________________
દુ:ખ છે... તો... છે...!
કહ્યું, જા આગળ જા... પૈસા બૈસા નથી. ભીખારી કાકલુદી કરી રહ્યો છે. સાહેબ કંઈતો આપો. શેઠે ગુસ્સો કરીને કહ્યું, તને કહ્યુંને પૈસા નહી. મળે.
અચ્છા સાહેબ, પૈસા ન આપો તો થોડુ ખાવાનું હોય તો આપો. શેઠ કહ્યું, આગળ જા, અહિંયા ખાવાબાવાનું કાંઈજ નથી, અચ્છા સાહેબ, ખાવાનું ન હોય તો છેલ્લે એક ગ્લાસ પાણીતો પીવડાવો. બહું જ તરત લાગી છે. ગાદી પર બેઠેલા શેઠે કહ્યું ઉભો રહે, હમણાં માણસ બહાર ગયો છે, આવશે એટલે પાણી આપશે. શેઠને ભીખારીએ કહ્યું, સાહેબ થોડીવાર આપ જ માણસ બની જાવે તો... ટૂંકમાં માણસમાંથી શેઠ બનવું જેટલું સરળ છે એટલું શેઠમાંથી માણસ બનવું અઘરું છે.
ઈશ્વર તમને સુખદુઃખ આપતાં નથી. જો ઈશ્વર દુઃખ અને દુર્ગતિમાં જીવને લઈ જાય તો તેને ઈશ્વર કોટિનો આત્મા કઈ રીતે કહી શકાય ? એટલે જૈન દર્શન કહે છે, ઈશ્વર દીવાદાંડી રૂપ છે. ન તમને તે તારે ન ડુબાડે. એ માત્ર દીવાદાંડી છે. ભગવાન પણ દીવાદાંડી સમાન છે. તેથી આજ્ઞા-ઈશારે સંસાર સાગરને પેલે પાર પહોંચવાનું છે. મહેનત આપણે જ કરવાની છે અને તેનાં ફળ આપણે જ પ્રાપ્ત કરવાના છે. ટૂંકમાં, જીવનમાં ગતામતિ સર્જાય છે. સુખ દુઃખ આવે છે. અનુકૂળ-પ્રતિકૂળ ઘટનાઓ બને છે, તંદુરસ્તી અને રોગ જે આવે છે તે તમામ કર્મોના ઉદયને લઈને આવે છે. જે પણ થઈ રહ્યું છે તે પૂર્વકૃત કર્મોને લઈને જ થઈ રહ્યું છે.
कम्मं संगेइ समुढा. दुक्खीया बहु वेयणा. કોઈને તમારા સુખ-દુ:ખમાં દોષિત કે મિત્ર ન માનો. તમારા સુખદુઃખ આદિનું કારણ તમારાં જ કરેલાં કર્મોનાં ફળ છે. અચ્છા ! તમોને એ ખ્યાલ છે કે બધું કર્મ પ્રમાણે થાય છે. ઈશ્વરનાં કહ્યા પ્રમાણે કે તમે કરો તેમ નથી થાતું. બરાબરને? તો પછી બધુ કર્મો પ્રમાણે થાય છે તો કર્મો કરે છે કોણ ? ભલા, કોઈ કર્મ કરાવતું નથી. આપણું જ અજ્ઞાન કર્મો કરાવે છે. આપણો જ પ્રમાદ કર્મોને વધારવામાં પૂરક બને છે. અજ્ઞાન અને પ્રમાદ વશ થઈ આપણે જ કર્મો બાંધીએ છીએ, અને તેના ફલસ્વરૂપે સુખ-દુ:ખ, સારું-ખરાબ જીવન ક્ષેત્ર સજયિા કરે છે. જો દુઃખા જ ના-પસંદ હોય તો દુઃખના કારણભૂત કર્મોને બાંધવામાં સાવધાન રહેવું જોઈએ જેથી કર્મો બંધાય જ નહીં તો ઉદય ક્યાંથી થવાનો. અને હા, ઉદય જ ના હોય, તો પછી સુખ-દુઃખનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? ટૂંકમાં, આપણે જ આપણા ભાગ્યવિધાતા છીએ. કઈ ગતિમાં જવું તે આપણે જ નક્કી કરવાનું છે. વિશ્વનું તંત્ર કોઈના હાથમાં નથી, તે કર્મના હાથમાં છે. અને કર્મોને બાંધવાનું તંત્ર આપણા હાથમાં છે. યાદ રહે, સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય નિયત હોય છે. ખીલવાનું
-૧૩૪
ઉકળતા પાણીમાં ક્યારેય પ્રતિબિંબ પડતું નથી તેમ ક્યાંયથી ઉકળતા માણસના જીવનમાં ક્યારેય આત્માનું પ્રતિબિંબ પડતું નથી.
0
0 0
વસંતનો આનંદ અને પાનખરની વ્યથા
પુષ્પને હોય છે, કંટકને નહી સત્યનો આનંદ અને અસત્યની વ્યથા સજ્જનને
હોય છે, દુર્જનને નહિં.
-૧૩૩