Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 87
________________ દિવસમાં માંડ પચ્ચીસ હીરા તોડી શકે, જ્યારથી વિજ્ઞાને લેસર કિરણની શોધ કરી ત્યારથી હીરાનાં ઉધોગમાં મોટી ક્રાંતિ સર્જાઈ ગઈ! લેસરકિરણથી દિવસમાં હજાર ઉપરાંત હીરા તોડી શકાય છે. તો ગુરુની દ્રષ્ટિનાં કિરણની ઓછી તાકાત ન સમજશો. હજારો ભવના લાખો દોષો ગુરુની દ્રષ્ટિનું એક કિરણ પડતા જ ખંખેરાય જાય...! જે આ વાત સમજે અને અંતરમાં શ્રદ્ધા કરે તે જ અનુભવી શકે ગુરુકૃપાના કિરણની તાકાત અગમ્ય હોય છે. ચાલો, ત્યારે અમને છોડી અહોભાવ સાથે મન-વચન અને કાયાના યોગોને ગુરુભક્તિમાં લગાવી દઈએ...! માતાની ભક્તિ ભાગ્યવાન બનાવશે. ગુરની ભક્તિ ગુણવાન બનાવશે અને અરિહંતદેવની ભક્તિ દેવાધિદેવમાં સ્થાન અપાવશે. ચાલો ગોલ્ડન ચાન્સને ઝડપી લઈએ, ગુરુનું બહુમાન કરતાં કોઈક અનુભવીએ જણાવ્યું છે... ગુર ગોવિંદ દોનો ખડે, કિસકો લાગું પાય, બલિહારી ગુરદેવકી, જિન્હેં ગોવિંદ દિયો બતાય. ગોવિંદ કરતાંય એક સ્ટેજ ઊંચું સ્થાન ગુરને આપવામાં આવ્યું છે એટલે જ નમો સિધ્ધાણં પહેલા નમો અરિહંતાણં પદને મૂકવામાં આવ્યું છે...! મેઘ મુનિવરના જીવનના પ્રભુની એક મીઠી નજરે કેવો જાદુ કરી દીધો હતો ! કોણ છે અજાણ આ મેઘમુનિના ઈતિહાસથી...! બસ મુખ્ય વાત છે માની ભક્તિમાં જ સફળ તે ગુરુમાતાની ભક્તિમાં સફળ... જે ગુરની ભક્તિમાં સફળ તે પરમાત્માની ભક્તિમાં. સફળ થયા વિના રહે જ નહિ...! ગુરુદેવની ભક્તિમાં આસક્તિનો નાશ... અજ્ઞાન દોષનો નાશ... જગતના મોહને ખતમ થયે જ છૂટકો...! જેના મનમાં ગુરુભક્તિ નથી તેના જ મનમાં આસક્તિ પ્રવેશી શકે છે...! હનુમાનના હૈયામાં કામે પ્રવેશ કેમ ન મેળવ્યો? કારણ કે હનુમાનના હૈયામાં રામ હતા. જહાઁ રામ તહૌં કામ નહિ... જહાઁ કામ વહાઁ રામ નહિ. ગૌતમસ્વામીના હૈયામાંથી સંસારે અલવિદા લીધાનું કારણ એ છે કે ૧૦૧ ગૌતમના હૈયામાં પ્રભુ મહાવીરસ્વામીનું સ્થાપન થયેલું. જો હૈયામાં સંસાર યાદ આવતો હોય તો કોઈનેય પૂછવા જવાની જરૂર નથી કે મારા હૈયામાં ગુરુદેવનું સ્થઆન છે કે નહિ? ગુરુદેવ સૂર્ય છે દોષો અંધકાર છે, અંધકાર છે તો સમજી લેવું સૂર્યોદયની ગેરહાજરી છે! ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે તેલનાં ટીપાં જેવા દોષો છે અને અત્તરનાં ટીપાં જેવી ભક્તિ છે... તેલ કપડાં પર પડે તો કપડાંની શોભા ઝાંખી પાડે છે જ્યારે અત્તર કપડાંની શોભામાં વધારો કરે છે. તેમ ભક્તિ ગુરુ અને શિષ્યની બન્નેની શોભા વધારનારી બને છે જ્યારે દોષોનું સેવન ગુરુ અને શિષ્ય બન્નેની શોભામાં ઝાંખપ વધારનારું સાબિત થાય છે. ગોશાલકે તેલનાં ટીપાં જેવું કામ કર્યું. શૈલક ગુરવારની વિનય ભક્તિ વડે પંથક મુનિવરે કેવી શોભા વધારી દીધી તો ચંદ્રરૌદ્ર ગુરુની શિષ્ય શોભા બગાડી નાંખીને ચંડકૌશિક બનાવી દીધા હતા. જ્યારે ગોતમસ્વામીએ અત્તરનાં ટીપાં જેવું કામ કર્યું હતું. બસ ત્યારે આપણે આપણી જાતને જ પૂછી લઈએ આપણે કોના જેવું કામ કરવું છે? પુણ્યને યોગ હશે તો સમાજ વાહ... વાહના નાદ પોકારશે... સર્વેજનો ખમ્મા... ખમ્મા કહી વધાવશો... જગમાં બધેય પ્રશંસા ફેલાશે. પરંતુ લખી રાખો જીવનમાં ગુરુભક્તિ નહિ હોય તો આધ્યાત્મ જગતમાં નડતરરૂપ કામક્રોધાદિ દોષોના નાશ થવો અશક્ય બનશે... ગુમડા ઉપર પાટાનું કામ પુણ્ય કરે છે જ્યારે કેન્સરની ગાંઠનું ઓપરેશન કરીને કાઢવાનું કામ ભક્તિયોગ કરે છે. ચાલો ત્યારે, ગુરુદેવની સાથે રહે આજ દિન સુધીમાં થયેલા અપરાધોની ક્ષમા યાચના કરીએ અને હવે પછી અભક્તિ નહિ કરું ની કબૂલાત કરી ભક્તિભાવમાં મચી પડીએ... પછી જિંદગી જોજો, બાગ બન્યા વિના રહેશે નહિ... ઉકરડાનેય બાગમાં ફેરવી નાખવાની તાકાત માળી પાસે છે. ભંગારનેય શણગારમાં સ્થાપી દેવાની તાકાત માળી પાસે છે. ભંગારનેય શણગારમાં સ્થાપી દેવાની તાકાત કંસારાની છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી દેવાની તાકાત કુશળ કારીગરમાં છે તો -૧૨

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97