SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનો પાયો માનવતા આપણા માટે બોલવાનું હોય તે બીજા માટે બોલાય ખરું? કોઈને નુકસાન થાય, કોઈ બિમાર પડે, કોઈનું અવસાન થાય ત્યારે ન બોલાચ કે જે થાય તે સારા માટે. પરંતુ સ્વયંની શાંતિ માટે બોલવાનું છે જે થાય તે સારા માટે. રાજાએ પ્રધાનને રાજભવનમાં લઈ જઈ સેવકોને આજ્ઞા કરી કે આ પ્રધાનને કાળી કોટડીમાં પૂરી દો. ત્યારે પ્રધાન બોલ્યા, ‘જે થાય તે સારા. માટે.” ઘણા સમય બાદ એક દિવસ રાજા જંગલમાં શિકાર અર્થે ગયા અને ભૂલા પડયા, પડોશ નગરમાંથી બત્રીસ લક્ષણો માણસ શોધવા નીકળ્યા હતા ને રાજા હાથમાં આવી ગયા. યજ્ઞમાં રાજાને હોમવાના હતા. તૈયાર કર્યા અને છેલ્લી ઘડીએ ખબર પડી કે રાજાનો અંગૂઠો કપાયેલો. છે. ખંડિત દેહવાળો યજ્ઞમાં ન હોમાય. એટલે રાજાને છોડી મૂકવામાં આવ્યો. રાજા ખુશ થયા, તેને યાદ આવ્યું “જે થાય તે સારા માટે.” રાજા નગરમાં પાછો આવ્યો, અને પ્રધાનને કોટડીમાંથી છોડાવીને પૂછે છે, ‘તમને કોટડીમાં રાખ્યા તે વખતે તમે “જે થાય તે સારા માટે' - એમ કેમ કહ્યું હતું ?'' પ્રધાને કહ્યું, “હે રાજન, તમે મને કોટડીમાં ન પૂર્યો હોત, તો હું તમારી સાથે જંગલમાં શિકારાર્થે આવત અને યજ્ઞમાં તમારે સ્થાને મને બત્રીસ લક્ષણા તરીકે હોમી દેત!” રાજા પ્રધાન ઉપર પ્રસન્ન થયો ને તેને યાદ રાખ્યું “જે થાય તે સારા. માટે.” આ સમાધાન સૂત્રને જીવનમાં રાજાની જેમ બધાએ ઉતારવું જોઈએ. ટૂંકમાં, ધર્મ દષ્ટિનો વિકાસ કરાવી દરેક પરિસ્થિતિમાં આત્માને પ્રસન્નતા રખાવે છે. તો આપણે ધર્મનાં માધ્યમે બે ગુણોમાં વિકાસ કરી ધન્ય બનીએ.... વીતરાગ દેવનો દર્શાવેલ મોક્ષમાર્ગ મળ્યા પછી મોક્ષમાર્ગ પર કોણ ચાલી શકે ? આ માર્ગ પર કદમ કોણ ઉપાડી શકે ? તે જ જીવો ચાલી શકે છે જે વીર છે, શૂરવીર છે. આ માર્ગે કાયરો ચાલી નથી શકતા. | | ઉપવાસ કર્યા બાદ ઉલટી થાય એટલે હવે ઉપવાસ નહીં કરવાના નિર્ણય લઈ લે ! ! In દાન કર્યા બાદ નામ ન બોલાય કે ન લખાય તો હવે દાન કરવું નહીંના સોગંદ ખાઈ લે. તેઓનું આ માર્ગે કંઈ ઊપજતું નથી. 1 આયંબિલ તપ કર્યું હોય અને ખાવાનું ઠંડું મળી જાય કે દ્રવ્ય ઓછાં મળે તો સંઘના સભ્યો અને રસોઈચા પર ક્રોધ કરી બેસનાર આ માર્ગે ક્યારેય સફળ થતા નથી. ઉપાશ્રયમાં અપમાન થઈ જવા પર જિંદગીમાં ઉપાશ્રય જવું નહીં ના અબોલા કરી બેસે તેવા કાયરોનો આ માર્ગે કોઈ ક્લાસ નથી. હાય! ધર્મના ક્ષેત્રમાં આવેલી તકલીફોના સમયે ધર્મ છોડી દેવાની તૈયારી ધરાવનારોને એટલું જ કહેવાનું મન થાય છે કે ભજિયા ખાઈને ઝાડા થઈ જાય એટલે જિંદગી ભર ભજિયા નહીં ખાવાનો નિર્ણય લો છો ? પાર્ટીમાં કોઈ અપમાન કરી નાખે તો પાર્ટીમાં જીવનભર પગ ન મૂકવો આવા પચ્ચખાણ કરો છો ? સંસારના ક્ષેત્રે અનેકવાર ઠોકરો વાગે છે તો હવે સંસારમાં રહેવું જ નથી તેવું તમારું મન નક્કી કરે છે ? નહીં ને ? બસ, સંસારના ક્ષેત્રે કષ્ટો આવવા છતાં જો તે સ્થળ ક્રિયા છોડતા નથી, તો ધર્મના ક્ષેત્રે આવેલા કષ્ટો - પરિષહોને લઈને ધર્મ ને કેમ છોડો છો? આ મહાવીરના કલ્યાણકારી માર્ગે ચાલી શકે છે વીર પુરુષો, શૂરવીર સાધકો. હર જલતે દિપક કે તલે અંધેરા હોતા હૈ, હર અંધેરી રાત કે પીછે સવેરા હોતા હૈ, ગભરા જાતે હૈ લોક મુસીબત કો દેખકર હર મુસીબત કે પીછે સુખ કા ડેરા હોતા હૈ. બુદ્ધિ છે “બાપ" જેવી એને કમાઉ દીકરો જ ગમે છે જ્યારે હૃદય એ “મા” જેવું એને કમજોર દીકરોચ ગમે છે. -૧રહ -૧ર૮
SR No.009228
Book TitleDrusti
Original Sutra AuthorN/A
AuthorTej Saheb
PublisherTej Saheb
Publication Year
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size410 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy