Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 94
________________ બીજા જીવોની હિંસા કરવાનું બંધ કરો... બીજા જીવોની નિંદા કરવાનું આજથી જ બંધ કરી દો... અને હા...! તમને દુઃખ આપનાર પ્રત્યે પણ ધૃણા ઊભી ન કરો... સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. સારાએ જગતનું ભલું થાઓ.. સર્વે સુખી બનો. સર્વે જીવો શાન્તિ... સમાધિને પ્રાપ્ત કરો... સર્વેને સુખી બનાવવાના પ્રયત્નો કરવાનો પ્રારંભ આજથી જ ચાલુ કરી દો. દુઃખો તમારાથી લાખો યોજન દૂર રહેશે...! બધાનાં દુ:ખો દૂર કરવા જેટલી તમારી પાસે શક્તિ ન હોય તો કેવળ બધાનાં દુઃખ દૂર થાય તેવી દિલથી પ્રાર્થના તો કરો...! દુ:ખ છતાં દુ:ખી નહિ. આપણાં દુઃખનું કારણ છે બીજાના સુખ જોઈને દુઃખી ઝઈ જવું અને બીજાના દુઃખ જોઈને ખુશ થઈ જવું. દુનિયાનો મોટામાં મોટો ગરીબ તે છે જે દુઃખીને જોઈને દુઃખી થતો નથી. અને મોટામાં મોટો અમીર તે છે બીજાનાં સુખ જોઈને ક્યારેય દુઃખી થતો નથી...! બસ, તમે જ તમારા ઘડવૈયા છો. દુઃખને ઘડવું કે સુખને ? દુઃખમાં રડી પડવું કે સુખમાં છકી જવું બધુંય તમારા હાથમાં છે. જેવાં કર્મો તમે કરશો તેવાં ભોગવવાનાં જ છે. તેમાં જરાય શંકાને સ્થાન નથી...! પછી તે કૃષ્ણનો આત્મા હોય કે પછી રામનો હોય કે પછી . મહાવીર પ્રભુનો હોય જે હોય તે ત્યાં કોઈની લાગવગ ચાલવાની નથી. કર્મોનો ઉદય આવે એટલે ભોગવવું જ પડે તેમાં જરા સરખી. કોઈની પણ લાગવગ ન ચાલે...! હા. એક વાતે આપણે સ્વતંત્ર છીએ... દુ:ખમાં દુ:ખી થવું કે નહિ? રોગમાં રોગી થવું કે નહિ? દુશ્મનનો દ્વેષ કરવો કે નહિ? તે આપણે વિચારવાનું રહ્યું. જુઓ સનતકુમાર ચક્રીને સોળ રોગ હતા. ખરુંને ? મુનિપણાને ધારણ કરીને રોગી હોવા છતાં રોગની અસરથી મુક્ત બની ગયા. રોગ શરીરનેછે, આત્માને ત્રણે કાળે રોગ ન હોય... આવી ખુમારીએ -૧૮૫ જ રોગે પણ રોગી ન બન્યા...! સંસારી રોગમાં રહે છે જ્યારે સાધુઓ રાગમાં રડી પડે છે.. રોગ તો કદાચ આ ભવ બગાડે છે જ્યારે રામનો રોગ તો આત્માના ભવોભવ બગાડી નાંખે છે. રોગના દુઃખ કરતાંય ભયાનક છે રાગનું દુઃખ...! માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુએ બતાવ્યું છે. रागो य द्रोसोडविय कम्मवयं। જુઓ કોણિક અને શ્રેણિકના ઈતિહાસને ! શ્રેણિકરાજાને કેવું અસહ્ય દુઃખ આવીને ઊભું છે? પ૦૦ ફટકા શરીર પર ફટાફટ ઝીંકાતા હતા. ભલભલા ધ્રૂજી જાય અને હલી જાય... છતાંય શ્રેણિકરાજા જાતને દોષિત ઠેરવી પ્રસન્નતાથી સહે છે. દુ:ખ છે છતાં દુઃખી તો નથી જ! દુઃખ કર્મોનો ઉદય છે તેમાં દુઃખી થઈ જવું એ આપણા પુરુષાર્થની કચાશ છે. જુઓ અંજનાસતીને ! તેના પતિએ કેવી તરછોડી મૂકી હતી...! બાસ વરસ સુધી ખૂબ દુઃખ ભોગવ્યું. તેના દુઃખની કથા સાંભળનાર કોણ ? છતાં પતિ તો મારા પરમેશ્વર છે એવી દષ્ટિને જીવંત રાખવી એ ખાવાનાં ખેલ નથી. કર્મોનો દોષ ગણી બાર બાર વરસ પતિના વિયોગને પણ હસતાં - હસતાં સહન કર્યો હતો ને? લો વાંચો આ પંક્તિ ... વ્યથાની વાટને સીમાડા નથી હોતા, આંસુ પકવવાને નિભાડા નથી હોતા, એટલે જ દુનિયા સમજી શકતી નથી. કે... દિલ બળે છે ત્યારે ધુમાડા નથી હોતા. હૈયામાં અત્યંત દુઃખ હોવા છતાંય અંજના જરાય દુ:ખી બની નહિ. કેવી ગજબની ધરતા હશે એ અંજના સત્તીની ? આંખની સામે રામને લાવી દો... રાજ્ય સિંહાસનની જગ્યાએ વનવાસ ભેગા થવું પડ્યું છતાંએ... પ્રસન્નતાભેર જ ગયા હતા. વનવાસમાં અને હા... ચૌદ વરસનો વનવાસકાળ હસતાં હસતાં ઉમંગભેર પૂર્ણ કર્યો. દુઃખનાં દિવસોનેય સુખમાં ટ્રાન્સફર કરી દેવાની -૧૮૬

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97