________________
ખુશામતની હવા પ્રાયઃ આગળથી આવતી હોય છે. જ્યારે પ્રશંસાની હવા વડિલો તરફથી મળતી હોય છે જે પથમાં પથ દર્શક બનીને કામ કરતી હોય છે. યાદ રાખજો પ્રશંસનીય કાર્ય કરવા સહેલા છે. પ્રશંસનીય કાર્ય બદલ પ્રશંસા મેળવવી પણ આસાન છે પરંતુ પ્રશંસાને જીવનમાં પચાવી જાણવી મુશ્કેલ છે. ભોજનથી પેટપૂર્તિ થાય છે જ્યારે પ્રશંસાથી મનપૂર્તિ જલ્દી થતી નથી હોતી. તમે એટલું તો કહી જ શકો તેમ છો કે કરેલા કાર્ય કરતાં અધિક પ્રશંસાઓ મળતી હોય ત્યારે તમે ગમે તેનો ત્યાગ કરો એટલે મન ઉપર એની અસરને મારી નાખો અને એથી આગળ વધીને એટલું તો આપણે બધા કહી શકીએ કે આપણા હાથે થઈ ગયેલા સારા કામની આપણે પોતે જ પોતાની પ્રશંસા કરવાનું બંધ કરી શકીએ તેમ છીએ ને? સ્વપ્રશંસા મહા અનર્થ સર્જનારી બાબત છે. પોતે પોતાના વખાણ કરવા ન બેસી જવું. બીજો મારી પ્રશંસા કરે તે માટે ન બેસી રહેવું. આટલું થાય તો પ્રશંસાને પચાવવામાં આપણે સફળતા મેળવી શકીશું.
માણસ માત્રને પોતાની પ્રશંસા ગમે છે. પણ કમનસીબી એ છે કે, કાયમ તેને પ્રશંસા સાંભળવા મળતી નથી, જેટલી વાર સારું કામ થાય. એટલીવાર તેની પ્રશંસા કરવા કોઈ નવરૂ નથી હોતું પણ એકાદવાર ખોટું કામ થઈ જાય તો તરત જ ટીકા કરવા માટે માણસો ઉમટી પડે છે. માટે આગળ વિકાસ ઈચ્છનારે પ્રશંસા કરતા ટીકાને જીરવવા માટે વધુ તૈયાર રહેવું જોઈએ.
પ્રશંસાની વાત એવી છે કે પહેલા મળે છે પછી માણસ એને મેળવવા માટે મથે છે. અને પછી તો માનવીનું વ્યસન બની જાય છે. ત્યારે માણસ એવી હાલત ઉપર આવી જાય છે કે કાર્ય ત્યારે કરવા તૈયાર થાય જો એ કાર્યની પ્રશંસા મળવાની હોય નહીંતર ભલે અહિત સર્જાય પણ કાર્યની પ્રશંસા મળવાની હોય નહીંતર ભલે અહિત સર્જાય પણ કાર્યની કળ હોવા છતાં કાર્યની ઉપેક્ષા કરવા લાગી જાય છે. જેઓએ પ્રશંસા પચાવવા બાબતની થાપ ખાધી છે તેમની આ દશા જોવા મળે છે અને પ્રશંસાના અપચાવાળા માણસોની મનોવૃત્તિ એવી બની જાય છે કે તેઓ તેમની ટીકા
જીરવી જાણતા હોતા નથી ,
પોતે એ જાણતા હોય છે કે આ મારી ભૂલ થઈ છે છતાં ભૂલનો સ્વીકાર કરવાને બદલે ભૂલનો બચાવ કરવાના પ્રયત્નો કરી લેતા હોય છે જેને પ્રશંસા પચાવી જાણી હોય છે તે ટીકાને જીરવી જાણતા હોય છે. જેને પ્રશંસા પચાવી જાણી હોય છે તે ટીકાને જીરવી જાણતા હોય છે. અને હા આજ સુધી પૃથ્વી ઉપર જન્મ લેનાર કોઈપણ વ્યક્તિની ટીકા ન થઈ હોય એવું બન્યું નથી. વ્યક્તિ જેટલી મહાન, એટલી એની ટીકા વધુ તીવ્ર અને કડવી, બુધ્ધ, મહાવીર, જીસસ ક્રાઈસ્ટ મહાત્મા ગાંધી વિગેરે કોઈપણ મહાપુરૂષના જીવન પર નજર કરો ટીકાના તીરનો મારો એમના ઉપર સતત થતો રહ્યો છે. એજ રીતે વૈજ્ઞાનિકો, કલાકારો, લેખકો, કવિઓ પણ ટીકાઓથી બચી શક્યા નથી. આ ટીકાનાં તીરને જ પછાડી શકે છે જેને ટીકા જીરવી લેવાની કળા હસ્તગત કરી ન હતી. બાકી ટીકાને જીરવી લો તો પ્રશંસા કરતાં ટીકા વધુ સહાયક છે.
ટીકા કરનારાનો આ સમાજમાં કોઈ તોટો નથી, તાકીને બેઠા હોય છે તમે ક્યાં ભૂલ કરો છો ? આમ જોઈએ તો ટીકા કારો બહુ સારા છે. જેઓની હાજરી માત્રથી આપણે ભૂલથી ઉગરી જઈએ છીએ. જેને આગળ વધવું છે તેઓ માટે આ ટીકાકારો આશીર્વાદ રૂપ છે. ઘણાં માણસો એવા હોય છે કે એમની ટીકા કોઈએ કરી એટલે સારાં કામો. કરવાની બાબત પડતી મૂકી નાસીપાસ થઈ એક્સાઈટ થઈ જતા હોય છે. ટીકાથી ડરતા માણસો ક્યારેય કોઈ ક્ષેત્રમાં આગળ વધી શકવા સમર્થ બનશે નહીં. ટીકા ના વૃક્ષ પર જ પ્રશંસાના ફળો લાગતાં હોય છે. તે વાત જેના મનમાં દઢતાપૂર્વક સમજાઈ ગઈ છે તેઓ ટીકા થવા છતાં પણ વધુ જોરથી કાર્ય ઉપાડે છે.
કોઈ વ્યક્તિ જ્યારે આપણી સખત ટીકા કરે ત્યારે ઉશ્કેરાઈ જવાને બદલે ગભરાઈ જવાને બદલે ટીકાના પડદા પાછળ જોવા પ્રયત્ન કરવદ જોઈએ. ટીકા કરનાર આપી ટીકા શા માટે કરે છે? ટીકા કરવાનો એનો સ્વભાવ છે? મારા કાર્યમાં કોઈ ભૂલ છે ? વિગેરે બાબત પર વિચાર કરવાથી સાચું કારણ હાથમાં આવશે પણ ટીકાકારને દુશ્મન ગણી.
– ૩
- ૩૮