________________
હાલત બાલ જીવોની છે. મરણ આવે ત્યારે વિચાર આવે કે હવે શું? મારું શું થશે? હું હવે ક્યાં જઈશ? જેના માટે આખી જિંદગી ખર્ચી નાખી. તેમાનું કંઈપણ સાથે આવવાનું નથી. આમ સંકલ્પો-વિકલ્પો અને આરૌદ્ર ધ્યાનના વંટોળમાં ખેંચાઈ જઈ, ઉત્તમ ભવને હારી, પરલોકની મહાદુઃખની . યાત્રાએ પહોંચી જાય છે.
સકામ મરણ : પરમાત્મન પ્રભુ મહાવીર દેવ ફરમાવે છે કે ‘સસિ વિયં નિયં’ સૃષ્ટિના સર્વ જીવોને ધન, પુત્ર, પરિવાર, સત્તા, સન્માન આ બધું પ્રાણથી પ્યારું છે. ભલે જન સમૂહ ઉચ્ચારે પણ ત્રિભુવનપતિ વીર ભગવાન તો ફરમાવે છે કે જીવોને સૌથી વહાલું જીવન છે. અને હા, જીવન છે તો જ બધું છે, નહીંતર બધુંય સ્વપ્નવત છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે માણસને બધું પ્રિય અને કિંમતિ લાગે છે. જીવન પ્રિય છે પરંતુ મૃત્યુ અપ્રિય છે. પંડિત જીવોને જીવન અને મૃત્યુ બંને બાબતમાં સમાધિસમભાવ હોય છે. જીવન સમાધિયુક્ત જીવનાર પંડિત પુરૂષને મૃત્યુ ઉપાધિવંત બનતું નથી. પંડિતો મૃત્યુને પડકારે છે, સ્વાગત કરે છે, નીડર બની મૃત્યુને ભેટે છે. કારણ મૃત્યુ ઉપાધિવંત બનતું નથી. મૃત્યુ આત્માને મારી શકવા અસમર્થ છે, એ વાત પંડિતાત્માઓ સારી રીતે જાણતા હોય છે. શરીરનું મૃત્યુ થાય તેમાં આત્માને થાય તેમાં આત્માને શો લાભ કે નુકશાન ? આત્મા તો અમર છે. એ તો મૃત્યુની પેલે પાર છે. આત્માને ન અગ્નિ બાળી શકે, ન શસ્ત્ર છેદી શકે, ન તો યમરાજા એક પણ આત્મપ્રદેશ ઓછો કરી શકે, કારણ આત્મા અખંડ, અમર, અજર અને અવિનાશી તત્ત્વ છે. આ જ્ઞાનમગ્ન પંડિતોને મૃત્યુ વેળાએ રડવાનું હોતું નથી. મૃત્યુની પળો. તો તેઓ માટે મહોત્સવ હોય છે. પંડિતોના મૃત્યુમહોત્સવના ટાંકણે દેવો-ઈન્દ્રો પણ ઉજવણી કરવા હોંશે પધારે છે. બાલ મરણ જીવના અનેક વાર થાય છે. પરંતુ પંડિત મરણ એક વાર થાય છે. જે મરણ પછી જન્મ જીવન ન હોય, તે પંડિતમરણ. રોજ પ્રભુને પ્રાર્થના કરો કે ““હે પ્રભુ! સંથારા યુક્ત પંડિત મરણે હું ક્યારે મૃત્યુને પામીશ ?'' સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના મનોરથમાં આવી પંડિત મરણની.
ભાવના રજૂ કરવામાં આવી છે. જેનું જીવન ત્યાગ-વૈરાગ્ય-સંયમ અને સમાધિવંત એનું મૃત્યું સંપૂર્ણ સમાધિવંત. મૃત્યુને આવકારો... સ્વાગત કરો... તો તમે સાચા પંડિત બન્યા ગણાશો. મારા મરણ વખતે
આજના યુગમાં માનવીની જિંદગી ખૂબ જ ઝડપી, ટેન્શન યુક્ત અને દોડધામવાળી બની જતાં તંદુરસ્તીમાં તકલીફો ઊભી થતાં વાર નથી લાગતી. મૃત્યુ પણ ઝડપથી અને અચાનક થતા જાય છે, ત્યારે કોઈ ઉપાય સૂઝતો નથી એટલે જ પ્રતિક્ષણ જાગતા રહેવાનું, પ્રભુસ્મરણ અને આત્મસ્મરણ કરતા રહેવું હિતાવહ છે. સતત પ્રભુને પ્રાર્થના કરતા રહો કે હે પ્રભુ! મારા દુઃખ સમયે તું મદદરૂપ ન બને તો ચલાવી લીશ, મારા દર્દ વખતે તારા તરફથી સહાય નહીં મળે તો હું જઝૂમી લઈશ. પરંતુ હે દેવાધિદેવ! ત્રિલોકીનાથ ! મારા મરણ સમયે તારું સ્મરણ, તારું ધ્યાન, તારું ચિંતન, તારું રટણ અને તારો આધાર નિરંતર રહે તે મારી ભાવનાને તારે સફળ કરવી જ પડશે. જીવનક્ષેત્રે આવેલી ઉપાધિને હું સહી લઈશ પરંતુ મરણ સમયે તો તારે સમાધિના દાન કરવા જ પડશે તે વિના નહીં ચાલે. વર્ષોથી નિરંતર મારી પ્રાર્થના રહી છે કે મારું મરણ તું સુધારજે. મરણ વખતે તારા શરણ સિવાય અન્યથા કોઈનું શરણ નથી. ભલે જીવનમાં બધાં મારા લાગતા હોય પરંતુ મરણ સમયે તો વહાલા પ્રભુ ! તું જ મારો છે, તે વાત મારા દિલમાં જડબેસલાક બેસી ગઈ છે. મારા અનંત ભવોના મરણ બગડી ગયા. હું અકામ મરણ પામ્યો. હે પ્રભુ! હવે આ ભવે મારું મરણ વાસનાથી મુક્ત મરણ હો, દેહની મમત્વ દશાના ત્યાંગયુક્ત મરણ હો. સૃષ્ટિના કોઈ પદાર્થમાં, વ્યક્તિમાં મારો જીવ ન હો, પૂર્ણ સમાધિ મરણ, સકામ મરણ મારું હોજો. બસ ! પ્રભુ હું નિરાંતે જીવન જીવું છું. કારણ, મારા મરણની જવાબદારી આજથી તને સોંપી છે. મરણ સમયે આવજો, મારી ભાવીને સુધારજો...
– ૪
૪૮