________________
મૃત્યુ પહેલાં...
હવા કા ઝોંકા લગતે હી દીપક બુઝ જાયેગા,
સૂર્ય ઉધ્ય હોતે હી પ્રકાશ ફેલ જાયેગા, જીવન કો અમર માનકર મત ચલો,
શ્વાસો કા ક્યા ભરોસા? કબ રૂક જાયેગા. સૂર્યોદય પછી સૂર્યાસ્ત, ખીલ્યાં પછી કરમાવવું. ભરતી પછી ઓટ, તડકા પછી છાયા... બસ, જીવન પછી મૃત્યુ નિશ્ચિત છે. જેમાં નિરાશા કે નાસીપાસ થવાનો કોઈ અર્થ નથી. મૃત્યુ એ જીવન કેવું જીવ્યાં તેનો માપદંડ છે? જીવન જીવ્યાનું સરવૈયું કાઢવાની દિવ્યદિવાળી છે. મૃત્યુથી એ જ ભાગે છે-ડરે છે કે જેણે જીવનની સ્કૂલમાં ભણતર, ચણતર અને ઘડતર કર્યું નથી. એ માણસ મૃત્યુનથી ડરતો-ભાગતો ફરે છે, જેણે જીવનમાં ધર્મને સ્થાન આપ્યું નથી. જીવનમાં યથા-શક્તિ ધર્મને સ્થાન આપ્યું હોય, એવાં ધર્મીઓ તો પ્રિય અતિથિની જેમ મૃત્યુને વધાવવા સજ્જ હોય છે.
એક અપેક્ષાએ માનવનું જીવન વિધાર્થી અને વેપારી જેવું છે. વિદ્યાર્થીને જેમ માનવે ધર્મની બારાખડી ‘અ'થી ઘૂંટવી શરૂ કરવાની છે, અને છેક ‘જ્ઞ’ સુધી પહોંચવાનું છે. આ થી જ્ઞ સુધી આ મહેનત દ્વારા માનવે ધર્મના ક્ષેત્રે અ-અજ્ઞ મટી, જ્ઞ-સુજ્ઞ બનવાનું છે. વિદ્યાર્થીની જેમ ક્ષણ-ક્ષણ અને વેપારીની જેમ કણ-કણનો હિસાબ રાખીને આપણે જો આપણા જીવનને વિધા-વૈભવ સમા ધર્મથી ભરપૂર બનાવવા મથીએ તો મૃત્યુનો ભય સમૂળગો નાશ પામી જાય. પછી તો મૃત્યુમાં આપણને આપણા પ્રિય અતિથિનું દર્શન થવા માંડે. યાદ રાખવા જેવી બાબત એ છે કે ભણતરની સચ્ચાઈ પરીક્ષા દ્વારા સાબિત થાય છે, કમાણીનો છે કે ભણતરની સચ્ચાઈ પરીક્ષા દ્વારા સાબિત થાય છે, કમાણીનો હિસાબ-અંદાજ દિવાળીના દિવસોમાં ખ્યાલ આવે છે, એમ જીવનમાં કરેલાં ધર્મની નડતરતા મૃત્યુની પળે મપાય છે. ‘લખી રાખો, જીવન જીવી જાણનારો જ મૃત્યુને માણી લેવામાં હરપળે તૈયાર જ રહે છે. બાકી, જીવન માત્ર જીવી જનારો તો
મૃત્યુને માણી લેવાની વાતતો દૂર રહી, પરંતુ મૃત્યુ સમયે હાય-વોય કરવી પરભવને ઘૂંઘળો બનાવે છે.”
અકામ મરણ પ્રભુ મહાવીર સ્વામીએ અંતિમ દેશનામાં ઉત્તરાધ્યયન સુત્રમાં મરણના બે પ્રકાર બતાવ્યા છે. એક અકામ મરણ અને બીજું છે સકામ મરણ. અકામ મરણનો ભોગ આપણો આત્મા અનેક વાર બન્યો છે. અકામ મરણે મરવા માટે કોઈ પુરૂષાર્થની જરૂર નથી. અનંત ભવોથી જીવ અકામ મરણે મરતો આવ્યો છે. જે મરણથી આત્મા સંસારના પરલોક પર અવિશ્વાસ રાખે છે, આજે ભોગો મારા હાથમાં ચે તેને ભોગવી લઉં, શું ખબર! પરલોક છે કે નહીં? પછી ભોગો મળે કે ન પણ મળે. આવા વિકલ્પોમાં રહે છે તે જીવ બસ-સ્થાવર જીવનની હિંસા કરે છે. ધંધામાં અસત્ય અને અનીતિ, સહજ, અચકાયા વિના કરે છે. વૃત્તિ રાખ્યા વિના જે જીવો સદૈવ પાપમય જીવન જીવી રહ્યાં છે તે જીવો સદૈવ પાપમય જીવન જીવી રહ્યાં છે તે જીવોઅવશ્યમેવ અકામ મરણનો ભોગ બને છે. ‘ત સે મરાન્તfજ, થાણે સંત સ મથ' અને હાં, જ્યારે અજ્ઞાની જીવને મરણ નજીક દેખાય છે, ત્યારે તે પારાવાર સંતાપ કરે છે. મહાભયંકર મરણની વ્યથા અનુભવતો એ જીવ પશ્ચાતાપ કેર છે. હાય! હવે મારું શું થશે ? પાપ પર પશ્ચાતાપ નથી કરતો પણ પાપના ફળ નરકમાં ભોગવવા પડશે ત્યારે મારી હાલત શી થશે ? આમ, બોલ જીવો પોતાનો જન્મ, જીવન અને મૃત્યુ ત્રણેય બગાડે છે. એટલું જ નહીં, પરલોક અને અનાર્ય વૃત્તિનો ત્યાગ કરી, આલોક, પરલોક અને પરલોકને સુધારી લેવો તે જ આ ભવનું પરમ કર્તવ્ય છે.
પરીક્ષાના સમયે તે વિધાર્થીને તાવ આવે છે. જેણે બારે માસ અભ્યાસ છોડીને કેવળ રખડપટ્ટીનું કામ કર્યું છે. તેમ જ વેપાર સમયે આળસ કરનારને લમણે દરિદ્રતા આવી પડતી હોય છે. તેમ મરણ વેળાએ તે જ રડવા બેસે છે, હાય - વોચ કરે છે, પોક મૂકીને રડે છે, જેણે જીવન જીવવામાં થાપ ખાધી છે. સંત સમાગમ, સદ્ઘાંચન, ક્ષમાસમતા આદિ ભાવોથી જે વેગળા રહી જીવન જીવે છે, તેને મરણજેવી
૪૫
- ૪૬