________________
સુખમાં કોઈનો ભાગ છે કે કોઈના સુખમાં ભાગ પડાવવાની દાનત છે?' હાય! કુદરતના તત્ત્વોથી પણ ઊતરતો માનવી! અને એને ભગવાન બનવાની ઈચ્છા છે. ક્યાં જીવન અને ક્યાં ઈચ્છા? તારી સ્વાર્થીલી જિંદગી શું તને ભગવાન બનાવામાં સફળતા આપશે? શું તું ભગવાનને પ્રસન્ન કરવામાં સફળ બનીશ? યાદ રાખ, સ્વાર્થની બદબૂભર્યું જીવન જીવીશ તો ભગવાન બનવાની વાત તો ઘણી વેગળી છે, પણ ભગવાન મળવા ય મુશ્કેલ છે. ભગવાન મળે છે નિસ્વાર્થની સુવાસમાં. ભગવાન બનાય છે પરમાર્થની પગદંડીએ ચાલવામાં.
ખીલીને પુષ્પો સુવાસ આપે છે, વહીને નદી નિર્મળતા આપે છે;
ઊગીને સૂર્ય સૃષ્ટિને પ્રકાશ આપે છે, ઓ માનવી! મારે તને પૂછવું છે જીવીને તું જગતને શું આપે છે?
ત્રાસ''
સિકંદર અને હિટલરે પ્રજાને ત્રાસ આપવામાં બાકી ન રાખ્યું; માટે તો તેમનો કાળો ઈતિહાસ લખાયો. “ત્રાસ’” આપનારાના ઊજળા ઈતિહાસ ક્યારેય લખાતા નથી. “હાશ' પમાડનારાના જ ઊજળા ઈતિહાસ લખાયા છે. આવો, આપણે માનવના મનખાને, માનવતાના આભૂષણથી શણગારી, ઊજળો ઈતિહાસ આલેખી જઈએ.
તારા જીવનથી કોઈનું જીવન બની જશે, તારા સૂચનથી કોઈનું સર્જન થઈ જશે,
હશે જો માનવી ખુદ તારામાં ઉણપ તો, કાંટા તો શું ફૂલ પણ દુશ્મન થઈ જશે!!
તમે જીવો એવું કે જેમાંથી કોઈને જીવવાની પ્રેરણા મળે. આપણું જીવન એક ગ્રંથ છે. જે કોઈ વાંચે અને તેને કંઈક જાણવા મળે, જીવવાની કળા મળે. ઘરમાં અને સમાજમાં માનવ બનીને જીવતા શીખો જો દરેક માનવ સંકલ્પ કરે કે મારે ઈન્સાન બનવું છે તો આ સમાજની શકલ બદલાયા વિના ના રહે. યાદ રહે આ સમાજને માનવ જ બનાવે છે અને માનવ જ બગાડે છે. જો આ ધરા પર સર્વે માનવ ઈન્સાન જ હોય તો ક્યાં કોઈ
૧૩૧
સમસ્યાનો પ્રશ્ન જ છે? ખોરાકમાં ભેળસેળ કરનારા આપણે, ધંધામાં અનીતિ આચરનારા આપણે, માલમાં અદલો બદલો કરવામાં કુશળ આપણે, કોઈનું પડાવી લેવા આતુર આપણે, ભાઈ-ભાઈ વચ્ચે કોર્ટ સર્જનારા આપણે, પાણીને વિકૃત - વાયુને વિકૃત, આકાશના વાતાવરણને દૂષિત બનાવનારા આપણા સિવાય બીજું કોણ છે?
તો જો આપણે જ સુધરી જઈએ, આપણે જ ઈન્સાન બની જીવવાનું ચાલુ કરીએ તો ક્યાં કઈ ભેળસેળનો પ્રશ્ન જ છે? અણુબોંબ કે હિંસક હથિયારો વસાવવાં કે બનાવવાની ક્યાં જરૂર છે? માટે જ મહાવીરે કહ્યું “અણુબોંબથી શાન્તિ નહીં સ્થાપાય. શાન્તિ સ્થાપવી હશે તો અણુવ્રતધારી સમાજ બનાવવો પડશે.” માનવભવના વખાણ મહાવીર સ્વામીએ કર્યા છે તેની પાછળનું મૂળ કારણ છે માનવભવમાં માનવતા લાવી માનવ મહાન બની શકે છે. તો, કમસે કમ જે ખોળિયામાં રહીએ છીએ તેને અભડાવશો નહીં. હિંસક ચીંજવસ્તુ પેટને ખાઈને કબર બનાવશો નહીં, વચનથી કડવા વેણ બોલી સંબંધોમાં તિરાડ પાડશો નહીં. મનથી બીજાની ઈર્ષ્યા-અદેખાઈ કરી તમારા પતનની ખાઈ ખોદશો નહીં. આટલું થશે તોય તમારો માનવભવ સમજજો સફળ થયો.
કૌંચ પક્ષીની રક્ષા ખાતર મેતાર્ય મુનિએ પ્રાણનું બલિદાન કર્યું પણ હોઠ ખોલ્યા ન હતા. આવા મુનિનું જીવન સાંભળીને પણ આપણે ઓછામાં ઓછું યોગને સુયોગ બનાવવાના પ્રયત્ન કરીશું તો જ ઈન્સાન બની ભગવાન બનવામાં સફળ બની શકીશું. દેશની ચિંતા કરનારને માત્ર અંતમાં એટલુ જ કહેવું છે કે તું તારી અને તારા ઘરની ચિંતા છોડી ઈન્સાન બની જીવવાનું ચાલુ કરી દે. જીવન ધન્ય બની જશે...
વિદ્વાનોકી નહીં કર્મોવાનોકી કમી હૈ સંધીવાનોકી નહીં નિષ્ઠાવાનોકી કમી હૈ યહ જમાન બડા અટપટ્ટા આ ગયા ભગવાનકી નહીં ઈન્સાનોકી કમી હૈ
એક દૂકાને ભીખારી શેઠ પાસે પૈસા માંગી રહ્યો હતો. સાહેબ! કંઈ આપો, ભગવાન તમારૂં ભલુ કરશે. શેઠે ભિખારીને રવાના થઈ જવાનું
૧૩૨