________________
ઈર્ષાથી બચવા અનુમોદના કરો
સ્થિર રાખતાં શીખો. કોઈ કહે છે ધરતીનું સદન બદલો, કોઈ કહે છે જર્જરિત ગગન બદલો, અમર વ્યર્થ છે અદલાબદલીની વાતો, બદલવો હોય તો “વભાવ' બદલો.'
જો બદલવો હોય તો આત્માનો સંસારી સ્વભાવ બદલો. જેટલાં સ્થિર એટલાં યોગી લાગો છો, જેટલાં અસ્થિર એટલાં ભોગી લાગો છો. મનુષ્યનું આયુષ્ય આંખના એક પલકારામાં વહી જશે, મોત આવી જશે તો અવસર ચૂકાઈ જશે, આંખ મીંચાયા પછી હાથમાંથી બાજી ચાલી જશે. શરીર સારું છે ત્યાં સુધી સાધના કરી લો. આત્માને તમે સંભાળી લો. જાત ભૂલીને જીવવા જેવું બીજું કોઈ અજ્ઞાન નથી. જીવ પોતાની જાતને જાણતો નથી એ જ મોટું દુઃખ છે.
જાત ભૂલાઈ ગઈ
દરિયામાં નાવડી લઈને ૧૦ માણસો ગયા. નાવડી ડૂબી ગઈ. પણ ૧૦ માણસો હતા તે બચી ગયા. બધા કહે ગણી લઈએ. પાછા ઘરે પહોંચશું ને કોઈ ડૂબી ગયો હશે તો મુસીબત થશે. ૧, ૨, ૩... એમ ૯ થયા, પણ, પોતાને ગણવાનું બાકી રહ્યું ને રડવા લાગ્યા, એક ડૂબી ગયો. કોઈ વડીલે રડતા જોયા, પૂછ્યું શું થયું? તો કહે અમારા એક ભાઈ દરિયામાં ડૂબી ગયા. અચ્છા ! તમે કેટલા હતા. ૧૦ જણ લાઈનમાં ઊભા રહી જાવ, ગણ્યા તો ૧૦ જણા જ હતા. કારણ કે ગણએ તે બધાં પોતાને બાકાત. કરીને ગણતા. આજે આપણી દશા કેવી છે? જાતને બાકાત રાખીને જીવવાની, અત્યાર સુધી દુનિયાના પદાર્થો ને ગણિતને ગણ્યાં છે, પણ પોતાની જાત સાથે ક્યારેય વાત કરી નથી. બધા સંયોગોમાં સમભાવ ને જ્ઞાતા-દષ્ટ ભાવ રાખવાનો છે. તું તારી જાતને વૈરાગ્યયુક્ત બનાવ. કોઈપણ પ્રસંગે ઉપસ્થિત થાય તો એમાં જાતને જ દોષિત ગણજો. બીજાને દોષિત ન ગણતા. કારણ ઉપાદાન પોતાનું જ છે. આમ પોતાની જાતને દોષિત ગણી લેવામાં પરિણામ અશુદ્ધ કે મલીન થતા નથી. બસ ત્યારે, આજનું પ્રવચન સાંભળી કાળતત્વ, કર્મતત્વનો સમ્યક્ વિચાર કરી આત્માના પરિણામને વિશુદ્ધ કરી સિદ્ધ અવસ્થાને પામો તે જ મંગલ મનોકામના...
અનેક આત્માઓ પરમાત્મા બન્યા છે, આ માનવીના અવતારને પ્રાપ્ત કરીને, હવે આપણે જ નક્કી કરવાનું છે કે ઉચ્ચ અવતારને પ્રાપ્ત કરીને પરમાત્માના માર્ગે આગળ વધવાની તમન્ના છે કે પછી નાશવંત પદાર્થોના સુખ પાછળ પાગલ બની જીવનને પૂરું કરી નાખવું છે ? આપણે જ આપણું નિરીક્ષણ કરીએ. સમય અખૂટ મળ્યો છે આજે, અને ભૂતકાળમાં પણ મળ્યો હતો. શક્તિઓ ખૂબ મળી છે આજે, અને ભૂતકાળમાં પણ ઘણા ભવોમાં આપણે શક્તિશાળી બન્યા હતા. શક્તિશાળી બનવું એ મહત્વની બાબત નથી, સત્ત્વશાળી બનવું એ મહત્વની અને અગત્યની વાત છે. તમને થશે કે શક્તિ અને સત્ત્વમાં અંતર શું? શક્તિ અને સત્વ બંને એક જ નથી. યાદ રહે ગોશાલક પાસે સોળ દેશ બાળી નાખવાની શક્તિ હતી. પરંતુ સત્ત્વના અભાવને લઈને ગોશાલકનો ઈતિહાસ કલંકિત લખાયો. જ્યારે ગૌતમસ્વામી શક્તિના ભંડાર તો હતા જ, પરંતુ સત્ત્વનાં પણ સ્વામી હતા. જેને કારણે ગણધર હોવા છતાં શ્રાવકને ખમાવવા પણ હર્ષથી તૈયાર થયા હતા. શક્તિઓ પુણ્યના ઘરમાંથી મળે છે એટલે શક્તિઓ ક્ષીણ થવાવાળી છે. જ્યારે સત્ત્વ તો આત્મ ઘરની શાશ્વતી અક્ષય મૂડી છે, જે ક્યારેય ખાલી થવાવાળી નથી.
આંખોની શક્તિના કારણે તમે દૂરનું જોઈ શકો છો. પરંતુ સત્ત્વની હાજરીમાં આંખો જ્યાં જુએ, જેને જુએ, તેમાં નિર્વિકાર અવસ્થામાં ટકી રહે. સાંભળવાની શક્તિમાં સત્ત્વ મળે તો જીવ નિંદા સાંભળવાની બાબતથી દૂર રહે, અને ગુણકીર્તન સાંભળવાનું પસંદ કરે. ટૂંકમાં ભોગ માર્ગે જવા કોઈ સત્તની જરૂર નથી. ભોગમાર્ગ ત્યાગવા માટે જ સત્ત્વની જરૂર પડે છે. પાપના સેવનમાં શક્તિ મુખ્ય જોઈએ, જ્યારે પાપ સેવનનો પરિત્યાગ કરવા તો સત્ત્વનું અસ્તિત્વ જ આવશ્યક બને છે.
કૃષ્ણના મસ્તક પાસે બેસનાર અર્જુનને કૃષ્ણરૂપી સત્ત્વ પ્રાપ્ત થયું. જ્યારે કૃષ્ણના પગ પાસે બેસનાર દુર્યોધનને કૃષ્ણની સેનારૂપી શક્તિ પ્રાપ્ત થઈ, અને યુદ્ધમાં વિજય સત્ત્વનો થયો. અને હા... સત્વને પ્રગટ
૮o