________________
દુઃખનું કારણ જીવના પોતાનું અજ્ઞાનપણું. કોઈ દુ:ખ-સુખ આપતું નથી, આપણામાં પડેલું અજ્ઞાન જ દુઃખ આપે છે. જગતના જીવો અજ્ઞાનતાને લઈ સંસારમાં લેપાય છે, લુબ્ધ થાય છે, અને તે દ્વારા કર્મો બાંધે છે. અને બાંધેલાં કર્મો ઉદયમાં આવે છે ત્યારે જીવને દુઃખી કરે છે. અજ્ઞાનતા હટે તો જ સુખનો સૂરજ ઊગે, નહિંતર દુઃખનાં વાદળો જીવનમાં ઘેરાયેલાં જ રહેવાનાં, કોઈ મને દુઃખી કરે છે તે જ આપણી અજ્ઞાનતા છે અને કોઈ મને સુખી કરશે એ આપણી ભ્રમણા રહેલી છે. આપણી મિથ્યામાન્યતા અને ભ્રમણા ટાળવાનો સંદેશ આપતું મહાઆગમ એટલે ઉત્તરાધ્યયન સૂત્ર. આ સૂત્રમાં પ્રભુએ અંતિમ દેશનાનો સાર છે ચારિત્રવાન બનો. જીવન નિર્દોષ બનાવ્યા વિના, આનંદ નહીં મળે તે માટે ચારિત્રનો સ્વીકાર કરવો રહ્યો.
સમદ્ર કા મહત્વ સલીલસે નહીં ગંભીરતા સે હૈ વીરોંકા મહત્વ શસ્ત્રસે નહીં ધીરતા સે હૈ
ચિંતન કરને સે માલુમ હોતા હૈ કી
સાધુકા મહત્વ વસ્ત્રો સે નહીં ચારિત્ર સે હૈ. દોષ અને દુઃખ બન્ને જીવનમા રહ્યા છે. પરંતુ જીવો દુ:ખોને દૂર કરવાના ઉધામા કરે છે. દુઃખથી ડરે છે. દુઃખ જગતના જીવોને અપ્રિય છે. અરે શું કહું? સપનામાંય જીવો દુઃખ ઈચ્છતા નથી. છતાં દુ:ખ જીવની પાછળ પડયા છે, કેમેય દુઃખો જવા તૈયાર નથી. જ્ઞાની ભગવંતો જણાવે છે જીવને દુઃખ નાપસંદ છે. પરંતુ દુઃખના કારણભૂત અજ્ઞાન અહંકાર આદિના દોષોનું સેવન પસંદ છે. પ્રત્યેક દિવસ અને રાત જીવો આંખો બંધ કરીને પાપાવરણ કરવા તૈયાર છે, પરંતુ પાપનો ત્યાગ કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા રાજી નથી, યાદ રહે, કેટલાક દુઃખો તો મૃત્યુની સાથે જ ખતમ થઈ જશે. પરંતુ દોષોનો ભાર તો જીવ જ્યાં જશે ત્યાં સાથે પરલોકમાં પણ આવશે. માટે જો તમે જીવનમાં દુઃખી થવા જ ન ઈચ્છતા હો તો ક્યારેય પાપ કરી પાપી ન બનશો. દુઃખ તો કરેલા કર્મોનું ફળ છે. જો દુઃખ જ ન ઈચ્છતા હો તો હવે દોષના મૂળને જ ઉખેડી નાખો. શ્રાવક જીવન હો કે સાધુ જીવન, દોષનું સેવન ન થાય માટે જાગૃત રહેવાની ઉત્તરાધ્યયન સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં પ્રભુ વીરે નિચંન્થોને ક્ષુલ્લક દોષો ન કરવાની હિત શીક્ષા આપી છે.
સ્ટીમ્બરમાં નાનું કાણું હોય તોય ડુબી જવાય. તેમ જીવનમાં નાના નાના દોષોથી જીવ સંસાર સાગરમાં ડુબી જાય છે. જગતમા એકપણ પાપ એવું નથી જે વારંવાર સેવન કરવાથી
મેરૂ જેવુ મોટુ ન થાય જ્યારે જગતનું એકપણ મોટું પાપ એવું નથી કે જે પ્રશ્ચાતાપ કરવાથી નાનું
રાઈ જેવું ન થઈ શકે. સાધુસંત નાની પણ ગાંઠ હૈયામા રાખે નહીં. એટલે નાની બાબતની પણ આસકિત જીવનમાં રાખે નહીં. જે પણ શક્તિઓ પૂણ્યોદયે પ્રાપ્ત થઈ છે, તે શક્તિઓ સાધના કરી આશક્તિ તોડવામાં લગાડવી જોઈએ. રાગ અને દ્વેષની ગાંઠ છેદવામા લગાડવી જોઈએ. ગાંઠને છેદે તે નિગ્રંથ,
સાધના જીવનનો પ્રથમ પાઠ રાગ - દ્વેષની છોડો ગાંઠ તમામ સાધનાનો હેતુ છે રાગ-દ્વેષનો ક્ષય, અને આ ગાંઠને છેદવાની સતત મહેનત કરે તે શ્રમણ. પ્રભુ મહાવીરને નિગ્રંથ જ્ઞાન પૂત્ર તરીકે પણ ઘણા ઓળખતા હતા. એટલે પ્રભુ રાગ-દ્વેષની ગાંઠને છેદીને ધરતી પર વિચરતા હતા. ન હતો ગૌતમ ગણધર પ્રત્યે પ્રભુને રાગ કે નહતો ગોશાલક પ્રત્યે પ્રભુવીરને દ્વેષ, પ્રભુ તો હતા માધ્યસ્થ દષ્ટીના સ્વામી. પ્રભુએ જગતજીવોને ઉપદેશમાં જણાવ્યુ કે હે જીવો, જગતમાં મોહ કરી રાગ-દ્વેષ ન કરો, ઉપસમ બનો, નિર્મોહી બનો, જગતમાં લુબ્ધ ન બનો, બુધ્ધ બનો શુધ્ધ બનો અને સિધ્ધ બનો.
नालं ते मम ताणाय लूप्पन्तस्स सकम्मुणा જેના માટે કર્મો કરો છો, રાગ-દ્વેષ કરો છો, જીવનમાં ક્રોધ-કલેશ કરો છો તે તમારી માટે તારણહાર કે શરણહાર બનવાના નથી. માત્ર તમારો આત્મા રાગ-દ્વેષના દોષોનું સેવન કરી, પોતે જ કર્મોથી ભારે બને છે. દુર્ગતિમાં જવાના પાપ આપણે બીજા માટે કરવાના અને દુર્ગતિના દુઃખ ભોગવવા સમયે કોઈ ભાગ પડાવવા આવે નહીં. તો હે જીવ, તું જાગ અને પાપને સમજણપૂર્વક ત્યાગ, જે જે પાપ કર્યા છે તેનું પ્રાયશ્ચિત કરો અને નવા પાપો રોકવા પ્રતિજ્ઞા કરો.
-૧૧૫
૧૧૬