________________
સુખ દુઃખ કી ચિંતા મત કરો, વે ચોં હી આતે હૈ જાતે હૈ, - ફુલ સદા કાંટો મેં ખિલતે હૈ, સેપે મુરઝાતે હૈ.... કાંટાઓની વચ્ચે જ ગુલાબને ખીલવાનું હોય છે. શૈયા ઉપર તો ગુલાબ કરમાઈ જાય છે. બસ જિંદગી બને છે દુઃખથી, માટે દુઃખના. દ્વેષી ન બનો. દુઃખના પ્રેમી બનવાની કળા હસ્તગત કરી લેવાની છે. કાંટાથી ગભરાવાવાળો ફૂલ લઈ શકતો નથી, અને ગુલાબ પાસે જઈ પણ શકતો નથી, તેમ દુ:ખથી ગભરાતો માણસ જિંદગીને માણી તો. શકતો નથી પણ જિંદગીને જીવી પણ નથી શકતો...! અમૂલ્ય માનવજીવનને હારી જવા સિવાય બીજું કાંઈ રહેતું નથી તેના માટે...! દુ:ખથી ભાગો નહિ દુ:ખને ભેટો!
મોટા ભાગે દુઃખથી ભાગી જવાની જ વૃત્તિ માનવમાં જોવા મળે છે. દુઃખ તો તેને સ્વપ્નમાંય આવે નહિ... અને કદાચ સ્વપ્નમાં દુઃખા દેખાઈ જાય તો તે ઝબકીને પથારીમાં બેઠા થઈ જાય.. દુઃખથી. ભાગી જનારાને ખબર નથી કે તું જ્યાં ભાગીશ ત્યાં દુઃખ તો તારી સામે જ ખડું થઈ જવાનું છે. કપડામાં વીંછી ચડ્યો હોય તો કપડું બદલાવી દેવાય પણ ભાગા-ભાગ કરવાથી વીંછી ઊતરી જવાનો નથી. બસ દુઃખ આવે તો દષ્ટિ કેળવાય. પણ દુઃખથી ભાગી જવાથી કાંઈ દુઃખ ચાલ્યું થોડું જવાનું છે. જગતમાં દુઃખ જેવી ચીજ જ ન હોય તો મને લાગે છે પ્રભુનું ભજન કે પ્રભુને યાદ કરવાનું ક્યારનું બંધ થઈ ગયું હોત. તમને કેવું લાગે છે? દુઃખ છે તો પ્રભુ યાદ આવે છે. દુઃખનો ઉપકાર માનો કે પ્રભુનું ભોજન કરવાનું યાદ કરાવે છે.. જોજો, બહુ સુખી બની જવાથી પ્રભુનું ભજન ઓછું થશે. તેમને ટાઈમ ઓછો હોય છે. શક્તિ ઓછી હશે. ટાઈમ અને શક્તિ બન્ને હશે તો ભાઈસાહેબને પ્રભુ - ભજનનો રસ ઓછો હશે.. કાંઈક એવું હશે કે તેમને પ્રભુ નામસ્મરણ કરવાં નહિ દે...
“સુખ કે માથે શિલા પડો, બીસરા જાયે રામ
બલિહારી વો દુ:ખ કી, પલપલ સમરે રામ.” સૂખમાં સૂઝે છે કામ દુ:ખમાં સૂઝે છે પ્રભુ રામ, માટે દુ:ખને પ્રેમથી .
-૧૮૧
ભેટી પડો... જેમ તમારા મિત્રને ભેટી પડો છો ને? તેમ તમે હવે દુઃખને પણ ભેટી જાવ. દુઃખથી ભાગી જનારાઓ આ જગતમાંથી કંઈપણ લીધા વિના ગયા છે જ્યારે દુઃખને ભેટી જનારા જગતમાંથી કંઈ લઈને ગયા છે. તમોને ખબર છે દુઃખ અગ્નિ જેવું છે. જે ઘાસને પળમાં બાળી નાંખે છે. લાકડાંને અગ્નિ બાળે છે. પણ બહુવાર લાગે છે. લોખંડને અગ્નિ ઓગાળી દે છે. સોનાને પણ અગ્નિ ઓગાળી નાંખે છે ખરું ને? દુઃખાગ્નિ પણ ઘાસ જેવા માનવીને પળમાં બાળી નાંખે છે... લાકડાં જેવાંને થોડીવાર પછી બાળે છે. લોખંડ જેવાને ઓગાળતા બહુ વાર લાગે છે... અને સોના જેવા માનવીને અગ્નિ બહુવારે ઓગાળે છે. ખેર... સોનું અગ્નિમાં પડીને શુધ્ધ બને છે. તેમ દુઃખાગ્નિ પણ સોના જેવા માનવીને મહાન બનાવે છે. તમે તમારી જાતને આજે પૂછી લો... તમે ઘાસ જેવો છો ? લાકડાં જેવા છો? લોખંડ જેવા છો? કે પછી સોના જેવા છો ? જો સોના જેવા હશો તો તમારાં બધાંય દુઃખો આજે વળાવી દેવામાં સફળ બન્યા વિના રહેશો નહિ, પરંતુ સંસારી લોકોની બહુ ખોટી આદત છે કે દુઃખોને વળાવવાની જગ્યાએ બીજાને ભળાવી દેવાનું તમે કામ કરો છો, એટલે બીજાને દુઃખી કરવાનું કામ કરો છો. દુઃખને ભેટવાનું પડતું મૂકી આપણે એટલા બધા ઉદાર અને વિશાળ દિલના છીએ કે બીજાને દુઃખ ભેટ આપી દઈએ છીએ. સુખ વહેંચવાની ચીજ છે
જ્યારે દુ:ખ તો જાત પર વહોરવાની ચીજ છે. દુઃખમાં એકલ, સુખમાં બધાયને બોલાવવા જોઈએ. પરંતુ આજના જમાનામાં ગરબડ થઈ ગઈ છે. સુખમાં એકલો અને દુઃખમાં બધાંને સાદ પાડીને બોલાવે છે.
શ્રી કૃષ્ણ વાસુદેવે કુંતીને માંગવાનું કહ્યું ત્યારે તમોને ખબર છે! કુન્તીજીએ શું માંગ્યું હતું? ના સાહેબ, ખબર નથી...! તમને કોઈ દેવ માંગવાનું કહે તો શું માંગો ? સાહેબ! જેવો અવસર. અરે વાહ..! જેવો અવસર! પણ આ કાળમાં કોના નસીબ છે કે દેવો. તમોને માંગવાનું કહે! કુન્તીએ માંગ્યું, ‘હે કૃષ્ણજી ! વિપદ: સન્ત ન શાશ્વતઃ જીવનમાં થોડી-થોડી વિપદા એટલે મુશ્કેલી દુ:ખ આપતા
-૧૮૨