________________
હાલતમાં છે રાજગૃહી ? સમય બધું બદલે છે. વિકૃતિને સંસ્કૃતિમાં સ્થાપી દે. જગતના તમામ પદાર્થોને વિકૃત ને સંસ્કૃત કરવાનું કામ કાળતત્ત્વ કરે છે. તો તમારા હાથમાં રહ્યું શું? જીવનમાં ચિંતનાત્મક ચિત્ત બનાવો. કાળના સકંજામાંથી કોઈ પણ પદાર્થ બાકાત રહ્યો નથી.
આજે બધું સુંદર ને કાલે ખરાબ બને છે. બંગલો ખંડેરમાં ટ્રાન્સફર કરવાનું કામ કોનું? પદાર્થોને બગાડવાની તાકાત કાળ તત્વ પાસે છે. એટલે એ વાત હંમેશને માટે યાદ રાખજો કે જડ જગત એ તમારા હાથની વાત નથી, કાળ સ્વતંત્ર દ્રવ્ય છે. આપણે માથું મારી કર્મબંધન કરવાની બાલીશતા ન કરવી જોઈએ. કાળની હાથની બાજી છે. નવુંજૂનું, સારું-ખરાબ, શ્રેષ્ઠ-અશ્રેષ્ઠ બધું કાળ કરે છે. પ્રભુએ સાધકોને જણાવ્યું છે કે ભલે કાળ પોતાની કરામતથી જગત ઉપર પ્રભાવ પાડે, પરંતુ આ કાળનો સઉપયોગ કરવા માટે પ્રભુ બતાવે છે.
જાને સમારે ' કાળને ઓળખીને ધર્મ આચરણ કરી કલ્યાણની દિશા તરફ આપણે ચાલવાનું છે. કાળ તો સાધકો માટે સહાયક છે. અજ્ઞાની માટે બાધક છે. જ્ઞાની સમયનો સદુઉપયોગ કરી સાચા અર્થમાં પંડિત બને છે. ભલે કાળ જગત પર પરિવર્તન કરે, પરંતુ આપણે આપણામાં પરિવર્તન કરવાનું સર્વોત્તમ કાર્ય કરી લઈએ. જડ જગત જો કાળતત્વ ને આધીન છે, એ વાત સહજ સમજાઈ જાય તેવી છે તો જીવનની પરિસ્થિતિમાં ફેરફાર સારું-નરસું, ઊંચું-નીચું, દેવ-નરક, સુખી-દુઃખી, કોઈ રોગી કોઈ તંદુરસ્ત આ બધું કોના હાથમાં છે ! શું એ આપણા હાથમાં ખરું ? બહુ જ અગત્યની વાત છે કે આપણા જીવનનું ગાડું કોણ હંકારે છે? આ સવાલના જવાબમાં કર્મના સિદ્ધાંતને સમજવો જ રહ્યો, કારણ જડજગત જો કાળદ્રવ્યના હાથમાં છે તો જીવન જગત કર્મના હાથમાં છે.
કર્મની કરામત : રામ સિંહાસન પર બેસવાના હતા. કર્મ કહે “ઊભા રહો. અયોધ્યાના રાજા બનો તે પહેલાં મારું કામ પતાવું.” કોણે મોકલ્યા? દશરથે, તેની માતાએ, પરિસ્થિતિનું નિર્માણ કરવાનું કામ કર્મરાજાનું છે. પદાર્થોમાં અને
કર્મની બાબતમાં તમે પરતંત્ર છો. આજે સૂરજ હતો તો કાલે વાદળ કેમ ? આજે વસંત હતી તો કાલે પાનખર કેમ ? આજે સુખ હતું તો હવે દુઃખ કેમ ? ન પૂછશો સૂરજને, વાદળને, ન પૂછશો બદતુને, ન પૂછશો જગતને, પૂછજો માત્ર તમારી જાતને, રામ સમજતા હતા કે દોષ મારો છે. જગતને સુધારવા નીકળેલો જાત પરના દોષને જોઈ શકતો નથી, કાનમાં ખીલા ઠોકાયા, નિજનો દોષ ગણ્યો. તેજોવેશ્યા છોડી પણ કોઈનો દોષ જોયો નહીં.. પૂર્વકૃત દોષો પોતાના જ છે. નિમિત્તને ધિક્કારો નહીં. ઉપાદાનને નજર સામે રાખો. દુઃખ આપનારને ભેટી પડો. ભેટી જશો તો દુઃખ ભાગી જશે. મહેમાનોનો સ્વીકાર કરો છો તેમ મુશ્કેલીનો સ્વીકાર કરો તો દુઃખ દૂર થશે. ‘હર શામકો સૂરજ ઢલ જાતા હૈ, હર પતઝડ વસંતમેં બદલ જાતી હૈ, મેરે મન મુસીબતમેં હિંમત ન હાર, સમય કૈસા ભી હો ગુજર જાતા હૈ.”
રામને મગજમાં હતું કે મને કોઈ નુકશાન નથી. હું જ મારા કર્મનો કર્તા, ભોક્તા ને સંહારક છું. કર્મ બાંધું પણ હું જ ને ભોગવું પણ હું જ. તું જ તારો કર્તા ભોક્તા છે. ભગવાન તો જ્ઞાતા દષ્ટા છે. બધું જ તમારા હાથમાં છે. પણ ખુદ પોતે જ, તમારી જાત તમારા હાથમાં નથી. સત્યવાદી હરિશ્ચંદ્રને સ્મશાનમાં સર્વિસે જવું પડ્યું હતું. કૃષ્ણને અને પાંડવોને કૌરવોએ દુઃખની વણઝાર આપી હતી. ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ચડવું પડ્યું હતું.
અગ્નિ સુવર્ણને ચળકતું બનાવે છે, તેમ કર્મના ઉદયમાં આવતાં દુ:ખો પણ માનવીને સિદ્ધિના શિખર પર ચડાવી દે છે. જીવનનું ગણિત કર્મો પ્રમાણે જ ચાલે છે. જે ધારે છે તે બનતું નથી પણ જે બને છે તેને ધારેલું ગણીને સ્વીકારી લો. ઘડપણ આવે, નુકશાની આવે, તેને સ્વીકારી લો. ધિક્કાર દષ્ટિ નહીં, સ્વીકાર દષ્ટિ કેળવો. પરિસ્થિતિનો સ્વીકાર કરવો એનું નામ જ ‘સમજણ’ છે. સંજોગોના સહર્ષ સ્વી કારમાંજ સાચો ધર્મ સમાયેલો છે! - ત્તારમેવ અymફ મ્મ.... કર્મો કર્તાને જ અનુસરે છે. એટલે જે કર્મો કરે છે. તેને જ એ કર્મો ઉદયરૂપે આવે છે. અન્ય કોઈનાં નહીં, મારા
- to૫
–
૬