________________
ગુરભક્તિ પાસે દોષિત આત્માને શોભિત બનાવી દેવાની માસ્ટર કી છે. ભાવે ભગવાનની ભક્તિ કરો.
અંતરના ઓરડામાં પડેલા દોષોને દૂર કરવાનો ત્રીજો માર્ગ છે. માતા-પિતા અને ગુરુની ભક્તિમાં જે સફળ બન્યા છે તે જ આત્મા પ્રભુની ભક્તિમાં નાચી ઊઠવાના... કારણ નહિ જોયેલી. નહિ અનુભવેલી આનંદની મસ્તી માણવા મળે છે.
માતા-પિતા ગુરુ શરણમાં લઈ જાય છે. ગુરુમાતા ગોવિંદના શરણમાં સ્થાન અપાવે છે. જે ગુરની બાજુમાં તે પ્રભુની બાજુમાં... જે ગુરુના હૈયામાં તે પ્રભુના હૈયામાં વસે છે. કરોડપતિ આવે તોય ગુરની સામે નીચા આસને બેસે. ઈન્ડિયાના વડાપ્રધાન આવે તોય ગુરુની સામે નીચા આસને બેસે છે. અને હા દેવ કે ઈન્દ્ર આવે તોય પણ તેનું સ્થાન નીચે અને ગુરુની સામે જ બેસવા મળે છે. શિષ્ય...! તું કેવો સદ્ભાવી... તારું સ્થાન ગુરુની બાજુમાં. એટલું જ નહિ ગુરુની સાથે બેસવા મળ્યું. તું તો વડાપ્રધાન કરતાં અને ઈન્દ્ર કરતાંયે વધુ ભાગ્યશાળી છું. હવે તારે તારા અંતરમાંથી હતાશા કાઢી નાખવાની ! અને અંતરથી નાચી ઊઠવાનું કે હું ગુરુના હૈયામાં... ગુરુ મારા હૈયામાં... પછી તારે જગતના સન્માનની શી પડી છે? અપમાનની તારે શી લેવા દેવા...? ગુરુની બાજુમાં જ રહે તે પ્રભુની બાજુમાં આવ્યા વિના રહે જ નહિ...
શિષ્યની ભક્તિ જ્યારે સર્વોત્તમ બને છે ત્યારે પરમાત્મા મળ્યા વિના રહે નહિ એટલે કે તેવા આત્મા પરમાત્મા બન્યા વિના રહે નહિ.
ભક્તિ ભવતાપ મિટાતી હૈ, ભક્તિ ભવસિંધુ તરાતી હૈ, ભગવાન ભક્તિ મેં ફરક નહિ, ભક્તિ ભગવાન બનાતી હૈ. પ્રભુભક્તિની તાકાત જોઈલો ને કેવું જબરજસ્ત સ્થાન અપાવે છે...! સર્વ તારો મિટાવવાનો સુંદર રસ્તો પ્રભુ ભક્તિમાં લીન બની. જાય.. ભયાનક સંસાર સાગરને સહેલાઈથી તરી જવાની તમન્ના છે.
તો પ્રભુ ભક્તિમાં મચી પડો... બસ પછી ભક્ત અને ભગવાનનાં જે ભેદ છે તે ભુંસાઈ જશે અને ભગવાનની કોટિમાં સ્થાન મળી જશે. બધાય રોગોની એક દવા... બધાય દુઃખોનો એક જ ઉપાય અને બધીયે ઉપાધિની એક જ ચાવી અને તે છે પ્રભુભક્તિમાં મગ્ન બની જવું. જુઓને, પેલા ભોળા નરસિંહ મહેતા કેવા હતા! કૃષ્ણ ભક્તિમાં મગ્ન.. કોઈએ સમાચાર આપ્યા મહેતાજી તમારા પત્ની સ્વર્ગે સિધાવ્યા છે. બસ સમાચાર સાંભળયા ને ઊભા થઈને નાચવા લાગ્યા, ગાવા લાગ્યા... ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રીગોપાળ, મીરાંને જ્યારે તિરસ્કાર મળ્યો... ત્યારે વિચાર્યું આ જગતમાં માત્ર કૃષ્ણ જ સાચો સાથી છે. તેની જોડે એકતાર બની ગઈ ભૂલાયું જગત અને ભૂલાઈ ગઈ બધી આધિ, વ્યાધિ ને ઉપાધિ. ગીતામાં જણાવ્યું છે કે... જે મને ભાવથી ભજે છે તેનામાં હું છું અને તે મારામાં છે. જે પ્રભુમાય રહે તે સદા સુખમય બને સુખ તેને શોધતું આવે છે.
ભગવાન મારા દુઃખને દૂર કરો, કહેવા કરતાં પ્રભુ હું તારાથી દૂર ન રહ્યું અને સાદ તારા ચરણોમાં વસી રહું તેવું કહેવું વધુ યોગ્ય છે. પ્રભુ પાસે દુ:ખોને દૂર કરવાની પ્રાર્થના કરનાર અજ્ઞાની છે. પ્રભુ પાસે દર્દીને દૂર કરવાની પ્રાર્થના કરનાર સ્વાર્થી છે. પ્રભુ પાસે સંસાર સુખની માંગણીની પ્રાર્થના કરનાર મોહી છે.
જ્યારે પ્રભુ પાસે આત્મામાં પડેલા અઢળક દોષો દૂર કરવાની પ્રાર્થના કરનાર જ્ઞાની અને વૈરાગી છે.
સંસાર અર્થે કરેલી પ્રભુભક્તિ ક્યારેય ફળતી નથી. અને આત્માર્થે કરેલી પ્રભુની ભક્તિ ક્યારેય ફળ્યા વિના રહેતી નથી.
પ્રભુની ભક્તિ એટલે શું? પ્રભુએ આગમોમાં જે જે આજ્ઞાઓ બતાવી છે તે તે આપણે ઉલ્લાસભેર આરાધવી આ જ પ્રભુની સાચી ભક્તિ છે... ગુરુ મહાવીરની આજ્ઞા થઈ કે આનંદ શ્રાવકને ખમત ખામણા કરી આવો ત્યારે તપના પારણાને ગૌણ બનાવી ગૌતમસ્વામીની શ્રાવકના ઘેર જઈ અંતઃકરણ પૂર્વક ખમતખામણાં કરી આવ્યા... !
-૧૩
-૧૪