________________
ભક્તિવંત હૃદયવાળા પુણ્યાત્માઓ સમય આવે પ્રાણોનું બલિદાન કરતાં અચકાયા નથી. જુઓ ને ગોશાલકની શક્તિ સામે સુનક્ષત્રમુનિ અને સર્વાનુભૂતિ મુનિવરોના ભક્તિવંતા હૃદયે પ્રાણની આહુતિ આપી, ઉજળો ઈતિહાસ અંકિત કરીને ગયા. બહું જ અગત્યની બાબત છે, આ ભવે ભગવાનના ભક્ત બનીને જીવન વિતાવવું. ભક્તહૃદયવાળાને દુઃખ આવે તો પણ ભગવાન તરફથી મળેલી ભેટ ગણી હસતા મુખે સહી લેવા તૈયાર હોય છે. - ભક્તિમાં અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થાય છે. જે જગત માટે આશ્ચર્ય અને ચમત્કારનું કારણ બને છે. ખ્યાલ હશે તમોને કે માનતુંગાચાર્યની જ્યારે કસોટી કરવામાં આવી અને અડતાલીસ તાળા લગાવી દેવામાં આવ્યા, ત્યારે માનતુંગાચાર્યે બદષભદેવની ખરા અંતઃકરણથી સ્તુતિ કરી. એક-એક શ્લોક રચાતો ગયો ને તાળા તૂટતાં ગયાં અને સર્વેને બતાવી આપ્યું કે જૈનધર્મ કંઈ કમ નથી. બસ, ભક્તિ વ્યક્તિને ભગવાન તુલ્ય બનાવવામાં સહાયક છે. આજે વિજ્ઞાને શક્તિના પ્રદર્શનો કર્યા છે. જેમાં આખું વિશ્વ અંજાઈ ગયું છે. શક્તિ પાછળ આંધળી દોટ લગાવીને ન કલ્પી શકાય તેવી શોધ કરી વિશ્વને આશ્ચર્ય મુગ્ધ બનાવ્યું છે. પરંતુ શક્તિ માત્રથી વિશ્વ સુખ કે શાન્તિને પ્રાપ્ત કરી શકશે તે માત્ર વિજ્ઞાન જગતની કલ્પના છે. પરંતુ જ્ઞાનીનું વિજ્ઞાન તદ્દન અલૌકિક અને અદ્ભુત છે. જેમાં ભક્તિ વડે જ આખું વિશ્વ સુખને પ્રાપ્ત કરી શકે તેવી ચેલેંજ કરે છે. ભક્ત હૃદયવાળો અગવડતા વચ્ચે આનંદમાં રહી શકે. સંગ વચ્ચે પણ મસ્તીથી જીવી શકે. મુશ્કેલી વચ્ચે મુશ્કેરાટ સામે હાલી શકે. અરે, જીવનમાં આવતી તમામ પરિસ્થિતિને હસતા મુખે સહી લેવાનું સામર્થ્ય ભક્તિમાંથી જન્મે છે.
જુઓને, ભગત નરસિંહ મહેતાને સમાચાર મળ્યા કે તમારી ધર્મપત્ની દેવલોક થયા છે. ત્યારે કૃષ્ણ ભજનમાં મગ્ન નરસિંહ બોલી ઊઠ્યા હતા
ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ' શું આ બોલવું ખાવાના ખેલ છે, પત્ની કરતાંય પરમેશ્વર પ્રત્યે જેને વધુ પ્રેમ હતો. માટે જ દુ:ખદ સંજોગોમાં પણ દુઃખી ન બન્યાં. આ છે ભક્તહૃદયની પરમ
સીમા, તો મીરાને શું હતું? ક્યાં સુખ હતું ? અનેક સમસ્યામાં દોરાયેલી મીરાને જ્યારે ઝેરનો કટોરો પીવાનો સંજોગ આવ્યો, ત્યારે તે ક્યાં ડરી હતી ? ક્યાં નિરાશ બની હતી ? એ તો કૃષ્ણ ભગવંતની ભક્તિમાં મશગૂલ હતી, મગ્ન હતી, ગટગટાવી ગઈ ઝેરના કટોરાને અને બની ગયું ઝેર અમૃત. શું ભક્તિનો ચમત્કાર કાંઈ જેવો તેવો છે?
જેની સાથે ભગવાન હોય, જેની સાથે ગુરુ ભગવાન હોય, જીવનમાં સત્ય ધર્મ મળ્યો હોય, પછી એના જીવનમાં વળી દુ:ખ શું હોય?
માના ખોળામાં બેઠા પછી બાળકને વળી ભય શેનો ? વિકલ્પ વળી શાના ? બસ, જે પરમાત્માના ચરણોમાં સમર્પિત બની ભક્ત બન્યો હોય એને વળી ડર શાનો હોય ? વિકલ્પોનાં તોફાનો તેને વળી શું સતાવવાનાં! એ તો મસ્ત બની ભગવાનની ધૂનમાં લયલીન હોય. કરોડોની સંપત્તિમાં જે આનંદ કરોડપતિને ન આવે, આખા રાજ્યના સિંહાસન પર બેસીને જે મજા રાજા ભોગવી ન શકે તેના કરતાં હજારો ગણી મસ્તી, આનંદ ભગવાનનો ભક્ત ભોગવતો હોય છે. એ વાત યાદ રાખો કે ભક્ત બન્યા વિના ભગવાન બનવું મુશ્કેલ છે.
મહાવીરસ્વામી, મહાવીર કેવી રીતે બન્યા? શરૂઆત ક્યાંથી કરી ? તો જુઓ એમનો પૂર્વભવ તો ખ્યાલ આવશે કે મહાવીરસ્વામી કેવી રીતે બની શક્યા? નયસારના ભવમાં જંગલમાં લાકડાં કાપવા ગયા હતા અને નિયમ હતો અન્યને જમાડી પછી જ જમવું. આવી ભક્તિ જેના હૈયામાં હિલોળા લઈ રહી હતી. આજે કોઈ આવ્યું ન હતું. કોને જમાડું? એ પ્રશ્ન હતો. એવામાં જૈન સંત વિહારમાં ભૂલા પડી અને આવી ચડ્યા. ત્યાં નયસાર, સંતને જોઈ રાજીના રેડ બન્યા અને મન મૂકીને ભક્તિ કરી, અને પરિણામે સંતે ઉપદેશાદિ આપ્યો, અને સમકિતરત્ન પ્રાપ્ત કર્યું. બસ, યાત્રા થઈ ચાલું અને રહમા ભવમાં બન્યા મહાવીરસ્વામી, કષભદેવે પણ પૂર્વભવમાં સંતોની અપરમ ભક્ત બની ભક્તિ કરી. સમકિત પ્રાપ્ત કરી ૧૩માં ભવમાં બદષભદેવ બન્યા. અને જુઓ ભક્તિમાં ભાવવિભોર બની જનાર જીવ તીર્થકર નામ ગોત્ર ઉપાર્જન કરી તીર્થ સ્થાપક બને છે. હાય! આજે શક્તિ વધારવા, પોતાની સત્તા જમાવવા અને સંપત્તિથી ભંડાર
- ૯૯
-૧૦૦