________________
બહેનોને બાહુબલીને પ્રતિબોધ કરાવવાં વનમાં મોકલ્યાં. “વીરા મારા ગજ થકી નીચે ઊતરો.” આ મીઠો સ્વર કાનમાં રેલાયો ને બાહુબલી સચેત થયા. આ કોનો જાણીતો અવાજ! હું ક્યાં હાથી ઊપર બેઠો છું? મને હાથી ઉપરથી ઊતરવાનું કેમ કહે છે? બસ ચિંતનની ધારા ચિત્તમાં વહેવા લાગીને અહંકારનો હાથી નજરમાં આવી ગયો... અરે ધિક્કાર છે. મારા અહંકારને ! મારા ભાઈ મુનિવરોને હમણાં વંદન કરી આવું છું. બસ વંદન કરવા પગ ઉપાડ્યો કે કેવળદર્શનની અમૂલ્ય ભેટ પ્રાપ્તિ થઈ ગઈ.
જો એક સૂક્ષમ અહંકાર પણ આટલી ભયંકર તાકાત ધરાવે છે તો તે માનવી તારા અંતરના ભંડારમાં તો ઢગલાબંધ અહંકાર ભર્યો છે...! તમામ સંસ્થાઓના શુભકાર્યો અટકીને ઊભાં હોય તો આ અહંકારના પાપે જ... ! રે અહંકાર...!તારા પાપે ધર્મના કાર્યમાંયે અંધારું છવાયું છે. તું જેનામાં પ્રવેશે તેના તો બાર વગાડી મૂકે, પણ જે જે ક્ષેત્રમાં તે માણસ પ્રવેશે તે ક્ષેત્રનેય વેરાનમાં પરિવર્તન કરી મૂકે...! આ અહંકારે જ આપણને અહંમ બનવા દીધા નથી. એટલે જ કોકે કહ્યું છે, “અહમ્ રે. અહમ તું જાને મરી, તું જાય પછી જે બાકી રહે તે હરિ.”
આપણે જાણીએ છીએ કે અહંકાર આ ભવમાં તો મરી જવાનો જ નથી, પણ અહંકાર મરે નહીં તો કાંઈ નહીં. તત્ત્વજ્ઞાનના માધ્યમે તેને માંદો તો પાડો, જેથી વધુ તાકાત તમારી સામે નહીં કરી શકે...! નહીંતર અહંકાર તમારા વિનય ગુણનો નાશ કરી નાંખશે. મારે વિનય નાશ
અને હા... આ અહંકારના મોટા અવગુણ છે. સ્વપ્રશંસા અને પરનિંદા. બીજાના ગુણો મુખેથી બોલી તો ન શકે પણ કાનેથી સાંભળી પણ ન શકે. માત્ર એને રસ હોય છે. પોતાની પ્રશંસામાં. અહંકારીને કામ કરવા કરતાં નામ કરવામાં વધારે રસ હોય છે. ધાર્મિક ક્ષેત્રમાં કે સામાજિક ક્ષેત્રમાં જ્યાં
જ્યાં અહંકારે પ્રવેશ મેળવ્યો ત્યાં ત્યાં મોટી હોનારતો સર્જી છે. માત્ર પોતાનું હિત કરવામાં અનેકોનું અહિત કરવાનું પાપ, અહંકારના પાપથી યોજનો દૂર રહેવામાં આપણું હિત છે.
આ અહંકારને જીતવા માટે પ્રભુએ નમ્રતા ગુણ પ્રગટાવવાનો સચોટ ઉપદેશ આપ્યો છે. એટલે કે તમે તમારા હૈયાને નમ્ર, વિનયી અને ગુણ
સંપન્ન બનાવો. માયાની રમત રમીશ ના!
સ્ત્રીનો અવતાર મળવાનું કારણ જાણો છો ? જાણતાં અજાણતાં કરેલી. માયાને લઈને સ્ત્રીનો અવતાર જીવને મળે છે...!
મુનિવયને સંસારના ક્ષેત્રની માયા હો કે પછી સાધનાના ક્ષેત્રની માયા હો, શાસ્ત્રમાં આ માયાને શલ્ય તરીકે બતાવેલ છે. કાંટો હૃદયમાં પ્રવેશે એટલે કે પ્રસન્નતાથી સાધના કરવી મુશ્કેલ. માથા ઉમરાજ નાસ. માયા મિત્રતાનો નાશ કરે છે. માયાથી મેળવેલી ચીજવસ્તુનો ઉપયોગ કરવામાં આનંદ નહીં માત્ર ભય અને ઉદ્વેગ જ હૈયામાં રહ્યાં કરે છે. બાહ્ય ક્ષેત્રમાં સફળતા કદાચ માયા-કપટનાં આધારે મળી જાય, જો પુણ્ય મજબૂત હોય તો, પરંતુ યાદ રાખજો કે આત્યંતર ક્ષેત્રમાં માયા-કપટ ભાવ રાખીને ક્યારેય સફળતા મળતી નથી. સફળતા મળે છે હૈયાને નિષ્કપટ બનાવવાથી. બાહ્ય અને આત્યંતરમાં સફળતા ઈચ્છતા હો તો હૈયાને ફૂલ કરતાં જ કોમળ... માખણ કરતાં ય કૂણું બનાવી દેવાનો આજથી પુરુષાર્થ ઉપાડો.
ખ્યાલ છે ને મલિ ભગવતીના જીવનનો ? પૂર્વભવમાં છ મિત્રો સાથે સંયમ સ્વીકાર્યા બાદ એક સરખું તપ કરવાનો બધાએ નિર્ણય લીધેલો. એકવાર મલિના આત્માને વિચાર આવ્યો જો એક સરખું તપ કરીશું તો હું આ ભવમાં જેમ વડિલ છું તેમ બીજા ભવમાં નહીં બની શકું. આ મોટા બનવાના નબળા વિચારે, માયાના દોષે હૈયામાં જન્મ લીધો. બધાં કરતાં એક ઉપવાસ વધુ કર્યો. જેના પરિણામે તીર્થકર સ્ત્રી અવતારે જન્મ નહીં પરંતુ પૂર્વે બાંધેલા આ માયા-કપટના કર્મે અચ્છેરું સજાર્યું કે મલ્લિજી સ્ત્રી રૂપે તીર્થકર બન્યા...!
સાધનાનાં ક્ષેત્રે કરેલી માયા પણ જો ખરાબ પરિણામ લાવી શકે છે તો હે માનવ સંસારમાં ધન-કુટુંબ કે અન્ય કારણોસર કરેલી માયા તારા શું હાલ કરશે ? માયાને અંતરક્ષેત્રમાંથી વિદાય આપવાની છે અને તેના માટેનો સચોટ અને શાશ્વત ઉપાય છે, તું તારા હૈયાને સરળ અને ઝહજુ બનાવી દે. દરેક પ્રવૃત્તિમાં નિષ્કપટ વૃત્તિને આગળ કરીને ચાલવાથી આ માયાના દોષથી બચી જવાશે. માટે તમે હૈયાના સરળ બનો... પછી બધી
- ૨૩
- ૨૪