સભ્યો સાથે તો રાહુ- કેતુના ગ્રહ જેવી તેની દશા. હાય! બધાં ક્ષેત્રોમાં અશાંતિ, અસમાધિ સંસારનું ક્ષેત્ર છે જ દુઃખકર છે. વળી જીવો સ્વભાવને લઈ તેને વધુ દુઃખકર બનાવે છે. ચાંદકો છૂકર રહેગા આદમી સ્વર્ગમેં શાસન કરેગા આદમી કિન્તુ દુ:ખ ઈસ બાત કા હૈ દુનિયા મેં આદમી સે દૂર રહેતા હૈ આદમી જીવોને જડ સાથે દોસ્તી છે પણ જીવો સાથે દુશ્મની છે. જીવો સાથે જામતું નથી અને જડ સાધનો વિના એક ક્ષણ ચાલતું નથી. પહેલાના જમાનામાં કેટલી અગવડતાઓ હતી. પાણી ભરવા કૂવે જવાનું, કપડાં ધોવાં તળાવે જવાનું, ઘઉં દળાવવા એક ગાઉ ઊંચકીને જવાનું, રસોઈ જાતે બનાવવાની, લાકડાં લેવાં જંગલમાં જવાનું, ધંધો કરવા ય ચાલીને જવાનું. આ અગવડતાઓ હતી છતાં તેઓ શાંતિથી જીવતા હતા કારણ તેમની ઈચ્છાઓ સિમિત હતી અને ભાવના સીમા રહિત હતી. ૫૦૦ સાધુની ટોળી વિચરે તો ય ગોચરીની કોઈ અગવડતા ન હતી. આજે પાંચ સાધુને ગોચરી માટે કેટલા ઘરે ફરવું પડે. પહેલાં એક ઘરમાં ૩૦ સભ્યોની રસોઈ બનતી, આજે ત્રણની રસોઈ કરતાં ય કંટાળી જતી બહેનો તૈયાર બહારથી મંગાવી ખાઈ લેવાનું પસંદ કરતી હોય, ત્યાં ત્રણ સાધુની ગૌચરીનો ક્યાં મેળ ખાય? સાધુએ દુઃખકર સંસાર છે એટલે દીક્ષા લીધી નથી. સંસાર પાપમય છે એટલે સંસાર છોડી દીક્ષિત જીવન પસંદ કર્યું. સમ્યક્ જીવ દષ્ટિ સંસાર પાપમય છે તે પણ જુએ છે માટે વૈરાગી બનો. વીતરાગે ચીંધેલા માર્ગે શૂરવીર બને તે ચાલી નીકળે છે. ગીત ગાતા આવડે છે? સંસાર દુઃખથી ભર્યો છે. શ્રીમંત હોય કે ગરીબ બધાને માટે સંસાર દુઃખમય અને પાપમય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૮મા અધ્યયનમાં કપિલ કેવળીની વાત આવે છે. જેઓ કેવળી થયા બાદ જંગલમાં વિચરતા, -૧૩૫ -૧૩૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ ત્યારે રસ્તામાં ૫૦૦ ચોરો મળી ગયા. ચોરો મુનિ કપિલને પકડીને કહેવા લાગ્યો કે, “હે સાધુ! તને નાચતાં આવડે છે, નૃત્ય કરતાં આવડે છે !' ત્યારે મધુર સ્વરે મુનિ બોલ્યા, “ના ભાઈ, મને નાચતાં કે નૃત્ય કરતાં નથી આવડતું!” “જુઓ, નાચતાં ન આવડે તો વાંધો નહીં પણ તમને ગાતાં આવડે છે ?'' મુનિએ ચોરોને કહ્યું, “હા, મને ગીત ગાતાં આવડે છે.” ત્યારે ચોરો એ કહ્યું, “ચો ચાલો, ગાવાનું ચાલુ કરો.” બસ, મુનિએ ગાવાનું શરૂ કર્યુ “Tધુ સારગ્નિ સંસારમ સુવર્ણ ૩રા” સંસાર અધુવ છે. સંસાર પ્રચુર દુઃખથી ભર્યો છે. દુઃખથી ભરેલાં આ સંસારનું પૂર્ણ વર્ણન જ્યારે કપિલ કેવળીએ ચોરને સંભળાવ્યું, ત્યારે ૫૦૦ ચોર ગદગદિત થઈ ગયા. અને મુનિને કહેવા લાગ્યા કે, “હે મુનિવર, અમે સંસારનાં દુઃખો અને પાપોથી મુક્ત થવા માંગીએ છીએ. આ સંસારથી અમારા હૃદય નિર્વેદ પામ્યા છે. સંયમ લેવાનો સંવેગ જાગ્યો છે. આપ અમને દીક્ષિત બનાવો.” વાહ! કપિલ કેવળીના એક ગીતની તાકાત અને સન્ત તો જુઓ, એક જ ધડાકે ૫૦૦ ચોર દીક્ષિત બનવા તૈયાર થઈ ગયા. મુનિ કપિલ કેવળીએ ૫૦૦ ચોરને સાધુ બનાવ્યા. આજે અમે સો ગીતો તમારી સામે ગાઈએ તોય તમે જાગવા તૈયાર નથી. પેલા ચોર હતા આપણે સજ્જન છીએ એટલે ગીતની અસર ઓછી થતી. હશે ખરુંને ? (૨) આજનું બીજુ સૂત્ર છે - સંબંધો સ્વાર્થથી ભર્યા છે : દુનિયાભરના સંબંધો વચ્ચે સ્વાર્થ ભરેલો હોય છે, છુપાયેલો હોય છે. સ્વાર્થ વિના આજે કોઈ કોઈને પ્રીત કરવા તૈયાર નથી. સ્વાર્થ પૂરો થતાની સાથે જ સંબંધો મૃત્યુ પામે છે. સંસાર દુઃખથી ભર્યો છે અને સંસારના સંબંધો સ્વાર્થથી ભર્યા છે. શેઠને નોકરના સંબંધમાં પૈસાનો સ્વાર્થ છે. વિદ્યાર્થી શિક્ષકના સંબંધમાં ડિગ્રી અને પૈસાનો સ્વાર્થ છે. ટૂંકમાં, સ્વાર્થ ભરેલા સંબંધો લાંબા ચાલતા નથી. માટે સંબંધ બાંધતા પહેલા બહુ જ વિચાર કરજો. કડવા - મીઠા સંબંધો : અંજના પવનજય જોડે કેટલા અરમાનો સાથે પરણી હતી. પ્રથમ -૧૩૦ રાત્રિએ જ પવનજય અંજનાને મૂકીને ભાગી ગયા. ત્યારે અંજનાના હૈયામાં કેવી આઘાતની વીજળી પડી હશે? હૃદય ધ્રુજી ગયું હશે. શો મારો અપરાધ ? શું મેં ગુનો કર્યો ? આવા અનેક તરંગો કરતી રહી. છતાં પૂર્વકૃત કર્મોએ કરેલી ભયંકર સ્થિરતાને હળવાશથી લેવા તે તૈયાર બની હતી. માએ આપેલી શિખામણ “દુ:ખ આવે, ત્યારે અન્યને નિર્દોષ ગણવા અને જાતને દોષિત ગણી લેવી. મેં જ પૂર્વભવમાં કોઈને અંતરાય પાડી હશે. પક્ષીઓના માળા તોડ્યા હશે, કોઈના પ્રેમમાં મેં દીવાલ બનાવી હશે, કોઈને વિખૂટા પાડ્યા હશે. મને મારાં કરેલાં કર્મોની જ સજા મળી રહી છે. હશે, હવે સમભાવમાં ટકવું એ જ મારા માટે હિતાવહ છે.” આવી અંજનાની આગવી સૂઝ, સમજ ને લીધે અંજના બાર વર્ષ સુધી પવનજયની રાહ જોઈને શાંત ભાવે જીવી રહી હતી. પરદેશીરાજા અને સૂર્યકાન્તાના મીઠા સંબંધો પણ કેવા કડવા બની ગયા હતા કે સૂર્યકાન્તા પોતાના જ પતિને ઝેર આપતા અચકાંઈ ના હતી. પેલા શ્રેણિકને દીકરા કોણિક પર દયા આવી અને એને ઉકેડેથી. પાછો મંગાવીને, પ્રેમ લાડ કરી મોટો કર્યો. તેના ફળરૂપે શ્રેણિકને રોજ ૫૦૦ ફટકા ખાવાના દિવસો આવ્યા અને એ પણ કોણિકની આજ્ઞાથી. વાહ સંસાર! તારી લીલાનો કોઈ પાર નથી. જ્યાં પદાર્થને લક્ષમાં રાખીને સંબંધો બંધાય ત્યાં ઉપાધિઓ આવવાની છે. જ્યાં સત્તાને માધ્યમે સંબંધો લંબાય છે, તે સત્તા પરથી ઊતરતાની સાથે સંબંધોમાં ઓટ આવી જાય છે. ટૂંકમાં, જે સંબંધ અકબંધ રહે, ભવોભવ સાથે રહે, તે સંબંધ આત્માને હિતકર્તા છે. ગુરુ સાથેનો સંબંધ સર્વ શ્રેષ્ઠ છે. કારણ ગુરુને કોઈ સ્વાર્થ હોતો નથી. હોય છે તેઓને માત્ર પરમાર્થતા. આવો, જગતના સંબંધોને સંકેલી લઈ, ગુરુદેવ, દેવાધિદેવ અને વીતરાગ ધર્મ સાથે આપણે આપણો સંબંધ બાંધી દઈએ, જેથી અવિશ્વાસનો પ્રશ્ન રહે નહીં. સંબંધ કડવા થવાનો અવસર આવે જ નહીં. રે સ્વાર્થ! -૧૩૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ દુ:ખને ખંખેરી છે એક સ્ત્રી કબરને પંખો નાખી રહી હતી. એક ભાઈને આ જોઈને આશ્ચર્ય થયું. નજીક જઈને ભાઈએ પૂછયું, “બહેન, આ શું કરો છો ?' ‘‘તમને ખબર નહીં પડે આગળ જાવ.” સ્ત્રી બોલી છતાં પેલા ભાઈએ વધુ જિજ્ઞાસુ બની પૂછ્યું, “બેન મારે જાણવું છે. કારણ કે આવો પ્રેમ મેં દુનિયામાં ક્યારેય જોયો નથી. કબરને પંખો નાખવાનું કારણ તમારે મને જણાવવું પડશે.” “અચ્છા, તમારે જાણવું જ છે ને ? તો જાણી લો.” “મારા પતિદેવને વચન આપ્યું હતું કે તમારી કબર નહીં સુકાય, ત્યાં સુધી હું બીજા લગ્ન નહીં કરું...!” ભાઈ તો આવાક થઈ ગયો! બસ, माछे संसारणासंगंधोगा स्वार्थणी पराकाष्ठा भाटेपरेप, गुरम ધર્મ સાથેના પરમાર્થ સંબંધો બાંધવાનું ભૂલશો નહીં. તમે તમારૂં ગણિત બદલો. વધુ સંપત્તિ નહીં. વધુ સન્મતિ સુખનું કારણ છે, મોટું મકાન નહીં, મોટું મન શાન્તિદાયક છે. સત્તાધિશોની ઓળખાણ નહીં, પરમાત્માની ઓળખાણ આનંદદાયક અને લાભદાયક છે. એક સાગરના કિનારે બે પાગલો ઊભા હતા. વાતાવરણ આહલાદક અને નીરવ શાંતિનું હતું. એમાંય અમાસની રાત્રિનો યોગ હતો. હિલોળે ચઢેલો સાગર જોઈ પાગલો રાજીના રેડ થઈ રહ્યા હતા. બન્નેના મનમાં વિચારોના તરંગો ઊડ્યા. જો કોઈ નાવડી હાથમાં આવી જાય તો આપણે સાગરની સફર કરી મઝધારની મજા માણી શકીએ. અનંત કરુણાના કરનારા ત્રિભુવનપતિ પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીએ પણ સંસારને સાગર કહ્યો છે. આપણે ભાગ્યશાળી છીએ, સંસાર સાગરના કિનારે જૈન શાસન મળ્યું છે. ઉત્તમ નર દેહ મળ્યો છે, પરિપૂર્ણ ઇંદ્રિયો મળી છે. જો કોઈ ગુરુનો સાથ મળી જાય, તો સંયમ સ્વીકારી સંસાર સાગરને પેલે પાર પહોંચી જવાય. કિનારે તો કાંકરા અને છીપલાંજ હાથમાં આવે. સાગરના તોફાનોથી જે ડરી ગયા, તે સાગરને પેલે પાર જવાની કેમ હિંમત કરે ? સંયમ ધર્મ સ્વીકારી ઉદયોના તોફાનોથી ભયભીત બનનાર સાગરપાર પહોંચવામાં કેમ સફળ બને ? કિનારો સે જો ટકરાતે હૈ ઉસે તૂફાન કહતે હૈ, લેકિન તૂફાન સે જો ટકરાતે હૈ ઉસે મહાન કહેતે હૈ ઉત્તરાધ્યયન સૂત્રમાં પરમાત્માએ જણાવ્યું છે કે સંસાર એ સમુદ્ર છે તો ઔદારિક શરીર એ નાવડી છે. આપણા હાથમાં મોક્ષે પહોંચાડનારી નાવડી આવી ગઈ છે. વિશ્વના તમામ જીવોને જે શરીર મળ્યા છે, તેમાં સર્વોત્તમ શરીર માનવીનું દર્શાવવામાં આવ્યું છે. ભલે રૂપથી શોભતું અને બળમાં આગળ હોય દેવોનું શરીર, પણ તે શરીર સંસાર સમુદ્રને પેલે પાર લઈ જવામાં કામિયાબ નથી નીવડતું. નારકીના દેહની દશા જે પરમાધામીએ કરે છે તેનું વર્ણન તો થઈ શકે તેમ નથી. તો પશુની દેહની દશા આપણી નજર સમક્ષ છે, સ્થાવર જીવોના દેહની દુર્દશાનું વર્ણન કરવું મુશ્કેલ છે. માત્ર માનવીના દેહ વડે જ સંસાર સમુદ્ર તરી શકવાનું ૧૪૦ 0 % 0. વિલાપ કરે તેને સ્ત્રી કહેવાય. પ્રલાપ કરે તેને મૂર્ખ કહેવાય. સંલાપ કરે તેને સજ્જન કહેવાય. આલાપ કરે તેને જ્ઞાની કહેવાય. -૧૩૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ સૌભાગ્ય જીવને પ્રાપ્ત થાય છે. માટે જ ઔદારિક શરીરવાળો સંજ્ઞી. મનુષ્ય કર્મભૂમિનો જીવ મોક્ષે જઈ શકે છે. અન્યથા કોઈને મોક્ષનો અધિકાર આપવામાં આવ્યો નથી. અનંતા જીવો આ ઔદારિક શરીરની નાવડી વડે પેલે પાર પહોંચવામાં સફળ બન્યા છે. યાદ રહે, તમને જે દેહ મળ્યો છે તેનું મૂલ્ય તમે ઘણું ચૂકવ્યું છે ત્યારે મળ્યો છે. હવે આ દેહના માધ્યમે દેહાતીત દશાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આ ભવે કરવાનો છે. દેહનો સ્વભાવ છે અશુચિ અને રોગી થવાનો. માટે દેહના આ સ્વભાવને નજર સમક્ષ રાખી, આપણે આપણા અમર, અજર, અવિનાશી આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવામાં પાછા પડવાનું નથી. ત્રીજું સૂત્ર - શરીર રોગથી ભર્યું છે જીવનમાં ગમે તે ઘડીએ દુ:ખ આવી શકે છે. ધંધામાં નુક્સાન અચાનક આવી શકે છે. તેમ શરીરમાં ગમે ત્યારે રોગ આવી શકે છે. કહેવું હોય તો કહી શકાય કે શરીર જ રોગનું ઘર છે. ઘર હોય તો મહેમાન આવે તેમ દેહ છે તો દર્દ આવે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. એક એક રુંવાડે પોણા બબ્બે રોગ આ શરીરમાં પડ્યા છે. જો એક સાથે આ રોગો હૂમલો કરશે તો નહીં સહી શકો, નહીં રહી શકો. એટલે જ પ્રભુએ કહ્યું, નાવડી સડી જાય તે પહેલા પેલે પાર પહોંચવાની તનતોડ મહેનત કરો. જો નાવડીનો ઉપયોગ કરતા નહીં આવડે તો ગમે ત્યારે વમળમાં આ નાવડી ફસાઈ જઈ ડૂબી જશે. પરમાત્માએ જણાવ્યું છે કે શરીર જો નાવડી છે, તો જીવ એ નાવિક છે. નાવડી જો મજબૂત જોઈએ તો નાવિક સામર્થ્યવાન અને કાબેલ જોઈએ, નાવડી સારી હોય પણ નાવિક જો પ્રમાદી, બેકાબુ હોય, દિશાદશાનો એને ખ્યાલ ન હોય તો સારામાં સારી નાવડી પણ અધવચ્ચે ડૂબી જાય છે. નાવડી એ શરીર છે તો નાવિક એ આત્મા છે, અનેક ભવમાં દેહરૂપી નાવડી જીવને અનેકવાર સંસારના સાગરમાં પ્રાપ્ત થયેલ હતી. પણ જીવરૂપી નાવિકે જ મોહ મદિરા પીધા હતા, જેને લઈ રાગ દ્વેષના વમળમાં આ દેહની નાવડી ફસાઈ જવા પામી હતી. બન્ને પાગલો સાગરના કિનારે કિનારે ચાલતા ચાલતા આગળ જતા હતા. ત્યાં કિનારે ઊભેલી એક નાવડી જોઈ ખુશ ખુશાલ બની ગયા. બસ હવે તો આપણા મનના અરમાન પૂરા કરી લઈએ. નાવડું લઈ સાગરના મઝધારની મજા માણી લઈએ. આપણે બહુજ ભાગ્યશાળી છીએ કે સંસારના ૮૪ લાખ જીવયોનિના જીવોમાં ફરતા ફરતા ઔદારિક શરીરરૂપી નાવડું હાથમાં આવી ગયું. હવે તો આરાધના કરી આત્માના અનંત-જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની સજા મહાણી લઈએ, જો નાવડીના નાવિક બનતા ન આવડે અને નાવડી સાગરમાં લઈ જવા જેટલી ખુમારી તમારી પાસે ન હોય તો ગુરુરૂપી નાવિકના સાનિધ્યના-શરણનો સ્વીકાર કરી લો. આપણે નાવડામાં બેસી જઈએ. ગુર નાવિક બની વમળોથી-તોફાનોથી-ખડકોથી આપણને ઉગારી લઈ સહી સલામત પેલે પાર પહોંચાડી દેશે. ભલા, નાવડું ચલાવતાં ન આવડે તો મગજ ચલાવ અને ગુરુના ચરણમાં પલાંઠી વાળી, હાથ જોડી, બેસી જઈએ.” બસ, મોક્ષમાં જવા માટે નાવિક બનવા જેટલું સામર્થ્ય ન હોય તો કમસેકમ મોક્ષના મુસાફર બની, ગુરુના નાવડામાં જીવન સ્થાપી દેવાનું ચાને મન-વચન-કાયા સમર્પણ કરી, ગુરુ કહે તેમ જીવન જીવવાનું નક્કી કરો. ગુર જો નાવિક બને, શિષ્ય જો મુસાફર બને, તોફાનો સાગરના પાપના ઉદયના શાંત હોય, પુણ્યનો પવન અનુકૂળ હોય, સહાયક હોય પછી આપણો આત્મા સંસાર સમુદ્રની પેલે પાર પહોંચ્યો જ સમજો. આવો, અનંત આત્માઓ આ સંસારને તરી ગયા છે, તેમ આપણે પણ આ ઔદારિક શરીરની નાવડીમાં જીવરૂપ નાવિકને જગાડી સખ્યમ્ દર્શનની દિવ્ય દષ્ટિને ઉઘાડી સમતાનો સાથ લઈ ભવસાગર તરવામાં સફળ બનીએ. બન્ને પાગલ નાવડું જોઈ રાજીના રેડ બની ગયા. કાંઈ લાંબો વિચાર કર્યા વિના બન્ને નાવડામાં બેસી ગયા. બન્ને જણાએ બન્ને બાજુના એક-એક હલેસાં હાથમાં લીધાં અને હલેસાં પૂરા જોશથી અને હોશથી લગાવવાં લાગ્યાં. હા, નાવડીને સમ્યક્ દિશા તરફ લઈ જવા હલેસાંનો આધાર લેવા પડે. નાવડીનો સ્વભાવ છે સાગરમાં તરવાનો, -૧૪૧ -૧૪૨ Page #73 -------------------------------------------------------------------------- ________________ પણ આગળ વધારવા તો. હલેસાં લગાવવાં જ પડે ને ? એટલે જ જૈનદર્શન કહે છે, આત્માના સમ્યક્ પુરુષાર્થ વિના જીવ શિવ બની શકતો નથી, સંસારી સંયમી બનતો નથી, સંયમી સિદ્ધ બનતો નથી. એક હલેસું મારો અને બીજુ હલેસું ન મારો તો નાવડી આગળ જાય કે ગોળ-ગોળ ફરે ? સાહેબ, તે તો ગોળ ફરે પણ આગળ ન જાય. બસ! નાવડીમાં નાવિક જો એક હલેસું મારે અને બીજું ન મારે તો નાવડી ત્યાંજ ચક્કર લગાવે પણ આગળ વધતી નથી. તેમ સંસાર | સમુદ્રમાં દેહરૂપી નાવડીમાં બેઠેલા નાવિકરૂપી ચેતનદેવ માત્ર ધર્મની ક્રિયાનું જ હલેસું મારે અને જ્ઞાનનું હલેસુ મારે નહીં તો સંસારમાં ચક્કર મારે પણ આગળ ન વધે. એકલા જ્ઞાનથી મોક્ષ માર્ગે આગળ વધાતું નથી, તો એકલી ધર્મ ક્રિયાથી પણ પંથ કપાતો નથી, જ્ઞાન અને ક્રિયા બન્નેનો સમન્વય થાય તો જ મુક્તિ પંથમાં સફળ થવાય માટે જ કહ્યું છે જ્ઞાનશ્ચિTગામ્ મોક્ષ:... જ્ઞાન અને ક્રિયા સમ્યક્ બને ત્યારે જ જીવા મોક્ષ સુખનો સ્વામી બને છે. કોઈ સ્મિતે સળગે છે, કોઈ રડીને દિલ બહેલાવે છે, કોઈ ટીપે ટીપે તરસે છે, કોઈ જામ નવા છલકાવે છે. સંજોગના પાલવામાં છે બધું, દરિયાને ઠપકો ના દેશો, એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે. હું તમને પૂછું છું, તેલના ખાલી ડબ્બાની કિંમત શી ? સાહેબ, એ બહેનોને ખબર હોય. કેમ તમને નહીં? “ના, સાહેબ અમને ભરેલા ડબાની ખબર હોય, ખાલી ડબાનો વહીવટ તો બહેનોના હાથમાં હોય. છે.' અચ્છા! એમ વાત છે. તો કહો બહેનો ખાલી તેલના ડબ્બાની. કિંમત કેટલી ? ૨૨ રૂપિયા. અચ્છા બાવીશ જ રૂપિયા? તો ભરેલા ડબાની કિંમત ભાઈઓને ખબર છે? બોલો કેટલો ભાવ? સાહેબ, ૮૧૦ રૂપિયા. બહુ કહેવાય. તો જુઓ, ખાલી ડબ્બાની કિંમત માત્ર બાવીશ રૂપિયા અને ભરેલાની આઠસોને દસ. તો ખાલી ભાવ વિનાની ધર્મક્રિયા અને ભાવ ભરેલી ધર્મક્રિયામાં પણ આવો જ તફાવત છે. માત્ર ક્રિયા કરનારને બાવીશ જેટલો લાભ. ભાવસભર આરાધના કરનારને ૮૧૦ -૧૪૩ જેટલો લાભ થાય છે. પુણીયા શ્રાવકની સામાયિક રાજા શ્રેણિકના ભંડાર કરતા વધુ કિંમતી હતી, કારણ દ્રવ્ય-ભાવે સામાયિક કરવામાં આવતી. હતી. આજની જેમ લોલમલોલ અને પોલમપોલ નહીં. આગે સે ચલી આતી હૈ. માળા ગણનાર તમામ વ્યક્તિઓ લગભગ માળા પૂરી થાય અને ફૂમતું આવે એટલે આંખે અડાડે પણ એમને ખબર નથી, શા માટે આ ક્રિયા કરવાની. એક વ્યક્તિએ અડાડ્યું એટલે બીજાએ, બસ, આ પરંપરા અને અનુકરણ કરેલી ધર્મક્રિયા માત્ર ખાલી ડબ્બાના ભાવ બરાબર છે. એકલી ધર્મની ક્રિયામાં જ ધર્મ માનતા પણ મિથ્યાત્વી છે; અને એકલા ભાવમાં જ ધર્મ માનનારા પણ મિથ્યાત્વી છે. દ્રવ્ય-ભાવની પ્રરૂપણા ભગવંતે પ્રરૂપી છે. હું આત્મા છું, હું શુદ્ધ છું, નિર્વિકલ્પ છું, શુદ્ધસ્વભાવી છું, સિદ્ધ સ્વરૂપી છું, એટલું બોલવા માત્રથી કે ગોખવા માત્રથી અથવા માનવા માત્રથી જીવ સંસાર સાગર તરી જતો નથી. તેના માટે પુરુષાર્થ પણ કરવો પડે છે. A.C.માં, પંખામાં સુવાનું, મોજ શોખનો પરિત્યાગ કરવાનો નહીં. સુવિધા અને ભૌતિક સુખો ભોગવવાનાં અને હું આત્મા છું, કહી પોતાની જાતને જ્ઞાની માની લેવાની ભૂલ કરશો નહીં. માત્ર એક હલેસું તમને આગળ જવામાં કામિયાબ નહીં નીવડે, તેના માટે ક્રિયા ધર્મ-આચાર પાલન જરૂરી છે. ગુરુની આજ્ઞાને અંતરમાં અવધારી આગળ વધવું પડશે. આજ્ઞાપાલન કરે છે તે સાધક પ્રજ્ઞા ખુલ્લી રાખી સાધના ક્ષેત્રે સફળ બને છે. યાદ રાખજો, શરીરને ગમે તેટલું સાચવશો, રક્ષણ આપશો, ખવડાવશો કે નવડાવશો પણ તેનો સ્વભાવ ક્યારેય બદલાવવાનો નથી. શિયાળે ઊન ઓઢાડું ઉનાળે બાગ સુંઘાડું, મીઠાઈ રોજ ખવડાવું, પગલે રોજ પોઢાડું, સાધન તરી જવાનું, કાંઠે આવી ડૂબાડું છું.... શરીર અશુચિથી ભર્યું છે. રોગોથી ભર્યું છે. આપણને લાગે શરીર –૧૪૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ તંદુરસ્ત છે. પણ ગમે ત્યારે શરીરમાં રોગો આવી શકે છે. માટે જ પ્રભુએ કહ્યું, શાતામાં છે શરીર ત્યાં સુધી સર્વે જીવોની સેવા કરી સર્વેને શાતા-સમાધિ આપવાનું કાર્ય કરી લ્યો. શરીરની સાચવણી પાછળ આજનો માણસ સમય, શક્તિને કામે લગાડી દે છે. પહેલા બહેનો માથે ત્રણ બેડા, કેડમાં એક પાણીનું બેડું અને એક કેડમાં છોકરાંને ઊંચકી એક કિલોમીટર દૂરથી પાણી ભરીને લાવે, છતાં તેમના માથાનાં કે મગજના દુ:ખાવો કે મણકાના દુ:ખાવો થતા ન હતા. અને આજે માથે બેડાં કે કેડમાં છોકરું ઊંચકવાના રહ્યાં નથી, છતાં માથાના ને મણકાના દુઃખાવાનો પાર નથી. બામની બાટલીઓ ખાલી કરી તો ય માથા ઊતરતા નથી. કારણ પહેલા કામનો અને કાયાનો શ્રમ હતો. આજે માનસિક શ્રમ વધારી દેવામાં આવ્યો છે. ઘણા લોકો સવારના પહોરમાં મોર્નિંગ વોક'' કરવા જાય છે. બગીચામાં ઘાસ ઉપર ચાલી સ્વાસ્થ્ય સારું બનાવવાના વલખાં મારે છે. હાય! આ દેહની મૂર્છામાં ઘેલા બનેલા માનવીને ક્યાં ખબર છે કે ઉપર્યુક્ત પ્રયોગોથી દેહ સારો રહેતો નથી. પરંતુ પ્રભુએ દેહને તંદુરસ્ત રાખવા ફરમાવેલ ઉપાય, જીવોને શાતા પહોંચાડવાથી જીવને શાતા મળે. અને સર્વે જીવોની સમાધિ આપવાથી સમાધિ પ્રાપ્ત થઈ શકે. વિજ્ઞાનીના યુગમાં દેહરાગ વધ્યો છે. જ્ઞાનીના યુગમાં આત્માનો અનુરાગ વધારે હતો. દેહલક્ષી ઘણું જીવ્યા! હવે આત્મલક્ષી જીવન જીવવાનું શરૂ કરો. દેહ તમારા હાથમાં નથી. શાતા-અશાતાના હાથમાં છે, માત્ર તમારા હાથમાં આત્મતંત્ર છે, જેમાં તમે સ્વતંત્ર છો. શરીરને રક્ષો તો પણ ધર્મ કરણી કરવાના હેતુથી. નોકરને પગાર આપીએ, સુવિધા પણ આપીએ પણ માત્ર તેની પાસે ઘરનું કામ કરવાના હેતુથી જ. બસ. દેહને જમાડો, આરામ કરાવો, પણ સંયમ ધર્મના પાલનના હેતુથી. તેની પાસે કાર્ય કરાવો સેવાના. સેવા દ્વારા આરોગ્ય સારું થાય છે. મેવા ખાવાથી નહીં સમજ્યા? આજે બધાને મેવા ગમે છે; સેવા નહીં. માટે તો ઘરે ઘરે રામાયણ છે. બેઠાડું જીવન બનાવીને નોકર પાસે જ કામ કરાવવાની આદતે તો શરીરને સ્થૂળ ૧૪૫ બનાવી દીધું. અને ઉતારવા પાછા યોગાસનો, મોર્નિંગવોકના કંઈક જાતનાં નાટક શરૂ થયા છે. તપ કરવાની ઈચ્છા નથી પણ ડાયટીંગ કરીને શરીરને પાતળું બનાવવું છે. હા! આજે દેહ પાછળ પાગલ બનેલાનો તોટો નથી. પહેલા રગડા પેટીશ, પાણી પુરીના કચરા હોટલોમાં જઈને પેટમાં પધરાવવાના અને શરીરમાં રોગ આવે એટલે દવાખાના ભેગા થવાનું. રોગ થાય તેવું ખાશો નહીં, કલેશ થાય તેવું બોલશો નહીં; અહિત થાય તેવું વિચારશો નહીં. બસ, આટલું પણ માનવ જીવનમાં શીખી જશો તો ય જન્મ સફળ થયા વિના નહીં રહે. ખાવાનું બગડ્યું એટલે બોલવાનો વિવેક ન રાખ્યો તો સમજી રાખો રોગ આવ્યા વિના નહીં રહે. રોગ નાબુદીના ઉપાયો કરવા કરતા રોગ આવે જ નહીં તેવું કરવું જોઈએ. Prevention is better than cure. આજે જાત-જાતના અને ભાતભાતનાં દર્દો થયા છે. ન જાણે માણસ આટલા દર્દો થવા છતાં કેમ જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા તૈયાર બનતો નથી. પાન પરાગ, માવા, મસાલા, હોટલ, નાટકોએ તો માનવના દેહને કોરી ખાધો છે. છતાં માનવીની આંખો ઊઘડતી નથી અને રોગનો ભોગ બને ત્યારે આંખો ઊઘડે છે. પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. યાદ રાખજો, શરીર રોગથી ઘેરાઈ ગયા પછી તમારો ધંધો પણ ભાંગશે, તમારો મૂડ ખતમ થઈ જવા પામશે. તમારો પરિવાર તમારાથી વેગળો થવા માંડશે. તમે, તમારી ખાટલી ને દવાની ખાટલી અને ખાટલીની નીચે પાણીની માટલી. આ સિવાય તમારું કોઈ નહીં રહે. ચેતો! હજી ચેતવાનો સમય છે. દેહ સુખ પાછળ પાગલ બનીને કર્મો બાંધવાનું બંધ કરો, નહીંતર બાંધેલા કર્મો તમારા આત્માની અવદશા કરી દેતા શરમ નહીં રાખે. કહ્યું છે : ગરમી સૂરજ સે નિકલતી હૈ, તપના ધરતી કો પડતા હૈ; કર્મ કાયાસે હોતે હૈં, તડપના આત્માકો પડતા હૈ. આ દેહ દ્વારા કરેલાં કર્મો ભોગવવાં આ દેહ પણ નરકમાં સાથે નહીં ૧૪૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ મનનો ઉત્સાહ જ ઉત્સવ છે આવે. પરિવાર સાથે નહીં આવે. તમારા આત્માને જ ભોગવવાં પડશે. અને કરેલાં કર્મો જ્યારે તમને નડશે, ત્યારે નહીં રડતા આવડે, નહીં સહતા આવડે. કવિએ પણ કર્મો બાંધનારની દશાનું વર્ણન કર્યું છે. કર્મો કરેલાં મુજને નડે છે, હિબકા ભરીને હૈયું રહે છે. દેહની નારડીને પેલે પાર લઈ જવાના અરમાનવાળા આત્માઓ એ દેહની નાવડીમાં કર્મોનો ભાર નહી ભરવો જોઈએ નહીંતર નાવિક અને નાવડી બન્ને સાગરના તળિયે બેસી જાય. ખેર! આ કાયાને કર્મો બાંધવામાં નહીં, કર્મ ખપાવવામાં લગાડવાની. એ કર્મો ખપાવવા માટે બન્ને હલેસાં યથાર્થ લગાવવા પડશે. સમ્યકજ્ઞાન અને સમ્યકક્રિયા વડે જ કર્મો ખપી શકે છે. એ વાત ક્યારેય ભૂલશો નહીં. સેવાથી શાતા મળે બાહુબલિને શરીર સશક્ત મળ્યું તેનું કારણ જાણો છો ? પૂર્વ ભવમાં ૫૦૦ સાધુની મન મૂકીને સેવા કરી હતી. જ્ઞાનાભ્યાસની અંતરાયને લઈ બાહુબલિના આત્માએ દઢ સંકલ્પ કર્યો હતો કે જ્ઞાની-તપસ્વી અને વૃદ્ધવડીલ સાધુ સંતોની સેવા કરું. બસ, આ સેવાના અભિયાને તો ગજબની . શાતા બંધાવી અને બાહુબલિનો ભવ મળ્યો. ત્યારે એમનો દેહ એવો શક્તિ સંપન્ન હતો કે ભરતને એક મુઠ્ઠી મારે તો જમીનમાં ગાળી દે. સેવાના આવા ફળ બાહુબલિને મળ્યાં હતાં. ચાલો ત્યારે, શરીરને સુખસીલિયું ન બનાવતાં, સાધના આરાધનામાં લગાડવા તૈયાર બનીએ. પેલા બન્ને પાગલોને નાવડું મળી ગયું. બન્ને બેસી ગયા. હલેસાં ખૂબ માર્યા. રાત આખી હલેસાં મારવાં છતાં આપણું નાવડું તનું માત્ર ખસ્યું નથી. હાય! પારાવાર પસ્તાયા. આખી રાતની. મહેનત નિષ્ફળ, કારણ શોધ્યું, કેમ આગળ ન ગયા? ત્યારે ખબર પડી . કે નાવડાનું લંગર છોડવાનું તો ભૂલી જ ગયા હતા. આપણને પણ લાગે. છે કે આપણે આગળ વધીએ છીએ, પણ ખબર પડે ત્યારે ત્યાંના ત્યાં જ હોઈએ. તો આપણે આપણા લંગરને છોડીએ અને મોક્ષયાત્રાનો પ્રારંભ કરી દઈએ. એજ મંગલ ભાવના. મલકને બદલી નાખવાની તમન્ના કરવા કરતાં આપણે આપણા મનને બદલી નાખવાની તમન્ના અને ભાવના કરવી જોઈએ. કારણ મલક બદલવામાં આપણે પરતંત્ર છીએ. પરંતુ જ્યારે ધારીએ ત્યારે આપણે આપણા મનને બદલી શકવા સમર્થ છીએ. પણ મનને વાળવું-બદલવું અને શાંત બનાવવું ધારીએ છીએ એટલું સરળ નથી, રત્નાકર મુનિવરે એટલે તો જણાવ્યું છે કે “હે પ્રભુ! મર્કટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે.” જે મનના વિચિત્ર સ્વભાવને લઈ મુનિઓ પણ થાકી જાય, તો સંસારીનું મન, સંસારી પ્રાણીની શી દશા કરે એ તો ભગવાન જાણે. મનને સમ્યક્ માર્ગે વાળવાનું કાર્ય બેના હાથમાં છે ! એક સંતોના સત્સંગમાં અને બીજું શાસ્ત્રના વાંચનમાં. શ્રવણ દ્વારા મન બદલાય છે, મન અંતર્મુગ્ધ બને છે. સત્સંગ અને વાંચનરૂપી ધર્મ વડે મર્કટસમા મનને બદલવાનું કાર્ય કરવાનું છે. મનનો સ્વભાવ છે અભાવ તરફ જવાનો. મારી પાસે શું છે તે ક્યારેય મન જોવા રાજી નથી. પરંતુ મારી પાસે શું શું નથી ? તેનું લિસ્ટ બનાવી, તમોને દુનિયાના ચોગાનમાં ઢોરની માફક ચારેય દિશામાં દોડાવે છે, યાદ રાખજો, મનની ડીમાંડ (Demand) પૂરી કરવા જીવન ગુજારશો તો રીમાંડ (Remand) સહવાની તૈયારી રાખજો. કાન સાંભળીને થાકે છે. આંખ જોઈને વિરામ માંગે છે. નાક અતિ સુગંધ વડે કંટાળે છે. જીભ બોલીને પોરો ખાય છે. દેહને આરામની જરૂર પડે છે, પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે મન ક્યારેય થાકતું નથી કે નથી અટકતું. એ તો ચોવીસે કલાક ચાલ્યા જ કરે છે. દિવસના કલ્પના કરી દુઃખી કરે છે. રાત્રે સપના દેખાડી દુઃખી કરે છે. આ કલ્પના અને સપના નામની બે સ્ત્રીઓ સાથે મન લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયું છે. આજના દિવસે મનને બદલવા માટે મનને ઓળખવા માટેના સંકલ્પ કરીએ, મનના કહ્યા પ્રમાણે ઘણું જીવ્યા. હવે આપણું કહ્યું આપણે મનની પાસે કરાવવાનું છે. -૧૪૮ ૧૪ Page #76 -------------------------------------------------------------------------- ________________ આપણે સુધરી જતા હોઈએ છીએ, પણ લાંબો સમય ટકી શકતા નથી, જેવા સંજોગો આવ્યા કે પાછા હતા ત્યાં આવીને ઊભા રહી જઈએ છીએ. તમે તમારા સ્વભાવને એવો સુંદર બનાવો કે તમારી સામે ગમે તેવું દૂષિત વાતાવરણ આવી જાય તોય તમે તમારા સ્વભાવમાં રહી શકો, ચલિત ન બનો. કષ્ટોના સંયોગો સર્જાય કે અનુકૂળતાના આકર્ષણોનાં સંયોગ સર્જાય, તોય તમારા સ્વભાવથી વિચલિત ન બનો. તરાજુ કે બિના માલ તુલેગા નહીં. ચાબી કે બિના તાલા ખુલેગા નહીં મન મલિન હો તો હજાર બાર તિર્થ કરો આત્મા પર લગા પાપ ધુલેગા નહીં. સ્વભાવ સુધારો : રાજાએ મંત્રી પાસે બિલાડીના સ્વભાવ વિશે વાત કરી. મંત્રી ! મારી બિલાડી એટલા સુંદર સ્વભાવની છે કે તેના તોલે કોઈ ન આવે. મંત્રીએ કહ્યું “અચ્છા બિલાડી સુધરી ગઈ? સારું કહેવાય.” “જુઓ મંત્રી, હું રાત્રે ૯ વાગે એક ગ્રંથ વાંચવા બેસું છું. ત્યારે એ બિલાડી મારી પાસે આવીને ઊભી રહે છે. એના માથા ઉપર હું દીવો મૂકીને ગ્રંથ વાંચુ છું. બરાબર એક કલાક સુધી હું ગ્રંથ વાંચન કરું છું, છતાં બિલાડીના માથે મૂકેલો દીવો પડે નહીં એવી સ્થિર બિલાડી ત્યાં જ ઊભી રહે છે.” મંત્રીએ વાત સાંભળી મૌન ધર્યું. રાત્રે ૯ વાગે રાજા ક્રમ પ્રમાણે ગ્રંથ વાંચવા બેઠા હતા. મંત્રીએ સમય જોઈ ધીમે રહી બિલાડીની સામેના દરવાજેથી એક ઊંદર છોડ્યો. ઊંદર બિલાડીની નજરમાં દેખાઈ ગયો! ખલાસ... બિલાડીએ છલાંગ લગાવી,. ગ્રંથ ઉપર તેલ તેલ થઈ ગયું. બિલાડીની છલાંગ જોઈ રાજાને આશ્ચર્ય થયું. ત્યાં જ મંત્રીએ રૂમમાં પ્રવેશ કર્યો. “રાજન! તમારી બિલાડીને સુધરેલી કહેતા હતા ને? જુઓ, સંજોગ ભલભલાના સ્વભાવને બદલાવી નાંખે છે. માટે ગર્વ ન કરો. બિલાડી ત્યાં સુધી સુધરેલી રહે છે, જ્યાં સુધી એની સામે ઊંદર દેખાયો. નથી.” આ વાત એ દર્શાવે છે કે માણસનો સ્વભાવ પણ આવો જ હોય છે. જ્યાં સુધી કોઈ નિમિત્ત નથી આવતું, ત્યાં સુધી શાંત-ઉપશાંત જણાય છે. પરંતુ સંજોગો નિમિત્તો આવે કે માણસ પોતાનો ઓરીજીનલ સ્વભાવ બતાવે છે. એટલે માણસ કેટલો શ્રેષ્ઠ છે અને દઢ છે તે તેના સંજોગો ઉપરથી જણાય છે. - સંતોનો યોગ - ધર્મનો યોગ, આપણા પડી ગયેલા વિકૃત સ્વભાવને છોડી ક્ષમાદિના ભાવને અને શાંત સ્વભાવને પામવા માટે છે. સંતના માધ્યમે જીવનને ઉપવન સમું બનાવી દઈએ. લખી રાખો, તમે સંતોના સંગ દ્વારા નહીં સુધરો, ધર્મના માધ્યમે નહીં સુધરો, તો તમને તમારાં સંજોગો સુધારશે. તમને તમારા દુઃખો સુધારશે અને દુનિયામાં સૌથી મોટો ગુરુ સમય છે. માણસને છેલ્લે એનો સમય સુધારશે. | હિંસક સ્વભાવને અહિંસક બનાવવા, પાપી સ્વભાવને પુણ્યશાળી બનાવવા, સંજોગો-દુઃખો કે સમયની રાહ જોવા ઊભા ન રહેશો. આજે જ અંતરનું અવલોકન કરી ધર્મ, સંત શાસ્ત્રના માધ્યમે આપણે આપણા સ્વભાવને સુધારી દઈએ. પુષ્ય સૌરભ આપવાનું ન છોડ્યું, નદીએ વહેવાનું બંધ ન કર્યું. સૂર્યે ઊગવાનું કાર્ય અવિરત કર્યું. ઓ માનવી, તે તારું કર્તવ્ય કેમ છોડ્યું? પાણીના રેલાને વાળવો સહેલો છે, તેલની ધારને વાળવી થોડી અઘરી છે, લોખંડના સળિયાને વાળવો તે વધુ કઠીન છે. પરંતુ માનવીને પાપના માર્ગેથી ધર્મના માર્ગે વાળવો ઘણો જ દુષ્કર છે. લખી રાખો, આ ઉચ્ચ અવતાર પામીને જો ન સુધર્યા, જીવનને પાપથી ન બચાવ્યું, ધર્મના માર્ગે ન લગાડ્યું તો અંત સમયે પસ્તાવા સિવાય હાથમાં કંઈ નહીં રહે. આ અવતાર વારંવાર નથી મળતો. અનેક ભવની પુયરાશિ હોય તો જ ભગવાન મળે, ભગવાનના સંતો મળે અને ભગવાનનો ધર્મ મળે. માટે જ જીવનમાં કહ્યું છે, અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. આવો યોગ જીવને બહુ જ ઓછો પ્રાપ્ત થાય છે. જે આપ મહા ભાગ્યે -૧૪૯ -૧૫o Page #77 -------------------------------------------------------------------------- ________________ પામ્યા છો. બસ હવે, આ ભવે આપણે આપણા સ્વભાવને ક્ષમાવંત બનાવીએ, ઉદાર બનાવીએ, મધુર બનાવીએ, પ્રેમ-સભર, મૈત્રી-સભર બનાવીએ, તે માટે જ આપણે સાધના કરી રહ્યા છીએ. વરસોથી ધર્મ કરીએ અને આપણો સ્વભાવ ન બદલીએ, તો બિલાડીની જેમ સંજોગો. આવશે, ત્યારે પાછા વહી રફતારમાં જોડાઈ જવાશે. માટે મહાવીરના ધર્મને માત્ર બહારથી નહીં, ભીતરથી આચરણ કરતા રહીએ. બહારથી પ્રવૃત્તિ બદલીએ, અંતરથી વૃત્તિ બદલીએ, અંતરથી શુદ્ધ બનીએ, બહારથી. સ્વસ્થ બનીએ. અનાદિના પડી ગયેલા સંસારપણાના સ્વભાવનો પરિત્યાગ કરી ત્યાગ-સંયમના સ્વભાવને દઢ કરવાનો પુરુષાર્થ કરીએ. કારણ, આપણે આપણી જાત સુધારવા સિવાય મેં અને તમે કાંઈ કરવાનું બાકી નથી રાખ્યું. આ ભવમાં તમે તમારા મનને વશ કરો, સંયમના ઉંડા સંસ્કારો પાડો, ધર્મના રંગથી રંગી દો. નહીંતર તમારૂ મન તમોને મોહના રંગથી રંગી નાખશે. પછી તે મોહનો રંગ ઉડાડતા યુગોને ભવો પણ ઓછા પડશે. પુછો બહેનોને, રસોડામાં પ્રત્યેક કાર્યમાં ડાઘ-પાણી સાફ કરવામાં ઉપયોગી કપડુ મસોતું હોય છે. શું તેને ટીનોપોલથી ધોવો છો કે પછી બધા કપડા ધોવાય ગયા બાદના પાણીમાં બોળીને શુકવો છો ? બસ, આપણું મન પણ મોહની પ્રત્યેક પ્રવૃત્તિમાં જોડાઈને મસોતા કરતાય વધુ કાળુ ઢબ બની ગયું છે તેને ધોવાનો ઉજ્વળ બનાવવાનો એકજ માર્ગ છે ધર્મ આરાધના, પ્રભુની ભક્તિ પ્રભુ તુમ બિન કોણ ધૂએ દુર્ગણી મન મારું... દૂર્ગણો ધોઈ વિભુ ઉગારો મન મારૂ... પ્રભુ... બસ પ્રભુ, હું તારી ભક્તિ કરતા કરતા મારા મનડાને વાળુ, પાપોથી પખાળું અને મનના ઘોડાની લગામ મારા હાથમાં રાખી એને મોક્ષમાર્ગે આગળ લઈ જાઉં. એટલી કૃપા કરજે. કેશીસ્વામીએ ગૌતમ ગણધર ગુરુરાજને પ્રશ્ન કર્યો હતો કે ગૌતમસ્વામી, આપે આપના મનના ઘોડાને કઈ રીતે વશ કર્યો છે? ત્યારે ગૌતમ સ્વામીએ ઉત્તર આપતા જણાવ્યું કે હે કેશ મુનિવર, મારા મનના દુષ્ટ ઘોડાને મેં ધર્મરૂપી શિક્ષાથી વશ કર્યો છે. શાન્ત બનાવ્યો છે. બસ, આપણે પણ આખા જગતને સુધારવાની તમન્ના કર્યા વિના સૌ પ્રથમ આપણે આપણા મનના સ્વભાવને, મનની મલીનતાને સુધારી મનને ઉજ્વળ અને ઉચ્ચતમ વિચારોનું કેન્દ્ર બનાવી જીવનને ધન્ય બનાવીએ. ઉત્સાહને જીવંત રાખો મોક્ષ માર્ગના સપનાં સાકાર કરવાનો શ્રેષ્ઠ રાજ માર્ગ પ્રભુ મહાવીર સ્વામીએ જગત જીવોને બતાવ્યો છે. મોક્ષ જેને પ્રાણ-પ્યારો બને છે તેઓને માર્ગમાં આવતાં કષ્ટો કષ્ટરૂપ લાગતાં નથી તે તો કષ્ટોને ગૌણ બનાવી આગળ જ વધતા રહે છે. મોક્ષ મેળવવાનો ઉત્સાહ જ માર્ગમાં આવતા પરિષહોને, દુઃખોને સહન કરી લેવામાં જીવને સફળ બનાવે છે. સંતજનો માટે ઉત્સાહ જ ઉત્સવ છે. માટે મુનિભગવંતો પ્રત્યેક પળે ઉત્સાહમાં જ હોય છે. દસ પ્રાણો ત્યારે જ આનંદવિભોર બને છે જ્યારે જીવનમાં અગિયારમો પ્રાણ ઉત્સાહ ભળે છે. ઉત્સાહ વિનાનું જીવન એટલે ક્લેવર જેવું જીવન. જીવનને વન પણ બનાવી શકાય અને ઉપવન પણ બનાવી શકાય. સવાલ તમારા ઉત્સાહ અને નિરુત્સાહનો છે. ઘણા માણસો આખા ભારતનું ટેન્સન તેના માથે મુકાયું હોય તેવા મૂડલેસ થઈ જીવતા હોય છે. જ્યારે ઘણા માણસો હજારો મુશ્કેલીઓ વચ્ચે પણ ખડખડાટ હસી લઈ જીવનની યાત્રાને આગળ ધપાવતા હોય છે. યાદ રહે, કર્મો કરવામાં જીવ એટલો ઉત્સાહિત બને છે, એટલો કર્મો છોડવા ધર્મ આરાધનાની બાબતમાં ઉત્સાહિત બનતો નથી. જેથી ધર્મમાં સ્વાદ આવતો નથી. શીરો બનાવ્યો હોય પણ સાકર નાખવાની રહી જાય તો સ્વાદ ન આવે. બરાબરને? તો ધર્મ કરો પણ ઉત્સાહિત બનીને, જો ન બને તો ધર્મ અનુષ્ઠાનનો આસ્વાદ આવે અને સ્વાદ વિનાનો શીરો જો ગળે ન ઊતરે તો ઉત્સાહ વિનાનો કરેલ ધર્મ હદયમાં ક્યાંથી ઊતરે? તમે તમારા કાર્યમાં સફળ થાવ કે નિષ્ફળ, સંયોગો સવળા પડે કે -૧૫૧ -૧૫ર Page #78 -------------------------------------------------------------------------- ________________ અવળા, સંબંધો મીઠા બને કે કડવા, બધામાં પ્રસન્નતા જાળવવા ધર્મ કરતા રહો. અને જ્યારે પણ ધર્મ કરો ત્યારે ઉત્સાહિત બનીને કરો. પ્રસન્ન મુદ્રામાં રહીને કરો. કારણ સંસાર છે ત્યાં સમસ્યા રહેવાની. તેમાં સમાધાન અને સમાધિ કેળવી લેવી એ જ ધર્મી જનોની વિશેષ કળા હોય આર્ય ભૂમિમાં જન્મ પ્રાપ્ત થયો છે, હવે આર્ય દૃષ્ટિના સ્વામી બનો. જૈન કુળમાં જન્મ મળ્યો છે તો, જતનાવંત બનવાનું લક્ષ બનાવો. સંતોના સાનિધ્ય આવ્યા છોતો, શાંત-સંતોષી નવ ગુણો કેળવો. ઉત્તમ ગતિ-ભવ અને દેહ મેળવ્યો છે તો, ઉત્સાહવત બની સાધના કરો. ઉત્સાહ જ સાધકો માટેનો ઉત્સવ છે. ક્યારેય થાકો નહીં, હારો નહીં,પાછા પડો નહીં, ઊભા થઈ આગળ વધતા રહો. જગતમાં આવો. મોકો કોઈક જીવને જ પ્રાપ્ત થાય છે, તે તમને પ્રાપ્ત થયો છે. ઉત્સાહપૂર્વક કરેલી સાધના રાગના કાદવમાંથી અને દ્વેષના દાવાનળથી જીવને બચાવી. લેશે. અને હા.... ઉત્સાહપૂર્વક કરેલી આરાધનામાં થાક કે કંટાળો. ક્યારેય આવશે તો નહીં, પરંતુ આનંદ અને પ્રસન્નતા આવશે. ઘણા માણસોને આયંબિલ કરતા પહેલા જ આયંબિલ મોઢા પર દેખાઈ જતું હોય છે. પાર્ટીમાં જવાના ટાઈમ તમારો ઉત્સાહ કેવો હોય છે. પિકનિકમાં જતી વેળાએ તમે કેવા આનંદથી નાચી ઊઠો છો ? તો ભલા, સાધના ક્ષેત્રે નિરુત્સાહી બની સાધના કરો તે કેમ ચાલે? આ જગતમાં સેંકડો માણસ જીવન જીવી રહ્યા છે. તેના આપણે ચાર વિભાગ કરીએ તો સૌથી પહેલા પ્રકારના જીવો છે : ૧) રાગી જીવન : સંસાર આખો ચાલે છે રાગ ઉપર. રાગની ધરી ઉપર ચાલતો સંસાર ક્યારેય જીવને સફળ ન બનવા દે. રાગ હોય ત્યાં દ્વેષનો પડછાયો હોય, હોય ને હોય, રાગ-દ્વેષ બન્ને જોડિયા ભાઈઓ છે. એટલે રાગ તૂટતાં દ્વેષ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવે છે. પદાર્થો પ્રત્યેના રાગ જીવને પાપથી ભારે બનાવે છે. અને ધર્મથી વિમુખ બનાવે છે. રાગ ખાતર આ જીવ એકવાર નહીં સેંકડોવાર મરણને શરણ થયો છે. છતાં રાગ કરવામાં હજી પાછો પડતો નથી, એ તો આશ્ચર્યની બાબત છે. રાગ ત્યાગના ક્ષેત્રે જીવને સફળ બનવા દેતો નથી. માટે રાગ કરતા પહેલા જીવને સાવધાન કરી દેજો. શવદના રાત્રે હરણિયાને તીરથી વિંધાવું પડે છે, રૂપના રાગે પતંગિયાના પ્રાણ જ્યોતમાં ખાખ થાય છે, ગંધની તીવ્ર રાગ દશાએ ભ્રમરાને ગુંગળાઈ મરવું પડે છે. રસના રાગે જુઓ માછલીના તાળવાને ચિરાઈ મરણ શરણ થવું પડે છે. સ્પર્શના રાગે હાથીનેય ખાડામાં પ્રાણ મૂકવા પડે છે. તો ભલા જરા વિચાર કર, એક વિષયે જો પ્રાણીઓને પ્રાણ મૂકવા પડે છે તો તું તો પાંચ ઈન્દ્રિયોના ત્રેવીસ (૨૩) વિષયનો ભોગ બન્યો છે. તારા હાલ શું થશે. તેમ વિચારી આત્માને વિષય રાગથી બચાવી લઈ ધર્મ માર્ગે દઢ શ્રદ્ધા રાખી આગળ વધારવો જોઈએ. ૨) વૈરાગી જીવન : બહુ જ મજાનું જીવન છે વૈરાગ્ય જીવન, વૈરાગ્ય એટલે પદાર્થોના રાગનો ત્યાગ, જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાંથી વૈરાગ્ય જણાય એવા જીવનને વૈરાગી જીવન કહેવામાં આવે છે. વૈરાગીને સંસાર સાથે નહીં, સંચમ સાથે સંબંધ હોય છે. સ્થળ સાથે નહીં, અંતરની સ્થિરતા સાથે સંબંધ હોય છે. અનાત્મા સાથે નહીં, આત્મા સાથે સંબંધ જોડાયેલો હોય છે. આવા વૈરાગ્યના દીપકને હૃદયમાં પ્રગટાવીએ, ઉદ્વેગના અંધારા ઊલેચી આનંદના ઉજાશ પ્રગટાવવા વૈરાગ્ય સભર જીવન બનાવીએ. સંસારમાં રહેવા છતા વૈરાગ્ય પૂર્ણ જીવન જીવતા શીખીએ. જીવન વહે જલની જેમ, આપણે જીવીએ કમળની જેમ વૈરાગ્ય દષ્ટિ એટલે સંસારને દુઃખકર જુએ. પણ તેથી આગળ વધીને પાપમય પણ જુએ. સંસારના પ્રત્યેક સ્થળે રાગ-દ્વેષની આગ દેખાય. સ્વપ્નય સંસારનું સુખ જેને સુખ ન લાગે, મધમાખીઓના ચટકા ભરાતા હોય તેવું પ્રત્યેક ક્ષેત્ર લાગે. આવા ઉચ્ચ પરિણામોમાં જે જીવતો હોય, આત્માને બચાવી લેવાના સદેવ ઉપાયો કરતો હોય અને શોધતો -૧૫૩ -૧૫૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ હોય, તેને વૈરાગી જીવન જીવી રહ્યો છે તેમ કહી શકાય, વૈરાગી દુઃખથી . નહીં પાપથી ગભરાતો હોય રોગથી નહીં સંસારના રાગથી ભયભીત હોય. એ બીમારીઓથી નહીં બદીઓથી સાવચેત રહેતો હોય. દુઃખોથી વૈરાગી ડરે નહી. કારણ દુઃખ તો તેના વૈરાગ્યના રંગને ઔર મજેઠિયો. બનાવે છે. ઘસાતું જાય ચંદન સુરભિ વધુ ફેલાતી રહે, પિસાતું જાય કેસર અને રંગ અનેરો લાવે, વૈરાગી જીવનનું પણ એવું જ છે, દુ:ખ વૈરાગ્ય જીવનમાં વધુ મજબૂતી લાવે. રાગની દિશા સુવિધા તરફ છે. વૈરાગી દિશા સમાધિ તરફ છે. પદાર્થોમાં રાગીને રાગ જન્મે છે, વૈરાગીને વૈરાગ્ય પ્રગટે છે. સંસારીનો સંસાર ચાલે છે રાગ પર, જ્યારે સંયમીનો સંયમ રહે છે વૈરાગ્ય પર, ધન્ના કેવા વૈરાગી બન્યા હતા. દેહની દરકાર કર્યા વિના સતત સાધનામાં લાગી ગયા હતા, તો જુઓને શાલિભદ્રના વૈરાગ્યનો રંગ કેવો ગજબનો. હતો, પલકારામાં બધું ત્યાગી સાચા સંત બની ગયા હતા. સુખી થવા ઈચ્છતા હો તો વૈરાગી બની જીવતા શીખી જાવ. માલિક બની નહીં, મહેમાન બની જીવન જીવવાનું શરૂ કરો. જુઓ, પછી કેવી મા આવી જાય છે? ૩) અનુરાગી બનીને જીવન જીવો : રાગના સંકજામાંથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે અનુરાગ. અનુરાગ એટલે સત્ય પ્રત્યેનો અહોભાવ, ધર્મ પ્રત્યેનો પૂજ્યભાવ, ગુરુ પ્રત્યેનો આદરભાવ, અને દેવાધિદેવ પ્રત્યેનો સમર્પણભાવ. જગત આખાનો રાગ ભાંગીને ભુક્કો થઈ જાય છે, અંતરમાં અનુરાગ જાગ્યા બાદ. અનુરાગ એટલે ધર્મ. ધન કરતા વધુ હૈયાને ગમવા લાગે, દુનિયાના રંગરાગ કરતા ગુરુનો સંગ આત્માને પ્રાણ પ્યારો લાગે અને જડ પદાર્થો કરતા. દેવાધિદેવ દિલને વિશેષ વ્હાલા લાગે. અને અનુરાગ થયા પછી ધર્મ કર્યા વિના એનો દિવસ પસાર ન થાય. ગુરુના દર્શન વિના એને ચેન ન પડે. દેવાધિદેવનું સ્મરણ કર્યા વિના એને અધુરપ અનુભવાય. -૧૫૫ પૂછો તમારા આત્માને, ધન ગમે છે કે ધર્મ સાહ્યબી ગમે છે કે સંતો? અનુરાગી હોય તેને ધર્મ અને સંતો વ્હાલા લાગે છે. રાગના ત્યાગનો સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે તમારા જીવનમા દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેનો તીવ્ર અનુરાગ જમાવી દો. જુઓ પછી જીવનમાં શાન્તિ-સુખ અને સમાધિ મળે છે કે નહીં? રાગી જીવન પારાવાર જીવ્યા છીએ. વૈરાગી જીવન તમોને કઠિન લાગે છે તો ભલા, આજે દઢ સંકલ્પ કરી અનુરાગી જીવન જીવવાનું ચાલુ કરો. દેવ-ગુરુ ધર્મના અનુરાગી બનશો તો ત્યાગી જીવન જીવવામાં તમોને કોઈ જ તકલીફ નહીં પડે. અનુરાગ બાદ ત્યાગ કરવો નહીં પડે સહજ થઈ જશે. ૪. વીતરાગ જીવન : પ્રત્યેક પરિસ્થિતિમાં ન રાગ, ન દ્વેષ. પ્રત્યેક પ્રસંગમાં ન ગમો, ન અણગમો, પ્રત્યેક હાલમાં ન રુચિ, ન અરુચિ. આજે વીતરાગતાના રાગ દ્વેષ ન કરતા માધ્યસ્થ રહી, માત્ર જ્ઞાતા દષ્ટ ભાવથી સાધનામાં સફળ બની જવું તે વીતરાગતા છે. વૈરાગી જીવનનો પરમ હેતુ પણ વીતરાગતા મેળવવાનો જ છે. તો દેવ, ગુરુ, ધર્મનો અનુરાગ કરવા પાછળનું ઉત્તમ લક્ષ્ય પણ વીતરાગતા પ્રાપ્ત કરવાનો જ છે. બધી નદીઓ સાગરમાં મળે, તેમ બધી સાધનાનું લક્ષ્ય તો વીતરાગતા જ રહેલી છે. વીતરાગ બનવાના લક્ષ્ય વિના કરેલી આરાધના જીવને સફળ બનવા દેતી નથી. તમામ ત્યાગ પાછળનું લક્ષ્ય હોવું જોઈએ વીતરાગની પ્રાપ્તિનું. આજના મંગલ દિને સર્વે દઢ સંકલ્પ કરીએ. રાગી જીવનનો ત્યાગ કરી કમલવત્ વૈરાગી જીવન જીવવાનો અવસર મળે. વૈરાગ્યથી આગળ વધી રગે રગમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ભારોભાર અનુરાગ જગાડીએ અને પ્રત્યેક સ્થિતિમાં માધ્યસ્થભાવ કેળવી વીતરાગતા પ્રાપ્તિ કરી, અવતારને સફળ બનાવી, સંસારને પેલે પાર પહોંચવામાં સર્વે સફળ બનીએ તે જ મંગલ કામના. Page #80 -------------------------------------------------------------------------- ________________ ભક્તિ બનાવે ભગવાન સાધનામાં સફળ થવાની માસ્ટર કી છે દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યેની અતૂટ ભક્તિ...! હૈયામાં જ્યારે ભક્તિ પ્રવેશે છે ત્યારે સારાયે જગત પ્રત્યેની આસક્તિને અંતરમાંથી અલવિદા થયે જ છૂટકો... ! માનવજીવનમાં મળેલી તમામ શક્તિનો ઉપયોગ જો સભક્તિમાં કરવામાં આવે તો સંસાર-સાગર તરી જવાય તેમાં લેશ શંકાને સ્થાન નથી... ! અરિહંતદેવની ભક્તિ જીવને દેવાધિદેવ બનાવે છે. ગુરૂદેવની. ભક્તિ ગુણવૈભવના સ્વામી બનાવી દે છે... ધર્મની ભક્તિ મોક્ષધ્યેયને સિદ્ધ કરવામાં સફળ બનાવી દે છે. ચાલો, ભક્તિ કરીને ભગવાન બનવાની સર્વોત્તમ સાધના આજથી જ ચાલુ કરી દઈએ...! જો જો પછી આસક્તિના ભયાનક બંધનો તડ... તડ... કરતાં તૂટયાં જ સમજો...! ભક્તિમાં મનને જોડો અને જગત પ્રત્યેની આસક્તિને તોડો...! ભક્તિ કરવાના ફાયદા... ભક્તિની શક્તિની. કેવી અજોડ અને અભુત તાકાત છે તે જાણવા ચાલો વાંચો આગળ... અરિહંત પરમાત્માના ચરણોમાં ભાવપૂર્વક વંદન નમસ્કાર, ભયાનક સંસારમાંથી ઉગારીને સંયમના દાન આપનાર ગુરૂભગવંતના ચરણોમાં વંદન કરીને...! અરે હા... સારુયે વિશ્વ દોડી રહ્યું છે. કંઈક અભિલાષાઓ અને ઊંચા અરમાનો સાથે... સારીએ સૃષ્ટિની દૃષ્ટિમાં કંઈક મેળવવાની ઝંખના છે... કંઈક પામી જવાની અભિલાષા છે...! અને સર્વે જીવોના જીવનમાં ડોકિયું કરીશું તો ખ્યાલ આવશે. સર્વે શા માટે દોડે છે આ સૃષ્ટિમાં... ? આટલો બધો શ્રમ સર્વે શા માટે કરતા હશે ? સારીચે જિંદગી શા માટે નીચોવી નાખતા હશે ? સારીયે જિંદગી શા માટે નીચોવી નાખતા હશે? પરમાત્મા મહાવીરસ્વામી. આનો જવાબ ખૂબ સુંદર આપે છે... સાથે પાણTI પરમાણવા સર્વે જીવો સુખનાં ઈચ્છુક છે. સુખ માટે જ સર્વેની દોડાદોડી દેખાય છે... સુખ મળી જાય અને દુઃખ ટળી જાય આ સિવાય બીજી શી ૧૫o અભિલાષા હોય આ જીવોની ! દુઃખ તો સ્વપ્નમાંય ન ખપે... અને સુખ ક્ષણમાત્ર પણ જીવનમાંથી વિદાય ન થવું જોઈએ...! આખાએ વિશ્વના જીવોને થવું છે તો સુખી.. દુઃખી તો બનવું જ નથી ખરું ને? પરંતુ... ચાલો આજે શોધ-સંશોધન કરીએ અંતરમાં ઊંડા ઊતરીને કે સુખ ક્યાંથી આવે છે... દુઃખ ક્યાંથી આવે છે ? સુખ દુઃખના મૂળિયાને તપાસીએ. જો મૂળ સુધી ન જવામાં આવે તો લખી. રાખો જીવનમાં સુખ ક્યારેય આવવાનું નથી. અને દુ:ખ જીવનમાંથી ક્યારેય જવાનું નથી...! ચાલો ત્યારે સુખનું મૂળ શોધીએ... અને દુઃખના મૂળને તપાસીએ જ્ઞાની પરમાત્મા જણાવે છે... દુઃખ આવવાનું કારણ છે. ભીતરમાં જામેલા દોષો...! જીવોની દષ્ટિ દુઃખો ઉપર સતત રહેતી હોય છે. પરંતુ તેનાથી સેવાય ગયેલા ક્રોધાદિ દોષો ઉપર પડતી નથી. આજ્ઞાની દુઃખને ખરાબ માને છે. જ્યારે સમજુ... તત્ત્વજ્ઞ પુરષ દોષોને ખરાબ માને છે... દુઃખ માટે રડનારા લોકોનો આ વિશ્વમાં કોઈ તોટો નથી... જ્યારે જીવનમાં જાણતાં - અજાણતાં થઈ ગયેલા દોષોના સેવન માત્રથી રડી પડનારા તો કો'ક વિરલ આત્માઓ જ હોય છે. પ્રભુ મહાવીરસ્વામી દુઃખને ખંખેરવાની વાત નથી કરતા. તું તારા દોષને ખંખેરી નાંખે તેવું વારંવાર કહ્યું છે.. માત્ર કહ્યું જ નથી પરંતુ પ્રભુએ કરીને જગતને બતાવ્યું છે... સંગમદેવના ઉપસર્ગોમાં પ્રભુ જરાય હલ્યા નથી. કારણ દુ:ખથી તેઓ ગભરાતા ન હતા. ગોશાલકે તેજલેશ્યા છોડી છતાં પ્રભુના અંતરમાં પ્રતિભાવ (Reaction) ન હતો કે ન તો કોઈ પગલું (Action) લીધું, પ્રભુ માત્ર સાધનાના માર્ગમાં ધ્યાનસ્થ રહ્યા. એટલે કે જાગૃત રહ્યા હતા...! તમોને દુઃખ નથી ગમતું એ વાત તો સમજાય છે. પરંતુ મારે તમને પૂછવું છે દોષ ગમે છે? ક્રોધ કરવો ગમે છે? માન-સન્માનના ભાવો અંતરમાં ઉછાળા મારે છે? અને માયા કપટ તો ખુશી સાથે આચરો છો. પેલા લોભના પૂરમાં તો હોંશે તણાવો છો... બસ... અનંતજ્ઞાનીની વાત એ છે જીવને દુઃખ નથી ગમતું પરંતુ દુઃખનું -૧૫૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ મૂળિયું દોષ સેવન તો ગમે છે. તો લખી રાખો જીવનક્ષેત્રમાંથી દુઃખ તો વિદાય નહિ થાય પરંતુ સુખ પણ નજીક આવવાનું પસંદ નહિ કરે. શાસ્ત્રકાર ભગવંતો દુઃખો બતાવતાં કહે છે. जम्मं दुक्खं जरा दुकखं रोगाणि मरणाणिय । अहो दुक्खो हुं संसारो, जत्थ कीसन्ति जन्तयो ।। જન્મ થવો દુઃખ છે... ઘડપણ આવવું દુઃખ છે. શરીરમાં રોગ થયા દુઃખ છે અને છેલ્લે મરણ થવું તે પણ દુઃખ છે. ઘડપણ રોગ.... અને મૃત્યુના દુઃખને અજ્ઞાનીઓ રડે છે. જ્યારે જ્ઞાની આત્મા જન્મના દુઃખથી રડે છે. વિશ્વના તમામ દુઃખો લખવા બેસીએ તો જીવન ટૂંકુ પડે એટલે પ્રભુએ એક જ પદમાં કહી દીધું કે તે કુવો હું સંસારો... આખોએ સંસાર દુ:ખી... સાગર બધે ખારો... સંસાર બધાયનો ખારો. હા, અજ્ઞાનીને ખારો સંસાર પ્યારો લાગે છે... સોહામણો લાગે છે... પરંતુ જ્ઞાનીઓને તો ખારો જ લાગે તેમાં લેશ શંકાને સ્થાન નથી...! વિશ્વના અજ્ઞાનદશામાં રહેલા જીવો પ્રભુને પ્રાર્થના કરે છે પ્રભુ! અમારાં દુઃખડાં દૂર કરી દો જ્યારે... વૈરાગી સંયમી પ્રભુને પ્રાર્થના કરતો હોય છે, પ્રભુ! મારા અંતર ઓરડામાંથી દોષો કરી આપો...! જીવનમાં બહુ મહત્ત્વની બાબત સમજવાની છે કે દુઃખ નથી ગમતું દુઃખથી હવે તમે ત્રાસી ગયા છો? હવે દુઃખને કાયમ માટે ભગાડી દેવું છે? તો ચાલો, સુંદર ઉપાય બતાવું. આજથી દોષોના સેવનને તિલાંજલિ આપવાનું ચાલુ કરી દો. ગમે તેવું નુકસાન થાય છતાં હું આવેશમાં આવીશ નહિ. માન - સન્માનમાં હું રાચીશ નહિ... ! માયાના ખેલ આજથી જ બંધ કરીશ... અને હા. સર્વે દોષોના સરદાર લોભને તો હૈયામાં ઊભો જ નહિ રાખું...! કરો આવા રૂડા સંકલ્પો પછી જુઓ દુ:ખોને બિસ્તરા બાંધી રવાના થયે જ છૂટકો... कोहं च माणं च तहेब मायं, लोभं चउत्थं अज्झत्थ दोसा ।। દુ:ખની જનની દોષ છે અત્યાર સુધી દુઃખમાં અણગમો કરતા હતાં હવે દષ્ટિ બદલાવો. દોષોના સેવનમાં અણગમો ઊભો કરો. જેના હૈયામાં દોષો નહિ તેના જીવનમાં દુઃખો નહિ...! દુઃખથી ડરે તે સંસારી જ્યારે દોષોથી ડરે તે સંયમી દુ:ખને હસતા હસતા રહો. દોષને રડતા રડતા કરો. દષ્ટિને દુઃખ ઉપરથી હટાવીને હવે દોષ ઉપર લગાડી દો. જીવનમાં ક્રોધાદિ દોષ સેવાય જાય તે દુઃખની વાત છે. પરંતુ દોષના સેવન કર્યા બાદ હૈયામાં ખુશી આનંદ થાય તો તે મહા દુઃખની વાત છે...! દોષ સેવન કરવું પડે તો રડતા - રડતા જ થાય. હસતા - હસતા તો થાય જ નહિ અને જીવનમાં હસતાં - હસતાં થતાં હોય તો. . તો સમ્યક્માર્ગથી પતન થઈ ગયું છે. હવે કોઈને પૂછવા જવાની જરૂર નથી કે હું મિથ્યાત્વી છું કે સમ્યગદર્શની ? સમ્યગદર્શનવાળાથી દોષોનું સેવન થાય પણ રડતા - રડતા કરે જ્યારે મિથ્યાત્વવાળો દુઃખો રડતા - રડતા સહે અને પાપો હસતાં - હસતાં કરતો હોય છે... ? પ્રભુ કહે છે તે સમજાય છે ? તમારા દુઃખનું સાચું કારણ સમજાય છે? દુઃખને ભગાડી મૂકવાનો ઉપાય સમજાય છે ? તમારા દુઃખનું સાચું કારણ સમજાય છે ? દુ:ખને ભગાડી મૂકવાનો ઉપાય સમજાય છે ? તમારા દુ:ખનું સાચું કારણ સમજાય છે? દુઃખને ભગાડી મૂકવાનો ઉપાય સમજાય છે? અજ્ઞાન આદિ દોષો જ બધા દુ:ખ જન્માવે છે... અજ્ઞાન ! ત્યાર સુધી દુઃખને ભગાડવાનાં ઉપાય કર્યા. હવે પુરુષાર્થ કરો દોષોને ખલાસ કરી દુઃખને ભગાડવાના હવે પ્રયત્ન ચાલુ કરો, દોષોને ખલાસ કરી નાખવાનો... ! આપણાં મરણ પહેલા દોષોનું મરણ બોલાવી દેવાનો ભગીરથ પુરુષાર્થ કરવાનો છે. નહિ તો લખી રાખો રોગ... ઘડપણ... આદિ દુઃખો તો મરણ સાથે જ સમાપ્ત થઈ જવાના પરંતુ ક્રોધ... માનાદિ આધ્યાત્મ દોષ તો મરણ બાદ આપણો આત્મા જ્યાં જશે ત્યાં સાથે જ આવવાના... અને હા... શરીરમાં રોગ થાય તો તમે કોની પાસે જાવ છો? ડોક્ટર પાસે જાઓ છો ખરુંને? અને જમીન કે મિલ્કત બાબતનો ઝઘડો થયો હોય તો તમે કોની સલાહ લેવા જાઓ ૧૫૯ -૧૬૦ Page #82 -------------------------------------------------------------------------- ________________ છો? વકીલની સલાહ લેવા જાવ છો બરાબર ને...? વિદ્યાર્થીને ભણવામાં ખૂબ હોશિયાર બનાવવો છે તો તમે તેને ક્યાં લઈ જાઓ છો ? શિક્ષણ પાસે... એમ... તો તમારા જીવનમાં ક્રોધ... માન... માયા... લોભને દૂર કરવા.... દોષોથી મુક્ત થવા કોની પાસે જવાનું ? તેના માટે તો ગુરૂદેવ પાસે જ જવાનું હોય ને ? ડોક્ટર ફેમિલી... વકીલ ફેમિલી... શિક્ષક ફેમિલી... બધુંય ફેમિલી ગોઠવી દેનાર હે માનવ ! તારા દોષોને સાફ કરાવનાર ગુરૂદેવને ફેમિલી બનાવ્યા છે કે નહિ? મને રોગ છે તેવું જાણનાર ડોક્ટર પાસે જાય છે. મિલકત મારી છે એવું જાણે તો વકીલ પાસે જાય છે. મારી બુદ્ધિ ભણવામાં બહુ ચાલતી. નથી તેવા ખ્યાલવાળો શિક્ષક પાસે જાય છે. તેમ હું દોષોથી ભરેલો છું. તેવું સમજતો આત્મા જ ગુરુના શરણે આવી ઉપાય શોધી શકે અને તે જ ગુરૂદેવ તરફથી ઉપાય મેળવી શકે છે...! ચાલો દોષમુક્તિના ઉપાયો વિચારીએ.. - દોષ મુક્તિ માટે ભક્તિમાં જોડાઈ જવું. સૌથી પ્રથમ ઉપાય છે ભક્તિમાં મગ્ન બની જવું... શક્તિનો ઉપયોગ જો ભક્તિમાં કરવામાં આવે તો દોષો આપમેળે ઓછા થઈ જાય... જગતની આસક્તિ છોડી જગદીશની ભક્તિમાં લાગી જવાથી દોષો આપમેળે વિદાય લઈ લે છે... ઘરમાં મહેમાન આવ્યા હોય અને તેની દેખરેખ... સેવાદિ બરાબર તમે ન કરો તો મહેમાન વહેલા ઘરમાંથી રવાના થઈ જાય તેમ આતમઘરમાં પધારતા દોષોરૂપી મહેમાનનું બહુમાન ન કરો તો અલવિદા થયે જ છૂટકો અને હા... ગુજરાતી લોકોને દસબાય દસની રૂમમાં ફ્રીજ, ટી.વી. ઘરઘંટી, વોશિંગ મશીન કેવી રીતે ગોઠવવું તે આવડે છે. પરંતુ રૂડી અને રળિયામણી માનવની જિંદગીને ક્યાં ગોઠવવી તે આવડતું નથી. મન, વચન અને કાયાના આ ઉત્તમ જ નહિ પણ સર્વોત્તમ યોગનો ઉપયોગ કેવો કરવો તે ન ખબર હોય તો આખીચે દુનિયાની જાણકારીને શું કરવાની ! -૧૬૧ યોગનો ઉપયોગ ભક્તિયોગમાં કરો... યોગમાં દોષ ત્યારે જ પ્રવેશે જ્યારે ભક્તિયોગમાં કચાશ હોય છે. મા-બાપ ઉપર દ્વેષ કોને જાગે? જેના દિલમાં તેઓશ્રી પ્રત્યે ભક્તિ નથી... જે મા-બાપ આપણને બોલતા કર્યા એ જ મા-બાપને આપણે ક્રોધ - કંકાસ કરીને ચૂપ કરી દીધા. પુણ્યનો યોગ હશે તો જગતના પદાર્થો તો મળી જશે. પણ લખી રાખો મા-બાપના હૈયાની હાય લેશો તો તમારા હૈયાને સુખશાન્તિ હરગિઝ નહિ મળી શકે...! ઉદ્ઘાટન કરવા ગયો હતો... એક ભાઈ મારૂતિ લઈને દર્શનાર્થે આવી રહ્યા હતા. વચ્ચે જ સંતા જોતાં ગાડી ઊભી રાખી... નમ્રભાવે ભાઈએ વંદન કરી સુખશાતાની પૃચ્છા કરી... ત્યારબાદ સંતે સહજ પૂછયું અત્યારે ક્યાં જઈને આવ્યા ? ભાઈએ કહ્યું મહારાજશ્રી ! ઉદ્ઘાટન કરવા ગયો હતો ત્યાંથી આવી રહ્યો છું. અચ્ચા... ફેક્ટરીનું ઉદ્ઘાટન હતું...? ઉપાશ્રયનું ઉદ્ઘાટન હતું કે પછી કોઈ સંસ્થાનું કે હોસ્પિટલનું હતું ? ના, સાહેબ, આમાંનું એક પણ નહિ... ઘરડા ઘરનું ઉદ્ઘાટન હતું ત્યાં હાજરી આપવી પડે તેમ હતી...! સંતે જરાક મજાકમાં કહ્યું. ભાઈશ્રી, ઉદ્ઘાટન તો કરી આવ્યાં પણ ફોર્મ લાવ્યા કે નહિ? કેમ સાહેબ, આમ કહ્યું? શી ખબર પડે કે જ્યારે ઘરડા ઘરમાં તમારો નંબર લાગે ત્યારે કદાચ ફોર્મની શોર્ટેજ (તંગી) હોય તો ફોર્મ માટે બહુ ફરવું ન પડે ને ? ભાઈ શું બોલે ? બસ... આજના સમાજમાં ઘરડાઘર ખૂલવાની પાછળનું સાચું કારણ છે સંતાનો મા-બાપની ભક્તિ ચૂક્યા છે... મા-બાપ ચારથી પાંચ સંતાનોને સાચવી શકે છે પરંતુ ચારથી પાંચ સંતાનો ભેગાં મળી એક મા-બાપને સાચવી નથી શકતાં. કેટલી દુઃખની વાત કહેવાય...! મા-બાપની ભક્તિ કરો અરે ભાઈ ભક્તિ ના થાય તો રહેવા દો... ના કરશો પરંતુ તેઓની અભક્તિ કરી તેમના દિલને દુઃખી તો ન કરો... લખી રાખજે જે પોતાના મા-બાપની ભક્તિ સેવા નથી કરી શકતો તે ગુરૂ -૧૬૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ કે પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવનમાં નહિ કરી શકે... આધ્યાત્મ જગતમાં જવા માટે માના આશીર્વાદ જોઈએ... માડીના આશીર્વાદ વિના અરિહંત નહિ બની શકાય માટે જ દીક્ષા લેવા તૈયાર થયેલા દીક્ષાર્થી આત્માને મા-બાપની ખુશી સાથે સંમતિ માંગવાનું જૈન સિદ્ધાંત જણાવે છે. પ્રભુ મહાવીરે પણ ગર્ભમાં સંકલ્પ કર્યો હતો માબાપની હાજરી હશે ત્યાં સુધી દીક્ષા-ગ્રહણ નહિ કરું...! તો હે પુત્રો... ! તમે સમજો... ભેજામાં કાટ લાગ્યો હોય તો સંતોની વાણી સાંભળી કાટને ઉખેડી નાંખો અને થોડા ડાહ્યા થઈને મા-બાપની ભક્તિમાં જોડાઈ જાવ... શ્રવણ જેટલી ભક્તિ ના થાય તો કાંઈ નહિ પરંતુ ઘરમાં તો તીર્થ જેવું વાતાવરણ બનાવો.. ઘરમાં ફ્રીજ ટી.વી. ગાય નથી રોકતું? ઘરઘંટી ફર્નિચર જગ્યા નથી રોકતું ? અને તારા મા-બાપ જગ્યા રોકે છે. તેવું તે લાગે છે...? તમારો ચ વારો આવવાનો છે. ગભરાશો નહિ તમે તમારા મા-બાપની જે દશા કરી છે તેવી જ તમારી દશા તમારા દીકરા કરશે માટે તૈયારી રાખજો. કાલે તમારો પણ વારો છે જ. યાદ રાખજો તમે જેવો વ્યવહાર કરશો તેવો જ વ્યવહાર અન્ય કરશે... માટે તમારી જે ઈચ્છા હોય તેવું આજે કરો. As you sow so, shall you reap. તમે જેવું કરશો તેવું પામશો. એટલે કે તમે માતા-પિતાની જેવી ભક્તિ આદિ કરશો તેવી તમે તમારા સંતાન તરફથી ભક્તિ આદિ પામશો. મારી સાથે બધાં સારું જ વર્તન કરે... મારા માટે સર્વે સારું જ બોલે... તો આજે તમે પણ સર્વે માટે વર્તન અને વાણી સારી બનાવી દો... પિતા સામે પુત્ર જે વર્તન આજે કરશે તે જ તમારાં સંતાનો તમારી સામે આવતી કાલે કરશે. તેમાં લેશમાત્ર શંકા નથી...! વહુ બની સાસુ સાથે જ વર્તન, વાણી અને વ્યવહાર કરશે તે જ તમે જ્યારે સાસુ બનશો ત્યારે વ્યાજ સાથે બધું સામે આવીને ઊભું રહેશે... ત્યારે તમને સાસુ સાથે કરેલા અપરાધો યાદ આવશે... ઊંડે ઊંડે મન વાસ્તવિક્તાનો સ્વીકાર કરશે કે હું વહુ હતી. ત્યારે મારું વર્તન સાસુથી કેવી રીતે સહન થયું હશે ? આજે આટલું ય હું સહન કરી નથી શકતી...! બસ ટૂંકમાં પુત્રે એ વાત ભૂલવી ન જોઈએ કે મારે એક દિવસ પિતાના પદમાં આવવાનું છે... વહુએ એ વાત ભૂલવી ન જોઈએ કે સાસુમાં બનવાના દિવસો આવવાના છે... તો શિષ્ય એ વાત ભૂલવી ન જોઈએ કે મારે એક દિવસ ગુરૂ બનવાનું છે. આ બાબતમાં જે જાગૃત છે કે મારો પણ વારો આવવાનો છે... તેની વાણીમાં, તેના વર્તનમાં અને તેના જીવન વ્યવહારમાં પરિવર્તન આવ્યા વિના રહે જ નહિ...! આપણે મૂળ વાત ઉપર આવી જઈએ...! ભક્તિનો યોગ દોષોને ખલાસ કરી દેવામાં ગજબનો ચમત્કાર સર્જે છે. મા-બાપની ભક્તિ ખરા દિલથી કરનારને માના હૈયાના અમી, આશીર્વાદ મળ્યા વિના રહે નહિ. અને અમૃત આશીર્વાદની શક્તિ દ્વારા જીવનમાં થતાં અવગુણો સાફ થયા વિના રહે નહિ. આશીર્વાદના અજવાળે દોષોનાં અંધારાં ગાયબ થયાં વિના નહિ રહે... આજના યુગના માનવોને શું કહેવું... મા-બાપની ભયંકર ઉપેક્ષા કરી રહ્યા છે. ભક્તિ તો કરવી એક બાજુ રહી પરંતુ બોર-બોર જેટલા આંસુ પાડતા કરી નાંખ્યા આ ફેશન. વ્યસનનાં રવાડે ચડેલા કુંવરોએ... ! માની દવાનું બીલ જોઈ તેની આંખો ફાટી જાય છે, પરંતુ હજારના ડ્રેસ અને સાતસોના બુટના બીલ જોઈ તેના દિલમાં કાંઈ જ થતું નથી...! માની સેવામાં નોકર રાખવોય તેને ભારે પડી જાય છે, પરંતુ બર્થ ડે આદિ દિવસે બે હજારનો આઈસ્ક્રીમ... નાસ્તા... ઉડાડી દેવામાં તેને જરાય ખચકાટ નથી થતો. ટૂંકમાં... જે જાત માટે પહોળો તે મા-બાપની સેવા માટે સાંકડો જ રહે તેમાં જરાય નવાઈની વાત નથી, ઘણા સુપુત્રોની એવી પણ ફરિયાદો અમારી પાસે આવે છે. ગુરૂદેવ! મા-બાપને સાચવવામાં અમને વાંધો એ આવે છે તેમનો સ્વભાવ દિન પ્રતિદિન ખરાબ થતો જાય છે શું કરીએ અમે... ? દીકરા તારી વાત તો સાચી જ છે. ઘડપણ આવે એટલે સ્વભાવ ચીડિયો થઈ જાય... અધીરિયો બની જાય... બબડાટ કરવાનો ચાલુ થઈ જાય... ખાવાના ચટકા થાય... જરાક મોડું થાય એટલે ગરમ -૧૬૪ —૧૬૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ પણ થઈ જાય... આ બધી વાત હું સમજું છું પરંતુ આમાં તો એક જ રસ્તો છે. જો ખરેખર તમારે તમારા પૂજ્ય મા-બાપને સાચવવા હોય તો...! તું તારો સ્વભાવ તેઓશ્રીનાં સ્વભાવને અનુકૂળ બનાવી દે. ઘરડા મા-બાપ તને અનુકૂળ જીવે તેવી તારી વાત સાવ અયોગ્ય છે ફર્નિચર પ્રમાણે બંગલો સેટ ન થાય પરંતુ બંગલા પ્રમાણે ફર્નિચર સેટ થાય એ વાત વધુ યોગ્ય નથી લાગતી... ! તું નાનો હતો ત્યારે તારા મા-બાપ તારા સ્વભાવને અનુકૂળ બન્યા હતા. તું રડે તો તને હસાવવા તે બાળક જેવા બની જતાં... તારી સાથે રમકડે રમવા લાગી જતાં... તારી જોડે પક્કડ દાવ... હશે... હશે... કરી કેવા રમતા હસતા રાખતા હતા...! બસ હવે તારી ભક્તિ અંતરમાં એવી જગાવ કે તું તારા મા-બાપને, તેમના સ્વભાવને સમજી તેઓ સાથે પ્રેમસભર વર્તન કરી શકે...! જો તું મા બાપનો ભક્ત બનીશ તો તારી પત્ની પણ તેઓશ્રીની ભક્તિમાં જરાય કચાશ રાખશો નહિ. એ પણ એટલી જ સત્ય વાત છે. ચાલો ત્યારે મા-બાપની ભક્તિ વડે ઘણા દોષો અને અપરાધોના મહાપાપથી આત્માને બચાવી લઈએ... ડો. ટોડરમલ બેટા ટોડર... ઓ ટોડર! ચાલ ઉપર. જમવાનો સમય થઈ ગયો છે...! ટોડરની માએ મીઠો ટહૂકો કર્યો દીકરા ટોડરને જમવા બોલાવવા માટે... પરંતુ દવાખાનામાં બેઠેલા ટોડરના દિલમાં ખૂબ જ દુ:ખ થયું... કેટલા બધાં માણસો વચ્ચે મને ટોડર કહી બોલાવ્યો... ટોડરમલ કહીને બોલાવ્યો હોત તો મારી ઈમ્પ્રેશન કેટલી વધી જાત! દવાખાનું બંધ કરી ડો. ઉપર ગયા. મા બોલી, 'બેટા! ચાલ જમી લે. ભોજન તૈયાર છે...!” “ના, મા મારે નથી જમવું નથી? બધા વચ્ચે તેં મને ટોડર કહીં કેમ બોલાવ્યો?'' “ડો. ટોડરમલ કહી તારે મને બોલાવવો જોઈએને? કેટલા બધાં નીચે હતા!” મા વાત સમજી ગઈ... મા વાત સમજી ગઈ. “ભલે બેટા! ાલથી હું તને ડો. ટોડરમલ કહીશ. પરંતુ મારી એક શરતનો -૧૬૫ સ્વીકાર કરે તો તારી શરત મને મંજૂર! બોલ શી શરત'' શ્રી પુનિત મહારાજ વ્યંગમાં જણાવે છે. લઈ સાથ લાડીને ફર્યા, ગાડીમાંહી ઘેલા થઈ. માડી મરે દાણા વિના, એ ઠાઠમાઠે શું થયું? જીવતા ન જાણ્યા તાતને, કીધી ન કાંઈ ચાકરી મૂવા પછી ગંગાજીમાં, તર્પણ કર્યેથી શું થયું? જીવતા મા-બાપ સાથે પ્રેમ - મીઠાશ રાખતો નથી અને સ્વર્ગે ગયા પછી કેવા વ્યવહાર કરે છે? “બસ... આજની રાત તારે મારી બાજુમાં સૂઈ જવાનું. અને હું તને જે આજ્ઞા કરું તે પ્રમાણે કરવાનું. અને જો તું તેમ કરીશ તો તને ડો. ટોડરમલ કહીને બોલાવીશ. બરાબર ને? બોલ આ મંજૂર છે મારી શરત...?'' “હા... મા મને મંજૂર છે...!'' રાત્રિ થઈ. મા દીકરો સૂઈ ગયા. રાત્રિના બે વાગ્યા... મા બોલી ટોડર... “ઓ ટોડર બેટા! ઊભો " થા. “હા... મા બોલ... શું કામ છે?'' “પાણિયારે જઈને પાણીનો લોટો ભરી લાવ.’’ ‘‘પણ મા મને ઊંઘ બહુ આવે છે.” “જા, તો હું તને ડો. ટોડરમલ નહિ કહું...!'' ''ના... ના... મા હું પાણીલાવું છું.' કહી ઉભો થઈ પાણી લાવી માના હાથમાં લોટો આપે છે. માએ લોટો લઈને પુત્રની પથારીમાં ઢોળી દીધો... પથારી ભીની થઈ ગઈ... ટોડર ગરમ થઈ ગયો. ‘મા... તેં આ શું કર્યું?” “બસ બેટા આજે તારે કાંઈ બોલવાનું નહિ. આપણી શરત છે જે હું કરું તે તારે ગમાડી લેવાનું નહિ. તો ડો. ટોડરમલ નહિ કહું...!” “પણ મા અત્યારે શિયાળો ચાલે છે... ઠંડી કેટલી છે અને તેમાં પથારી ભીની કરી તો ઊંઘ કેવી રીતે આવે...?'' 'બસ... બેટા... તારો જન્મ થયો ત્યાર તું પથારી ભીની કરતો ત્યારે સૂકે તને સુવાડતી હતી અને ભીનામાં હું સૂતી હતી. તારા પિતાજી તને નાનો મૂકીને સ્વર્ગે ગયા ત્યારબાદ દેવું કરી ભૂખ સહી. પારકા કામો કરીને તને ડોક્ટર સુધી મેં ભણાવ્યો... ત્યારે તુ ડોક્ટર ૧૬૬ Page #85 -------------------------------------------------------------------------- ________________ બન્યો છું... તને ટોડર કહ્યું તો તારાથી સહન ન થયું ? બોલ, હવે તારે શું કહેવું છે...?” ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એ માનવો, વિસરશો નહિ. ડોક્ટરનાં દિલમાં પણ વીજળીનો ઝબકારો થયો... જબરજસ્ત ધરતીકંપ થયો. તેના અંતરમાં... થયું કે મારાથી ભયંકર અપરાધ થયો. તેના હૈયામાં આઘાત લાગ્યો. “બસ... મા... આવી ભૂલ ફી ક્યારેય નહિ કરું... મને માફ કર... તારો ઉપકાર હું ભૂલ્યો અને અહંકારના પાપે આપના દિલને દુઃખ પહોંચાડયું બસ. હવે પછી ડો. ટોડરમલ નહિ હવે ટોડલો કહીશ તોય મને મંજૂર છે.” ડો. ટોડરમલ તો સારોયે સમાજ કહેશે... મારી વ્હાલી મા ટોડલો કહી બોલાવવાનો તો તારો જ અધિકાર છે. હું ભૂલ્યો! મા મને સાફ કરજે...!” બસ... ટોડરમલને માની અભક્તિના અપરાધનો ખ્યાલ આવી. ગયો. પછીનો સમય અને શક્તિ માની જિંદગીભર ભક્તિ કરવામાં જીવન લગાડી દીધું...! આ વાત પરથી આપણે બોધ લેવાનો છે... મા તરફથી જ વાત્સલ્ય મળી શકે તેમ છે. માટે સેવામાં ક્યાંય કચાશ રાખશો નહિ...! જૈનશાસ્ત્ર તો ત્યાં સુધી જણાવે છે કે પુત્રને દીક્ષા લેવાના ભાવ જાગે તો મા-બાપની રજા વિના દીક્ષા આપી શકાય નહિ... હૈયાની હોશ સાથે જો રજા આપે કે મારી દીકરાને દીક્ષા આપો. ત્યારે જ તેને કરેમિ ભંતેનો પાઠ ભણાવી શકાય છે. મૃગાપુત્ર તેમની માતાને કેવી મધુર વાતની રજૂઆત કરીને દીક્ષા લેવા માટે સમજાવે છે...! મા મને નરકમાં... કાપી નાંખવામાં આવતો હતો. ફાડી નાંખવામાં આવતો હતો. ગરમ તવામાં બળી નાંખવામાં આવતો હતો... મા વધુ તો શું કહ્યું ત્યાં મારા શરીરના ટુકડે ટુકડા કરી નાંખવામાં આવતા હતા અને હા મા... ત્યારે હું ખૂબ ધ્રૂજતો.. રડતો... બૂમો પાડતો છતાં મારી કોઈ દયા ખાતું ન હતું...! નરકના આ જાલિમ અને ભયાનક દુઃખો પાસે માતાજી સાચું કહું છું. સંયમનાં દુઃખો પાસે માતાજી સાચું કહું છું. સંયમનાં દુઃખો જ નથી લાગતા...! આવી અનેક બાબતની રજૂઆત કરીને માતાજીની પાસે દીક્ષા માટેની સમ્મતિ મેળવી હતી. છ જીવોના અધિકારમાં... બન્ને પુત્રોએ મા-બાપને કેવી વૈરાગ્ય સભર વાતોથી હતી. છ જીવોના અધિકારમાં... બન્ને પુત્રોએ મા-બાપને કેવી વૈરાગ્ય સભર વાતોથી સમજાવીને વૈરાગી બનવા દીધા હતા. બધાય દીક્ષા પંથે નીકળી ગયા. થાવસ્ત્રાપુત્રની માતા પણ દીકરાને સંસારમાં રોકાઈ જવા કેટલો સમજાવે છે ? પણ પુત્રે માતાને જગતના વાસ્તવિક સ્વરૂપનું સચોટ દર્શન કરાવ્યું. ત્યારે માતાએ સહજ દીક્ષા માટેની જગતના વાસ્તવિક સ્વરૂપનું સચોટ દર્શન કરાવ્યું. ત્યારે માતાએ સહજ દીક્ષા માટેની અનુજ્ઞા આપી હતી. ટૂંકમાં સારું કામ કરવામાં ય મા-બાપના હૈયાની સમ્મતિ લેવાથી સારા કામમાં સફળતા મળે છે. જ્યારે સંમતિ લીધા વિના કાર્ય કરવામાં સો ટકા સફળતા પ્રાયઃ મળતી નથી, મા-બાપના હૈયાને દુઃખી કરીને એટલે કે તેમની ખુશી વિના લીધેલી દીક્ષા ગુરુમાતાના હૈયાને ખુશ કરી શકતી નથી. ઠાણાંગસૂત્રમાં ચાર પ્રકારના પુત્રો બતાવ્યા છે. તેમાં અભિજાત નામનો પુત્રનો ભેદ છે તે બતાવે છે. મા-બાપ કરતાં સવાયો હોય. દશરથ કરતાં જેમ રામ સવાયા થયા હતા. બીજા નંબરમાં અનુજાત, મા-બાપની પરંપરાને અનુસરનાર. ઈન્દિરાજી જેમ નહેરૂના પગલે ચાલ્યા હતા તેમ ત્રીજા નંબરમાં કુલાંગર મા-બાપથી ઉતરતા ગુણવાળા. શ્રેણિકના પુત્ર કોણિકે પિતાને ફટકા મારવાની સજા ફટકારી હતી. ત્યારબાદ ચોથા નંબરમાં અપજાત એટલે કે મા-બાપ સારાયે કુળને કલંક લગાડવાનું કાર્ય કરતા પુત્ર. આ ચારમાં આપણે આપણી જાતને ગોઠવવી જોઈએ. આપણો નંબર શેમાં આવે છે...? સારામાં નંબર ના આવતો હોય તો આજથી જ દઢ સંકલ્પ કરો સારા પુત્ર તરીકે નંબર મેળવવા માટેનો. મા-બાપની સાથેના વ્યવહારમાં જે કુશળ અને ભક્તિ ભાવવાળો -૧૬o -૧૬૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ આત્મા હોય તે ગુરમાની સાથેનો વ્યવહાર ખૂબ સુંદર કરી શકશે તેમાં લેશ શંકા નથી. ચાલો ત્યારે હવે ગરમાતાની ભક્તિ વિશે. વિચારણા કરીએ...! મા-બાપની સાથેના વ્યવહારમાં જે કુશળ અને ભક્તિ ભાવવાળો આત્મા હોય તે ગુરુમાની સાથેનો વ્યવહાર ખૂબ સુંદર કરી શકશે. તેમાં લેશ શંકા નથી. ચાલો ત્યારે હવે ગુરુમાતાની ભક્તિ વિશે વિચારણા કરીએ...! ગુરુમાતાની ભક્તિ માં જન્મ આપે છે જ્યારે ગુરુમાતા જીવન આપે છે. માતા ભણાવી. ગણાવી હોશિયાર બનાવે છે જ્યારે ગુરુમાતા સાધના - આરાધના. શીખવાડી સિદ્ધપદનો સ્વામી બનાવે છે. ટૂંકમાં કહેવું હોય તો કહી. શકાય માની ભક્તિ ભાગ્યવાન બનાવે છે જ્યારે ગુમાની ભક્તિ જીવને ભગવાન બનાવે છે. જે ભાગ્યવાન બનાવવામાં સફળ બને તે જ આધ્યાત્મ માર્ગમાં આગળ વધી ભગવાન બની શકે છે. કુંભારનાં હાથમાં આવેલી માટી માટલું બને છે. શિલ્પીના હાથમાં આવેલો આરસનો પત્થર મૂર્તિ બને છે. રખડતો કાગળ ચિત્રકારના હાથમાં આવી જાય તો સુંદર ચિત્રનું સ્થાન મેળવે છે. બસ. અનાદિનો અજ્ઞાન અવસ્થામાં રખડતો... ભટકતો... આ આત્મા ગુરના હાથમાં (શરણમાં) આવી જાય તો આત્મા પરમાત્મા બન્યા વિના રહે નહિ. ગૌતમસ્વામીને ગુરુ પ્રભુ મહાવીર મળ્યા... ગૌતમ ગોવિંદ બની. ગયા. અર્જુન માળીને ગુરૂ પ્રભુ મહાવીર મળ્યા... અર્જુન અરિહંત બની ગયા, જંબુસ્વામીને ગુરુ સુધર્માસ્વામી મળ્યા. જેબુસ્વામી જગદીશ બની ગયા. બસ આપણને પણ ગુરુ જ્ઞાની... હજુ... તપસ્વી... ત્યાગી મળી ગયા છે. હવે કામ કરવાનું છે હૈયાનાં ભાવ સાથે તેઓશ્રીની ભક્તિ કરવાનું...! ગુરુની ભક્તિથી મોટો ફાયદો થયો થાય છે ખબર છે? જગતના રંગરાગ... જગત પ્રત્યેની આસક્તિનો નાશ... સંસારની રખડપટ્ટીનું મૂળ છે સંસાર પ્રત્યેની જબરજસ્ત આસક્તિને મૂળમાંથી નાશ કરવાનો ઉપાય શાસ્ત્રકાર બતાવે છે. ગુરુ પ્રત્યે હૈયામાં ભારોભાર ભક્તિભાવ જગાડો. યાદ રાખવા જેવી બાબત એ છે ડોક્ટર પાસે રોગોની દવાઓ છે. તો વકીલ પાસે કેસ જીતાડવાનાં કાયદાઓ છે તો એન્જિનિયર પાસ બંગલા બનાવવાના નકશા છે તો ગુરુદેવ પાસે ભવોભવના ભીંતરમાં પડેલા દોષોનો નાશ કરવાના ઉપાયો છે...! ડોક્ટર પાસે જનારના રોગ મટે કે ન પણ મટે... વકિલ પાસે જનારનો વિજય થાય કે ન પણ થાય... એન્જિનિયર પાસે જાવ ને નકશો ગમે કે ન ગમે પરંતુ ગુરુદેવના શરણે જાયને અંતરના દોષોનો નાશ ન થાય તેવું હરગિઝ ન બને... ગુરૂદેવની ભક્તિ કરવામાં સફળતા તે જ મેળવી શકે છે કે જે વસ્તુ અર્પણ કરતાં પહેલા પોતાની જાતનું સંપૂર્ણ સમર્પણ કરે છે... પૂર્ણ બનવાની પહેલી શરત ગુરુમાતાને સંપૂર્ણ સમર્પિત થઈ જવું... જેમાં સમર્પણ નહિ તે પૂર્ણતા અપૂર્ણ...! शास्त्रकार फरमावे छे के गुरु-प्पसाया अभिमुहोरमिज्जा સૈનિક દેશ ખાતર ઘરબાર બધું મૂકીને સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. નોકર શેઠને સમર્પિત થઈ જાય છે. નોકર શેઠને સમર્પિત બને છે...! ત્યારે કોઈ દિવસ નોકર શેઠ બની શકે છે. તો હે સાધક! તું મોક્ષ ખાતર... તારા આત્માની પૂર્ણતાને ખાતર સંપૂર્ણ રીતે ગુરુચરણમાં સમર્પિત થઈ જા...! મન, વચન અને કાચામાં ગુરુને સ્થાન આપી પછી સાધનામાં પ્રસ્થાન કરવાનું. જેથી ક્રોધ, માન આદિના ખતરનાક દોષોને હૈયામાંથી ગયે જ છૂટકો... નિર્દોષ જીવન જીવવાનો ચાન્સ તેને જ પ્રાપ્ત થઈ શકે જેને પોતાના જીવનમાં ગુરુભક્તિને સ્થાન આપ્યું છે. ગુરુભક્તિ કરવાથી શિષ્યને દૃષ્ટિ મળે છે. આત્માની સૃષ્ટિ મળે છે... ગુરુ પાસે ઉપાસના કરનારને ગુરુની દૃષ્ટિ મળવાથી ઘણાં દોષો સાફ થઈ જાય છે... મા ખમણથી જ દોષો ના ભાગે એ માત્ર ગુરુની અમીનજર મળવાથી ક્ષણમાં નાશ થઈ જાય છે...! હીરાને તોડવા માટે કારીગરને ખૂબ મહેનત પડે. કારીગર આખા -૧૬૯ Page #87 -------------------------------------------------------------------------- ________________ દિવસમાં માંડ પચ્ચીસ હીરા તોડી શકે, જ્યારથી વિજ્ઞાને લેસર કિરણની શોધ કરી ત્યારથી હીરાનાં ઉધોગમાં મોટી ક્રાંતિ સર્જાઈ ગઈ! લેસરકિરણથી દિવસમાં હજાર ઉપરાંત હીરા તોડી શકાય છે. તો ગુરુની દ્રષ્ટિનાં કિરણની ઓછી તાકાત ન સમજશો. હજારો ભવના લાખો દોષો ગુરુની દ્રષ્ટિનું એક કિરણ પડતા જ ખંખેરાય જાય...! જે આ વાત સમજે અને અંતરમાં શ્રદ્ધા કરે તે જ અનુભવી શકે ગુરુકૃપાના કિરણની તાકાત અગમ્ય હોય છે. ચાલો, ત્યારે અમને છોડી અહોભાવ સાથે મન-વચન અને કાયાના યોગોને ગુરુભક્તિમાં લગાવી દઈએ...! માતાની ભક્તિ ભાગ્યવાન બનાવશે. ગુરની ભક્તિ ગુણવાન બનાવશે અને અરિહંતદેવની ભક્તિ દેવાધિદેવમાં સ્થાન અપાવશે. ચાલો ગોલ્ડન ચાન્સને ઝડપી લઈએ, ગુરુનું બહુમાન કરતાં કોઈક અનુભવીએ જણાવ્યું છે... ગુર ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય, બલિહારી ગુરદેવકી, જિન્હેં ગોવિંદ દિયો બતાય. ગોવિંદ કરતાંય એક સ્ટેજ ઊંચું સ્થાન ગુરને આપવામાં આવ્યું છે એટલે જ નમો સિધ્ધાણં પહેલા નમો અરિહંતાણં પદને મૂકવામાં આવ્યું છે...! મેઘ મુનિવરના જીવનના પ્રભુની એક મીઠી નજરે કેવો જાદુ કરી દીધો હતો ! કોણ છે અજાણ આ મેઘમુનિના ઈતિહાસથી...! બસ મુખ્ય વાત છે માની ભક્તિમાં જ સફળ તે ગુરુમાતાની ભક્તિમાં સફળ... જે ગુરની ભક્તિમાં સફળ તે પરમાત્માની ભક્તિમાં. સફળ થયા વિના રહે જ નહિ...! ગુરુદેવની ભક્તિમાં આસક્તિનો નાશ... અજ્ઞાન દોષનો નાશ... જગતના મોહને ખતમ થયે જ છૂટકો...! જેના મનમાં ગુરુભક્તિ નથી તેના જ મનમાં આસક્તિ પ્રવેશી શકે છે...! હનુમાનના હૈયામાં કામે પ્રવેશ કેમ ન મેળવ્યો? કારણ કે હનુમાનના હૈયામાં રામ હતા. જહાઁ રામ તહૌં કામ નહિ... જહાઁ કામ વહાઁ રામ નહિ. ગૌતમસ્વામીના હૈયામાંથી સંસારે અલવિદા લીધાનું કારણ એ છે કે ૧૦૧ ગૌતમના હૈયામાં પ્રભુ મહાવીરસ્વામીનું સ્થાપન થયેલું. જો હૈયામાં સંસાર યાદ આવતો હોય તો કોઈનેય પૂછવા જવાની જરૂર નથી કે મારા હૈયામાં ગુરુદેવનું સ્થઆન છે કે નહિ? ગુરુદેવ સૂર્ય છે દોષો અંધકાર છે, અંધકાર છે તો સમજી લેવું સૂર્યોદયની ગેરહાજરી છે! ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે તેલનાં ટીપાં જેવા દોષો છે અને અત્તરનાં ટીપાં જેવી ભક્તિ છે... તેલ કપડાં પર પડે તો કપડાંની શોભા ઝાંખી પાડે છે જ્યારે અત્તર કપડાંની શોભામાં વધારો કરે છે. તેમ ભક્તિ ગુરુ અને શિષ્યની બન્નેની શોભા વધારનારી બને છે જ્યારે દોષોનું સેવન ગુરુ અને શિષ્ય બન્નેની શોભામાં ઝાંખપ વધારનારું સાબિત થાય છે. ગોશાલકે તેલનાં ટીપાં જેવું કામ કર્યું. શૈલક ગુરવારની વિનય ભક્તિ વડે પંથક મુનિવરે કેવી શોભા વધારી દીધી તો ચંદ્રરૌદ્ર ગુરુની શિષ્ય શોભા બગાડી નાંખીને ચંડકૌશિક બનાવી દીધા હતા. જ્યારે ગોતમસ્વામીએ અત્તરનાં ટીપાં જેવું કામ કર્યું હતું. બસ ત્યારે આપણે આપણી જાતને જ પૂછી લઈએ આપણે કોના જેવું કામ કરવું છે? પુણ્યને યોગ હશે તો સમાજ વાહ... વાહના નાદ પોકારશે... સર્વેજનો ખમ્મા... ખમ્મા કહી વધાવશો... જગમાં બધેય પ્રશંસા ફેલાશે. પરંતુ લખી રાખો જીવનમાં ગુરુભક્તિ નહિ હોય તો આધ્યાત્મ જગતમાં નડતરરૂપ કામક્રોધાદિ દોષોના નાશ થવો અશક્ય બનશે... ગુમડા ઉપર પાટાનું કામ પુણ્ય કરે છે જ્યારે કેન્સરની ગાંઠનું ઓપરેશન કરીને કાઢવાનું કામ ભક્તિયોગ કરે છે. ચાલો ત્યારે, ગુરુદેવની સાથે રહે આજ દિન સુધીમાં થયેલા અપરાધોની ક્ષમા યાચના કરીએ અને હવે પછી અભક્તિ નહિ કરું ની કબૂલાત કરી ભક્તિભાવમાં મચી પડીએ... પછી જિંદગી જોજો, બાગ બન્યા વિના રહેશે નહિ... ઉકરડાનેય બાગમાં ફેરવી નાખવાની તાકાત માળી પાસે છે. ભંગારનેય શણગારમાં સ્થાપી દેવાની તાકાત માળી પાસે છે. ભંગારનેય શણગારમાં સ્થાપી દેવાની તાકાત કંસારાની છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી દેવાની તાકાત કુશળ કારીગરમાં છે તો -૧૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ ગુરભક્તિ પાસે દોષિત આત્માને શોભિત બનાવી દેવાની માસ્ટર કી છે. ભાવે ભગવાનની ભક્તિ કરો. અંતરના ઓરડામાં પડેલા દોષોને દૂર કરવાનો ત્રીજો માર્ગ છે. માતા-પિતા અને ગુરુની ભક્તિમાં જે સફળ બન્યા છે તે જ આત્મા પ્રભુની ભક્તિમાં નાચી ઊઠવાના... કારણ નહિ જોયેલી. નહિ અનુભવેલી આનંદની મસ્તી માણવા મળે છે. માતા-પિતા ગુરુ શરણમાં લઈ જાય છે. ગુરુમાતા ગોવિંદના શરણમાં સ્થાન અપાવે છે. જે ગુરની બાજુમાં તે પ્રભુની બાજુમાં... જે ગુરુના હૈયામાં તે પ્રભુના હૈયામાં વસે છે. કરોડપતિ આવે તોય ગુરની સામે નીચા આસને બેસે. ઈન્ડિયાના વડાપ્રધાન આવે તોય ગુરુની સામે નીચા આસને બેસે છે. અને હા દેવ કે ઈન્દ્ર આવે તોય પણ તેનું સ્થાન નીચે અને ગુરુની સામે જ બેસવા મળે છે. શિષ્ય...! તું કેવો સદ્ભાવી... તારું સ્થાન ગુરુની બાજુમાં. એટલું જ નહિ ગુરુની સાથે બેસવા મળ્યું. તું તો વડાપ્રધાન કરતાં અને ઈન્દ્ર કરતાંયે વધુ ભાગ્યશાળી છું. હવે તારે તારા અંતરમાંથી હતાશા કાઢી નાખવાની ! અને અંતરથી નાચી ઊઠવાનું કે હું ગુરુના હૈયામાં... ગુરુ મારા હૈયામાં... પછી તારે જગતના સન્માનની શી પડી છે? અપમાનની તારે શી લેવા દેવા...? ગુરુની બાજુમાં જ રહે તે પ્રભુની બાજુમાં આવ્યા વિના રહે જ નહિ... શિષ્યની ભક્તિ જ્યારે સર્વોત્તમ બને છે ત્યારે પરમાત્મા મળ્યા વિના રહે નહિ એટલે કે તેવા આત્મા પરમાત્મા બન્યા વિના રહે નહિ. ભક્તિ ભવતાપ મિટાતી હૈ, ભક્તિ ભવસિંધુ તરાતી હૈ, ભગવાન ભક્તિ મેં ફરક નહિ, ભક્તિ ભગવાન બનાતી હૈ. પ્રભુભક્તિની તાકાત જોઈલો ને કેવું જબરજસ્ત સ્થાન અપાવે છે...! સર્વ તારો મિટાવવાનો સુંદર રસ્તો પ્રભુ ભક્તિમાં લીન બની. જાય.. ભયાનક સંસાર સાગરને સહેલાઈથી તરી જવાની તમન્ના છે. તો પ્રભુ ભક્તિમાં મચી પડો... બસ પછી ભક્ત અને ભગવાનનાં જે ભેદ છે તે ભુંસાઈ જશે અને ભગવાનની કોટિમાં સ્થાન મળી જશે. બધાય રોગોની એક દવા... બધાય દુઃખોનો એક જ ઉપાય અને બધીયે ઉપાધિની એક જ ચાવી અને તે છે પ્રભુભક્તિમાં મગ્ન બની જવું. જુઓને, પેલા ભોળા નરસિંહ મહેતા કેવા હતા! કૃષ્ણ ભક્તિમાં મગ્ન.. કોઈએ સમાચાર આપ્યા મહેતાજી તમારા પત્ની સ્વર્ગે સિધાવ્યા છે. બસ સમાચાર સાંભળયા ને ઊભા થઈને નાચવા લાગ્યા, ગાવા લાગ્યા... ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રીગોપાળ, મીરાંને જ્યારે તિરસ્કાર મળ્યો... ત્યારે વિચાર્યું આ જગતમાં માત્ર કૃષ્ણ જ સાચો સાથી છે. તેની જોડે એકતાર બની ગઈ ભૂલાયું જગત અને ભૂલાઈ ગઈ બધી આધિ, વ્યાધિ ને ઉપાધિ. ગીતામાં જણાવ્યું છે કે... જે મને ભાવથી ભજે છે તેનામાં હું છું અને તે મારામાં છે. જે પ્રભુમાય રહે તે સદા સુખમય બને સુખ તેને શોધતું આવે છે. ભગવાન મારા દુઃખને દૂર કરો, કહેવા કરતાં પ્રભુ હું તારાથી દૂર ન રહ્યું અને સાદ તારા ચરણોમાં વસી રહું તેવું કહેવું વધુ યોગ્ય છે. પ્રભુ પાસે દુ:ખોને દૂર કરવાની પ્રાર્થના કરનાર અજ્ઞાની છે. પ્રભુ પાસે દર્દીને દૂર કરવાની પ્રાર્થના કરનાર સ્વાર્થી છે. પ્રભુ પાસે સંસાર સુખની માંગણીની પ્રાર્થના કરનાર મોહી છે. જ્યારે પ્રભુ પાસે આત્મામાં પડેલા અઢળક દોષો દૂર કરવાની પ્રાર્થના કરનાર જ્ઞાની અને વૈરાગી છે. સંસાર અર્થે કરેલી પ્રભુભક્તિ ક્યારેય ફળતી નથી. અને આત્માર્થે કરેલી પ્રભુની ભક્તિ ક્યારેય ફળ્યા વિના રહેતી નથી. પ્રભુની ભક્તિ એટલે શું? પ્રભુએ આગમોમાં જે જે આજ્ઞાઓ બતાવી છે તે તે આપણે ઉલ્લાસભેર આરાધવી આ જ પ્રભુની સાચી ભક્તિ છે... ગુરુ મહાવીરની આજ્ઞા થઈ કે આનંદ શ્રાવકને ખમત ખામણા કરી આવો ત્યારે તપના પારણાને ગૌણ બનાવી ગૌતમસ્વામીની શ્રાવકના ઘેર જઈ અંતઃકરણ પૂર્વક ખમતખામણાં કરી આવ્યા... ! -૧૩ -૧૪ Page #89 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાને સ્વીકારવી તે પ્રથમ ભક્તિ છે...! પ્રભુના ગુણકીર્તન કરવા તે બીજી ભક્તિ અને પ્રભુના નામનું અને પ્રભુના માર્ગનું જગતના જીવોને જ્ઞાન કરાવવું તે પણ પ્રભુ ભક્તિ જ છે...! દોષોને દૂર કરવાનો ઉત્તમ ઉપાય તમોને આજે બતાવ્યો અને તે છે ભક્તિનો યોગ. જે જે આત્મા ભક્તિના યોગમાં જોડાશે તે આત્મા ક્રોધાદિ દોષોથી મુક્ત બન્યા વિના રહેશે નહિ..! હવે તો તારે એક કામ કરવાનું રહ્યું પ્રભુને અંતરમાં સ્થાપી દે પછી દોષોની ઉત્થાપના થઈ જ સમજો...! આ જગતમાં પ્રભુ પાસે દુઃખ દૂર કરીને સુખી બનવાની પ્રાર્થના કરનારનો તોટો નથી. પરંતુ દોષોને દૂર કરવા પ્રભુને ભજનારા તો કોઈ વિરલા જ હશે. જે ભક્તિની નજીક છે તે દોષોથી સદા દૂર રહી શકે છે. અને દોષો સાફ થયા એટલે તમે જ ભગવાન બનવાના... એટલે કહ્યું કે... પ્રભુ નથી આકાશમાં, પ્રભુ નથી પાતાળમાં, પાપ દોષ અંતરથી જતાં, પ્રભુ તુજ પાસમાં. ચાલો ત્યારે, આપણે આપણો ક્રોધ, માયા લોભાદિના દોષોને જડમૂળથી ઉખેડી નાંખવા પ્રભુભક્તિમાં મગ્ન બની જઈએ...! માબાપની ભક્તિ વડે સુખી બનીએ. ગુરુની ભક્તિ વડે ગુણવાન બનીએ અને પ્રભુની ભક્તિ વડે જગતની આસક્તિ છોડી અરિહંત બની જઈએ એ જ મંગળ શુભકામના! દેહથી સંસાર છૂટે તેનું નામ ત્યાગ અને દિલથી સંસાર છૂટે એનું નામ વૈરાગ્ય. ·964 ચાલો દુ:ખને વળાવી દઈએ વિશ્વના જીવો દુ:ખથી ભાગી જાય છે. સ્વપ્નમાંય દુઃખ કોઈ ઈચ્છતું નથી ખરું ને? દુઃખ... સર્વેને અપ્રિય... છતાં જીવનમાં દુઃખ આવે છે..! ઈચ્છા ન હોવા છતાંય દુઃખ તો આવીને ઊભું જ રહે છે ! તમારે દુઃખથી ડરવાનું નથી... દુઃખ તમોને મહાન બનાવવા આવી રહ્યું છે... દુ:ખથી ભાગી ન જાવ. સહી લેતા શીખી જાવ....! દુઃખને ભગાડો નહિ, દુ:ખને ભેટી પડે...! જો તમારે દુ:ખ ન જ જોઈતું હોય તો એક કામ કરો. આજથી બીજાને દુ:ખ આપવાનું બંધ કરી અન્યને સુખ આપતા શીખી જાવ. જે આપશો તે તમને મળશે એ સિદ્ધાંત ક્યારેય ભૂલશો નહિ! ચાલો ત્યારે, દુ:ખ બીજાને ભળાવી દેવા કરતાં દુ:ખને અંતરમાંથી વળાવી દઈએ...!! દુઃખને કેવી રીતે વળાવવું... ? દુઃખ દુઃખ જ લાગે તેનો ઉપાય શું? આના સમાધાન માટે વાંચો આગળ... જેમણે દીક્ષા લીધી ત્યારે છઠ્ઠ તપ હતો... કેવળજ્ઞાનની પ્રાપ્તિ સમયે છટ્ઠતપની સાધના હતી. નિર્વાણ સમયે છટ્ઠતપની તપસ્યા હતી. તેવા પરમ અને પાવનકારી પ્રભુ મહાવીરસ્વામીના પવિત્ર ચરણોમાં ભાવભર્યા અવિરામ વંદન... સર્વે પાળા પરમાસ્મિના વિશ્વના સર્વે જીવો સુખના પ્રેમી છે.. સુખના પ્યાસી છે. અને સુખનાં જ ગવેષક છે. એટલે સર્વે જીવોના પ્રયત્નમાં સુખ અને અંતરની અભિલાષામાં સુખ જ ગૂંજ્યા કરે છે. દુઃખો અને દર્દોની દુનિયાથી તો સર્વે જીવો ભાગે છે. દુ:ખ આવતા પહેલાં જ દુઃખના સમાચારે જીવો દુ:ખી થઈ જાય છે... દુ:ખથી જેટલું દુ:ખી નથી થતાં એટલાં દુ:ખના આગમનના સમાચારથી પહેલાં જ આપણે વધુ દુ:ખી થઈ જતા હોઈએ છીએ...! પુણ્ય પાપ સંસાર છે ૧૦૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ ગૂમડું થયું હોય અને ડોક્ટર દવા ચોપડી પાટો બાંધી આપે તો. થોડી રાહત જણાય છે. તેમ પુણ્યના ઉદયના કારણે સંસારના દુઃખો ઉપર મલમપટ્ટા જેવું લાગે છે. પરંતુ પાટો ખોલો એટલે વેદના અનુભવવી પડે તેમ પાપના ઉદયમાં મલમપટ્ટા કર્યા વિનાના ગૂમડા જેવી પરિસ્થિતિ છે. પાપ અને પુણ્ય બેય સંસાર છે અને બન્ને દુઃખમય છે. જેમ પાટાવાળું અને પાટા વિનાનું બન્ને ગૂમડું જ કહેવાય છે, ખરુંને ? તેમ પુણ્ય અને પાપ બન્ને સંસાર જ છે. સંસારમાં પાપના ઉદયે જીવ દુઃખી થાય છે. પુણ્યના ઉદયે સુખી થાય છે... ! જ્યારે દુઃખ આવે અને ક્યારે સુખ આવે તે કહી શકાય. નહિ...! પરંતુ અજ્ઞાનદશાના કારણે દુઃખમાં જીવ દ્વેષ કરે છે અને સુખમાં રાગ કરે છે... સુખ ખૂબ વ્હાલું છે. અને દુ:ખ સપનામાંય કોઈને ગમતું નથી...! ચાલો, આજે તમારા સર્વેનાં દુ:ખને વળાવી દઈએ, દુઃખ શું છે? દુ:ખ ક્યાંથી આવે છે? દુઃખ કોણ મોકલે છે ? દુ:ખ કોણ રાખ છે...? આ બધાંય પ્રશ્નોને આપણે વિચારવાના છે. આમ તો દુઃખ કૂતરાં જેવું છે... તમે કૂતરાને લાકડી બતાવો તો ભાગી જશે... અને રોટલી બનાવો તો પૂંછડી પટપટાવતું તમારી પાસે આવી જશે... ! બસ, દુઃખ સામે જ્ઞાનની લાકડી રાખો તો દુઃખ તમારી નજીક આવશે નહિ... અને રાગાદિની રોટલી બતાવશો તો તમારી પાસે આવ્યા વિના રહેશે નહિ...! આજે જ્ઞાનની લાકડી કોની પાસે છે? પ્રાયઃ રાગાદિની રોટલી. લઈને જ ચારેય બાજુ ફરીએ છીએ. પછી દુઃખરૂપી કૂતરાંની પાછળ ન પડે તો બીજું થાય પણ શું? દુ:ખ શું છે? શાસ્ત્રકાર ભગવંત બતાવે છે જીવોના દુઃખનું કારણ જાપાસ જીવનું અજ્ઞાન જ છે. વિશ્વમાં મોટામાં મોટું દુઃખ અજ્ઞાન છે. અજ્ઞાન હરે એટલે દુઃખ એકક્ષણ માટે પણ ઊભું ન રહે...! દુઃખ શું છે? અંતરમાં પડેલું અજ્ઞાન એ જ મોટું દુ:ખ છે. વિશ્વમાં જીવો વિવિધ છે તો દુ:ખોના પ્રકાર પણ વિવિધ છે, તમે જેને મહત્ત્વ આપો તે દુઃખ મોટું. તમે જેને ગણકારો નહિ તે દુઃખ નાનું... દુઃખ નાના મોટાની સાઈઝમાં હોતું નથી, આપણે કઈ દષ્ટિએ જોઈએ છીએ તે વધુ મહત્ત્વનું છે... હવે દુઃખને વળાવી દેવાના ઉપાયો તમને બતાવું... દુ:ખ આવે ત્યારે ડગી ન જવું. તમે લોકોએ નદીમાં આવતાં પૂરને જોયું છે ને ? ત્યારે કેવું ભયાનક સ્વરૂપ હોય છે! પૂરવાળી નદીનું! વૃક્ષને ઉખેડીને તાણી. જાય... ઝૂંપડાં... ઝાડ અને વખત આવે તો ગામોના ગામ સાફ કરી નાંખે... આ નદીનું પૂર...! બધાંયને ઉખેડીને ફેંકી દેવાની તાકાત ધરાવતી આ નદી પર્વતને તો કાંઈકરી શકતી નથી. વચ્ચે પર્વત આવે તો તે ફરીને રસ્તો કરી લે છે પણ પર્વતને કાંઈ જ કરી શકતી નથી. પર્વતને ઉખેડવાની વાત તો એક બાજુ રહી પણ પર્વતને હલાવી શકતી નથી. નદી તેનો રસ્તો કરીને ચાલતી થઈ જાય છે. પર્વત તો અડગ જ રહે છે ખરું ને? બસ દુઃખો પણ નદીના ધસમસતાં ઘોડાપૂર જેવા છે. ભલભલાની જિંદગી ઉખેડી નાંખે. સુખની શૈયામાં પોઢતા માનવીને દુઃખનું પૂર આવ્યું નથી ને કાંટાળા જંગલમાં ફેંક્યો નથી ? દુઃખ ભલભલાને રડતો કરી નાંખે છે... ! દુઃખ ખાવાનું... પીવાનું અને ઊંઘવાનું બધુંય હરામકરી નાંખે છે ખરુંને ? પરંતુ પર્વત જેવા અડગ માનવીને દુઃખ કંઈ જ કરી શકતું નથી... દુ:ખ તેને જ લાગે છે જે અડગ નથી...! કાષભદેવ ભગવાન સાથે ચાર હજાર પુરુષો સંસાર ત્યાગી દીક્ષિત બન્યા હતા. જંગલમાં જઈને પ્રભુ ઢષભ તો ધ્યાનમગ્ન બની ગયા, કેટલાય દિવસો ધ્યાનમાં પસાર થઈ ગયા. સાથે જોડાયેલા પુરુષો ગભરાયા.... પ્રભુ તો ખાવા... પીવાનું તયાગી સમતાયોગમાં મસ્ત રહે છે. આપણે તો બધા વિષમ બન્યા છીએ. શું કરીશું ? સંકલ્પવિકલ્પોમાં સર્વે ખેંચાવા લાગ્યા. પ્રભુ તો ગૌચરી માટે નીકળે પણ આહારની અંતરાયના કારણે પાછા ફરતા અને ધ્યાનમાં લીન બની જતાં.. તેર મહિના અને દસ દિવસ સુધી આહાર પ્રાપ્ત ન થયો -૧eo -૧૦૮ Page #91 -------------------------------------------------------------------------- ________________ છતાં પર્વત સમાન અડગ અને મક્કમ રહ્યા. પણ સાથે જોડાયેલા બીજા બધા દુઃખમાં ઊખડી ગયા. ડગી ગયા. વનમાં ફળાદિ પણ. ખાવા લાગ્યા... અને પ્રભુને છોડી અન્યક્ષેત્રે શક્તિ અનુસાર જીવન જીવવા લાગ્યા, બસ જે ડગે છે, ઊખડે છે તે કાંઈ મેળવી શકતા નથી. સાધનામાં સફળતા મેળવી શકતા નથી. દુ:ખથી હલી જનારા હાર જાય છે. દુઃખથી ડરી જનારો પ્રભુમાંભળી શકતા નથી. દુઃખ ભોગવવાની બાબત છે. તેનાથી ભાંગી પડવાની કે ભાગી જવાની જરૂર નથી...! તમે અડગ બની જાવ... દુઃખને આવવા દો... જરાય ગભરાઈ ન જાવ... જુઓ, પછી બધાય રસ્તા તમારા માટે ખુલ્લા થયા વિના રહેશે નહિ. કદમ અસ્થિર છે જેનાં, એને મારગ મળતો નથી. અડગ મનના માનવીને, હિમાલય પણ નડતો નથી. સોળ સતીજીઓના જીવનચરિત્ર વાંચો તો ખ્યાલ આવશે કે તેમને કેટકેટલાં દુ:ખો પડ્યાં છે. અંજનાસતીને જંગલમાં એકલાં મૂકી દેવમાં આવ્યાં હતાં. પતિએ પરણ્યાની પ્રથમ રાત્રિએ જ પ્રેમને બદલે ધિક્કાર વરસાવી, વિદાય આપી હતી. ચંદનબાળાને બજારમાં વેચાવવા ઊભા રહેવું પડ્યું હતું. અને હા, છતાં સમજવા જેવી બાબત એ છે કે સતીઓએ દુઃખનાં નિમિત્તોને ધિક્કાર્યા નહિ. દુઃખની ફરિયાદ ક્યારેય કરી નથી. આપઘાત કરવાનું સ્વપ્નમાંય વિચાર્યું ન હતું. સાસુનો કોઈ દોષ નથી. પતિ તો પરમેશ્વર છે. ભલે તે જે કરે તેમાં તમને શા માટે ખરાબ કહેવા. બધોય દોષ મારાં કરેલા કર્મોનો જ છે... બદાય મારાં દુઃખના નિમિત્ત છે. બાકી ઉપાદાન તો મારું જ છે. એમ વિચારી જિંદગીને મજેથી જીવતા હતા. પ્રભુ મહાવીરસ્વામીનો આત્મા મરિચીના ભવમાં દુઃખથી હલી ગયો હતો... સારો સંસાર છોડી સાધુ બન્યા હતા. સાધુ બનવું બહુ કઠિન નથી પરંતુ સાધુ બન્યા બાદ સાધુપણામાં આવતાં પરિષહોને સહજ ભાવે સ્વીકારી સમતા રાખવી બહુ કઠિન છે. નખને રાંધી નાંખે તેવી. ગરમી પડતી હતી. મરિચીથી ગરમી સહન ન થઈ શકી. માથાના વાળ ખેંચીને કાઢવાની બાબતમાં હારી ગયા... બસ, આ દુઃખોએ મરિચીના જીવનમાં ભયાનક પરિવર્તન કરાવ્યું. જૈન મુનિમાંથી બન્યા ત્રિદંડી સાધુ.. પગમાં પહેરાવાનું ચાલું કર્યું. માથાનો લોચ કરવો પડતો મૂકને મુંડન કરાવવાનું પસંદ કર્યું. ટૂંકમાં, સાધુ ખરા પણ સગવડિયા સાધુ બન્યા. દેહ સુખ-સગવડતાના કારણે સમ્યકચારિત્ર ગુમાવ્યું દુઃખમાં હલી ગયા તો સાચો માર્ગ છોડીને ક્યાંય ફેંકાઈ જવું પડ્યું બસ, આ દુઃખથી ક્યારેય હલી જવું નહિ. એટલે જ કોઈકે સાચું જ કહ્યું છે કે... ધીરજ ધરકે જો સહે, આંધી યા તુફાન, ઉસે મિલતા હૈ અંતર કા વરદાન. દુઃખમાં ધીરજ ધરો.. દુઃખને સહર્ષ સહી લો... પછી જોજો, તમને દુઃખમાંય મસ્તીથી જીવવાના મહાપુરુષોના અંતરમાંથી આશીર્વાદ મળ્યા વિના નહિ રહે. દુ:ખથી હારી ન જવું. અરે ઓ સતીજીઓ! ધન્ય છે લાખ - લાખ વાર અભિનંદી એ આપની મહાન અને ઉત્તમ નિર્મળ દષ્ટિને... ! આપનો અમર ઈતિહાસ આજે પણ ભવ્યોના હૃદયકમળમાં ગૂંજ્યા કરે છે. વરસો થઈ ગયા પણ આપની સ્તુતિઓ આજેય લોકજનના મુખે મધુસ્વર અને ભાવ સાથે ગવાઈ રહી છે. દુઃખને અમૃત બનાવી પીવાની પ્રેરણા સારાયે વિશ્વને આપે આપી છે. સાસુ-સસરા મને દુઃખ આપે છે. પતિએ મને દુઃખી કરી નાંખી, આ ફરિયાદ કરીને જીવતા લોકોને આપે સુંદર જીવન જીવવાનો બોધપાઠ આપ્યો છે. આપ દુઃખથી હાર્યા નહિ. પણ દુઃખને હરાવવાની કળા આપે સમાજને આપી છે. તમે દુ:ખને વળાવી દેવાનો મૌન બોધ આપી ગયા છો. બસ, જીવનમાં આવતાં દુઃખથી ડરવાનું નહિ અને હલવાનું પણ નહિ.. દુ:ખ પ્રવાહ છે તે તો વહી જવાના સ્વભાવવાળો છે. માત્ર આપણે તો સમજણના કિનારા ઉપર ઊભા રહેવાનું. સહેજ પણ ગભરાઈ જવાનું નહિ. -૧૦૯ -૧૮૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ સુખ દુઃખ કી ચિંતા મત કરો, વે ચોં હી આતે હૈ જાતે હૈ, - ફુલ સદા કાંટો મેં ખિલતે હૈ, સેપે મુરઝાતે હૈ.... કાંટાઓની વચ્ચે જ ગુલાબને ખીલવાનું હોય છે. શૈયા ઉપર તો ગુલાબ કરમાઈ જાય છે. બસ જિંદગી બને છે દુઃખથી, માટે દુઃખના. દ્વેષી ન બનો. દુઃખના પ્રેમી બનવાની કળા હસ્તગત કરી લેવાની છે. કાંટાથી ગભરાવાવાળો ફૂલ લઈ શકતો નથી, અને ગુલાબ પાસે જઈ પણ શકતો નથી, તેમ દુ:ખથી ગભરાતો માણસ જિંદગીને માણી તો. શકતો નથી પણ જિંદગીને જીવી પણ નથી શકતો...! અમૂલ્ય માનવજીવનને હારી જવા સિવાય બીજું કાંઈ રહેતું નથી તેના માટે...! દુ:ખથી ભાગો નહિ દુ:ખને ભેટો! મોટા ભાગે દુઃખથી ભાગી જવાની જ વૃત્તિ માનવમાં જોવા મળે છે. દુઃખ તો તેને સ્વપ્નમાંય આવે નહિ... અને કદાચ સ્વપ્નમાં દુઃખા દેખાઈ જાય તો તે ઝબકીને પથારીમાં બેઠા થઈ જાય.. દુઃખથી. ભાગી જનારાને ખબર નથી કે તું જ્યાં ભાગીશ ત્યાં દુઃખ તો તારી સામે જ ખડું થઈ જવાનું છે. કપડામાં વીંછી ચડ્યો હોય તો કપડું બદલાવી દેવાય પણ ભાગા-ભાગ કરવાથી વીંછી ઊતરી જવાનો નથી. બસ દુઃખ આવે તો દષ્ટિ કેળવાય. પણ દુઃખથી ભાગી જવાથી કાંઈ દુઃખ ચાલ્યું થોડું જવાનું છે. જગતમાં દુઃખ જેવી ચીજ જ ન હોય તો મને લાગે છે પ્રભુનું ભજન કે પ્રભુને યાદ કરવાનું ક્યારનું બંધ થઈ ગયું હોત. તમને કેવું લાગે છે? દુઃખ છે તો પ્રભુ યાદ આવે છે. દુઃખનો ઉપકાર માનો કે પ્રભુનું ભોજન કરવાનું યાદ કરાવે છે.. જોજો, બહુ સુખી બની જવાથી પ્રભુનું ભજન ઓછું થશે. તેમને ટાઈમ ઓછો હોય છે. શક્તિ ઓછી હશે. ટાઈમ અને શક્તિ બન્ને હશે તો ભાઈસાહેબને પ્રભુ - ભજનનો રસ ઓછો હશે.. કાંઈક એવું હશે કે તેમને પ્રભુ નામસ્મરણ કરવાં નહિ દે... “સુખ કે માથે શિલા પડો, બીસરા જાયે રામ બલિહારી વો દુ:ખ કી, પલપલ સમરે રામ.” સૂખમાં સૂઝે છે કામ દુ:ખમાં સૂઝે છે પ્રભુ રામ, માટે દુ:ખને પ્રેમથી . -૧૮૧ ભેટી પડો... જેમ તમારા મિત્રને ભેટી પડો છો ને? તેમ તમે હવે દુઃખને પણ ભેટી જાવ. દુઃખથી ભાગી જનારાઓ આ જગતમાંથી કંઈપણ લીધા વિના ગયા છે જ્યારે દુઃખને ભેટી જનારા જગતમાંથી કંઈ લઈને ગયા છે. તમોને ખબર છે દુઃખ અગ્નિ જેવું છે. જે ઘાસને પળમાં બાળી નાંખે છે. લાકડાંને અગ્નિ બાળે છે. પણ બહુવાર લાગે છે. લોખંડને અગ્નિ ઓગાળી દે છે. સોનાને પણ અગ્નિ ઓગાળી નાંખે છે ખરું ને? દુઃખાગ્નિ પણ ઘાસ જેવા માનવીને પળમાં બાળી નાંખે છે... લાકડાં જેવાંને થોડીવાર પછી બાળે છે. લોખંડ જેવાને ઓગાળતા બહુ વાર લાગે છે... અને સોના જેવા માનવીને અગ્નિ બહુવારે ઓગાળે છે. ખેર... સોનું અગ્નિમાં પડીને શુધ્ધ બને છે. તેમ દુઃખાગ્નિ પણ સોના જેવા માનવીને મહાન બનાવે છે. તમે તમારી જાતને આજે પૂછી લો... તમે ઘાસ જેવો છો ? લાકડાં જેવા છો? લોખંડ જેવા છો? કે પછી સોના જેવા છો ? જો સોના જેવા હશો તો તમારાં બધાંય દુઃખો આજે વળાવી દેવામાં સફળ બન્યા વિના રહેશો નહિ, પરંતુ સંસારી લોકોની બહુ ખોટી આદત છે કે દુઃખોને વળાવવાની જગ્યાએ બીજાને ભળાવી દેવાનું તમે કામ કરો છો, એટલે બીજાને દુઃખી કરવાનું કામ કરો છો. દુઃખને ભેટવાનું પડતું મૂકી આપણે એટલા બધા ઉદાર અને વિશાળ દિલના છીએ કે બીજાને દુઃખ ભેટ આપી દઈએ છીએ. સુખ વહેંચવાની ચીજ છે જ્યારે દુ:ખ તો જાત પર વહોરવાની ચીજ છે. દુઃખમાં એકલ, સુખમાં બધાયને બોલાવવા જોઈએ. પરંતુ આજના જમાનામાં ગરબડ થઈ ગઈ છે. સુખમાં એકલો અને દુઃખમાં બધાંને સાદ પાડીને બોલાવે છે. શ્રી કૃષ્ણ વાસુદેવે કુંતીને માંગવાનું કહ્યું ત્યારે તમોને ખબર છે! કુન્તીજીએ શું માંગ્યું હતું? ના સાહેબ, ખબર નથી...! તમને કોઈ દેવ માંગવાનું કહે તો શું માંગો ? સાહેબ! જેવો અવસર. અરે વાહ..! જેવો અવસર! પણ આ કાળમાં કોના નસીબ છે કે દેવો. તમોને માંગવાનું કહે! કુન્તીએ માંગ્યું, ‘હે કૃષ્ણજી ! વિપદ: સન્ત ન શાશ્વતઃ જીવનમાં થોડી-થોડી વિપદા એટલે મુશ્કેલી દુ:ખ આપતા -૧૮૨ Page #93 -------------------------------------------------------------------------- ________________ રહેજો જેથી આપનું રટણ, ભજન કરવું ભુલાય જાય નહિ આજે દુઃખ માંગનારા કેટલા...? દુઃખ ગમાડનારા કેટલા ? દુઃખને ભેટનારા કેટલા...? બસ બધાયને સુખ જ જોઈએ છે પણ દુઃખ તો જોઈતું જ નથી. ખરુંને ? જે સુખની ઈચ્છા હોય તો દુઃખને હસતાં હસતાં સ્વીકારો. દુ:ખથી ભાગો નહિ પણ ભેટી પડવાની હિંમત રાખો.’ કોઈનું અનુકરણ ન કરો. ઘણી વખત એવું ય બનતું હોય છે કે જીવનમાં બધી રીતે સુખ હોય છે છતાં મનમાં દુઃખને આપણે લોકો જન્મ આપતા હોઈએ છે, ક્યારેય બીજાના સુખ સામે જોશો નહિ અને તમને જે મળ્યું છે અથવા છે તેને જોયા વિના રહેશો નહિ. ખરેખર, દુઃખને સુખ બનાવવા ચાહતા હો તો તમે તમારી દષ્ટિને કેળવી લ્યો... કારણ કે સૃષ્ટિ પલટાવી નહિ શકાય. તેમાં આપણે પરતંત્ર છીએ, પરંતુ આપણે આપણી દષ્ટિને પલટાવી દઈએ કારણ કે તેમાં આપણે સ્વતંત્ર છીએ. બીજાનો ડ્રેસ જોઈને કેટલા સુખી બની જતા હોઈએ છે. બીજાનો ડ્રેસ જોઈને દુઃખ થઈ જનારાની સંખ્યા ઓછી નથી... ! બીજાની ગાડી જોઈને, બંગલો જોઈને, દાગીના જોઈને દુઃખી બન જનારા આ જગતમાં ઘણાં મૂર્ખ જીવ છે.. પોતાને જે મળ્યું છે તેને જોઈને સુખ અનુભવનારા કોઈક વિરલ આત્માઓ જ હશે. બીજાએ બંગલો બનાવ્યો આપણે પણ બનાવો. ભલે જરૂર હોય કે નહિ... સભ્ય હું તું ને નાથિયો જ ભલેને હોય પણ બંગલો જોઈને બધા દાજ્યા કરે... બધા બંગલો જોયા કરે. એના કરતાં આપણે ભવ્ય બંગલો છે તેવી લોકોને ખબર પડે... પછી ભલેને તે બંગલામાં ભૂતની માફક રહેવું પડે...! બીજાને દાગીના જાઈને... બીજાની ગાડી. જોઈ આપણે પણ તેવું લાવી દો...! અરે ભાઈ! અનુકરણ કરવામાંય જરા બુદ્ધિને કામે તો લગાડ... બીજાને છોકરાએ દીક્ષા લીધી તમારા છોકરાને અપાવી દો... બીજાએ માસખમણ કર્યું, તમેચ માસખમણ ચાલુ કરી દો... બીજાએ લાખ રૂપિયાનું દાન કર્યું તું કરી દે, લાખનું દાન ! ના... પાપના માર્ગનું અનુકરણ કરવા બધાય તૈયાર છે પણ ધર્મ અને પુણ્યના માર્ગનું અનુકરણ કરવા કોઈ તૈયાર નથી..! તમે તમારા જીવને સુખથી ભર્યું ભર્યું બનાવવા માંગતા હો તો જીવનમાં ભૌતિક જગતનું અનુકરણ કરશો નહિ. તમે અનુકરણ દષ્ટિનો ત્યાગ કરી દો પછી જો જો જીવનામે ઘણાં બધાં દુઃખને તમારે વળાવી દેવાનો દિવસ આવીને ઊભા રહેશ. દુઃખને વળાવવા માટે અનુકરણ કરવાનું છોડી દો અને અનુકરણ કરવું જ હોય તો ધર્મી આત્માઓનું કરો...! ખરું કહું તો આપણા દુઃખે દુઃખી થવાને બદલે બીજાના સુખે આપણે દુઃખી થઈએ છીએ. દુ:ખને કોણ મોકલાવે છે? દુઃખની ઈચ્છા આપણે ક્યારેય કરતાં નથી દુઃખને દૂર કરવાની ઈચ્છા આપણે ક્યારેય કરતાં ન હોઈએ તેવું ક્યારેય બનતું નથી. છતાં નવા દુઃખો ઊભાં થાય છે અને આવીને પડેલાં દુઃખો તો જાણે ઘર કરી ગયા છે, તે જવાનું નામ લેતા નથી ખરુંને... ? તો કોણ મોકલાવે છે. જીવનમાં દુઃખોને ? બધાય ભેગા થઈને વિનંતિ કરીએ કે ભાઈ શા માટે અમોને દુઃખ આપે છે? અન્ય દર્શનમાં તો સર્વે એમ માને છે કે ભગવાન દુઃખ આપે છે અને ભગવાન જ સુખ આપે છે. જ્યારે જૈનદર્શન કહે છે ભગવાન સુખ પણ આપતા નથી કે કોઈને દુઃખ પણ આપતા નથી...! ભગવાન નિરંજન નિરાકારસ્વરૂપ છે. હવે તે સિધ્ધ બની ગયા છે. માટે જૈનદર્શન કહે છે. અપ્પા કત્તા વિકત્તાય, દુહાણય સુહાણય T અપ્પા મિત્તમમિત્ત ચ દુષ્પટ્ટિય સુપચિ ll દુઃખ જગતમાં કોઈ સપ્લાય કરતું નથી. દુઃખના કર્તા આપણે છીએ... અને આપણા સુખના કર્તા આપણે પોતે જ છીએ.... જગતમાં 'તમારો કોઈ મિત્ર નથી અને કોઈ દુશ્મન પણ નથી. તમારો આત્મા જ તમારો મિત્ર અને દુશ્મન છે. દુઃખ પ્રભુ આપતાં નથી આપણે આપણાં જીવનમાં અશુભ પ્રવૃત્તિ દ્વારા દુઃખને જન્મ આપીએ છીએ. -૧૮૩ -૧૮૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ બીજા જીવોની હિંસા કરવાનું બંધ કરો... બીજા જીવોની નિંદા કરવાનું આજથી જ બંધ કરી દો... અને હા...! તમને દુઃખ આપનાર પ્રત્યે પણ ધૃણા ઊભી ન કરો... સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. સારાએ જગતનું ભલું થાઓ.. સર્વે સુખી બનો. સર્વે જીવો શાન્તિ... સમાધિને પ્રાપ્ત કરો... સર્વેને સુખી બનાવવાના પ્રયત્નો કરવાનો પ્રારંભ આજથી જ ચાલુ કરી દો. દુઃખો તમારાથી લાખો યોજન દૂર રહેશે...! બધાનાં દુ:ખો દૂર કરવા જેટલી તમારી પાસે શક્તિ ન હોય તો કેવળ બધાનાં દુઃખ દૂર થાય તેવી દિલથી પ્રાર્થના તો કરો...! દુ:ખ છતાં દુ:ખી નહિ. આપણાં દુઃખનું કારણ છે બીજાના સુખ જોઈને દુઃખી ઝઈ જવું અને બીજાના દુઃખ જોઈને ખુશ થઈ જવું. દુનિયાનો મોટામાં મોટો ગરીબ તે છે જે દુઃખીને જોઈને દુઃખી થતો નથી. અને મોટામાં મોટો અમીર તે છે બીજાનાં સુખ જોઈને ક્યારેય દુઃખી થતો નથી...! બસ, તમે જ તમારા ઘડવૈયા છો. દુઃખને ઘડવું કે સુખને ? દુઃખમાં રડી પડવું કે સુખમાં છકી જવું બધુંય તમારા હાથમાં છે. જેવાં કર્મો તમે કરશો તેવાં ભોગવવાનાં જ છે. તેમાં જરાય શંકાને સ્થાન નથી...! પછી તે કૃષ્ણનો આત્મા હોય કે પછી રામનો હોય કે પછી . મહાવીર પ્રભુનો હોય જે હોય તે ત્યાં કોઈની લાગવગ ચાલવાની નથી. કર્મોનો ઉદય આવે એટલે ભોગવવું જ પડે તેમાં જરા સરખી. કોઈની પણ લાગવગ ન ચાલે...! હા. એક વાતે આપણે સ્વતંત્ર છીએ... દુ:ખમાં દુ:ખી થવું કે નહિ? રોગમાં રોગી થવું કે નહિ? દુશ્મનનો દ્વેષ કરવો કે નહિ? તે આપણે વિચારવાનું રહ્યું. જુઓ સનતકુમાર ચક્રીને સોળ રોગ હતા. ખરુંને ? મુનિપણાને ધારણ કરીને રોગી હોવા છતાં રોગની અસરથી મુક્ત બની ગયા. રોગ શરીરનેછે, આત્માને ત્રણે કાળે રોગ ન હોય... આવી ખુમારીએ -૧૮૫ જ રોગે પણ રોગી ન બન્યા...! સંસારી રોગમાં રહે છે જ્યારે સાધુઓ રાગમાં રડી પડે છે.. રોગ તો કદાચ આ ભવ બગાડે છે જ્યારે રામનો રોગ તો આત્માના ભવોભવ બગાડી નાંખે છે. રોગના દુઃખ કરતાંય ભયાનક છે રાગનું દુઃખ...! માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ બતાવ્યું છે. रागो य द्रोसोडविय कम्मवयं। જુઓ કોણિક અને શ્રેણિકના ઈતિહાસને ! શ્રેણિકરાજાને કેવું અસહ્ય દુઃખ આવીને ઊભું છે? પ૦૦ ફટકા શરીર પર ફટાફટ ઝીંકાતા હતા. ભલભલા ધ્રૂજી જાય અને હલી જાય... છતાંય શ્રેણિકરાજા જાતને દોષિત ઠેરવી પ્રસન્નતાથી સહે છે. દુ:ખ છે છતાં દુઃખી તો નથી જ! દુઃખ કર્મોનો ઉદય છે તેમાં દુઃખી થઈ જવું એ આપણા પુરુષાર્થની કચાશ છે. જુઓ અંજનાસતીને ! તેના પતિએ કેવી તરછોડી મૂકી હતી...! બાસ વરસ સુધી ખૂબ દુઃખ ભોગવ્યું. તેના દુઃખની કથા સાંભળનાર કોણ ? છતાં પતિ તો મારા પરમેશ્વર છે એવી દષ્ટિને જીવંત રાખવી એ ખાવાનાં ખેલ નથી. કર્મોનો દોષ ગણી બાર બાર વરસ પતિના વિયોગને પણ હસતાં - હસતાં સહન કર્યો હતો ને? લો વાંચો આ પંક્તિ ... વ્યથાની વાટને સીમાડા નથી હોતા, આંસુ પકવવાને નિભાડા નથી હોતા, એટલે જ દુનિયા સમજી શકતી નથી. કે... દિલ બળે છે ત્યારે ધુમાડા નથી હોતા. હૈયામાં અત્યંત દુઃખ હોવા છતાંય અંજના જરાય દુ:ખી બની નહિ. કેવી ગજબની ધરતા હશે એ અંજના સત્તીની ? આંખની સામે રામને લાવી દો... રાજ્ય સિંહાસનની જગ્યાએ વનવાસ ભેગા થવું પડ્યું છતાંએ... પ્રસન્નતાભેર જ ગયા હતા. વનવાસમાં અને હા... ચૌદ વરસનો વનવાસકાળ હસતાં હસતાં ઉમંગભેર પૂર્ણ કર્યો. દુઃખનાં દિવસોનેય સુખમાં ટ્રાન્સફર કરી દેવાની -૧૮૬ Page #95 -------------------------------------------------------------------------- ________________ આગવી કળા રામચંદ્રજી પાસે હતી જે કારણે ‘હાયવોય'ની જગ્યાએ ‘હોય’ ચાલ્યા કરે...સહજતાથી પરિસ્થિતિનો સ્વીકાર કીરને રામજી દુઃખમાંય સુખી રહ્યા હતા. દુ:ખને વળાવવા ચાહતા હો તો - દુ:ખનો સ્વીકાર કરો, તિરસ્કાર ન કરો. દુઃખ મારાં જ કરેલાં કર્મનું ફળ છે તેવું વિચારો. દુઃખને હસતાં મુખે સહન કરી લો. પેલા ભોળા ભક્ત તુકારામને સામે લાવો. તેમની પત્ની વિચિત્ર સ્વભાવવાળી હતી. રોજ ખટપટ ચાલતી હતી. છતાંય તુકારામ જાતને દોષિત ગણી પ્રભુ ભજનમાં લીન થઈને દુઃખનાં વાતાવરણમાં સુખી. રહેતા હતા. પરદેશી રાજાના જીવનને નિહાળી લો. ધર્મથી ઓપતી જેની જિંદગી બની હતી. છટ્ઠના પારણે છàની તપસાધના કરતા હતા. તેમની પત્નીનું નામ સૂરિકંતા હતું. તેને પરદેશીનું ધર્મ આચરણ ના ગમ્યું તેની અભિલાષાઓ સંતાષાતી ન હતી. પરિણામે રાણી સૂકિંતાએ પરદેશીને પારણામાં ઝેર પીવડાવી દીધું હતું. છતાં જુઓ પરદેશીની કેવી નિર્મળ દષ્ટિ હતી. તે કહે છે કે સૂરિવંતા નિર્દોષ છે માત્ર તે તો નિમિત્ત છે. મારાં જ કર્મોનો આ દોષ છે...! જેના કારણે દુ:ખ પણ સુખ બની ગયું હતું. આવા તો એક નહિ અનેક દાખલાઓ ઈતિહાસનાં પાને સુવર્ણ અક્ષરે લખાયા છે. જેઓને જિંદગીમાં દુઃખના ઘૂંટડા પ્રેમથી અમૃત માની પી જઈને સમાજને પ્રેરણાનું પાથેય પૂરું પાડયું છે. આ કથાઓને આંખ સામે રાખવામાં આવે તો મોટે ભાગની આપણી વ્યથાનો સુખદ અંત આવી જાય તેમ છે. તેમાં લેશ શંકા નથી. તમને લોકોને સોળ રોગ તો થયા નથી ને ? માત્ર નાનકડા રોગોથી તમે હારી શા માટે જાવ છો? રોગમાં હસતાં રહેવા માંગતાં હો તો જેમને તમારા કરતાં વધુ રોગો છે તેમને યાદ કરીને પ્રભુનો ઉપકાર માનો કે મને ગૂમડું જ થયું છે પણ કેન્સર તો નથી થયું ને ? જો જો પછી ગૂમડાની પીડા આપોઆપ ઓછી થયા વિના રહેશે નહિ...! તમારી જાતને સુખી માનો તમારો દીકરો તમારી સામે બોલે છે. તમારી અપેક્ષા અનુસાર ચાલતો નથી. માટે તમે હતાશ થઈ ગયા છો. દીકરાને હવે જોવો ગમતો નથી. તેની સાથે વાત કરવાય તમે રાજી નથી, ખરુંને? તો તમારી આંખ સામે કોણિકને લાવી દો. તમને તમારી દીકરો ફટકા તો મરાવતો નથી ને? અથવા તો દીકરાઓએ એમના મા-બાપને ઘરડા ઘર ભેગા કરી દીધા છે તેના કરતાં ત સારો છે ને ? તમારું કહ્યુન જ નથી કરતા. એટલું જ દુઃખ છે. તેમાં દિકરાને ધિક્કારની દષ્ટિથી જોઈને તમે શા માટે દુઃખી થાવ છો? રામ જેવો પુત્ર આ જમાનામાં તમને નથી મળ્યો તેનું તમને દુઃખ થતું હશે, પરંતુ આ કોણિક જેવો પુત્ર તમોને આ કળિયુગમાં નથી મળ્યો તે માટે તમારી જાતને ભાગ્યશાળી માનો...! તમારા પતિના સ્વભાવ બાબતે તમે દુઃખી થઈ જાવ છો ખરુંને? પતિ તરફથી તમારી અપેક્ષાઓ પૂરી થતી નથી માટે તમે દુઃખી છો ? તમારી ધારણા બધી ખોટી પડવાથી તમે દુઃખી થઈને બેઠા છો ? તો તમારી આંખ સામે અંજનાસતીના પતિ પવનજંયને લાવીને ગોઠવી દો...! બાર વરસ સુધી જેને સામું પણ જોયું નથી ખબર પણ રાખી નથી. છતાં અંજના ધર્મમય જીવન જીવી રહી હતી. તો મારે તો ઘણું સારું છે અંજના કરતાં. તો શા માટે દુઃખી થઈને જિંદગીને ઝેરવત બનાવી રહ્યા છો? પત્ની તરફથી જો તમે દુઃખી થતા હો તો તમારી સામે તુકારામને ગોઠવી દો, જુઓ પછી તમે જ પ્રભુનો ઉપકાર માનવાનો ભૂલશો નહિ. અચ્છા ચાલો... પરદેશી જેવી તો પત્ની તમોને નથી જ મળીને તમારા ઉપવાસના પારણે મગ અને મગનું પાણી પીવડાવી છે.. ગરમ રાબ અને સૂંઠ ખવડાવે છે. આભાર માનો ઈશ્વરનો કે આ કળિયુગના કાળમાંય તમારા નસીબ ઘણાં ઉજળાં છે... ! તમે તમારી ૧૮૮ –૧૮૭ Page #96 -------------------------------------------------------------------------- ________________ જાતને નશીબદાર માનો. તમારા જીવનમાં બધુંય સારું જ છે શા માટે તમે નાની બાબતોથી દુઃખી થઈ જાવ છો? આજનું વ્યાખ્યાન સાંભળીને બહાર જાવ ત્યારે તમારું બધુંય દુઃખ વળાવી દઈને બહાર જજો. વિધિની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય. તમારી સામે જે દુઃખો આવીને ઊભા છે તેનાથી તમારે ગભરાવું નહિ, કારણ કે તમારાથી વધુ દુઃખી ઘણાં જીવો છે...! આપણા જીવનમાં એક દુઃખ આવે છે એટલે આપણે હતાશ બની જતાં હોઈએ છીએ અને તેનાં કારણે જીવનમાં રહેલા નવ્વાણું સુખને પણ આપણે. દુઃખમાં ફેરવી નાંખવાનું ગાંડુ કામ કરી દઈએ છીએ...! જગતમાં દુઃખ જ નથી. બધુંય દુઃખ આપણામાં જ છે અને તે આપણે જ ઊભું કરીએ છીએ...! આગમકાર દુઃખના મૂળને જણાવે છે. जावन्तडविज्जापुरिसा, सब्बे ते दुकखं संभवा आपell अज्ञानता १ આપણા દુઃખનું કારણ છે. જીવનમાં જો દષ્ટિકોણ બદલાય તો દુ:ખ સુખ બન્યા વિના નહિ રહે...! અને ખારા સાગરમાંય મોતી બનીને રહેવું હોય તો સંસારના ક્ષેત્રમાં સમ્યક્ દષ્ટિના સ્વામી બની જાવ...! વધુ દુ:ખની કલ્પના ન કરો ઘણી વખત જીવનમાં થોડુંક જ દુઃખ હોય છે પણ તે થોડા દુઃખને કલ્પના કરીને, આપણે ઘણું દુઃખ બનાવી દેતા હોઈએ છીએ... અરે ! કલ્પના કરવી તે જ દુઃખ છે. માટે કલ્પના કયારેય કરશો નહિ. જુઓ અર્જુન માળી દીક્ષિત બનીને ગૌચરી માટે જ્યારે ઘેર ઘેર ફરે છે ત્યારે કોઈ અપશબ્દ બોલે છે... કોઈ લાકડી ઓ મારે છે... કોઈ પથ્થરો મારે છે... આહારની જગ્યાએ પ્રહાર મળવા છતાંયે અર્જુન મુનિવર શું વિચારે છે? અરે વાહ... આ લોકો કેટલા સારા છે! પથ્થરો અને લાકડીઓ જ મારે છે. મેં તો તેમના સ્વજનોને, સંબંધીઓને, કુટુંબીજનોના પ્રાણ હરી લીધા છે. મારી નાંખ્યા છે તેઓ મને મારી નાંખતા તો નથી ને? આમ સમ્યક્ પરિણામની ધારાએ અર્જુન મુનિવર છે મહિનામાં તો આત્માનું કામ કરી ગયા... દુ:ખમાં અધિક દુ:ખની કલ્પના કરનાર ક્યારેય સુખી બનતો નથી. જ્યારે દુઃખમાં અધિક સુખની કલ્પના કરનારે જ્યારે દુઃખી બનતો નથી... ! એટલે જ કોઈકે કહ્યું છે કે... હર જલતે દીપક કે તલે અંધેરા હોતા હૈ, હર અંધેરી રાત કે પીછે સવેરા હોતા હૈ, ગભરા જાતે હૈં લોગ મુસિબતોં કો દેખકર, હર મુસિબત કે પીછે સુખ કા ડેરા હોતા હૈ. દુઃખ વિના માનવીના જીવનનો વિકાસ થતો નથી હોતો. માટે માણસે દુઃખને હસતાં હસતાં સહી લેવું જોઈએ. પરંતુ દુઃખની કલ્પના કરીને વધુ દુઃખી તો થવું જ નહિ...! એટલે જ શાસ્ત્રકાર ફરમાવે છે કે સં સવર્ણ નો સંકલ્પ વિકલ્પમાં રહેનાર સાચા સુખને અનુભવી શકતો નથી. એક શહેરમાં એક શાંત સોસાયટી હતી, તેમાં દશ નંબરના મકાનમાં ચિંતન અને ચાંદની નામના પતિ-પત્ની રહેતા હતા. આખી સોસાયટીના માણસો તેમને જોઈને ઈર્ષ્યા કરતાં હતા. કારણ પાંચ વરસથી સોસાયટીમાં રહેતા હતા. પણ ક્યારેય તેમના જીવનમાં ઝઘડો કે ઊંચા અવાજે બોલવાનો પ્રસંગ આવ્યો ન હતો. બધાંનાં મનમાં હતું કે આ લોકો કેટલું સુંદર જીવન જીવે છે! ક્યારેય બે માંથી એકેયને બોલવાનું થતું જ નથી...! ન કરે નારાયણ અને રાત્રે બાર વાગે દસ નંબરમાં બોલાબોલી ચાલું થઈ... ઝઘડો થયો... ચિંતન ચાંદની ફૂબ જોરથી ઝઘડી રહ્યા હતા. આખી સોસાયટી ઊઠી ગઈ... બધાય દસ નંબરમાં આવ્યા. બધાયને થયું આ લોકો કોઈ દિવસ ઝઘડતા નથી અને ઝઘડ્યા ત્યારે આખી સોસાયટી ભેગી કરી... બધા ભેગા થઈ ગયા છતાં બન્ને એકબીજાની સામે વચનોનાં તીર છોડી જ રહ્યાં હતાં. સોસાયટીના વકિલ મફતભાઈને થયું કે અંદર જઈને પૂછી તો જુઓ કે તમે શા માટે ઝઘડો છો ? મફતભાઈ પ્રવેશ્યા જાણે યુધ્ધભૂમિમાં જતા હોય -૧૮૯ -૧૯૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ દુઃખીને જોઈને તમે તમારી જાતને અત્યંત સુખી માનશો...! તમો સદ્ભાગી છો તેવું તમારું મન કહેશે. ચાલો ત્યારે દુઃખને ભૂલી જવાના, દુઃખને ભગાડી દેવાના અને દુઃખને જીવનમાંથી વળાવી દેવાના વિવિધ ઉપાયો તમારી સામે બતાવવામાં આવ્યા છે. હવે તમારે તમારા દુઃખને હૈયામાંથી વળાવી દેવાનું છે. ચાલો ત્યારે, સાસુ તરફથી વહુને મળતાં દુઃખો અને વહુ તરફથી સાસુને મળતા દુઃખોને, પિતા તરફથી પુત્રને અને પુત્ર તરફથી પિતાને મળતા દુઃખોને આજે વળાવી દઈએ... અને સર્વેને નિમિત્ત ગણી. જાતને દોષિત ગણી જીવનને સુખથી ભર્યું ભર્યું બનાવી દઈએ... હજી પણ દુ:ખને વળાવવાના ઘણા ઉપાર્યો છે, જે ભગવાને વધુ ભાવો પ્રકાશ્યા છે તે ભાવો હવે અવસરે વિચારીશ...! તેમ...! અરે ચિંતન શાત્ત બનો... ચાંદની મૌન રાખો. કેમ ઝઘડી. રહ્યા છો ? આખી સોસાયટી ભેગી થઈ ગઈ. શું છે તમારે ? ચિંતન બોલ્યો... અરે હું ચાંદનીને કહ્યું ચાંદનીને કહ્યું છે કે “મારે દીકરાને ડોક્ટર બનાવવો છે'' અને ચાંદની જીદ પકડીને બેઠી છે કે “દીકરાને ડોક્ટર નહિ એન્જિનિયર બનાવવો છે.” ત્યાં મફતભાઈ, બોલ્યા અરે ભલા! આવી બાબતમાં ઝઘડી પડતા હશે! ચાલો દેખાડો, તમારો દીકરો ક્યાં છે? તેનું મોટું જોઈને કહું કે ડોક્ટર બની શકશે કે એન્જિનનિયર?' ચિંતને ધડાકો કર્યો કે ““હજી તો જમ્યો નથી. જન્મવાનો બાકી છે.” “આ વાત સાંભળી મફતભાઈથી માંડી આખી સોસાયટી હસી પડી. હજી જભ્યો જ નથી એની અત્યરથી શી રામાયણ કરવાની..?” લો વાંચી લો, દુઃખમાં અડગ ઊભા રહેવા માગતા હો તો. દીનતા ન આવે દુ:ખમાં, સુખમાં ન આવે લીનતા બસ દુનિયામાં ઘણાં માણસો એવા છે કે કલ્પનાઓ કરીને જ દુઃખી થઈ રહ્યા છે. આપણે કલ્પનાઓ કરીને દુઃખ તો ઊભા ના કરીએ...! ખરેખર તમે બધાય સુખી છો છતાંય દુઃખનાં રોદણાં રડ્યાં કરો છો. જગતમાં કેટલાયને બે ટંક ખાવા નથી મળતું તો ભૂખ્યા સૂવાના દિવસો કેટલાય માણસોના નસીબમાં છે. તમારે ત્રણ નહિ તેર ટાઈમ ખાવું હોય તો ખાઈ શકો છો. કેટલાયને કાયા ઢાંકવાં માટે પણ વસ્ત્રો નથી મળ્યાં જ્યારે તમારી તિજોરીમાં પચ્ચીસથી ત્રીસ જોડી કપડાંની થપ્પી પડેલી હોય છે...! હવે તમારે તમારી જાતને દુઃખી માનવાની કોઈ જ જરૂર નથી. હવે કામ કરો બીજાના દુઃખને દૂર કરવાનું. વેકેશનમાં હિલ સ્ટેશનોની મુલાકાત લો છો તો જરા હોસ્પિટલો. અને ઝૂંપડીમાં રિબાતા અને દુઃખોથી પીડાતા માનવોને જોવા એક વખત વેકેશનનો સમય લઈને મુલાકાત લેજો. તો તમને ખ્યાલ આવી. જશે કે દુનિયાના કેટલાય માણસો કરતાં આપણે વધુ સુખી છીએ... ! તમારાથી વધુ સુખીને જોઈને તમે દુઃખી થશો, જ્યારે તમારાથી વધુ -191 કેવું હતું એ બાળપણ, કેવું હતું એ ભોળપણ, આ આવ્યું શાણપણ, ગયું મારું બાળપણ, લાવ ઢોળી દઉં મારૂં શાણપણ, પાછું શોધી લઉં મારું બાળપણ.