SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં પર્વત સમાન અડગ અને મક્કમ રહ્યા. પણ સાથે જોડાયેલા બીજા બધા દુઃખમાં ઊખડી ગયા. ડગી ગયા. વનમાં ફળાદિ પણ. ખાવા લાગ્યા... અને પ્રભુને છોડી અન્યક્ષેત્રે શક્તિ અનુસાર જીવન જીવવા લાગ્યા, બસ જે ડગે છે, ઊખડે છે તે કાંઈ મેળવી શકતા નથી. સાધનામાં સફળતા મેળવી શકતા નથી. દુ:ખથી હલી જનારા હાર જાય છે. દુઃખથી ડરી જનારો પ્રભુમાંભળી શકતા નથી. દુઃખ ભોગવવાની બાબત છે. તેનાથી ભાંગી પડવાની કે ભાગી જવાની જરૂર નથી...! તમે અડગ બની જાવ... દુઃખને આવવા દો... જરાય ગભરાઈ ન જાવ... જુઓ, પછી બધાય રસ્તા તમારા માટે ખુલ્લા થયા વિના રહેશે નહિ. કદમ અસ્થિર છે જેનાં, એને મારગ મળતો નથી. અડગ મનના માનવીને, હિમાલય પણ નડતો નથી. સોળ સતીજીઓના જીવનચરિત્ર વાંચો તો ખ્યાલ આવશે કે તેમને કેટકેટલાં દુ:ખો પડ્યાં છે. અંજનાસતીને જંગલમાં એકલાં મૂકી દેવમાં આવ્યાં હતાં. પતિએ પરણ્યાની પ્રથમ રાત્રિએ જ પ્રેમને બદલે ધિક્કાર વરસાવી, વિદાય આપી હતી. ચંદનબાળાને બજારમાં વેચાવવા ઊભા રહેવું પડ્યું હતું. અને હા, છતાં સમજવા જેવી બાબત એ છે કે સતીઓએ દુઃખનાં નિમિત્તોને ધિક્કાર્યા નહિ. દુઃખની ફરિયાદ ક્યારેય કરી નથી. આપઘાત કરવાનું સ્વપ્નમાંય વિચાર્યું ન હતું. સાસુનો કોઈ દોષ નથી. પતિ તો પરમેશ્વર છે. ભલે તે જે કરે તેમાં તમને શા માટે ખરાબ કહેવા. બધોય દોષ મારાં કરેલા કર્મોનો જ છે... બદાય મારાં દુઃખના નિમિત્ત છે. બાકી ઉપાદાન તો મારું જ છે. એમ વિચારી જિંદગીને મજેથી જીવતા હતા. પ્રભુ મહાવીરસ્વામીનો આત્મા મરિચીના ભવમાં દુઃખથી હલી ગયો હતો... સારો સંસાર છોડી સાધુ બન્યા હતા. સાધુ બનવું બહુ કઠિન નથી પરંતુ સાધુ બન્યા બાદ સાધુપણામાં આવતાં પરિષહોને સહજ ભાવે સ્વીકારી સમતા રાખવી બહુ કઠિન છે. નખને રાંધી નાંખે તેવી. ગરમી પડતી હતી. મરિચીથી ગરમી સહન ન થઈ શકી. માથાના વાળ ખેંચીને કાઢવાની બાબતમાં હારી ગયા... બસ, આ દુઃખોએ મરિચીના જીવનમાં ભયાનક પરિવર્તન કરાવ્યું. જૈન મુનિમાંથી બન્યા ત્રિદંડી સાધુ.. પગમાં પહેરાવાનું ચાલું કર્યું. માથાનો લોચ કરવો પડતો મૂકને મુંડન કરાવવાનું પસંદ કર્યું. ટૂંકમાં, સાધુ ખરા પણ સગવડિયા સાધુ બન્યા. દેહ સુખ-સગવડતાના કારણે સમ્યકચારિત્ર ગુમાવ્યું દુઃખમાં હલી ગયા તો સાચો માર્ગ છોડીને ક્યાંય ફેંકાઈ જવું પડ્યું બસ, આ દુઃખથી ક્યારેય હલી જવું નહિ. એટલે જ કોઈકે સાચું જ કહ્યું છે કે... ધીરજ ધરકે જો સહે, આંધી યા તુફાન, ઉસે મિલતા હૈ અંતર કા વરદાન. દુઃખમાં ધીરજ ધરો.. દુઃખને સહર્ષ સહી લો... પછી જોજો, તમને દુઃખમાંય મસ્તીથી જીવવાના મહાપુરુષોના અંતરમાંથી આશીર્વાદ મળ્યા વિના નહિ રહે. દુ:ખથી હારી ન જવું. અરે ઓ સતીજીઓ! ધન્ય છે લાખ - લાખ વાર અભિનંદી એ આપની મહાન અને ઉત્તમ નિર્મળ દષ્ટિને... ! આપનો અમર ઈતિહાસ આજે પણ ભવ્યોના હૃદયકમળમાં ગૂંજ્યા કરે છે. વરસો થઈ ગયા પણ આપની સ્તુતિઓ આજેય લોકજનના મુખે મધુસ્વર અને ભાવ સાથે ગવાઈ રહી છે. દુઃખને અમૃત બનાવી પીવાની પ્રેરણા સારાયે વિશ્વને આપે આપી છે. સાસુ-સસરા મને દુઃખ આપે છે. પતિએ મને દુઃખી કરી નાંખી, આ ફરિયાદ કરીને જીવતા લોકોને આપે સુંદર જીવન જીવવાનો બોધપાઠ આપ્યો છે. આપ દુઃખથી હાર્યા નહિ. પણ દુઃખને હરાવવાની કળા આપે સમાજને આપી છે. તમે દુ:ખને વળાવી દેવાનો મૌન બોધ આપી ગયા છો. બસ, જીવનમાં આવતાં દુઃખથી ડરવાનું નહિ અને હલવાનું પણ નહિ.. દુ:ખ પ્રવાહ છે તે તો વહી જવાના સ્વભાવવાળો છે. માત્ર આપણે તો સમજણના કિનારા ઉપર ઊભા રહેવાનું. સહેજ પણ ગભરાઈ જવાનું નહિ. -૧૦૯ -૧૮૦
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy