________________
આજ્ઞાને સ્વીકારવી તે પ્રથમ ભક્તિ છે...! પ્રભુના ગુણકીર્તન કરવા તે બીજી ભક્તિ અને પ્રભુના નામનું અને પ્રભુના માર્ગનું જગતના જીવોને જ્ઞાન કરાવવું તે પણ પ્રભુ ભક્તિ જ છે...!
દોષોને દૂર કરવાનો ઉત્તમ ઉપાય તમોને આજે બતાવ્યો અને તે છે ભક્તિનો યોગ. જે જે આત્મા ભક્તિના યોગમાં જોડાશે તે આત્મા ક્રોધાદિ દોષોથી મુક્ત બન્યા વિના રહેશે નહિ..! હવે તો તારે એક કામ કરવાનું રહ્યું પ્રભુને અંતરમાં સ્થાપી દે પછી દોષોની ઉત્થાપના થઈ જ સમજો...!
આ જગતમાં પ્રભુ પાસે દુઃખ દૂર કરીને સુખી બનવાની પ્રાર્થના કરનારનો તોટો નથી. પરંતુ દોષોને દૂર કરવા પ્રભુને ભજનારા તો કોઈ વિરલા જ હશે. જે ભક્તિની નજીક છે તે દોષોથી સદા દૂર રહી શકે છે. અને દોષો સાફ થયા એટલે તમે જ ભગવાન બનવાના... એટલે કહ્યું કે...
પ્રભુ નથી આકાશમાં, પ્રભુ નથી પાતાળમાં, પાપ દોષ અંતરથી જતાં, પ્રભુ તુજ પાસમાં.
ચાલો ત્યારે, આપણે આપણો ક્રોધ, માયા લોભાદિના દોષોને જડમૂળથી ઉખેડી નાંખવા પ્રભુભક્તિમાં મગ્ન બની જઈએ...! માબાપની ભક્તિ વડે સુખી બનીએ. ગુરુની ભક્તિ વડે ગુણવાન બનીએ અને પ્રભુની ભક્તિ વડે જગતની આસક્તિ છોડી અરિહંત બની જઈએ એ જ મંગળ શુભકામના!
દેહથી સંસાર છૂટે તેનું નામ ત્યાગ અને દિલથી સંસાર છૂટે એનું નામ વૈરાગ્ય.
·964
ચાલો દુ:ખને વળાવી દઈએ
વિશ્વના જીવો દુ:ખથી ભાગી જાય છે. સ્વપ્નમાંય દુઃખ કોઈ ઈચ્છતું નથી ખરું ને? દુઃખ... સર્વેને અપ્રિય... છતાં જીવનમાં દુઃખ આવે છે..! ઈચ્છા ન હોવા છતાંય દુઃખ તો આવીને ઊભું જ રહે છે !
તમારે દુઃખથી ડરવાનું નથી... દુઃખ તમોને મહાન બનાવવા આવી રહ્યું છે... દુ:ખથી ભાગી ન જાવ. સહી લેતા શીખી જાવ....! દુઃખને ભગાડો નહિ, દુ:ખને ભેટી પડે...! જો તમારે દુ:ખ ન જ જોઈતું હોય તો એક કામ કરો. આજથી બીજાને દુ:ખ આપવાનું બંધ કરી અન્યને સુખ આપતા શીખી જાવ. જે આપશો તે તમને મળશે એ સિદ્ધાંત ક્યારેય ભૂલશો નહિ!
ચાલો ત્યારે, દુ:ખ બીજાને ભળાવી દેવા કરતાં દુ:ખને અંતરમાંથી વળાવી દઈએ...!!
દુઃખને કેવી રીતે વળાવવું... ?
દુઃખ દુઃખ જ લાગે તેનો ઉપાય શું?
આના સમાધાન માટે વાંચો આગળ...
જેમણે દીક્ષા લીધી ત્યારે છઠ્ઠ તપ હતો... કેવળજ્ઞાનની પ્રાપ્તિ સમયે છટ્ઠતપની સાધના હતી. નિર્વાણ સમયે છટ્ઠતપની તપસ્યા હતી. તેવા પરમ અને પાવનકારી પ્રભુ મહાવીરસ્વામીના પવિત્ર ચરણોમાં ભાવભર્યા અવિરામ વંદન... સર્વે પાળા પરમાસ્મિના
વિશ્વના સર્વે જીવો સુખના પ્રેમી છે.. સુખના પ્યાસી છે. અને સુખનાં જ ગવેષક છે. એટલે સર્વે જીવોના પ્રયત્નમાં સુખ અને અંતરની અભિલાષામાં સુખ જ ગૂંજ્યા કરે છે. દુઃખો અને દર્દોની દુનિયાથી તો સર્વે જીવો ભાગે છે. દુ:ખ આવતા પહેલાં જ દુઃખના સમાચારે જીવો દુ:ખી થઈ જાય છે... દુ:ખથી જેટલું દુ:ખી નથી થતાં એટલાં દુ:ખના આગમનના સમાચારથી પહેલાં જ આપણે વધુ દુ:ખી થઈ જતા હોઈએ છીએ...!
પુણ્ય પાપ સંસાર છે
૧૦૬