________________
ભેદજ્ઞાન જરૂરી ભેદભાવ નહીં.
ત્યારે અહંકારનો ધરતીકંપ અંતર જગતમાં સર્જાય અને ત્યારે સાધકે વરસોની સાધના બાદ મેળવેલા ગુણો બળીને ક્ષણભરમાં ખાખ થઈ જાય છે. ત્યારે એ સાધકની દશા કેવી થાય? ગુણોની રક્ષા કરવી બહુ જ મુશ્કેલ છે. સંતો-મહંતો જણાવે છે કે ગુણરક્ષા માટે સદૈવ સાવધાન રહો. કારણકે, ગુણ પ્રાપ્ત કરવાનો અવસર વારંવાર પ્રાપ્ત થતો નથી.
જીવની ઉચ્ચ કક્ષા કેળવો
જીવનની રક્ષા કરવા ચાહતા હો તો તમારે ગુણરક્ષા કરવી પડે અને ગુણરક્ષા કરવઆ ચાહતા હો તો જીવનની ઉચ્ચ કક્ષા કેળવવી પડે. એટલે ગમે તેવા નિમિત્ત મળવા છતાં તમે ક્રોધનો ભોગ બનો નહીં. રાગદ્વેષના નિમિત્તો મળવા છતાં તમારી કક્ષા એટલી હદે ઉચ્ચ બની હોય કે તે નિમિત્તો તમારા માટે સાધનામાં સહાયક બને તેને ઉચ્ચ કક્ષા કેળવી. ગણાય. જુઓ, ઘાણીનું નિમિત્ત મુનિઓના ગુણોને તો ન લૂંટી શક્યું, પરંતુ કેવળજ્ઞાનમાં સહાયક બન્યું.
વાતાવરણથી તમારા ગુણો ક્ષય થઈ જતા હોય તો કોઈને ય પૂછવાની જરૂર નથી કે જીવની કક્ષા કેવી છે? ચાહ મોડી મળે અને ચિત્ત વિહ્વળા, બની જાય, તમારી આજ્ઞાનું કોઈ પાલન ન કરે અને તમે ઉગ્ર બની જતા હો. તમને જે ન બોલાવે તે વ્યક્તિ પ્રત્યે તમને ધૃણા થઈ આવતી હોય. સન્માનના હારતોરા પહેરતાં દિલમાં ગલગલિયાં થતાં હોય. તમારી વાહ વાહ કરનારની તમે દોસ્તી રાખતા હો તો લખી રાખો કે હજી કક્ષામાં કચાશ છે. ઉચ્ચ કક્ષા વિના ગુણોની રક્ષા અસંભવ છે. નિમિત્ત મળતાં ગુણો બળીને ખાખ થઈ જતાં વાર નહીં લાગે. પ્રભુ મહાવીરને એક જ રાતમાં સંગમે વીસ-વીસ ઉપસર્ગો આપ્યા, ચંડકોશિયાએ ડંખ માર્યા, ગોશાલકે તેજલેશ્યા છોડીઅનાર્ય દેશના વિચરણની કથા લખતા કલમ ધ્રૂજી જાય. આ દરેક પરિસ્થિતિમાં ભગવાન મહાવીર સ્વામીનો ક્ષમા ગુમ ક્ષણમાત્ર માટે પણ વિચલિત થયો ન હતો. કારણ પ્રભુના જીવનની કક્ષા સર્વોચ્ચ શિખર સર કરી ચૂકી હતી. આવો, આપણે પણ આપણા જીવની કક્ષા ઉંચી અને મજબૂત બનાવી દઈએ, જેથી મહેનત કરીને મેળવેલા ગુણોની મૂડી સુરક્ષિત રહી શકે.
સમકિતી ઘરમાં રહે પરંતુ એના હૈયામાં ઘર ન રહે. સમકિતી પાળે પોષે કુટુંબને પરંતુ અંતરમાં અકર્તા છું તેવા શ્રેષ્ઠ ભાવને કેન્દ્રમાં રાખીને. ટૂંકમાં સમકિત ગુણી આત્માનું હૈયું આસ્થા અને અનુકંપાની ચરમ સીમાએ ઝૂલતું હોય. એનું દિલ-દિમાગ એક જ ચિંતન ધારામાં રમણ કરતું હોય કે જ્યારે છુટું આ સંસારથી, જ્યારે છોડું આવ્યંતર ક્રોધ, માનાદિ સંસારને. સતત નિર્લેપ રહેવાની કળા જેના હાથમાં આવી ગઈ તે સમકિતી જીવો અમલની યાત્રા તરફ આગળ વધી રહ્યા છે. રત્નાકર મુનિએ પણ પ્રભુ પાસે છેલ્લી ગાથામાં માંગ્યું હતું કે, હે પ્રભુ, ‘આપો સમ્યક્ રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી.’ આવો, આપણે પણ દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વ પર શ્રધ્ધા જમાવીએ. જૈનશાસન, જૈન સંતો, જૈન ધર્મ પ્રાપ્ત કર્યા બાદ જો સમકિતની પ્રાપ્તિ ન કરી, તો રત્નની ખાણમાંથી ખાલી હાથે, અત્રેથી જવાનો વારો આવશે. સંસારમાં લેપાયા વિના, સંસારના કાવા-દાવાથી અલિપ્ત રહેવા અને વિષયો કષાયોથી ઉપર ઊઠવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે અંતર ઘરમાં સમકિતનો દીવડો પ્રગટાવવો. આ દીવડો તમે પ્રગટાવ્યો એટલે એટલો તો ખ્યાલ આવી જશે કે મારું શું છે અને પરાયું શું છે? સુખ ક્યાં છે, સુખ કેવું છે? હું કોણ છું, હું કેવો છું અને હું ક્યાં છું નું જ્ઞાન થઈ જશે અને પછી સત્વ દર્શન થતાં જીવ અસત્ત્વથી સહજ છૂટી જશે, ને સત્વને સહજ પ્રાપ્ત કરી લેશે તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી.
સમકિત ગુણ પ્રાપ્ત થયા બાદ જીવને સંસાર સુખ ફિક્કુ લાગે છે. સંચમ સુખ સારું લાગશે. સાધનો નહીં અને સાધના પ્રાણ પ્યારી બનશે. એ પરિવારની જંજાળમાં નહીં પણ આત્માની જ્યોતિમાં મસ્ત બની જીવશે. એને ધન કરતાં જ્ઞાનગુણ વધુ વ્હાલા લાગશે. દોલત કરતાં સમ્યકુદર્શન એને દિવ્ય લાગશે. ભેગું કરવામાં એનો જીવ નહીં હોય પરંતુ ભેગું કરેલું ક્યારે છૂટે તે જ વિચારોમાં સતત વિહરતો રહેશે. વાહ, આવા પરમ સ્વભાવને પ્રાપ્ત કરાવનાર સમકિતનો મહિમા ન્યારો છે. એટલે સમકિત
૮૫
૮૬