Book Title: Drusti
Author(s): Tej Saheb
Publisher: Tej Saheb

View full book text
Previous | Next

Page 54
________________ અહંકાર નાશની જડીબુટ્ટી વિનય પણ હશે એટલું મનને ઓછું જ પડવાનું છે. કારણ મનનો સ્વભાવ જ અભાવ તરફ જોવાનો છે. સંત પાસે બેસી તમારા મનને સંતોષી બનાવો. ગુજરાતી કહેવત છે “સંતોષી નર સદા સુખી.” સુખી બનવાના સપના સેવનાર સંતોષી બનવાની મહેનત કરવા ધરાર રાજી નથી. પ્રભુ મહાવીરે જગતના જીવોના સુખ માટે પાંચમું “પરિગ્રહ વેરમણ વ્રત' દર્શાવ્યું છે. પરિગ્રહ બધા જ ગ્રહો કરતા ખતરનાક ગ્રહ છે. ઉપગ્રહ છોડતાં ભલે વિજ્ઞાનીને આવડતો હોય, પણ પરિગ્રહ છોડતા તો જ્ઞાનીઓને જ આવડે શાસ્ત્રકાર ભગવંત જણાવે છે કે જ્ઞ-પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પચ્ચખાણ કરવા જોઈએ. શાંત બનવાનો રાજમાર્ગ છે સંતોષી. બનો અને સંતોષી બનવાનો રાજમાર્ગ છે પચ્ચખાણ કરો. પ્રતિજ્ઞા કરી. લો. જે પદાર્થોની લાલસા ઘટાડશે, તેનું મન તે વસ્તુ તરફ જતું અટકી જશે. જેમાં વારંવાર તમારું મન ભાગે છે, તેના પચ્ચકખાણ કરી લો. મનની દોટ વિરામ પામશે. પ્રભુ મહાવીરે પચ્ચખાણનો માર્ગ બતાવ્યો છે. વિશ્વભરના પાપોને આવતાં અટકાવતાં પચ્ચકખાણ કરી લેવા સર્વોતમ સાધના છે. અવ્રતમાં રહેવું એ મોટામાં મોટું પાપ છે. અવ્રત એ મનનો દોડાવાનો હાઈવે છે, માટે જ પચ્ચખાણ કરવાથી મન સંતોષના ઘરમાં આવે છે. આજનું વ્યાખ્યાન સાંભળી મનને સંતોષી બનાવજો, જેથી મન શાંત બની જશે. - સંતોના સાનિધ્યમાં આવીને જીવના બે ગુણોનો વિકાસ થવો જોઈએ. એક છે શાંત સ્વભાવ અને બીજો છે સંતોષભાવ, જીવ બધું જોઈ આવ્યો. છે, બધે જઈ આવ્યો છે, ક્યાંય જીવને તૃપ્તિ મળી નથી. બસ, આ ભવે શાંત સંતોષી બની જીવને તૃપ્ત બનાવો, પૂર્ણ બનાવો તે જ મંગલા ભાવના. ધર્મની યથાર્થતાને પ્રકાશિત કરનાર કરણા સાગર પ્રભુ મહાવીર સ્વામીએ જગતજીવોને ધર્મનો માર્ગ બતાવ્યો. આ માર્ગે અનંતજીવો મોક્ષમંઝિલ મેળવીને રહ્યા છે. પ્રભુ પાવાપુરી મળે સમવસરણમાં બિરાજિત થઈ અંતિમ દેશના આપી રહ્યા છે, તે તમામ કથન સુધર્માસ્વામી, જંબુસ્વામી પાસે વર્ણવી રહ્યા છેજંબુની જિજ્ઞાસા હતી કે પ્રભુએ અંતિમદેશનામાં ક્યા ભાવો ફરમાવ્યા છે. ત્યારે સુધર્માસ્વામીએ અંતિમદેશના વિષય પર પ્રકાશ પાડયો. હે જંબુ! ત્રિભુવનપતિ પ્રભુ મહાવીર સ્વામીએ અંતિમ દેશનામાં ઉત્તરાધ્યયન સૂત્ર અને વિપાકસૂત્ર ફરમાવ્યું છે. ઉત્તરોત્તર જેના ભાવો શ્રેષ્ઠ છે તેવા ઉત્તરાધ્યયન સૂત્રનું વર્ણન પ્રભુ પાસે જે સાંભળ્યું છે તે તારી, સમક્ષ હું રજુ કરું છું સુ ને... તે તું સાંભળ. પ્રભુ મહાવીર સ્વામીએ ધર્મનો માર્ગ બતાવ્યો છે અને ધર્મના માર્ગનું મૂળ પણ બતાવ્યું છે. અને ધર્મ-આરાધના કરનારને મોક્ષરૂપી ફળ પણ પ્રાપ્ત થાય છે તે પણ બતાવ્યું છે. ધર્મનું મૂળ છે વિનય, વિનયનું ફળ છે. મોક્ષ. જો જીવનમાં મૂળ જ ન હોય તો ફળ ક્યાંથી મળે. કદમ જ અવળું ઉપાડે, તો કુર્મો નજીક આવે. સાધના કરનાર સાધક પાસે વિનયનમ્રતાના ગુણો ન હોય તો સાધનાથી સફળતારૂપ મુક્તિ ક્યાંથી મળે ! પ્રભુ મહાવીર સ્વામી એ અંતિમ દેશનામાં, ઉત્તરાધ્યયન મૂળ સૂત્ર રજૂ કર્યું હતું અને ઉત્તરાધ્યયનમાં પણ પ્રથમ અધ્યયન વિનય ધર્મનું નિરૂપણ કર્યું. સાધક પૂછે, “ધર્મ કોને કહેવાય? અને ધર્મની શરૂઆત ક્યાંથી કરવાની ?' એના ઉત્તરમાં નમ્રતા એ ધર્મ છે અને ધર્મની શરૂઆત પણ નમ્રતાથી કરવાની. નમ્ર બન્યા વિના આત્મા નિરાકાર બની શકવામાં સફળ બનતો નથી. પ્રથમ અધ્યયન વિનયનું દર્શાવીને પ્રભુ આપણામાં રહેલા અહંને ભગાડવાની પ્રેરણા કરે છે. અહંકારના નાશ વિના વિનય પ્રગટતો નથી અને વિનય પ્રગટયા વિના અહંકારનો અંધકાર દૂર થતો નથી. એટલે વિનય ગુણ આવતા અહંનો અવગુણ રવાના થયા વિના ભયનાં પાપે હિટલર અને સિકંદર થયા છે. જ્યારે પાપના ભયે મહાવીર સ્વામી અને ગૌતમ ગણધર જેવા સેંકડો મહાત્મા બન્યા છે. -૧૦૫ -૧૦૬

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97