________________
હાંય જ્યાં મારું નસીબ જ વાકું હોય ત્યાં શું થાય?
આપ વિચારી શકો છો કે જે દ્રવ્યનો સ્વભાવ જ ઉગવાનો નથી તેવા જડ પથ્થરને ભવ આખો ખાતર બરદાસ્તી કર્યા કરોને, પણ પથ્થર કાંઈ ઉગતા હશે?
જૈન દર્શનપષ્ટ નિર્દેશ કરે છે કે દરેક તત્ત્વમાં તેનો નિર્જીવ સ્વભાવ હોય છે અને તે તત્ત્વ તેના સ્વભાવ મુજબ જ કાર્ય કરે છે. તેના સ્વભાવ વિરુદ્ધનું કોઈપણ કાર્ય તે તત્ત્વો કરી શકતા નથી, માટે પ્રથમ સ્વભાવને જાણવો જરૂરી છે.
અભવિનો સ્વભાવ ક્યારેય મોક્ષમાં જવા માટે બનવાનો નથી. અભાવ સાધુ બને છે, સાધના કરે છે, અને શાસ્ત્રકાર તો જણાવે છે કે સાધના થકી પુણ્યોપાર્જન કરીને દેવલોકમાં નવરૈવેયક સુધી પહોંચી જાય છે. નસીબને જેટલું સમક્ષ રાખવામાં આવે છે, પુરૂષાર્થને પણ જેટલો નજરાં. લેવામાં આવે છે, એટલો આ સ્વભાવ પ્રાયઃ નજરમાં લેવામાં આવતો નથી. જીવોની તમામ પ્રવૃત્તિમાં સ્વભાવ કામ કરે છે તે વાત ભૂલવી ન જોઈએ.
કાળ!...
કાળ એટલે સમય... જે અવિરત વહેતો જ રહે છે.. પણ તેના દમના. નિયમ મુજબ તેને નથી બાંધી શકાતો કે નથી તેને ભગાડી શકાતો કે નથી તેને સ્થિર કરી શકાતો. નિયતિના દમ મજુબ ચાલવાને તે બંધાયેલો. છે. ન એક પળ આગળ કે ન એક પળ પાછળ. હવે આવા સમયને માનવી તેની જ મતિના ગજથી માપવા જાય તો કેમ ચાલે? આપણે જાણીએ છીએ કે ગોટલીમાં ઉગવાનો સ્વભાવ છે અને તે ઉગવાથી વૃક્ષ અને ફળ મળવું જ જોઈએ. હવે કદાચ આપણે કેરીની ગોટલી વાવી પાણી પણ પાયું અને હવે હુકમ કરીએ કે ચાલ કેરી આપ, છે ને તદ્દન શેખચલ્લીની વાત ! ‘‘ન ભૂતો... ન ભવિષ્યતિ' દરેક દ્રવ્યને ફળવા માટે તેને જરૂરી સમય આપવો જ પડે, તેટલો સમય આપણે ધીરજ ધરવી જ જોઈએ. આપણી ધર્મ કરવાની તૈયારી છે, પરંતુ તેના મર્મને સમજવાની ધીરજ નથી. ધર્મકરણીના સત્કર્મના ફળ પણ સમયાનુસાર જ પ્રાપ્ત થાય છે. આમ દરેક બાબતોમાં ધીરજ આવશ્યક છે. બધી બાબતોમાં બધું જ
ફટાફટ થઈ જવાની અપેક્ષા માણસને નિષ્ફળતાની ખીણમાં ગબડાવી દે છે. ટૂંકમાં દરેક ઘટનાઓને પરિણામમાં આવવા માટે તેનો પોતાનો અલગ અલગ સમય હોય છે.
“ધીરજ ધરતા શીખે જે નરનાર, ભલે હોય આંધી કે હોય તૂફાન, સમજ “માણેક' સમતાનો સાર,
પામવા પરમાત્મા પદ મહાન.” સાધના કરવી સહેલી છે, પણ ધીરજ ધરવાની સાધના કઠિન છે. ભગવાન મહાવીર સ્વામી જેવા મહાન સાધક પુરુષને, જેણે પચ્ચીસમાં ભવમાં જ તીર્થકર પદ નિશ્ચિત કરી લીધું હતું તેમને પણ સ્કાયવીશમાં ભવમાં ૧૨|| વર્ષ અને ૧૫ દિવસ સુધી ધીરજ ધરવી પડી હતી. તીર્થકર બનવા માટે આમ, દરેક માનવીએ, ચાહે તે આરાધક હોય કે સાધક હોય પણ કાર્યના પરિણામ માટે... જીવનની સફળતા માટે ધીરજથી સમયને પસાર થવા દેવો જોઈએ. સમયના સાગરમાં તરો જરૂર, તણાવ નહીં, કારણ કે તરવું તે પુરૂષાર્થ છે, તણાવું તે “મોહ' છે. કાર્ય કરતા રહો. કાર્ય થઈ જવું જ જોઈએ... એ માન્યતા જ ભૂલ ભરેલ છે. કારણ કે કાર્યના પરિણામો - સફળતાના એ સમયને આધિન છે. સમય મહત્તમ છે... તે ધારે તો જેટ ઝડપે પરિણામ આપણા હાથમાં મૂકી દે અને તે ધારે તો જેટ ઝડપે પરિણામ આપણા હાથમાં મૂકી દે અને તે ધારે તો ગોકળગાયની ગતિએ પણ આપણી ધીરજની કસોટી કરતા કરતા પણ પરિણામ આપે. ધીરજ હોવી જોઈએ
એક ચિંતકે કોલેજમાં વકતવ્ય આપ્યું કે તમે કાર્ય કરતા રહો, પરંતુ તેની સફળતા કે પરિણામ માટે ધીરજ રાખો, ધીરજની કલા અશક્યને જરૂર બનાવે તેવી અજબની છે. કોલેજના એક વિદ્યાર્થીએ વચ્ચે જ પ્રશ્ન કર્યો કે ચારણીમાં પાણી ભરવાની મહેનત કરીએ અને વર્ષો સુધી તે કાર્યવાહી ચાલુ પણ રાખીએ તો ચારણીમાં પાણી ભરાશે ખરૂં? આ ધીરજની વાત મારા મગજમાં બેસતી નથી. વિદ્યાર્થીના પ્રશ્ને ચિંતકને ક્ષણભર સ્તબ્ધ કરી દીધા. પણ બીજી જ ક્ષણે સ્વસ્થતાથી તેમણે જવાબ
– ૪૧
- ૪૨