________________
વાતાવરણ સંત-સતીજીઓની શાંતિમાં પણ ખલેલરૂપ બને છે. યુવાનને ધર્મ પ્રત્યે અભાવ જન્માવવામાં કારણભૂત બને છે. જો આ રાજકારણવૃત્તિ ધર્મસ્થાનકોમાંથી નીકળી જાય તો યુવાનો ધર્માભિમૂખ થઈ શકે. ૨. ધર્મમાં ધનનું મહત્ત્વ :
ધર્મક્ષેત્રમાં ઘૂસી ગયાં છે ધનવાનોના સ્વાગત, બહુમાન, ધન ઉપરથી. મૂચ્છ ઉતારવાનો જોરશોરથી ઉપદેશ લેવામાં આવે છે. છતાં પ્રત્યેક ધર્માનુષ્ઠાનોમાં ધનને પ્રવેશ આપવામાં આવ્યો છે. બધાં ધર્માનુષ્ઠાનો પાછળ ધન ગોઠવાય ગયું છે. જાપ કરો, સામાયિક કરો, તપસ્યા કરો, પ્રતિક્રમણ શીખો, વ્યાખ્યાન સાંભળો, બધાંની પાછળ ધનને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રતિક્રમણ શીખો સાયકલ આપવામાં આવશે. તપસ્યા કરો સોનાનો ચેન આપવામાં આવશે વગેરે... યુવાનો આ ધન અને ધનવાનોનાં ધર્મસ્થાનકમાં થતાં બહુમાનોને જોઈને પણ ધર્મનું દંભી પણું જોઈ રહે છે. સંતો અને સતીજીઓ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે આ ધનની જાળમાં પ્રવેશતા હોય છે. તેઓનો એટલો જ સ્વાર્થ હોય છે “માત્ર નામના' બઘાંને થવું જોઈએ કે ફલાણાં પધાર્યા હતાં અને આટલો ધર્મ થયો હતો. સંઘનો સ્વાર્થ હોય છે સંઘનું નામ ચારેય તરફ ગુંજતું થઈ જાય. આવા ધનના પ્રભાવને લઈને યુવાનો ધર્મથી પ્રભાવિત થતા નથી ધનને જો મહત્ત્વ ન આપવામાં આવે તો યુવાનો ફરી ધર્મમાર્ગે ચડી જાય તેવું લાગે છે.
૩. બાહ્ય ક્રિયાનો ફૂગાવો :
ધર્મના ક્ષેત્રે માત્ર દેખાવ છે. ધર્મની ક્રિયાને જ ધર્મ કહેવામાં આવે છે. ધર્મની ક્રિયા કરનાર ધર્મિષ્ઠ પછી ભલે ને તે ધર્મની ક્રિયા કર્યા બાદ કંઈ પણ ખોટાં કામ કરે! છતાં સમાજ તેનું ધર્મિષ્ઠનું બિરુદ આપશે. જે ધર્મક્રિયા નથી કરતો તેને નાસ્તિકમાં... પાપીમાં... ખપાવી દેવામાં આવે છે. ક્રિયા કરવાની વાત કરવામાં આવે છે, ત્યારે યુવાન ક્રિયામાં ન બેસી શકવાના કારણે ધર્મસ્થાનકમાં આવવાનું ટાળે છે. હવે જ્યાં સુધી સામાયિકાદિનું પૂર્ણ મહત્ત્વ એને સમજાવવામાં ન આવે ત્યાં સુધી એને ભાવ પણ ક્યાંથી આવવાના છે? ધર્મ-ધર્મક્રિયા અને ધ્યેય આ ત્રણેય બાબતો જો યુવાનોને સચોટ રીતે સમજાવાય નહીં તો ધર્મના માર્ગે તે
આગળ નહીં આવી શકે જીવન પધ્ધતિમાં સ્વભાવે અંશમાત્ર પરિવર્તન ના દેખાવાના કારણે યુવાન સહજ બોલે છે કે અમે ધર્મ નથી કરતાં પણ વાતે વાતે તમારી જેમ ક્રોધ તો નથી કરતાં ને? અમે કોઈને નડતરરૂપ તો. નથી બનતાં ને? તમારી કોઈ ચીજ વસ્તુ તૂટી કે ફાટી તો તમે સમતા તો. રાખતાં નથી, ધર્મ સમજવા છતાં આપનામાં પરિવર્તન કેમ નહીં? બસ, આજે ધર્મક્રિયાઓ, ધર્મસ્થાનો, ધર્મઉપદેશો અને ધર્મિઓની ભીડ પુષ્કળ વધતી જાય છે, પરંતુ અંતરંગ ધર્મની સ્પર્શના નહીંવત થતી જણાય છે. એટલે કે ધર્મી લોકો ધર્મની છત નીચે દંભાચરણ કરતાં દેખાવાને કારણે યુવાનો ધાર્મિના જીવનમાંથી પ્રેરણા લેવાને બદલે ભોગી બની જતા જણાય છે. હવે તો ધર્મ અને ધર્મક્રિયાને જુદી દર્શાવી વાસ્તવિક ઉપદેશ આપે એવા સંતો અને સતીજીઓ બગડેલી બાજીને સુધારી શકે તેમ છે. નહીં તો આ યુવાનો જૈન તરીકે નહીં તો માનવતાના ગુણથી પણ નીચે જઈને કામ કરતાં અચકાશે નહીં. હવે તો સંતો જ ૪. ધર્મમાં અનુકરણવૃત્તિ : આણે આમ કર્યું આપણે પણ આમ કરો એટલે કે સમજણ વગરનું ધ્યેય વગરનું અનુકરણ. આવા અનુકરણ પાછળ છૂપાયેલો હોય છે અહંકાર, સન્માનની ભાવના. બધાં મારાં વખાણ કરે. ઘણાંને એમ લાગે. કે આ ભાઈ ખૂબ ધર્મિષ્ઠ છે, ઉદાર છે, મારું સારું દેખાય, મારું કોઈ આડું ન બોલે, આમ ખોટાં કામને ઢાંકવા માટે અનુકરણનો આશ્રય લેવામાં આવતો હોય છે, ખોટું ઢંકાય અને લોકોમાં ધર્મિષ્ઠ તરીકેની છાપ પડે, પછી ધર્મ પ્રવૃત્તિનું અનુકરણ કોણ છોડે? એણે દાન કર્યું તો આપણે એનાથી ડબલ કરો. ફલાણાંએ અઠ્ઠાઈ તપમાં સાંજી કરી, વ્યાખ્યાનમાં હતી કરી, આપણે પણ કરો. તેનાથી વધુ સારું દેખાય તે માટે સંઘ જમણ કરાવો. આવા અનુકરણમાં ધર્મ તો દૂર રહ્યો પણ માણસ અહંકારના પાપે કર્મના બંધને બંધાતો જાય છે. જો આ દેખાદેખીથી શ્રી સંઘ દૂર રહે તો હું માનું ચુ કે ધર્મમાં પ્રગતિ થયાં વિના ન રહે. દેખાદેખી નહીં પણ આત્માના હિતને કેન્દ્રમાં રાખીને અનુસરણ થાય તો પણ ઘણું છે. ધર્મમાર્ગે વાસ્તવિક આત્માના સુખના આનંદનો અનુભવ, માર્ગ બતાવવામાં ન આવવાથી તે
૩૧
- ૩૨