________________
જ્ઞાની માટે આ વિરાટ વિશ્વ ચિંતન અને ચારિત્રનું કારણ બને છે. જેવું છે તેવું જ જણાવે તે જ્ઞાન. વિપરીત જણાવે, આશક્ત બનાવે અને વિશ્વ રાગ-દ્વેષનું કારણ બનાવે તો સમજવું આ અજ્ઞાનતાનું જ ફળ છે. ભ્રમણામાંથી ઉગારે, ભ્રમણથી બચાવે, અને સ્વ ભાવમાં નિવાસ કરાવે, મુક્તિ તરફ પ્રવાસ કરાવે અને અંતે મુક્તિમાં પ્રવેશ અપાવે તેને જ્ઞાન કહેવાય. જ્ઞાન જ નહીં હોય તો સત્ય-અસત્યનો વિવેક ક્યાંથી જણાશે. જુઓ, ઈન્દ્રભૂતિની અવસ્થાને. જ્યાં સુધી સત્ય જ્ઞાન ન હતું, સી શ્રધ્ધા ન હતી ત્યાં સુધી ભ્રમણામાં જ રાચતા હતા ને...? પરંતુ ઈન્દ્રભૂતિ જ્યારે પ્રભુ સમીપ ગયા, અને સત્યની શ્રધ્ધા અને જ્ઞાન થતાં જ પ્રભુના શિષ્ય બન્યા. ત્યાર બાદ ચિંતનનું ક્ષેત્ર અમાપ અને અખૂટ બન્યું. ચિંતા તો અજ્ઞાનીઓના જીવનમાં હોય જ્યારે ચિંતન જ્ઞાનીઓની ઉત્તમ સાધના છે.
चिंता चिता समानस्ती, बिंदु मात्र विशेषः । चिंता दहती सजीवं, चिता दहती निर्जीवं ॥
ચિંતા અને ચિતા શબ્દમાં બિંદુ માત્રનો ફરક છે ચિંતા સજીવને બાળે છે, ચિતા નિર્જીવને બાળે છે. ભગવંત પ્રસન્નમુદ્રામાં બિરાજિત હતા... જિજ્ઞાસુ બનીને ચાર જ્ઞાનના ધારક વિનય ગુણ ભંડારી પ્રભુ ગૌતમસ્વામી પાસે જિજ્ઞાસાને સંતોષવા પહોંચી ગયા. પ્રભુ પાસે જાણે બાળક ન બેઠા હોય. નિર્દોષ નિખાલસ ગણધર ગુરુરાજ અંજલીકરણ કરીને બિરાજિત થઈને પ્રભુ વીરને પૂછી રહ્યા છે કે “હે પ્રભુ! આપે મને ત્રણ લોકનું ચિંતન કરતા શીખડાવ્યું. સ્વર્ગની દુનિયાને જોઈ અને નરકની મહાયાતનાને પણ વિચારી. તિર્યંચોની પરાધીનતાને પણ ચિંતવી. ઉત્તમ માનવના મનખાને મેળવીને મહાદુ:ખી થઈ જીવતા માનવ ગતિના જીવોન પણ મેં જાણ્યા. કરુણા સાગર હે પ્રભુ! આ મહા સંસારના ઓધમાં તણાતા, રીબાતાં એવા જીવને જોઈને મનમાં પ્રશ્ન ઊઠ્યાો છે, નિગોદની ભયાનક્તા, નરકની વિચિત્રતા જાણી વિચાર
ઊઠ્યાો. પ્રભુ, આ લોકમાં રહેલા આવા જીવોના દુઃખનું કારણ શું છે? જીવોના દુઃખનું કારણ શું સગવડતાનો અભાવ છે? શું બુદ્ધિની અલ્પતા
૫૭
છે? અરે, શું સાધનોની ઉણપ છે? શું આરોગ્યની હાની છે?” ગૌતમસ્વામી ચિંતનશીલ હતા. અને હા, જગતમાં બે જીવો સૂઈ નથી શકતા. એક છે જગતની ચિંતા માથે લઈને ફરનારા અને બીજા છે જગતનું યથાર્થ ચિંતન
કરનારા.
પરંતુ ચિંતાવાળા કર્મ બાંધે છે જ્યારે ચિંતનવાળા કર્મથી છૂટે છે. બંનેમાં આટલો મોટો તફાવત છે. ચિંતા અજ્ઞાનના ઘરનું ક્ષેત્ર છે જ્યારે ચિંતન જ્ઞાનના ઘરનું ક્ષેત્ર છે. ચિંતન કરમાઈ ગયેલાને ખીલવવાનું કામ કરે છે જ્યારે ચિંતા ખીલેલાને કરમાવી નાખવાનું કામ કરે છે. શું કરવું તેની પસંદગી હવે તમે જ કરી લો. પરંતુ ગૌતમસ્વામી હતા ચિંતનશીલ મહાત્મા. જેમણે ત્રિપદીનું ચિંતન કરી આખા વિશ્વનું જ્ઞાન રહસ્ય પામી ગયા હતા. મહાવીર સ્વામીની કૃપા માત્ર આવા ગણધર ગૌતમસ્વામીને સવાલ થયો કે જગત જીવો દુઃખી શા માટે? અને તેઓના દુઃખનું કારણ શું છે? આપણા સર્વે માટે ગૌતમસ્વામીએ મહાન ઉપકાર કર્યો છે. પ્રશ્ન ગૌતમના, સમાધાન પ્રભુ મહાવીરનું; અને તેમાં કલ્યાણ આપણા સર્વેનું. જો પ્રશ્ન જ ન થયા હોત, તો આજે આપણી પાસે શું હોત ? એટલે ગૌતમસ્વામીજીએ આપણા પર ઘણો-ઘણો ઉપકાર કર્યો છે. અનેક પ્રશ્નો પૂછાયા અને પ્રભુએ તેનું સમાધાન કર્યુ. આજે આપણે આચારંગ સૂત્રનો અધિકાર ચાલુ કરવાનો છે. પ્રભુએ સર્વજ્ઞ બન્યા બાદ મહત્ત્વની અને અગત્યની રજૂઆત જે ઉપદેશમાં ફરમાવેલી છે તે શાસ્ત્રો રૂપે આપણી પાસે વર્તમાન સમયે મોજૂદ છે. અને પાંચમા આરામાં તરવાના બે જ મહાપરિબળ છે અને તે છે શાસ્ત્રો અને સંતો, ગ્રંથો અને નિગ્રંથો. આ બે માધ્યમે જીવ પોતાની માધ્યસ્થ દશાને પામી શકે છે.
“વિશ્વમાં કેટલાક જીવોને સન્ના હોતી નથી.'' સન્ના એટલે જ્ઞાન, જગતના કેટલાક જીવોને જ્ઞાન હોતું નથી કે હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? હું કઈ દિશામાંથી આવ્યો છું, મારી કઈ દશા છે? આમાંનું કંઈ જ જ્ઞાન હોતું નથી. ગૌતમસ્વામીના પ્રશ્નનું સમાધાન કરતાં પ્રભુ મહાવીરે જણાવ્યું કે “હે ગૌતમ! આ જગતના જીવોના દુઃખનું મૂળ કારણ છે! ‘ઊન્નાળસ' અજ્ઞાનતા છે. અજ્ઞાન એ જ વિશ્વના જીવોનું મહાદુ:ખ છે.
૫૮