Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 78
________________ અવળા, સંબંધો મીઠા બને કે કડવા, બધામાં પ્રસન્નતા જાળવવા ધર્મ કરતા રહો. અને જ્યારે પણ ધર્મ કરો ત્યારે ઉત્સાહિત બનીને કરો. પ્રસન્ન મુદ્રામાં રહીને કરો. કારણ સંસાર છે ત્યાં સમસ્યા રહેવાની. તેમાં સમાધાન અને સમાધિ કેળવી લેવી એ જ ધર્મી જનોની વિશેષ કળા હોય આર્ય ભૂમિમાં જન્મ પ્રાપ્ત થયો છે, હવે આર્ય દૃષ્ટિના સ્વામી બનો. જૈન કુળમાં જન્મ મળ્યો છે તો, જતનાવંત બનવાનું લક્ષ બનાવો. સંતોના સાનિધ્ય આવ્યા છોતો, શાંત-સંતોષી નવ ગુણો કેળવો. ઉત્તમ ગતિ-ભવ અને દેહ મેળવ્યો છે તો, ઉત્સાહવત બની સાધના કરો. ઉત્સાહ જ સાધકો માટેનો ઉત્સવ છે. ક્યારેય થાકો નહીં, હારો નહીં,પાછા પડો નહીં, ઊભા થઈ આગળ વધતા રહો. જગતમાં આવો. મોકો કોઈક જીવને જ પ્રાપ્ત થાય છે, તે તમને પ્રાપ્ત થયો છે. ઉત્સાહપૂર્વક કરેલી સાધના રાગના કાદવમાંથી અને દ્વેષના દાવાનળથી જીવને બચાવી. લેશે. અને હા.... ઉત્સાહપૂર્વક કરેલી આરાધનામાં થાક કે કંટાળો. ક્યારેય આવશે તો નહીં, પરંતુ આનંદ અને પ્રસન્નતા આવશે. ઘણા માણસોને આયંબિલ કરતા પહેલા જ આયંબિલ મોઢા પર દેખાઈ જતું હોય છે. પાર્ટીમાં જવાના ટાઈમ તમારો ઉત્સાહ કેવો હોય છે. પિકનિકમાં જતી વેળાએ તમે કેવા આનંદથી નાચી ઊઠો છો ? તો ભલા, સાધના ક્ષેત્રે નિરુત્સાહી બની સાધના કરો તે કેમ ચાલે? આ જગતમાં સેંકડો માણસ જીવન જીવી રહ્યા છે. તેના આપણે ચાર વિભાગ કરીએ તો સૌથી પહેલા પ્રકારના જીવો છે : ૧) રાગી જીવન : સંસાર આખો ચાલે છે રાગ ઉપર. રાગની ધરી ઉપર ચાલતો સંસાર ક્યારેય જીવને સફળ ન બનવા દે. રાગ હોય ત્યાં દ્વેષનો પડછાયો હોય, હોય ને હોય, રાગ-દ્વેષ બન્ને જોડિયા ભાઈઓ છે. એટલે રાગ તૂટતાં દ્વેષ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવે છે. પદાર્થો પ્રત્યેના રાગ જીવને પાપથી ભારે બનાવે છે. અને ધર્મથી વિમુખ બનાવે છે. રાગ ખાતર આ જીવ એકવાર નહીં સેંકડોવાર મરણને શરણ થયો છે. છતાં રાગ કરવામાં હજી પાછો પડતો નથી, એ તો આશ્ચર્યની બાબત છે. રાગ ત્યાગના ક્ષેત્રે જીવને સફળ બનવા દેતો નથી. માટે રાગ કરતા પહેલા જીવને સાવધાન કરી દેજો. શવદના રાત્રે હરણિયાને તીરથી વિંધાવું પડે છે, રૂપના રાગે પતંગિયાના પ્રાણ જ્યોતમાં ખાખ થાય છે, ગંધની તીવ્ર રાગ દશાએ ભ્રમરાને ગુંગળાઈ મરવું પડે છે. રસના રાગે જુઓ માછલીના તાળવાને ચિરાઈ મરણ શરણ થવું પડે છે. સ્પર્શના રાગે હાથીનેય ખાડામાં પ્રાણ મૂકવા પડે છે. તો ભલા જરા વિચાર કર, એક વિષયે જો પ્રાણીઓને પ્રાણ મૂકવા પડે છે તો તું તો પાંચ ઈન્દ્રિયોના ત્રેવીસ (૨૩) વિષયનો ભોગ બન્યો છે. તારા હાલ શું થશે. તેમ વિચારી આત્માને વિષય રાગથી બચાવી લઈ ધર્મ માર્ગે દઢ શ્રદ્ધા રાખી આગળ વધારવો જોઈએ. ૨) વૈરાગી જીવન : બહુ જ મજાનું જીવન છે વૈરાગ્ય જીવન, વૈરાગ્ય એટલે પદાર્થોના રાગનો ત્યાગ, જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાંથી વૈરાગ્ય જણાય એવા જીવનને વૈરાગી જીવન કહેવામાં આવે છે. વૈરાગીને સંસાર સાથે નહીં, સંચમ સાથે સંબંધ હોય છે. સ્થળ સાથે નહીં, અંતરની સ્થિરતા સાથે સંબંધ હોય છે. અનાત્મા સાથે નહીં, આત્મા સાથે સંબંધ જોડાયેલો હોય છે. આવા વૈરાગ્યના દીપકને હૃદયમાં પ્રગટાવીએ, ઉદ્વેગના અંધારા ઊલેચી આનંદના ઉજાશ પ્રગટાવવા વૈરાગ્ય સભર જીવન બનાવીએ. સંસારમાં રહેવા છતા વૈરાગ્ય પૂર્ણ જીવન જીવતા શીખીએ. જીવન વહે જલની જેમ, આપણે જીવીએ કમળની જેમ વૈરાગ્ય દષ્ટિ એટલે સંસારને દુઃખકર જુએ. પણ તેથી આગળ વધીને પાપમય પણ જુએ. સંસારના પ્રત્યેક સ્થળે રાગ-દ્વેષની આગ દેખાય. સ્વપ્નય સંસારનું સુખ જેને સુખ ન લાગે, મધમાખીઓના ચટકા ભરાતા હોય તેવું પ્રત્યેક ક્ષેત્ર લાગે. આવા ઉચ્ચ પરિણામોમાં જે જીવતો હોય, આત્માને બચાવી લેવાના સદેવ ઉપાયો કરતો હોય અને શોધતો -૧૫૩ -૧૫૪

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97