Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 93
________________ રહેજો જેથી આપનું રટણ, ભજન કરવું ભુલાય જાય નહિ આજે દુઃખ માંગનારા કેટલા...? દુઃખ ગમાડનારા કેટલા ? દુઃખને ભેટનારા કેટલા...? બસ બધાયને સુખ જ જોઈએ છે પણ દુઃખ તો જોઈતું જ નથી. ખરુંને ? જે સુખની ઈચ્છા હોય તો દુઃખને હસતાં હસતાં સ્વીકારો. દુ:ખથી ભાગો નહિ પણ ભેટી પડવાની હિંમત રાખો.’ કોઈનું અનુકરણ ન કરો. ઘણી વખત એવું ય બનતું હોય છે કે જીવનમાં બધી રીતે સુખ હોય છે છતાં મનમાં દુઃખને આપણે લોકો જન્મ આપતા હોઈએ છે, ક્યારેય બીજાના સુખ સામે જોશો નહિ અને તમને જે મળ્યું છે અથવા છે તેને જોયા વિના રહેશો નહિ. ખરેખર, દુઃખને સુખ બનાવવા ચાહતા હો તો તમે તમારી દષ્ટિને કેળવી લ્યો... કારણ કે સૃષ્ટિ પલટાવી નહિ શકાય. તેમાં આપણે પરતંત્ર છીએ, પરંતુ આપણે આપણી દષ્ટિને પલટાવી દઈએ કારણ કે તેમાં આપણે સ્વતંત્ર છીએ. બીજાનો ડ્રેસ જોઈને કેટલા સુખી બની જતા હોઈએ છે. બીજાનો ડ્રેસ જોઈને દુઃખ થઈ જનારાની સંખ્યા ઓછી નથી... ! બીજાની ગાડી જોઈને, બંગલો જોઈને, દાગીના જોઈને દુઃખી બન જનારા આ જગતમાં ઘણાં મૂર્ખ જીવ છે.. પોતાને જે મળ્યું છે તેને જોઈને સુખ અનુભવનારા કોઈક વિરલ આત્માઓ જ હશે. બીજાએ બંગલો બનાવ્યો આપણે પણ બનાવો. ભલે જરૂર હોય કે નહિ... સભ્ય હું તું ને નાથિયો જ ભલેને હોય પણ બંગલો જોઈને બધા દાજ્યા કરે... બધા બંગલો જોયા કરે. એના કરતાં આપણે ભવ્ય બંગલો છે તેવી લોકોને ખબર પડે... પછી ભલેને તે બંગલામાં ભૂતની માફક રહેવું પડે...! બીજાને દાગીના જાઈને... બીજાની ગાડી. જોઈ આપણે પણ તેવું લાવી દો...! અરે ભાઈ! અનુકરણ કરવામાંય જરા બુદ્ધિને કામે તો લગાડ... બીજાને છોકરાએ દીક્ષા લીધી તમારા છોકરાને અપાવી દો... બીજાએ માસખમણ કર્યું, તમેચ માસખમણ ચાલુ કરી દો... બીજાએ લાખ રૂપિયાનું દાન કર્યું તું કરી દે, લાખનું દાન ! ના... પાપના માર્ગનું અનુકરણ કરવા બધાય તૈયાર છે પણ ધર્મ અને પુણ્યના માર્ગનું અનુકરણ કરવા કોઈ તૈયાર નથી..! તમે તમારા જીવને સુખથી ભર્યું ભર્યું બનાવવા માંગતા હો તો જીવનમાં ભૌતિક જગતનું અનુકરણ કરશો નહિ. તમે અનુકરણ દષ્ટિનો ત્યાગ કરી દો પછી જો જો જીવનામે ઘણાં બધાં દુઃખને તમારે વળાવી દેવાનો દિવસ આવીને ઊભા રહેશ. દુઃખને વળાવવા માટે અનુકરણ કરવાનું છોડી દો અને અનુકરણ કરવું જ હોય તો ધર્મી આત્માઓનું કરો...! ખરું કહું તો આપણા દુઃખે દુઃખી થવાને બદલે બીજાના સુખે આપણે દુઃખી થઈએ છીએ. દુ:ખને કોણ મોકલાવે છે? દુઃખની ઈચ્છા આપણે ક્યારેય કરતાં નથી દુઃખને દૂર કરવાની ઈચ્છા આપણે ક્યારેય કરતાં ન હોઈએ તેવું ક્યારેય બનતું નથી. છતાં નવા દુઃખો ઊભાં થાય છે અને આવીને પડેલાં દુઃખો તો જાણે ઘર કરી ગયા છે, તે જવાનું નામ લેતા નથી ખરુંને... ? તો કોણ મોકલાવે છે. જીવનમાં દુઃખોને ? બધાય ભેગા થઈને વિનંતિ કરીએ કે ભાઈ શા માટે અમોને દુઃખ આપે છે? અન્ય દર્શનમાં તો સર્વે એમ માને છે કે ભગવાન દુઃખ આપે છે અને ભગવાન જ સુખ આપે છે. જ્યારે જૈનદર્શન કહે છે ભગવાન સુખ પણ આપતા નથી કે કોઈને દુઃખ પણ આપતા નથી...! ભગવાન નિરંજન નિરાકારસ્વરૂપ છે. હવે તે સિધ્ધ બની ગયા છે. માટે જૈનદર્શન કહે છે. અપ્પા કત્તા વિકત્તાય, દુહાણય સુહાણય T અપ્પા મિત્તમમિત્ત ચ દુષ્પટ્ટિય સુપચિ ll દુઃખ જગતમાં કોઈ સપ્લાય કરતું નથી. દુઃખના કર્તા આપણે છીએ... અને આપણા સુખના કર્તા આપણે પોતે જ છીએ.... જગતમાં 'તમારો કોઈ મિત્ર નથી અને કોઈ દુશ્મન પણ નથી. તમારો આત્મા જ તમારો મિત્ર અને દુશ્મન છે. દુઃખ પ્રભુ આપતાં નથી આપણે આપણાં જીવનમાં અશુભ પ્રવૃત્તિ દ્વારા દુઃખને જન્મ આપીએ છીએ. -૧૮૩ -૧૮૪

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97