________________ દુઃખીને જોઈને તમે તમારી જાતને અત્યંત સુખી માનશો...! તમો સદ્ભાગી છો તેવું તમારું મન કહેશે. ચાલો ત્યારે દુઃખને ભૂલી જવાના, દુઃખને ભગાડી દેવાના અને દુઃખને જીવનમાંથી વળાવી દેવાના વિવિધ ઉપાયો તમારી સામે બતાવવામાં આવ્યા છે. હવે તમારે તમારા દુઃખને હૈયામાંથી વળાવી દેવાનું છે. ચાલો ત્યારે, સાસુ તરફથી વહુને મળતાં દુઃખો અને વહુ તરફથી સાસુને મળતા દુઃખોને, પિતા તરફથી પુત્રને અને પુત્ર તરફથી પિતાને મળતા દુઃખોને આજે વળાવી દઈએ... અને સર્વેને નિમિત્ત ગણી. જાતને દોષિત ગણી જીવનને સુખથી ભર્યું ભર્યું બનાવી દઈએ... હજી પણ દુ:ખને વળાવવાના ઘણા ઉપાર્યો છે, જે ભગવાને વધુ ભાવો પ્રકાશ્યા છે તે ભાવો હવે અવસરે વિચારીશ...! તેમ...! અરે ચિંતન શાત્ત બનો... ચાંદની મૌન રાખો. કેમ ઝઘડી. રહ્યા છો ? આખી સોસાયટી ભેગી થઈ ગઈ. શું છે તમારે ? ચિંતન બોલ્યો... અરે હું ચાંદનીને કહ્યું ચાંદનીને કહ્યું છે કે “મારે દીકરાને ડોક્ટર બનાવવો છે'' અને ચાંદની જીદ પકડીને બેઠી છે કે “દીકરાને ડોક્ટર નહિ એન્જિનિયર બનાવવો છે.” ત્યાં મફતભાઈ, બોલ્યા અરે ભલા! આવી બાબતમાં ઝઘડી પડતા હશે! ચાલો દેખાડો, તમારો દીકરો ક્યાં છે? તેનું મોટું જોઈને કહું કે ડોક્ટર બની શકશે કે એન્જિનનિયર?' ચિંતને ધડાકો કર્યો કે ““હજી તો જમ્યો નથી. જન્મવાનો બાકી છે.” “આ વાત સાંભળી મફતભાઈથી માંડી આખી સોસાયટી હસી પડી. હજી જભ્યો જ નથી એની અત્યરથી શી રામાયણ કરવાની..?” લો વાંચી લો, દુઃખમાં અડગ ઊભા રહેવા માગતા હો તો. દીનતા ન આવે દુ:ખમાં, સુખમાં ન આવે લીનતા બસ દુનિયામાં ઘણાં માણસો એવા છે કે કલ્પનાઓ કરીને જ દુઃખી થઈ રહ્યા છે. આપણે કલ્પનાઓ કરીને દુઃખ તો ઊભા ના કરીએ...! ખરેખર તમે બધાય સુખી છો છતાંય દુઃખનાં રોદણાં રડ્યાં કરો છો. જગતમાં કેટલાયને બે ટંક ખાવા નથી મળતું તો ભૂખ્યા સૂવાના દિવસો કેટલાય માણસોના નસીબમાં છે. તમારે ત્રણ નહિ તેર ટાઈમ ખાવું હોય તો ખાઈ શકો છો. કેટલાયને કાયા ઢાંકવાં માટે પણ વસ્ત્રો નથી મળ્યાં જ્યારે તમારી તિજોરીમાં પચ્ચીસથી ત્રીસ જોડી કપડાંની થપ્પી પડેલી હોય છે...! હવે તમારે તમારી જાતને દુઃખી માનવાની કોઈ જ જરૂર નથી. હવે કામ કરો બીજાના દુઃખને દૂર કરવાનું. વેકેશનમાં હિલ સ્ટેશનોની મુલાકાત લો છો તો જરા હોસ્પિટલો. અને ઝૂંપડીમાં રિબાતા અને દુઃખોથી પીડાતા માનવોને જોવા એક વખત વેકેશનનો સમય લઈને મુલાકાત લેજો. તો તમને ખ્યાલ આવી. જશે કે દુનિયાના કેટલાય માણસો કરતાં આપણે વધુ સુખી છીએ... ! તમારાથી વધુ સુખીને જોઈને તમે દુઃખી થશો, જ્યારે તમારાથી વધુ -191 કેવું હતું એ બાળપણ, કેવું હતું એ ભોળપણ, આ આવ્યું શાણપણ, ગયું મારું બાળપણ, લાવ ઢોળી દઉં મારૂં શાણપણ, પાછું શોધી લઉં મારું બાળપણ.