Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 86
________________ આત્મા હોય તે ગુરમાની સાથેનો વ્યવહાર ખૂબ સુંદર કરી શકશે તેમાં લેશ શંકા નથી. ચાલો ત્યારે હવે ગરમાતાની ભક્તિ વિશે. વિચારણા કરીએ...! મા-બાપની સાથેના વ્યવહારમાં જે કુશળ અને ભક્તિ ભાવવાળો આત્મા હોય તે ગુરુમાની સાથેનો વ્યવહાર ખૂબ સુંદર કરી શકશે. તેમાં લેશ શંકા નથી. ચાલો ત્યારે હવે ગુરુમાતાની ભક્તિ વિશે વિચારણા કરીએ...! ગુરુમાતાની ભક્તિ માં જન્મ આપે છે જ્યારે ગુરુમાતા જીવન આપે છે. માતા ભણાવી. ગણાવી હોશિયાર બનાવે છે જ્યારે ગુરુમાતા સાધના - આરાધના. શીખવાડી સિદ્ધપદનો સ્વામી બનાવે છે. ટૂંકમાં કહેવું હોય તો કહી. શકાય માની ભક્તિ ભાગ્યવાન બનાવે છે જ્યારે ગુમાની ભક્તિ જીવને ભગવાન બનાવે છે. જે ભાગ્યવાન બનાવવામાં સફળ બને તે જ આધ્યાત્મ માર્ગમાં આગળ વધી ભગવાન બની શકે છે. કુંભારનાં હાથમાં આવેલી માટી માટલું બને છે. શિલ્પીના હાથમાં આવેલો આરસનો પત્થર મૂર્તિ બને છે. રખડતો કાગળ ચિત્રકારના હાથમાં આવી જાય તો સુંદર ચિત્રનું સ્થાન મેળવે છે. બસ. અનાદિનો અજ્ઞાન અવસ્થામાં રખડતો... ભટકતો... આ આત્મા ગુરના હાથમાં (શરણમાં) આવી જાય તો આત્મા પરમાત્મા બન્યા વિના રહે નહિ. ગૌતમસ્વામીને ગુરુ પ્રભુ મહાવીર મળ્યા... ગૌતમ ગોવિંદ બની. ગયા. અર્જુન માળીને ગુરૂ પ્રભુ મહાવીર મળ્યા... અર્જુન અરિહંત બની ગયા, જંબુસ્વામીને ગુરુ સુધર્માસ્વામી મળ્યા. જેબુસ્વામી જગદીશ બની ગયા. બસ આપણને પણ ગુરુ જ્ઞાની... હજુ... તપસ્વી... ત્યાગી મળી ગયા છે. હવે કામ કરવાનું છે હૈયાનાં ભાવ સાથે તેઓશ્રીની ભક્તિ કરવાનું...! ગુરુની ભક્તિથી મોટો ફાયદો થયો થાય છે ખબર છે? જગતના રંગરાગ... જગત પ્રત્યેની આસક્તિનો નાશ... સંસારની રખડપટ્ટીનું મૂળ છે સંસાર પ્રત્યેની જબરજસ્ત આસક્તિને મૂળમાંથી નાશ કરવાનો ઉપાય શાસ્ત્રકાર બતાવે છે. ગુરુ પ્રત્યે હૈયામાં ભારોભાર ભક્તિભાવ જગાડો. યાદ રાખવા જેવી બાબત એ છે ડોક્ટર પાસે રોગોની દવાઓ છે. તો વકીલ પાસે કેસ જીતાડવાનાં કાયદાઓ છે તો એન્જિનિયર પાસ બંગલા બનાવવાના નકશા છે તો ગુરુદેવ પાસે ભવોભવના ભીંતરમાં પડેલા દોષોનો નાશ કરવાના ઉપાયો છે...! ડોક્ટર પાસે જનારના રોગ મટે કે ન પણ મટે... વકિલ પાસે જનારનો વિજય થાય કે ન પણ થાય... એન્જિનિયર પાસે જાવ ને નકશો ગમે કે ન ગમે પરંતુ ગુરુદેવના શરણે જાયને અંતરના દોષોનો નાશ ન થાય તેવું હરગિઝ ન બને... ગુરૂદેવની ભક્તિ કરવામાં સફળતા તે જ મેળવી શકે છે કે જે વસ્તુ અર્પણ કરતાં પહેલા પોતાની જાતનું સંપૂર્ણ સમર્પણ કરે છે... પૂર્ણ બનવાની પહેલી શરત ગુરુમાતાને સંપૂર્ણ સમર્પિત થઈ જવું... જેમાં સમર્પણ નહિ તે પૂર્ણતા અપૂર્ણ...! शास्त्रकार फरमावे छे के गुरु-प्पसाया अभिमुहोरमिज्जा સૈનિક દેશ ખાતર ઘરબાર બધું મૂકીને સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. નોકર શેઠને સમર્પિત થઈ જાય છે. નોકર શેઠને સમર્પિત બને છે...! ત્યારે કોઈ દિવસ નોકર શેઠ બની શકે છે. તો હે સાધક! તું મોક્ષ ખાતર... તારા આત્માની પૂર્ણતાને ખાતર સંપૂર્ણ રીતે ગુરુચરણમાં સમર્પિત થઈ જા...! મન, વચન અને કાચામાં ગુરુને સ્થાન આપી પછી સાધનામાં પ્રસ્થાન કરવાનું. જેથી ક્રોધ, માન આદિના ખતરનાક દોષોને હૈયામાંથી ગયે જ છૂટકો... નિર્દોષ જીવન જીવવાનો ચાન્સ તેને જ પ્રાપ્ત થઈ શકે જેને પોતાના જીવનમાં ગુરુભક્તિને સ્થાન આપ્યું છે. ગુરુભક્તિ કરવાથી શિષ્યને દૃષ્ટિ મળે છે. આત્માની સૃષ્ટિ મળે છે... ગુરુ પાસે ઉપાસના કરનારને ગુરુની દૃષ્ટિ મળવાથી ઘણાં દોષો સાફ થઈ જાય છે... મા ખમણથી જ દોષો ના ભાગે એ માત્ર ગુરુની અમીનજર મળવાથી ક્ષણમાં નાશ થઈ જાય છે...! હીરાને તોડવા માટે કારીગરને ખૂબ મહેનત પડે. કારીગર આખા -૧૬૯

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97