________________
દષ્ટિ! સૃષ્ટિને સ્વર્ગ જેવી અનુભવવા આપવશ્યક છે. દષ્ટિમાં નિર્મળતા હોય તો સૃષ્ટિ સુંદર અને હાણવા જેવી લાગે દુનિયામાં સૌથી મોટો દોષ હોય તો દષ્ટિની વિપરીતતા જ્ઞાનીજનોના સંગ દ્વારા આ દોષ દૂર થઈ શકે સદ્ગાહિત્ય - સારા પુસ્તકો દ્વારા આ દષ્ટિ દોષ સમાપ્ત થઈ શકે જ્યારે દષ્ટિ સમ્યક્ બને છે ત્યારે સૃષ્ટિના દર્શન યથા તથ્ય થવા લાગે છે. પ્રભુ મહાવીરે જણાવ્યું કે દુનિયા બદલવામાં કોઈ સફળ બન્યું નથી
જ્યારે દષ્ટિ બદલવામાં કોઈ નિષ્ફળ ગયું નથી આ દુનિયામાં કાંઈ પણ બદલી શકવા આપણે સમર્થ હોઈએતો તે છે
દષ્ટિ ! જોવાની રીત બદલાઈ જાય. વિચારવાની પધ્ધતી બદલાઈ જાય ખતવણી સમ્યક બની જાય પોઝીટીવ એપ્રોચ થઈ જાય પછી મૃત્યુ બાદ સ્વર્ગ મળવાનું હતું તે જીવતા જ ધરતીપર સ્વર્ગ મળી જાય આવા પરમ હેતુ એ આપ સર્વેનો સહકાર અને ગુરૂરાજની કૃપાથી “દષ્ટિ'નામનું આ પુસ્તક મારા સર્વે પુસ્તકના સાર રૂપે સમાજને અર્પણ કરતા હું આનંદ અનુભવી રહ્યો છું. જિન આજ્ઞા વિરૂધ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
- તેજ સાહેબજી