________________
બહેનપણીએ આવીને જોયું કે સખી બેભાન થઈ ગઈ છે. એટલે બાજુમાંથી ગટરનું પાણી લાવીને છાયું ને ભાનમાં આવી ગઈ. બેભાન થવાનું કારણ જાણો છો ? અત્તરની સુવાસ ! આ સુવાસને કારણે બેભાન બની ગઈ હતી, અને ગંધવાળા પાણીના છાંટણાંથી ભાનમાં આવી ગઈ. જેને નાનપણથી ગટરનાં જ કામ કર્યા હોય તે અત્તર સૂંઘવા માત્રથી બેભાન બની જાય છે. બસ જેણે અનાદિથી ભોગની દુર્ગધ જ જોઈ હોય તેને સંયમની સુવાસ બેભાન કરી દે તેમાં કોઈ આશ્ચર્ય નથી. અનાદિનો અભ્યાસ છે ભોગવિલાસમાં મજા માણવાની. એટલે જ જ્ઞાની પુરુષો આત્માને જગાડે છે. સમય જોયમ મા પમાયણ. સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ. નહિતર પ્રમાદનો અભ્યાસ તને તારી સાધનામાંથી પતન કરાવી તેમાં વાર નહિં લાગે, પ્રમાદએ પતનનો માર્ગ છે. પુરુષાર્થ એ ઉત્થાનનો માર્ગ છે. પ્રમાદને પરિહરી પુરુષાર્થ જગાડવાનો માનવભવનો અવસર છે. રખે ! પ્રમાદના પનારે પડતા..
માનવભવમાં મળેલી શક્તિઓને સમ્યક્ પુરુષાર્થ આદરવામાં લગાડવાની છે. નહિતર શક્તિનો ક્ષય થતા વાર નહિ લાગે. પ્રભુ મહાવીરસ્વામીએ અંતિમ દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦માં અધ્યયનમાં ગૌતમને કહી. રહ્યાં છે હે ગૌતમ!
से बले य हायई: મોક્ષ માર્ગ જવા માટે, મોક્ષે પહોંચવા માટે માનવભવમાં શક્તિ મળી છે તે શક્તિ પ્રતિક્ષણ ક્ષય થઈ રહી છે એટલે ઓછી થઈ રહી છે. સમયશક્તિ હાથમાંથી ગયા બાદ પાછી આવતી નથી માટે સમજ મેળવવા પાછળ અને મેળવેલી શક્તિને સમજનો સાથ લઈ સાધના કરવામાં લગાડવાની છે. ગૌતમે સ્વશક્તિને જાગૃત કરી સમાજને સીમાતિત બનાવી. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તો ગોશાલકે સમય-શક્તિનો ઉપયોગ મિથ્યા માર્ગે કર્યો. અને સંસારનું પરિભ્રમણ વધારી દીધું. એટલે ભગવાને કહ્યું, “સમય કાઢી શક્તિને કામે લગાડી ધર્મ જાગરણ કરો. પણ સંસારના સુખ મેળવવા ઉજાગરા ન કરો.” બોલો આપણે ઉજાગરા વધુ કર્યા છે કે જાગરણ? સંસાર માટે ઉજાગરો કરનારનો કોઈ તોટો નથી.
–૧૧૯
યુધ્ધમાં શ્વેત ધ્વજ યુધ્ધવિરામ જમણમાં શ્વેત ભાત ભોજન વિરામ
માથામાં શ્વેત વાળ જીવન વિરામ એક રજપૂતને દાઢી કરવા સવારના હજામ આવ્યો હતો. દાઢી કરતા તેનાથી બોલાઈ ગયું. અરે બાપુ! તમે તો ઘરડા થઈ ગયાં. અલ્યા હજામ, તું મને ઘરડો સમજે છે, હું હજી જુવાન છું. જોર જોરથી રજપૂત બોલતા હતા. તે અવાજ સાંભળી બાપુનો સેવક દોડતો આવ્યો. અરે બાપુ! શાન્ત થાવ, કેમ જોર જોરથી બોલો છો. જુઓને આ હજામ મને ઘરડો કહે છે. શું હું ઘરડો છું ? રજપૂતની આ વાત સાંભળી સેવક બોલ્યો, બાપુ હજામને ક્યાં ખબર છે કે તમોને આંખે પણ મોતીયા આવ્યા છે. એય સેવક, ચૂપ રહેજે. એટલે તુ મને ઘરડો સાબીત કરવા માંગે છે. બાપુ સવારના પહોરમાં બરાડી ઉઠયા. આ અવાજે રજપૂતાણી પોતાનું કામ પડતું મૂકી બાપુ પાસે દોડતી આવી ગઈ. શું છે આ સવારના પહોરમાં, જરા શાન્તિ રાખી દાઢી કરાવી લોને!
અરે જોતો ખરી, આ વાણંદ મારા શ્વેત વાળ જોઈને મને ઘરડો ગણે છે. અને મારો સેવક પણ આંખના મોતીયા જોઈને મને ઘરડો બતાવે છે. હું હજી તો લડાઈમાં જઈ શકુ એવો જુવાન છું. તો શું આ લોકોની વાત હું સાંભળી લઉં? ત્યાં જ રજપૂતાણી બોલી, બાપુ! હજામ-સેવકને ક્યાં ખબર છે કે તમારા મોઢાના એક પણ દાંત રહ્યા નથી. મોઢામાં ચોકઠું રાખો છો. હવે ઘડપણને શા કારણે સ્વીકારતા નથી, બસ! બાપુનો પીતો. એવો ગયો કે હજામ અને સેવકને તો રવાના કર્યા પણ રજપુતાણીનો પણ ઉધડો લઈ લીધો. - ધન ખાતર રાતોની રાતો જાગનાર મળશે. સત્તામાં ઉજાગરા કરવા જીવ રાજી. સંસારના સુખ માટે આ જીવ ઘણો સમય જાગ્યો છે અને પારાવાર શક્તિઓ તેમાં લગાડી છે. પણ ધર્મ-જાગરણ માટે જીવ પાસે સમય નથી અને શક્તિ નથી. ટૂંકમાં, જેટલો સમય આપણા આત્માએ સંસાર માટે ફાળવ્યો છે. એનો અંશભાગ પણ ધર્મ માટે ફાળવ્યો હોત તો આપણો આત્મા અત્યારે પરમાત્માના સ્થાને બિરાજ્યો હોત. જેટલી.
—૧૨૦