________________
પહેલા માનવ તો બનો.
વિદ્વાનોંકી નહીં, કર્તવ્યનિષ્ઠોંકી કમી હૈ
સંવિધાનોંકી નહીં નિષ્ઠાવાનોંકી કમી હૈ ચહ જમાના બડા અટપટા આ ગયા
ભગવાનકી નહીં આજ ઈન્સાનોંકી કમી હૈ. માણસોની વસ્તી ખૂબ વધતી જાય છે પણ સાચા, સારા ઈન્સાનની. કોટીના માણસો ઘટતા જાય છે! તેવું નથી લાગતું? ઈન્સાન બનવાનું છોડી ઈશ્વરની શોધમાં નીકળેલો માણસ હતાશ અને નિષ્ફરતા સિવાય કંઈ પામતો નથી. ઈમારત ત્યારે ટકે છે જ્યારે તેનો પાયો મજબૂત અને ઊંડો હોય, વૃક્ષ વાયુના ઝપાટામાં પણ અડીખમ રહી શકે જો મૂળિયા ઊંડા અને મજબૂત હોય, ઈશ્વરની યાત્રાએ નીકળેલો માણસ ઈશ્વર સુધીની યાત્રામાં ત્યારે મળી શકે છે જ્યારે તેની ઈન્સાનિયતના પાયા ઊંડા અને મજબૂત હોય... માણસ નથી
એક ભિખારી શેઠની દુકાન પાસે આવીને શેઠની સામું જોઈ કહી રહ્યો હતો, શેઠ સાહેબ! મને બહુ તરસ લાગી છે મારે પૈસા નહીં એક ગ્લાસ પાણી જોઈએ છે. સાહેબ પાણી પીવડાવશો ! ભગવાન તમારું ભલું કરશે. શેઠે ગાદી પર બેઠા બેઠા જવાબ આપ્યો હમણાં થોડીવાર ઊભો રે' મારો માણસ બાજુમાં ગયો છે તેને આવવા દે. માણસને આવતા ઘણીવાર લાગી ત્યારે ભિખારી પાછો શેઠને કહેવા લાગ્યો શેઠ સાહેબ! તમારો માણસ હજી આવ્યો નહીં. મને તરસ ખૂબ લાગી છે પાણી પીવડાવી દો એટલે હું રવાના થઈ જાઊં. ત્યાં તો શેઠ ભિખારી ઊપર તાડૂક્યા તને કહ્યુને માણસને આવવા દે, ઉતાવળ હોય તો રવાના થા અહીંયાથી, ભિખારીએ ધીમે રહીને શેઠને સમજાવ્યા સાહેબ તમારો માણસ જ્યારે આવે ત્યારે પણ થોડીવાર તમે માણસ બની જાવ અને પાણી પીવડાવોને. આ સાંભળતાં જ શેઠે ભિખારીને વગર પાણીએ રવાના કરી દીધો.
બસ વાત એમ છે ડોક્ટર બનતા પહેલા, વકીલ બનતા પહેલાં, શેઠ કે
શિક્ષક બનતા પહેલાં, સાધુ કે શ્રાવક બનતા પહેલાં માણસને સંબોધીને વારંવાર કહ્યું કે માનવ... માનવ બન... આજની યુનિવર્સિટી માણસને ડોક્ટર-વકીલ-સી.એ. બનાવે છે પણ માણસ બનાવવા તાલીમ અપાતી નથી. માણસ એટલે વ્યસન મુક્ત, દુરાચાર અને દુષ્કૃત્યથી મુક્ત હોય. હિંસા-અન્યાય-અનીતિ કરવામાં જેનું દિલ ક્યારેય તૈયાર ન હોય, તે સંઘર્ષ નહીં સમાધાન શોધતો હોય. ચાલો આપણે ઈશ્વર બનતા પહેલાં માણસ બનીએ.
ના હોય ઝંખના ઉત્તરની તોય પૂછે છે, પ્રશ્ન છે કો'ક બીજાનો ને ઉત્તર કો'ક પૂછે છે, હંમેશા હોય છે આ વિશ્વમાં બે જાતના માનવો,
રડાવે કો'ક જીવનમાં ને આંસુ કો'ક લૂછે છે. હવે તો યુવાનોને ભગવાન જ બચાવી શકે.
આજના યુવાનો ધર્મથી દૂર જઈ રહ્યાં છે. રંગરાગ ફેશન-વ્યસનની દિશામાં આગળ વધી રહ્યાં છે. ઉપાશ્રયોમાં અને સંતો પાસે આવવા તે રાજી નથી. જે યુવાન આવે છે તેની પાછળ વડીલોનું દબાણ... અથવા તો સંતોના આગ્રહને વશ થઈને તે આવે છે. શું યુવાનોને ધર્મ અને ધર્મનું ઘર કરતાં સંતો નહીં ગમતાં હોય? શું યુવાનોને સમયનો અભાવ છે? શું યુવાનો નાસ્તિક બન્યાં છે?
યુવાનો ધર્મથી વિમુખ થવાના સાચા કારણો નીચે રજૂ કરું છું, જે વાંચીને પૂનરાવર્તન છોડી દઈ પરિવર્તન કરવામાં આવશે તો યુવાન જરૂર ધર્મની સમીપ આવશે તેવું મારું માનવું છે... બાકી તો ભગવાન જાણે...! ૧. ધર્મના ક્ષેત્રમાં રાજકારણે પ્રવેશ લીધો છે :
પ્રમુખો, ટ્રસ્ટીઓ, મંત્રીઓ જે સંઘના સંચાલનકર્તા છે તે એક બીજાને પછાડવાનાં અને પદભ્રષ્ટ કરવાની વૃત્તિઓના કારણે ધર્મની બાબતોને બાજુ પર કરી રાજકારણી દાવ ધર્મસ્થાનકોમાં પણ ખેલવા લાગ્યાં છે. પ્રાયઃ પ્રત્યેક સંઘમાં બે પાર્ટીઓ હોય છે. ભાજપ, કોંગ્રેસ જેવાં બે પક્ષ થાય છે. પછી ધર્મના ક્ષેત્રમાં એકબીજા પર આક્ષેપો, આવેશો ઠાલવવાના કામો કરી સંઘના વાતાવરણને દૂષિત બનાવી દેવામાં આવે છે. આ
૨૯
- ૩૦