________________
અરે હજી એવોને એવો ડાઘ છે પાણીથી સાફ કર.
જી સાહેબ! કહીં નોકરે પાણીથી આખો કાચ સાફ કર્યો.
હવે સાહેબ જુઓ કાચ સાફ થઈ ગયો છે ને ?
અરે! તને કામ કરતા નથી આવડતું. ડાઘ એવોને એવો છે બરાબર ઘસીને સાફ કર.
જી... સાહેબ! નોકરને આવ્યો ગુસ્સો ડાઘ છે નહીં અને સાફ કર... સાફ કર... કાચને જોરજોરથી ઘસવા લાગ્યો ને કાચ ફૂટી ગયો...
બસ!
શેઠ ઊભા થયાને નોકરનો કાન પકડી નોકરને મારવા લાગ્યા. જેમ જેમ નોકરને માર પડવા લાગ્યો ને નોકર વધુને વધુ હસવા લાગ્યો.
શેઠનો ક્રોધ વધવા લાગ્યો હું તને મારું છું ને રડવાની જગ્યાએ હસવા લાગ્યો, તેમ બોલતા જાય ને નોકરને શેઠ મારતા જાય.
ત્યાં નોકરે ધડાકો કર્યો, સાહેબ હસુ નહીં તો શું રડું? પહેલા મને ખબર હોત કે બારીના કાચમાં ડાઘ નથી. તમે પહેરેલા ચશ્મા પર ડાઘ છે તો હું આપના ચશ્મા જ સાફ કરી આપત. જેથી બારીના કાચમાં આપને ડાઘ દેખાત જ નહીં.
નોકરની આ વાત સાંભળી શેઠ ઠંડા પડી ગયા.
આ રમુજ વાત એ દર્શાવવા માગે છે આપણી દૃષ્ટિમાં દોષોના ડાઘ પડ્યા હશે તો જ સામેની વ્યક્તિના આપણને દોષના દાઘ દેખાશે. ટૂંકમાં આપણી દૃષ્ટિને પોઝિટીવ નહીં બનાવીએ તો ગુણથી ભરેલું કોઈનું જીવન આપણને દેખાવવું મુશ્કેલ છે. ‘‘ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયુ મારું નૃત્ય કરે'' આ પંક્તિ ત્યારે જ સાર્થક બને જ્યારે દૃષ્ટિ પોઝિટીવ બની હોય. દૃષ્ટિનો ઉઘાડ એટલે ધરતી પરનું સ્વર્ગ અને દૃષ્ટિનો અભાવ એ દુનિયા પરનું નર્ક છે, જીવનને સાર્થક અને સફળ બનાવવામાં આપણી દૃષ્ટિનો મહત્ત્વનો ફાળો છે. યાદ રહે! બે આંખે અંધ માણસને ભલે સુદર્શન કહેતા હોઈએ પણ ખુલ્લી આંખે જેને સમ્યક્ જોતા નથી આવડતું તેને તો જ્ઞાનીઓએ કુદર્શની કહ્યો છે.
૧૩
સ્વીકાર ત્યાં સમાધાન
ઉપસર્ગો અને પરીષહોને કર્મોદય સમજી સ્વીકારી લેવાની સાધના બહુ કઠીન સાધના છે. પરંતુ આધ્યાત્મ જીવનમાં આગળ વધવા માટે અનિવાર્ય છે. સંકલ્પ વિકલ્પની હારમાળા તેના જ હૈયામાં ઊઠે જેની પાસે સ્વીકાર કરી લેવાની સાધનાનો અભાવ હોય છે. આમ કેમ થયું? આમ થયું હોત તો સારું હતું. બસ પ્રતિપળે આવા અનેક તરંગો આત્માને દુખી કરે છે.
r
જો હવે ખરા અર્થમાં સુખ અનુભવવા માંગતા હો તો તમારા મનને કહી દો... જે થઈ ગયું તે સારું હતું, જે થઈ રહ્યું છે તે સારું જ થાય છે. અને જે થશે તે પણ સારું જ થશે, બસ, પછી જુઓ તમારું હૈયું હળવું ફૂલ જેવું થતાં વાર નહીં લાગે !!!
પ્રભુને સંગમ તરફથી ઉપસર્ગો આવ્યા, અનાર્યોએ પરિષહો ફટકાર્યાં હતા, તો ચંડકૌશિકે ડંખવાનું બાકી ન રાખ્યું, સંગમે પગમાં ચૂલો બનાવી ખીર બનાવી, તો પેલા ગોવાળિયાએ કાનમાં ખીલા ભોંક્યાની વાત સાંભળીને તો આપણુ હૈયુ કંપી જાય છે. આવાંતો અનેક કષ્ટો પ્રભુએ સાધના જીવનમાં આવ્યાં હતાં છતા પ્રભુએ તો સ્વયંનો દોષ ગણી માત્ર સ્વીકારી જ લીધા હતા! ‘હર જલતે દીપક કે તલે અંધેરા હોતા હૈ, હર અંધેરી રાત કે પીછે સવેરા હોતા હૈ,
ઘબરા જાતે હૈ લોગ મુસીબતોં કો દેખકર હર મુસીબત કે પીછે સુખ કા ડેરા હોતા હૈ'
ધન્ય છે પ્રભુ આપની સ્વીકારી લેવાની ઉત્તમ સાધનાને, કોટિ કોટિ વંદન આપના ચરણ કમળમાં... વિશ્વવાલેશ્વર ત્રિભુવનપ્રકાશ, દેવાધિદેવ પ્રભુ મહાવીર સ્વામીની સાધનાનું પ્રથમ સોપાન હતું સમતાપૂર્વક શુભાશુભ પ્રસંગોનો સહર્ષ સ્વીકાર કરી લેવો.
આજના આ યુગમાં પુત્ર-પિતાની આજ્ઞાનો સ્વીકાર કરવા તૈયાર નથી. તો સાસુ અને વહુની સમસ્યાનુંમમૂળ કારણ કંઈ હોય તો અસ્વીકાર વૃત્તિ, ગુરૂ શિષ્ટ વચ્ચે, પતિ-પત્ની વચ્ચે થતાં અણબનાવો અને ઊભા થતા મન દુઃખોની પાછળ અસ્વીકારની વૃત્તિ જ કામ કરે છે.
૧૪