________________
કરવા માટેનો રાજ માર્ગ છે ધર્મ પ્રત્યે અહોભાગ્ય અને અનુમોદના.
ધર્મ કરવા માટે શરીરનું બળ જોઈએ. ધર્મ કરાવવા માટે સાધનો આદિનું બળ જોઈએ તો અનુમોદનાની સાધના માટે ધર્મ પ્રત્યે અહોભાવનું બળ તમારી પાસે અવશ્યમેવ જોઈએ જ. એમ ને એમ કાંઈ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન ન થાય. તેના માટે ભારોભાર હૈયામાં ધર્મ પ્રત્યે અહોભાવ ઉછાળા મારતો હોય અને ધર્મીને જોઈને હૈયું આનંદવિભોર બની જતું હોય. હું તમને પૂછું છું. તમને ધન ગમે છે! હા સાહેબ, બધાને ગમે. તો તમને ધનવાન લોકો ગમે છે? આમાં વિચારવું પડે ? અચ્છા, તમને ગાડી ગમે છે? સાહેબ, કોને ન ગમે? તો તમારાથી બીજા પાસે વધુ સારી ગાડી છે તેવા માણસો ગમે છે? સાહેબ, કેવું પૂછો છો, શું જવાબ આપી એ ? ટૂંકમાં તમારી પાસે જે છે તે તમને ગમે છે, પરંતુ તમારા કરતાં વધુ અને તમારાથી વધુ સારું જેની પાસે હોય તેને તમારે ગમાડવા મુશ્કેલ છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ થઈ ગઈ. એટલે તમારાથી જેની પાસે વધારે છે તેની ઈર્ષ્યા કરીને તમે દુ:ખી થવાના એ વાત પણ ચોક્કસ થઈ ગઈ. હવે સાંભળો, ધર્મ ગમે, તપ ગમે, જ્ઞાન ગમે, સાધના ગમે. તમે કહો છો કે આવું બધું અમને ગમે છે, એટલે તમને જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણ પ્રત્યે હૈયામાં અહોભાવ છે. બરાબર ને?!
હવે હૈયા ઉપર હાથ રાખી જવાબ આપજો કે તમારા કરતાં જે ધર્મનું વધુ કાર્ય કરે અને એ ધર્મના કાર્યને લીધે, એની બધે બોલબાલા થાય, તેનાં સન્માન થાય અને તમે ધર્મ કરવા છતાં તમારું કોઈ નામ ન લે, તમારું કોઈ સન્માન ન કરે તો? હવે, સાચું કહેજે કે તમારી સામે સન્માનિત થતી વ્યક્તિની અનુમોદનાના ભાવ જાગે કે અંતરમાં ઈષ્યની આગ પ્રગટે? આપણે આપણી જાતને તપાસીએ કે અનુમોદનામાં આનંદિત બનીએ છીએ કે ઈર્ષાનો ભોગ બની જીવનમાં પ્રાપ્ત કરેલા ગુણોને ખાખ કરીએ છીએ ! ગુણ ગમાડવા હજી સહેલા છે, ગુણ મેળવવા પણ સહેલા છે, પરંતુ ગુણીજનોની ખરા અંતરથી અનુમોદના કરી પ્રશંસાનાં બે શબ્દ બોલવા કઠિન છે. અને હા, અનુમોદનાની સાધના કર્યા વિના આરાધના કરવામાં અને કરાવવાની સફળતા પ્રાપ્ત કરવામાં જીવ પ્રાયઃ ક્યારેય
ફાવતો નથી. એટલે જ ધર્મક્ષેત્રે પ્રવેશ પામેલા સાધકો પાસે બે મહાગુણ હોવા જોઈએ. એક છે ગુણો પ્રત્યેનો અહોભાવ અને બીજો ગુણીજનોની ભરપેટ અનુમોદના, જેણે ગુણો પ્રત્યે અહોભાવ કેળવ્યો નથી તે ગુણો મેળવવા પ્રમાદ બનશે. ગુણપ્રાપ્તિમાં ઉદ્યમ કરવાની ભાવના થવી મુશ્કેલ છે. જ્યારે, ગુણીજનોની અનુમોદના કરવાની કળા મેળવી નહિ હોય તો યાદ રાખજો કે જીવે મેળવેલા ગુણો ટકાવવા મુશ્કેલ બનશે. કારણ કે ઈર્ષ્યા જ તમોને તમારા સ્થાનથી ગબડાવી દેવામાં વિલંબ નહી કરે.
આજે આપણે આપણું જીવન તપાસીએ. ધંધા પર પહોંચવાની, પાર્ટીમાં જવાની અને લગ્ન મહોત્સવમાં હાજરી આપવાની વેળાએ તમે આનંદિતા બનો છો કે ઉપાશ્રય પહોંચતી વેળાએ? સામાયિક બાંધતી વેળાએ ? આયંબિલ કરતી વેળાએ કે દાન કરવાના સમયે ? સંતોનાં દર્શન કરતી વેળાએ હૈયું આનંદ વિભોર બને છે? મિત્રને મળવામાં ખુશી કે ધર્મી આત્માને મળવાના સમયે ખુશી અનુભવો છો ? જવાબ, તમે જ તમારા આત્માને આપો. સમ્યકદર્શનીનું લક્ષણ છે, ગુણ તરફ જવામાં આનંદી બને એન ગુણીજનને મળવામાં ખુશી અનુભવે.
જીવનરક્ષા તમને મળેલું સર્વોત્તમ માનવનું જીવન. આ જીવનને પામીને સૌ પ્રથમ કર્તવ્ય બને છે, તમે તમારા જીવનની રક્ષા કરો. નવાઈ લાગશે, જીવનની રક્ષા આપણે કઈ રીતે કરી શકીએ ! આ જીવન તો કર્મો પ્રમાણે ચાલે છે, ખરું ને ? તમે એ વાત જાણતા નહીં હો કે કર્મો પરાધીન છે, તમે સ્વયં સ્વાધીન છો. તમે જીવન પામો છો કર્મોથી, પણ તમારી ભાવનાથી તમે જીવન જીવવા ચાહતા હો તો તમે જીવી શકો છો. જીવનરક્ષા એટલે જીવનને કુસંસ્કારો, કુનિમિત્તો, કુમિત્રોના સકંજામાંથી બચાવી લેવું. દુઃખોથી બચવાની વાત એ જીવનરક્ષા નહીં, પરંતુ આપણી જાતને પાપોથી બચાવી લેવી તે છે જીવનરક્ષા. કેટલાક જીવો ધનરક્ષામાં બહુ જ ચતુર હોય છે, પરંતુ જીવનરક્ષામાં સાવ અભણ હોય છે. જીવનને ઉપવન સમું પણ બનાવી શકાય અને વેરાન રણ સમું પણ બનાવી શકાય. પસંદગી તમારે કરવાની છે કે સંસ્કારોથી સભર જીવન જીવી ઉપવન સર્જવું છે કે દુર્ગુણો
- ૮૨