________________
વિચારસરણીને પોઝીટીવ બનાવો...
નેગેટીવ દ્રષ્ટિને અલવિદા કરી દો. સો ખરાબમાંથી એક સારું શોધવાની, બાબત પોઝીટીવ છે, અને સો સારામાંથી એક ખરાબ શોધવાની બાબત નેગેટીવ છે. ક્ષમાગુણનાં સ્વામી બનવું હોય તો પોઝીટીવ દ્રષ્ટિ રાખો. નેગેટીવ દ્રષ્ટિનો ત્યાગ કરો. ક્રોધથી બચવાનો બીજો ઉપાય છે... અહંકારનો ત્યાગ. મારા કહ્યા પ્રમાણે કે મારા ધાર્યા પ્રમાણે બધું થવું જ જોઈએ એવો. આગ્રહ છોડી દો. સૌથી વધુ કંકાસ અહંકારથી જ થાય છે. બધાં દુરાગ્રહો છોડી દો. કોઈની ઉપર ખોટો અધિકાર ન જમાવો, કોઈને પૈસાનો અહંકાર, ઘમંડ - અભિમાન હોય છે. ખરે દોસ્ત, શું લઈને આવ્યો હતો અને શું લઈને જવાનો છે? તારે પોતાને જ ઘમંડ, અહંકાર અને ક્રોધથી બંધાતાં પાપોનું પોટલું ઊંચકીને ચાલવું પડશે. તેના બદલે ક્ષમા આપવાનું શીખ, જેથી પુણ્યરથમાં બિરાજીને ભવપાર થઈ જા.
ધાર્યું કોઈનું થયું નથી, સાક્ષાત્ શ્રી કૃષ્ણ પણ મહાભારતનું યુદ્ધ અટકાવી શક્યા નહોતા. અરે! અર્જુન પણ અભિમન્યુને બચાવી ના શક્યો, પોતાનું ધાર્યું થાય તો પણ ભલે અને ન થાય તો પણ ભલે. કદી હતાશ ન થવું. જેમાં તમારો અધિકાર નથી. તેમાં ખોટા વલખાં મારવાથી શો અર્થ? તમારી વિચારણાને સમયાનુકૂલ બનાવી દો, પછી ગુસ્સો અને ક્રોધ માત્ર શબ્દો જ બની રહેશે, ઉદયમાં નહીં આવે.
ક્રોધથી બચવાનો ત્રીજો ઉપાય છે... મનઃસ્થિતિને પલટાવવાની વૃત્તિ રાખો.
તમારી મનની પરિસ્થિતિને બદલો. વહુના હાથે રકાબી ફૂટી ગઈ, નોકરથી કાચ તૂટી ગયો, ધંધામાં ખોટ ગઈ, જે થવાનું હતું તે થઈ ગયું, પછી ક્રોધ ન કરો. કેમ, ધ્યાન નથી રખાતું? રકાબી કેટલી મોંઘી હતી, કપરકાબીનો નવો સેટ તૂટી ગયો, તને ખબર નથી પડતી ? આવું બધું બોલીને બીજાનું દિલ ના તોડો. રકાબી ભલે તૂટી જાય, નવી આવશે. પણ તૂટેલા દિલ કદી સાંધી નહીં શકાય. આવું તૂટેલું બોલશો તો નોકર તૂટેલાં
– ૧૯
દિલથી જ કામ કરશે. રકાબી ફૂટી ગઈ, ચાલો જે થવાનું હતું તે થઈ ગયું. તને કંઈ વાગ્યું તો નથી ને?રીતે ક્ષમા આપવાની ટેવ પાડો. વ્યક્તિ ધ્યાન દઈને પૂરા દિલથી કામ કરશે. ફરી રકાબી નહીં તૂટે. ક્ષમા. કરી દેવાથી તમારું મન શાંત રહેશે, ચિત્ત પ્રસન્ન બની જશે, વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહેશે.
ઘરમાં આવા અનેક પ્રસંગો બનવાના માટે માનસિક સ્થિતિ બદલી નાંખો તો ક્લેશ ઓછો થઈ જશે, શાંતિનો અનુભવ થશે.
જો સૌથી વધુ ગુસ્સો થતો હોય, સૌથી વધુ કંકાસ-ક્લેશ અને ઝઘડો થતો હોય તો તેના માટે જવાબદાર જીભ છે. આજે ભાષાના અવિવેકથી પતિ-પત્ની વચ્ચે, પિતા-પૂત્ર વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે સંઘર્ષ અને વેરની પરંપરા સર્જાય છે, ભાષાના અવિવેકને લીધે. આખું મહાભારત સર્જાયું દ્રૌપદીની બોલવાની એક ભૂલને કારણે ! હું ક્યાં, કોની સામે અને કેટલું બોલી રહ્યો છું? તેનું ભાન રાખો. નહીં તો રાઈનો પર્વત બનતા વાર નહીં લાગે. ગયે માપ માપોચી અજતનાપૂર્વક બોલવાથી પાપ બંધાય છે. જે બોલવાથી કોઈનું દિલ દુઃખે તેવી વાણી કદી ન બોલો. જ્યાં જરૂર પડે ત્યાં જ બોલો. જરૂર જેટલું જ બોલો. બોલવા જેવું લાગે તો જ બોલો, તોલીને બોલો, પ્રેમથી બોલો.
માણસ માત્ર, ભૂલને પાત્ર”, આ વાત હંમેશાં યાદ રાખો. દરેક વ્યક્તિથી ભૂલ થઈ શકે છે. તેથી આપણે ક્રોધ કરવો નહીં. તેને સમજાવો કે ભૂલને આ રીતે સુધારીને કામ કર. ગુસ્સો કદી ન કરો. તેના પ્રત્યે હૈયામાં દ્વેષભાવ રાખવો નહીં. તેને પ્રેમથી બોલાવી કાર્યમાં લગાડી દેવો, ભૂલ ન કરવી સહેલી છે પરંતુ ભૂલ કરનાર પ્રત્યે પ્રેમ કેળવવો કઠિન છે. અને તેનાં કરતા તેના પ્રત્યે હૈયામાં દ્વેષ ન જન્મવા દેવો વધુ કઠિન છે.
જિસકે ભીતર મેં તેલ નહીં, વહ દીપ જલેગા કૈસે? જિસકે મૂલ મે રસ નહીં, વહ ફૂલ ખિલેગા કૈસે?
ક્ષમા ધર્મકા મૂલ હૈ, યે સબ કહેતે હૈ લેકિન, જિસકે દિલ મેં કરણા નહીં, વહ વ્યવહાર ચલેગા કૈસે? નોકરથી કાચની બાટલી ફૂટી ગઈ, પૂત્રથી કપ તૂટી ગયો, વહુથી કાચ
- ૨૦