________________
સૌભાગ્ય જીવને પ્રાપ્ત થાય છે. માટે જ ઔદારિક શરીરવાળો સંજ્ઞી. મનુષ્ય કર્મભૂમિનો જીવ મોક્ષે જઈ શકે છે. અન્યથા કોઈને મોક્ષનો અધિકાર આપવામાં આવ્યો નથી.
અનંતા જીવો આ ઔદારિક શરીરની નાવડી વડે પેલે પાર પહોંચવામાં સફળ બન્યા છે. યાદ રહે, તમને જે દેહ મળ્યો છે તેનું મૂલ્ય તમે ઘણું ચૂકવ્યું છે ત્યારે મળ્યો છે. હવે આ દેહના માધ્યમે દેહાતીત દશાને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આ ભવે કરવાનો છે. દેહનો સ્વભાવ છે અશુચિ અને રોગી થવાનો. માટે દેહના આ સ્વભાવને નજર સમક્ષ રાખી, આપણે આપણા અમર, અજર, અવિનાશી આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવામાં પાછા પડવાનું નથી. ત્રીજું સૂત્ર - શરીર રોગથી ભર્યું છે
જીવનમાં ગમે તે ઘડીએ દુ:ખ આવી શકે છે. ધંધામાં નુક્સાન અચાનક આવી શકે છે. તેમ શરીરમાં ગમે ત્યારે રોગ આવી શકે છે. કહેવું હોય તો કહી શકાય કે શરીર જ રોગનું ઘર છે. ઘર હોય તો મહેમાન આવે તેમ દેહ છે તો દર્દ આવે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. એક એક રુંવાડે પોણા બબ્બે રોગ આ શરીરમાં પડ્યા છે. જો એક સાથે આ રોગો હૂમલો કરશે તો નહીં સહી શકો, નહીં રહી શકો. એટલે જ પ્રભુએ કહ્યું, નાવડી સડી જાય તે પહેલા પેલે પાર પહોંચવાની તનતોડ મહેનત કરો. જો નાવડીનો ઉપયોગ કરતા નહીં આવડે તો ગમે ત્યારે વમળમાં આ નાવડી ફસાઈ જઈ ડૂબી જશે.
પરમાત્માએ જણાવ્યું છે કે શરીર જો નાવડી છે, તો જીવ એ નાવિક છે. નાવડી જો મજબૂત જોઈએ તો નાવિક સામર્થ્યવાન અને કાબેલ જોઈએ, નાવડી સારી હોય પણ નાવિક જો પ્રમાદી, બેકાબુ હોય, દિશાદશાનો એને ખ્યાલ ન હોય તો સારામાં સારી નાવડી પણ અધવચ્ચે ડૂબી જાય છે. નાવડી એ શરીર છે તો નાવિક એ આત્મા છે, અનેક ભવમાં દેહરૂપી નાવડી જીવને અનેકવાર સંસારના સાગરમાં પ્રાપ્ત થયેલ હતી. પણ જીવરૂપી નાવિકે જ મોહ મદિરા પીધા હતા, જેને લઈ રાગ દ્વેષના વમળમાં આ દેહની નાવડી ફસાઈ જવા પામી હતી.
બન્ને પાગલો સાગરના કિનારે કિનારે ચાલતા ચાલતા આગળ જતા હતા. ત્યાં કિનારે ઊભેલી એક નાવડી જોઈ ખુશ ખુશાલ બની ગયા. બસ હવે તો આપણા મનના અરમાન પૂરા કરી લઈએ. નાવડું લઈ સાગરના મઝધારની મજા માણી લઈએ.
આપણે બહુજ ભાગ્યશાળી છીએ કે સંસારના ૮૪ લાખ જીવયોનિના જીવોમાં ફરતા ફરતા ઔદારિક શરીરરૂપી નાવડું હાથમાં આવી ગયું. હવે તો આરાધના કરી આત્માના અનંત-જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપની સજા મહાણી લઈએ, જો નાવડીના નાવિક બનતા ન આવડે અને નાવડી સાગરમાં લઈ જવા જેટલી ખુમારી તમારી પાસે ન હોય તો ગુરુરૂપી નાવિકના સાનિધ્યના-શરણનો સ્વીકાર કરી લો. આપણે નાવડામાં બેસી જઈએ. ગુર નાવિક બની વમળોથી-તોફાનોથી-ખડકોથી આપણને ઉગારી લઈ સહી સલામત પેલે પાર પહોંચાડી દેશે. ભલા, નાવડું ચલાવતાં ન આવડે તો મગજ ચલાવ અને ગુરુના ચરણમાં પલાંઠી વાળી, હાથ જોડી, બેસી જઈએ.”
બસ, મોક્ષમાં જવા માટે નાવિક બનવા જેટલું સામર્થ્ય ન હોય તો કમસેકમ મોક્ષના મુસાફર બની, ગુરુના નાવડામાં જીવન સ્થાપી દેવાનું ચાને મન-વચન-કાયા સમર્પણ કરી, ગુરુ કહે તેમ જીવન જીવવાનું નક્કી કરો. ગુર જો નાવિક બને, શિષ્ય જો મુસાફર બને, તોફાનો સાગરના પાપના ઉદયના શાંત હોય, પુણ્યનો પવન અનુકૂળ હોય, સહાયક હોય પછી આપણો આત્મા સંસાર સમુદ્રની પેલે પાર પહોંચ્યો જ સમજો.
આવો, અનંત આત્માઓ આ સંસારને તરી ગયા છે, તેમ આપણે પણ આ ઔદારિક શરીરની નાવડીમાં જીવરૂપ નાવિકને જગાડી સખ્યમ્ દર્શનની દિવ્ય દષ્ટિને ઉઘાડી સમતાનો સાથ લઈ ભવસાગર તરવામાં સફળ બનીએ. બન્ને પાગલ નાવડું જોઈ રાજીના રેડ બની ગયા. કાંઈ લાંબો વિચાર કર્યા વિના બન્ને નાવડામાં બેસી ગયા. બન્ને જણાએ બન્ને બાજુના એક-એક હલેસાં હાથમાં લીધાં અને હલેસાં પૂરા જોશથી અને હોશથી લગાવવાં લાગ્યાં. હા, નાવડીને સમ્યક્ દિશા તરફ લઈ જવા હલેસાંનો આધાર લેવા પડે. નાવડીનો સ્વભાવ છે સાગરમાં તરવાનો,
-૧૪૧
-૧૪૨