Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 82
________________ છો? વકીલની સલાહ લેવા જાવ છો બરાબર ને...? વિદ્યાર્થીને ભણવામાં ખૂબ હોશિયાર બનાવવો છે તો તમે તેને ક્યાં લઈ જાઓ છો ? શિક્ષણ પાસે... એમ... તો તમારા જીવનમાં ક્રોધ... માન... માયા... લોભને દૂર કરવા.... દોષોથી મુક્ત થવા કોની પાસે જવાનું ? તેના માટે તો ગુરૂદેવ પાસે જ જવાનું હોય ને ? ડોક્ટર ફેમિલી... વકીલ ફેમિલી... શિક્ષક ફેમિલી... બધુંય ફેમિલી ગોઠવી દેનાર હે માનવ ! તારા દોષોને સાફ કરાવનાર ગુરૂદેવને ફેમિલી બનાવ્યા છે કે નહિ? મને રોગ છે તેવું જાણનાર ડોક્ટર પાસે જાય છે. મિલકત મારી છે એવું જાણે તો વકીલ પાસે જાય છે. મારી બુદ્ધિ ભણવામાં બહુ ચાલતી. નથી તેવા ખ્યાલવાળો શિક્ષક પાસે જાય છે. તેમ હું દોષોથી ભરેલો છું. તેવું સમજતો આત્મા જ ગુરુના શરણે આવી ઉપાય શોધી શકે અને તે જ ગુરૂદેવ તરફથી ઉપાય મેળવી શકે છે...! ચાલો દોષમુક્તિના ઉપાયો વિચારીએ.. - દોષ મુક્તિ માટે ભક્તિમાં જોડાઈ જવું. સૌથી પ્રથમ ઉપાય છે ભક્તિમાં મગ્ન બની જવું... શક્તિનો ઉપયોગ જો ભક્તિમાં કરવામાં આવે તો દોષો આપમેળે ઓછા થઈ જાય... જગતની આસક્તિ છોડી જગદીશની ભક્તિમાં લાગી જવાથી દોષો આપમેળે વિદાય લઈ લે છે... ઘરમાં મહેમાન આવ્યા હોય અને તેની દેખરેખ... સેવાદિ બરાબર તમે ન કરો તો મહેમાન વહેલા ઘરમાંથી રવાના થઈ જાય તેમ આતમઘરમાં પધારતા દોષોરૂપી મહેમાનનું બહુમાન ન કરો તો અલવિદા થયે જ છૂટકો અને હા... ગુજરાતી લોકોને દસબાય દસની રૂમમાં ફ્રીજ, ટી.વી. ઘરઘંટી, વોશિંગ મશીન કેવી રીતે ગોઠવવું તે આવડે છે. પરંતુ રૂડી અને રળિયામણી માનવની જિંદગીને ક્યાં ગોઠવવી તે આવડતું નથી. મન, વચન અને કાયાના આ ઉત્તમ જ નહિ પણ સર્વોત્તમ યોગનો ઉપયોગ કેવો કરવો તે ન ખબર હોય તો આખીચે દુનિયાની જાણકારીને શું કરવાની ! -૧૬૧ યોગનો ઉપયોગ ભક્તિયોગમાં કરો... યોગમાં દોષ ત્યારે જ પ્રવેશે જ્યારે ભક્તિયોગમાં કચાશ હોય છે. મા-બાપ ઉપર દ્વેષ કોને જાગે? જેના દિલમાં તેઓશ્રી પ્રત્યે ભક્તિ નથી... જે મા-બાપ આપણને બોલતા કર્યા એ જ મા-બાપને આપણે ક્રોધ - કંકાસ કરીને ચૂપ કરી દીધા. પુણ્યનો યોગ હશે તો જગતના પદાર્થો તો મળી જશે. પણ લખી રાખો મા-બાપના હૈયાની હાય લેશો તો તમારા હૈયાને સુખશાન્તિ હરગિઝ નહિ મળી શકે...! ઉદ્ઘાટન કરવા ગયો હતો... એક ભાઈ મારૂતિ લઈને દર્શનાર્થે આવી રહ્યા હતા. વચ્ચે જ સંતા જોતાં ગાડી ઊભી રાખી... નમ્રભાવે ભાઈએ વંદન કરી સુખશાતાની પૃચ્છા કરી... ત્યારબાદ સંતે સહજ પૂછયું અત્યારે ક્યાં જઈને આવ્યા ? ભાઈએ કહ્યું મહારાજશ્રી ! ઉદ્ઘાટન કરવા ગયો હતો ત્યાંથી આવી રહ્યો છું. અચ્ચા... ફેક્ટરીનું ઉદ્ઘાટન હતું...? ઉપાશ્રયનું ઉદ્ઘાટન હતું કે પછી કોઈ સંસ્થાનું કે હોસ્પિટલનું હતું ? ના, સાહેબ, આમાંનું એક પણ નહિ... ઘરડા ઘરનું ઉદ્ઘાટન હતું ત્યાં હાજરી આપવી પડે તેમ હતી...! સંતે જરાક મજાકમાં કહ્યું. ભાઈશ્રી, ઉદ્ઘાટન તો કરી આવ્યાં પણ ફોર્મ લાવ્યા કે નહિ? કેમ સાહેબ, આમ કહ્યું? શી ખબર પડે કે જ્યારે ઘરડા ઘરમાં તમારો નંબર લાગે ત્યારે કદાચ ફોર્મની શોર્ટેજ (તંગી) હોય તો ફોર્મ માટે બહુ ફરવું ન પડે ને ? ભાઈ શું બોલે ? બસ... આજના સમાજમાં ઘરડાઘર ખૂલવાની પાછળનું સાચું કારણ છે સંતાનો મા-બાપની ભક્તિ ચૂક્યા છે... મા-બાપ ચારથી પાંચ સંતાનોને સાચવી શકે છે પરંતુ ચારથી પાંચ સંતાનો ભેગાં મળી એક મા-બાપને સાચવી નથી શકતાં. કેટલી દુઃખની વાત કહેવાય...! મા-બાપની ભક્તિ કરો અરે ભાઈ ભક્તિ ના થાય તો રહેવા દો... ના કરશો પરંતુ તેઓની અભક્તિ કરી તેમના દિલને દુઃખી તો ન કરો... લખી રાખજે જે પોતાના મા-બાપની ભક્તિ સેવા નથી કરી શકતો તે ગુરૂ -૧૬૨

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97