Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 81
________________ મૂળિયું દોષ સેવન તો ગમે છે. તો લખી રાખો જીવનક્ષેત્રમાંથી દુઃખ તો વિદાય નહિ થાય પરંતુ સુખ પણ નજીક આવવાનું પસંદ નહિ કરે. શાસ્ત્રકાર ભગવંતો દુઃખો બતાવતાં કહે છે. जम्मं दुक्खं जरा दुकखं रोगाणि मरणाणिय । अहो दुक्खो हुं संसारो, जत्थ कीसन्ति जन्तयो ।। જન્મ થવો દુઃખ છે... ઘડપણ આવવું દુઃખ છે. શરીરમાં રોગ થયા દુઃખ છે અને છેલ્લે મરણ થવું તે પણ દુઃખ છે. ઘડપણ રોગ.... અને મૃત્યુના દુઃખને અજ્ઞાનીઓ રડે છે. જ્યારે જ્ઞાની આત્મા જન્મના દુઃખથી રડે છે. વિશ્વના તમામ દુઃખો લખવા બેસીએ તો જીવન ટૂંકુ પડે એટલે પ્રભુએ એક જ પદમાં કહી દીધું કે તે કુવો હું સંસારો... આખોએ સંસાર દુ:ખી... સાગર બધે ખારો... સંસાર બધાયનો ખારો. હા, અજ્ઞાનીને ખારો સંસાર પ્યારો લાગે છે... સોહામણો લાગે છે... પરંતુ જ્ઞાનીઓને તો ખારો જ લાગે તેમાં લેશ શંકાને સ્થાન નથી...! વિશ્વના અજ્ઞાનદશામાં રહેલા જીવો પ્રભુને પ્રાર્થના કરે છે પ્રભુ! અમારાં દુઃખડાં દૂર કરી દો જ્યારે... વૈરાગી સંયમી પ્રભુને પ્રાર્થના કરતો હોય છે, પ્રભુ! મારા અંતર ઓરડામાંથી દોષો કરી આપો...! જીવનમાં બહુ મહત્ત્વની બાબત સમજવાની છે કે દુઃખ નથી ગમતું દુઃખથી હવે તમે ત્રાસી ગયા છો? હવે દુઃખને કાયમ માટે ભગાડી દેવું છે? તો ચાલો, સુંદર ઉપાય બતાવું. આજથી દોષોના સેવનને તિલાંજલિ આપવાનું ચાલુ કરી દો. ગમે તેવું નુકસાન થાય છતાં હું આવેશમાં આવીશ નહિ. માન - સન્માનમાં હું રાચીશ નહિ... ! માયાના ખેલ આજથી જ બંધ કરીશ... અને હા. સર્વે દોષોના સરદાર લોભને તો હૈયામાં ઊભો જ નહિ રાખું...! કરો આવા રૂડા સંકલ્પો પછી જુઓ દુ:ખોને બિસ્તરા બાંધી રવાના થયે જ છૂટકો... कोहं च माणं च तहेब मायं, लोभं चउत्थं अज्झत्थ दोसा ।। દુ:ખની જનની દોષ છે અત્યાર સુધી દુઃખમાં અણગમો કરતા હતાં હવે દષ્ટિ બદલાવો. દોષોના સેવનમાં અણગમો ઊભો કરો. જેના હૈયામાં દોષો નહિ તેના જીવનમાં દુઃખો નહિ...! દુઃખથી ડરે તે સંસારી જ્યારે દોષોથી ડરે તે સંયમી દુ:ખને હસતા હસતા રહો. દોષને રડતા રડતા કરો. દષ્ટિને દુઃખ ઉપરથી હટાવીને હવે દોષ ઉપર લગાડી દો. જીવનમાં ક્રોધાદિ દોષ સેવાય જાય તે દુઃખની વાત છે. પરંતુ દોષના સેવન કર્યા બાદ હૈયામાં ખુશી આનંદ થાય તો તે મહા દુઃખની વાત છે...! દોષ સેવન કરવું પડે તો રડતા - રડતા જ થાય. હસતા - હસતા તો થાય જ નહિ અને જીવનમાં હસતાં - હસતાં થતાં હોય તો. . તો સમ્યક્માર્ગથી પતન થઈ ગયું છે. હવે કોઈને પૂછવા જવાની જરૂર નથી કે હું મિથ્યાત્વી છું કે સમ્યગદર્શની ? સમ્યગદર્શનવાળાથી દોષોનું સેવન થાય પણ રડતા - રડતા કરે જ્યારે મિથ્યાત્વવાળો દુઃખો રડતા - રડતા સહે અને પાપો હસતાં - હસતાં કરતો હોય છે... ? પ્રભુ કહે છે તે સમજાય છે ? તમારા દુઃખનું સાચું કારણ સમજાય છે? દુઃખને ભગાડી મૂકવાનો ઉપાય સમજાય છે ? તમારા દુઃખનું સાચું કારણ સમજાય છે ? દુ:ખને ભગાડી મૂકવાનો ઉપાય સમજાય છે ? તમારા દુ:ખનું સાચું કારણ સમજાય છે? દુઃખને ભગાડી મૂકવાનો ઉપાય સમજાય છે? અજ્ઞાન આદિ દોષો જ બધા દુ:ખ જન્માવે છે... અજ્ઞાન ! ત્યાર સુધી દુઃખને ભગાડવાનાં ઉપાય કર્યા. હવે પુરુષાર્થ કરો દોષોને ખલાસ કરી દુઃખને ભગાડવાના હવે પ્રયત્ન ચાલુ કરો, દોષોને ખલાસ કરી નાખવાનો... ! આપણાં મરણ પહેલા દોષોનું મરણ બોલાવી દેવાનો ભગીરથ પુરુષાર્થ કરવાનો છે. નહિ તો લખી રાખો રોગ... ઘડપણ... આદિ દુઃખો તો મરણ સાથે જ સમાપ્ત થઈ જવાના પરંતુ ક્રોધ... માનાદિ આધ્યાત્મ દોષ તો મરણ બાદ આપણો આત્મા જ્યાં જશે ત્યાં સાથે જ આવવાના... અને હા... શરીરમાં રોગ થાય તો તમે કોની પાસે જાવ છો? ડોક્ટર પાસે જાઓ છો ખરુંને? અને જમીન કે મિલ્કત બાબતનો ઝઘડો થયો હોય તો તમે કોની સલાહ લેવા જાઓ ૧૫૯ -૧૬૦

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97