________________
ગૂમડું થયું હોય અને ડોક્ટર દવા ચોપડી પાટો બાંધી આપે તો. થોડી રાહત જણાય છે. તેમ પુણ્યના ઉદયના કારણે સંસારના દુઃખો ઉપર મલમપટ્ટા જેવું લાગે છે. પરંતુ પાટો ખોલો એટલે વેદના અનુભવવી પડે તેમ પાપના ઉદયમાં મલમપટ્ટા કર્યા વિનાના ગૂમડા જેવી પરિસ્થિતિ છે. પાપ અને પુણ્ય બેય સંસાર છે અને બન્ને દુઃખમય છે. જેમ પાટાવાળું અને પાટા વિનાનું બન્ને ગૂમડું જ કહેવાય છે, ખરુંને ? તેમ પુણ્ય અને પાપ બન્ને સંસાર જ છે.
સંસારમાં પાપના ઉદયે જીવ દુઃખી થાય છે. પુણ્યના ઉદયે સુખી થાય છે... ! જ્યારે દુઃખ આવે અને ક્યારે સુખ આવે તે કહી શકાય. નહિ...! પરંતુ અજ્ઞાનદશાના કારણે દુઃખમાં જીવ દ્વેષ કરે છે અને સુખમાં રાગ કરે છે... સુખ ખૂબ વ્હાલું છે. અને દુ:ખ સપનામાંય કોઈને ગમતું નથી...!
ચાલો, આજે તમારા સર્વેનાં દુ:ખને વળાવી દઈએ, દુઃખ શું છે? દુ:ખ ક્યાંથી આવે છે? દુઃખ કોણ મોકલે છે ? દુ:ખ કોણ રાખ છે...? આ બધાંય પ્રશ્નોને આપણે વિચારવાના છે. આમ તો દુઃખ કૂતરાં જેવું છે... તમે કૂતરાને લાકડી બતાવો તો ભાગી જશે... અને રોટલી બનાવો તો પૂંછડી પટપટાવતું તમારી પાસે આવી જશે... ! બસ, દુઃખ સામે જ્ઞાનની લાકડી રાખો તો દુઃખ તમારી નજીક આવશે નહિ... અને રાગાદિની રોટલી બતાવશો તો તમારી પાસે આવ્યા વિના રહેશે નહિ...!
આજે જ્ઞાનની લાકડી કોની પાસે છે? પ્રાયઃ રાગાદિની રોટલી. લઈને જ ચારેય બાજુ ફરીએ છીએ. પછી દુઃખરૂપી કૂતરાંની પાછળ ન પડે તો બીજું થાય પણ શું? દુ:ખ શું છે? શાસ્ત્રકાર ભગવંત બતાવે છે જીવોના દુઃખનું કારણ જાપાસ
જીવનું અજ્ઞાન જ છે. વિશ્વમાં મોટામાં મોટું દુઃખ અજ્ઞાન છે. અજ્ઞાન હરે એટલે દુઃખ એકક્ષણ માટે પણ ઊભું ન રહે...! દુઃખ શું છે? અંતરમાં પડેલું અજ્ઞાન એ જ મોટું દુ:ખ છે. વિશ્વમાં જીવો
વિવિધ છે તો દુ:ખોના પ્રકાર પણ વિવિધ છે, તમે જેને મહત્ત્વ આપો તે દુઃખ મોટું. તમે જેને ગણકારો નહિ તે દુઃખ નાનું... દુઃખ નાના મોટાની સાઈઝમાં હોતું નથી, આપણે કઈ દષ્ટિએ જોઈએ છીએ તે વધુ મહત્ત્વનું છે... હવે દુઃખને વળાવી દેવાના ઉપાયો તમને બતાવું...
દુ:ખ આવે ત્યારે ડગી ન જવું. તમે લોકોએ નદીમાં આવતાં પૂરને જોયું છે ને ? ત્યારે કેવું ભયાનક સ્વરૂપ હોય છે! પૂરવાળી નદીનું! વૃક્ષને ઉખેડીને તાણી. જાય... ઝૂંપડાં... ઝાડ અને વખત આવે તો ગામોના ગામ સાફ કરી નાંખે... આ નદીનું પૂર...! બધાંયને ઉખેડીને ફેંકી દેવાની તાકાત ધરાવતી આ નદી પર્વતને તો કાંઈકરી શકતી નથી. વચ્ચે પર્વત આવે તો તે ફરીને રસ્તો કરી લે છે પણ પર્વતને કાંઈ જ કરી શકતી નથી. પર્વતને ઉખેડવાની વાત તો એક બાજુ રહી પણ પર્વતને હલાવી શકતી નથી. નદી તેનો રસ્તો કરીને ચાલતી થઈ જાય છે. પર્વત તો અડગ જ રહે છે ખરું ને? બસ દુઃખો પણ નદીના ધસમસતાં ઘોડાપૂર જેવા છે. ભલભલાની જિંદગી ઉખેડી નાંખે. સુખની શૈયામાં પોઢતા માનવીને દુઃખનું પૂર આવ્યું નથી ને કાંટાળા જંગલમાં ફેંક્યો નથી ? દુઃખ ભલભલાને રડતો કરી નાંખે છે... ! દુઃખ ખાવાનું... પીવાનું અને ઊંઘવાનું બધુંય હરામકરી નાંખે છે ખરુંને ? પરંતુ પર્વત જેવા અડગ માનવીને દુઃખ કંઈ જ કરી શકતું નથી... દુ:ખ તેને જ લાગે છે જે અડગ નથી...!
કાષભદેવ ભગવાન સાથે ચાર હજાર પુરુષો સંસાર ત્યાગી દીક્ષિત બન્યા હતા. જંગલમાં જઈને પ્રભુ ઢષભ તો ધ્યાનમગ્ન બની ગયા, કેટલાય દિવસો ધ્યાનમાં પસાર થઈ ગયા. સાથે જોડાયેલા પુરુષો ગભરાયા.... પ્રભુ તો ખાવા... પીવાનું તયાગી સમતાયોગમાં મસ્ત રહે છે. આપણે તો બધા વિષમ બન્યા છીએ. શું કરીશું ? સંકલ્પવિકલ્પોમાં સર્વે ખેંચાવા લાગ્યા. પ્રભુ તો ગૌચરી માટે નીકળે પણ આહારની અંતરાયના કારણે પાછા ફરતા અને ધ્યાનમાં લીન બની જતાં.. તેર મહિના અને દસ દિવસ સુધી આહાર પ્રાપ્ત ન થયો
-૧eo
-૧૦૮