________________
આપ્યો - અવશ્ય ચારણીમાં પાણી રહી શકે. માત્ર પાણીનો બરફ જામે તેટલો સમય તમારે ધીરજ ધરવાની રહે છે. ચિંતકના જવાબને વિધાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.
ધીરજનો ગુણ આજનો માનવી ઝડપભેર ગુમાવી રહ્યો છે. પાંચ સમવાયમાં સ્વભાવ જેટલો મહત્ત્વનો છે, એટલું જ મહત્તવ કાળ (સમય) પણ છે. કાળ પાકે ત્યારે જ કાર્ય પરિણમે છે અથવા પૂર્ણ થાય છે. કર્મ :
કાર્યમાં જીવનો સ્વભાવ, જીવ માટે કાળ (સમય)ની જેટલી આવશ્યક્તા છે, એટલી જ કાર્યમાં જીવના કર્મની છે. સંચિત કર્મો પ્રમાણે જ સુખદુઃખની ઘટના ઘટે છે, કર્મ વગર ક્યારેય કાર્ય થતું નથી અને કાર્યના ગુણાવગુણ મુજબ કર્મનું અવતરણ થાય છે, તેમ જ જીવનનું નિર્માણ થાય છે, સાથે તેમની પરિસ્થિતિ પણ ઉદ્ભવે છે. જૈન દર્શનના આઠ કર્મોમાં મોહનીય કર્મ કેપ્ટનના સ્થાને છે. પાંચ સમવાયમાં બધાં જેટલા મહત્ત્વના છે, એટલું જ મહત્ત્વ કર્મનું છે. “કત્તારમેવ અણુજાઈ કમ્મ” કર્મ કર્તાને જ અનુસરે છે. કર્મ થકી જીવ કોઈ પણ કાર્ય કરવાને પ્રેરાય છે.
કર્મનો ઉદય પણ પાંચ સમવાય જેટલો જ મહત્ત્વનો છે. માટે સાવધાન રહો કર્મ કરતાં! કર્મ ઉદયમાં આવ્યે રડવાથી કોઈ જ અર્થ સરતો નથી. માત્ર સ્વભાવ અને કાળથી જ સફળતા પ્રાપ્ત થતી નથી. માટે જ શાસ્ત્ર કહે છે કે “કર્મ વિહિન ન ફુલમ્ ન ફલમ્”.
પુરૂષાર્થ
-
જૈન ધર્મ પુરૂષાર્થ પ્રધાન ધર્મ છે. પુરૂષાર્થથી જ નિયતિનું નિર્માણ થાય છે. નસીબ પર હાથ મૂકીને રહેનારો, પુરૂષાર્થ કર્યા વિના સફળતા ઈચ્છે છે. તમે પુરૂષાર્થ કરતા જ રહો, મહેનત કરતા જ રહો સફળતા તમને શોધતી આવશે. દુઃખોથી ગભરાયા વિના મુશ્કેલીના તોફાનોથી ડર્યા વિના... દુષ્ટોની પરવા કર્યા વિના... બસ, તમે તમારો પુરૂષાર્થ કરતા જ રહો, જરૂર તમે ધારો છો ત્યાં પહોંચી શકશો.
શ્રેષ્ઠ ધનુર્ધારી બનવાના સ્વપ્ના લઈને ગયેલા એકલવ્યને શિષ્ય બનાવવાનો ઈન્કાર ગુરૂદ્રોણાચાર્યે કર્યો ત્યારે તે તૂટી પડ્યો હોત તો ! તો
૪૩
એ શ્રેષ્ઠ ધનુર્ધર કદી ન બની શક્ત. પણ તે તૂટી પડવાને બદલે ટટ્ટાર રહ્યો અને માટીના દ્રોણાચાર્ય બનાવીને સ્વપ્ન સિધ્ધિઓ પુરુષાર્થ કરતો રહ્યો તો આખરે અર્જુનને આંટી દે તેવો શ્રેષ્ઠ ધનુર્ધર થઈ ગયો.
કહેવાય છે કે ક્રિકેટ વિશ્વના એક સફળ કેપ્ટન ક્લાઈવ લોઈડને એની કેપ્ટન શીપના પ્રારંભે જ ઉપરાઉપરી પરાજયો મળ્યા. શું એ આ પરાજયોમાંથી નાસીપાસ થઈ ગયો? ના એણે વિશ્વાસથી કહ્યું હતું એ સમયે કે, આ પરાજયોમાંથી મને વિજયોનું દ્વાર ખોલવાની ચાવી મળી છે અને ખરેખર એ પછીના કાળમાં એણે વિજયોની હારમાળા સર્જી. શક્ય છે કે પરાજયો ન મળ્યા હોત તો એ સફળતાની પરંપરા ન રચી શકયો હોત !!
એવરેસ્ટ આરોહક તેનસીંગને કોઈએ સફળતાની ગુરૂ ચાવી વિષે પ્રશ્ન કર્યો. અભણ છતાં અનુભવી તેનસીંગે ધાર્મિક ઉત્તર આપ્યો કે વિઘ્નો... મુશ્કેલી અને સમસ્યાને ગૌણ કરીને આગળ વધ્યે જ જવું, તેજ ગુરૂ ચાવી છે. ટૂંકમાં, તમે તમારા પુરૂષાર્થને દ્રઢ બનાવતા જાવ... હિંમત ભેર કદમ ભરતા જાવ... નિર્ભયતાપૂર્વક સત્યના માર્ગે આગળ વધતા જ રહો. જરૂર તમો ગંતવ્ય સ્થાને પહોંચી શકશો. પરંતુ તમારો પુરૂષાર્થ સમ્યક્ દિશાનો હોવો જોઈએ... સત્ય તરફ હોવો જોઈએ...!
નિયતિ ઃ
જેની સાથે ઘણા બધાએ દોસ્તી બાંધી છે તેનું નામ નિયતિ! નિયતિ એટલે નસીબ... જે બનવાનું હતું, જ્યારે બનવાનું છે, જે બનશે તે જ બનવાનું છે. આપણે કાંઈ જ કરી શકતા નથી. બનવાવાળું જ બને છે, નહીં બનવા વાળું કયારેય બનતું નથી. બસ આ છે નિયતીનો પરિચય... પરંતુ જૈન ધર્મ તો ભાર દઈને જણાવે છે કે એકલી નિયતી જ બધું કરે છે તેવું ક્યારેય સમજવું નહીં... કોઈ પણ એક કાર્યની પાછળ સ્વભાવકાળ-કર્મ-પુરૂષાર્થ અને નિયતિનો ફાળો હોય છે. આમાં કોઈ એકનું ન ચાલે. પાંચ સમવાય મળે ત્યારે જ કાર્યથાય છે તે વિના નહીં, માટે આપાંચ સમવાયને સમજીને આગળ વધનાર ક્યારેય હતાશ કે નિરાશ બનતો નથી.
૪૪