________________
ભગવાન ભક્તમેં ફરક નહિ, ભક્તિ ભગવાન બના દેતી હૈ. અહંકારને ઓગાળી નાખવા માટે ભક્ત બની ભગવાનની ભક્તિમાં જાતને ઓગાળી નાખવાની અને ગુરુની સેવા કરી, જાતને અર્પણ કરી, અપેક્ષાની ધાર બુઠ્ઠી કરી અવિરત ભક્તિભાવથી ભાવિત બનવાનું ક્યારેય ભૂલવું ન જોઈએ. આજે થોડું જ્ઞાન મળી ગયા બાદ જીવ હાથમાં ન રહે. થોડું ગણું સન્માન પ્રાપ્ત થઈ જાય પછી જાતને કાબુમાં રાખવાને બદલે બેફામ બની વર્તવા લાગે. હાય! જીવને ત્યાં સુધી ભાન ભૂલાવી દે કે આ ધર્મક્ષેત્ર છે. અત્રે આ ન બોલાય. અત્રે આ વૃત્તિ-પ્રવૃત્તિ ન કરાય. અરે, સાધુ-સંત સાથેના વ્યવહારમાંય અહંકાર ડોકાયું કરે, છતાં આ જીવ બેભાન બની અહમ્ના નશામા બધું જ વિસરી જાય. એટલે જ મારે કહેવું છે. બધું બનતા પહેલા ભક્તિ સભર હૃદય બનાવજો. ભક્ત હૃદયવંત બને, તેને ભગવાન પ્રાણ પ્યારા લાગે. ગુરુમાં ગુરુના દર્શન થાય. જગતમાં ભક્તનું મન મોહે નહીં. હું અને પ્રભુ તું, બાકી બધુ ભક્ત માટે પરાયું હોય છે. સરિતા સાગરને ભેટે છે, ત્યારે કેવી આનંદવિભોર હોય છે. બસ, ભગવાનની ભક્તિ કરવા બેસે ત્યારે ભગવાનમાં ભળી જવાનો વિશેષ અનેરો આનંદ ભક્ત હૃદયને હોય છે. આજે ભગવાનનું નામ લેનારા મળે છે પણ ભક્તહૃદય બની ભગવાનમાં ભળવાવાળા ભક્તો મળતા નથી. કારણ આજે માણસને જ્ઞાની-પંડિત-વક્તા-કવિ-ગુરુ આવું બધું બનવું પસંદ છે, પણ ભક્ત બનવું પ્રાયઃ ઓછું પસંદ છે.
જુઓ ભક્તહૃદય બનેલા ગણધર ગુરુરાજ ગૌતમસ્વામીને. કેવી ગજબની ભક્તિ હતી. કેટલી ગજબની સમર્પિતતા. હા, અહંકારના નાશ માટે સર્વ શ્રેષ્ઠ રસ્તો છે મહાપુરુષોને તન-મન-વચન સમર્પિત કરી દેવાનો. અને જે સમર્પિત બનવામાં સફળ, તે પ્રભુનો ભક્ત બનવામાં સો ટકા સફળ. તેમાં લેશ શંકાને સ્થાન નથી.
મનનું સમર્પણ
જુઓ રામ પ્રત્યે હનુમાનનું કેવું અજબ - ગજબનું સમર્પણ. વનમાં ક્યાંય દૂર નીકળી ગયા બાદ રામે હનુમાનજીને કહ્યું, “હનુમાજી હવે એમ કરો આપણે ઘણા દૂર નીકળી આવ્યા છીએ. અહીંયા તમોને મન પસંદ
Ed
પડે ત્યાં એક ઝૂંપડી બનાવી દો, જેથી આપણે આરામ કરી શકીએ.'' આ વાત સાંભળતાં જ રામ ભક્ત હનુમાનજી બાજુમાં એક ટેકરી પર ચડીને નાના બાળકની જેમ રડવા લાગ્યા. રામ સીતા તો હનુમાનજીને રડતા જોતાં જ રહી ગયા. આ શું? સીતાજી, હનુમાનજીને મનાવવા ગયા... ભક્ત હનુમાનજી, આપ આમ કેમ રડવા બેઠા ? આપ તો શક્તિ અને ભક્તિ સંપન્ન છો. રામની આજ્ઞા તો સાવ મામૂલી છે, એ ઝૂંપડી બનાવવામાં તમને શું મુશ્કેલી લાગી કે આપ રડવા લાગ્યા છો? અરે સીતાજી, રામે મને ઝૂંપડી બનાવવાની આજ્ઞા આપી હોત તો એક નહીં આખા વનને ઝૂંપડીમાં ફેરવી નાખું એટલી શક્તિ મારામા રામની કૃપાએ છે. પરંતુ રામે મને આજ્ઞા કરી કે તમોને મનપસંદ પડે ત્યાં ઝૂંપડી બનાવી દો તો સીતાજી હું આ જન્મમાં નહીં પરંતુ જન્મોજન્મમાં પણ ક્યારેય નહીં બનાવી શું. કારણ મારી પાસે મન જ નથી, તો પસંદ મારી ક્યાંથી હોય? મેં મારું મન તો પ્રભુ રામના ચરણે સમર્પણ કરી દીધું છે. હવે સીતાજી, આપ જ કહો, હું ઝૂંપડી બનાવી શકવા સમર્થ છું? સીતાજી હનુમાનજીની ભક્તિભરી ખુમારીવંત વાત સાંભળી મૌન થઈ ગયા...
હર આંખ ચહાં ચું તો બહુત રોતી હૈ, હરબંદ મગર મોતી નહીં બનતા હૈ, જો દેખકે રો દે ભગવાન કી યાદમેં, ઉસ આંખ સે આંસુ ગીરે વો મોતી હૈ.
ભક્ત! ક્યારેય રોતો ન હોય અને રડે તો માત્ર પ્રભુના વિરહમાં રડે, તેવા ભક્તને ભગવાન પણ દિલ દઈ ચાહે છે.
ભગવાનના ભક્ત બન્યા વિના ભવસાગર તરવાનું સામર્થ્ય પ્રટ થતું નથી. શક્તિના માલિક ઘણીવાર બન્યા છીએ. આ ભવમાં ભક્તિવંતા બનવાનું ભૂલશો નહીં. જુઓ તો, ગોશાલક શક્તિઓ અને લબ્ધિઓના ભંડારી હોવા છતાં કલ્યાણ કરવામાં નિષ્ફળ બન્યા. કારણ, ભગવંત પ્રત્યેની ભક્તિનો અભાવ. માનવીના ખોળિયે શક્તિના સ્વામી બન્યા. હવે ભક્તિવંતા બનો, નહીંતર બધુ કરેલું પાણી ભેગુ થશે. શક્તિશાળીઓ માનવ જન્મ ધરીને અનેકના પ્રાણો લેવામાં શૂરવીર બન્યા છે. જ્યારે
૯૮