________________
કે પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવનમાં નહિ કરી શકે... આધ્યાત્મ જગતમાં જવા માટે માના આશીર્વાદ જોઈએ... માડીના આશીર્વાદ વિના અરિહંત નહિ બની શકાય માટે જ દીક્ષા લેવા તૈયાર થયેલા દીક્ષાર્થી આત્માને મા-બાપની ખુશી સાથે સંમતિ માંગવાનું જૈન સિદ્ધાંત જણાવે છે. પ્રભુ મહાવીરે પણ ગર્ભમાં સંકલ્પ કર્યો હતો માબાપની હાજરી હશે ત્યાં સુધી દીક્ષા-ગ્રહણ નહિ કરું...! તો હે પુત્રો... ! તમે સમજો... ભેજામાં કાટ લાગ્યો હોય તો સંતોની વાણી સાંભળી કાટને ઉખેડી નાંખો અને થોડા ડાહ્યા થઈને મા-બાપની ભક્તિમાં જોડાઈ જાવ... શ્રવણ જેટલી ભક્તિ ના થાય તો કાંઈ નહિ પરંતુ ઘરમાં તો તીર્થ જેવું વાતાવરણ બનાવો.. ઘરમાં ફ્રીજ ટી.વી.
ગાય નથી રોકતું? ઘરઘંટી ફર્નિચર જગ્યા નથી રોકતું ? અને તારા મા-બાપ જગ્યા રોકે છે. તેવું તે લાગે છે...? તમારો ચ વારો આવવાનો છે. ગભરાશો નહિ તમે તમારા મા-બાપની જે દશા કરી છે તેવી જ તમારી દશા તમારા દીકરા કરશે માટે તૈયારી રાખજો. કાલે તમારો પણ વારો છે જ.
યાદ રાખજો તમે જેવો વ્યવહાર કરશો તેવો જ વ્યવહાર અન્ય કરશે... માટે તમારી જે ઈચ્છા હોય તેવું આજે કરો. As you sow so, shall you reap. તમે જેવું કરશો તેવું પામશો. એટલે કે તમે માતા-પિતાની જેવી ભક્તિ આદિ કરશો તેવી તમે તમારા સંતાન તરફથી ભક્તિ આદિ પામશો. મારી સાથે બધાં સારું જ વર્તન કરે... મારા માટે સર્વે સારું જ બોલે... તો આજે તમે પણ સર્વે માટે વર્તન અને વાણી સારી બનાવી દો... પિતા સામે પુત્ર જે વર્તન આજે કરશે તે જ તમારાં સંતાનો તમારી સામે આવતી કાલે કરશે. તેમાં લેશમાત્ર શંકા નથી...! વહુ બની સાસુ સાથે જ વર્તન, વાણી અને વ્યવહાર કરશે તે જ તમે જ્યારે સાસુ બનશો ત્યારે વ્યાજ સાથે બધું સામે આવીને ઊભું રહેશે... ત્યારે તમને સાસુ સાથે કરેલા અપરાધો યાદ આવશે... ઊંડે ઊંડે મન વાસ્તવિક્તાનો સ્વીકાર કરશે કે હું વહુ હતી. ત્યારે મારું વર્તન સાસુથી કેવી રીતે સહન થયું હશે ? આજે
આટલું ય હું સહન કરી નથી શકતી...! બસ ટૂંકમાં પુત્રે એ વાત ભૂલવી ન જોઈએ કે મારે એક દિવસ પિતાના પદમાં આવવાનું છે... વહુએ એ વાત ભૂલવી ન જોઈએ કે સાસુમાં બનવાના દિવસો આવવાના છે... તો શિષ્ય એ વાત ભૂલવી ન જોઈએ કે મારે એક દિવસ ગુરૂ બનવાનું છે. આ બાબતમાં જે જાગૃત છે કે મારો પણ વારો આવવાનો છે... તેની વાણીમાં, તેના વર્તનમાં અને તેના જીવન વ્યવહારમાં પરિવર્તન આવ્યા વિના રહે જ નહિ...! આપણે મૂળ વાત ઉપર આવી જઈએ...! ભક્તિનો યોગ દોષોને ખલાસ કરી દેવામાં ગજબનો ચમત્કાર સર્જે છે. મા-બાપની ભક્તિ ખરા દિલથી કરનારને માના હૈયાના અમી, આશીર્વાદ મળ્યા વિના રહે નહિ. અને અમૃત આશીર્વાદની શક્તિ દ્વારા જીવનમાં થતાં અવગુણો સાફ થયા વિના રહે નહિ. આશીર્વાદના અજવાળે દોષોનાં અંધારાં ગાયબ થયાં વિના નહિ રહે...
આજના યુગના માનવોને શું કહેવું... મા-બાપની ભયંકર ઉપેક્ષા કરી રહ્યા છે. ભક્તિ તો કરવી એક બાજુ રહી પરંતુ બોર-બોર જેટલા આંસુ પાડતા કરી નાંખ્યા આ ફેશન. વ્યસનનાં રવાડે ચડેલા કુંવરોએ... ! માની દવાનું બીલ જોઈ તેની આંખો ફાટી જાય છે, પરંતુ હજારના ડ્રેસ અને સાતસોના બુટના બીલ જોઈ તેના દિલમાં કાંઈ જ થતું નથી...! માની સેવામાં નોકર રાખવોય તેને ભારે પડી જાય છે, પરંતુ બર્થ ડે આદિ દિવસે બે હજારનો આઈસ્ક્રીમ... નાસ્તા... ઉડાડી દેવામાં તેને જરાય ખચકાટ નથી થતો. ટૂંકમાં... જે જાત માટે પહોળો તે મા-બાપની સેવા માટે સાંકડો જ રહે તેમાં જરાય નવાઈની વાત નથી, ઘણા સુપુત્રોની એવી પણ ફરિયાદો અમારી પાસે આવે છે. ગુરૂદેવ! મા-બાપને સાચવવામાં અમને વાંધો એ આવે છે તેમનો સ્વભાવ દિન પ્રતિદિન ખરાબ થતો જાય છે શું કરીએ અમે... ?
દીકરા તારી વાત તો સાચી જ છે. ઘડપણ આવે એટલે સ્વભાવ ચીડિયો થઈ જાય... અધીરિયો બની જાય... બબડાટ કરવાનો ચાલુ થઈ જાય... ખાવાના ચટકા થાય... જરાક મોડું થાય એટલે ગરમ
-૧૬૪
—૧૬૩